________________
ગુરુ નાનકની વાણી
હિંદુ-મુસ્લિમ બંનેની ધાર્મિક કટ્ટરતા અને જડતા સામે ગુરુ નાનકે જોરદાર પ્રહારો કર્યા છે. “કોઈ (સાચો) હિંદુ નથી કે મુસલમાન નથી.” આ વિચારથી જ નાનકે બધી ધાર્મિક માયાજાળ તોડી નાંખી.
સંતવાણીમાં ગુરુ નાનક, કબીર, પલટુ, મલૂક, દાદુ દયાળ અને દરિયા ભગત બધાએ માનવતાનો મહિમા ગાયો છે. માનવને કેન્દ્રમાં રાખીને ચાલો, માનવનાથી વધારે મહિમા કોઈ નથી. બધા ધર્મોનો અભ્યાસ કરી, વિચાર કરી, મંથન કરીને જો નવનીત કાઢશો તો તેમાં માત્ર માનવતા, માણસાઈ, મનુષ્યત્વ વિકાસ એ જ ધર્મસાર ઉપલબ્ધ થશે. એની વિરુદ્ધ જતી બધી વાતોનો ધર્મમાંથી છેદ ઉડાડી દેશો તો કોઈ કશું નુકસાન નથી. ફાયદો જ ફાયદો છે. આ વાત સંતોએ હિંમતપૂર્વક કહી છે.
ધર્મ ધર્મ કરીને જેને વળગી રહ્યા છો તે તો આત્માને છોડી શબને વળગી રહેવાની વાત છે.
સંતોએ તમામ ધર્મવિચારોમાંથી અર્ક કાઢીને પ્રજા સમક્ષ રસાયણ – અમૃત – ધરી દીધું છે.
ગુરુ નાનકની વાણીનો પ્રસાદ લઈએ. “એક કાર સતનામ કરતા – પરખુ નિરભઉ નિરવૈરુ અકાલ – મૂરની અજૂની સૈભે ગુરુ પ્રસાદિ જપુ. આદિ સચ જુગાદિ સચ હૈ ભી સચ
નાનક હોસી ભી સચ.” એ પરમાત્મા “એક” છે. કાર રૂપી એ સત્ય અને સનાતન છે. સકળ વિશ્વનો સર્જનહાર અને એકમાત્ર કર્તા છે. કોઈના ભય વિનાના તથા કોઈ પ્રત્યે વેર વિનાના છે ને “અકાલ' છે. “અયોનિ” છે. અર્થાત્ તે “સ્વયંભૂ’ છે, તથા ચૈતન્યરૂપી સ્વપ્રકાશવાળા હોવાથી (સ્વ-ભા) સ્વપ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org