________________
હિંદુસ્તાનની ગરીબાઈ
[૩૦ દાદાભાઈ નવરેજીકૃત; સંપા. ગેપાળદાસ જીવાભાઈ પટેલ.]
આ ગ્રંથને આખો ને આખો ગુજરાતીમાં ઉતારવાનું બરોબર ન થાય : એમ કરવાની જરૂર પણ નથી. એટલે તેના રસબીજને સાચવીને સાર કાઢી આપ એ જ આવશ્યક અને ઉપયોગી છે. એ કામને માટે ભાઈ ગોપાળદાસ કસાયેલા હાથવાળા ગણાય. તેમણે મૂળ મોટા કદનાં ને ઝીણા અક્ષરનાં લગભગ ૬૭૫ પાનને સારી માત્ર ૨૦૦ અને તેય નાના કદનાં પાનાંમાં આપી દીધું છે, એ વાચકને માટે ઉમદા સવડ કહેવાય. સાંગ વાંચીએ તે પણ મજા પડે એવી એની પ્રવાહિતા છે. લૂખા આંકડા આપ્યા છે, પણ તે એક દુ:ખકથા કહેતા હોઈ કરુણપ્રચુર બની જાય છે ને તેથી વાચકને કઠતા નથી. પુસ્તકને અંતે, શ્રી. નગીનદાસ પારેખે તૈયાર કરેલું સ્વ૦ દાદાભાઈનું ટૂંકું જીવનચરિત જોડીને ગ્રંથની ઉપયોગિતા વધારવામાં આવી છે, એ પણ આવકારપાત્ર છે. ડિગ્બીનું અને આ, એ બે અર્થશાસ્ત્રના પુસ્તકો ગુજરાતીમાં ઉતારવાથી વાચક એ પણ જોઈ શકશે કે, તેમની અંગ્રેજી પરિભાષાને અનુવાદક સાદા લાગતા શબ્દો દ્વારા, કશી વિષ્ટતા વગર, કેવી સહજતાથી પહોંચી વળી શક્યા છે. આશા છે કે, આ પુસ્તક પણ ડિબીના ગ્રંથ પેઠે આવકાર પામશે.”
૧૯-૧૧-૧૩૮ પ્રવેશિકા'માંથી]
મગનભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org