________________
૩૩૯
શ્રી. ગેપાળદાસ પટેલની વિવિધ સાહિત્યસેવા
ગુરુ ગ્રંથસાહેબ વિચારરૂપી મોતીઓથી ભરેલ એક મહાસાગર છે, ગુરબાણીરૂપી મહાસાગરમાં ચિંતન અને તત્વજ્ઞાનને અખૂટ ખજાને પડ્યો છે. મરજીવો જેમ હેશિયાર અને અનુભવી તેમાં સમુદ્રના પેટાળનું તે વધુ સાચું મૂલ્યાંકન કરી શકે. તે જ રીતે જેમ જેમ ગુરુ ગ્રંથસાહેબનું અધ્યયન કરવામાં આવે તેમ તેમ જિજ્ઞાસુને તેમાંથી નવાં નવાં સત્ય મળે છે.
ગુરુ ગ્રંથસાહેબમાં કુલ ૧૪૦૨૫ વાર પરમાત્માનો ઉલલેખ કશ્યામાં આવ્યો છે, જેમાં હરિ તરીકે ૮૩૪૪ વખત, રામ તરીકે ૨૫૩૩ વખત, પ્રભુ તરીકે ૧૩૭૧ વખત, ગોપાલ તરીકે ૧૩૭૧ વખત અને ગોવિંદ તરીકે ૪૭૫ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલ શીખ ગુરુની વાણી અને ફિલસૂફીથી આકર્ષાયા અને પંજગ્રંથીના અનુવાદમાં પાના નંબર ૧૬ ઉપર નોંધ્યું કે –
“આ (ગ્રંથસાહેબરૂપી) થાળમાં ત્રણ વાનગીઓ પીરસી છે : સત્ય, સંતોષ અને વિચાર સર્વના આધારરૂપ એવું ઈશ્વરનું જે અમૃતનામ છે તે પણ તેમાં છે, જે કોઈ એને આરોગશે ને તેમાં રાચશે તેને ઉદ્ધાર થશે. આ વસ્તુ કદી ન તજતા. રોજ ઉરમાં રાખીને રહેજો. આ અંધાર સંસારસાગરમાંથી પ્રભુચરણે પડવાથી જ તરાશે. નાનક કહે છે કે વિશ્વ બધું પરબ્રહ્મ પ્રભુને જ પસારો છે.”
- શ્રી. ગોપાળદાસ પટેલ પજગ્રંથીમાં ઉપોદ્દઘાતમાં જણાવે છે કે “શીખ ગુરુઓએ – સંતાએ ઈશ્વરની ભક્તિ કરવાની બાબતમાં ક્રિયાકાંડના કે સાધનાકાંડના બીજા કશા ખટાટોપ વિના ભગવાનના નામ-સ્મરણ ઉપર જ સીધો ભાર મૂક્યો, તથા તપ-સંન્યાસ-યોગે અપનાવેલી કર્મ-ત્યાગની વાતને ટાળી, સીધા સાદા ગૃહસ્થજીવનને જ પિતાના ભક્તિમાર્ગના કેન્દ્રમાં – પાયા તરીકે – સ્થાપ્યું. એમ કરવાથી એક બાજુ મૂર્તિપૂજા, મંદિર, પૂજારીઓ અને આચાર્ય – મહેતેના ભારણને છેદ ઊડી ગયો અને બીજી બાજુ સંન્યાસદીક્ષા મઠ-આશ્રમ, ભીખ તથા અકર્મણ્યતાને પણ!
એ રીતે ગૃહસ્થજીવન ઉપર ત્યાગી-વૈરાગી-શ્રામણ વગેરેએ જે નિદાન ઢગલો ઠાલવ્યો હતો તે દૂર કરી કર્મય, ધર્મ અને તેજસ્વી ગૃહસ્થ જીવનને શીખ ગુરુઓએ સાધનામાર્ગમાં અનેરી પ્રતિષ્ઠા આપી... મહેનતુ, સ્વાશ્રયી, ઈશ્વર-પરાયણ, દાનધમ, સ્વાશ્રયી, ઈશ્વર-પરાયણ, દાનધર્મી, ગૃહસ્થજીવનને જ આધ્યાત્મિક સાધનામાં મુખ્ય સ્થાન આપવાથી, સાચા કર્મશીલ, તેજસ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org