________________
હૃદયના ઊંડાણમાંથી આવાં અમર વાકયો ઉચ્ચારનાર ગાંધીજીને અન્ય કિસાન શિષ્યો સરદારસાહેબ, મગનભાઈ દેસાઈ અને ગોપાળદાસ પટેલ પણ કમાલના મળ્યા. શ્રી. મગનભાઈ દેસાઈએ ‘સત્યાગ્રહની મીમાંસા' નામના ગ્રંથ ગુજરાતીમાં લખ્યો છે. તેનેા શ્રી. ગૌરીશંકર જોશીએ હિંદીમાં અનુવાદ પણ કર્યો છે. આજે આખું જગત ભડકે બળી રહ્યું છે ત્યારે આ ગ્રંથ જગતના દરબારમાં મૂકવાને અમારી સંસ્થાએ દૃઢ સંકલ્પ કર્યો છે. આ ગ્રંથ માટે ગાંધીજીના હસ્તે શ્રી. મગનભાઈ દેસાઈને ‘પારંગત’ની પદવી પણ એનાયત કરવામાં આવી હતી. આ સંકલ્પ પૂરા કરવામાં શ્રી. જીવણલાલ શાહે, શ્રી. ભાગીભાઈ પટેલે અને ડૉ. વી. જી. પટેલે તેમ જ તેમના પરિવારે અમારી સંસ્થાને પ્રેમ-પૂર્વક મદદ કરી છે, તે માટે તેમને અને કલાકાર શ્રી. રજની વ્યાસ, શ્રી. રાઈજીભાઈ ઠાકૅાર, શ્રી. રામભાઈ પટેલ તથા સૌ મિત્રાના હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ. શ્રી. પરષદરાય દિ. શાસ્રીએ અમારી વિનંતીને માન આપીને ‘આવકાર'ના બે શબ્દો લખી આપ્યા તે માટે તેમના પણ ખાસ આભારી છીએ.
.
શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી, ગેાપાળદાસ પટેલ જેની હિમાયત કરતા હતા તેવી શિક્ષણ અને સાહિત્યની પાયાની કેટલીક રચનાત્મક પ્રવૃત્તિએ 'મગનવાડી' ભાવનિર્ઝર પાછળ, સેટેલાઈટ વિસ્તારમાં ૩૦મી જાન્યુઆરી – ગાંધી-નિર્વાણ દિનથી મંગળ પ્રારંભ કરવામાં આવશે. તેમાં ભાગ લેવા સૌને પ્રેમપૂર્વક નિમંત્રણ છે. ડૉ. વી. જી. પેટેલ, શ્રી. ગુણવંતભાઈ દેસાઈ, શ્રી. વરધીભાઈ ઠક્કર, શ્રી. ધુરંધર, શ્રી, જે. જી. શાહ અને સ્નાતક મિત્રોને ફરીથી ખાસ આભાર માનીએ છીએ. સૌને અભિનંદન!
અમારા આ પુણ્યના વેપારમાં દશે દિશાઓમાંથી અમને પ્રેમ અને સહકાર મળી રહ્યો છે. તે માટે સોને ધન્યવાદ! અને અભિનંદન!
૩૦ મી જાન્યુઆરી, ૨૦૦૪ ગાંધી-નિર્વાણ દિન
Jain Education International
અનતભાઈ ડી. પટેલ મંત્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org