________________
૧૨૮
એક ઝલક માફક શ્રી. મગનભાઈએ સલાહ-સૂચના આપી હતી. હવે તે આ મકાન પણ નાનું પડે છે; એટલે તેના ઉપર રૂ. ૨૫,૦૦૦ના ખર્ચે એક માળ કરવાનું પણ વિચારાય છે. આ નવા મકાનની બાજુમાં શ્રી. મગનભાઈ હાલ રહે છે.
શ્રી. ડાહીબહેન પિતાની દીકરીઓની માફક પ્રેમથી અમારી કાળજી રાખતાં હતાં. કંઈક નવીન ચીજ બનાવે તે તરત જ અમને બેલાવે અથવા અમારી ઓરડીમાં પહોંચાડે. સંસ્થામાં ઉત્સવ હોય અને અમને કંઈ મુશ્કેલી પડે કે સૂઝ ન પડે, તે શ્રી. ડાહીબહેન કહેશે, “ફિકર કરશો નહીં, હું સંભાળી લઈશ.” અમારા મહેમાન હોય, ત્યારે અમારા રસોડામાં કંઈ વધ્યું નહીં હોય એમ માનીને શ્રી. ડાહીબહેન મહેમાનને તેમને ઘેર લઈ જાય. બહેને માંદી પડી હોય તે શ્રી. ડાહીબહેને જાણ્યું, એટલે તરત આવીને દવા તથા જરૂરી ખાવાનું આપી જાય, હાથપગ દબાવે, પિતાં મૂકે અને જાતજાતના ઉપચાર કરે. અમારામાંથી નાપાસ થતી કેટલીક બહેને તેમની પાસે જઈ રડતી પણ ખરી. શહેરમાંથી ભણવા આવતી બહેન બપોરે તેમને ત્યાં હકથી નાસ્તો કરી આવતી અને કરે છે.
વિદ્યાલયમાં રજાઓ હોય તેથી છાત્રાલય બંધ હોય એમ બને; પણ ડાહીબહેનનું ઘર હમેશાં ખુલ્લું જ. એ બહાર જાય તેય તેમના ઘરમાં પ્રવેશવાની બધાને છૂટ; તેમનું જીવન ખાનગી છે જ નહીં. બપોરના બાર વાગ્યા હોય કે રાત હોય, પદવીદાન સમારંભ હોય કે સ્નાતક સંમેલન હોય – ગમે તે હોય – તેમનું ઘર હંમેશાં ખુદ૬.
શરૂઆતનાં વરમાં કન્યા છાત્રાલયમાં ગૃહમાતા નહોતા. નાનામોટા અનેક પ્રશ્નો ઊભા થાય. શ્રી. મગનભાઈને માથે કામનો બોજો ઘણો રહે. પણ મહત્વનાં કેટલાંય કામ છોડીને અમારી સાથે વિગતથી વાત કરે. વાતને સાર તરત પકડી લે અને નિર્ણય તથા સલાહ આપે. મહિલાશ્રમ-વર્ધાના સંચાલનમા અનુભવને લીધે બહેનોના પ્રશ્નોને ઉકેલ શોધવો તેમને માટે તદન સરળ થઈ ગયું છે. અમારા જીવનના ઘડતર માટે સ્વેચ્છાએ કેટલાક નિયમો અમને પળાવતા છતાંય તેને ભાર અમારા પર લાગવા દે નહીં. અમને પૂરેપૂરી છૂટ અને મેળાશ આપેલી, પણ કડક શિસતેય પળાવતા. ગમે તેવી ભૂલ થઈ હોય તે પણ સુધરવાનો કોલ આપીએ તે માફી બક્ષીને કંઈ જ બન્યું ન હોય તે રીતે વર્તે. પરંતુ જો છેતરવાનો પ્રયત્ન થતે, તે સંસ્થાના અને અમારા હિતમાં કડક પગલાં પણ લેતા. અને તેની યોગ્યતા અમારે ગળે પણ ઉતારતા અને અમારા વાલીઓને પણ પગલાંની જરૂરિયાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org