SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મગનભાઈનું આશ્ચમી જીવન પણ સત્યાગ્રહાશ્રમ રાષ્ટ્રીય શાળામાં અધ્યાપક ને આચાર્ય હતા તે સમય દરમિયાન કાકાસાહેબ કાલેલકરના બે પુત્રો સતીશ ને બાલ કાલેલકર, ગાંધીજીના પૌત્ર કાતિ ગાંધી, કે શ્રી. વાલજીભાઈ દેસાઈના ભત્રીજા રસિક, શ્રી લક્ષ્મીદાસ આસરના પુત્ર પૃથ્વીરાજ કે નેપાલથી આવેલ ત્યાગી બહાદુર ગુરખા કુટુંબના મહાવીર, શ્રી. રાવજીભાઈને નાનકડો ભાઈ બળભદ્ર ને છેવટે મારો પુત્ર ચિ. ધીરુ – આશ્રમના સંસ્મરણોની જયારે જ્યારે વાત કરે છે, ત્યારે મગનભાઈને યાદ કર્યા વિના રહેતા નથી. આજે દેશ કે પરદેશમાં ઉપરનાં બાળકો પોતપોતાના ક્ષેત્રમાં એટલે કે ભારતના એલચી તરીકે, મોટા કુશળ ઇજનેર, ડોકટર, વકીલ, વેપારી તરીકે જીવનમાં સફળ થયા છે. તેમના જીવનઘડતરમાં મોટો ભાગ મગનભાઈએ ભજવ્યો છે, એમ તેઓ સહર્ષ કબૂલ કરે છે. મગનભાઈ સાથે ૧૯૨૨ થી ૧૯૩૨ સુધી સગા ભાઈની જેમ સાથે રહીને દસ વરસ મેં ગાળ્યાં છે. યરવડા જેલમાં કૅમ્પમાં ફાટેલા તંબુમાં કાંકરા પર ધાબળો પાથરીને તાંસળાનું એસીકું કરી, જુવારના રોટલા ને ભાજી ખાઈ મહિનાઓ સાથે ગાળ્યા છે; આ યરવડા મંદિરમાં ગીતાપાઠ સાથે કર્યા છે. જીવનના કોયડા કુશળ કાર્યકર્તાએ કેવી રીતે ઉકેલવા જોઈએ, તે તેમની સાથેના માત્ર સહવાસથી હું શીખ્યો છું. સ્વપમેં નિધનું શ્રેયઃ વઘ મચાવઃ એ ગીતારીખને જીવનમાં ઉતારવા મગનભાઈ જીવનભર મધ્યા છે. શિક્ષણના કામ સિવાયનું મેહક કામ મવડી તરીકે ઉઠાવવા ઘણીયે વાર મગનભાઈને આગ્રહપૂર્વક કહેવામાં આવ્યું છે. પણ મગનભાઈએ પોતાના જીવનની મર્યાદા ને જીવનનું ધ્યેય પ્રથમથી જ નક્કી કરી રાખેલ હોવાથી, સાથીઓને માઠું લગાડીને પણ અધ્યયન-અધ્યાપન સિવાયના કામના મોહમાં તે પડ્યા નથી. શિક્ષણકાર્ય મગનભાઈનો વ્યવસાય કે ધંધો નથી, પણ તેમને મન જીવન-સાધના માટે મહાતપ છે. અને આ અખંડ તપ તેમણે છેલાં આડત્રીસ વરસ સુધી સાબરમતીને કાંઠે રહી આદર્યું છે. મગનભાઈનો પુરુષાર્થ ને કટ્ટર આગ્રહ ન હોત, તે ગૂજરાત વિદ્યાપીઠ આજે બહુ બહુ તો, બિહાર વિદ્યાપીઠનું ખાદી ગ્રામોદ્યોગ મહાવિદ્યાલયમાં પર્યવસાન થયું છે તેમ, જંગમ વિદ્યાપીઠ બન્યા બાદ બહુ બહુ તો થોડીક રચનાત્મક પ્રવૃત્તિઓનું સ્મારક બન્યું હોત. મગનભાઈ આશ્રમના સમર્શ કેળવણીકારો ને ખુદ પૂ. બાપુજી સામે એકલે હાથે ઝઝુમ્યા તેને લીધે જ ગૂજરાત વિદ્યાપીઠ આજે પ્રાથમિક કેળવણીથી ઉચ્ચ કેળવણી લેવાના ધામ તરીકે ટકી રહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy