Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/004924/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનાગમ નવનીત ) | મીઠી મીઠી લાગે છે બty મહાવીરની દેશના કથા શાસ્ત્ર [આઠ આગમો] વીજી આવૃત્તિ , આગમ મનીષી ત્રિલોક મુનિજી Fon Paveliso al seu Wan.Clibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ જૈનાગમ નવનીત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના આઠ ભાગોનો પરિચય પુસ્તકમાં શું છે ? ક્રમાંક પુસ્તક નામ || (૧) | કથાશાસ્ત્ર (આઠ આગમો) (૨) | ઉપદેશ શાસ્ત્ર (ત્રણ આગમો) (૩) | આચાર શાસ્ત્ર (છ આગમો) ૧. આવશ્યક સૂત્ર સહિત ૨. દશવૈકાલિક સૂત્ર ૩. આચારાંગ સૂત્ર (બીજો શ્રુત સ્કંધ) ૪. ઠાણાંગ સૂત્ર ૫. સમવાયાંગ સૂત્ર ૬. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. ગૌચરીના વિધિ,નિયમ અને દોષ તથાવિવેક જ્ઞાન, તેત્રીસ બોલ, તપસ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, ૧. નિશીથ સૂત્ર ૨. દશાશ્રુત સ્કંધ સૂત્ર ૩. બૃહત્કલ્પ સૂત્ર (ચાર આગમો) | ૪. વ્યવહાર સૂત્ર. છેદ સૂત્ર પરિશિષ્ટ. ૧. ભગવતી સૂત્ર સંપૂર્ણ, અનેક કોષ્ટક, ગાંગેય અણગારના ભાંગાઓનું સ્પષ્ટીકરણ અને વિધિઓ. || (૪) | છેદ શાસ્ત્ર (૫) | તત્વશાસ્ત્ર–૧ (ભગવતી સૂત્ર) (૬) | તત્વશાસ્ત્ર–ર (૭) | તત્વ શાસ્ત્ર–૩ (પાંચ આગમો) (૮) | પરિશિષ્ટ ૧. જ્ઞાતા સૂત્ર ૨. ઉપાસક દશા સૂત્ર ૩. અંતગડ દશા સૂત્ર ૪. અનુત્તરોપપાતિક સૂત્ર ૫. વિપાક સૂત્ર ૬. રાજપ્રશ્રીય સૂત્ર ૭. ઉપાંગ(નિરયાવલિકા) સૂત્ર ૮. નંદી સૂત્રની કથાઓ. ૧. ઉત્તરાધ્યયન સૂત્ર ૨. આચારાંગ સૂત્ર(પ્રથમ શ્રુત સ્કંધ) ૩. સૂત્રકૃતાંગ સૂત્ર સંપૂર્ણ, ૧૨ વ્રત, ૧૪ નિયમ, મહાવ્રત સ્વરૂપ, સમિતિ ગુપ્તિ, સંજયા નિયંઠા, વંદન વ્યવહાર, પાસત્થાદિ, ઔપદેશિક સંગ્રહ. ચર્ચા—વિચારણાઓ, ઐતિહાસિક સંવાદ અને નિબંધ (અનુભવ અર્ક) આવશ્યક સૂત્ર ચિંતનો. ૧. જીવાભિગમ સૂત્ર ૨. પ્રજ્ઞાપના સૂત્ર, ગુણસ્થાન, કર્મગ્રંથ નંદી સૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર, ઔપપાતિક સૂત્ર, જંબૂટ્ટીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર, વૈજ્ઞાનિક વિચારણાઓ. વિશેષ :- નિરયાવલિકાદિ પાંચ શાસ્ત્રને એક ગણતાં અને સૂર્ય-ચન્દ્ર પ્રજ્ઞપ્તિ બંનેને એક ગણતાં પાંચ ઓછા થાય, તેમાં નંદી અને આચારાંગ સૂત્ર બે પુસ્તકોમાં છે; તેથી ત્રણ જ ઓછા થાય આ રીતે ૩૨–૩ = ૨૯ સંખ્યા મળી જાય છે. = Page #3 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : પ્રકાશન પરિચય 'જૈનાગમ નવનીત - ૧ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના કથા શાસ્ત્ર(આઠ આગમ) .. . થઈ કે (૧) જ્ઞાતાધર્મકથા સૂત્ર (ર) ઉપાસકદશા સૂત્ર (૩) અંતગડદશા સૂત્ર (૪) અનુત્તરોપપાતિક સૂત્ર (૫) વિપાક સૂત્ર (૬) રાજપ્રસ્તીય સૂત્ર (6) ઉપાંગ સૂત્ર (નિરયાવલિકા વર્ગ પચક) . (૮) નંદી સૂત્રની કથાઓ આગમ મનીષી ત્રિલોકમુનિજી મ. સા. આગમ મની ) (અનુવાદક) મુનિ શ્રી પ્રકાશચંદ્રજી મ.સા. Page #4 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત-૧ કરી પ્રધાન સંપાદક : 'આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી પ્રકાશક: જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ, સુરેન્દ્રનગર સહસંપાદક | (૧) પૂ. ગુલાબબાઈ મહાસતીજીના સુશિષ્યા-કુંદનબાઈ મ.સ. (૨) પૂ. પ્રાણકુંવરબાઈ મહાસતીજીના સુશિષ્યા-શૈલાબાઈ મ.સ. | (૩) શ્રી મુકુંદભાઈ ઈ. પારેખ, ગોંડલ (૪) શ્રી મણીભાઈ શાહ (૫) જયવંતભાઈ શાહ, સૂરત (૬) શ્રી ભાનુબેન, રાજકોટ ડ્રાફટ/ M.O. : લલિતચંદ્રમણીલાલ શેઠ– સુરેન્દ્રનગર. નેહલ હસમુખ મહેતા – રાજકોટ. ? કે પ્રાપ્તિસ્થાન પત્રસંપર્ક - લલિતચંદ્ર મણીલાલ શેઠ | નેહલ હસમુખ મહેતા શંખેશ્વરનગર, રતનપર, | માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ પોસ્ટઃ જોરાવરનગર – ૩૬૩૦૨૦| આરાધના ભવન, ચંદ્રપ્રભુ એપા, જિલ્લો : સુરેન્દ્રનગર(ગુજરાત) | |૧૦ વૈશાલીનગર, રાજકોટ. - ૭ પ્રથમ આવૃતિ : ૧૫૦૦ બીજી આવૃતિ : ૫૦૦ સંપૂર્ણ સેટ (આઠ પુસ્તકોમાં) ૩ર આગમ સારાંશ – રૂ. ૪૦૦/ అంతకుముందు જ ટાઈપસેટીંગ ફેરકલર ટાઈટલઃ મીડીયા, (હરેશ)રાજકોટ. ફોનઃ રર૩૪૫૮૫ સહાયક સિદ્ધાર્થ ગ્રાફિક્સ(નેહલ મહેતા), રાજકોટ. ફોન: ૨૪૫૧૩૬o મુદ્રકઃ કિતાબઘર પ્રિન્ટરી – રાજકોટ. ફોનઃ ૨૪૪૦૮૯ બાઈડર: જય બાઈન્ડીંગ એન્ડ ફોલ્ડીંગ વર્કસ- રાજકોટ. Page #5 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : વિષય-સૂચિ કથા શારા વિષય-સૂચિ ક્રમ વિષય ૧. જ્ઞાતાધર્મકથા સૂત્ર ઉપાસકદશા સૂત્ર ૩. અંતગડદશા સૂત્ર અનુત્તરોપપાતિક સૂત્ર ૫. વિપાક સૂત્ર ૬. રાજપ્રસ્ત્રીય સૂત્ર ૭. ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ) ૮. નંદી સૂત્રની કથાઓ પાના નં. ૦ થી ૨૮ પ૯ થી ૦૭ ૦૮ થી ૧ર૯ ૧૩૦ થી ૧૩૪ ૧૩પ થી ૧૫૩ ૧૫૪ થી ૧૦૦ ૧૭૮ થી ૧૯૧ ૧૦ થી રપ૪ આગમ મનીષી શ્રી તિલોકમુનિજી મ. સા. દીક્ષાના આડત્રીસ ચાતુર્માસઃ- (૧) પાલી (૨) ઇન્દોર (૩) પાલી (૪) ગઢસિવાના (૫) જયપુર (૬) પાલી (૭) ખીચન (૮) મંદસૌર (૯) નાથદ્વારા (૧૦) જોધપુર (૧૧) બાલોતરા (૧૨) રાયપુર (એમ.પી.) (૧૩) આગર છે , (૧૪) જોધપુર (૧૫) મહામંદિર (૧૬) જોધપુર (૧૭) બાવર (૧૮) બાલોતરા ( (૧૯) જોધપુર (૨૦) અમદાવાદ (ર૧) આબુ પર્વત (રર) સિરોહી (૨૩) આબુ પર્વત (૨૪) મસૂદા (રપ) ખેડબ્રહ્મા (૨૬) આબુ પર્વત (૨૭) મદનગંજ (૨૮) માણસા (ર૯) પ્રાગપર(કચ્છ) (૩૦) સુરેન્દ્રનગર (૩૧-૩૫) રોયલ પાર્ક, રાજકોટ. (૩-૩૮) આરાધના ભવન, વૈશાલીનગર, રાજકોટ. કુલઃ ચાર મધ્યપ્રદેશમાં, તેર ગુજરાતમાં, એકવીસ રાજસ્થાનમાં વર્તમાનમાં: આરાધના ભવન, વૈશાલીનગર.ઓગસ્ટ - ૨00૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ S મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ 卐 સારાશ સાહિત્ય વિશે ગોંડલ ગચ્છ શિરોમણી 卐 ૫. પૂ. શ્રી જયંતમુનિજી મ.સા.નું મંતવ્ય 15 મહામનીષી ત્રિલોકઋષિજીદ્વારા “સારાંશ સાહિત્ય” પ્રકાશિત થઈ રહ્યું | મેં છે. જેમાં ક્રમશઃ બત્રીસ આગમોનું સંપાદન થયું છે. આ સાહિત્ય આગમોનો સારભૂત છે, એટલું જ નહીં પરંતુ કેટલાક ક્રાંતિબીજોનું વાવેતર પણ એમાં છે. મુનિશ્રીની વિચારધારા સોળઆના જૈનાગમને અનુકૂળ હોવા છતાં રૂઢિ વાદની ‘‘શલ્ય ચિકિત્સા’’ કરનારી છે, તે નિર્વિવાદ સત્ય છે. ' 5 I મુનિશ્રીનું ચિંતન અને મનન નિર્ભેળ, સ્પષ્ટ અને સંયમિત ભાષામાં સત્યનું નિરૂપણ કરે છે. તેમને કોઈ પ્રકારનો સંપ્રદાય મોહ કે બીજા કોઈ અવરોધ માન્ય નથી. તેઓ સૌનું પોતપોતાના સ્થાને સન્માન જાળવીને પણ; પરંપરામાં જે વૈપર્ય આવ્યું છે, તેના પર “કરારો” પ્રહાર કરે છે અને ભગવાન મહાવીર સ્વામીના એક અપ્રતિબદ્ધ સંત તરીકે મહાવીર દર્શનનું સાંગોપાંગ તેમજ આગમને આધારે ઉદ્ઘાટન કરે છે; જે વાંચતાં આનંદ ઉપજાવે છે. ' જોકે સંપ્રદાયથી બંધાયેલા અને પારંપરિક વિચારધારામાં જકડાયેલા I વ્યકિત કે વ્યક્તિસમૂહને કદાચ ન ગમે, વિરોધાત્મક પણ લાગે અને મહાવીર દર્શનથી આ સાહિત્ય નિરાળું છે, વિરોધી છે, તેવું કહેવા માટે તે લોકો લલચાય પણ ખરા ! જે રીતે સૂર્યોદય થતા સહજ અંધારૂ નાશ પામે છે, તે રીતે સાચી મેં સમ્યગ્ધારા પ્રકાશિત થતા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થવાનો જ છે. અત્યારે । જૈન જગતને ફરીથી જાગવાની તક મળી છે. 1 આ સાહિત્ય દ્વારા રૂઢિવાદથી મુક્ત થવાના નામે નવા વર્ગને સ્વચ્છંદી બનાવવાનો ઉદ્દેશ ઝલકતો નથી પરંતુ આગમ મનીષી મુનિશ્રીનું સારાંશ સાહિત્ય ભગવાન મહાવીર સ્વામીના ત્રૈકાલિક હિતદર્શનની સાથે જોડીને ં રૂઢિવાદની સીમાઓથી પર થઈ વ્યાપક દર્શન કરાવે છે. | મંગલકામના :-- મહા મનીષી ત્રિલોકઋષિજી ! આપનો આ પ્રયાસ સફળ થાય - તેમ અમો ઈચ્છીએ છીએ. કારણ કે આપના ચિંતનની દરેક પંક્તિમાં ક્રાંતિના બીજો | સંચિત રહેલા છે. આગમોની સત્યતાપૂર્ણ ૠજુભરી ભાવનાઓ પર અને આગમ નિર્મળ પ્રરૂપણા ઉપર વિધિવાદનો જે જંગ લાગી રહેલ છે અને દુરાગ્રહના વાદળો છવાઈ ગયા છે તેનું નિવારણ કરવા માટે આપનું આ સાહિત્યિક ભગીરથ પુરુષાર્થ । આગમના મૌલિક બીજોને(ગૂઢ તત્ત્વોને) અવશ્ય નવપલ્લવિત કરશે. Page #7 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર જ્ઞાતા ધર્મકથા સૂત્ર સૂત્ર પરિચય :– જ્ઞાતા ધર્મકથા સૂત્ર ગણધરકૃત છઠ્ઠું અંગસૂત્ર છે. તેના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં કેટલીક કથાઓ ઐતિહાસિક છે તો કેટલીક કથાઓ કલ્પિત છે. આ બધીજ કથાઓનો ઉદ્દેશ વિવિધ પ્રતિબોધ, પ્રેરણા અથવા શિક્ષા દેવાનો છે. જેથી મુમુક્ષુ સાધક સરળતાથી આત્મ ઉત્થાન કરી શકે. આ કથાઓમાં શ્રદ્ધાનું મહત્વ, આહાર કરવાનો ઉદ્દેશ, અનાસક્તિ, ઇન્દ્રિય વિજય, વિવેકબુદ્ધિ, ગુણવૃદ્ધિ, પુદ્ગલ સ્વભાવ, કર્મ વિપાક, ક્રમિક વિકાસ કામભોગોનું દુષ્પરિણામ, સહનશીલતાના માધ્યમથી સંયમની આરાધના-વિરાધના અને દુર્ગતિ-સતિ આદિ વિષયો ઉપર સરળ ભાષામાં પ્રકાશ પાડ્યો છે. આ કથાઓ વાદ-વિવાદ કે મનોરંજન માટે નથી પણ જીવન ઉત્થાનને માટે ચિંતન-મનન કરવા યોગ્ય છે. દ્વિતીય શ્રુતસ્કંધમાં સંયમ સાધના કરીને દેવલોકમાં જનારી ૨૦૬ સ્ત્રીઓનું વૃત્તાંત છે. તેઓ બધી સ્ત્રી પર્યાયમાં સંયમ સ્વીકાર કરી દેવીના રૂપમાં ઉત્પન્ન થઈ છે. દેવ ભવ પછી મનુષ્ય ભવ પ્રાપ્ત કરી સંયમની શુદ્ધ આરાધના કરી મુક્તિ મેળવશે. આ પ્રમાણે આ છઠ્ઠું અંગસૂત્ર કથાપ્રધાન છે. સામાન્ય જન માટે રોચક આગમ છે. જીવન નિર્માણ માટે અનેક પ્રેરણાઓનો ભંડાર છે. વધુ વિશેષતા એ છે કે અહીં કહેવામાં આવેલી બધી જ પ્રેરણાઓ સાધુ-સાધ્વી તથા શ્રમણોપાસક બન્ને વર્ગને ઉપયોગી છે. પ્રથમ શ્રુતસ્કંધના ૧૯ અધ્યયન છે. દ્વિતીય શ્રુતસ્કંધના દશ વર્ગ છે અને તેના કુલ ૨૦૬ અઘ્યયન છે. સંપૂર્ણ સૂત્ર ૫૫૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. આ સૂત્રમાં શિક્ષાપ્રદ દષ્ટાંત તથા ધર્મકથાઓ હોવાથી તેનું નામ જ્ઞાતાધર્મકથા સૂત્ર રાખવામાં આવ્યું છે. સંક્ષિપ્તમાં તેને જ્ઞાતાસૂત્ર પણ કહેવામાં આવે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧ પ્રથમ મૃતક અધ્યયન – ૧: મેઘકુમાર | પચ્ચીસસો વર્ષ પૂર્વે રાજગૃહી નામના નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને ચેલણા, ધારિણી આદિ અનેક રાણીઓ હતી. ઔપપાતિક સૂત્ર આદિમાં શ્રેણિકની કુલ પચીસ રાણીઓનું વર્ણન આવે છે. એકદા ધારિણી રાણીને સ્વપ્ન આવ્યું, જેમાં તેણીએ જોયું કે એક સુંદર હાથી આકાશમાંથી ઉતરીને તેના મુખમાં પ્રવેશ કર્યો. જેના ફલસ્વરૂપે એક પુણ્યાત્મા ગર્ભમાં આવ્યો. ગર્ભકાળના ત્રીજે મહીને રાણીને દોહદ ઉત્પન્ન થયો. જેથી તેણીને તીવ્ર ઇચ્છા થઈ કે વરસતા વરસાદમાં, હરિયાળી યુક્ત પ્રાકૃતિક દશ્યમાં રાજા શ્રેણિકની સાથે નગર અને ઉપવનમાં ઐશ્વર્યનો આનંદ ભોગવતી વિચરણ કરું. પ્રકૃતિની ભવ્યતા કોઈપણ માનવીના હાથમાં નથી હોતી. અસમયમાં ઉત્પન્ન થયેલો દોહદ પૂર્ણ ન થવાથી રાણી ચિંતિત રહેવા લાગી અને ઉદાસીન થઈ ગઈ. અંતે બુદ્ધિનિધાન અભયકુમારે અઠ્ઠમ તપ કરી મિત્રદેવનું સ્મરણ કર્યું અને તેના સહયોગથી મનોકામના પૂર્ણ થઈ. યથાસમયે ધારિણીએ પુત્ર પ્રસવ્યો. જેનું નામ મેઘકુમાર રાખવામાં આવ્યું. આઠ વર્ષ વીત્યા પછી તેને કલાચાર્ય પાસે અભ્યાસ કરવા મોકલ્યો. ત્યાં પુરુષની ૭ર કળાઓનું જ્ઞાન મેળવીને તેમાં નિષ્ણાંત થયો. તે યુવાન થતાં આઠ રાજકન્યાઓ સાથે તેના લગ્ન થયા. આ પ્રમાણે પ્રાપ્ત ઋદ્ધિનો ઉપભોગ કરતા મેઘકુમાર વિચરવા લાગ્યો. મેઘકુમારની દીક્ષા – ભગવાન મહાવીર સ્વામી રાજગૃહીમાં પધાર્યા. ધર્મસભા એકઠી થઈ. મેઘકુમાર પણ ઉપસ્થિત થયા. વૈરાગ્ય ભરપૂર ઉપદેશ સાંભળી મેઘકુમાર સંસારના ભોગોથી વિરક્ત થયા. માતા-પિતા પાસે અનુમતિ માંગી, માતા-પિતાએ તેને ખૂબ સમજાવ્યો છતાં તે વૈરાગ્યમાં દઢ રહયો. અંતે અનિચ્છાએ આજ્ઞા આપી. મેઘકુમારે સંપૂર્ણ રાજવૈભવ તથા પરિવારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી. પ્રથમ રાત્રે જ તેને શ્રમણોના ગમનાગમન આદિથી ક્ષણમાત્ર પણ ઉંઘ ન આવી, જેથી તેનું મન સંયમથી ચલ-વિચલ થયું. અંતે સંયમ ત્યાગનો નિર્ણય મનોમન કરી લીધો. પ્રાતઃકાલે ભગવાન સમીપે ગયા. વંદન નમસ્કાર કરી ઉભા રહ્યા, ત્યાં જ પ્રભુએ તેના સંપૂર્ણ મનોગત સંકલ્પને જાહેર કરી કહ્યું કે તમે તે જ આશયથી Jain Education Internation Page #9 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર મારી પાસે આવ્યા છો ? મેઘમુનિએ ભગવાનના વચનોનો સ્વીકાર કર્યો. ભગવાને પ્રતિબોધ આપતાં તેના પૂર્વભવ કહ્યો. C પૂર્વભવઃ– હે મેઘ ! તું પૂર્વના ત્રીજા ભવમાં સુમેરૂપ્રભ નામનો હાથી હતો. એક હજાર હાથી-હાથણીઓનો નાયક હતો. નિર્ભય થઈ ક્રીડા કરી રહ્યો હતો. તારી વૃદ્ધાવસ્થામાં જેઠ મહિનામાં જંગલમાં ભયંકર દાવાનળ પ્રગટયો. જંગલના અનેક પ્રાણીઓ ત્રાસી ભાગવા લાગ્યા. તે સમયે હે મેઘ ! તું ભૂખ તરસથી આકુળવ્યાકુળ થઈ સરોવર તટે પહોંચ્યો, પાણી પીવાની આશાએ સરોવરમાં ઉતર્યો પણ તેમાં બહુ કીચડ હોવાથી ફસાઈ ગયો. જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો ગયો તેમ તેમ વધુને વધુ ખૂંચતો ગયો. તે વખતે કોઈ યુવાન હાથી ત્યાં આવ્યો જેને તેં તારા ઝૂંડમાંથી હરાવીને કાઢી મૂક્યો હતો. તને જોતાંજ તે ક્રોધથી ભભૂકી ઉઠ્યો. તેણે દાંતથી ભયંકર પ્રહાર કરી તને લોહીલુહાણ બનાવી તારો બદલો લીધો. તે સમયે તને અસહ્ય વેદના થઈ. હે મેઘ ! આવી અસહ્ય, પ્રચંડ વેદનામાં તેં સાત દિવસ-રાત્રિ પસાર કરી, મૃત્યુ પામી મેરૂપ્રભ નામનો હાથી બન્યો. કાળાંતરે તે મેરૂપ્રભ હાથી પણ યૂથપતિ બન્યો. એક વખત ગરમીના દિવસોમાં જંગલમાં દાવાનળ લાગ્યો. બધા પ્રાણી જયાંત્યાં ભાગવા લાગ્યા. મેરૂપ્રભ તેદાવાનળનેજોઈવિચારમાં પડી ગયો. જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવનું સ્મરણ થયું. વારંવાર થતી આ આપત્તિથી બચવા તેણે ઉપાય શોધી કાઢ્યો. દાવાનળ શાંત થયો. વનમાં બધાજ પશુઓની સહાયતાથી એક મોટું મેદાન સાફ કર્યું કે જેમાં કિંચિત માત્ર ઘાસ ન હોય. જેથી જંગલના તમામ પશુઓ થોડો સમય ત્યાં રહી દાવાનળથી સુરક્ષા પ્રાપ્ત કરી શકે. એક વખત જેઠ મહિનામાં ફરીને જંગલમાં આગ લાગી. સાફ કરેલું આખું મેદાન પ્રાણીઓથી ભરચક ભરાઈ ગયું. હે મેઘ ! તું પણ મેરૂપ્રભ હાથીના રૂપમાં ત્યાં ઉભો હતો. અચાનક ચળ(ખંજવાળ) આવવાથી તે પગ ઊંચો કર્યો. સંયોગોવસાત્ સસલું તારા પગની નીચેની ખાલી થયેલી જગ્યામાં બેસી ગયું. સસલાને જોઈને હે મેઘ ! અનુકંપાના શ્રેષ્ઠ પરિણામોથી તેં તારો પગ ઊંચેજ રાખ્યો. અનુકંપાના શ્રેષ્ઠ પરિણામોથી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી સંસાર પરિત્ત કર્યો. અઢી દિવસ બાદ અગ્નિ શાંત થયો. બધા પશુઓ ચાલ્યા ગયા. સસલું પણ ગયું. ત્યારે હે મેઘ ! તેં પગ નીચે મૂકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જકડાઈ જવાના કારણે પગ ધરતી ઉપર ન મૂકાણો. વધુ પ્રયત્ન કરવા જતાં તું પડી ગયો. તે વખતે તારી ઉંમર ૧૦૦ વર્ષની હતી. વૃદ્ધાવસ્થાથી જર્જરિત દેહમાં ત્રણ દિવસ પ્રચંડ વેદના રહી. અસહ્ય વેદનાજન્ય આર્તધ્યાનને કારણે કવચિત સમ્યક્ત્વ ચાલ્યું જવાથી મેરૂપ્રભ હાથીએ મનુષ્યના આયુષ્યનો બંધ કર્યો. