________________
એક ઝલક
૧૪
સાંભળવું એ એક લહાવા કે લહેજત જ હતી, તમે એમની વાત માને કે ના માના, એ જુદી વસ્તુ છે; પણ જે કાંઈ એ રજૂ કરે, એને માટે તમારા દિલમાં આદર અને કદર તા પેદા કરે જ. એવી ભાષાશક્તિ અને એવું દલીલજોમ એમાં હેાય જ. સાચું અને સારૂં પકડવાની તમન્ના એમની વિદ્રત્તાનું લક્ષણ હતું. તે બધી શક્તિ એમણે દેશને ચરણે – અને ગાંધીજીની આગેવાની નીચે – બક્ષિસ ધરી.
આમ કરીને તે ઓછા મુસલમાન ન ઠર્યા, પણ સાચા મુસલમાન બન્યા; એમ એમની દિલી માન્યતા હતી, તે ઇસ્લામના ઇમામ હતા. કુરાનેશરીફ પરનું એમનું ઉર્દૂ ભાષ્ય ઇસ્લામ-જગતમાં ખૂબ વખણાયું છે. અને હિંદુ બહાર પણ એમની ધાર્મિક વિદ્વત્તાની સારી પેઠે તારીફ થઈ છે. આમ મૌલાના સાહેબ રાષ્ટ્રપ્રેમથી જ નહીં, ધર્મદૃષ્ટિથી પણ લીગને એકલવીરને પડકાર આપતા હતા. આ બાબતમાં તે એકલા ચાલવાનું આવ્યું તેાય ચાલ્યા અને હિંદની આઝાદીની ઇમારતને ખરે વખતે તૂટવા કે ડોલવા ન દીધી. નહીં તે ૧૯૪૦-૭ના છેલ્લા તબક્કામાં કૉંગ્રેસની લડતનું શું થાત, તે કેવળ કલ્પવું જ રહ્યું.
સ્વરાજ આવ્યા પછી તરત ગાંધીજી ગયા. મૌલાનાએ પં. જવાહરલાલને પોતાના વજા-સાથ આપવા શરૂ કર્યો, આમ તે તેમને કેળવણી ખાતું સોંપાયું; પરંતુ ખરેખર તે તે વડાપ્રધાનને માટે હરેક બાબતના સાથી, સલાહકાર અને મસલતદાર હતા. જવાહરલાલજીને એમની ભારે ઓથ હતી.
અંગત રીતે જોઈએ તે।, મૌલાનાને માટે ૧૯૪૭ પહેલાં અને પછી બંને વખતે સેાસવાનું નસીબ હતું, એમ કહેવાય. ’૪૭ પૂર્વે તેમના ધર્મવાર દેશબંધુ – મુસ્લિમ લીગ તેમને ડંખતી રહી. '૪૭ બાદ તેમના કોમવાદી હિંદુ દેશબંધુ ગુપ્ત રીતે છતાં ડંખવા લાગ્યા હતા, એ દુ:ખદ બીના પણ નોંધવી જોઈએ.
આ બીના, ગુલામીમાંથી આઝાદીમાં જવાના હિંદના આધુનિક પરિવર્તનની નિશાની છે. બિનકામવાર રાજ્ય સ્થાપવા માગીએ છીએ; પણ કોમી ભાવેશમાં રંગાયેલી પ્રજા છીએ. મધ્યયુગના ઇતિહાસમાંથી લાગેલા આ રંગ અને તેના આછાપાતળા પટ કે ડાઘાડપકા હવે સાફ થવા જ જોઇએ. નવા જીવનદર્શન વડે એ ભાવા શુદ્ધ ન કરીએ, તે હિંદ નબળું પડશે, એ દર્શન ગાંધીજી પેઠે જ મૌલાનાને લાધ્યું હતું. બંનેને આ એક સામાજિક અને સાંસ્કૃતિક ધર્મદર્શન સમાન હતું. માટે જ જીવનની છેલ્લી ઘડી સુધી તેણે તેમને ન ડયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org