________________
૩૪૯
બાબા મકદાસની વાણી
મલ્ક કરતાં વધુ સુંદર સરોવર તમને બીજે ક્યાંય નહિ મળે. મલૂકદાસ એવું સરોવર છે કે તમે નીચા ઝૂકીને ખોબો ભરશો તો તૃપ્ત થઈને જ ઊઠશો.”
‘અજગર કરે ન ચાકરી,
પંખી કરે ન કામ; દાસ મહૂકા કહિ ગયા,
સબ કા દાતા રામ.” આ દોહામાં અર્થધટનમાં બે પ્રકારનું અર્થઘટન જોવા મળે છે.
મલુક કહેવા માગે છે તે આવું છે. પરમાત્મા જ સૃષ્ટિનું તંત્ર ચલાવે છે અને તેના ભસે તું તારું વહાણ હંકાર્યો જા.
ગીતાનું વાક્ય યાદ આવે છે. યોગક્ષેમમૂ વહામ્યહમ્' મારા ભરોંસે રહીને કર્મ કર્યું જા તારી ચિતા મારે માથે. ભોજનાચ્છાહને ચિતા વૃથા કુર્વત્તિ વૈષ્ણવા:”
આળસુ અને ચાલાક લોકો તેમને અનુકૂળ અર્થ કાઢે છે. ભગવાન બધું કરી આપશે આપણે કશી મહેનત કરવાની જરૂર નથી. એવો આધાર શોધે છે. અજગર અને પંખીઓના દષ્ટાંતોથી ઉપરનો દોહો બહુ પ્રસિદ્ધ થયેલો છે.
સાધ મંડલી બેઠિકે, મૂઢ જાતિ બખાની હમ બડ હમ બડ કરિ મુએ, બૂડે બિન પાની.
સત્સંગ કરવા સંતોની મંડળીમાં જાય છે. ત્યાં પણ મૂઢ લોકો ઊંચનીચને ખ્યાલો લઈને જ બેઠા છે. હું મોટો હું મોટો કર્યા કરે છે.
સત્સંગમાં ભીંજાયા વિના કોરા-ધાકોર જ પાછા આવે છે. એ શાલીગ્રામ પાણીમાંથી મબલખ પાણીમાંથી પણ કોરાને કેરા જ બહાર આવે છે. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરનારાને શું કહેવું? પાણી વિના ડૂબી મરે એવા અભાગિયોઓને ડૂબતા અને મરતાને કેણ ઉગારે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org