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તેં શ્રેણિક રાજાના ઘરે જન્મ લીધો છે. ત્યાર પછી હે મેઘ ! તેં મારી પાસે દીક્ષા લીધી. www.janelibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ પ્રભુનું ઉદ્બોધન :– હે મેઘ! પશુની યોનિમાં પરવશપણે વૃદ્ધાવસ્થામાં ભૂખ તરસથી વ્યાકુળ બની બીજા યુવાન હાથીથી કરાયેલા પ્રહારોની વેદનાને સાત દિવસ સુધી સહન કરી અને ત્યારબાદ મેરૂપ્રભ હાથીના ભવમાં પ્રાણીની રક્ષા માટે અઢી દિવસ નિરંતર એક પગ ઊંચો રાખી ઉભો રહ્યો. ઘોરાતિઘોર વેદના એક જીવની રક્ષા માટે પશુયોનિમાં સહન કરી, તો હે મેઘ! હવે તું મનુષ્ય શરીર હોવા છતાં પણ નિગ્રન્થ મુનિઓના આવાગમન અને સ્પર્શાદિનું કષ્ટ એક દિવસ પણ સહન ન કરી શકયો અને સંકલ્પ વિકલ્પોમાં રાત પસાર કરી, સંયમ ત્યાગવાનો વિચાર કરી મારી પાસે ઉપસ્થિત થયો છે; હે મેઘ ! વિચાર કર, વિચાર કર અને સંયમમાં સ્થિર થા. ૧૦ ભગવાન પાસેથી હૃદયદ્રાવક પૂર્વભવનું શ્રવણ કરી મેઘમુનિને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ જોયો. હૃદય પલટો થયો. તેનો વૈરાગ્ય, ઉત્સાહ અનેકગણો વધી ગયો. વંદના કરી, ભૂલની ક્ષમા માગી અને પુનઃ સંયમમાં સ્થિર થઈ ગયો. મેઘમુનિની પુનઃ દીક્ષા :– પોતાની દુર્બળતાનો પશ્ચાત્તાપ કરતાં પ્રાયશ્ચિત્તના રૂપમાં મેઘકુમારે પુનઃ દીક્ષા ગ્રહણ કરતાં સંકલ્પ કર્યો કે મારી બે આંખની રક્ષા સિવાય સંપૂર્ણ શરીર મુનિઓની સેવામાં સમર્પિત રહેશે. સંયમ જીવનમાં મેઘમુનિએ અનેક પ્રકારના તપનું આચરણ કર્યું. ભિક્ષુ પડિયા તથા ગુણરત્ન સંવત્સર તપ કર્યું. અગિયાર અંગનું જ્ઞાન કંઠસ્થ કર્યું. અંતે સંલેખના સંથારો કરી સમાધિ ભાવે કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સંપૂર્ણ કર્મનો ક્ષય કરશે. આ અધ્યયનના મૂળ પાઠમાં રાજાની વ્યાયામ વિધિ, સ્નાનવિધિ, સ્વપ્ન પાઠક, દોહદ, મેઘમય પ્રાકૃતિક દશ્ય, ૭૨ કળા, વિવાહ મહોત્સવ, દીક્ષાની આજ્ઞા પ્રાપ્તિ, દીક્ષા મહોત્સવ, ભગવાનના સમવસરણમાં પધારવાનું વર્ણન, પૂર્વભવની ઘટના આદિનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે. અહીં સારાંશના લક્ષ્ય સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. અનુત્તરોપપાતિક અંગ સૂત્રમાં પણ મેઘકુમારનું તપોમય જીવન અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાનું વર્ણન છે. શિક્ષા-પ્રેરણા : (૧) જીવે અનેક ભવોમાં વિવિધ વેદનાઓ સહન કરી છે. તેથી ધર્મસાધના કરતાં કષ્ટો આવે તો ગભરાવું નહિ. (૨) પશુ અને મનુષ્યને પૂર્વભવનું સ્મરણ થઈ શકે છે. (૩) પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતની શ્રદ્ધા રાખવી જોઈએ. (૪) દુઃખદ પરિસ્થિતિમાં પણ વિવેકપૂર્ણ આવશ્યક કર્તવ્યથી વ્યુત થવું ન જોઈએ. મનુષ્યભવ પામીને Page #11 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: જ્ઞાતા ધર્મકથા સૂત્ર ૧૧ દા.ત. મેઘકુમાર. (સંયમમાં અસ્થિર થવા છતાં પ્રથમ ભગવાનની પાસે નિવેદન કરવા જવું) (૫) કોઈને પણ માર્ગશ્રુત થયેલો જાણી કુશળતાપૂર્વક તેને માર્ગમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ નિંદા, અવહેલના, તિરસ્કારાદિનિંદનીય પ્રવૃત્તિઓનું આચરણ કયારેય ન કરવું. (૬) પોતાની ભૂલોનો પશ્ચાત્તાપ કરી તેને સુધારી લેવી જોઈએ; પણ છુપાવવાનો પ્રયત્ન કયારેય ન કરવો. (૭) અનુકંપા અને દયાભાવ આત્મોન્નતિનો ઉત્તમ ગુણ છે. તેને સમકિતનું ચોથું લક્ષણ કહેવામાં આવ્યું છે. પ્રસિદ્ધ આધ્યાત્મિક કવિ તુલસીદાસજીના શબ્દોમાં દયા ધર્મકા મૂલ હૈ. ઉક્ત કથાનકમાં હાથી જેવા પશુએ પણ દયાભાવથી સંસાર પરિત્ત કરી મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી લીધી. હૃદયની સાચી અનુકંપા અને દઢ સંકલ્પનું આ પરિણામ છે. (૮) આત્મા અનંત શાશ્વત તત્ત્વ છે : રાગ-દ્વેષ આદિ વિકારોથી ગ્રસ્ત હોવાના કારણે વિભિન્ન અવસ્થામાં જન્મ-મરણ કરે છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાનું નામ જ સંસાર છે. કયારેક આત્મા અધોગતિના પાતાળે તો કયારેક ઉચ્ચગતિના શિખરે પહોંચી જાય છે. તેનું મૂળ કારણ આત્મા જ છે. સંયોગ મળતાં આત્મા જ્યારે પોતાના સ્વરૂપને સમજી લે છે, ત્યારે અનુકૂળ પુરુષાર્થ કરી, વિશુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શાશ્વત સુખનો સ્વામી બની જાય છે. મેઘકુમારના જીવનમાં પણ આ ઘટના થઈ. હાથીથી માનવ, પછી મુનિ, તત્પશ્ચાતુ દેવ બની અને ક્રમશઃ પરમાત્મપદને પ્રાપ્ત કરશે. (૯) “સંયમથી મેઘમુનિનું ચિત્ત ઉઠી ગયું.” આ અધ્યયનનો મુખ્ય વિષય છે. ભગવાન દ્વારા પૂર્વભવ સાંભળી સંયમમાં સ્થિર થવાના પ્રેરક વિષયનું મૂળ નિમિત્ત પણ આ જ છે. તેથી અધ્યયનનું નામ મેઘકુમાર ન રાખતાં'વત્તાય રાખવામાં આવ્યું છે. અધ્યયન : ૨ ધન્યશેઠ અને વિજય ચોરઃ - રાજગૃહી નગરીમાં ધન્ય સાર્થવાહ રહેતા હતા. તેની પત્નીનું નામ ભદ્રા હતું. ધન્ય સમૃદ્ધિશાળી, પ્રતિષ્ઠા સંપન્ન હતો પણ નિઃસંતાન હતો. તેની પત્નીએ અનેક દેવતાઓની માનતા કરી, પરિણામે પુત્રની પ્રાપ્તિ થઈ. દૈવી કૃપાનું ફળ સમજી તેનું નામ દેવદત્ત' રાખવામાં આવ્યું. a દેવદત્તની સંભાળ રાખવા માટે પંથક નામનો દાસ રાખવામાં આવ્યો. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧ દેવદત્ત કંઈક મોટો થયો. એક દિવસ ભદ્રાએ તેને નવડાવી, અનેક પ્રકારના આભૂષણોથી શૃંગારિત કરી, પંથક સાથે રમવા મોકલ્યો. પંથક દેવદત્તને એક સ્થાને બેસાડી પોતે અન્ય બાળકોની સાથે રમવા લાગ્યો. તે દરમ્યાન તે જ નગરનો કુખ્યાત નિર્દય અને નૃશંસ વિજય ચોર ત્યાં આવ્યો અને આભૂષણ સજિજત દેવદત્તને ઉપાડી ગયો અને નગરની બહાર લઈ જઈ તેના આભૂષણો ઉતારી લીધા અને દેવદત્તને નિપ્રાણ બનાવી અંધારીયા કૂવામાં ફેંકી દીધો. રમતાં રમતાં અચાનક પંથકને દેવદત્ત યાદ આવ્યો. તેને સ્થાન ઉપર ન જોતાં ધ્રાસ્કો પડયો. ચારે બાજુ તપાસ કરી પણ દેવદત્ત કયાંય ન મળ્યો. અંતે રડતો રડતો તે ઘરે ગયો. ધન્ય સાર્થવાહે પણ સઘન તપાસ કરી પણ બાળકનો પત્તો ન લાગતાં નગર રક્ષકની સહાય માગી. ખૂબ ઉંડી તપાસને અંતે નગર રક્ષકોએ અંધારા કૂવામાંથી બાળકના શબને શોધી કાઢયું. શબને જોઈ બધાના મુખમાંથી અચાનક “હાય હાય” શબ્દ નીકળી પડ્યા. આ દુષ્કૃત્યનું પગેરું દબાવતાં નગર રક્ષકોએ સઘન જાડીઓની વચ્ચે છુપાયેલા વિજયચોરને પકડી લીધો, ખૂબ માર મારી, નગરમાં ફેરવી જેલમાં કેદ કર્યો. કેટલાક સમય પછી કોઈએ રાજા પાસે ચાડી-ચુગલી ખાધી; અને સામાન્ય ગુન્હાની સજા રૂપે ધન્યસાર્થવાહને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. વિજય ચોર અને ધન્ય સાર્થવાહ બન્નેને એક જ બેડીમાં ગોઠવવામાં આવ્યા. સાર્થવાહ પત્ની ભદ્રા ધન્ય સાર્થવાહ માટે વિવિધ ભોજન-પાણી જેલમાં મોકલતી. સાર્થવાહ જયારે જમવા બેઠો ત્યારે વિજયે તેમાંથી થોડો આહાર માંગ્યો પણ પુત્ર ઘાતકને આહાર કેમ આપી શકાય? તેથી તેને દેવાનો ઇન્કાર કર્યો. ધન્યને મળ-મૂત્ર વિસર્જન કરવાની બાધા ઉત્પન્ન થઈ. વિજય ચોર અને ધન્ય સાર્થવાહ એક જ બેડીમાં જકડાયેલા હતા. મળ-મૂત્ર વિસર્જન માટે બંનેને સાથે જવું અનિવાર્ય હતું. ધન્ય વિજયને સાથે આવવાનું કહ્યું તો તે આવેશમાં આવી ગયો. તે બોલ્યો- તમે ભોજન કર્યું છે માટે તમે જ જાઓ. હું ભૂખ્યો તરસ્યો છે, મને બાધા-પીડા ઉત્પન્ન થઈ નથી, માટે તમે જ જાઓ. ધન્ય લાચાર બની ગયો. અંતે અનિચ્છાએ પણ વિજય ચોરને ભોજનમાંથી ભાગ આપવાનું વચન આપ્યું. તે સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. બીજે દિવસે પંથક આહાર લઈ જેલમાં આવ્યો. ભોજનમાંથી થોડો ભાગ વિજયને આપતાં જોઈને પંથક દુઃખી થઈ ગયો. ઘેરે આવી ભદ્રા સાર્થવાહીને હકીકત કહી. સાંભળીને ભદ્રાના ક્રોધનો પાર ન રહ્યો. પુત્ર ઘાતક પાપી ચોરને ભોજન દઈ તેનું પાલન પોષણ કરવું તે તેનાથી સહન ન થયું. માતાનું હૃદય ઘોર વેદનાથી વ્યાપ્ત થઈ ગયું. દરરોજ આ ક્રમ ચાલવા લાગ્યો. કેટલોક સમય વીત્યા બાદ ધન્ય સાર્થવાહને કારાગૃહથી મુક્તિ મળી. Www.jainelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે બધાએ તેનું સ્વાગત કર્યું પરંતુ ભદ્રા પીઠ ફેરવી ઉદાસ થઈ બેઠી રહી. સાર્થવાહ બોલ્યા— ભદ્રે ! શું હું જેલમાંથી મુક્ત થયો તે તમને ન ગમ્યું ? શા માટે વિમુખ બની અપ્રસન્નતા પ્રગટ કરો છો ? ૧૩ ઉદેશથી અજાણ ભદ્રાએ કહ્યું– મારા લાડકા પુત્રના હત્યારા વિજય ચોરને અહીંથી મોકલાતાં આહાર-પાણીમાંથી તમે થોડો ભાગ આપતા હતા, તે જાણી મને પ્રસન્નતા, આનંદ કે સંતોષ કયાંથી થાય ? ધન્ય સાર્થવાહને ભદ્રાના કોપનું કારણ મળી ગયું. બધીજ પરિસ્થિતિ સમજાવતાં તેનું સ્પષ્ટીકરણ કર્યું– હે દેવાનુપ્રિય ! મેં તેને ભાગ આપ્યો છે પણ તે ધર્મ, કર્તવ્ય કે પ્રત્યુપકાર સમજીને નહીં પણ ફક્ત મળ મૂત્રની બાધા નિવૃત્તિમાં સહાયક બનવાના ઉદ્દેશથી જ આપ્યો હતો. આ સ્પષ્ટતા સાંભળી ભદ્રાને સંતોષ થયો. તે પ્રસન્ન થઈ. વિજય ચોર પોતાના ઘોર પાપોનું ફળ ભોગવવા નરકનો અતિથિ બન્યો. ધન્ય સાર્થવાહ કેટલાક સમય પછી ધર્મઘોષ સ્થવિર પાસે દીક્ષા અંગીકાર કરી, સ્વર્ગવાસી થયા. સારાંશ એ છે કે જેવી રીતે ધન્ય સાર્થવાહે મમતા કે પ્રીતિને કારણે વિજય ચોરને આહાર નહોતો આપ્યો પણ શારીરિક બાધાની નિવૃત્તિના કારણે આહારનો વિભાગ કર્યો, તેવી રીતે નિર્પ્રન્થમુનિ શરીર પ્રત્યેની આસક્તિના કારણે નહીં પણ માત્ર શરીરની સહાયતાથી સમ્યક્ જ્ઞાન દર્શન ચારિત્રની વૃદ્ધિ અને તેની રક્ષા માટે તેઓ આહાર આદિથી શરીરનું સંરક્ષણ કરે. શિક્ષા-પ્રેરણાઃ (૧) સાધનાના ક્ષેત્રમાં પ્રબળ બાધક નીવડનાર આસક્તિ છે. આસક્તિ મનોભાવ છે, તે આત્માને પરપદાર્થ તરફ આકર્ષિત કરે છે; આત્માથી વિમુખ કરે છે. સાધનામાં એકાગ્રતાથી લીન રહેવા માટે આસક્તિનો ત્યાગ કરવો આવશ્યક છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને ઇન્દ્રિયના માધ્યમથી આત્મા જ્યારે ગ્રહણ કરે છે ત્યારે મન તેમાં રાગ-દ્વેષનું વિષ મેળવી દે છે, તેથી આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે’, આ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. સમતાભાવ ખંડિત થઈ જાય છે. સમાધિભાવ વિલીન થઈ જાય છે. આવી સ્થિતિમાં સાધક પોતાની મર્યાદાથી ચ્યુત થઈ જાય છે અને કયારેક પતન પણ પામે છે. . (૨) આસક્તિના આ ભયને ધ્યાનમાં રાખી શાસ્ત્રકારોએ અનેક પ્રકારે આસક્તિ ત્યાગનો ઉપદેશ આપ્યો છે. આપણી નજર સમક્ષ દેખાતા પદાર્થો ઉપરાંત શરીર પ્રત્યે પણ આસક્ત ન રહેવાનું આગમમાં વિધાન છે યથા— ગામે ધુતે વા રે વ देसे, ममत्तभावं न कहिं पि कुज्जा ।। अवि अप्पणो वि देहम्मि, णायरंति ममाइयं ॥ અર્થ :- ભિક્ષુએ ગામમાં, ઘરમાં, નગરમાં કે દેશમાં, કોઈપણ પદાર્થમાં મમત્વ કરવું ન જોઈએ. મુનિજન પોતાના શરીર ઉપર પણ મમત્વ ન રાખે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧ (૩) શરીર પ્રત્યે મમતા નથી તો આહાર પાણી દ્વારા તેનું સંરક્ષણ શા માટે કરો છો? આ પ્રશ્નના સમાધાન માટે જ આ અધ્યયનની રચના કરવામાં આવી છે. સુંદર ઉદાહરણ દ્વારા તેનું સમાધાન કર્યું છે. (૪) ભદ્રા શેઠાણીની જેમ કોઈપણ પ્રવૃત્તિનો આશય સમજ્યા વિના ફોગટ ગુસ્સો ન કરવો જોઈએ. નમ્રતા પૂર્વક તે વ્યક્તિ પાસેથી જ આશયની જાણકારી મેળવી નિરર્થક કર્મબંધથી બચતા રહેવું જોઈએ. પોતાની એક પક્ષીય બુદ્ધિથી નિર્ણય કરી લેવાની કુટેવને સુધારવી જોઈએ. અધ્યયન : ૩ મોરલીના ઇંડા - ચંપા નગરીમાં જિનદત્ત અને સાગરદત્ત નામના બે સાર્થવાહ પુત્ર રહેતા હતા, બન્ને અભિન્ન હૃદયથી મિત્ર હતા. લગભગ સાથે જ રહેતા. વિદેશયાત્રા હોય કે અન્ય કોઈ પ્રસંગ, દરેક પ્રસંગે સાથે રહેવાનો તેમણે સંકલ્પ કર્યો હતો. પણ માનસિક દશામાં બન્ને ભિન્ન હતા. - એક વખત બંને મિત્રો દેવ દત્તાગણિકાની સાથે ચંપાનગરીના સુભૂમિભાગ ઉદ્યાનમાં ગયા. ત્યાં સ્નાન, ભોજનથી નિવૃત્ત થઈ, સંગીત, નૃત્ય આદિ દ્વારા મનોરંજન કરી ઉદ્યાનમાં પરિભ્રમણ કરવા લાગ્યા. ઉદ્યાનની સમીપે ગીચ જાડીવાળો એક પ્રદેશ 'માલુકાકચ્છ' હતો. તેઓ માલુકાચ્છ તરફ ગયા ત્યાં જ એક મોરલી (ઢેલ) ગભરાઈને ઉડીને નજીકના વૃક્ષની શાખા ઉપર બેસી કેકારવ કરવા લાગી. આ દશ્ય જોઈ સાર્થવાહ પુત્રોને આશ્ચર્ય થયું, સાથે સંદેહ પણ થયો. તેઓ આગળ વધ્યા તો ત્યાં મોરલીના બે ઇંડા પડયા હતા. બન્નેએ એક એક ઈંડુ લઈ લીધું. પોતાના ઘરે આવી સાગરદત્તે બીજા ઇડાઓની વચ્ચે મોરલીનું ઇડુ મૂકી દીધું. જેથી માદા પોતાના ઇંડાની સાથે મોરલીના ઈડાનું પણ પોષણ કરે. શંકાશીલ સાગરદત્તથી રહેવાયું નહિ. વારંવાર તે ઇંડાની પાસે જતો અને વિચાર કરતો કે કોણ જાણે આ ઇંડામાંથી બચ્ચું ઉત્પન્ન થશે કે નહિ? આ પ્રકારે શંકા, કંખા, વિચિકિત્સાથી ઘેરાયેલા સાગરદત્તે ઈડાને ઉલટ સુલટ કરવા માંડ્યું, કાન પાસે લાવી તેને વગાડવા લાગ્યો. વારંવાર આમ કરવાથી ઈડુ નિર્જીવ બની ગયું. તેમાંથી બચ્યું ન નીકળ્યું. જિનદત્ત શ્રદ્ધાસંપન્ન હતો. તેણે વિશ્વાસ રાખ્યો. ઈડુ મયુરપાલકોને સોંપી દીધું. યથાસમયે ઇંડામાંથી બચ્યું નીકળ્યું. તેને નાચતા શીખવાડ્યું. અનેક સુંદર કળાઓ શીખવી. જિનદત્ત આ જોઈ ખૂબ હર્ષિત થયો. આખાય નગરમાં મયૂરની પ્રસિદ્ધિ થઈ ગઈ. તેના દ્વારા જિનદત હજારો લાખો રૂપિયા જીતવા લાગ્યો. તેના ation international Personal Use Page #15 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્રા ૧૫ આ છે શ્રદ્ધા અને અશ્રદ્ધાનું પરિણામ. જે સાધક મહાવ્રતમાં, છ કાયમાં શ્રદ્ધાવાન થઈ સાધનામાં પ્રવૃત્ત થાય છે તેને આ ભવમાં માન-સન્માન અને પરભવમાં મુક્તિ મળે છે. તેનાથી વિપરીત અશ્રદ્ધાળુ સાધક આ ભવમાં નિંદા, ગર્તા અને પરભવમાં અનેક પ્રકારના સંકટો, દુઃખો, પીડાઓ અને વ્યથાઓને પ્રાપ્ત કરે છે. શિક્ષા-પ્રેરણા - - ત્રીજા અધ્યયનનો મુખ્ય સાર છે 'જિન પ્રવચનમાં શંકા, કંખા કેવિચિકિત્સા ન કરવી. તમેવ સર્વ ની નિહિં પડ્ય' – અર્થાત્ વીતરાગ અને સર્વશે જે તત્વ પ્રતિપાદિત કર્યા છે તે સત્ય છે, તેમાં શંકાને અવકાશ નથી. કારણ કે કષાય અજ્ઞાનને કારણે જ જૂઠું બોલાય છે. આ બે દોષ જેનામાં નથી એવા તીર્થકર પ્રભુના વચન અસત્ય હોતા નથી. આ પ્રકારની સુદઢ શ્રદ્ધા સહિત સાધનાના પથ પર અગ્રેસર થવાવાળા સાધક જ પોતાની સાધનામાં પૂર્ણ સફળતા મેળવી શકે છે. તેની શ્રદ્ધા જ તેને અપૂર્વ શક્તિ પ્રદાન કરે છે અને બધાજ વિદનો પર વિજય પ્રાપ્ત કરાવે છે. આથી જ સમ્યગ્ દર્શનનું પ્રથમ અંગ અથવા લક્ષણ નિઃશંકતા કહ્યું છે. આનાથી ઉલટું જેના અંતઃકરણમાં પોતાના લક્ષ કે લક્ષપ્રાપ્તિના સાધનોમાં વિશ્વાસ નથી, ડામાડોળ ચિત્ત છે, મનોવૃત્તિ ઢચુ-પચું છે તેને પ્રથમ તો આંતરિક બળ પ્રાપ્ત થતું નથી અને કદાચ થાય તો તે તેનો પૂર્ણરૂપે ઉપયોગ કરી શકતો નથી. લૌકિક કે લોકોત્તર કોઈપણ કાર્ય હોય, સર્વત્ર પૂર્ણ શ્રદ્ધા, સમગ્ર ઉત્સાહ અને પરિપૂર્ણ મનોયોગને તેમાં જોડી દેવો આવશ્યક છે. સંપૂર્ણ સફળતા પ્રાપ્તિ માટે આ અનિવાર્ય શરત છે. પ્રસ્તુત ઉદાહરણમાં બે પાત્ર દ્વારા શ્રદ્ધાનું સુફળ અને અશ્રદ્ધાનું દુષ્પરિણામ બતાવવામાં આવ્યું છે. અધ્યયન : ૪ બે કાચબાનું દષ્ટાંત - આ અધ્યયનમાં આત્મસાધનાના પથિકો માટે ઇન્દ્રિયગોપનની આવશ્યકતા બે કાચબાના ઉદાહરણ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવી છે. વારાણસી નગરીમાં ગંગા નદીથી ઉત્તરપૂર્વમાં એક વિશાળ તળાવ હતું. નિર્મળ, શીતળ જળથી પરિપૂર્ણ અને વિવિધ જાતિઓનાં કમળોથી આચ્છાદિત તે તળાવમાં અનેક પ્રકારના મચ્છ, કચ્છ, મગર, ગ્રાહ આદિ જળચર પ્રાણી ક્રીડા કરતા હતા. તળાવને લોકો મૃતાંતર કહેતા હતા. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧ એક વખત સંધ્યાના સમય પછી, લોકોનું આવાગમન નહિવત્ થઈ ગયું ત્યારે તે તળાવમાંથી બે કાચબા આહારની શોધ અર્થે નીકળ્યા, તળાવની આસપાસ ફરવા લાગ્યા. તે સમયે ત્યાં બે શિયાળ આવ્યા. તે પણ આહારની શોધ માટે ભટકી રહયા હતા. શિયાળોને જોઈ કાચબા ગભરાઈ ગયા. આહારની શોધ માટે નીકળતા પોતેજ શિયાળના આહારનો ભોગ બની જશે તેવી શંકા ઉત્પન્ન થઈ. કાચબામાં એક વિશેષતા હોય છે કે તે પોતાના હાથ, પગ તથા મુખ પોતાના શરીરમાંજ ગોપવી દે છે. તેની પીઠ ઉપર ઢાલ જેવું કઠણ કવચ હોય છે, તેને કોઈ ભેદી શકતું નથી. જેથી તે સુરક્ષિત રહી શકે છે. કાચબાઓએ તેમ જ કર્યું શિયાળો તેઓને જોઈ તૂટી પડ્યા. છેદન-ભેદન કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. પ્રાણીઓમાં સૌથી વધુ ચાલાક શિયાળ હોય છે. તેમણે જોયું કે જયાં સુધી કાચબાઓ પોતાના અંગોપાંગ ગોપવીને બેઠા છે ત્યાં સુધી અમારો કોઈપણ પ્રયત્ન સફળ નહિ થાય. તેથી ચાલાકીથી કામ લેવું પડશે. એવું વિચારી બંને શિયાળ કાચબા પાસેથી ખસી ગીચ જાડીમાં ચૂપકીદીથી સંતાઈ ગયા. બે કાચબામાંથી એક ચંચળ પ્રકૃત્તિનો હતો. તે પોતાના અંગોપાંગને લાંબો સમય સુધી ગોપવી ન શકયો. તેણે પગ બહાર કાઢયો. જોતાંની સાથે જ શીઘ્રતાથી શિયાળે એક જાપટ નાખી અને પગ ખાઈ ગયો; પછી એકાંતમાં સંતાઈ ગયો. થોડીવાર પછી કાચબાએ બીજો પગ બહાર કાઢયો. બીજો પગ પણ શિયાળ ખાઈ ગયો. અનુક્રમે ત્રીજા અને ચોથો પગ બહાર કાઢયો અને ચવાઈ ગયો. છેવટે કાચબાએ ગર્દન બહાર કાઢી, તક જોઈને શિયાળોએ તેને પણ ખાઈ પ્રાણહીન બનાવી દીધો. આ પ્રમાણે પોતાના અંગોનું ગોપન ન કરી શકવાના કારણે કાચબાના જીવનનો કરૂણ અંત આવ્યો. બીજો કાચબો ચંચળ નહોતો. તેણે પોતાના અંગો ઉપર નિયંત્રણ રાખ્યું. લાંબા સમય સુધી પોતાના અંગોપાંગનું ગોપન કરી રાખ્યું અને શિયાળ ચાલ્યા ગયા એમ જાણ્યું ત્યાર પછી ચારે પગને એક સાથે જ બહાર કાઢી શીવ્રતાપૂર્વક તળાવમાં સુરક્ષિત પહોંચી ગયો. પ્રેરણા–શિક્ષા :- શાસ્ત્રકાર કહે છે કે જે સાધુ-સાધ્વી દીક્ષા ગ્રહણ કર્યા બાદ પોતાની ઇન્દ્રિયોનું ગોપન નથી કરતા, તેની દશા પ્રથમ કાચબા જેવી થાય છે. તે આ ભવ પરભવમાં અનેક પ્રકારના કષ્ટો પામે છે, સંયમ જીવનથી શ્રુત થઈ જાય છે અને નિંદા, ગહના પાત્ર બની જાય છે. તેનાથી ઉર્દુ, જે સાધુ-સાધ્વી ઇન્દ્રિયોનું ગોપન કરે છે તે આ ભવમાં જ બધાના વંદનીય, પૂજનીય, અર્ચનીય બને છે અને સંસાર અટવીને પાર કરી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર તાત્પર્ય એ છે કે સાધુ અથવા સાધ્વીએ પોતાની ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખવું જ જોઈએ. ઇન્દ્રિય ગોપનનો અર્થ છે ઇન્દ્રિયોને પોતાના વિષયમાં પ્રવૃત્ત ન થવા દેવી. સાધુ-સાધ્વી પોતાની ઇન્દ્રિયોને બંધ કરી રાખે નહિ પણ ઇન્દ્રિય દ્વારા ગૃહિત વિષયમાં રાગ-દ્વેષ ઉત્પન્ન થવા ન દે તેનું નામ ઇન્દ્રિય ગોપન, ઇન્દ્રિય દમન અથવા ઇન્દ્રિય સંયમ છે. આ સાધના માટે મનને સમભાવનો અભ્યાસી બનાવવાનો સદૈવ પ્રયત્ન કરતા રહેવું અનિવાર્ય છે. અધ્યયનઃ ૫ ૧૭ શૈલક રાજર્ષિ: - દ્વારિકા નગરીમાં બાવીસમા તીર્થંકર ભગવાન અરિષ્ટનેમિનું પદાર્પણ થયું. કૃષ્ણવાસુદેવ પોતાના વિશાળ પરિવાર સાથે ભગવાનની ઉપાસના કરવા તથા ધર્મદેશના સાંભળવા ગયા. આ દ્વારિકા નગરીમાં થાવર્ચ્યા નામની એક સંપન્ન ગૃહસ્થ મહિલા રહેતી હતી. તેને એક જ પુત્ર હતો. જે થાવÁપુત્ર નામથી ઓળખાતો હતો. તે પણ ભગવાનની દેશના શ્રવણ કરવા પહોંચ્યો. દેશના સાંભળી તે વૈરાગ્યવાસિત બન્યો, માતાએ ખૂબ સમજાવ્યો, આજીજી કરી, કાકલૂદી કરી પણ થાવÁપુત્ર પોતાના નિશ્ચય ઉપર અડગ રહ્યો. અંતે લાચાર બનીને માતાએ દીક્ષા મહોત્સવ ઉજવવાનું વિચાર્યું. જેને થાવર્આપુત્રે મૌનભાવે સ્વીકાર્યું. શ્રી કૃષ્ણ દ્વારા થાવર્ચી પુત્રનો દીક્ષા મહોત્સવ ઃ થાવચ્ચ છત્ર, ચામર આદિ માંગવા શ્રીકૃષ્ણ મહારાજા પાસે ગઈ. શ્રી કૃષ્ણે સ્વયં દીક્ષા મહોત્સવ ઉજવવાનો પ્રસ્તાવ મૂકયો. થાવÁપુત્રની પરીક્ષા કરવા શ્રીકૃષ્ણ જાતેજ તેના ઘરે પહોંચ્યા. સોળ હજાર રાજાઓ અને અર્ધભરતક્ષેત્રના અધિપતિ શ્રીકૃષ્ણનું થાવર્ચાના ઘરે આવવું તે તેની અસાધારણ મહત્તા અને નિરહંકારિતાનું ધોતક છે. થાવર્ગાપુત્રની પરીક્ષા બાદ જ્યારે વિશ્વાસ બેઠો કે આંતરિક વૈરાગ્ય છે ત્યારે શ્રી કૃષ્ણે નગરીમાં ઘોષણા કરાવી કે ‘ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષિત થનારા આશ્રિતજનોનું પાલન પોષણ કરવાની જવાબદારી શ્રી કૃષ્ણ વાસુદેવ વહન કરશે; માટે જેને દીક્ષા લેવી હોય તે નિશ્ચિંત પણે લઈ શકે છે.’ ઘોષણા સાંભળી એક હજાર પુરુષ થાવર્ગાપુત્રની સાથે પ્રવ્રુજિત થયા. કાલાંતરમાં થાવર્સ્થાપુત્ર અણગાર, ભગવાન અરિષ્ટનેમિની અનુમતિ લઈ પોતાના સાથી એક હજાર મુનિઓની સાથે દેશ, દેશાંતરમાં વિચરવા લાગ્યા. વિચરતાં-વિચરતા થાવર્ગાપુત્ર સૌગંધિકા નગરીમાં પધાર્યા. ત્યાંના નગરશેઠ સુદર્શન સાંખ્યધર્મના અનુયાયી અને શુક પરિવ્રાજકના શિષ્ય હતા, છતાં પણ Page #18 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ થાવÁપુત્રની દેશના સાંભળવા ગયા. થાવર્સ્થાપુત્ર અને સુદર્શન શ્રેષ્ઠીની વચ્ચે ધર્મના આધારે ચર્ચા થઈ. વાર્તાલાપથી સંતુષ્ટ થઈને સુદર્શન શ્રેષ્ઠીએ જૈનધર્મ અંગીકાર કર્યો. ૧૮ આ શુક પરિવ્રાજકની જૈન દીક્ષા :– શુક પરિવ્રાજકને જ્યારે આ બનાવની જાણ થઈ ત્યારે તેઓ સુદર્શનને પુનઃ પોતાનો અનુયાયી બનાવવાના વિચારે સૌગન્ધિકા નગરીમાં પધાર્યા. સુદર્શન ડગ્યો નહિ. બન્ને ધર્માચાર્ય (શુક તથા થાવર્આપુત્ર) વચ્ચે ધર્મચર્ચા થઈ. શુક પોતાના શિષ્યોની સાથે થાવÁપુત્રની સમીપે ગયા. શુકે થાવર્આપુત્રને વાક્ચાતુર્યથી ફસાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ થાવર્ગાપુત્રે તેનો ગૂઢ અભિપ્રાય સમજી અત્યંત કુશળતા પૂર્વક પ્રત્યુત્તર આપ્યા. અંતે શુક હજાર શિષ્યની સાથે થાવર્આપુત્રના શિષ્ય બની ગયા. - શૈલક રાજર્ષિની દીક્ષા :– એક વખત શુક અણગાર શૈલકપુર પધાર્યા. ત્યાંના રાજા શૈલકે પહેલેથી જ થાવÁપુત્રના ઉપદેશથી શ્રમણોપાસક ધર્મ સ્વીકાર્યો હતો. આ વખતે તે પોતાના ૫૦૦ મંત્રીઓની સાથે દીક્ષિત થયા. તેના પુત્ર મંડુકને રાજગાદી ઉપર બેસાડયો. સાધુચર્યા અનુસાર શૈલકમુનિ દેશ દેશાંતરમાં વિચરવા લાગ્યા. તેના ગુરુ શુક્ર મુનિ વિધમાન નહોતા, સિદ્ધગતિ મેળવી ચૂક્યા હતા. શૈલકનું સુકોમળ શરીર સાધુ જીવનની કઠોરતા સહી ન શક્યું. તેના શરીરમાં દાદ-ખુજલી થઈ ગઈ, પિત્તજવર રહેવા લાગ્યો. જેથી તીવ્ર વેદના થવા લાગી. તેઓ ભ્રમણ કરતાં શૈલકપુર પધાર્યા. મંડુક દર્શનાર્થે આવ્યો. શૈલક રાજાનું રોગિષ્ટ શરીર જોઈ ચિકિત્સા કરાવવાની વિનંતિ કરી. શૈલકે સ્વીકૃતિ આપી. ચિકિત્સા થવા લાગી. સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. પરંતુ રાજર્ષિ સરસ આહાર અને ઔષધ-ભેષજમાં આસક્ત બન્યા. વિહાર કરવાનો વિચાર સરખોય ન આવ્યો. ત્યારે તેના શિષ્યોએ એકત્ર થઈ પંથકને તેમની સેવામાં રાખી બાકી બધાએ વિહાર કરવાનો નિર્ણય કર્યો. રાજર્ષિ ત્યાંજ રહી ગયા, પંથકમુનિ તેમની સેવામાં રહ્યાં બાકી બધા જ શિષ્યો વિહાર કરી ગયા. કાર્તિક સુદ પૂનમનો દિવસ આવ્યો. શૈલક રાજર્ષિ આહાર-પાણી આરોગી નિશ્ચિંત બની સૂતા હતા. આવશ્યક-પ્રતિક્રમણ કરવાનું યાદે ય ન આવ્યું. પંથક મુનિ દેવસિય પ્રતિક્રમણ કરી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવા તૈયાર થયા. શૈલક રાજર્ષિને વંદન કરી ચરણ સ્પર્શ કરવા મસ્તક નમાવ્યું. શૈલકમુનિની નિદ્રામાં ભંગ પડતાં ભડકી ઉઠ્યા. પંથકને કડવા વચનો કહેવા લાગ્યા. પંથકમુનિએ ક્ષમા માગતાં કાર્તિકી ચૌમાસીની યાદી દેવડાવી. રાજર્ષિની ધર્મચેતના જાગૃત થઈ. તેમણે વિચાર્યું– રાજ્ય આદિના પરિત્યાગ કરી મેં સાધુપણું સ્વીકાર્યું અને હવે હું આવો શિથિલાચારી થઈ ગયો ; Page #19 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર સાધુને માટે આ શોભતું નથી. બીજે જ દિવસે શૈલકપુર છોડી પંથકમુનિની સાથે વિહાર કર્યો. આ સમાચાર અન્ય શિષ્યોને મળતાં બધાજ શિષ્યો સાથે મળી આવ્યા. અંતિમ સમયમાં બધા જ મુનિઓને સિદ્ધગતિની પ્રાપ્તિ થઈ. શિક્ષા-પ્રેરણાઃ ૧૯ (૧) થાવચ્ચ સ્ત્રીનું કૃષ્ણ પાસે જવું અને કૃષ્ણવાસુદેવનું થાવર્સ્થાપુત્રને ઘરે આવવું એક અસાધારણ ઘટના છે. સંયમની વાત સાંભળી ઉત્સાહિત થવું, વૈરાગ્યની પરીક્ષા કરવી, આખાય શહેરમાં ઢંઢેરો પીટાવવો તેમજ એક હજાર પુરુષોની સાથે દીક્ષા મહોત્સવ ઉજવવો ઇત્યાદિક બાબતો ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવની અનન્ય ધર્મશ્રદ્ધા અને વિવેક પ્રગટ કરે છે. આ વિવેક બધાએ અપનાવવા જેવો છે અર્થાત્ દીક્ષા લેનાર પ્રત્યે કેવો વ્યવહાર રાખવો જોઈએ તે આ ઘટના દ્વારા શીખવા મળે છે. (૨) સાંખ્ય મતાનુયાયી સુદર્શને જૈન મુનિ સાથે ચર્ચા કરી શ્રાવકધર્મ સ્વીકાર્યો અને તેના ગુરુ શુક સન્યાસીએ ચર્ચા કરી સંયમ સ્વીકાર્યો. ઋજુ અને પ્રાશ જીવોના આ ઉદાહરણથી જાણવા મળે છે કે માન કષાયથી અભિભૂત થયેલા હોવા છતાં તે આત્માઓ દુરાગ્રહી નહોતા. સત્ય સમજાતાં પોતેજ સર્વસ્વ પરિવર્તન કરી લેતા. આપણે પણ સ્વાભિમાનની સાથે સરલ અને નમ્ર બની દુરાગ્રહોથી દૂર રહેવું જોઈએ અર્થાત્ સત્યને સ્વીકારવામાં હિચકિચાટ કરવો ન જોઈએ, પછી ચાહે તે પરંપરા હોય કે સિદ્ધાંત. (૩) કયારેક શિષ્ય પણ ગુરુનું કર્તવ્ય અદા કરે છે. પંથક શિષ્યના વિનય, ભક્તિ, સેવા, સત્યનિષ્ઠાથી શૈલક રાજર્ષિનું અધઃપતન અટકી ગયું. (૪) સંયમથી પતિત થતા સાધકનો તિરસ્કાર ન કરતાં તેની યોગ્ય સંભાળ રાખવાથી તેનું ઉત્થાન થઈ શકે છે. તેથી ગુરુ હોય કે શિષ્ય, વિવેક સભર નિર્ણય કરવો જોઈએ. તિરસ્કાર વૃત્તિ તો હેય છે, એટલે અનાચરણીય છે. (૫) અતિ વેગથી પડવાવાળી વ્યકિત પણ કયારેક બચી શકે છે. તેથી તેના પ્રત્યે યોગ્ય સંભાળ અને સહાનુભૂતિ રાખવી સૌની ફરજ છે. (૬) ઔષધનું સેવન કરવું તે પણ સંયમ જીવનમાં એક ભયસ્થાન છે. તેનાથી અસંયમભાવ તથા પ્રમાદભાવ આવી શકે છે. તેથી સાધકે ઔષધ સેવનની રુચિથી નિવૃત્ત થઈ વિવેક યુક્ત તપ-સંયમની સાધના કરવી જોઈએ. શૈલક જેવા ચરમ શરીરી તપસ્વી સાધક પણ ઔષધસેવનના નિમિત્તથી સંયમમાં શિથિલ બની ગયા હતા. (૭) શૈલક રાજર્ષિ મધ્યના તીર્થંકરના શાસનમાં થયા હતા. તેમના માટે માસકલ્પ આદિ નિયમ પાલન આવશ્યક નહોતા. આ કથાનકના આલંબનથી અંતિમ Page #20 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ તીર્થંકરના શાસનમાં તેનું અનુકરણ ન કરાય. અર્થાત્ સેવામાં જેટલા શ્રમણોની જરૂરિયાત હોય તેટલાને રાખી બાકીનાને અકારણ કલ્પ મર્યાદાથી અધિક સ્થિર રાખવા ન જોઈએ. ૨૦ (૮) પંથકે ચૌમાસી પક્ષીના દિવસે બે પ્રતિક્રમણ કર્યા તેનું કારણ પણ એ જ છે કે મધ્યના તીર્થંકરના શાસનમાં શ્રમણોને માટે સદાય બન્ને વખત પ્રતિક્રમણ કરવું ફરજિયાત નહોતું. તેથી તેઓ ફક્ત પક્ષી, ચૌમાસી, સંવત્સરી પર્વ દિવસે નિયમસર