________________
આત્માથી ગેપાળદાસ પટેલ
૩૧૫ (૮) “મારા મરણના દિવસથી ગ્રંથસાહેબની સવાર-સાંજ આરતી તથા અગરબત્તીને ધૂપ કરાવવો. બાર દિવસ સુધી.
“તેરમા દિવસે ગ્રંથસાહેબ ઉપરના રેશમી રૂમાલ બદલી નાખી ન ધરાવો.”
આ તેર દિવસ સુધી રોજ બપોરે ગ્રંથસાહેબને પ્રસાદ ધરાવી ઘરમાં હાજર હોય તે બધાને વહેંચી દેવો. છેડે પ્રસાદ વાટકીમાં અગાસી ઉપર મૂકો, વાસ ન નાખવી.”
- “મારે બહેન નહોતી તથા દીકરી પણ નથી. એટલે મારી પાછળ બારશો વહેંચવાનું ન રાખવું. એ રિવાજ આમેય તેડવા જેવો છે.”
બારશને બદલે મેં તૈયાર કરાવવા માંડેલું “જપમાળા પુસ્તક બહેનદીકરીઓને વહેચવ્યું......... એ પુસ્તકમાં નીચે પ્રમાણેનું એક પાન “અર્પણ” રૂપે મૂકવું, જેમાં નીચે પ્રમાણે નોંધવું.”
“અમારા સદૂગત પિતાશ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલે ૫૦ વર્ષ પહેલાં હિન્દુધર્મનો ત્યાગ કરી શીખધર્મ સ્વીકાર્યો હતે. પંથ-સંપ્રદાયની રીતે નહિ, પણ ભગવાનની ભક્તિ કરવાના સાધન રૂપે. તેથી તેમની હિન્દુધર્મ પ્રમાણેની શ્રાદ્ધ, પિંડદાન, અસ્થિ વિસર્જન, સરવણી, બારશ વગેરે વિધિ કરવાની તે મના કરતા ગયા છે. ઉપરાંત તેમની પાછળ બહેન-દીકરીઓને વાસણ કે રૂપિયા વહેંચવાની પણ તેમણે ના પાડી છે. પરંતુ... તેને બદલે શીખગુરુઓનાં ભજનાનો જે રાંગ્રહ બહાર પાડ્યો છે, તેની એક એક નકલ
પંજથી”) બહેન-દીકરીઓને પહોંચાડવી એમ ઇચ્છા દર્શાવી છે. ....... આશા છે કે, આ પુસ્તકને યથોચિત ઉપયોગ આપ કરશે.”
છેવટની સૂચના મેં જે કાંઈ - લખ્યું છે (મરણોત્તર નોંધમાં), તેને અમલ કરવો તમને વિચાર કરતાં કુટુંબના હિતમાં ઠીક ન લાગે તે તમને ઠીક લાગે તેમ કરવાની છૂટ છે.” “પણ મારી પાછળ, પુષ્ટિમાર્ગને લગતું કાંઈ જ ન કરવું. તે માર્ગને ગીતા-ઉપનિષદનો વિરોધી માની મેં તેને ત્યાગ કર્યો છે.”
પિતાના કુટુંબીજનો – પુત્ર, પુત્રવધૂ અને પૌત્રો-પૌત્રીને લખેલી વિનંતી નોંધમાં તેઓ નીચે પ્રમાણે લખે છે.
૧૯૩૩માં મેં શીખધર્મ સ્વીકારી ગ્રંથસાહેબને ઘરમાં પધરાવ્યા છે. ......... મારા મૃત્યુ બાદ ઘરમાં આપણાં ત્રણ સંતાનમાંથી જે એ ગ્રંથસાહેબને પોતાના ઘરમાં ચાલુ રાખવા ઇછે, તેને સોંપી દેવા. કેઈને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org