________________
એક ઝલક આ બધું વાંચેલું અને સાંભળેલું ત્યારે મગજમાં બહુ ઉતરતું નહિ છતાં માની લેતા. પણ પરિવાર પ્રકાશનના કુળના વડા કાકાએ બે દાયકાથી પણ વધારે વરસ સુધી મૃત્યુને પડકારી, મૃત્યુને પિતાને આધિન કરીને પોતાની મુઠ્ઠીમાં આબદ્ધ કરી પરિવાર પ્રકાશનને સાહિત્યની દુનિયામાં કાયમી આગવું વિશિષ્ટ સ્થાન અપાવ્યું એ જોઈને મહાભારતના ભીષ્મ પિતામહના દર્શન અમને કાકામાં થયાં. દશ્ય – ૩ : કાકાનો રૂમ, પલંગ પર સૂતેલા કાકા, તેમની પડખે
લેખન-સામગ્રીન ટેબલ. હું અને શ્રી. ૫૦ છો૦ પટેલ અમે બને કેટલાય વરસથી નિયમિત સ્વાધ્યાય દરરોજ સવારમાં કરીએ છીએ. તેમાં મુખ્યત્વે ઓશો રજનીશનાં ગીતા – મહાગીતા, ઉપનિષદો – સંતવાણી હતાં. અમને વિચાર આવ્યો કે કાકાને ઓશોના સાહિત્યની વાત કરીએ. પણ અમને ડર હતો કે કાકા રહ્યા ગાંધી-વિચારક, બીજા ગાંધીવાદીઓની જેમ તેમના મનમાં પણ ઓશો અંગે ચીડ કે સૂગ હોય, ઓશોનું નામ સાંભળતાં જ ગુસ્સે થઈ જાય, તે પણ ડરતાં ડરતાં થોડી હિંમત રાખીને અમે શેનાં સંતાની વાણી અંગેના પુસ્તકો કાકા આગળ મૂકડ્યો અને કહ્યું કે આ પુસ્તકો જોઈ જજો અને એમાંથી કંઈ કરવા જેવું લાગે તો અમને જણાવશો તે અમે અમારી રીતે પ્રયતને કરીશું. એમ કહીને અમે તે પુસ્તક મૂકીને આવતા રહ્યા. પછી બે-ચાર દિવસે કાકાને મળવા ગયા ત્યારે અમે કાકાને પૂછીએ તે પહેલાં જ તેમણે અમને કહ્યું કે આવું ઉત્તમ સાહિત્ય મળવું મુશ્કેલ છે. આ તો નર્યા હીરા છે, હીરા! બહુ મૂલ્યવાન છે. દેવું કરીને પણ એનાં પુસ્તકો વસાવી લેવાં જોઈએ. એટલું કહીને કાકા ન અટકયા પણ અમે સંતોની વાણીનાં પુસ્તકો હિંદીમાં આપેલાં તેમાંથી તેમણે પોતે જ ગુજરાતીમાં ઉતારીને તેમની કલમનો લાભ નાનકની વાણી, કબીરની વાણી, મલૂકની વાણી, દાદુની વાણી, પલટુની વાણી, અને દરિયાની વાણીના નામથી સંતશ્રેણી પ્રકાશિત કરવાનું બહુ મોટું કામ તેમના હાથે થયું. તે ઉપરાંત ઓશોનું પુસ્તક ગુજરાતીમાં “પુસ્તકો – મને જે ગમ્યાં છે.” તે નામે ગુજરાતની પ્રજાને ચરણે સમર્પિત કર્યું. આમ કાકા ચખલિયા કે કહેવાતા ગાંધીવાદી ન હતા. પણ સાચા અર્થમાં ગાંધીવાદી વિચારક – પ્રસારક અને પ્રચારક હતા. કઈ પૂર્વગ્રહથી પીડિત ન હતા કે કોઈ ગ્રંથી તેમના મગજમાં ન હતી. તેમની નીરક્ષીર વિવેક બુદ્ધિ તીવ્ર હતી. તેને કારણે જ અમે શેનું સાહિત્ય ગુજરાતીમાં ગુજરાતની જનતા સમક્ષ મૂકવાને ભાગ્યશાળી થયા છીએ તેનું અમને ગૌરવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org