બે પ્રતિક્રમણ કરતા. આ વર્ણનની નકલ કરીને અંતિમ તીર્થંકરના સાધુઓને બે પ્રતિક્રમણ કરવાની આવશ્યકતા હોતી નથી. કારણ કે બન્ને સમય ભાવયુક્ત પ્રતિક્રમણ કરવાનો નિયમ જ તેમના માટે પર્યાપ્ત છે. ખરેખર તેમના માટે ત્યાગ, તપ, મૌન ધ્યાન અને આત્મચિંતન કે ધર્મજાગરણ કરવું, તે જ પર્વ દિવસની વિશેષ આરાધના છે; બે કે પાંચ પ્રતિક્રમણ તેને માટે અતિ પ્રવૃત્તિ અને અતિ પ્રરૂપણા છે. જે શ્રમણોપાસક હંમેશા પ્રતિક્રમણ ન કરતાં પર્વદિવસે જ પ્રતિક્રમણ કરે છે, તેમના માટે બે પ્રતિક્રમણ જરૂરી હોઈ પણ શકે. પરંતુ શ્રમણ વર્ગ માટે આવી ખોટી નકલને સિદ્ધાંત બનાવી અનુકરણ કરવું તે વિચારણીય છે. આવી કેટલીય પ્રવૃતિઓ સમાજમાં અંધશ્રદ્ધાથી ચાલતી રહે છે. અધ્યયન : ૬ તુંબડાનું દૃષ્ટાંત ઃ રાજગૃહી નગરીમાં ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન! જીવ હળવો થઈ ઉપર કેવી રીતે જાય છે અને જીવ ભારે થઈ નીચે કેવી રીતે જાય છે ? તેના પ્રત્યુત્તરમાં ભગવાને એક દષ્ટાંત આપી સમજાવ્યું. જેવી રીતે તુંબડી પાણી ઉપર તરે છે પણ તેની ઉપર કોઈ વ્યક્તિ માટી, ઘાસનો લેપ કરી તડકામાં સૂકવી દે, તેમ ક્રમશઃ આઠ લેપ લગાવે. તે તુંબડાને જો પાણી ઉપર રાખવામાં આવે તો તે તુંબડું લેપના ભારથી તળીયે ડૂબી જાય છે. ધીમે ધીમે માટીનો લેપ પાણીમાં ઓગળી જતાં ફરી તે તુંબડું પાણી ઉપર તરવા લાગે છે. એ પ્રકારે જીવ ૧૮ પાપનું સેવન કરી આઠ કર્મનો બંધ કરી, કર્મથી ભારે બની અધોગતિમાં, નરકમાં જાય છે. કર્મો જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય છે ત્યારે આત્મા ઉર્ધ્વગમન કરી શાશ્વત સિદ્ધ સ્થાનમાં સ્થિર થઈ જાય છે. શિક્ષા-પ્રેરણા : :- શ્રમણ ૧૮ પાપના ત્યાગી હોય છે. છતાં પણ જાણ્યે અજાણ્યે જૂઠ, નિંદા, કલેશ, કષાય આદિ પાપોનું સેવન ન થઈ જાય તેનું ધ્યાન રાખવું Jain Page #21 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર ર જોઈએ. કારણકે પાપાચરણના સેવનથી જ આઠ કર્મોનું ઉપાર્જન થાય છે. શ્રમણોપાસક તથા પ્રત્યેક મુમુક્ષુએ પણ ૧૮ પાપોનું જાણપણું મેળવી તેનાથી બચવા માટે સદા પ્રયત્ન કરવો જોઈએ. અધ્યયન : ૭ ધન્ય સાર્થવાહ અને તેની ચાર પુત્રવધૂ - રાજગૃહનગરમાં ધન્ય સાર્થવાહ રહેતા હતાં. તેમને ચાર પુત્રો હતા. જેમનાં નામ- ધનપાલ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત હતા. તેમની પત્નીઓનાં અનુક્રમે નામ- ઉઝિતા (ઉઝિકા), ભક્ષિકા, રક્ષિકા અને રોહિણી હતાં. ધન્ય સાર્થવાહ દીર્ઘદષ્ટા હતા અને ખૂબ વિચક્ષણ હતા. અને ભવિષ્યનો વિચાર કરવાવાળા હતા. તે જ્યારે પરિપક્વ ઉંમરના એટલે વૃદ્ધ થયા ત્યારે તેમને વિચાર ઉદ્ભવ્યો કે મારા મૃત્યુ પછી કુટુંબની સુવ્યવસ્થા આવી જ રીતે જળવાઈ રહે માટે મારે મારી હાજરીમાં જ આ અંગે વ્યવસ્થા કરી લેવી જોઈએ. આ પ્રકારનો વિચાર કરી ધન્ય સાર્થવાહે મનોમન એક યોજના ઘડી લીધી. એક દિવસ પોતાના જ્ઞાતિજનો, સગા-સંબંધીઓ, મિત્રવર્ગને આમંત્રિત કર્યા. ભોજનાદિથી બધાનો સત્કાર કર્યો. ત્યારબાદ પોતાની ચારે પુત્રવધૂઓને બોલાવી દરેકને પાંચ ડાંગરના દાણા આપી કહ્યું– હું જયારે માગુ ત્યારે આ પાંચ દાણા અને પાછા આપજો. પહેલી પુત્રવધૂએ વિચાર્યું– મારા સસરાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે. સાઠે બુદ્ધિ નાઠી આટલો મોટો સમારંભ યોજી અને આટલી તુચ્છ ભેટ અમને આપવાનું સૂઝયું વળી કહ્યું કે માંગુ ત્યારે પાછા આપજો. ભંડારમાં ડાંગરનો ક્યાં તોટો છે? જ્યારે માગશે ત્યારે આપી દઈશ. એમ વિચારી આપેલા દાણા કચરામાં ફેંકી દીધા. બીજી પુત્રવધૂએ વિચાર્યું– ભલે આ દાણાનું મૂલ્ય ન હોય તો પણ સસરાજીએ આપેલો પ્રસાદ છે; તેને ફેંકવો ઉચિત નથી, એમ વિચારી પાંચ દાણા ખાઈ ગઈ. ત્રીજી વધુ વિચારશીલ હતી. તેણે વિચાર્યું– મારા સસરા ખૂબ જ વ્યવહારકુશળ, અનુભવી અને સમૃદ્ધિશાળી છે. તેમણે આટલો મોટો સમારંભ રચી અમને પાંચ દાણા આપ્યા છે તેમાં તેમનો કોઈ વિશિષ્ટ અભિપ્રાય હોવો જોઈએ. તેથી દાણાની સુરક્ષા જાળવવી મારું કર્તવ્ય છે; આમ વિચારી પાંચ દાણા એક ડબીમાં રાખી, તેને સુરક્ષિત જગ્યાએ મૂકી દીધી. ચોથી પુત્રવધૂ રોહિણી ખૂબ બુદ્ધિશાળી, વિચક્ષણ હતી. તે સમજી ગઈ કે Jain Education Internator FOT Private & Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ પાંચ દાણા દેવા પાછળ કોઈ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. કદાચ અમારી પરીક્ષા કરવાનો હેતુ હોઈ શકે. તેણે બહુમાનપૂર્વક પાંચ દાણા લઈ પિયર મોકલી દીધા. તેની સુચનાનુસાર પિયરવાળાઓએ તે દાણા અલગ ખેતરમાં વાવ્યા. દર વર્ષે જે પાક થાય તે બધીજ વાવી દેવાતો. આમ પાંચ વર્ષમાં તો કોઠાર ભરાઈ ગયા. આ ઘટનાને પાંચ વર્ષ વ્યતીત થઈ ગયા. ત્યારે ધન્ય સાર્થવાહે ફરીને પૂર્વવત્ સમારંભ યોજ્યો. ભોજન-પાન આપી બધાયનું સન્માન કર્યું. ત્યાર પછી પહેલાંની જેમ ચારે પુત્રવધૂઓને પોતાની સમક્ષ બોલાવી પાંચ-પાંચ દાણા જે પહેલાં આપ્યા હતા તે પાછા માંગ્યા. પહેલી પુત્રવધૂએ કોઠારમાંથી દાણા લાવી આપ્યા. ધન્ય સાર્થવાહે પૂછ્યુંઆ દાણા મેં આપ્યા હતા તે જ છે કે બીજા? તેણે સત્ય હકીકત કહી દીધી. તે સાંભળી શેઠે કચરો વાળવા ઈત્યાદિ સફાઈકામ સોંપ્યું અને કહ્યું કે તમને આ કામ યોગ્ય છે. બીજી પુત્રવધૂ પાસે દાણા માંગ્યા ત્યારે તેણે કહ્યું કે આપના અપાયેલા દાણા પ્રસાદ સમજી હું ખાઈ ગઈ છું. સાર્થવાહે તેના સ્વભાવ અનુસાર અનુમાન કરી રસોડાખાતું સોપ્યું. ત્રીજી પુત્રવધૂએ પાંચ દાણા સુરક્ષિત રાખ્યા હતા તેથી તેને નાણાંકીય વ્યવહાર સોંપ્યો. ચોથી પુત્રવધૂએ કહ્યું – પિતાજી! પાંચ દાણા મેળવવા ગાડીઓ જોઈશે. ધન્ય સાર્થવાહે તેનું સ્પષ્ટીકરણ માંગ્યું તો સવિસ્તર વર્ણન કર્યું. ગાડીઓ મોકલવામાં આવી. ધન્ય શેઠ પણ ખૂબ જ પ્રસન્ન થયા. બધાયની સમક્ષ રોહિણીની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. તેને ગૃહસ્વામિનીના ગૌરવપૂર્ણ પદ ઉપર પ્રસ્થાપિત કરવામાં આવી અને કહ્યું – તું પ્રશંસનીય છે બેટી ! તારા પ્રતાપથી આ પરિવાર સુખી અને સમૃદ્ધ રહેશે. દષ્ટાંતનો ઉપનય – શાસ્ત્રકારોએ આ ઉદાહરણને ધર્મશિક્ષાના રૂપમાં ઘટાવ્યું છે– જે મુનિ વ્રત ગ્રહણ કરી તેનો ત્યાગ કરે છે તે પ્રથમ પુત્રવધૂ ઉજિઝતાની સમાન આ ભવ અને પરભવમાં દુઃખી થાય છે. તિરસ્કારને પાત્ર બને છે. જે સાધુ પાંચ મહાવ્રતને ગ્રહણ કરી સાંસારિક ભોગ–ઉપભોગને માટે તેનો ઉપયોગ કરે છે તે પણ નિન્દાને પાત્ર બની ભવભ્રમણ કરે છે. જે સાધુ ત્રીજી પુત્રવધુ રક્ષિકાની સમાન અંગીકૃત મહાવ્રતોનું સારી રીતે રક્ષણ કરે છે તે પ્રશંસા પાત્ર બને છે અને તેનું ભવિષ્ય મંગલમય બને છે. જે સાધુ રોહિણીની સમાન સ્વીકૃત સંયમની ઉત્તરોત્તર વૃદ્ધિ કરે છે તે નિર્મળ, નિર્મળતર પાલન કરી સંયમનો વિકાસ કરી પરમાનંદના ભાગી બને છે. શિક્ષા–પ્રેરણા – જો કે આ અધ્યયનનો ઉપસંહાર ધર્મશિક્ષાના રૂપમાં જ Page #23 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર | ૨૩ કરવામાં આવ્યો છે. છતાં તેમાંથી વ્યાવહારિક જીવનને સફળ બનાવવાની સુચારુ પ્રેરણા મળે છે. ચોથે યો યો નયેત્ અર્થાતુ યોગ્ય વ્યકિતને તેની યોગ્યતા અનુસાર એવા કાર્યમાં જોડવી જોઈએ. મૂલભૂત યોગ્યતાથી પ્રતિકૂળ કાર્યમાં જોડવાથી યોગ્યમાં યોગ્ય વ્યકિત પણ અયોગ્ય સિદ્ધ થાય છે. ઉચ્ચ કોટિનો પ્રખર વિદ્વાન પણ સુતારના કામમાં અયોગ્ય સિદ્ધ થાય છે. યોગ્યતા અનુસાર યોજના કરનારા કોઈ વિરલ જ હોય છે. ધન્ય સાર્થવાહ આવા વિરલ આત્માઓમાંના એક હતા. પોતાના પરિવારની સુવ્યવસ્થા કરવા માટે તેમણે જે કોઠાસૂઝથી કાર્ય કર્યું તે દરેકના માટે માર્ગદર્શક છે. આ ઉદાહરણની પ્રેરણાથી લૌકિક અને લોકોત્તર બધા કાર્યો સારી રીતે સફળતાની સાથે સંપન્ન કરી શકાય છે. અધ્યયન : ૮ મલ્લિકુમારીઃ મહાવિદેહ ક્ષેત્રમાં, સલિલાવતી વિજયની વીતશોકા નામની રાજધાની હતી. ત્યાં બલ નામનો રાજા હતો. એક વખત સ્થવિર ભગવંતોનું તે નગરીમાં પદાર્પણ થયું. ધર્મદેશના શ્રવણ કરી રાજા બલે રાજ્યનો તથા હજાર રાણીઓનો ત્યાગ કરી દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યા કરી સમસ્ત કર્મોનો ક્ષય કરી મોક્ષે પધાર્યા. બલ રાજાનો ઉત્તરાધિકારી તેનો પુત્ર મહાબલ થયો. અચલ, ધરણ આદિ અન્ય છ રાજા તેના પરમ મિત્ર હતા. જે સાથે જનમ્યા, સાથે રમ્યા અને મોટા થયા. તેઓએ નિશ્ચય કર્યો કે સુખમાં, દુઃખમાં, વિદેશયાત્રામાં અને ત્યાગમાર્ગમાં પરસ્પર એકબીજાને સાથ આપવો. આ રીતે સમય વીતતાં એકદા મહાબલ સંસારથી વિરક્ત થઈ મુનિદીક્ષા લેવા તૈયાર થતાં બધાજ મિત્રો પણ પ્રતિજ્ઞાનુસાર તૈયાર થઈ ગયા. બધાએ ઉત્કૃષ્ટ સાધના કરી, ઘોર તપશ્ચર્યા કરી જયંત નામના અનુત્તર વિમાનમાં દેવપર્યાયે જન્મ લીધો. તે દરમ્યાન એક વિચિત્ર ઘટના થઈ ગઈ હતી. સાધનાકાળમાં મહાબલ મુનિના મનમાં કપટભાવ ઉત્પન્ન થયો કે હું અહીં પ્રમુખ છું, જ્યેષ્ઠ છું અને ભવિષ્યમાં પણ જ્યેષ્ઠ બનું. જો સમાન તપશ્ચર્યા કરીશ તો તેમની સમાન જ રહીશ, તેથી થોડી વધુ તપશ્ચર્યા કરું જેથી જ્યેષ્ઠ બની શકાય. આવા કપટ યુક્ત આશયથી અન્યને પાર કરાવી પોતે ઉપવાસના પચ્ચકખાણ વધારી લેતા. સાતે મુનિઓએ એક સરખી તપશ્ચર્યા કરવાનો નિશ્ચય કર્યો હતો છતાં છ મુનિવરો. ઉપવાસ કરતા ત્યારે મહાબલમુનિ છઠ્ઠ તપ કરતા. બીજા છઠ્ઠ તપ કરતા ત્યારે મહાબલ અઠ્ઠમ તપ કરતા. તપશ્ચર્યાના ફળ સ્વરૂપે છ મુનિવરોએ દેવપર્યાયમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧ બત્રીસ સાગરોપમમાં કંઈક ન્યૂન આયુષ્ય પ્રાપ્ત કર્યું જ્યારે મહાબલ મુનિએ સંપૂર્ણ બત્રીસ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરી. તદુપરાંત તેમણે તીર્થકર નામકર્મનો બંધ કર્યો. જેથી મનુષ્યના ભવમાં પણ તે છ થી વરિષ્ઠ બન્યા. રાજા હોય કે રંક, મહામુનિ હોય કે સામાન્ય ગૃહસ્થ, કર્મ કોઈની શરમ રાખતા નથી. કપટ સેવનના ફળ સ્વરૂપ મહાબળે સ્ત્રી નામ કર્મનો બંધ કર્યો અને જયંત વિમાનથી ઍવી ભરતક્ષેત્રમાં મિથિલા નરેશ કુંભરાજાની મહારાણી પ્રભાવતીની કુક્ષિએ કન્યા સ્વરૂપે ઉત્પન્ન થવું પડયું. તેનું નામ 'મલ્લિકુમારી' રાખવામાં આવ્યું. તીર્થકરોનો જન્મ પુરુષના રૂપમાં હોય છે પણ મલ્લિકુમારીનો જન્મ સ્ત્રીરૂપમાં થવો એ જૈન ઈતિહાસમાં અદ્દભુત અને આશ્ચર્યજનક ઘટના છે. મલ્લિકુમારીના અન્ય છ સાથી તેનાથી પૂર્વેજ વિભિન્ન પ્રદેશોમાં જન્મ લઈ પોત પોતાના પ્રદેશોના રાજા બની ચૂકયા હતા. તેના નામ આ પ્રમાણે છે. (૧) પ્રતિબુદ્ધ-ઇક્વાકુરાજા (૨) ચન્દ્રધ્વજ– અંગનરેશ (૩) શંખ-કાશીરાજ (૪) રુકિમ-કુણાલનરેશ (૫) અદીનશત્રુ-કુરુરાજ (૬) જિતશત્રુ–પંચાલાધિપતિ. અનેક વખત આપણે જોઈએ છીએ કે વર્તમાન જીવનમાં કોઈપણ પ્રકારનો સંપર્ક ન હોવા છતાં પણ કોઈ પ્રાણી પર દૃષ્ટિ પડતાં જ આપણા હૃદયમાં પ્રીતિ કે વાત્સલ્યભાવ ઉત્પન્ન થાય છે અને કોઈને જોતાં જ તિરસ્કાર થાય છે. તેનું કારણ આપણે જાણી શકતા નથી છતાં ય આવા ભાવ નિષ્કારણ તો પેદા નથી જ થતા. હકીકતમાં પૂર્વ જન્મોનાં સંસ્કારોને સાથે લઈને જ માનવ જન્મમાં કોઈ જીવ પ્રત્યે આપણો રાગાત્મક સંબંધ હોય છે, તેની ઉપર દષ્ટિ પડતાંજ અનાયાસ હૃદયમાં પ્રતિભાવ ઉત્પન્ન થાય છે. તેનાથી ઉછું, જેના પ્રત્યે વૈર વિરોધાત્મક સંબંધ હોય તેના પ્રત્યે સહજ વિદ્વેષની ભાવના જાગૃત થાય છે. અનેકાનેક શાસ્ત્રોના કથાનક દ્વારા આ વાતને પુષ્ટી મળે છે, યથા ભગવાન પાર્શ્વનાથ અને કમઠ, મહાવીર અને હાલિક, ગજસુકુમાર અને સોમિલ. અહીં પણ મલ્લિકુમારીના જીવ પ્રત્યે તેના પૂર્વભવના સાથીઓનો જે અનુરાગ સંબંધ હતો તે વિભિન્ન નિમિત્ત મેળવી જાગૃત થયો. સંયોગોવશાતુ છએ રાજા મલ્લિકુમારી સાથે લગ્ન કરવાના ભાવથી સૈન્યસહિત મિથિલા નગરીમાં આવી પહોંચ્યા. કયા રાજા કયુંનિમિત્ત મેળવી મલ્લિકુમારી ઉપર અનુરક્ત થયા તેનું વર્ણન આ પ્રમાણે છે – (૧) પ્રતિબુદ્ધિ રાજા – પ્રતિબુદ્ધિ રાજાની પદ્માવતી રાણીનો નાગપૂજા મહોત્સવ હતો. એક વિશાળ પુષ્પમંડપ બનાવવામાં આવ્યો. મંડપની વચ્ચે ફૂલની માળાઓના સમૂહથી બનાવેલ શ્રીદામ કાંડને છત ઉપર લટકાવવામાં આવ્યો Page #25 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર હતો. આ બધીજ સજાવટ રાણીની આજ્ઞાથી કરવામાં આવી હતી. રાજા તે મંડપ અને શ્રીદામકાંડને જોઈ અતિ વિસ્મય પામ્યા અને એકીટશે તેને જોવા લાગ્યા. પ આખરે રાજાએ સુબુદ્ધિ પ્રધાનને પૂછ્યું કે આવો અદ્ભુત મંડપ અને તેની શોભા અગાઉ કયાંય જોઈ છે? પ્રધાને કહ્યું મિથિલાનગરીમાં મલ્લિકુમારીની વર્ષગાંઠમાં આવો મંડપ અને શ્રીદામકાંડ જોયા હતા. તેની અપેક્ષાએ આપણા મંડપની શોભા લાખમા ભાગની પણ નથી. ત્યાર પછી રાજાએ પ્રધાનના મુખેથી રાજકુમારી મલ્લિના શરીર અને સુંદરતાનું વર્ણન સાંભળી તેની સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો. (૨) ચન્દ્રધ્વજ રાજા ઃ- ચંપાનગરીમાં અર્જુન્નક વગેરે અનેક વ્યાપારીઓ રહેતા હતા. જેઓ જળમાર્ગે વ્યાપાર કરવા પરદેશ જતાં. એકવાર પરસ્પર મંત્રણા કરી અનેક વ્યાપારીઓએ અન્ય સેંકડો લોકોને સાથે લઈવિદેશયાત્રા માટે પ્રસ્થાન કર્યું. જહાજ સમુદ્રમાં જવા રવાના થયા. સેંકડો યોજન સમુદ્ર પ્રવાસ કર્યા બાદ અચાનક દેવકૃત ઉપદ્રવ થયો. અર્હન્નક શ્રાવકની ધર્મપરીક્ષા :– એક વિકરાળ રૂપધારક પિશાચ આવ્યો. જહાજમાં બેઠેલા અર્હન્નક શ્રાવકને સંબોધીને કહ્યું કે તું તારો ધર્મ, વ્રત-નિયમ છોડી દે નહિતર તારા વહાણને આકાશમાં અધ્ધર લઈ સમુદ્રમાં પટકી દઈશ, પછાડી દઈશ. અર્જુન્નક શ્રાવકે તેને મનથી જ ઉત્તર આપ્યો કે મને કોઈપણ દેવ-દાનવ ધર્મથી વ્યુત કરી શકે તેમ નથી. તમારી ઇચ્છા હોય તેમ કરો. આ પ્રકારે નિર્ભય થઈ ધર્મધ્યાનમાં લીન થઈ ગયા. બે-ત્રણ વખત ધમકી દીધા પછી દેવે જહાજને આકાશમાં ઉંચે ઉપાડી અને પુનઃ ધમકી આપી છતાં શ્રાવક અડોલ રહ્યા. જહાજના બીજા બધાજ પ્રવાસીઓ ભયભીત થઈ ગયા. અનેક માનતાઓ કરવા લાગ્યા પરંતુ અર્હન્તક શ્રાવકે સાગારી સંથારાના પચ્ચક્ખાણ કરી લીધા. અંતે દેવ થાક્યો, ધીરેથી જહાજ નીચે મૂક્યું અને પોતાના મૂળ રૂપે પ્રગટ થઈ અર્હન્નક શ્રાવકની પ્રશંસા કરી, ક્ષમા માંગી અને કુંડલોની બે જોડી આપીને સ્વસ્થાને ચાલ્યો ગયો. ત્યાંથી તે શ્રાવકો મિથિલા નગરીમાં ગયા. રાજા કુંભને એક કુંડલની જોડી ભેટણા સ્વરૂપે આપી, વ્યાપાર કરવાની અનુજ્ઞા મેળવી. કુંભ રાજાએ તેમની સામે જ મલ્લિકુમારીને બોલાવી કુંડલ પહેરાવ્યા અને વ્યાપારીઓને યોગ્ય સગવડ પણ આપી. વ્યાપાર કર્યા પછી તેઓ પોતાની ચંપાનગરીમાં આવ્યા અને ત્યાંના રાજા ચન્દ્રધ્વજને બીજી કુંડલની જોડી ભેટ સ્વરૂપે આપી. રાજાએ તેમને પૂછ્યું કે તમને દેશાટન કરતાં કોઈ આશ્ચર્ય જોવામાં આવ્યું ? વણિકોએ તેના પ્રત્યુત્તરમાં કહ્યું કે મિથિલાના રાજભવનમાં રહેલી મલ્લિકમારીને આશ્ચર્ય રૂપે જોઈ છે. તે & Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧, જેવી શ્રેષ્ઠ સુંદર છે તેવી બીજી કન્યા આ જગતમાં મળે નહીં. આ વાકયો સાંભળી રાજાએ મલ્લિકુમારી સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો. (૩) રાજા રુકિમઃ- કુણાલદેશના રાજા રુક્મિની પુત્રી સુબાહુકુમારીનો ચાતુર્માસિક સ્નાન મહોત્સવ ઉજવવામાં આવ્યો. ત્યાર પછી તે રાજકુમારી રાજાને ચરણવંદન કરવા આવી. રાજાએ પુત્રીને ખોળામાં બેસાડી. તેના રૂપલાવણ્યથી અતિ વિસ્મિત થયો. તેમણે અંતઃપુરમાં રહેવાવાળા વર્ષધરને પૂછ્યું કે આવો ચાતુર્માસિક મહોત્સવ કયાંય જોયો છે? ઉત્તરમાં તેણે મલ્લિકુમારીનો સ્નાન મહોત્સવ વર્ણવી કહ્યું કે આ મહોત્સવ તો તેના લાખમાં ભાગ બરાબર પણ નથી. આ સાંભળી મિરાજાએ મલ્લિકુમારી સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો. (૪) રાજા શંખ – એક વખત મલ્લિકુમારીના દિવ્ય કુંડલ તૂટી ગયા. રાજાએ સોનીને બોલાવી કુંડલ વ્યવસ્થિત કરવાનું કહ્યું પણ દિવ્ય વસ્તુ હોવાથી તે કાર્ય કોઈ કરી ન શક્યું. કુંભ રાજાએ અપ્રસન્ન થઈદેશનિકાલની સજા કરી. તે સોની ત્યાંથી નીકળી વારાણસી નગરીમાં આવ્યા અને શંખ રાજા પાસે રહેવાની અનુમતિ માંગી. રાજાએ વિશેષ પૂછતાં દેશનિકાલનું કારણ પણ બતાવ્યું. રાજાએ પૂછ્યું કે તે મલ્લિકુમારી કેવી છે? પ્રત્યુત્તરમાં સુવર્ણકારે તેના રૂપ યૌવનની પ્રશંસા કરતા થકા બતાવ્યું કે આ સંસારમાં તેની સરખામણી કરી શકે તેવી કોઈ કન્યા નહીં હોય. આ સાંભળી રાજાએ મલ્લિકુમારી સાથે વિવાહ કરવાનો સંકલ્પ કર્યો. (૫) રાજા અદીનશત્રુ – મલ્લિકુમારીના ભાઈ મલ્લદિન કુમારે એક સુંદર ભવ્યચિત્રશાળા બનાવડાવી. કોઈચિત્રકારે એકદા મલ્લિકુમારીના પગનો અંગુઠો જોઈ લીધો; તે ઉપરથી મલ્લિકુમારીનું સંપૂર્ણ રૂપ ચિત્રિત કરવાનો સંકલ્પ કર્યો. તેણે આ ચિત્રશાળામાં જ યોગ્ય સ્થાને સાક્ષાત્ તેનું રૂપ ચિતર્યું. ચિત્રશાળાનું કાર્ય પૂર્ણ થતાં કુમાર પોતાની રાણીઓ સહિત ત્યાં જોવા આવ્યો. અચાનક મલ્લિકુમારીને જોઈ લજજા પામ્યો. તેને એટલો પણ ખ્યાલ ન આવ્યો કે આ મલ્લિકુમારીનું ચિત્ર છે. વાસ્તવિકતાનો ખ્યાલ આવતા કુમારને ચિત્રકારની મૂર્ખતા ઉપર ગુસ્સો આવ્યો. તેણે ચિત્રકારનો અંગુઠો તથા તેની બાજુની એક આંગળી કપાવી દેશનિકાલ કર્યો. આ ચિત્રકાર હસ્તિનાપુરના મહારાજા અદીનશત્રુ પાસે આવ્યો. બધી જ હકીકત કહી ત્યાં રહેવાની આજ્ઞા માંગી. રાજાએ આજ્ઞા આપી અને પૂછી લીધું કે મલ્લિકુમારીનું રૂપ કેવું છે? ત્યારે ચિત્રકારે પોતાની પાસે રહેલું મલ્લિકુમારીનું ચિત્ર કાઢી બતાવ્યું. ચિત્ર જોઈ રાજા આકર્ષિત થયો અને મનોમન મલ્લિકુમારી સાથે પરણવાનો નિશ્ચય કર્યો. () રાજા જિતશત્રુ - મિથિલા નગરીમાં ચોખા નામની પરિત્રાજિકા રહેતી હતી. તે દાનધર્મ, શૌચધર્મ, તીર્થસ્નાન આદિની પ્રરૂપણા કરતી હતી અને તેના Page #27 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર દ્વારા જ સ્વર્ગગમનનું કથન કરતી. એકદા તેણી મલ્લિકુમારીના ભવનમાં આવી યોગ્ય સ્થાનમાં પાણી છાંટી, ઘાસ બીછાવી તેના પર આસન પાથરી બેસી ગઈ. મલ્લિકુમારીને ધર્મનો ઉપદેશ દેવા લાગી. મલ્લિકુમારીએ ચોક્ખા પરિવ્રાજિકાને પૂછ્યું કે તમારા ધર્મનું મૂળ શું છે? તેણે કહ્યું કે અમારો શૂચિમૂલક ધર્મ છે. જલથી બધા પદાર્થને તથા સ્થાનને પવિત્ર કરી શકાય છે. આવી રીતે જીવ પણ પવિત્ર થઈ સ્વર્ગમાં જાય છે. રા મલ્લિએ પુછ્યું– લોહીથી રંગાયેલા કપડાને લોહીથી ધોવામાં આવે તો પવિત્ર થઈ શકે? તેવી જ રીતે પાપ સેવનથી ભારે બનેલ આત્મા ફરીને હિંસાદિ પાપોનું સેવન કરવાથી મુકત થાય છે? પવિત્ર થાય છે? ચોક્ખા પરિવ્રાજિકા નિરુત્તર થઈ ગઈ અને દાસીઓ દ્વારા તેને અપમાનિત કરતાં કાઢી મૂકવામાં આવી. તેથી તે પરિવ્રાજિકાએ મિથિલા છોડી કપિલપુર નગરમાં અન્ય પરિવ્રાજિકાઓના ભવનમાં સ્થાન જમાવ્યું. ત્યાંથી પણ એક વખત રાજભવનમાં ગઈ. રાજા જિતશત્રુએ ઉચિત સન્માન કર્યું. ચોક્ખા પરિવ્રાજિકા પાણી છાંટી, ઘાસ પાથરી તેની ઉપર આસન રાખી બેસી ગઈ. રાજાએ ક્ષેમકુશળ પૂછ્યા. ત્યારબાદ પરિવ્રાજિકાએ દાનધર્મ, શુચિધર્મ તથા તીર્થસ્નાન ધર્મની પ્રરૂપણા કરી. ઉપદેશ આપ્યો. રાજા પોતાની રાણીઓ સાથે બેઠો હતો. તે પોતાની રાણીઓના સૌંદર્ય ઉપર મુગ્ધ હતો. તેણે ચોક્ખાને પૂછી લીધું કે મારા અંતઃપુર જેવું અન્ય કોઈનું અંતઃપુર જોયું છે ? ચોક્ખાએ રાજાનો ઉપહાસ કર્યો અને કહ્યું – તું તો કૂવાના દેડકા જેવો છે. એમ કહી કૂપમંડુકનું દૃષ્ટાંત આપ્યું. અંતે રાજાની પાસે મલ્લિકુમારીના રૂપ, યૌવન, ગુણાદિની પ્રશંસા કરી અને ચાલી ગઈ. રાજાએ મલ્લિકુમારીના ગુણોથી આકર્ષિત થઈ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ પ્રકારે છએ રાજાઓને એક સાથે સંકલ્પ થયો અને તેઓએ પોતપોતાના દૂતોને મિથિલાનગરીમાં મોકલ્યા. છએ દૂતો એક સાથે પહોંચ્યા. બધાને એક સાથે આવેલા જોઈ રાજા ક્રોધાવિષ્ટ થયા તથા બધાનું અપમાન કરીને કાઢી મૂક્યા. મલ્લિકુમારી અવધિજ્ઞાન સહિત હતા. જ્ઞાન દ્વારા તેમણે પોતાના છએ મિત્રોની સ્થિતિ જોઈ લીધી હતી. ભવિષ્યમાં થવાની ઘટનાથી પણ તે અજાણ્યા નહોતા. તેથી તેનો પ્રતિકાર કરવાની પૂર્વ તૈયારી પણ કરી લીધી હતી. મલ્લિએ પોતાના જેવી જ એક પ્રતિમાનું નિર્માણ કરાવ્યું હતું, જે અંદરથી પોલી હતી; તેના મસ્તકમાં એક મોટું છિદ્ર મૂકવામાં આવ્યું હતું. આ પ્રતિમા જોયા પછી કોઈ કલ્પના નહોતા કરી શકતા કે પ્રત્યક્ષ મલ્લિકુમારી છે કે તેની મૂર્તિ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ મલ્લિકુમારી જે ભોજનપાન કરતી તેનો એક કોળિયો મસ્તકના છિદ્રમાંથી પ્રતિમામાં નાખતી. જે ભોજન અંદર ગયા પછી સડી જતું અને અત્યંત દુર્ગંધ ઉત્પન્ન થતી. પરંતુ ઢાંકણું ઢાંકવાથી તે દુર્ગંધ દબાયેલી રહેતી. જ્યાં મૂર્તિ હતી તેની ચોપાસ જાલીગૃહ પણ બનાવડાવ્યું હતું. તે ગૃહમાં બેસી પ્રતિમાને સ્પષ્ટ જોઈ શકાતી. પણ તે ગૃહમાં બેઠેલા એક બીજાને જોઈ ન શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ૨૦ આ તરફ છએ રાજા મલ્લિકુમારી સાથે પરણવાના સંકલ્પ સહિત મિથિલામાં આવી પહોંચ્યા. રાજા દ્વિધામાં પડયા. છએ રાજા પરસ્પર ભળી ગયા. કુંભે તેમનો સામનો કર્યો પણ એકલા શું કરી શકે? આખરે કુંભ પરાજિત થઈ મહેલમાં ભરાઈ ગયા. જિ વર્તવ્ય મૂઢ બની ગયા. રાજકુમારી મલ્લિ પિતાને પ્રણામ કરવા ગઈ. પિતા ઊંડી ચિંતામાં હોવાથી તેઓને મલ્લિના આગમનનું ભાન ન રહ્યું. ત્યારે મલ્લિકુમારીએ ચિંતાનું કારણ પૂછ્યું– રાજાએ બધો વૃત્તાંત જણાવ્યો. મલ્લિકુમારી એ કહ્યું– પિતાજી! ચિંતાનો ત્યાગ કરો અને પ્રત્યેક રાજા પાસે ગુપ્ત રૂપે દૂતને મોકલી કહેડાવી દો કે– મલ્લિકુમારી તમને જ આપવામાં આવશે. ગુપ્ત રીતે સંધ્યા સમયે રાજમહેલમાં આવી જજો. આવતાં જ તેઓને જાલીગૃહમાં અલગ અલગ મોકલી દેજો. કુંભરાજાએ તેમજ કર્યું. છએ રાજા મલ્લિકુમારીને પરણવાની આશાથી ગર્ભગૃહમાં આવી પહોંચ્યા. સવાર થતાં જ બધાએ મલ્લિકુમારીની મૂર્તિ જોઈ માની લીધું કે આ જ મલ્લિકુમારી છે. તે તરફ અનિમેષ દષ્ટિએ જોવા લાગ્યા. મલ્લિ સાક્ષાત ત્યાં ગઈ અને મૂર્તિના મસ્તક ઉપરનું છિદ્ર ખુલ્લું કર્યું. ભયંકર બદબૂ ફેલાવા લાગી. દુર્ગંધ અસહય બની. બધા ગભરાઈ ઉઠ્યા. બધાએ નાકે ડૂચા માર્યા. વિષયાસક્ત રાજાઓને પ્રતિબોધવાનો સમય હતો. નાક મોઢું બગાડવાનું કારણ પૂછતાં બધાનો એક જ જવાબ આવ્યો કે અસહ્ય બદબૂ. દેવાનુપ્રિયો ! આ મૂર્તિમાં દરરોજ એક એક કોળિયો નાખવાથી આવું અનિષ્ટ અને અમનોજ્ઞ પરિણામ આવ્યું તો આ ઔદારિક શરીરનું પરિણામ કેટલું અશુભ, અનિષ્ટ અને અમનોજ્ઞ હશે? આ શરીર તો મળ-મૂત્ર, લોહી આદિનું ભાજન છે. તેના પ્રત્યેક દ્વારમાંથી ગંદા પદાર્થો વહી રહ્યા છે. સડવું અને ગળવું તેનો સ્વભાવ છે. એના પરથી ચામડાની ચાદરને દૂર કરવામાં આવે તો શરીર કેટલું અસુંદર એટલે કે બીભત્સ દેખાય ? ગીધ-કાગડાઓનું ભક્ષ્ય બની જાય. આવા અમનોજ્ઞ શરીર ઉપર શા માટે મોહિત થયા છો? આ પ્રમાણે સંબોધન કરી મલ્લિકુમારીએ પૂર્વભવ કહ્યો. કેવી રીતે દીક્ષા લીધી, માયા-કપટ કર્યું, દેવપર્યાયમાં ઉત્પન્ન થઈ ઇત્યાદિક વર્ણન કહી સંભળાવ્યું. Page #29 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર ૨૯ આ સાંભળી છએ રાજાઓને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. બધાને વૈરાગ્ય આવ્યો. ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મૂકી દીધા. તે સમયે વાતાવરણમાં અનુરાગને બદલે વૈરાગ્ય છવાઈ ગયો. તે વખતે મલ્લિ રાજકુમારીએ દીક્ષા અંગીકાર કરવાનો સંકલ્પ કર્યો. તીર્થકરોની પરંપરાનુસાર વાર્ષિકદાન દીધા પછી પ્રવ્રજ્યા અંગીકાર કરી. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી જિતશત્રુ આદિ છએ રાજાઓએ પણ દીક્ષા અંગીકાર કરી. અંતે બધાએ મુક્તિ મેળવી. મલ્લિ ભગવતી ચૈત્ર સુદ ૪ના દિને નિર્વાણ-મોક્ષ પધાર્યા. કુંભરાજા અને પ્રભાવતી રાણીએ શ્રાવકવ્રત સ્વીકાર્યા હતા. છએ રાજાઓ સંયમ અંગીકાર કરી, ચૌદ પૂર્વી બની અને મોક્ષમાં ગયા. મલ્લિનાથ તીર્થકરના ૨૮ ગણધર હતા. રપ ધનુષ્યની ઉંચાઈ હતી.મલ્લિકુમારી ૧૦૦ વર્ષ ઘરમાં રહ્યા અને કુલ ૫૫ હજાર વર્ષની ઉંમર ભોગવી. પૂર્વે મહાવિદેહ ક્ષેત્રમાં મહાબલના ભવમાં ૮૪ લાખ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું હતું. કુલ ઉંમર ત્યાં ૮૪ લાખ પૂર્વની હતી. ત્યાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરવાના ૨૦ બોલ આ પ્રમાણે છે (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) જિન સિદ્ધાંત (૪) ગુરુ (૫) સ્થવિર (૬) બહુશ્રુત (૭) તપસ્વી- આ સાતની ભકિત, બહુમાન, ગુણ-કીર્તન કરવાથી (૮) વારંવાર જ્ઞાનમાં ઉપયોગ કરવાથી (૯) દર્શન શુદ્ધિ (૧૦) વિનય (૧૧) ભાવયુક્ત પ્રતિક્રમણ (૧૨) નિરતિચાર સંયમનું પાલન (૧૩) અપ્રમત્ત જીવન (૧૪) તપસ્યા (૧૫) ત્યાગ, નિયમ અથવા દાન (૧૬) અપૂર્વજ્ઞાન ગ્રહણ (૧૭) સમાધિભાવમાં રહેવું અથવા બીજાને શાતા ઉપજાવવી (૧૮) સેવા કરવી (૧૯) શ્રુત ભક્તિ (૨૦) જિનશાસનની પ્રભાવના કરવી. - ઉપરોક્ત બોલોમાંથી એક અથવા એકથી વધુ બોલનું સેવન કરવામાં ઉત્કૃષ્ટ રસ ઉત્પન્ન થાય તો તીર્થકર નામકર્મનો બંધ થાય છે. આ બંધ પડ્યા પછી ત્રીજા ભવમાં અવશ્ય તીર્થકર બને છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. શિક્ષા-પ્રેરણા - (૧) ધર્મકાર્યમાં પણ સરલતા હોવી અત્યંત આવશ્યક છે. અતિશય હોશિયારી કે કપટભાવ ક્ષમ્ય નથી. વિશિષ્ટ તપ-સાધના કાળમાં નહિવત્ માયા દ્વારા મહાબળના જીવને મિથ્યાત્વની પ્રાપ્તિ અને સ્ત્રીવેદનો બંધ થઈ ગયો, જેનું ફળ તીર્થકર બન્યા પછી પણ ભોગવવું પડ્યું. (૨) મિત્રોની સાથે કયારે ય દ્રોહ(વિશ્વાસ ઘાત કરવો) નહિ. સાથે સંયમ લેવાનું વચન આપ્યું હોય તો પણ સમય આવતાં પૂર્ણ કરવું. જેવી રીતે મહાબલના છ Jai મિત્ર રાજા હોવા છતાં સાથે જ દીક્ષા લીધી.onal Use Only, Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત-૧ (૩) ઇચ્છા પર કાબૂ ન રાખતી વ્યકિત પ્રાપ્ત થયેલા પૂર્ણ સુખોમાં પણ અસંતુષ્ટ રહે છે અને અપ્રાપ્તની લાલસામાં ગોથાં ખાય છે. દા.ત. છએ રાજા પરિવાર સંપન્ન હોવા છતાં મલ્લિકુમારીનું વર્ણન સાંભળી તેમાં આસક્ત થઈ યુદ્ધ કરવા ગયા. આ બધી અસંતોષવૃત્તિ છે. જ્ઞાની થવાનું ફળ એ છે કે પ્રાપ્ત થયેલી સામગ્રીમાં સંતોષ માની ઉત્તરોત્તર તેમાં ત્યાગ ભાવનાની વૃદ્ધિ કરવી. (૪) મોહનો નશો વધારે ચઢયો હોય તો તે નશો પ્રેમ અને ઉપદેશથી એક વાર ઉતરતો નથી પરંતુ એક વખત પ્રતિકૂળ ભયંકર પરિસ્થિતિ આવતાં કુશળ ઉપદેશકનો સંયોગ થાય તો જરૂર જીવન પરિવર્તિત થઈ જાય છે. (૫) મલ્લિકુમારીએ એંઠા કોળિયા મૂર્તિમાં નથી નાખ્યા પરંતુ એક કોળિયા જેટલો શુદ્ધ આહાર નાખ્યો હતો. દ્વાર બંધ રહેવાથી અનાજ સુકાતું નહિ તેથી તેમાં દુર્ગધ પેદા થઈ પરંતુ સમૃદ્ઘિમ કે ત્રસ જીવોની ઉત્પત્તિ નથી થઈ. વિવેકભર પ્રવૃત્તિ કરવામાં આવી હતી. વિશાળ ભવન, જાલિગ્રહ અને પૂતળી આદિની આરંભજન્ય નિર્માણ પ્રવૃત્તિની સાથે આહારની દુર્ગધની પ્રવૃત્તિનો આરંભ મહત્વનો નથી અર્થાત્ ભવનના નિર્માણ માટે પૃથ્વી, પાણી, અગ્નિ આદિના આરંભ સામે આહારનો દુર્ગધિત થવાનો આરંભ નગણ્ય સમજવો જોઈએ. () પોતાની ભૌતિક ઋદ્ધિમાં કયારેય ફુલાવું ન જોઈએ. સંસારમાં કેટલાય એક એકથી અધિક ચડિયાતા વૈભવશાળી જીવો હોય છે. કૂપમંડૂક ન બનતાં વિશાળ દષ્ટિ રાખવી જોઈએ. (૭) પરીક્ષાની ઘડીઓ જ્યારે આવે છે ત્યારે ખૂબ ગંભીર અને સહનશીલ બનવું જોઈએ. તે સમયે લોકનિંદા, તિરસ્કાર અને કષ્ટોની ઉપેક્ષા કરવી જોઈએ. દા.