SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઝલક 3. તરીકે આગળ આવતાં અનેક સાથીઓની જેમ હુંયે આશાભરી દૃષ્ટિએ જોવા લાગ્યા. આ પછીના ઇતિહાસમાં હું વધારે નહીં જાઉં. અહીં એક વાત ખાસ કહેવા જેવી લાગે છે તે જણાવું. બાપુજી પાતાના જીવનમાં મેટાં મેટા ક્રાંતિકારી પગલાં ભરતા, તેની પાછળ કોઈક કોઈક વિશેષ વ્યક્તિનું નિમિત્ત એમની સામે આવતું. કાંતનારીને જીવનવેતન મળવું જ જોઈએ. ખાદી ભલે મેઘી થતી, એ સિદ્ધાંત અમલમાં આણવાનું નિમિત્ત વિનેાબા બન્યા હતા. ૧૯૩૩માં વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનું નિમિત્ત વાલજીભાઈ બનેલા. કોચરબ આશ્રમમાં હરિજનને પ્રવેશ આપી એની દીકરીને ગેાદ લેવાનું નિમિત્તા ઠક્કરબાપા બનેલા; અને અમદાવાદમાં મિલમજૂરોની હડતાલ સંગઠિત કરવાનું નિમિત્ત અનસૂયાબહેન બનેલાં. એ રીતે મારું માનવું છે કે, દેશ આગળ બાપુજીએ 'નઈ તાલીમ'નું જે ક્રાંતિકારી માળખું રજૂ કર્યું, એના નિમિત્ત મગનભાઈ દેસાઈ ગણાય. નઈ તાલીમ નું સંગઠન ઊભું થયું, એની વ્યાખ્યાઓ થઈ, એ પહેલાં અનેક વર્ષોથી બાપુજી એ દિશામાં પેાતાના ઘરનાં તથા આશ્રમનાં બાળકોને કેળવી રહ્યા હતા. પણ સ્વરાજ્યનું પ્રભાત ઊગતાં રાષ્ટ્રીય શિક્ષણને પાયાગત નવી રીતે શરૂ કરવાનું ચિંતન વિદ્યાપીઠના બીજી વારના ઉદ્ઘાટન સાથે મગનભાઈ દેસાઈએ શરૂ કર્યું, અને ઍની પાછળ સતત મંડી રહ્યા, તેને પ્રતાપે બાપુજીએ એમની બાંય ઝાલી અને તેમાંથી વર્ષાયજનાના જન્મ થયા. પોતાના સતત અધ્યવસાય અને અશુદ્ધ ચારિત્ર્ય ધડે બાપુજીને પંથે મગનભાઈ દેસાઈએ વધુ ને વધુ વેગે રથ ખેડયો. શિક્ષણસંસ્થા અને અઠવાડિક તથા માસિક પત્રો ચલાવ્યાં અને આજે શિક્ષણના કામનો ઊંચામાં ઊંચી જવાબદારી સંભાળી રહ્યા છે. એ જોઈને એમના અનેક મૂક સાીઓની જેમ હુંયે મનમાં ઘણા આનંદ અને ઉલ્લાસ અનુભવું છું અને ભગવાને એમને ૬૦ વરસ પૂરાં કરવાની તક આપી, તેમ ૧૦૦ વરસ પણ પૂરાં કરવાની તક એમને મળે; તથા બાપુના શૂન્યવત્ થઈ શકનારા સૈનિકોની જેમ અહિંસક સમાજરચના કરવામાં એમને ફાળા અમર તપે, એવી પ્રાર્થના ઈશ્વરને કરું છું. • અભિનંદન ગ્રંથ'માંથી ] પ્રભુદાસ ગાંધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy