________________
નાઈન્ટી શ્રી
૨૫૩ વાત તે એ છે કે, આપણે ગામડાંની દરકાર જ કરી નથી. આપણાં અન્નવસ્ત્રને માટે આપણે ગામડાં પર આધાર રાખીએ છીએ, છતાં તેના શેઠ હોઈએ એમ વર્તીએ છીએ.... આપણે તે આશ્રિત છીએ, છતાં આજે ગામડાં આશ્રિત બન્યાં છે. આપણે તેમની જરૂરિયાતને વિચાર જ નથી કર્યો. તમે શહેરી પ્રજા માટે લખશે, તે પણ એ તો એવા નગુણા છે કે અંગ્રેજી જ વાંચશે !” | ડિકન્સે આ બધી કથાઓ, આજના આપણા નવલકથાકારની માફક લોકોને કેવળ મનોરંજન પૂરું પાડી કમાવા માટે નથી લખી. પરંતુ પોતાના સમાજની એક એક ઊણપ ખુલ્લી કરી બતાવી, તેની સામે લોકમત કેળવવા લખી હતી. અને સાચા કળાકારની કથા સર્વ દેશ-કાળ માટે ઉપયોગી હોય છે, એ ન્યાયે, આપણે પણ તે વાંચી શકીએ છીએ અને રસના ઘૂંટડા ભરી શકીએ છીએ. આજે જ્યારે ઇધિદારી લેખકો ચીતરી ચડે તેવા બીભત્સ અને હીન રસની નવલકથાઓનો ધોધ વહાવી રહ્યા છે, તે પ્રસંગે નિર્દોષ કારુણ્ય અને સહજ અભિજાત્યની આ વિશ્વકથાને મંગલ સંક્ષેપ વાંચતાં અપૂર્વ સંતોષ અને આત્મતૃપ્તિ થાય છે. સત્યાગ્રહ”માંથી)
- કશુબહેન પુલ છો. પટેલ
નાઈન્ટી શ્રી કતિ કે ઉત્ક્રાંતિ (વિકટર હ્યુગો કૃત “નાઈન્ટી શ્રી”) અનુગોપાળદાસ પટેલ. .
૧૭૮૯માં સર્જાયેલ ફ્રેન્ચ ક્રાંતિના પાશવી પ્રત્યાઘાતો આ નવલકથાની પાદુ ભૂમિકા પૂરી પાડે છે. સને ૧૭૯૩માં ફ્રાંસમાં કતલ, વૈર અને ત્રાસનું તાંડવ તેની પરાકાષ્ઠાએ પહોંચેલું. લોકશાહી અને રાજાશાહી વચ્ચે સામસામા ઉચ્છેદ અને ઉમૂલન કરઘાના ભીષણ સંગ્રામો ચાલી રહેલા. પ્રસ્તુત કથામાં એક કુટુંબમાં જન્મેલા કાકી ભત્રીજો – લાતેનાક અને ગોર્વે સામસામી પક્ષનું નેતૃત્વ સ્વીકારી મેદાને પડેલ છે. કાકો ગમે તે ભેગે ફ્રાંસમાં રાજાશાહી પુન: સ્થાપિત કરવા કટીબદ્ધ બન્યો છે; જ્યારે પ્રજાપક્ષે લડતો ભત્રીજો કાકા અને તેની રાજાશાહીને હંમેશને માટે દફનાવી દેવા તલપાપડ થઈ રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org