________________
૨૪
એક ઝલક દૃષ્ટિએ જગતમાં જન્મે છે તે આવા પ્રકારના નવસમાજદર્શનમાંથી કરનારી વસ્તુઓ હેય છે. પ્રાચીન ઋષિઓ શું. કે અર્વાચીન રૂસે, ક્રોબેલ, પટેલૉજી, મોન્ટેસરી ઇ૦ શું, – સૌ કાંઈક નવદર્શનના જોરના માર્યા છે કહે છે તે કહેતાં હોય છે. ગાંધીજી શિક્ષણમાં કહે છે તે આ હકથી કહે છે. કેવળ શિક્ષણ-૫દ્ધતિકારો આથી જ તેને નથી સમજી શકતા કે ગેરસમજે છે.
જીવન એ રમત નથી; છતાં એ પણ ખેલથી અને લીલારૂપે – તેવી હળવા-દિલીની સાથે, છતાં એક જવાબદારીભરી સાધના તરીકે, જીવવાનું છે. નાને કે મોટો, કોઈ એમાંથી બહાર નથી. નાને નાનાની રીતે અને મોટા મોટાની રીતે ભલે એમાં હોય;- પણ જીવન બહાર કોઈ નથી.” પ્રવેશિકામાંથી]
મહાવીર કથા
સંપા, ગોપાળદાસ જીવાભાઈ પટેલ પ્રમાણભૂત મહાવીરચરિત રચવાના પ્રયત્નમાંથી આ “મહાવીર-કથાનો જન્મ થયો છે. પ્રાચીન પુરુષનું જીવનચરિત રચવાનું કામ આમ અઘરું જ હોય છે. તેને માટે જોઈતી સામગ્રી બહુ જ ઓછી, છૂટક અને તૂટક હોય છે. જે કાંઈ હોય છે તેમાં પ્રમાણભૂત કેટલું એ ચાળવાનું કામ તે પાછું ઊભું રહે જ છે.
તેમાંય જ્યારે કથાનું પાત્ર મહાવીર જેવા મહાપુરુષ અને સંપ્રદાયકાર હોય છે, ત્યારે વળી વિશેષ પ્રકારની મુશ્કેલીઓ ઉમેરાય છે. ગતાનગતિક કેટલીક માન્યતાઓ, આખ્યાયિકાઓ અને જેને પૌરાણિક કહેવાય તેવી જાતજાતની સામગ્રી તે પાત્રની આસપાસ ઉત્પન્ન થઈ હોય છે. અને એ બધાની ઉપર સાંપ્રદાયિકતાના આદરની નાજુક ભાવનાનું કવચ જડાયું હોય છે. આને લીધે તે સામગ્રીને નાજુકતાથી અડકવાનું અને અડકીને તારવવાનું રહે છે.
આવી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવો હોય, તે તેવા પુરુષ અંગે પ્રાચીન સાહિત્ય તથા શિલાલેખ વગેરે પ્રમાણભૂત ગણાય તેવી સામગ્રીમાં શું છે, તે પહેલાં જેવું જોઈએ. મહાવીરચરિતને અંગે મુખ્યત્વે જૈન, અને તત્કાલીન બૌદ્ધ તથા બ્રાહ્મણ ધર્મનાં પુસ્તકો જોતાં, મહાવીરને અંગે જે કાંઈ મળ્યું તે વણી લઈને તેને સળંગ કથારૂપે સાંકળી આપવાનો આમાં પ્રયત્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org