SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ એક દુઃખદ હકીક્ત સુધી બેસીને પૂરું કરવા ક્રેડ બાંધી; – જેથી તેના મહેનતાણાની જે રકમ મળે, તેમાંથી ‘સત્યાગ્રહ'ને પગભર કરવા માટે પેરવી કરી શકાય. ‘હરિજન' યત્રા, ‘ નવજીવન’ માસિક વગેરે સામયિકો બંધ કરવામાં આવ્યાં હોઈ, ‘સત્યાગ્રહ' મારફ્તે પણ ગાંધીવાદી વિચાર-સરણિ પ્રજા સમક્ષ, વાચક-વર્ગ સમક્ષ, નિરંતર મુકાતી રહેવી જોઈએ, એ તેમને આવશ્યક લાગતું હતું. કોશના સંપાદનનું કામ કેવું કપરું હોય છે, તે તે અનુભવી જ સમજી શકે. બીજી ત્રીજી-ચોથી આવૃત્તિ વખતે એ કામમાં હું તેમની સાથે હોઈ, તે પેાતાની આંખો કેટલા પ્રમાણમાં ગુમાવતા ગયા, તેની મને પ્રત્યક્ષ જાણકારી છે. તેમાંય પાંચમી આવૃત્તિનું વધુ મોટું કામ તેમને ઘણુંખરું રાતના જ પાર પાડવું પડયું, એટલે તેમને આંખોની મમતા વેગળી જ મૂકવી પડી હતી. G પરંતુ હસ્તપ્રત તૈયાર થયે જોડણીકોશ' જેવા કોશના સંપાદકની જવાબદારી પૂરી થતી નથી – છાપકામમાંથી પણ તે બધુ પસાર કરી આપવું રહ્યું. અને એ કામમાં – મારે દુ:ખ સાથે નોંધવું પડે છે કે – તેમને ગૂજરાત વિદ્યાપીઠના સત્તાવાળાઓ પાસેથી લગભગ નહિવત્ – તથા વિપરીત કહેવાય તેવા જ — સહકાર મળ્યા. હસ્તપ્રતને બીબાં ગેાઠવેલી ગેલી સાથે કાળજીથી સરખાવવાનું બહુ જરૂરી હોય છે. પરંતુ તે કામ માટે ગૂજરાત વિદ્યાપીઠે ૪ માણસ મેલ્યો. એક માણસ બે કાગળા સામે રાખી શી રીતે તેમાંનું લખાણ સરખાવી શકે? - અને એ હસ્તપ્રત ટાઈપ કરેલી હતી જ નહિ – છાપેલી પ્રતમાં જ આસપાસ સાલિયાં તાણી કરેલા મબલક સુધારાવધારા અને નવા ઉમેરાવાળી જ એ પ્રત હતી. ખેર. " છેવટે જયારે કાશ છપાઈને પૂરો થયા, અને તેની કિંમત નક્કી કરવાની થઈ, ત્યારે શ્રી. મગનભાઈ પોતાના ૧૫-૮-૬૮ના મહામાત્રને લખેલા પત્રમાં જણાવે છે તેમ, “મહેનતાણું કેટલું કેમ ગણવું ને કથની કિંમત પાડવી તે અંગે મારી સલાહ લેવાને ભાઈ શાંતિલાલને (શ્રી. રામલાલ પરીખની ગેરહાજરીમાં શાંતિલાલ ગાંધી ત્યારે મહામાત્ર તરીકેના કામ ઉપર હતા – ગાવ) કુલનાયકશ્રીએ (એટલે કે, શ્રી. ઠાકોરભાઈ દેસાઈ, જે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક હતા અને સાથે જ નવજીવન પ્રેસના વ્યવસ્થાપક પણ હતા. – ગેા) કહ્યું. તે મુજબ કિંમતના રૂપિયે આનાના દરની મહેનતાણાના રૂ. ૩૧,૨૫૦ ગણી કાઢી, તે રકમ પ્રેસ-બિલની અંદાજી ૨કમ ૧,૮૧,૭૫૯,૦૦માં ઉમેરી વેપારી કમિશન વગેરેના ખર્ચ પેટે તે રકમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy