________________
વિદ્યાપીઠના આજીવન સેવક
૧૦૯
છીએ – તે વિચારોના અમલમાં જેનું જીવન ઘડાયું હોય, તે જેનું જીવનધ્યેય હોય, તે જ વ્યક્તિ સંસ્થાને તેના સાચા સ્વરૂપમાં સાચવી શકે. આ વાત વિદ્યાપીઠના સમારંભામાં કુલપતિ તરીકે ગાંધીજીએ આપેલા ભાષણો વાંચવાથી આપણે સારી રીતે સમજી શકીશું. વિદ્યાપીઠ પોતાના સિદ્ધાન્તોના અમલમાં ગમે તેવી સ્થિતિ પણ આવકારે અને જરૂર પડે તો તે જંગમ વિદ્યાપીઠ પણ બને, તાપણ તે એ સિદ્ધાંતામાં અચળ રહે, એવા આગ્રહ પ્રથમથી જ તેમણે રાખ્યા છે. ગાંધીજીના એવા વલણને આપણે સિદ્ધાંતવાદી કહીએ છીએ, જ્યારે મગનભાઈ જેવા તે જ સિદ્ધાન્તને વળગીને વિદ્યાપીઠને - તેના ધ્યેયને સાચવી રહ્યા છે, ત્યારે તેમને લોકો જિદ્દી કહે છે. આમાં મને આવું સમજનારાઓમાં ધ્યેયનિષ્ઠાની ખામી જણાય છે.
સારાસારને વિચાર કરી, વિવેકપૂર્વક સ્વીકારેલા શુભકાર્ય પ્રત્યેની નિષ્ઠામાં આગ્રહ ન હોય, તે કોઈ પણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય નહીં. સ્વીકારેલા ધ્યેય સાથે એકતાર થવું જ જોઈએ; તેમ કરવામાં કેટલાકને ભલે જિદ્દીપણું લાગે કે ધૂન લાગે, પણ તે જ જીવનની સાચી મૂડી છે. તે જ સાચા સેવકની સર્વોત્તમ મૂડી છે. એ મૂડીથી જ આજ સુધી જગતના નાનામેટા સેવકો, કે આગેવાનો, કે સુધારા કે મહાત્માએ પેાતાના કાર્યની સફળતા મેળવી શકયા છે. ભાઈ મગનભાઈ એવા જ એક છે. વિદ્યાપીઠના હરેક સિદ્ધાન્ત પ્રત્યે તેમની નિષ્ઠા કાયમ રહી છે અને ગમે તેવા સંજેગામાં તેને તે વળગી રહ્યા છે. તેમના જેવી ધ્યેયનિષ્ઠા ભગવાન આપણા જીવનમાં આપે એવી મારી પ્રાર્થના છે.
‘અભિન'દન ગ્રંથ'માંથી]
રાવજીભાઇ મણિભાઈ પટેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org