________________
એક અનોખી વ્યક્તિ શ્રી. મગનભાઈ દેસાઈને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. બક્કે તેઓ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારથી. નડિયાદમાં તે વખતે ત્રણ હાઈસ્કૂલે હતી. ઘણાં વર્ષોથી મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં નડિયાદની બધી હાઈસ્કૂલમાંથી પહેલા બે વિદ્યાર્થીઓ આવે તેમને “ભાઉસાહેબ દેસાઈ સ્કોલરશિપ' આપવામાં આવતી. હાલ એસ) એસ૦ સીઈમાં તે પ્રથા ચાલુ છે, તે વખતે ગવર્નમેન્ટ હાઈસ્કૂલના જ વિદ્યાર્થીઓ મોખરે આવતા અને ઉપરની સ્કૉલરશિપ મેળવતા. નડિયાદ ગવર્નમેન્ટ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ગણિતના વિષયમાં ઘણા સારા માકર્સ મેળવતા અને તેને લઈને ત્યાંના પહેલા બે વિદ્યાર્થીઓ મૅટ્રિકની પરીક્ષામાં ઊંચે નંબરે આવતા. મેં પોતે પણ નડિયાદ ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલ. શ્રી. મગનભાઈ મારાથી બે વર્ષ પાછળ હતા. જોકે તેમણે એકસામટી બે પરીક્ષા આપી એક વર્ષ બચાવેલું.
એક અતિ તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે શાળામાં સુંદર છાપ પાડેલી ને શિક્ષકગણમાં તેઓ માનીતા હતા. તે સમયમાં સદ્ભાગ્યે તે હાઈસ્કૂલમાં શિક્ષકો ઘણા સારા હતા. સ્વ શ્રી. જયચંદભાઈ દલાલ હેડમાસ્તર હતા;
અને સ્વ શ્રી. દરૂ, શ્રી. મહાબલપ્રસાદ, શ્રી. મથુરભાઈ પટેલ, શ્રી. પિપટલાલ યાજ્ઞિક વગેરે ઘણા સારા શિક્ષકો હતા. તે બધાની પ્રાતિ શ્રી. મગનભાઈએ સંપાદન કરી હતી.
તે અરસામાં મૅટ્રિકમાંના પહેલા પચાસમાંના મોટા ભાગના વિદ્યાર્થીએ ઍલિફન્સ્ટન કૉલેજમાં દાખલ થતા. હું સને ૧૯૧૫માં ઍલિફન્સ્ટન કૉલેજમાં દાખલ થયો તે વખતે મારી પહેલાંના ભાઉસાહેબ દેસાઈ સ્કૉલરો શ્રી. હીરાલાલ દેસાઈ અને શ્રી. સી એમ પટેલ પણ તે જ કૉલેજમાં હતા. શ્રી. મગનભાઈ સને ૧૯૧૭માં મૅટ્રિકની પરીક્ષામાં જવલંત ફતેહ મેળવીને ઍલિફન્સ્ટન કૉલેજમાં જ દાખલ થયા.
સને ૧૯૧૭ની સાલમાં નડિયાદ ગવર્નમેન્ટ હાઈસ્કૂલના બે તેજસ્વી વિદ્યાર્થીઓ મૅટ્રિકમાં ન રેકર્ડ નેધાવશે અને એ સાલ હાઈસ્કૂલ માટે
એ૦ – ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org