________________
૨૨
એક ઝલક શકે છે. અને એમ ફાવવા માટે એક જિંદગી શું, અનેક જિદગી પણ લાગે, છતાં ફાવી શકાય છે. એવી જિદગીઓ જગતની રચના કરનાર આપે છે; એટલે કે, પુનર્જન્મ છે જ, એ પણ કદાચ ઉપરની આ અટલ શ્રદ્ધામાંથી જ ફલિતવાદ છે, જેને આપણે સત્ય સિદ્ધાંત માનીએ છીએ.
આથી કરીને જગતના નાયકોનું કાર્ય એ હોય છે કે, તેઓ લોકકેળવણી દ્રારા આખા જનસમાજનું વહેણ આ એક મુખ્ય વસ્તુ ઉપર કેન્દ્રિત કરે છે, કે જેથી સચ્ચાઈ અને સારાશનું જોર વ્યક્તિ અને વ્યષ્ટિત: વધતું રહે. લોભ, મોહ, સ્વાર્થ, સંકુચિતતા વગેરે સર્વ અસામાજિક વૃત્તિ પર સમાજ, ધર્મ, શિક્ષણ, સંગતિ સર્વ થઈને સમાજષક ને પ્રાગતિક સંયમો યોજે છે. આવી બધી સંયમ કે ધારણની શક્તિ જ “ધર્મ' કહેવાય છે. અને એને જ
ગ” પણ કહેવામાં આવે છે. જે દ્વારા વ્યક્તિ પોતાની વૃત્તિઓ તથા વાસનાઓ નિયમિત કરી એક-પ્રવાહ વહેવડાવે ને એમ કરીને પ્રગતિ કે વિકાસ સાધે, તે સાધનાનું નામ “ગ” છે. “યોગને શબ્દાર્થ પણ “સાધન થાય છે. (જુઓ તિલક મહારાજનું “ગીતા-રહસ્ય' – મરાઠી, પા. ૫૫મું.)
આ પ્રમાણે વ્યક્તિજીવનનું નિયમન કરવું એટલે મેગ, એમ હેવાથી જ ગીતાકારે પણ “યોગઃ ર્મજૈૌરાસ્ટમ્' એવી વ્યાખ્યા કરી છે: કર્મો કરવાનું એવું કૌશલ્ય કે જેથી જીવનસિદ્ધિ મળે. અને એવા કૌશલ્યની ગુરકિલી સમતા છે. જે માણસ રાગદ્વેષાદિ વાટપાડુઓથી ઠગાઈ જાય છે, તે ક્ષેમકુશળ શી રીતે જઈ શકે? તેને કોઈ પણ વસ્તુનું અનાસક્ત એટલે કે સાચું, યોગ્ય. ન્યાય અને શુદ્ધ આકલન પણ શી રીતે થવાનું હતું? જેમ બાહ્યદ્રિય વિકલ બને તો તે ઇંદ્રિયનું કાર્ય અપ્રમાણિત થાય, આંખ પર પટલ આવી જાય તે દર્શનશક્તિ ઘેરાય, તેમ જ જે અંતરિન્દ્રિય – અંત:કરણ પર રાગદ્વેષાદિ કષાયોને પટલ હોય તો થાય. એટલે તેને શુદ્ધ કર્યો જ છુટકો. તે વિના મુખ્ય જ્ઞાનેન્દ્રિય જે ચિત્ત તે આવૃત્ત બને. માટે સમતા તે જોઈએ જ, કેમ કે, ચિત્તનું આરોગ્ય સમતા છે. નીરોગી ચિત્તનું તે લક્ષણ છે. આથી કરીને જ, ગીતાકારે પગની બીજી વ્યાખ્યા જે કરી છે તે એ છે કે, “જનરર્વ રોજ ફરતે I’ કર્મોનું કૌશલ યોગ છે; અને એ કૌશલ એટલે, ટૂંકમાં કહીએ ત, સમત્વ. પ્રવેશિકા માંથી)
મગનભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org