SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ મોલાના સાહેબ જાણે કે શોધ્યા જ કરતા હતા. ૧૯૧૭માં મૌલાના મહમદઅલી અને થેંકતઅલી એ બે અલીભાઈઓ અને મૌલાના આઝાદ, દેશ અને કમને કારણે, અંગ્રેજની જેલ સેવતા હતા. તેમની આ બહાદુરીએ ગાંધીજીની નજર ખેંચી. ઘણું કરીને, દીનબંધુ એન્ડ્રૂઝના નિમિત્તકારણે, દિલહીના બે ખાનદાન દોસ્તની વારી ગાંધીજીને લાધી – હકીમ અજમલખાન અને ડૉ. અનસારી. આ મૈત્રીને રે હિંદની અસહકારની લડતને મજબૂત પાયે ગાંધીજીએ નાખ્યો. ખાનબંધુઓ આ દસકો પૂરો થયે, ૧૯૩૦ પછીના યુગમાં ગાંધીજીએ માયા, * અલીભાઈઓ થોડા વખત પછી એટલા સ્થિર ન નીવડ્યા. પણ મૌલાના આઝાદ ત્યારથી આજ સુધી અણનમ અડગ રહ્યા. એટલું જ નહીં, ૧૯૪૦થી ૧૯૪૭ના અતિ વસમા અને એવા જ નાજુક સમયમાં તે કોંગ્રેસના પ્રમુખ રહ્યા અને હિંદની આઝાદીની ભારેમાં ભારે મહત્ત્વપૂર્ણ વાટાઘાટો કરવાની એતિહાસિક જવાબદારી અડગતાપૂર્વક ઉઠાવી. તેમને આમાંથી ડગાવવાને માટે ઝીણાસાહેબ અને તેમની લીગે ઓછું નથી કર્યું. મૌલાના સાહેબ માટે મહેણાં અને ગાળે જાહેર રીતે વરસાવ્યું રાખ્યાં. આ કાળે ડૉ. અનસારી, હકીમ અજમલખાન જેવા સાથી તે યાતના સહવામાં ભાગ લે તેમ નહોતા. કાંઈક કરતાં જો મૌલાના ડગે તે, કોંગ્રેસ પાસે, કોમી એકતાને જપતે એક મુસલમાન ન રહે અને ગાંધીજીને હિંદસ્વરાજગઢ તૂટે નહીં તોય તેમાં ભારે ગાબડું પડે, - એ લીગની આખી ચાલબાજી હતી. મૌલાનાએ જન્મભર સેવેલે રાષ્ટ્રપ્રેમ પૂરતો મજબૂત નીવડ્યો. ખેલદિલી અને ઉદારતાથી તેમણે લીગનાં મહેણાટોણાં ઝીલ્યાં અને સામે જવાબ સરખો ન આપે. આ અડગતા મૌલાનાને માટે એક જીવનનિષ્ઠા હતી. બીજા અનેક મુસલમાને એકતાને રાજકીય નીતિ માત્ર સમજ્યા હશે, તો તેઓ કસોટીમાં પણ તે પૂરતા આઘાપાછા નીવડ્યા હશે. મૌલાનાને માટે કોમી એકતા અને રાષ્ટ્રની આઝાદી જીવનસૂત્રરૂપ હતો. તે મહાન વિદ્વાન હતા. ઇસ્લામ ધર્મના ઊંડા અભ્યાસી હતા. પણ એમના વ્યક્તિત્વની ખાસ ખૂબી એ હતી કે, તે અતિ ઝીણી નજરથી દરેક બાબતને તપાસી શકે એવી તીક્ષ્ણ બુદ્ધિવાળા અને તેને અનુરૂપ ભાષાશક્તિવાળા હતા. મૌલાના સાહેબ કઈ પ્રશ્નનું બયાન કરતા હોય, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy