SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ગંજીનો કૂતર બપોરનો વખત હતો. નિરાંતે સૂવા માટે સારી મજાની જગા ખોળતો એક કૂતરો ઘાસની ગંજી પાસે જઈ પહોંચ્યો. ગંજી પર મજાની પથારી થઈ ગઈ, તે પર એ સૂતો. હવે ચરતી ચરતી એક ગાય એ ગંજી પાસે આવી પહોંચી. જેવી કે ઘાસ ખાવા ગઈ તેવો જ કૂતરો તેને ભસવા લાગ્યો ને સામે ઘૂરક્યો. ગાયે મેં પાછું ખેંચી લીધું. થોડી વાર પછી ફરી માં નાખ્યું. કૂતરો તો એનો એ જ! ગાયને તે ખાવા જ ન દે. એને ઘાસ ખાવું તો નહોતું, પણ ગંજી પર નિરાંતે સૂવું હતું. પણ ગાયને તો ત્યાં ચરવાનું હતું અને ખાવાનું ઘાસ હતું તેથી પેટ ભરવું હતું. પણ કૂતરે તેને ઘાસ ખાવા જ દે નહીં! છેવટે ગાય થાકી અને તેણે એને કહ્યું, “અલ્યા ભૂંડા, તું તે કેવો છે ! તું ઘાસ ખાઈ ન શકે; અને મને ખાવા ન દે! આ તે તારી કેવી ખરાબ વાત છે! તારે સૂવું જ હોય તો તેને માટે હજાર જગાઓ બીજી છે, ત્યાં જા ને! મારે તો એક જ આ ગંજી છે, ત્યાં મારું ખાવાનું છે; અને તે તું મને ખાવા નથી દેતો!” છતાં કૂતરો ન ખસ્યો કે ન તેણે ગાયને ઘાસ ખાવા દીધું. ઘણી વાર માણસ પણ આમ જ અવિચાર અને ઈર્ષાથી ભરેલી રીતે વર્તે છે. આ વાત ઉપરથી તેને “ગંજીનો કૂતરો' કહેવાય છે. ઈસપ અને તેની વાત ભાગ-૨માંથી] મગનભાઈ દેસાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy