________________
પ્રકાશકીય નિવેદન હસ્તપ્રત તો તૈયાર પણ થયેલી છે; તે જલદી પ્રકાશિત કરવામાં આવશે. તે બધાં પુસ્તકો શ્રી. મગનભાઈ દેસાઈ સન્માન ટ્રસ્ટ તરફથી પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ૦, અમદાવાદ-૧૩, મારફતે પ્રકાશિત થશે. જે વાચકોને રસ હોય તેઓ તે પુસ્તકો, એ પ્રકાશન સંસ્થાને પૂછપરછ કરીને મેળવી શકશે. શ્રી. મગનભાઈનાં લખાણોમાંથી કેટલાક સંગ્રહ પણ તૈયાર કરવાનો તથા તેમનું સંસ્મરણાત્મક જીવનચરિત્ર પણ જુદું છપાવવાનો વિચાર છે. એ બધાં પુસ્તકોની માહિતી વાચકવર્ગે પરિવાર પ્રકાશન સંસ્થા મારફતે જ મેળવવી પડશે. “સત્યાગ્રહ’ કાર્યાલય હવે સમેટી લેવામાં આવશે.
એ બધાં પ્રકાશન મારફતે વાચકવર્ગ શ્રી. મગનભાઈને સંપર્ક હજુ લાંબો વખત ચાલુ રાખી શકશે. અક્ષરદેહે તે તે આપણી વચ્ચેથી કદી દૂર થવાના નથી. ‘સત્યાગ્રહ” તા. ૮-૨-૧૯૬૯માંથી] ગેપાળદાસ જીવાભાઈ પટેલ
માતૃહતેન ભોજનમ્ – માતૃમુખેન શિક્ષણમ્
ચર્ચા ચાલે છે કે શિક્ષણનું માધ્યમ શું છે? શિક્ષણ માતૃભાષા દ્વારા અપાય કે અંગ્રેજી માધ્યમ દ્વારા
પરંતુ મને તે આ સવાલ જ વિચિત્ર લાગે છે. આમાં વળી પૂછવાનું શું છે? આમાં બે મત હોય જ કેવી રીતે, તે મારી સમજમાં નથી આવતું. ગધેડાના બચ્ચાને પૂછવામાં આવે કે તને ગધેડાની ભાષામાં જ્ઞાન આપવું જોઈએ કે સિંહની ભાષામાં, તે એ શું કહેશે? એ કહેશે કે સિંહની ભાષા ગમે તેટલી સારી હોય, મને તો ગધેડાની ભાષા જ સમજાશે, સિંહની નહીં. એ તે દીવા જેવું સ્પષ્ટ છે કે મનુષ્યનું હૃદય ગ્રહણ કરી શકે એવી ભાષા માતૃભાષા જ છે, અને તેના દ્વારા જ શિક્ષણ અપાય. આમાં શંકાને કોઈ સ્થાન નથી.
હું તે ત્યાં સુધી કહીશ કે નાનાં બાળકોને શિક્ષણ એમની પિતાની માતૃભાષામાં આપવાને બદલે પારકી ભાષામાં આપશો, તે એ બાળકે નિર્વીર્ય બનશે, નિર્બોધ બનશે, એમની ગ્રહણશક્તિ બુઠ્ઠી બનતી જશે. તમારે પ્રયોગ કરી જો હોય, તે ઈંગ્લેન્ડમાં કરી જ! ત્યાંનાં બાળકોને બધુ શિક્ષણ હિંદીમાં કે કન્નડમાં કે મરાઠીમાં આપીને જુઓ! એમનું શરીર, પ્રાણ જીર્ણ-શીર્ણ થઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org