________________
શ્રી મસ્કેદ્રિયસ
૧૩
અને અનેક ભાષાઓમાં તેમનાં રૂપાંતર થયાં છે. આ અને એવા બીજા નામી સાહિત્ય-સમ્રાટોનાં કેટલાંક પુસ્તકો અત્યાર પહેલાં ગુજરાતીમાં પણ ઊતર્યાં છે પરંતુ બધાંની અથવા એમાંનાં મુખ્ય મુખ્યની પ્રસાદી સીલસીલાબંધ શિષ્ટ, સરળ અને શુદ્ધ ગુજરાતીમાં સુંદર છપાઈ અને ઉઠાવ સાથે આપવાનું બીડું તા પરિવાર પ્રકાશન સહકારી મંદિરે જ ઝડપ્યું છે. તે માટે એના સંસ્થાપક – ઉપપ્રમુખ સ્વર મણિભાઈ વાઘજીભાઈ પટેલ, મંત્રી ભાઈ પુ॰ છે।૦ પટેલ અને એનું ગુજરાતી રૂપાંતર કરનાર ભાઈશ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલને અભિનંદન ઘટે છે.
..
કથાપ્રવાહ એવા સરસ વહે છે કે, જાણે આપણે કઈ રૂપાંતર કે અનુવાદ નથી વાંચતા પણ મૌલિક કથા જ વાંચીએ છીએ, એમ લાગે છે. કોઈ ઠેકાણે કશે! ખાડા ટેકરો નડતા નથી. ૫૦૦' કરતાં વધુ પાનામાં સમાવાયેલા આ સંક્ષેપ પણ એવી ખૂબીથી કરવામાં આવ્યા છે કે, કશી છુટી અનુભવાતી નથી કે રસની ક્ષતિ પણ થતી નથી. આવી સરસ અને સુરેખ અનુવાદની હથેાટીને માટે ભાઈ ગોપાળદાસ વિશેષ અભિનંદનના અધિકાય છે.
આપણા દેશમાં સ્વામી-ભક્ત શૂરવીરો, શુદ્ધ પ્રેમના ઉપાસકો તથા ચિર સાટે ક્ષાત્રાવટ સાચવનારાઓની તેમ જ તેમનાં પરાક્રમે। અને સ્વાર્પણના દૃષ્ટાંતાની અછત નથી અને તેમને બિરદાવનારા પણ નથી મળ્યા એમ નથી. પરંતુ તેમને વિશેષ ઝળકાવવા માટે કોઈ “મા”ની કલમની અપેક્ષા તે રહે છે જ.
68
* થ્રી મસ્કેટિયર્સ ”માંના ત્રણ બરકંદાજો — પરાક્રમી તલવારિયા ઑથેાસ, પૉથેસ, ઍરેમીસ તથા ચેાથેા બરકંદાજ થવાની મહત્ત્વાકાંક્ષા ધરાવનાર (અને પાછળથી એ પાર પાડનાર) ફ઼્રાંસના ગ્રામપ્રદેશ ગાસ્કનીના દાતે નેાં, – આપણને તેમનાં અભૂતપૂર્વ પરાક્રમા, હૈયા-ઉકલત અને છાતીથી દંગ કરી નાખે છે. એ પુસ્તકમાં ફ્રાંસ, ઈંગ્લૅન્ડ તથા પાડોશી દેશેાના સત્તરમી સદીમા રાજકારણની અને રાજમહેલની તથા સત્તાવાંછુઓની ખટપટોની હૂબહૂ છબી ઉપસાવવામાં આવી છે.
આ પુસ્તકના બે બાલ” લખવાનું મારું ગજું નથી. કારણ કે હું નથી નવલકથાકાર, નથી વિવેચક કે નથી તે। નવલકથાઓને ખાસ રિસયા, છતાં ગાંધીયુગની લડતાના એક સૈનિક તરીકે મારે બે બાલ” લખવા એવી ભાઈ પુ॰ છે પટેલની ઇચ્છાને અવગણી નહિ શકવાથી જ છેવટે બે શબ્દ લખવાનું મેં સ્વીકાર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org