________________
૩૧
શિક્ષણનું માધ્યમ, અંગ્રેજી અને શ્રી. મગનભાઈ જોરશોરથી માગણી કરનારાઓમાંના પણ કેટલાક હવે એ જમાતમાં ભળ્યા છે, અને કઈ રડ્યાખડયા અપવાદ સિવાય ભારતના – અને ખાસ કરીને આપણી નિકટની – બધી યુનિવર્સિટીઓનું એમને પીઠબળ છે; તેમ જ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને ખાસ કરીને એના પ્રમુખની એમને ભારે એાથ છે. આ બધામાં મુંબઈ રાજયે અંગ્રેજી અંગે લીધેલા છેલા નિર્ણય એમનાં હૈયાંમાં નવું જોમ પ્રગટયું હોવાનો પૂરો સંભવ છે.
આમ માધ્યમ અંગેની એમની લડતમાં શ્રી. મગનભાઈ આજે ભારે કસોટીની પળામાં મુકાયા છે. એ માટે જે ધીરજ, જે કુનેહ, જે દીર્ધદષ્ટિ, અને જે મક્કમતાની જરૂર રહે તે શ્રી. મગનભાઈ દાખવી શકશે એ અનેકને વિશ્વાસ છે. એમના સન્માન સમારંભ પ્રસંગે એમના અનેક સાથીઓ અને મિત્રોને એમને એમાં સક્રિય સાથ હશે એ પ્રતીતિ શ્રી. મગનભાઈને એમની એ લડતમાં સતત તાકાત આપતી રહેશે એવી આપણે આશા રાખીએ તે તે અસ્થાને નહીં લેખાય.
અંગ્રેજી તેમ જ માધ્યમ અંગે શ્રી. મગનભાઈની લડત કેવળ જીદ છે એવું માનનારાઓ આ પ્રશ્નનું હાર્દ નથી સમજ્યા એમ જે આપણે એમને કહીએ, તે તેમને પૂરેપૂરું માઠું લાગે; કારણ કે એ બધા પડિત છે. પણ એ પંડિતોની એક મોટી મર્યાદા એ છે કે, તેમનું પાંડિત્ય અંગ્રેજી ભાષાના એમના ઉપયોગમાં અને એ ભાષાની જોડે આજીવિકા મેળવવાની એમની લાયકાતમાં રહેલું છે. એ લાયકાત એમણે કયા મોટા ભાગે સિદ્ધ કરી છે એ વાત જે એમને કઈ કહે, તો તેઓ તે સ્વીકારવા તૈયાર નથી. પણ જે પરદેશી ચિતકે આ બધું તટસ્થ રીતે જોવાની સ્થિતિમાં છે, તે આ બહુ સારી રીતે સમજે છે. મહાન આયરિશ કવિ થી એ અંગે કહ્યું હતું તે જો આ પંડિતના ધ્યાનમાં રહે, તે શ્રી. મગનભાઈની વાત કદાચ તેમને સમજાય,
*The English medium of Education in India was Britain's greatest wrong done to her, It made a stately people clownish putting undignsty into their very souls.' (શિક્ષણનું અંગ્રેજી માધ્યમ એ ભારત પરની બ્રિટનની મોટામાં મોટી બૂરાઈ હતી. એણે એક ગૌરવવંત પ્રજાને રંગવા જાંગલા જેવી કરી આત્મગૌરવ-વિહોણી બનાવી દીધી.)
અંગ્રેજી અંગે જે કંઈ કહીએ તે યીના આ સૂત્રાત્મક વિધાન ઉપર કેવળ ભાષ્યરૂપ જ લેખાય. પણ એ પંડિતે અને મહાપંડિતને આપણે જરૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org