SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મગનભાઈ દેસાઈ- એક પત્રકાર ૧૩૧ જણાવ્યા પ્રમાણે, ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં પત્રમાં નવજીવન નો ફેલાવો વધુમાં વધુ ૮,૦૦૦ નકલો હતો. એક જ વર્ષમાં તેણે મેળવેલી ચાહના અને તેની પ્રગતિનો તાગ મેળવવા માટે બીજા જ વર્ષમાં સરકારી અહેવાલનો આંકડો પણ જાણવા જેવો છે. બીજા વર્ષના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે નવીન નો ફેલા ૨૦,૦૦૦ નકલોનો હતો! સ્વરાજયની લડત એ કાળમાં સત્ય, અહિંસા, સ્વદેશી અને એકતાને સંદેશ ફેલાવી, પ્રજાજીવનમાં પલટો આણવાનું કામ નવનવને ૧૯૩૨ સુધી કર્યું. ૧૯૩૨માં નવનવન બંધ થવું, અને થોડા વખતમાં તેણે નિર્નવંધુના નામે નવ જન્મ લીધો. ૧૯૫૧ ની ત્રીજી માર્ચથી શ્રી. મગનભાઈ દેસાઈએ દરિઝનવંધુ ના સહમંત્રી તરીકે કામ કરવા માંડયું. સ્વ૦ શ્રી. કિશોરલાલ મશરૂવાળા તે કાળે હરિનને પત્રોના તંત્રી હતા. સ્વ૦ શ્રી. કિશોરલાલભાઈના અવસાન બાદ હરિન પત્રોની જવાબદારી સહેજે શ્રી. મગનભાઈ દેસાઈને માથે આવી. એ રીતે ૨૦મી સપ્ટેમ્બર ૧૯૫ર ના દિવસે તેઓ ટુરિઝન પત્રોના તંત્રી બન્યા. પ્રજાજીવનના દરેક પાસાને સ્પર્શતાં લખાણ દ્વારા, તેમણે ગાંધીજીએ ૧૯૧૯માં શરૂ કરેલ સ્વરાજય અને નવરાનિર્માણની યાત્રાને ચાર વર્ષ જેટલા સમય માટે સીધું માર્ગદર્શન આપ્યું. સ્વરાજ્ય માટે શરૂ થયેલા પત્રો નવરાષ્ટ્ર-ઘડતરને માટે પણ બનતું બધું કર્યું. આર્થિક બેટ ખમીને પત્રો ચલાવવાની નિરર્થકતાનો ગાંધીજીને અભિપ્રાય ખ્યાલમાં રાખી, નવજીવન ટ્રસ્ટ શ્રી. મગનભાઈની સંમતિથી ૧૯૫૬ માં હરિનન પત્રોનું પ્રકાશન સમેટી લીધું, ત્યાં સુધી શ્રી. મગનભાઈ દેસાઈ તેના તંત્રી રહ્યા ( પત્રકાર તરીકે શ્રી. મગનભાઈ સીધી રીતે જોડાયા હોય તેવું બીજું પત્ર તે વિજ્ઞાન અને સાહિત્ય. શ્રી. જુગતરામ દવે, શ્રી. ગેપાળદાસ પટેલ, શ્રી. નગીનદાસ પારેખ, શ્રી. મણિભાઈ દેસાઈ, શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. જીવણજી દેસાઈ (વ્ય૦) – એમ છ જણાના સંપાદક મંડળના નામથી ૧૯૩૯ના ઑકટોબરમાં રિક્ષા અને સાહિત્ય માસિક શરૂ થયું. ૧૯૪૭માં શ્રી. નગીનદાસ પારેખને સ્થાને શ્રી. ઠાકોરભાઈ દેસાઈ સંપાદક મંડળમાં જોડાયા. છ સંપાદકોના નામે પ્રગટ થતા રિક્ષા અને સાહિત્ય ના તંત્રી તરીકેની સીપી જવાબદારી પ્રથમથી શ્રી. મગનભાઈ દેસાઈને શિરે રહી હતી. રિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy