________________
૩૨૪
એક ઝલક તેમને સંક્ષેપ કરવામાં આવે કે વિસ્તાર કરવામાં આવે, એની અપેક્ષાએ તે નવી નવી થાય છે, અને તે તે લોકોને તેમના કર્તા કહેવામાં આવે છે.” આ સંદર્ભમાં શ્રી ગોપાળદાસ પટેલ પોતે જ આગળ દર્શાવે છે કે,
જગતમાં વાસ્તવિક કહી શકાય એવું નવું કેટલું અને શું હોય છે? જે હોય તેને વિસ્તાર કરવો, કે તેને વિશિષ્ટ દષ્ટિ બિંદુથી ગઠવવું કે ચર્ચવું, એમાં જ લેખકની નવીનતા કે મૌલિકતા રહેલી હોય છે. તેમાં નવીન જ શોધવા જઈએ તો કશું નથી. જે કાંઈ છે, તે જુદે જુદે ઠેકાણેથી એકત્રિત કરેલું છે. પરંતુ જુદી જુદી સામગ્રીને વિશિષ્ટ દૃષ્ટિબિંદુથી રજૂ કરવામાં કે એકત્રિત કરવામાં જ લેખકની પ્રતિભા રહેલી છે.” આમ સાહિત્યની દષ્ટિએ પ્રથમ નજરે ગોપાળદાસ પટેલનું લેખન કાર્ય નથી એવી ટીકા થાય છે ત્યારે મલિકતા શું છે? કેટલી છે? કોઈ પણ પ્રકારના લેખનકાર્યમાં કોઈ પિતાપણું છુપાવવાનો પ્રયત્ન કરે તે પણ તે નિરર્થક છે. કોઈ પણ વિષયને રજૂઆત કરવામાં ભલે તે અનુવાદ, છાયાનુવાદ હોય પરંતુ લખનારના આંતર મન, બુદ્ધિ, ચારિત્રય, વિચાર વગેરેને કોઈને કોઈ પટ તેને લાગ્યા વિના રહેતું નથી. અને તે જ તેની નવીનતા છે, મૌલિકતા છે, સર્જનનું
સ્વરૂપ છે, વિશિષ્ટતા છે, તે જ તેના વ્યક્તિત્વને સ્પર્શ છે આ સંદર્ભમાં ગોપાળદાસ પટેલના લેખન – અનુવાદ કાર્યને આધારે તેમના “આધ્યાત્મ' વ્યક્તિત્વ પર શું પ્રભાવ છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું.
શ્રી. ગોપાળદાસ પટેલનું લેખનકાર્યને વ્યાપ અને પ્રમાણ ઘણું મેટું છે. છતાં તેમના લેખનકાર્યને ત્રણ મોટા ભાગમાં વહેંચી શકાય. (૧) આત્મભક્ષી કે ધર્મ અને તત્ત્વજ્ઞાનલક્ષી સાહિત્ય (૨) દેશ-સમાજોપયોગી (૩) નવલકથા સાહિત્યલક્ષી.
(૧) આધ્યાત્મલક્ષી કે ધર્મ-તત્ત્વજ્ઞાનલક્ષી સાહિત્ય અનુવાદોમાં જૈન ધર્મ, શ્રીમદ્ રાજચંદ્ર વિશે, યોગશાસ્ત્ર, શીલકથાઓ, શીખ ગુરુઓની વાણી અને સંત સાહિત્યનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
(૨) દેશ – સમાજોપયોગી સાહિત્યમાં ભાષા, કેળવણી, દેશની સમસ્યાઓ વિષયક, જોડણીકોશ, વાચનમાળાઓ, પર્યાવરણ, આરોગ્ય, દેશભક્તિ, વગેરેના સાહિત્યને સમાવેશ થાય છે.
(૩) નવલકથા સાહિત્યમાં પ્રખ્યાત અંગ્રેજી નવલકથાઓના અનુવાદ દ્વારા તેને રસાસ્વાદ તથા ગુજરાતી નવલકથાઓને સંક્ષેપ વગેરે સર્જનને સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org