________________
૩૪૦,
એક ઝલક ગૃહસ્થ ઊભા થયા. એવા તેજસ્વી ગૃહસ્થ વર્ગમાં જ ધર્મની ગતિરીતિ અને સાચી ખેવના સંભવે.”
આ સીધા સાદા સાધના માર્ગને જોરે શીખ ગુરુઓએ નિર્માલ્ય, મુડદાલ બની ગયેલી પ્રજામાંથી એક એવી સમર્થ, સુગઠિત, મહેનતુ, વફાદાર અને મરજીવાઓની પ્રજા ઊભી કરી,.... મરવા – કતલ થવા કરતાં આતતાયી જેમ કરવાનું કહે તેમ નીચે મોંએ કરવું, એ જાણે તે જમાનામાં સ્વીકૃત ધર્મ બની ગયો હતો. પ્રજાના ઉપલા બ્રાહ્મણ – ક્ષત્રિય વર્ગો, મુસલમાન માલિકોને ઘેર, તેઓ ખુશ થાય તેવો આચાર-વિચાર દર્શાવી આવી, ઘેર પિતાને ચાકધર્મ પાળવા બેસતા – એવી દીનતા અને દંભમાંથી તેમને મુક્ત કરી, પોતાને ફાવતું ધર્મજીવન જીવવાના હકનો બચાવ કરવા ખાતર આતતાયીઓના હુમલા સામે હસતે મેએ પ્રાણ બાપવા માટે તે જ લોકોને શીખ ગુરુઓએ તૈયાર કર્યા. સિંહ જેમ કદી પોતે એકલો છે અને સામે મોટું ટોળું છે એવું જોવા થોભતો નથી તેમ શીખ લોકોએ પણ પોતાની અને દુશ્મનની સંખ્યા સામું જોયા વિના પોતાના ધર્માચરણ તરફ જ નજર સ્થિર રાખી, જાલિમોના આક્રમણને – અન્યાય અત્યાચારને – સામે એ જડબાતોડ જવાબ આપ્યો.”
તે વખતની હિંદુ-મુસલમાન જેવી ભ્રષ્ટ બની ગયેલી, નિર્માલ્ય બની ગયેલી પ્રજામાંથી આવું તેજ ઊભું કરવું, એ જેવું તેવું કાર્ય ન કહેવાય, કહેવું હોય તો તેને અવતાર-કાર્ય જ કહેવાય !”
શીખ ગુરુની વાણીનું અનુવાદ કાર્ય કરતા કરતા તેઓ ગુરુઓની વાણી અને કાર્યથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે ૧૯૩૫ના વર્ષથી તેમણે શીખ ધર્મ સ્વીકાર્યો હતે. ૨, જુલાઈ ૧૯૯૬ના રોજ શ્રી ગોપાળદાસ
જીવાભાઈ પટેલનું અવસાન થયું પરંતુ છેવટના દિવસોમાં પથારીવશ સ્થિતિમાં રોજ પાઠ કરી જવા માટે તેમણે ગ્રંથસાહેબમાંથી તારવેલા અમુક સ્તોત્રની “જપ-માળા” તૈયાર કરી હતી. પોતાની પાછળ સ્મરણાર્થે તે ચે પડી સગાં-સંબંધી, મિત્રવર્ગને તથા અમુક પુસ્તકાલયોમાં વહેંચવામાં આવે એવી એમણે ઇચ્છા દર્શાવી હતી.
આ પુસ્તક તેમ જ સંત કબીરની વાણી, દાદૂ ભગતની વાણી, બાબા મલૂકદાસની વાણીના અનુવાદનાં કેટલાંક ઉદાહરણ જોઈએ તે પહેલાં શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલની – આ મહાન આત્માની મહાનતાનો ખ્યાલ આપણને તેમની નમ્રતામાંથી મળે છે. “સંત પલટૂદાસની વાણી' નામનું પુસ્તક શ્રી. મગનભાઈ દેસાઈને અર્પણ કરતાં તેઓ જણાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org