________________
આશા અને ધીરજ
૨૪૫ જ શ્રી. ગોપાળદાસ પટેલ તેમનાં આ પુસ્તકનાં લખાણથી “અમર” બની ગયા છે. આપણા જીવનકાળમાં તેમને સંગાથ હમેશાં રહે છે એ તેમને સાથ મેળવો સહેલો બને કે જ્યારે તેમનું પુસ્તક “શ્રી મસ્કેટિયર્સ” કોઈ પણ પાંચ ભાગ રૂપે હાજર હેય.
શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી ગોપાળદાસ પટેલે શરૂ કરેલ વિશ્વસાહિત્યના પવિત્ર જ્ઞાનયજ્ઞમાં જોડાયેલા સૌ બરકંદાજો અને શ્રી. ગોપાળદાસના ઉત્સાહી અને પ્રેમાળ પરિવારને – ડૉ૦ વિહારીદાસ ગોપાળદાસ પટેલ અને શ્રદ્ધયશ્રી ગીનીબહેનને કોટી કોટી ધન્યવાદ! આ ઉમદા પ્રવૃતિએ અમારા જેવા અભાગિયાઓને નવજીવન મળ્યું છે. ઉત્સાહી મિત્રોએ અમદાવાદમાં શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલની પવિત્ર સ્મૃતિમાં સુંદર ગ્રંથાલયની સ્થાપના કરી છે તે ભવિષ્યની પેઢી માટે સુંદર આયોજન છે. શ્રી મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ તેમની નિર્મળ સાહિત્યસેવા દ્વારા જીવંત છે. આવા પુરુષોને મૃત્યુ ન હોય. ભાવનગર યુનિવર્સિટી
| ડૉ. પ્રદીપ બી. ત્રિવેદી તા. ૨૮-૪-૨૦૦૩
આશા અને ધીરજ [અલેકઝાન્ડર ડૂમા કૃતઃ “કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટ”]
અનુ. ગોપાળદાસ જીવાભાઈ પટેલ મહાન ફ્રેન્ચ લેખક અલેકઝાન્ડર ડૂમાની મશહૂર કૃતિ “કાઉન્ટ ઓફ મેન્ટેક્રિસ્ટ”ને આ “આશા અને ધીરજ' નામે ગુજરાતી સંક્ષેપ છે.
સને ૧૭૮૯ના યુગ૫રિવર્તક ફ્રેન્ચ વિપ્લવના વિષમ કાળની આ કથા છે.
સને ૧૮૧૫ના ફેબ્રુઆરીની ૨૪ તારીખે નવજુવાન, કોડભર્યો, નાવિક એડમન્ડ ડાન્ટ કમાનની હેસિયતથી માર્સેલસ બંદરે ઊતરી સીધો વૃદ્ધ પિતા અને પ્રેયસી મર્સિડીઝને મળવા દોડી જાય છે. બીજે દિવસે લગ્નની મિજબાની ગોઠવે છે. ડાન્ટને આ ઉત્કર્ષ જોઈ કેપ અને અસૂયાથી બળ્યો ઝળ્યો ભંડારી ડેશ્વર્સ મસડીઝના પ્રેમ માટે વલખાં મારતા ફર્નાન્ડને વિશ્વાસમાં લઈ ડાન્ટેના વિનાશ માટેનું ભયંકર કૌભાંડ રચે છે. નિર્દોષ ડાન્ટ લગ્નની મહેફિલમાં આમંત્રિતો સાથે કિલ્લોલ કરતો હોય છે, તે જ ઘડીએ અચાનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org