SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ એક ઝલક - ડાહીબા મગનભાઈને જોડણીકોશ'ના પ્ર સુધારવામાં, ‘નવજીવન’ની ને લખવામાં, કૉલેજ કે વિનય મંદિર કે અધ્યાપન મંદિરના અભ્યાસક્રમ નક્કી કરવામાં સહધર્મચારિણીને છાજે તેવી સહાય કરી શકતી નથી, પણ મગનભાઈના ઘરમાં શાંતિ, સુઘડતા, વ્યવસ્થા, પ્રસન્નતા પ્રવર્તી રહેલાં દેખાય છે, તેનું કારણ ડાહીબાની ચોકસાઈ ને સ્વચ્છતા માટે અતિ આગ્રહ ને બીજા માટે ઘસાઈ છૂટવાની વૃત્તિ તથા પ્રેમાળ સ્વભાવ જ છે. મગનભાઈ ઘરમાં નેકર રાખવા ટેવાયેલા નથી. તેમનાં ખાદીનાં કપડાં બગલાની પાંખ જેવાં – બરફ જેવાં સ્વચ્છ રહે છે. ઘરનું રાચરચીલું, ઠામ-વાસણ ચકમકાટ કરતાં હોય છે. ખૂણાખાંચરામાં કચરો કે જળાં દેખાતાં નથી. દરેક ચીજ પિતપતાને વ્યવસ્થિત સ્થાને ગોઠવાયેલી હોય છે. અને સાદું પણ સ્વાદિષ્ટ ભેજન કાળજીથી ભાવપૂર્વક થાળીમાં પીરસાય છે, ડાહીબાની તેવી મહેનમાનગત માણવી એ એક જીવનનું સાચું લહાણું છે. પતિ પત્ની વચ્ચેના વ્યવહારમાં જાતીય સુખની લાલસા નીકળી ગયા પછી સાચા જીવનસાથી તરીકે રહેવામાં કે સ્વર્ગીય આનંદ મળે છે, તે મગનભાઈના કુટુંબ-જીવનમાં જોવા મળે છે. - ડાહીબાની જગ્યાએ યુનિવર્સિટીની કોઈ ગ્રેજ્યુએટ બહેન હેત, તે મગનભાઈ આજના કરતાં વધારે શત કે સુખી બન્યા હોત, તે હું કલ્પી શકતો નથી. આને સુયશ મગનભાઈના પ્રેમાળ સ્વભાવને કે ડાહીબાના પુરુષાર્થને મળવો જોઈએ, તે નક્કી થઈ શકતું નથી. મગનભાઈથી હું પાંચ વરસ મટે છું. છતાં મારાં પની ને બાળકોનાં જીવનને સમૃદ્ધ બનાવવામાં મોટા ભાઈ તરીકે તે મારા કરતાં વધારે રસ લેતા હોવાથી હું તે તેમનો અંગત રીતે મોટો અહેસાનમંદ છું. પણ મારી જ વાત શું કરું? સ્વ૦ રાવજીભાઈ નાથાભાઈ પટેલ, બોચાસણવાળા શ્રી. શિવાભાઈ ગોકળભાઈ પટેલ, પુરાતત્વવાળા ગોપાળદાસ જીવાભાઈ કે ગાંધી સ્મારકનિધિના સેવક શ્રી. દેશપાંડે વગેરે રચનાત્મક કાર્યકર્તાઓને મગનભાઈ સાથે રહેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમની સાથે ઘરના મોટાભાઈ યા કાકાની માફક કુટુંબનું શ્રેય સાધવામાં મગનભાઈ કારણભૂત બન્યા છે. Me છેલ્લાં દસ વરસમાં મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના બોચાર્ય' તરીકે કેટલાંય યુવાનો અને યુવતીઓને તેમણે તાલીમ આપી તૈયાર કર્યા છે. તે બધાં એ બાબતમાં સાખ પૂરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy