________________
એક ઝલક - આ આશાસ્પદ સંદેશો આપે છે – તુલસીદાસજી હે પ્રભુ અગણિત પાપ તું અગણિત વાર માફ કર્યા કરે બસ એ જ પ્રાર્થના.
બસ એક જ મારી વિનંતી છે – આરઝુ છે, દાદૂ દયાળ કહે છે –
દિન-દિન નૌતન ભગતિ દે, દિન-દિન નૌતન નાંવ; સાઈ સત સંતોષ દે, માંગે દાદૂ દાસ.
હે પ્રભુ, રોજ રોજ નવી નવી અને વધતી જતી તારી ભકિત આપ.
મને રોજ તારું નવલું નામ જપવા મળે, હે પ્રભુ, રોજ રોજ વધતો જતો તારા પ્રત્યેનો સ્નેહ-પ્રેમ મને આપ જેથી હું સમગ્રપણે તને ન્યોછાવર થઈ જાઉં.
(તારી ઉપર ઓળઘોળ થઈ જાઉં.)
હે સાંઈ, મને સાચો સંતોષ આપ. ભાવ-ભકિત આપ, આસ્થા – વિશ્વાસ – ભરોંસો આપ; તારા ઉપર વારી જવાની હિંમત આપ. રાહ જોવાની સબૂરી આપ. જેથી અધીરાઈમાં આડું અવળું ના કરી બેસું. દાદુ તારી પાસે આટલું જ માગે છે.
‘હરિનો મારગ છે શૂરાનો
નહીં કાયરનું કામ જોને, પરથમ પહેલું મસ્તક મૂકી
વળતી લેવું નામ જોને. આ તો ખાંડાના ખેલ છે. માથાનાં સાટાં છે. લોહીનું પાણી કરો ત્યારે એને સમજાય, પમાય. (દાદૂ) સાંઈ કારણ માંસ કા, લોહી પાની હોઈ;
સૂકે આટા અસ્થિ કા, દાદૂ પાડૌ કોઈ. દા, સાંઈ-સ્વામી-માલિક એવા પરમાત્માને પ્રાપ્ત કરવા માટે લોહીનું પાણી કરવું પડે તથા હાડકાંનો આટો – ભૂકો બનાવી દેવો પડે, એટલું બરાબર સમજી રાખજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org