________________
પ્રકાશકીય નિવેદન
· સત્યાગ્રહ' પત્ર શ્રી. મગનભાઈ દેસાઈની માલકીનું હતું. તે મારફતે તે ગુજરાતના વાચકવર્ગની, પાતાની રીતે, સેવા બજાવતા હતા. પહેલેથી નફાનું ધારણ રાખ્યું જ ન હોવાથી તેમાં જાહેરખબરો લેવાતી નહિ. કહેવાની જરૂર નથી કે, દર વર્ષે તેના પ્રકાશનમાં ખાટ જ રહી છે.
પરંતુ જેમ જેમ તેમને ગુજરાતી વાચક-વર્ગના સંબંધ વધતો ગયો, તથા ગુજરાતની અને તે મારફત દેશની ઉપયેગી સેવા પાતે બજાવી શકશે એમ તેમને લાગવા માંડયું, તેમ તેમ તેમનેા ઉત્સાહ વધતો ગયો અને કેવળ આર્થિક મુશ્કેલીને પ્રાધાન્ય આપવાને બદલે, ગાંધીજીની વિચાર-સરણિ સૌ સમક્ષ ધરતા રહેવાનું પેાતાનું કર્તવ્ય, પેાતાનું ઋણ સમજી, તેમણે અદા કર્યા કર્યું.
.
ગાંધીજીએ સ્થાપેલી બે સંસ્થાઓ, ગૂજરાત વિદ્યાપીઠ અને નવજીવન, — તેમના ધર્મ કહેવાય કે, તે ગાંધી-વિચારસરણના પ્રચાર ચાલુ રાખે. પણ તે સંસ્થાઓએ એક યા બીજે કારણે ‘ હરિજન ’ પત્રા તથા ‘નવજીવન' માસિક વગેરે બંધ કર્યાં. તેથી પ્રૂફરીડિંગ, એડિટિંગ વગેરે કામેા દ્વારા મળતી કે મળી શકે તેવી બીજી બધી આવકો આ કાર્યમાં નાખવાના નિશ્ચય સાથે શ્રી. મગનભાઈએ ‘સત્યાગ્રહ'નું પ્રકાશન ચાલુ રાખ્યું.
.
તા. ૧–૨–૬૯ના રોજ થયેલા તેમના અવસાન બાદ એ પત્રનું પ્રકાશન બંધ કરવાની દુ:ખભરી જવાબદારી મારે શિર આવે છે. તેમણે જે ધગશથી, જાગૃતિથી અને જવાબદારીથી એ પત્રનું પ્રકાશન-કાર્ય બજાવ્યું છે, તે ગુજરાતના પત્રકારિત્વના ઇતિહાસમાં ઝટ ભુલાશે નહિ. *જન્મજાત પત્રકાર ગાંધીજી' (અંક ૧૯-૨૦, તા. ૨૮-૧૨-’૬૮ તથા ૪–૧–'૬૯) તથા પત્રકાર તરીકે ગાંધીજી’ (અંક ૨૪, તા. ૧-૨-'૬૯) એ લેખામાં તાજેતરમાં રજૂ થયેલ આદર્શથી જ તેમણે પોતાનું તે કામ બજાવ્યું છે.
ગ્રાહકવર્ગે છેવટ સુધી શ્રી, મગનભાઈને તેમના આ કાર્યમાં પેાતાના રસ દાખવી પૂરતા સાથ આપ્યું છે. અને શ્રી, મગનભાઈ પેાતાના વાચકોના એ સાથની કેટલી કદર કરતા, તેને હું સાક્ષી છું. અને સામેથી તેઓશ્રીએ પણ પેાતાની શક્તિનું ટીપેટીપું એ કામમાં રેડયું છે.
"
Jain Education International
૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org