SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ * એક ઝલક ચાલતી આ જગયાત્રામાં, હે રામ, તમે પ્રોજન ખાળવાને મિથ્યા ને ભ્રામક પ્રયત્ન ન કરે; કારણ કે એવા પ્રયત્નનો તમારો મને વ્યાપાર જ પોતે પ્રયોજનરૂપ તમને ભાસશે; બાકી કોઈ જગત જેવો જુદો પદાર્થ છે નહીં; તમને થતી એની પ્રતીતિ કે સંવેદન એ જ તેનું કારણ છે; અને એ પ્રતીતિ પોતે પણ એ જ ભાસમાન જગત-પદાર્થને એક ભાગ છે. એટલે, એની પ્રતીતિ કે સંવેદન વગરની દશા, કે જે છે, ને જયાં સ્વાનુભવે જ પહોંચી શકાય છે, ત્યાં જઈને જોશે ત્યારે, સ્વપ્રને તેમાંથી જાગ્રત થઈ જોવાથી જ જેમ તેનું યથાર્થ દર્શન મળે છે તેમ, – આ જગ-સ્વપ્રનું યથાર્થ દર્શન તમને મળશે. એ દર્શન મળ્યા પછી તમે શાંત બનશે ને પછી તમને કશું ગ્રાહ્ય કે ત્યાજ્ય, પ્રાપ્ય કે હેય, કે અશેય નહીં રહે; આ સમગ્ર બધું એકરૂપ તમને જણાશે; એટલે પછી તમે જીવન્મુક્ત થઈ, આ જગતનાં યાચિત સહજ કર્મોમાં અપ્રયોજન પણ વિચરશે.” “યોગવાસિષ્ઠ ગ્રંથ, આ દૃષ્ટિએ વિચારતાં કદષ્ટિએ પણ જરૂરી છે. તેનું આ ગુજરાતી છાયારૂપ આજના જમાનાના વાચકને ફાવશે એમ માનું છું. સંસ્કૃતિ-નિર્માણમાં કામ દેતા આવા ગ્રંથનું વાચન અને મનન પોતપિતાના જમાનાની જરૂર પ્રમાણે થાય એ ઇષ્ટ છે. અદ્વૈત તત્ત્વ નિર્મળ અને બળવાન વાણીમાં આ ગ્રંથમાં વાંચવા મળે છે; એની ભાષામાં બુદ્ધિપૂત આગ્રહ છે અને અનુભવનું બળ છે. એક જ વસ્તુને વસિષ્ઠજી વારંવાર આખા સંવાદમાં કહે કહે કરે છે; પણ ભક્ત જેમ પ્રભુની સ્તુતિથી રાચ્યા કરે છે ને તૃપ્ત જ નથી થતું, તેમ અદ્દેતના આવા ફરી ફરી કથનથી તેના અધિકારીને મોઢે એક જ વાક્ય નીકળશે – દુથાર ૨ મુહુઃ ' આ સંવાદ વાંચતાં થાક ચડતો નથી. એ પ્રસાદ અને બળ આ અનુવાદમાં કેટલાં આવ્યાં છે તે વાચક જોઈ લે. જો અનુવાદકને પ્રેમ અને ભક્તિભાવ તેમને ઉતારવામાં કાંઈક કારણ હોય, તે કહ્યું કે, આ પુસ્તકના અનુવાદક આ ગ્રંથના પ્રેમી છે અને સાધક તેને ચાહે છે. એમનું આ પુસ્તક ગુજરાતી જનતાને આવકારપાત્ર થાઓ. એ જ.” ૨૧–૧–૪૫ પ્રવેશિકા માંથી) મગનભાઈ દેસાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy