________________
એક ઝલક
કહેતા, 'અંગ્રેજ સરકારનું ભલું થજો કે તેણે મને જેલમાં મોકલ્યા, નહીં તા બાપુનું આ બધું સાહિત્ય હું કયારે વાંચત?' અને વાંચવાના એ લાભમાં બપારે તેઓ જરા પણ આરામ લેવા ન માગે, જમીપરવારીને પાછા ચેાપડી હાથમાં લઈને બેસી જાય. મગનભાઈ તરત જ તેમને ટોકે, ‘પરીક્ષિતલાલ, હવે જરા ખમી જા.' પણ પરીક્ષિતલાલ ખમે શાના? માંડ પાંચદશ મિનિટ થાય ત્યાં પાછા ઊઠી પડે અને પાછા વાંચવા લાગે. અને એ પાંચદશ મિનિટ દરમ્યાન પણ એક બે વાર માથું ઊંચકે કે, ઊઠતાં માડું તે! નથી થયું?
"
પણ મગનભાઈના વાત્સલ્યને ખરો અનુભવ તો અમને દરરોજ જમતી વખતે થતા. ત્યાંના બધા અટકાયતી કેદીઓ હતા એટલે ઇચ્છે તેમને જાતે પેાતાની રસેાઈ કરી લેવાની પણ તેમને છૂટ હતી. વળી, બહારથી ફળફળાદિ કે બીજી ખાવાની વસ્તુઓ મંગાવવાની પણ તેમને છૂટ હતી. અમે તે જેલને રસાડેથી આવતા ખેરાક જ લેતા પણ નાસિકમાં ફળો ખૂબ મળે અને સોંઘાં મળે એટલે દ્રાક્ષ, કેરી, કેળાં વગેરે ઋતુનાં ફળા અમે મંગાવતા હતા. રસાડેથી ભેાજન આવે એટલે અમે ત્રણે સાથે જમવા બેસીએ. મગનભાઈ જ અમને પીરસે અને આગ્રહ કરીને ખવડાવે. બહારથી મંગાવેલાં ફળા તેઓ જાતે જ ધાઈને સાફ કરે અને પછી અમને વહેંચી આપે. પેાતે તે એમાંથી સ્વલ્પ જ લે. બહારથી અવારનવાર કોઈ તેમના પર લાડુ, મગજ વગેરે ખાવાનું મેાકલે તેના ઘરાક પણ હું જ. પેાતે કે પરીક્ષિતલાલ એ ભાગ્યે જ ખાય એટલે તે મારે ભાગે જ આવે, અને તે પહોંચે ત્યાં સુધી દરરોજ સવારે મને તે ખાવાની યાદ આપે. એ વખતે જેલમાં નાસ્તા માટે સૌને સીંગદાણા તથા ગાળ આપવામાં આવતા. પેાતે તથા પરીક્ષિતલાલ તો બે વારના ભાજન સિવાય ખાય જ નહીં. પણ મારા નાસ્તા માટે મગનભાઈ એ દાણા સાફ કરીને સગડી પર ધીમે તાપે શેકે અને ગાળ નાખી તેની ચીકી બનાવે. આ નિષ્કામ કર્મ હમેશ પૂરા રસ અને કાળજીથી કરતા. અભિનંદન ગ્રંથ'માંથી ]
તે
ણિભાઈ ભગવાનજી દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org