________________
એક ઝલક પૂછી શકીએ કે, આપણા આવડા મોટા દેશે અંગ્રેજીના વર્ચસ્વવાળા છેલ્લા સૈકામાં વિશ્વના ગ્રંથાલયમાં સ્થાન પામી શકે એવા જુદી જુદી વિદ્યાશાખા
માં કેટલાક મૌલિક ગ્રંથનું સર્જન કર્યું છે? અનુકરણ કરવાની આપણી શકિત અંગ્રેજી દ્વારા વિશેષ ખીલી છે એ સ્વીકારવું જોઈએ અને આપણા સાહિત્યમાં તેમ જ આપણા શાસ્ત્રીય ગ્રંથોમાં અને આપણી વિચારસરણી માં એનાં પ્રમાણો આપણને ઢગલાબંધ મળી રહે છે. પરંતુ અનુકરણથી કોઈ પણ પ્રજા મહાન બનીને સાંભળી છે? અનુકરણ એટલે મરણ, એ બહુ વ્યાપક અને સર્વસ્વીકૃત સિદ્ધાંત છે. શું આપણે આપણી પ્રજાને કાયમને માટે જીવતાં મરેલી હાલતમાં રાખવી છે? આ છે શ્રી મગનભાઈની માધ્યમની ભાષા , માટેની લડતનો સાર; અને એ છે અંગ્રેજીને આપણા શિક્ષણ ક્ષેત્રે ત્રીજી ભાષા તરીકેના એના સ્વાભાવિક સ્થાને મૂકવાની લડતનું રહસ્ય. .
એ જ પ્રમાણે શિક્ષણની પ્રાથમિક કક્ષાએ અંગ્રેજી જેવી પરદેશી ભાષાને સ્થાન ન હોઈ શકે, એ ઝુંબેશની પાછળ એ ભાષા સામેને શ્રી. મગનભાઈને કોઈ દ્રષ નથી. એ પોતે અંગ્રેજીના સારા જાણકાર છે, સારું અંગ્રેજી લખી તેમ જ બોલી શકે છે, અંગ્રેજી સાહિત્યના અને અંગ્રેજોની વિદ્યોપાસનાના પ્રશસક છે. પણ જેમ આપેલું ને તાપેલું લાંબો વખત ટકતું નથી, તેમ બીજા પાસેથી લઈને કોઈ પણ પ્રજા મહાન થઈ શકતી નથી એ ન્યાયે, અને આપણા પોતાના પગ ઉપર આપણે દેશ વહેલામાં વહેલી તકે ઊભો રહેતો થઈ જાય, અને એ સૌથી સારી રીતે કરવું હોય તો શિક્ષણક્ષેત્રથી એની શરૂઆત કરવી જોઈએ એ નિયમે, તે આવા આગ્રહી બન્યા છે.
એમની એ લડતમાં એમની હરોળ મજબૂત બનતી રહે અને જે ધ્યેય એમણે પોતાની નજર સમક્ષ રાખ્યું છે એ પાર પાડવામાં એમને સંપૂર્ણ સફળતા મળે, એવી એમના આ મંગળ સન્માન-સમારંભ પ્રસંગે આપણા સૌની પ્રાર્થના હો! અભિનંદન ગ્રંથ'માંથી)
ઝીણાભાઈ રતનજી દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org