SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઝલક તેથી મારાં પુસ્તકોના પ્રકાશન પેટે, મહેનતાણું ખર્ચમાં પાડીને વિદ્યાપીઠ જમા લેતું. કોશની આ આવૃત્તિ વખતે હું સેવક ન હેઈ, મહેનતાણું મને આપવાનું થાય છે. તેને કિંમતમાં મજરે લેવું અને આપવાની ના કહેવી, એ કેવું કહેવાય?... મારી કઈ ચોપડીઓને કૉપીરાઈટ મેં આપ્યો નથી, છપાયેલી આવૃત્તિ પૂરત જ તે હેય. એટલે મારી કઈ ચોપડી તમે ફરી મારી લેખિત પરવાનગી વિના ન છાપતા તથા કેશની આ આવૃત્તિના હકની લીટી, મેં સૂચવેલી રીતે મહેનતાણું મને આપશો એ આધારે, મેં તમને મૂકવા જણાવેલું. તેમાં તમે બીજી વાત કરો, તે પછી રૉયલ્ટી તમારે (મને) આપવી રહી.” શ્રી. મગનભાઈએ ભારે દુઃખ સાથે આ બધા કાગળે ઉચિત કારવાઈ કરવા માટે તેમના એડવોકેટ મિત્ર શ્રી ઘનશ્યામભાઈ ઓઝા (એમ. પી.)ને આપેલા. અદાલતી કારવાઈ વિના જ બધું સમજાવટથી પતાવવાનો પ્રયત્ન કરવાનું ને કહેતા હતા, એવું શ્રી. મગનભાઈએ છેવટના જણાવ્યું હતું. શ્રી. મગનભાઈ જ્યારે આપણી વચ્ચે નથી, ત્યારે આ બધી દુ:ખદ ઘટનાઓ જે એમને દેહાંત સુધી પજવી રહી હતી, તે અંગે કંઈ ગેરસમજ ભવિષ્યમાં ઊભી ન થાય એ હેતુથી આ છેવટના અંકમાં “સત્યાગ્રહ'ના વાચકવર્ગ સમા મેં મૂકી છે. શ્રી. મગનભાઈએ કરેલી કાળી મહેનતના એ પૈસા ચૂકવાય, એ જેવાની શ્રી. મગનભાઈના વાચકમિત્રોની તેમ જ બીજા પણ સૌ લાગતા-વળગતાઓની ફરજ છે, એમ હું માનું છું. છેવટે આ બધું પરમાત્માના અને જનતા જનાર્દનના હાથમાં સેંપી હું વિરમું છું. ‘સત્યાગ્રહ’ તા. ૮-૨-૧૯૬૯ બાપાળદાસ જીવાભાઈ પટેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy