________________
બધા જ કહે છે કે મેં કાકાજીની ૨૨ વર્ષ બહુ સેવા કરી, પણ ખરેખર તો એનું કારણ કાકાજીના સ્વભાવ હતા. એમને અમારાં બધાંની સેવા લેતાં આવડયું. બાએ ઘણા પ્રેમ અને આદરથી સેવા કરી. આ જમાનામાં આ બહુ અશકય છે.
કાકાજી – સસરા – વડીલ – મિત્ર
-
મારા વિવાહ થયા અને તરત જ એમણે મને બાલાવીને હ્યું કે, “એ પોતે ઘણા જ સાધારણ માણસ છે. મહેન્દ્ર મિલના ચેરમેન છે પણ એ ફક્ત પેપર પર જ છે.” એમણે એમની બધી જ પરિસ્થિતિના ખ્યાલ આપ્યો. હું કોઈ ભ્રમણામાં ન રહ્યું તે સ્પષ્ટ કરવા માગતા હતા. પણ હું તે। આ કુટુંબની પ્રામાણિકતા અને સાદાઈથી આકર્ષાઈ હતી.
શરૂઆતમાં તો કાકાજી ને મગનકાકા ઘરમાં વાતા કરે મને તેમાં કાંઈ જ સમજ પડે નહીં. અને જ્યારે મને બાલાવીને કંઈ પૂછે તો મને કાંઈ જ ખબર ના પડે. એ બન્નેનું ગુજરાતી એટલું બધું ઉચ્ચ હાય કે મારા તા માથા ઉપરથી જાય. હું કોઈ દિવસ ગુજરાતી ભણી ન હતી. ઘરમાં બાલાય એ જ. પણ ધીમે ધીમે થાડી ઘેાડી સમજ પડવા માંડી.
એમનાં પત્ની (મારાં સાસુજી) કમળાબહેન, એક સીાં સાદાં મહિલા હતાં. એમના પતિ એ જ એમને માટે પરમેશ્વર. તે માંદાં ઘણાં રહેતાં. કાકાજીએ એમની ઘણી સેવા કરી. પટેલની નાતમાં આવું બધું કોઈક જ કરે. આખી જિંદગી ખાદી પહેરી. જેલમાં ગયાં, મિલ માલિકને પરણ્યાં હતાં પણ કોઈ દિવસ એન્ડ્રુ અભિમાન નહિ, ભગવાને જેમ રાખ્યાં તેમ રહ્યાં.
કાકાજીએ એમના એકના એક દીકરા વિહારીદાસમાં બાળપણથી જ ખરી શિક્ષા સીંચી. ભાષાના પાયે મજબૂત કરી, સારામાં સારું શિક્ષણ એમને આપ્યું. અમેરિકા પીએચ. ડી. થવા માકલ્યા. છેવટ સુધી એમની પેનમાં સાહી છે કે નહીં, પાકીટમાં પૈસા છે કે નહીં, આવી નાની નાની બાબતોનું પણ એ જ ધ્યાન આપતા. પથારીવશ થયા પછી પણ ઘરના બધા જ વહીવટ એ જ કરતા. પગાર આવે એટલે સીધા બધા પૈસા એમને જ
૨૫૩
એ૦ - ૧૮
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org