ત. અહંન્નક શ્રાવકે દેવ ઉપદ્રવ આવ્યો જાણી ઉક્ત ગુણોને ધારણ કરી નિર્ભય દઢ મનોબળની સાથે કામ લીધું. ત્યારે માનવની શાંતિ અને ધૈર્ય પાસે વિકરાળ દાનવની શક્તિ વિનષ્ટ થઈ અને દેવ નતમસ્તક બની ગયો. (૮) પરિગ્રહની મર્યાદાવાળો શ્રાવક અકસ્માતું પ્રાપ્ત થતી સંપત્તિને પોતાની પાસે નથી રાખતો. જેવી રીતે અહંન્નક શ્રાવકને દેવાધિષ્ઠિત કંડલની બે જોડ મળી છતાં બન્ને રાજાઓને ભેટ સ્વરૂપે આપી દીધી. (૯) સમૃદ્ધ શ્રાવક પોતાની આજુબાજુમાં રહેનારા સામાન્ય પરિસ્થિતિ વાળા જન સમુદાયને વ્યાપારમાં અનેક પ્રકારનો સહયોગ આપે તો તેની અનુકંપા અને સાધર્મિક સાથેનો સહાનુભૂતિનો વ્યવહાર ગણાય. તે શ્રાવક માટે અનિવાર્ય ફરજ છે. જેથી વ્યાવહારિક રીતે ધર્મ અને ધર્મીઓ પ્રશસિત થાય છે. જીવો પ્રત્યે ઉપકાર થાય છે. can સારાંશ એ છે કે અહંન્નક શ્રાવકના જીવનમાંથી ધર્મમાં દઢતા, , Jain Education the કે શ્રાવકના જીવન For private & Personal Use Only માં તા. www.jaimebialy.org Page #31 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર સહવર્તીઓનો સહયોગ અને પરિગ્રહની સીમામાં સતર્ક રહેવું, મનને લોભાન્વિત ન કરવું ઇત્યાદિક પ્રેરણા ગ્રહણ કરવા જેવી છે. (૧૦) પોતાની કળામાં કોઈ ગમે તેટલો નિપુણ હોય છતાં પ્રવૃત્તિમાં વિવેકબુદ્ધિ ન હોય તો તેને લાભ અને યશની જગ્યાએ દુઃખ અને તિરસ્કારની પ્રાપ્તિ થાય છે. દા.ત.- મિથિલાનો કુશળ ચિત્રકાર. ૩૧ (૧૧) શુચિ મૂલક ધર્મમાં પાણીના જીવોનો આરંભ કરી તેને ધર્મ તથા મુક્તિમાર્ગ માનવામાં આવે છે, જે અશુદ્ધ સિદ્ધાંત છે. આવા સિદ્ધાંતને લોહીથી લોહીની શુદ્ધિ કરવાની વૃત્તિની ઉપમા આપવામાં આવી છે. તેથી મુમુક્ષુ આત્માએ છ કાયના જીવોની કોઈપણ ઉદ્દેશથી કરવામાં આવેલી હિંસા મોક્ષદાયક ન માનવી. સબ જીવ રક્ષા યહી પરીક્ષા, ધર્મ ઉસકો જાનીયે જહાં હોત હિંસા નહીં હૈ સંશય, અધર્મ વહી પહચાનીયે. (૧૨) મલ્લિનાથ ભગવાનની નિર્વાણ તિથિનું વર્ણન કરતાં સૂત્રમાં કહ્યું છે કે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસનો બીજો પક્ષ અને ચૈત્ર સુદિ ચતુર્થીના દિને ૫૦૦ સાધુ અને ૫૦૦ સાધ્વીજીઓની સાથે ભગવાન મોક્ષે પધાર્યા. અહીં ધ્યાન દેવા યોગ્ય વાત એ છે કે મહિનાનો પ્રથમ પક્ષ વદ અને બીજો પક્ષ સુદિ કહ્યો છે. તેથી એ સિદ્ધ થાય છે કે જૈન સિદ્ધાંતાનુસાર અમાસને અંતે મહિના કે વર્ષ નથી થતા પણ મહિના અને વર્ષ પૂર્ણિમાને અંતે થાય છે. ઋતુ પણ પૂર્ણિમાને અંતે પૂર્ણ થાય છે. અધ્યયનઃ ૯ જિનપાલ અને જિનરક્ષિત = ચંપાનગરીના માકંદી સાર્થવાહને બે પુત્ર હતા— જિનપાલિત અને જિનરક્ષિત. તેઓ અગિયાર વખત લવણસમુદ્રની યાત્રા કરી ચૂક્યા હતા. તેની યાત્રાનો ઉદ્દેશ વ્યાપાર કરવાનો હતો. તેઓ જ્યારે પણ સમુદ્રયાત્રાએ ગયા, ત્યારે સફળતા પ્રાપ્ત કરી પાછા વળ્યા. તેથી તેમનું સાહસ વધવા લાગ્યું. તેઓએ બારમી વખત સમુદ્રયાત્રા કરવાનો સંકલ્પ કર્યો. માતા-પિતા પાસેથી અનુમતિ માંગી. માતા-પિતાએ તેમને યાત્રા કરવાની અનિચ્છા દર્શાવી. પુત્રો ! આપણી પાસે વડીલોપાર્જિત ધન સંપત્તિ પ્રચુર પ્રમાણમાં છે. સાત પેઢી બેઠાં બેઠાં ઉપભોગ કરશે છતાં ખૂટશે નહિ. સમાજમાં પ્રતિષ્ઠા પણ સારી છે; તો પછી અનેકાનેક વિઘ્નોથી પરિપૂર્ણ સમુદ્રયાત્રા કરવાની આવશ્યકતા શી છે ? બારમી યાત્રા સંકટોથી ભરપૂર હોય છે. તેથી યાત્રાનો વિચાર સ્થગિત કરી દો. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીત-૧ ઘણી રીતે સમજાવવા છતાં યુવાનીના જોશમાં તેઓ માન્યા નહિ અને યાત્રા કરવા નીકળી પડ્યા. સમુદ્રમાં ઘણે દૂર નીકળી ગયા પછી માતા-પિતાના વચનો તાદશ થયા. આકાશમાં ભીષણ ગર્જના થઈ. આકાશમાં વિજળી તાંડવ નૃત્ય કરવા લાગી. પ્રલયકાળ જેવી ભયંકર આંધીએ રૌદ્રરૂપ ધારણ કર્યું. જિનપાલિત અને જિનરક્ષિતનું વહાણ તે આંધીમાં ફસાઈ ગયું. છિન્નભિન્ન થઈ ગયું. વ્યાપરને અર્થે જે માલ ભર્યો હતો તે સાગરના ગર્ભમાં સમાઈ ગયો. બન્ને ભાઈ નિરાધાર થઈ ગયા. તેમણે જીવવાની આશા છોડી દીધી. માતા-પિતાની વાતનો અસ્વીકાર કરવા બદલ ભારે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. સંયોગાધીન વહાણનું પાટીયું હાથમાં આવ્યું. તેના સહારે તરતાં તરતાં સમુદ્રના કિનારે આવવા લાગ્યા. જે પ્રદેશમાં આવ્યા તે રત્નદ્વીપ હતો. આ દ્વીપના મધ્યભાગમાં રત્નાદેવી નિવાસ કરતી હતી. તેનો એક અત્યંત સુંદર મહેલ હતો, જેની ચારે દિશામાં ચાર વનખંડ હતા. રત્નાદેવીએ અવધિજ્ઞાન દ્વારા માર્કદીયપુત્રોને મુશ્કેલીમાં ફસાયેલા સમુદ્રકિનારે જોયા અને તુરત તેમની પાસે આવી પહોંચી. તે બોલી- જો તમે બંને જીવિત રહેવા ઇચ્છતા હો તો મારી સાથે ચાલો અને મારી સાથે વિપુલ ભોગ ભોગવતા આનંદપૂર્વક રહો. જો મારી વાત નહીં માનો, ભોગનો સ્વીકાર નહિ કરો તો આ તલવારથી મસ્તક કાપી ફેંકી દઈશ. માનન્દીય પુત્રોની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેઓએ દેવીની વાતનો સ્વીકાર કર્યો. તેના પ્રાસાદમાં જઈ તેની ઇચ્છા તૃપ્ત કરવા લાગ્યા. ઇન્દ્રની આજ્ઞાથી, સુસ્થિત દેવે રત્નાદેવીને લવણસમુદ્રની સફાઈને માટે નિયુક્ત કર્યા હતા. સફાઈને માટે જતાં તેણે માર્કદીય પુત્રોને ત્રણ દિશામાં સ્થિત ત્રણ વનખંડમાં જવા એવં ક્રીડા કરવાની અનુજ્ઞા આપી. પરંતુ દક્ષિણ દિશાના વનખંડમાં જવાનો નિષેધ કર્યો. વળી કહ્યું કે ત્યાં એક અત્યંત ભયંકર સર્પ રહે છે, ત્યાં જશો તો મૃત્યુ પામશો. - એક વખત બને ભાઈઓને દક્ષિણ દિશાના વનખંડમાં શું છે? દેવીએ શા માટે મનાઈ કરી છે? આવું જાણવાની કુતૂહલ વૃત્તિ પેદા થઈ. તેઓ દક્ષિણ વનખંડમાં ગયા. ત્યાં તેઓએ એક પુરુષને શૂળી ઉપર ચઢેલો જોયો. પૂછતાં ખ્યાલ આવ્યો કે માર્કદીયપુત્રોની જેમ દેવીના ચક્કરમાં ફસાઈ ગયો હતો અને કોઈ સામાન્ય અપરાધના કારણે દેવીએ શૂળીએ ચઢાવી દીધો. તેની કરુણ કહાની સાંભળી માર્કદીયપુત્રોનું હૃદય કંપી ઉઠયું. પોતાના ભવિષ્યની કલ્પનાથી તેઓ શોકમગ્ન બની ગયા. મુક્તિ માટેનો ઉપાય પૂછયો. પૂર્વના વનખંડમાં અધ્વરૂપધારી શૈલક નામનો યક્ષ રહેતો હતો. અષ્ટમી આદિ Page #33 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: જ્ઞાતા ધર્મકથા સૂત્ર ૨૨ તિથિઓના દિવસે એક નિશ્ચિત સમયે બુલંદ અવાજે ઘોષણા કરતો હતો તીરથમિ પત્તયામિ. અર્થાત્ કોને તારું અને કોને પાળું? એક દિવસ બન્ને ભાઈ ત્યાં જઈ પહોંચ્યા અને તેઓએ પોતાને તારવા અને પાળવાની પ્રાર્થના કરી. શૈલક યક્ષે તેમની પ્રાર્થનાનો સ્વીકાર તો કર્યો પણ શરતની સાથે કહ્યું – રત્નાદેવી અત્યંત પારિણી, ચંડા, રૌદ્રા, ક્ષુદ્રા અને સાહસિકા છે. જ્યારે હું તમને લઈ જાઉં ત્યારે તેણી અનેક ઉપદ્રવ કરશે, લલચાવશે, મીઠી મીઠી વાતો કરશે. તમે તેના પ્રલોભનમાં સપડાઈ જશો તો હું તëણે મારી પીઠ ઉપરથી તમને સમુદ્રમાં ફેંકી દઈશ. પ્રલોભનમાં ન ફસાતાં, મનને દઢ રાખશો તો તમને હું ચંપાનગરી પહોંચાડી દઈશ. શૈલક યક્ષે બન્નેને પીઠ ઉપર બેસાડી લવણ સમુદ્ર ઉપર ચાલવા માંડ્યું. રત્નાદેવી જ્યારે પાછી વળી અને બન્નેને ન જોયા ત્યારે અવધિજ્ઞાનથી જાણી લીધું કે તેઓ મારી ચૂંગાલમાંથી ભાગી છૂટયા છે. તેણીએ તીવ્ર ગતિએ તેઓનો પીછો કરી પકડી પાડ્યા. અનેક પ્રકારે વિલાપ કર્યો. પરંતુ જિનપાલિત શૈલક યક્ષની ચેતવણીને ધ્યાનમાં રાખી અવિચલ રહ્યો. તેણે મનને અંકુશમાં રાખ્યું પરંતુ જિનરક્ષિતનું મન ડગી ગયું. શૃંગાર અને કરુણાજનક વાણી સાંભળી તેને રત્નાદેવી પ્રત્યે અનુરાગ પ્રગટયો. પોતાની પ્રતિજ્ઞાનુસાર યક્ષે તેને પીઠ ઉપરથી પછાડયો અને નિર્દયી રત્નાદેવીએ તલવાર ઉપર ઝીલી ટુકડે ટુકડા કર્યા. જિનપાલિત પોતાના મન ઉપર નિયંત્રણ રાખી દઢ રહ્યો અને સકુશલ ચંપા નગરીમાં પહોંચી ગયો. પારિવારિક જનોને મળી, માતા પિતાની કૃપા પ્રાપ્ત કરી; અને તેમની શિક્ષા ના માનવાને માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. શિક્ષા–પ્રેરણા – જે નિર્ઝન્ય અથવા નિર્ગુન્શી આચાર્ય, ઉપાધ્યાયની સમીપે પ્રવ્રજિત થયા પછી મનુષ્ય સંબંધી કામભોગોનો આશ્રય લે છે તે આ ભવમાં નિંદનીય બને છે, અનેક કષ્ટોને પ્રાપ્ત કરે છે અને અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે તેની દશા જિનરક્ષિત જેવી થાય છે. પાછળ જોનાર જિનરક્ષિત ડૂબી ગયો અને પાછું ન જોનાર જિનપાલિત નિર્વેિદનપણે યથા સ્થાને પહોંચી ગયો. તેવી રીતે ચારિત્રવાન મુનિએ વિષયોમાં અનાસક્ત રહી ચારિત્રનું પાલન કરવું જોઈએ. જે નિર્ઝન્થ અને નિર્ગુન્થીઓ મન તથા ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને અંતિમ શ્વાસ સુધી દઢતાપૂર્વક પોતાની પ્રતિજ્ઞામાં રત રહે છે તેનું સંયમ જીવન ધન્ય બની જાય છે, તેઓ ભવભ્રમણના દુઃખોથી મુક્ત બની જાય છે. જેમકે જિનપાલે રત્નાદેવીની ઉપેક્ષા કરી તો સુરક્ષિત જીવનની સાથે ઘેર પહોંચી ગયા અને અંતે Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧ ભગવાન સમીપે સંયમ ગ્રહણ કરી, પ્રથમ ભવ દેવલોકનો પૂર્ણ કરી મહાવિદેહથી મોક્ષે જશે. આ પ્રેરણાપ્રદ દષ્ટાંતને સ્મૃતિ પટલ ઉપર રાખી, ત્યાગેલા ભોગની આકાંક્ષા કે યાચના ન કરવી જોઈએ. પૂર્ણ વિરકત ભાવોથી સંયમ તપમાં રમણ કરતાં વિચરવું જોઈએ. અધ્યયન : ૧૦," | ચંદ્રની કળા: પ્રસ્તુત અધ્યયનમાં કોઈ કથાનું વર્ણન કરવામાં આવ્યું નથી પણ ઉદાહરણ દ્વારા જીવોનો વિકાસ અને હ્રાસ અથવા ઉત્થાન અને પતનનું વર્ણન કરવામાં આવ્યું છે. એક વખત ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો– ભંતે ! જીવ કયા કારણથી વૃદ્ધિ અને હાનિને પ્રાપ્ત કરે છે? ગૌતમ! જેવી રીતે કૃષ્ણપક્ષની પ્રતિપદાનો ચંદ્રમા, પૂર્ણિમાના ચંદ્રની અપેક્ષાએ કાન્તિ, દીપ્તિ, પ્રભા અને મંડલની દષ્ટિથી હીન હોય છે, ત્યારબાદ બીજ, ત્રીજ આદિ તિથિઓમાં હીનતર થતો જાય છે, પક્ષાંતે અમાવસ્યાના દિને પૂર્ણ રૂપે વિલીન(નષ્ટ) થઈ જાય છે. તેવી રીતે જે સાધક અણગાર આચાર્યાદિની સમીપે ગૃહત્યાગ કરી અણગાર બને છે ત્યાર પછી જો તે ક્ષમા, માર્દવ, આર્જવ, બ્રહ્મચર્ય આદિ મુનિધર્મથી હીન બને છે અને ઉત્તરોત્તર હીનતર થતો જાય છે. તે અનુક્રમે પતનની તરફ આગળ વધતો જાય છે અને અંતે અમાવાસ્યાના ચંદ્રની સમાન પૂર્ણ રૂપે નષ્ટ થઈ જાય છે તેમજ એક દિવસ સંયમ રહિત બને છે. વિકાસ એટલે કે વૃદ્ધિનું કારણ તે તેનાથી વિપરીત છે. શુક્લપક્ષની પ્રતિપદાનો ચંદ્ર અમાવાસ્યાના ચંદ્રમાની અપેક્ષાએ વર્ણ, કાન્તિ, પ્રભા, સૌમ્યતા, સ્નિગ્ધતા આદિની દષ્ટિએ અધિક હોય છે અને દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. પૂર્ણિમાના દિવસે તે પોતાની સમગ્ર કલાઓથી ઉદિત થાય છે, મંડળથી (ગોળાઈથી)પણ પરિપૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. એવી જ રીતે જે સાધુ પ્રવ્રજયા અંગીકાર કરી ક્ષમા, શાંતિ, સંતોષ, સરલતા, લઘુતા, બ્રહ્મચર્ય આદિ ગુણોનો ક્રમથી વિકાસ કરે છે તે અંતે પૂર્ણિમાના ચંદ્રની જેમ સંપૂર્ણ પ્રકાશમય બની જાય છે. તેની અનંત આત્મ જ્યોતિ, જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. શિક્ષા–પ્રેરણા - અધ્યયન સંક્ષિપ્ત છે પણ તેના ભાવ ગૂઢ છે. માનવજીવનનું ઉત્થાન અને પતન તેના ગુણો અને અવગુણો ઉપર અવલંબિત છે. કોઈપણ અવગુણ પ્રારંભે અલ્પ હોય છે. તેની જ ઉપેક્ષા કરવામાં આવે તો તે અવગુણ ચરમ સીમાએ પહોંચી જાય છે. અંતે જીવનને પૂર્ણ અંધકારમય બનાવી દે છે. Jain Education international For Private & Personal use Page #35 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર તેનાથી ઉલ્ટું, મનુષ્ય જો સદ્ગુણોની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરે તો અંતે તે ગુણોમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. એટલે કે અવગુણને ઉત્પન્ન થતાની સાથે જ ડામી દેવા જોઈએ અને સદ્ગુણોના વિકાસ માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૩૫ આ અધ્યયનથી એ જાણવા મળે છે કે દીક્ષા ગ્રહણ કરતાં મુનિ શુક્લપક્ષની દ્વિતીયાનો ચંદ્રમા બને છે. પૂર્ણિમાના ચંદ્ર બનવા માટે નિરંતર સાધુના ગુણોનો વિકાસ કરતા રહેવું જોઈએ. આધ્યાત્મિક ગુણોના વિકાસમાં અંતરંગ, બહિરંગ આદિ અનેક પ્રકારના નિમિત્ત કારણભૂત હોય છે, ગુણોના વિકાસ માટે સદ્ગુરુનો સમાગમ બહિરંગ નિમિત્ત કારણ છે તો ચારિત્રાવરણકર્મનો ક્ષયોપશમ અને અપ્રમાદવૃત્તિ અંતરંગ નિમિત્ત કારણ છે. બન્ને પ્રકારના નિમિત્ત કારણોના સંયોગથી આત્મગુણોના વિકાસમાં સફળતા મળે છે. અધ્યયન : ૧૧ દાવદ્રવ વૃક્ષ - સમુદ્રના કિનારે સુંદર મનોહર દાવદ્રવ નામના વૃક્ષ હોય છે; જ્યારે (૧) દ્વીપનો વાયુ વાય છે ત્યારે વૃક્ષ અધિક ખીલે છે અને થોડા કરમાઈ જાય છે. (૨) સમુદ્રનો વાયુ વાય તો ઘણા કરમાઈ જાય છે અને થોડા ખીલે છે. (૩) કોઈપણ વાયુ નથી વાતો ત્યારે બધા કરમાઈ જાય છે અને (૪) બન્ને વાયુ વાય છે ત્યારે બધા ખીલી ઉઠે છે, સુશોભિત થાય છે. દાવદ્રવ વૃક્ષની જેમ સહનશીલતાની અપેક્ષાએ સાધુના પણ ચાર પ્રકાર છે– (૧) પ્રથમ પ્રકારના શ્રમણ સ્વતીર્થિક સાધુ-સાધ્વી આદિના પ્રતિકૂળ વચન આદિને સમ્યક્ રીતે સહન કરે પરંતુ અન્યતીર્થિક કે ગૃહસ્થના પ્રતિકૂળ વચનોને સહન ન કરે. (૨) બીજા પ્રકારના શ્રમણ અન્યતીર્થિકના દુર્વચનોને સમ્યક્ પ્રકારે સહન કરે પરંતુ સ્વતીર્થિકોના દુર્વચનને સહન ન કરે. (૩) ત્રીજા પ્રકારના શ્રમણ કોઈના પણ દુર્વચનોને સહન ન કરે. (૪) ચોથા પ્રકારના શ્રમણ બધાના દુર્વચનોને સમ્યક્ પ્રકારે સહન કરે. ન (૧) પ્રથમ વિભાગવાળા દેશ વિરાધક છે. (૨) દ્વિતીય વિભાગવાળા દેશ આરાધક છે. (૩) તૃતીય વિભાગવાળા સર્વ વિરાધક છે. (૪) ચતુર્થ વિભાગવાળા સર્વ આરાધક છે. (૧) સર્વવિરાધક બધાથી નિમ્ન કક્ષાના શ્રમણ છે. (૨) તેનાથી દેશ– આરાધક શ્રેષ્ઠ છે. (૩) તેનાથી દેશવિરાધક શ્રેષ્ઠ છે. (૪) સર્વઆરાધક બધાથી શ્રેષ્ઠ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉs મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧ દાંત દેવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સાધનાને માટે ઉદ્યત બધા સાધકોએ ચોથા વિભાગવાળા દાવદ્રવોની સમાન બની સર્વ આરાધક બનવું જોઈએ. શિક્ષા–પ્રેરણા :- આ અધ્યયનમાં કહેવાયેલ દાવદ્રવ વૃક્ષની સમાન સાધુ છે. દ્વિપના વાયુની સમાન સ્વપક્ષી સાધુ આદિના વચન છે, સમુદ્રના વાયુની સમાન અન્યતીર્થિકોના વચન છે અને પુષ્પ, ફલ આદિની સમાન મોક્ષમાર્ગની આરાધના છે, તેમ સમજવું. જેમદ્વિીપના વાયુના સંસર્ગથી વૃક્ષની સમૃદ્ધિ બતાવી છે તે પ્રકારે સાધર્મિકના દુર્વચન સહેવાથી મોક્ષમાર્ગની આરાધના અને અન્યતીર્થિકના દુર્વચન ન સહેવાથી વિરાધના સમજવી જોઈએ. અન્યતીર્થિકોના દુર્વચન ન સહેવાથી મોક્ષમાર્ગની અલ્પ વિરાધના થાય છે. જે પ્રકારે સમુદ્રી વાયુના સંસર્ગથી પુષ્પ આદિની થોડી સમૃદ્ધિ અને બહુ અસમૃદ્ધિ બતાવી, તે જ પ્રકારે પરતીર્થિકોના દુર્વચન સહન કરવા અને સ્વપક્ષના સહન ન કરવાથી થોડી આરાધના અને બહુ વિરાધના હોય છે. બન્નેના દુર્વચન સહન ન કરવાથી એટલે ક્રોધાદિ કરવાથી સર્વથા વિરાધના થાય છે અને સંપૂર્ણ સહન કરવાથી સર્વથા આરાધના થાય છે. તેથી સાધુએ બધા જ દુર્વચન કે દુર્વ્યવહારોને ક્ષમાભાવથી સહન કરવા જોઈએ. તાત્પર્ય એ છે કે દુર્વચન સાંભળીને જેનું ચિત્ત કલુષિત થતું નથી, તે હકીકતમાં સહનશીલ કહેવાય છે અને તે આરાધક થાય છે. આ રીતે આરાધક બનવા માટે ક્ષમા, સહિષ્ણુતા, વિવેક, ઉદારતા આદિ અનેક ગુણોની આવશ્યકતા હોય છે. એથી દુર્વચન સહન કરવા એ મુનિની અનિવાર્ય ફરજ બને છે. અધ્યયન : ૨ જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાનઃ ચંપાનગરીના રાજાજિતશત્રુના સુબુદ્ધિ નામના પ્રધાન હતા. રાજાજિતશત્રુ જિનમતથી અનભિજ્ઞ હતા, જ્યારે સુબુદ્ધિ અમાત્ય શ્રમણોપાસક હતા. એક દિવસનો પ્રસંગ હતો. રાજા અન્ય અનેક પ્રતિષ્ઠિત જનોની સાથે ભોજન કરી રહ્યા હતા. સંયોગવશ તે દિવસે ભોજન ખૂબ સ્વાદિષ્ટ બન્યું. ભોજન કર્યા બાદ ભોજનના સ્વાદિષ્ટપણાથી વિસ્મિત રાજાએ ભોજનની ભૂરિભૂરિ પ્રશંસા કરી. અન્ય લોકોએ તેને ટેકો આપ્યો. સુબુદ્ધિ પ્રધાન તે વખતે હાજર હતા છતાં તેમણે મૌન સેવ્યું. સુબુદ્ધિનું મૌન જાણી રાજાએ વારંવાર ભોજનની પ્રશંસા કરી, તેથી Page #37 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્રઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર ૩છે. સુબુદ્ધિને બોલવું પડ્યું- સ્વામિન્ ! એમાં આશ્ચર્ય જેવું નથી. પુદ્ગલોના પરિણમનના અનેક પ્રકાર હોય છે. શુભ પુદ્ગલ અશુભમાં પરિણમી જાય છે, તેમજ અશુભ પુદ્ગલ શુભમાં પણ પરિણમન પામે છે; અંતે તો પુદ્ગલ જ છે. મને તેમાં આશ્ચર્ય જેવું કંઈ લાગતું નથી. સુબુદ્ધિના આ કથનનો રાજાએ આદર ન કર્યો પણ ચૂપ રહી ગયા. ચંપાનગરીની બહાર એક ખાઈ હતી. તેમાં અત્યંત અશુચિમય દુર્ગન્ધયુક્ત અને સડેલા મૃત કલેવરોથી વ્યાપ્ત ગંદુ પાણી ભરેલું રહેતું. એકદા રાજા પ્રધાનની સાથે ફરવા નીકળતાં આ ખાઈ પાસેથી પસાર થયા. પાણીની દુર્ગધથી તે અકળાઈ ગયા. તેણે વસ્ત્રથી નાક-મુખ ઢાંકી દીધા. તે સમયે રાજાએ પાણીની અમનોજ્ઞતાનું વર્ણન કર્યું. સાથીઓએ તેમાં સૂર પૂરાવ્યો; પરંતુ સુબુદ્ધિ મૌન રહો તે જોઈ રાજાએ વારંવાર ખાઈના દુર્ગન્ધયુક્ત પાણીનું વર્ણન કર્યું. ત્યારે સુબુદ્ધિએ પુદ્ગલના સ્વભાવનું પૂર્વ પ્રમાણે જ વર્ણન કર્યું. રાજાથી તે ન સંભળાયું. તેમણે કહ્યું– સુબુદ્ધિ ! તમે કદાગ્રહના શિકાર બન્યા છો અને બીજાને જ નહીં પોતાને પણ ભ્રમમાં નાખો છો. સુબુદ્ધિ તે સમયે મૌન રહ્યા અને વિચાર્યું કે રાજાને સત્ય વચન ઉપર શ્રદ્ધા નથી. તેને કોઈપણ ઉપાયે સન્માર્ગ પર લાવવા જ જોઈએ. આમ વિચારી તેમણે પૂર્વોક્ત ખાઈનું પાણી મંગાવ્યું અને વિશિષ્ટ વિધિથી ૪૯ દિવસમાં તેને અત્યંત શુદ્ધ અને સ્વાદિષ્ટ બનાવ્યું. તે સ્વાદિષ્ટ પાણી જ્યારે રાજાને મોકલવામાં આવ્યું અને તેમણે પીધું, તો તે આસક્ત બન્યા. પ્રધાનજીએ પાણી મોકલાવ્યું છે તે જાણ્યું ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે ક્યા કૂવાનું પાણી છે? પ્રધાનજીએ નિવેદન કર્યું કે સ્વામિન્ ! આ તે જ ખાઈનું પાણી છે જે આપને અત્યંત અમનોજ્ઞ પ્રતીત થયું હતું. રાજાએ સ્વયં પ્રયોગ કર્યો. સુબુદ્ધિનું કથન સત્ય સિદ્ધ થયું. ત્યારે રાજાએ સુબુદ્ધિને પૂછ્યું- સુબુદ્ધિ! તમારી વાત સત્ય છે પણ બતાવો તો ખરા કે આ સત્ય, કથનનું યથાર્થ તત્વ કેવી રીતે જાણ્યું? તમને કોણે બતાવ્યું? સુબુદ્ધિએઉત્તર આપ્યો–સ્વામિનું આ સત્યનું પરિજ્ઞાનમનેજિન ભગવાનના વચનોથી થયું છે. વીતરાગવાણીથી જ આ સત્ય તત્ત્વને ઉપલબ્ધ કરી શક્યો છું. રાજાએ જિનવાણી શ્રવણ કરવાની અભિલાષા પ્રગટ કરી. સુબુદ્ધિએ તેને ચાતુર્યામ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. રાજા પણ શ્રમણોપાસક બની ગયા. એકદા સ્થવિર મુનિઓનું ચંપામાં પદાર્પણ થયું. રાજા, પ્રધાન અને પ્રજાએ ધર્મોપદેશ સાંભળ્યો. સુબુદ્ધિ પ્રધાને દીક્ષા અંગીકાર કરવા અનુજ્ઞા માંગી. રાજાએ થોડો સમય સંસારમાં રહેવાનું પછી સાથે દીક્ષા લેવાનું કહ્યું. સુબુદ્ધિ પ્રધાને તે કથનનો સ્વીકાર કર્યો. બાર વર્ષ પછી બંને સંયમ અંગીકાર કરી, અંતે જન્મ rivate & Personal use Page #38 -------------------------------------------------------------------------- ________________ | ૩૮ ૨૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧, મરણની વ્યથાઓથી મુક્ત થઈ ગયા. શિક્ષા-પ્રેરણા:- પ્રસ્તુત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે સમ્યગૃષ્ટિ જ્ઞાની પુરુષ કોઈપણ વસ્તુને ફક્ત બાહા દષ્ટિથી વિચારતા નથી પણ આત્યંતર તાત્વિક દષ્ટિથી અવલોકન કરે છે. તેની દષ્ટિ તત્ત્વસ્પર્શી હોય છે, તેથી જ તે આત્મામાં રાગદ્વેષની સંભાવના નષ્ટપ્રાય થઈ જાય છે. જ્યારે મિથ્યાદષ્ટિ જીવ ઈષ્ટ-અનિષ્ટ મનોજ્ઞ-અમનોજ્ઞ ઇત્યાદિ વિકલ્પ કરે છે અને સંકલ્પ-વિકલ્પ દ્વારા રાગ-દ્વેષને વશીભૂત થઈ કર્મબંધનો ભાગી બને છે. આ ઉપદેશને અત્યંત સરલ કથાનક દ્વારા વર્ણવામાં આવ્યો છે. - સુબુદ્ધિ અમાત્ય સમ્યગ્દષ્ટિ, તત્ત્વજ્ઞ શ્રાવક હતો તેથી અન્યની અપેક્ષાએ તેની દષ્ટિ જુદી જ હતી. સમ્યગ્દષ્ટિ આત્મા કોઈપણ વસ્તુના ઉપભોગથી ન તો આશ્ચર્યચકિત થાય કે ન તો શોકમગ્ન થાય. તે પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણી સ્વભાવમાં સ્થિર રહે છે, આ તેનો આદર્શ ગુણ છે. અમુક કુળમાં ઉત્પન્ન થવા માત્રથી શ્રાવકપણું આવતું નથી. આ જાતિગત વિશેષતા નથી. શ્રાવક થવા માટે સૌ પ્રથમ વીતરાગ પ્રરૂપિત તત્ત્વ સ્વરૂપ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. શ્રધ્ધા સાથે શ્રાવકજીવન સ્વીકાર કર્યા બાદ તેના આત્યંતર તથા બાહા જીવનમાં પરિવર્તન આવી જાય છે. તેની રહેણી કરણી, વચન વ્યવહાર, આહાર વિહાર, સર્વ વ્યવહારોમાં પરિવર્તન આવી જાય છે. આ અનુભવ સુબુદ્ધિપ્રધાન શ્રમણોપાસકના જીવનથી જાણી શકાય છે. આ સૂત્રથી પ્રાચીનકાળમાં રાજા અને તેના મંત્રી વચ્ચે કેવો સંબંધ રહેતો હતો અથવા હોવો જોઈએ તે પણ જાણવા મળે છે. અધ્યયન : ૧૩ નન્દ મણિયાર - રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરનું પદાર્પણ થતાં દર્દરાવતંસક વિમાનવાસી દર્દ નામનો દેવ ત્યાં આવ્યો. રાજપ્રશ્રીય સૂત્રમાં વર્ણવ્યાનુસાર સૂર્યાભદેવની જેમ નાટયવિધિ બતાવી પાછો ગયો. ત્યારે ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછયો તેના સંદર્ભમાં ભગવાને તેનો ભૂત, વર્તમાન અને ભવિષ્ય જન્મનો પરિચય આપ્યો, તે આ પ્રમાણે છે રાજગૃહી નગરીમાં નંદ નામનો મણિયાર રહેતો હતો. ભગવાનનો ઉપદેશ સાંભળી શ્રમણોપાસક બન્યો. કાલાંતરે સાધુ સમાગમ ન થવાથી તેમજ મિથ્યાદષ્ટિનો પરિચય વધવાથી તે મિથ્યાત્વી થયો, છતાં તપશ્ચર્યાદિ બાહ્ય - ક્રિયાઓ પર્વવત્ કરતો રહ્યો. Jain Page #39 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર એકદા ગ્રીષ્મૠતુમાં અષ્ટમ ભક્તની તપશ્ચર્યા કરી, પૌષધશાળામાં રહી પૌષધની ક્રિયા કરી. તે દરમ્યાન સખત ભૂખ અને તરસ લાગતાં પૌષધાવસ્થામાં જ વાવડી,બગીચા આદિનું નિર્માણ કરવાનો તેણે સંકલ્પ કર્યો. બીજે દિવસે વ્રતમાંથી મુક્ત થયા બાદ તે રાજા પાસે પહોંચ્યો. અને રાજાની આજ્ઞા મેળવીને સુંદર વાવડી બનાવડાવી, તેની આજુબાજુ બગીચા, ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સાલય તથા અલંકારશાળા આદિનું નિર્માણ કરાવ્યું. ઘણા લોકો તેનો ઉપયોગ કરવા લાગ્યા અને નંદમણિયારની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળી નંદ ખૂબ હર્ષિત થયો. વાવડી પ્રત્યે તેની આસક્તિ અધિકાધિક વધવા લાગી. ૩૯ આગળ જતાં નંદના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. રોગ મુક્ત કરનાર ચિકિત્સકોને યોગ્ય પુરસ્કાર આપવાની ઘોષણા કરાવી. અનેક ચિકિત્સકો આવ્યા, અનેકાનેક ઉપચારો કર્યા છતાં સફળતા ન મળી. અંતે નંદ મણિયાર આર્તધ્યાનવશ થઈ મૃત્યુ પામી, વાવડીની આસક્તિને કારણે ત્યાંજ દેડકાની યોનિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ વારંવાર લોકોના મુખેથી નંદની પ્રશંસા સાંભળી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વભવના મિથ્યાત્વ સંબંધી પાપનો પશ્ચાત્તાપ કરી આત્મ સાક્ષીએ પુનઃ શ્રાવકવ્રત અંગીકાર કર્યા. ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં સમોસર્યા. દેડકાને તે સમાચાર જાણવા મળતાં તે પણ ભગવાનના દર્શન કરવા રવાના થયો. રસ્તામાં જ શ્રેણિક રાજાના સૈન્યના એક ઘોડાના પગ નીચે તે દબાઈ ગયો. જીવનનો અંત નજીક જાણી અંતિમ સમયની વિશિષ્ટ આરાધના કરી, મૃત્યુ પામી દેવપર્યાયમાં ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનથી જાણી તુરત ભગવાનના સમોસરણમાં આવ્યો. દેવગતિનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી, ચારિત્ર અંગીકાર કરી મુક્તિપદને મેળવશે. શિક્ષા—પ્રેરણા :– પ્રસ્તુત અધ્યયનમાંથી બે શિક્ષા પ્રાપ્ત થાય છે. (૧) સદ્ગુરુના સમાગમથી આત્મિક ગુણોની વૃદ્ધિ થાય છે, તેથી સંત સમાગમ કરતા રહેવું જોઈએ. (૨) આકિત અધઃપતનનું કારણ છે; તેથી સદાય વિરક્ત ભાવ કેળવવો જાઈએ. વસ્તુ કે વ્યકિતમાં કયારેય રાગ-દ્વેષ કે આસક્તિના પરિણામ ન કરવા જોઇએ. સમ્યક્ત્વની ચાર શ્રદ્ધાનું મહત્ત્વ આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે. (૧) જિનભાષિત તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરવી. (૨) તત્ત્વજ્ઞાની સંતોનો સંપર્ક કરવો. (૩) અન્યધર્મીઓની સંગતિનો ત્યાગ કરવો. (૪) સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ ગયેલાનો પરિચય વર્જવો. આ ચાર બોલથી વિપરીત વર્તતા નંદ મણિયાર શ્રાવક ધર્મથી ચ્યુત થઈ ગયા. Page #40 -------------------------------------------------------------------------- ________________ | ૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧ તિર્યંચ ભવમાં પણ જાતે જ શ્રાવક વ્રત ધારણ કરી શકાય તેમજ અંતિમ સમયે આજીવન અનશન પણ જાતે જ કરી શકાય, તે આ અધ્યયન દ્વારા ફલિત થાય છે. શ્રાવક વ્રતમાં સ્થૂલ પાપોનો ત્યાગ છે અને સંથારામાં સર્વથા પાપોનો ત્યાગ હોય છે, તો પણ સંથારામાં તે સાધુ નથી કહેવાતો. બાવિધિ, વેષ, વ્યવસ્થા એવં ભાવોમાં સાધુ અને શ્રાવકની વચ્ચે અંતર હોય છે. તેથી સંથારામાં પાપોનો સર્વથા ત્યાગ હોવા છતાં શ્રાવક, શ્રાવક જ કહેવાય છે, સાધુ નહિ. 'અધ્યયન: ૧૪ તેટલીપુત્ર પ્રધાન અને પોટીલા : તેરમા અધ્યયનમાં બતાવવામાં આવ્યું કે સદ્ગનો સમાગમ પ્રાપ્ત ન થતાં વિદ્યમાન સદ્ગણોનો હ્રાસ થાય છે. જ્યારે આ અધ્યયનમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે સદ્ નિમિત્ત મળતાં અવિદ્યમાન સગુણ પ્રાપ્ત થાય છે. તેથી ગુણાનુરાગી આત્માએ તેવા નિમિત્તોને મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેથી પ્રાપ્ત ગુણોનો વિકાસ અને અવિદ્યમાન ગુણોની પ્રાપ્તિ થતી રહે. તેતલપુર નગરના રાજા કનકરથના પ્રધાનનું નામ તેટલીપુત્ર હતું. તે જ નગરમાં મૂષિકાદારક નામનો સોની રહેતો હતો. એક વખત તેટલીપુત્રે તે સોનીની સુપુત્રી પોટીલાને ક્રીડા કરતાં જોઈ અને જોતાં જ તે તેણીમાં આસક્ત બન્યો. પત્નીના રૂપે માંગણી કરી. શુભ મુહૂર્ત બન્નેના લગ્ન થઈ ગયા. ઘણા સમય સુધી બન્ને પરસ્પર અનુરાગી રહ્યા પણ કાલાંતરે સ્નેહ ઘટવા માંડ્યો. એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે તેટલીપુત્રને પોટીલાના નામથી ધૃણા થવા લાગી. પોટીલા ઉદાસ અને ખિન્ન રહેવા લાગી. તેનો નિરતર ખેદ જાણી તેટલીપુત્રે કહ્યું- તું ઉદાસીનતા છોડી દે. આપણી ભોજનશાળામાં પ્રભૂત ભોજન-પાણી, ફળ મેવા અને મુખવાસ તૈયાર કરાવી શ્રમણ, માહણ, અતિથિ અને ભિખારીઓને દાન આપી પુણ્ય ઉપાર્જન કર, પોટીલાએ તે પ્રમાણે કર્યું. સંયોગોવશાત્ એક વખત તેતલપુરમાં સુવ્રતા આર્યાનું આગમન થયું. તેઓ ગોચરી અર્થે તેટલીપુત્રના ઘરે પધાર્યા. પોટીલાએ આહારાદિ વહોરાવી સાધ્વીજીઓને વિનંતિ કરી કે- હું તેટલીપુત્રને પહેલાં ઇષ્ટ હતી, હવે અનિષ્ટ થઈ ગઈ છું; તમે તો ખૂબ ભ્રમણ કરો છો; તમારો અનુભવ પણ બહોળો હોય છે, તો કોઈ કામણ ચૂર્ણ કે વશીકરણ મંત્ર બતાવો જેથી હું તેટલીપુત્રને પૂર્વવત્ આકૃષ્ટ કરી શકું. Jain Education સાધ્વીજીઓને આ વાતોથી શો ફાયદો ? પોટીલાનું કથન સાંભળતાં જorg Page #41 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: જ્ઞાતા ધર્મકથા સૂત્ર બન્ને કાનને હાથથી દબાવી દીધા અને કહ્યું કે, “હે દેવાનુપ્રિયા! અમે બ્રહ્મચારીણી છીએ. અમને આ વાતો સાંભળવી પણ કલ્પતી નથી. તમે ઇચ્છો તો તમને સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ સંભળાવીએ.” પોટીલાએ ધર્મોપદેશ સાંભળી શ્રાવિકાધર્મ સ્વીકાર્યો. તેનાથી તેને નૂતન જીવન મળ્યું. તેનો સંતાપ શમ્યો. ધર્મ પ્રત્યે રુચિ થઈ. ત્યારબાદ સંયમ લેવાનો સંકલ્પ કર્યો. તેતલપુત્ર પાસે અભિલાષા વ્યક્ત કરી. ત્યારે તેતલીપુત્રે કહ્યું– તમે સંયમ પાળી આગામી ભવમાં અવશ્ય દેવલોકમાં જશો. ત્યાંથી મને બોધ આપવા માટે આવજો. આ વચન સ્વીકારો તો હું તમને દીક્ષાની અનુમતિ આપીશ. પોટીલાએ શરતનો સ્વીકાર કર્યો. તે દીક્ષિત થઈ ગઈ. સંયમ પાળી આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાં ઉત્પન્ન થઈ. તેતલપુરનો કનકરથ રાજા રાજ્યમાં અત્યંત વૃદ્ધ અને સત્તા લોલુપ હતો. તેનો દીકરો યુવાન થતાં તેનું રાજ્ય ઝૂંટવી ન લે તેથી જન્મતાં જ બાળકોને વિકલાંગ કરી નાખતો. તેની આ કૂરતા રાણી પદ્માવતીથી સહન ન થઈ. