________________
૧૪ર
એક ઝલક હિંદનું બંધારણ ઘડવામાં આ પાયાનાં સંગઠનકાર્યોએ મદદ આપી. તે ન મળી હોત, તો એ કામ જેવું સારી રીતે ઊકહ્યું તેવું ન બનત. ભાષાવાર પ્રાંતરચનાને એક મુદ્દો આપણે પરવારીને ઊંચે ન મૂકી શક્યા, તે અહીં યાદ આવે છે. એમાં પણ સરદારશ્રીએ પ્રયત્ન તે સારી પેઠે કર્યો. પરંતુ એ ગાંઠ આપણાં પ્રાંતિક મનમાં હોઈ, તેને માટે જરૂરી વાતાવરણ નહતું. આથી એ વિષે આગળ કેવી રીતે કામ કરવું એટલું જ કહીને બંધારણને અટકવું પડ્યું. પણ એવાં ગંઠાયેલા મનથી દેશનું કામ થાઈ ન જાય, એ તે સંભાળવાનું હતું જ. સરદારે એ કામ કર્યું, એ પણ એમની નાનીસૂની તારીફ નથી.
ગાંધીજી સ્વરાજ લાવ્યા એમ કહીએ, તે સરદારે તેને સંગઠિત કરી આવ્યું, એમ ઇતિહાસ જરૂર કહી શકે. “નિવાપાંજલિમાંથી]
મગનભાઈ દેસાઈ
સ્નાતકોને મારા અંતરના આશીર્વાદ છે
[અગિયારમે પદવીદાન સમારંભ] (તા. ૨૯-૧૦-'૫૦ના રોજ ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ સરદારશ્રી વલ્લભભાઈ પટેલને પ્રમુખપદે અગિયારમો પદવીદાન સમારંભ થયો તે સમયે મહામાત્ર શ્રી. મગનભાઈ દેસાઈએ રજૂ કરેલા નિવેદન બાદ સ્નાતકોને પદવી આપ્યા પછી સરદારશ્રીએ કરેલું દીક્ષાત પ્રવચન નીચે આવ્યું છે.)
સરદારશ્રીનું પ્રવચન ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય, અધ્યાપક, સ્નાતક, વિદ્યાર્થી ભાઈબહેને, સજજન અને સન્નારીઓ.
આજે આ પદવીદાન સમયે ગૂજરાત વિદ્યાપીઠની શરૂઆતથી આજ દિવસ સુધીનો ઇતિહાસ મારી આંખ આગળ ખડે થાય છે. જ્યારે વિદ્યાપીઠની સ્થાપના થઈ અને એનું ખાતમુહ મારે હાથે થયું ને ત્યાર પછી
જ્યારે આચાર્યશ્રી રાયને બોલાવી તેનું શિલારોપણ કર્યું, ત્યાર પછી હિંદુસ્તાનના ઇતિહાસમાં જે ફાળે વિદ્યાપીઠ આપ્યો તે આપણી સામે તાજો છે. વિદ્યાપીઠની ચડતીપડતી એ સ્વરાજની લડતની ચડતી-પડતીને ઇતિહાસ છે. આખરે જયારે હિંદુસ્તાનને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ તે કાળે વિદ્યાપીઠને પિતાને મગરૂબ થવાનું કારણ મળ્યું. તેના ઉપર અનેક મુસીબતે આવી અને કેટલીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org