________________
૩૧૩
એક ઝલક
રાખવાનું મન ન થાય તેા શ્રી. પુ૦ છે૦ પટેલ પાસે શ્રી. મગનભાઈ દેસાઈ સન્માન ટ્રસ્ટની લાયબ્રેરી છે તેમાં મૂકી દેવા. ”
આ બધી નોંધા તેમની *કૌટુંબિક અને અંગત લાગણીને પાનાની આટલાં વર્ષો પછીની જીવન સાધનાને પરંપરાગત વૈષ્ણવ-પુષ્ટિમાર્ગ તથા હિન્દુધર્મ અને તેના ક્રિયાકાંડમાંથી નીકળી ગુરુએ પ્રબેાધેલા સાધનાથના પ્રભાવ હેઠળ અને પેાતાના તત્ત્વજ્ઞાનના પરિપાકરૂપ જે આત્મચરિત સંભવે છે તેનું કેવું સુંદર સંભારણું પોતાના અનુજોને દર્શાવી જાય છે. કુટુંબીઓને કર્યાંય કોઈ પ્રકારનું દબાણ કરતા નથી. અને તેમને ઠીક લાગે તેમ વિચાર કરવાની સ્વતંત્રતા પણ દર્શાવે છે. આમ એક સાધક જ્યારે આંતરદર્શનની કોઈક સ્થિતિએ પહોંચે છે ત્યારે તેની મનેવૃત્તિમાં આવતા સહજ પરિવર્તનની સ્થિતિનું આમાંથી દર્શન થાય છે. આત્માર્થી શ્રી. ગેાપાળદાસ પટેલ ખૂબ જ ઝીણવટપૂર્વક એક એક બાબત વિષે લેખિત નોંધ દ્વારા પોતાના અનુજોને પેાતાના મનની વાત – ઇચ્છાને પેાતાના સંદર્ભમાં શું કરવું અને શું શું ન કરવું, શું મિથ્યા છે તે દર્શાવી તેમને મુક્તતાપૂર્વક વર્તવાની મેાકળાશ પણ આપે છે. કયાંયે તેમાં દબાણ કર્યું નથી. આમ પેાતાના ઋણાનુબંધને પૂરું કરવાના નમ્ર, સંનિષ્ઠ અને ચેકસાઇ ભર્યો કેવા અનુકરણીય પ્રયત્ન છે તેમ લાગ્યા વિના રહેતું નથી.
(૩) શ્રી. મગનભાઈ દેસાઈ : શ્રી. ગોપાળદાસ પટેલના જીવનમાં શ્રી. મગનભાઈ દેસાઈના સંગ જાણે પૂર્વજન્મને કોઈ સંબંધ હોય તેમ તેમના સમગ્ર જીવન અને કવનમાં પ્રતિબિંબિત થતા જણાય છે. તેમને ગાંધી-વિચારમાં જોડાઈ રહેવા, વિદ્યાપીઠમાં સેવા કરવા; ધર્મ. તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ, યાગ તથા અંગ્રેજી નવલકથા સાહિત્યને ગુજરાતીમાં અનુવાદરૂપે રજૂ કરવા, ગૂજરાત વિદ્યાપીઠમાં સહકાર્યકર તરીકે રહેવા વગેરે બાબતાના પ્રેરણા સ્રોત એક આદર્શ પ્રેરણા મૂર્તિ – 'ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ' રૂપ હતા. બન્ને એક આધ્યાત્મ ગુરુ સ્વામી હજુરાનંદજીના સમર્પિત ગુરુભાઈએ હતા- બંને જાણે આત્માર્થી પંથના તાણા અને વાણાની જેમ સહિયારું પાત હતા. બંને ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી અને વિદ્વત્તા ધરાવનારા અધ્યાત્મના અધિકારી હતા. બંને એકબીજાના વિચારોને સમજનારા હતા. શ્રી. ગોપાળદાસ પટેલ શ્રી. મગનભાઈને એક વડીલ-ગુરુની જેમ આદરમાન આપનારા અને લઘુ બંધુ – એક સિપાઈ તરીકે તેમને પગલે પગલે ચાલનારા હતા.
શ્રી. મગનભાઈ દેસાઈને પ્રવેશ શ્રી. ગોપાળદાસ પટેલના જીવનમાં કયારે થયો તે વિષે બહુ ચોક્કસ વિગત મળતી નથી. પરંતુ તેમની એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org