________________
.
•
•
ગોપાળકાકાને જેવા મેં જોયા-જાણ્યા પરિવાર પ્રકાશનના કામકાજ અંગે શ્રી. ૫૦ છો૦ પટેલ સાથે અવારનવાર શ્રી ગોપાળકાકાને મળવા જવાનું થતું. આમ કામને કારણે શ્રી. ગોપાળકાકાને પરિચય ગાઢ બનતો ગયો અને મને શ્રી. ગોપાળકાકામાં જે કંઈ લેવા-જાણવા મળ્યું તે મેં “ગપાળકાકાને જેવા મેં જોયાજાણ્યા” તે શીર્ષક હેઠળ કાકાના જીવનકાર્યને રજૂ કરવા કોશિશ કરી છે. હવેથી આગળના લખાણમાં ગેપાળકાકાને બદલે ફક્ત કાકના નામનો ઉલ્લેખ કરીશ. દશ્ય - ૧ : કાકાને પિતાને અલાયદો રૂમ, પલંગમાં બગલાની પાંખ
જેવી સફેદ ચાદર પાથરેલી અને તેવી જ સફેદ ચાદર
ઓઢીને સૂતેલા કાકા. કાકા બે દાયકાથી વધારે સમયથી બિલકુલ શારીરિક રીતે અસહાય, પિતાની જાને કશું જ ન કરી શકાય. ન પડખું ફેરવાય કે લઘુ, ગુરુ શંકા જાતે કરી શકાય તેવી તેમની શરીરની ક્ષમતા પણ ન હતી. એવા કાકાને પહેલી નજરે પલાંગમાં સૂતેલા જોઈને કદિય જરાસરખી કલ્પના પણ ન આવે કે માની પણ ન શકાય કે કાકા આટલા બધા લાંબા વરસેથી પથારીવશ સ્થિતિમાં હોય અને ખરેખર શારીરિક રીતે ભલે કાકા પરવશ હશે પણ માં પર કોઈ લાચારી કે મજબૂરી જરા સરખી પણ નહિ. પિતાને કશી વેદના કે પીડા થાય છે તેને એક પણ શબ્દ કાકાએ કદિયે કોઈ દિવસ અમારી સમક્ષ કે બીજા કેઈની પણ સમક્ષ ઉચ્ચાર્યો નથી. તેમણે શારીરિક અશક્તિ, પરવશતા કે લાચારી અનુભવી નથી તેમ જ તેની સામે જરાયે ઝૂક્યા નથી કે હાર સ્વીકારી નથી. કાકાએ તો એ શારીરિક પરવશતાને ભારોભાર આત્મિક શક્તિમાં પરિવર્તિત કરી અને પરિણામે કાકાને હાથે ગુજરાતી સાહિત્યની અદ્ભુત સેવા થઈ શકી. જે સદાને માટે સાહિત્યને જગતમાં તેમના પ્રદાન માટે અમર રહેશે.
કાકાની આવી શારીરિક પરવશતા અને પંગુતા ને આમિક શકિતમાં રૂપાંતરણ કરવામાં તેમના પુત્ર ડૉ. વિહારી, તેમની પુત્રવધુ યોગિનીબહેન,
૨૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org