________________
એક દુખદ હકીકત
ઉપરના ઉતારામાં જે “બધી વાતે શ્રી. રામલાલ પરીખે લખી હેવાનો ઉલ્લેખ છે, તે એમણે એમના ૨૯-૭-'૧૮ના પત્રમાં લખી હતી તે બધી બાબત છે, જેમકે, “પાંચમી આવૃત્તિના સંપાદનકાર્ય બદલ મહેનતાણાની આપની માંગણીનું ધારણ અને રકમ નક્કી કરવાનું કામ કાર્યવાહક સમિતિએ તે વખતના ખજાનચી શ્રી. ખંડુભાઈ દેસાઈને સોપેલું. તેમણે આ કામ માટે આપને રૂ. ૧૨૦૦૦) અંકે રૂપિયા બાર હજારનું ઉચ્ચક મહેનતાણું સમગ્ર કામ માટે આપવાનું ઠરાવ્યું છે..આ કાર્ય અંગે હવે પછી વિદ્યાપીઠે આપને કશું આપવાનું રહેતું નથી.” ઇ.
શ્રી. મગનભાઈએ શ્રી. રામલાલ પરીખે વાપરેલા “માગણી' શબ્દથી છંછેડાઈ, ૧૮-૮-'૧૮ના પત્રમાં જણાવ્યું કે, “મેં મહેનતાણાની માગણી નહીં, પણ ઉપર કહ્યું તેમ તમે ઠરાવેલી રકમ મને ચૂકતે આપવાની ઉઘરાણી” જે કહે છે તે મેં કરી છે, અને કરું છું ખરો.”
ઉપરાંત કાર્યવાહક સમિતિએ ખંડુભાઈ દેસાઈને એ કામ સોંપ્યાની અને તેમણે ૧૨૦૦૦)ની રકમ ઉરચક મહેનતાણા પેટે આપવાનું ઠરાવવાની શ્રી. રામલાલ પરીખે જણાવેલી વાતને ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે, “મને આપવાની બાકી રકમ તમારે ચૂકતે કરવી રહે છે. તમે જે નિર્ણય કર્યો કે કાર્યવાહક સમિતિએ કર્યો, તે કશાની, મને ખબર નથી તથા મને તે બંધનકર્તા પણ નથી. શ્રી. ખંડુભાઈએ કોઈ કશી એવી વાત મને કરી નથી.
• શ્રી. ખંડુભાઈએ મને મહેનતાણું નક્કી કરવા અંગે કાંઈ જ કહ્યું નથી. અને તે વિષે વિદ્યાપીઠનો ઠરાવ કે કશું તમે મને નથી જણાવ્યું. અને નથી કોઈએ તે વિષે મારી જોડે ચર્ચા-વિચારણા કરી. એ જે કાંઈ બધું તમે વર્ણવે છે, તે તમે બારોબાર કરેલું એકતરફી છે, અને તેમાં જે બધું તમે કહો છો, તેને વિગતે જવાબ કે ચર્ચા મારે કરવાની છે નહિ. કુલનાયકની આજ્ઞાથી થયેલી વાતને તમે ઢાળીને જે રીતે વર્ણવે છે, તે બધું ભારે દુઃખદ છે, એ ફરીથી કહું છું.”
કૉપીરાઈટ વગેરે બાબતોના શ્રી. રામલાલ પરીખે કરેલા ઉલ્લેખના જવાબમાં શ્રી. મગનભાઈ (૨૨-૧૧-૬૮ના પત્રમાં) જણાવે છે, “તમારા ૫ત્રાને અંતે તમે “કોપીરાઈટને ઉલ્લેખ કરે છે. એક વાત ત્યારે તમને કહ્યું કે, મારા કોઈ લખાણને “કૉપીરાઈટ' મેં કોઈને આપ્યો નથી; વિદ્યાપીઠના સેવક તરીકે કોઈ વખાણમાંથી મહેનતાણું મળે, તે તે વિદ્યાપીઠને જમા આપવું જોઈએ, એ જ એક નિયમ મેં તેના સેવક તરીકે જાગ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org