________________
એક ઝલક અમારા આનંદને પાર રહ્યો નથી. આમ જીવનભર ચાલેલી તીવ્ર હરીફાઈ છતાં, આવી દઢ મિત્રતાના દાખલા જવલ્લે જ જોવા મળે. પરિણામે તેમની સાથેનો મારો સંબંધ મારા જીવનની પુણ્યસ્મૃતિરૂપ જ બની ગયો છે.
તેથી કરીને, જ્યારે મેં જાણ્યું કે, તેમને ૬૧ જન્મદિન અમદાવાદમાં ઊજવનાર છે, ત્યારે મને અનહદ આનંદ થશે. અમદાવાદ તે તેમનાં જીવનભરનાં અજ્ઞાતવાસ અને વિખ્યાતિ, સાધના અને સ્વાર્પણ, સાદાઈ અને સેવાકાર્યનું કેન્દ્રવર્તી ધામ રહ્યું છે, તથા ત્યાં જ હવે તે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલરનું ગૌરવવંતુ પદ શોભાવી રહ્યા છે. હું સો મિત્રો સાથે આ સુઅવસરની ઉજવણીમાં સામેલ થાઉં છું અને સર્વશક્તિમાન પરમાત્માને પ્રાર્થના કરું છું કે, મગનભાઈ આપણા સૌની વચ્ચે દીર્ધાયુ બનીને રહે અને પિતાની પરિપકવતા, અનુભવ, જ્ઞાન તેમ જ ગાંધીજીના જીવનમાર્ગ પ્રત્યેની નિષ્ઠાને લાભ ગુજરાતના લોકોને અને તેમની દ્વારા ભારતના તથા વિશ્વના લોકોને આપતા રહે.
અલબત્ત, કેળવણીનું માધ્યમ, અથવા અત્યારના સંજોગોમાં અંગ્રેજીના સ્થાન વગેરે બાબતો અંગે તે મક્કમ વિચારો ધરાવે છે, અને તે તો તેમની હમેશની ખાસિયત જ છે. પરંતુ, તે બીજા લોકોના અભિપ્રાયોની અવગણના કરતા નથી કે તે તેમના પ્રત્યે દુર્લક્ષ બતાવતા નથ; છતા સાથે સાથે જ સતી કપ્રિયતા મેળવવા પોતાના વિચારોને સેદ પણ કરતા નથી કે કોઈના દબાણને વશ થતા નથી. મગનભાઈ એવા વિરલ મનુષ્યોમાંના એક છે કે જે પોતે માનતા હોય તે જ કહે છે, અને જે કહેતા હોય તે જ માનતા હોય છે. આપણા લોકોમાં એ જાતના ચારિત્રયની ઊણપ આપણને ઘણી વાર લાગ્યા વિના રહેતી નથી; એવું ચારિત્રય બહુ ઓછા લોકોમાં હોય છે.
મગનભાઈ, આમ માનવામાં રાજવી સમા (Prince amongst men) વિરાજે છે; અથવા કહે કે, આજના જમાનામાં આપણી જની કલ્પનાના “કલિ'-સમા છે.
દેખાવમાં તે તે સુકલકડી અને તકવાદી જેવા લાગે છે, પરંતુ તેમને બરોબર ઓળખવા માટે તે તમારે તેમને સહેજ છંછેડવાની જ જરૂર છે. તે તમને દેખાશે કે અંદરથી તે કેટલા દુધ અને અણનમ છે. તેમનામાં કેટલીક વિચિત્ર ધૂને હોવા છતાં ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમાં તેમ જ સમગ્ર ગુજરાત અને મુંબઈ રાજ્યમાં તે માન અને આદર પામ્યા છે, તેમાં કશું નવાઈ પામવા જેવું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org