________________
-
-
કાર, ધર્મ અને તે તે બદલ કરણે કહ્યું અને કરીને
વિષ્ટિનું સંભાષણ તેમનું રાજ્ય સેપી પૂર્વ જેમ સોડમાં લો; અને એમના સહિત તમારા બધા જ પુત્રો મળીને આખું કુરુકુલ એક બની સુખ ભોગવો.
હે રાજા, જાતશત્રુ યુધિષ્ઠિર કેવા ધર્મવીર છે, તે તમે જાણો છો. તમારી તથા તમારા પુત્રો પ્રત્યે આજ સુધી કેવી રીતે એ વર્યા છે, તે તમે જાણો છો. તમે તેમને ઈંદ્રપ્રસ્થ કાઢ્યા, તો તે ત્યાં ગયા. ત્યાંથી પરાક્રમ કરીને સામ્રાજ્ય મેળવ્યું, અને નેય તમારે ચરણે ધર્યું અને કદી તમારી આશા ન લોપી. તે બાદ દૂત-સભા થઈ, તેનાં ફળ તેમણે ધર્મ અને ધૃતિપૂર્વક ભોગવ્યાં; તેમની ધર્મપત્ની કૃણાનું ઘોર અપમાન પણ સાંખી લીધું; પણ તેઓ ધર્મ ચૂક્યા નહિ.
હે ભારત, હું તેમનું અને તમારું બેઉનું ભલું ઇચ્છું છું. હે રાજા, તમે આજે અર્થનો અનર્થ તથા અનર્થને અર્થ માનીને, પ્રજાને ધર્મ, અર્થ અને સુખથી વેગળી ના લઈ જાઓ, તથા અતિલોભી થઈ ગયેલા દુધનાદિ તમારા 'પુત્રો પર કાબૂ રાખો."
છેવટે, હે રાજન, પાંડવો તરફથી તેમને એ જણાવું કે, તેઓ શાંતિપૂર્વક તમારી સેવામાં હાજર થવા અને તેમ નહીં તો સામે યુદ્ધ કરવું પડે તો તેમ કરવા તૈયાર છે. તમને એ બેમાંથી જે વધુ પથ્ય લાગે, તેનો આશરો લો. સુવુ કિં વહુના ?” “
શ્રીકૃષ્ણનું આ ભવ્ય સંભાષણ સાંભળી બધા સભાજનો રોમહર્ષિત બની ગયા; હૃદયથી સૌએ એ ભાષણનો આદર કર્યો. આગળ પડીને કેઈ કાંઈ બોલવાની પહેલ પણ ન કરી શકહ્યું. “આમાં શ્રીકૃષ્ણને શું કહેવું !' એ વિચારમાં પડી ગયેલા સૌ સભાજનો શાંત બેઠા રહ્યા, કેઈ કશો ઉત્તર આપવા સાહસ ન કરી શક્યું.
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org