________________
સત પલદાસની વાણી બેસી ગયા છે. તેઓ સાચા સંતો-ફકીરો-ઓલિયાના કટ્ટર વિરોધીઓ થઈને અનેક પ્રકારે એમની રીબામણી કરતા હોય છે. આવા ઠેકેદારો – ઇજારદારોના ચેલા-એલીઓ પણ સંતોની પજવણી માટે તૈયાર હોય છે.
પલટુ ! પરમાર્થ માટે સંતો આ બધું વેઠે છે. સંતો કપાસની પેઠે તેમના ઉપર ગુજારવામાં આવતા અત્યાચારો સહન કરી લે છે. પરહિત માટે પ્રયત્નશીલ રહે છે. અને ધન્ય થઈ જાય છે. તુલસીદાસજીએ પણ કપાસનું દષ્ટાંત આપ્યું છે :
સાધુ ચરિત સુભ સરિસ કપાસૂ, નિરસ - બિસદ ગુનમય ફલ જાસૂ; જો સહી દુ:ખ પરછિદ્ર દુરાવા,
વંદનીય જે હિ જગ જસુ પાવા. સાધુ-સજજનોનું ચરિત્ર કપાસ જેવું છે. જે પરહિત માટે બધું સહન કરી લે છે. પલટૂદાસ કહે છે – પરમારથ કે કારને દુ:ખ સહ પલટૂદાસ;
સંત સાસના સહત હૈ જૈસે સહત કપાસ. તુલસી અને પલટૂએ કપાસનું આ સચોટ દષ્ટાંત આપ્યું છે :
કયા સૌશૈ તૂ બાવરી, ચલા જાત વસંત;
પલટૂ ઋતુ ભરિ ખેલિ હૈ, ફિર પછના અંત.
આખા વર્ષમાં – આખા આયખામાં – વસંતત્રતુ રૂપીમનુષ્ય – જન્મરૂપી જે અમૂલ અવસર મલ્યો છે, તે પરમાત્મા સાથે ખેલી લેવામાં – તેના સ્મરણમાં ગાળી લે. વસંતઋતુ ચાલી જશે, આવરદા આવી રહેશે, મરણશરણ થઈ જઈશ, પછી પેટ ભરીને પસ્તાઈશ.
“અબ પછતાયે હોત ક્યા જબ ચિડિયન યુગ ગઈ ખેત.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org