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે ગુપ્ત રીતે તેટલીપુત્રને અંતઃપુરમાં બોલાવી, ભવિષ્યમાં થનારા સંતાનની સુરક્ષા માટે મંત્રણા કરી. અંતે નક્કી કરવામાં આવ્યું કે જો પુત્ર હોય તો રાજાની નજર ચૂકવી તેટલીપુત્રના ઘરે જ પાલન પોષણ કરવામાં આવશે. સંયોગવશ જે દિવસે રાણી પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યો તે દિવસે તેટલીપુત્રની પત્નીએ મૃત કન્યાને જન્મ આપ્યો. પૂર્વનિર્ણય અનુસાર તેટલીપુત્રે સંતાનની અદલાબદલી કરી, પત્નીને બધી વાતથી વાકેફ કરી દીધી. રાજકુમાર મોટો થવા લાગ્યો. કાલાંતરે કનકરથ રાજાનું મૃત્યુ થતાં ઉત્તરાધિકારી માટે ચર્ચા થવા લાગી. તેટલીપુત્રે રહસ્ય પ્રગટ કર્યું અને રાજકુમાર કનકધ્વજને રાજયાસીન કરવામાં આવ્યું. રાણી પદ્માવતીનો મનોરથ સફળ થયો. તેણે કનકધ્વજ રાજાને આદેશ કર્યો કે તેટલીપુત્ર પ્રત્યે સંદેવ વિનમ્ર રહેવું, તેનો સત્કાર કરવો. રાજસિંહાસન, વૈભવ તેમજ તમારું જીવન પણ તેમની કૃપાથી છે. કનકધ્વજે માતાનો આદેશ સ્વીકાર્યો અને અમાત્ય પ્રત્યે આદર કરવા લાગ્યા. આ તરફ પોટીલદેવે પોતાની પ્રતિજ્ઞાનુસાર તેતલપુત્રને પ્રતિબોધ કરવા અનેક ઉપાયો કર્યા પરંતુ રાજા દ્વારા અત્યંત સન્માન મળવાના કારણે તે પ્રતિબોધ ન પામ્યા. ત્યારે દેવે અંતિમ ઉપાય કર્યો. રાજા આદિને તેનાથી વિરુદ્ધ કર્યા. એક દિવસ જ્યારે રાજસભામાં ગયા. રાજાએ તેની સાથે વાત તો ન કરી પણ તેની સામે ય ન જોયું. તેટલીપુત્ર આવો વિરુદ્ધ વ્યવહાર જોઈ ભયભીત થઈ ગયા, ઘરે આવ્યા. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત-૧ માર્ગમાં અને ઘરે આવતાં પરિવાર જનોએ કિંચિત્ આદર ન કર્યો. પરિસ્થિતિ બદલાયેલી જોતાં તેટલીપુત્રને આપઘાત કરવાનો વિચાર સ્ફર્યો. આપઘાતના બધા ઉપાયો અજમાવી લીધા, પણ દૈવી માયાના યોગે સફળતા ન સાંપડી. - જ્યારે તેતલીપુત્ર આત્મઘાત કરવામાં અસફળ થતાં નિરાશ થયો ત્યારે પોટીલદેવ પ્રગટ થયા. દેવે સારભૂત શબ્દોમાં ઉપદેશ આપ્યો. તે સમયે તેટલીપુત્રના શુભ અધ્યવસાયે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે જાણ્યું કે હું પૂર્વભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં મહાપા નામનો રાજા હતો; સંયમ અંગીકાર કરી, યથાસમયે અનશન કરી મહાશુક્ર નામના દેવલોકમાં ઉત્પન્ન થયો હતો. ત્યાર પછી અહીં જન્મ લીધો. માનો કે તેટલીપુત્રને નૂતન જીવનની પ્રાપ્તિ થઈ. થોડો વખત પહેલા જેની ચારે બાજુ ઘોર અંધકાર છવાયેલો હતો. હવે અલૌકિક પ્રકાશ છવાઈ ગયો અને ચિંતન કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ભાવોની શ્રેણી ક્રમશઃ વિશુદ્ધ થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આકાશમાં દેવદંભી વાગી. કનકધ્વજ રાજા આવ્યો. ક્ષમા માગી. ઉપદેશ સાંભળી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. તેટલીપુત્ર અનેક વર્ષ કેવળી પર્યાયમાં રહી સિદ્ધ થયા. શિક્ષા-પ્રેરણાઃ- (૧) પ્રતિજ્ઞાબદ્ધદેવધર્મક્રિયામાં સહાયક બને છે. (૨) અનુકૂળ વાતાવરણ કરતાં પ્રતિકૂળતામાં શીધ્ર બોધ થાય છે. (૩) પતિ-પત્નીનો પ્રેમ ક્ષણિક હોય છે. તે કર્મોના ઉદયથી બદલાઈ પણ જાય છે, તેથી સદા સાવધાન રહેવું. (૪) વિપકાળમાં પણ સુખી અને પ્રસન્ન રહેવાનો ઉપાય કરવો. (૫) દુઃખથી ગભરાઈ આત્મઘાત કરવો મહા કાયરતા છે, અજ્ઞાન દશા છે. એવા સમયમાં ધર્મનું સ્મરણ કરી સંયમ-તપ સ્વીકારવો જોઈએ. અર્થાત્ દુઃખમાં તો ધર્મ અવશ્ય કરવો જોઈએ. અધ્યયન : ૧૫ નન્દીફળઃ ચંપાનગરીમાં ધન્ય સાર્થવાહ શકિત સંપન્ન વ્યાપારી હતો. તેણે એક વખત માલ વેચવા અહિચ્છત્રા નગરી જવા વિચાર્યું. ધન્ય સાર્થવાહે સેવકો દ્વારા ચંપાનગરીમાં ઘોષણા કરાવી કે– ધન્ય સાર્થવાહ અહિચ્છત્રા નગરી જઈ રહ્યા છે. જેને આવવું હોય તે સાથે આવે. જેની પાસે જે કોઈપણ પ્રકારના સાધનનો અભાવ હશે, તેની પૂર્તિ કરવામાં આવશે. દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. Jain Education ધન્ય શ્રેષ્ઠીએ અને તેના સાર્થે ચંપાનગરીથી પ્રસ્થાન કર્યું. ઉચિત સ્થાનેg Page #43 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર ૪૩ વિશ્રાન્તિ લેતાં ભયંકર અટવીની વચ્ચે આવી પહોંચ્યા. અટવી ખૂબ વિકટ હતી. માણસોની અવર જવર ન હોતી. બરાબર મધ્ય ભાગમાં એક વિષયુક્ત વૃક્ષ હતું. જેના ફળ, પાંદડા, છાલ આદિનો સ્પર્શ કરતાં, સુંઘતા, ચાખતાં અત્યંત મનોહર લાગતાં પણ તે બધા અને તેની છાયા પણ પ્રાણ હરણ કરવાવાળી હતી. અનુભવી ધન્ય સાર્થવાહને તે નન્દીફળના વૃક્ષનો પરિચય હતો. તેથી સમયસર બધાને ચેતવણી આપી દીધી કે– સાર્થની કોઈ વ્યકિતએ નન્દીફળની છાયાની નજીક પણ ન જવું. ધન્ય સાર્થવાહની ચેતવણીનો ઘણાએ અમલ કર્યો તો કેટલાક એવા પણ નીકળ્યા કે આ વૃક્ષના વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પ્રલોભનને રોકી ન શક્યા. જે તેનાથી બચ્યા તે સકુશળ યથેષ્ટ સ્થાને પહોંચી સુખના ભોગી બન્યા અને જે ઇન્દ્રિયને વશીભૂત થઈ પોતાના મન ઉપર નિયંત્રણ રાખી ન શક્યા તેઓ મૃત્યુના શિકાર બન્યા. તાત્પર્ય એ છે કે આ સંસાર ભયાનક અટવી છે. તેમાં ઇન્દ્રિયના વિવિધ વિષયો નન્દીફળ સમાન છે. ઇન્દ્રિયના વિષય ભોગવતી વખતે ક્ષણભર સુખદ લાગે છે પણ ભોગનું પરિણામ ખૂબ શોચનીય હોય છે. વિષયભોગથી દીર્ઘકાળ સુધી વિવિધ વ્યથાઓ ભોગવવી પડે છે. તેથી સાધકે વિષયોથી બચવું જોઈએ. શિક્ષા-પ્રેરણા :- (૧) બુઝુર્ગ અનુભવી વ્યકિતઓની ચેતવણી, હિતસલાહની ક્યારે ય ઉપેક્ષા ન કરવી. (૨) અજાણ્યું ફળ ખાવું નહિ. (૩) ઇચ્છાઓ ઉપર નિયંત્રણ રાખવાનો અભ્યાસ કરવો. (૪) ખાવા-પીવાની આસક્તિ મનુષ્યના શરીર, સંયમ અને જીવનનો ખાત્મો બોલાવી દે છે. તેથી ખાવા-પીવામાં વિવેકનું જ્ઞાન હોવું આવશ્યક છે. અધ્યયન : ૧૬ દ્રૌપદી - ઘણી વખત મનુષ્ય સાધારણ લાભ મેળવવાની ઈચ્છાએ એવું નિકૃષ્ટ કર્મ કરી બેસે છે કે જેનું ભયંકર પરિણામ ભવિષ્યમાં ભોગવવું ભારે પડે છે. તે વ્યક્તિનું ભાવી દીઘ્રતિદીર્ઘ કાળ માટે અંધકારમય બની જાય છે. દ્રૌપદીના અધ્યયનમાંથી આ બાબતની શીખ મળે છે. દ્રોપદીની કથા તેના નાગશ્રીના પૂર્વભવથી શરૂ થાય છે. નાગશ્રી બ્રાહ્મણીએ પોતાના પરિવાર માટે ભોજન તૈયાર કર્યું હતું, જેમાં તુંબીનું શાક બનાવેલું. શાક તૈયાર થઈ ગયા બાદ ચાખતાં ખ્યાલ આવ્યો કે તુંબી કડવી અને વિષયુક્ત છે. આ Jan અંગે અપયશથી બચવા શાક એક જગ્યાએ છુપાવી રાખ્યું. પરિવારના લોકો org Page #44 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ જમીને ગયા બાદ નાગશ્રી ઘરમાં એકલી જ હતી. તે વખતે માસખમણના તપસ્વી મુનિવર ધર્મરુચિ અણગાર પારણા કાજે તેના ઘરે પહોંચ્યા. સર્પ પાસે અમૃતની અપેક્ષા રખાય જ નહિ, તેની પાસેથી તો ઝેર જ મળે. નાગશ્રી માનવીના રૂપમાં નાગણ હતી. તેણીએ પરમ તપસ્વી મુનિને ઝેર પ્રદાન કર્યું. વિષયુક્ત સુંબીનું બધું જ શાક પાત્રમાં નાખી દીધું. ૪૪ ધર્મરુચિ અણગાર આહાર લઈ ગુરુ સમક્ષ આવ્યા. શાકની ગંધમાત્રથી ગુરુદેવ આહારને પારખી ગયા. તેમ છતાં એક ટીપું લઈ ચાખ્યું અને મુનિવરને નિર્વધ સ્થાનમાં પરઠવાનો આદેશ કર્યો. ધર્મરુચિ અણગાર પરઠવા ગયા. એક ટીપું ધરતી ઉપર મૂકતાં જ તેની ગંધથી પ્રેરાઈ સેંકડો કીડીઓ આવવા લાગી. જે કીડી તેનો રસાસ્વાદ માણે તે પ્રાણ ગુમાવી દેતી. આ દશ્ય જોઈ કરુણાવતાર મુનિનું હૃદય હચમચી ઉઠ્યું. તેમણે વિચાર્યું કે એક ટીપા માત્રથી આટલી બધી કીડીઓ मृत्यु પામી તો બધું જ શાક પરઠવાથી કેટલા બધા જીવોની ઘાત થશે? તે કરતાં શ્રેયસ્કર એ છે કે આ શાક મારા પેટમાં પધરાવી દઉં. મુનિએ તે પ્રમાણે કર્યું. દારૂણ વેદના થઈ. મુનિ પાદપોપગમન સંથારો કરી સમાધિ પૂર્વક પંડિત મરણને વર્યા. નાગશ્રીનું પાપ છૂપું ન રહ્યું. સર્વત્ર તેની ચર્ચા થવા લાગી. સ્વજનોએ માર-પીટ કરી તેણીને ઘરમાંથી કાઢી મૂકી. તેણી ભિખારી બની ગઈ. સોળ રોગ પેદા થયા. અતિ તીવ્ર દુઃખોને અનુભવતી હાય-વોય કરતી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાર પછી પ્રત્યેક નરકમાં અનેક સાગરોપમના આયુષ્યવાળા અનેક વખત જન્મ ધારણ કર્યા. વચ્ચે વચ્ચે માછલી આદિ તિર્યંચ યોનિમાં પણ જન્મ લીધા. તે ભવોમાં શસ્ત્રો દ્વારા વધ થયા. જલચર, ખેચર અને સ્થલચર, એકેન્દ્રિય, વિકલે– ન્દ્રિય પર્યાયમાં જન્મ લીધા; દુઃખમય જીવન પસાર કર્યા. Jain દીર્ઘકાળ સુધી જન્મ મરણ કરી મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યો. ચંપા નગરીના સાગરદત્ત શેઠના ઘેર પુત્રી પણે જન્મ લીધો. સુકુમાલિકા નામ રાખવામાં આવ્યું. હજી પણ પાપના વિપાકનો અંત નહોતો આવ્યો. વિવાહિત થતાં જ પતિ દ્વારા તેનો પરિત્યાગ કરવામાં આવ્યો. તેના શરીરનો સ્પર્શ તલવારની ધાર જેવો તીક્ષ્ણ અને અગ્નિ જેવો ઉષ્ણ લાગતો. તેના પતિ ઉપર દબાણ કરવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે— "હું મૃત્યુને ભેટીશ પણ સુકુમાલિકાનો સ્પર્શ સુદ્ધાં નહિ કરું." સુકુમાલિકાનો પુનર્વિવાહ એક ભિખારી સાથે કરવામાં આવ્યો, ભિખારી પણ તેને પ્રથમ રાત્રે જ છોડીને ભાગ્યો. અતિશય દીન-હીન ભિખારી, શેઠના અસીમ વૈભવ અને સ્વર્ગ જેવા સુખના પ્રલોભનનો ત્યાગ કરી, ઠુકરાવીને જતો રહ્યો. હવે કોઈ આશાનું કિરણ ન રહ્યું. પિતાએ નિરાશ થઈને કહ્યું – બેટી ! તારા પાપ-કર્મનો ઉદય છે, જેને તું સંતોષની સાથે ભોગવી લે. પિતાએ દાનશાળા rg of V Page #45 -------------------------------------------------------------------------- ________________ | કથાશાસ્ત્રઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર ૪૫ ખોલી. સુકુમાલિકા દાન દેતી સમય વ્યતીત કરવા લાગી. એકદા ગોપાલિકા નામના સાધ્વીજી દાનશાળામાં ગોચરી અર્થે પધાર્યા. તેઓની પાસે સુકમાલિકાએ વશીકરણ, મંત્ર-તંત્ર, કામણ-કૂટણ આદિની યાચના કરી. આર્યાજીએ પોતાનો ધર્મ સમજાવ્યો અને કહ્યું કે આવું સાંભળવું પણ મને કલ્પતું નથી; અમારે મંત્ર-તંત્રનું શું પ્રયોજન ? આખરે સાધ્વીજીના ઉપદેશથી સુકુમાલિકાએ વિરક્ત થઈદીક્ષા અંગીકાર કરી. કાલાંતરે તે શિથિલાચારિણી બની ગઈ. સ્વચ્છંદી થઈ એકાકી રહેવા લાગી. ગામ બહાર જઈ આતાપના લેવા લાગી. એક વખત એક વેશ્યાને પાંચ પુરુષ સાથે વિલાસ કરતી જોઈ સુકુમાલિકાની સુષુપ્ત વાસના ભડકી, વળી સુખ ભોગની લાલસા ઉત્પન્ન થઈ. તેણીએ નિયાણું કર્યું– 'મારી તપશ્ચર્યાનું ફળ હોય તો બીજા ભવમાં આવા પ્રકારનું સુખ પ્રાપ્ત કરું. અંતે મૃત્યુ પામી દેવ પર્યાયમાં ઉત્પન્ન થઈ. ત્યાં પણ દેવગણિકા બની. દેવભવનો અંત થતાં પાંચાલનૃપતિ દ્રુપદની કન્યા દ્રોપદી રૂપે ઉત્પન્ન થઈ. ઉચિત વય થતાં સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું. સ્વયંવરમાં શ્રી કૃષ્ણ વાસુદેવ, પાંડવો આદિ સેંકડો રાજાઓ ઉપસ્થિત હતા. દ્રૌપદીએ પાંચ પાંડવોનો સ્વીકાર કર્યો. તેના આ સ્વયં વરણનો કોઈએ વિરોધ ન કર્યો. દ્રૌપદી પાંડવોની સાથે હસ્તિનાપુરમાં ગઈ. ક્રમશઃ પાંચ પાંડવોની સાથે માનવીય સુખોનો ઉપભોગ કરવા લાગી. એક વખત અચાનક નારદજી આવી પહોંચ્યા. યથોચિત વિનય બધાએ જાળવ્યો, પણ દ્રૌપદીએ સત્કાર ન કર્યો. તેથી નારદજી કોપ્યા. તેઓ બદલો લેવાની ભાવનાએ લવણ સમુદ્ર પાર કરી ધાતકીખંડ દ્વીપમાં અમરકંકાના રાજા પદ્મનાભ પાસે ગયા. દ્રૌપદીના રૂપ-લાવણ્યની અતિશય પ્રશંસા કરી, પદ્મનાભને લલચાવ્યો. તેણે મિત્રદેવની સહાયતાથી દ્રોપદીનું અપહરણ કરાવ્યું. દ્રૌપદી પતિવ્રતા હતી. પદ્મનાભે તેણી પાસે અનુચિત માંગણી કરી ત્યારે તેણે છ મહિનાની મુદત માંગી. દ્રૌપદીને શ્રદ્ધા હતી કે આ સમય દરમ્યાન શ્રી કૃષ્ણ આવી મને છોડાવશે. મારો ઉદ્ધાર કરશે. આ તરફ પાંડુરાજાએ ચારે બાજુ તપાસ આદરી. દ્રોપદીનો કયાંય પત્તો ન લાગ્યો. આખરે પાંડવોની માતા કુંતીજી કૃષ્ણ વાસુદેવ પાસે ગઈ. સમાચાર મળતાં જ શ્રી કૃષ્ણ નગર બહાર સત્કારવા આવ્યા. ભવનમાં લઈ આવી આગમનનું કારણ પૂછ્યું. કુંતીએ દ્રોપદીના અપહરણની વાત કરી. કૃષ્ણ તે કાર્ય પૂર્ણ કરવાનું વચન આપી કુંતીને વિદાય કરી. Jain Educatio અત્યંત શોધ કરવા છતાં દ્રૌપદીનો પત્તો ન લાગ્યો. અચાનકારદજી શ્રી org Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ કૃષ્ણ પાસે આવ્યા. ઉચિત સત્કાર કર્યો. પરસ્પર કુશલ સમાચાર પૂછી શ્રી કૃષ્ણ દ્રૌપદી માટે પૂછ્યું. તેના પ્રત્યુત્તરમાં નારદે કહ્યું કે ધાતકીખંડદ્વીપની અમરકંકા નામની રાજધાનીમાં પદ્મનાભના અંતઃપુરમાં દ્રોપદી જેવી એક સ્ત્રીને જોઈ હતી. શ્રી કૃષ્ણને સમજતાં વાર ન લાગી કે આ કરતૂત નારદજીનાં છે. નારદજી પલાયન થઈ ગયા. કૃષ્ણ પાંડવોને સમુદ્ર કિનારે આવવા જણાવ્યું. ત્યાંથી એ જણા પોત-પોતાનાં રથ સહિત લવણાધિપતિ સુસ્થિત દેવની સહાયતાથી લવણસમુદ્ર પાર કરી અમરકંકા પહોંચ્યા. દૂત દ્વારા પદ્મનાભને સૂચના અપાઈ. યુદ્ધનો પ્રારંભ થયો. પ્રથમ યુદ્ધમાં પાંડવોની હાર થઈ. ત્યાર પછી શ્રી કૃષ્ણ વાસુદેવે શંખનાદ કરી યુદ્ધ કર્યું અને વિજય મેળવ્યો. પદ્મનાભના પંજામાંથી દ્રૌપદીને છોડાવી પ્રસ્થાન કર્યું. શ્રી કૃષ્ણ વાસુદેવના શંખનો ધ્વનિ તે ધાતકીખંડના ભરતક્ષેત્રના કપિલ વાસુદેવે સાંભળ્યો. તે વખતે ત્યાંના બાવીસમાં તીર્થકરનું સમવસરણ રચાયું હતું. તેમાં કપિલ વાસુદેવે દેશના સાંભળતાં શંખનો અવાજ સાંભળ્યો. પ્રશ્ન પૂછતાં ભગવાને બધોજ વૃત્તાંત કહ્યો. તે વાસુદેવ કૃષ્ણને મળવા શીધ્ર આવ્યા; તેટલામાં કૃષ્ણ બહુજ દૂર સમુદ્રમાં પહોંચી ગયા હતા. બન્ને વાસુદેવોનું શંખથી મિલન થયું એવં વાર્તાલાપ થયો. કપિલ વાસુદેવે પદ્મનાભને દેશનિકાલ કર્યો અને તેના પુત્રને રાજગાદી ઉપર બેસાડ્યો. સમુદ્ર પાર કરી શ્રી કૃષ્ણ પાંડવોને આગળ મોકલી દીધા અને પોતે સુસ્થિત દેવને મળવા ગયા. પાંચે પાંડવો નાવ દ્વારા ગંગાનદીને પાર કરી કિનારે પહોંચ્યા અને તે નાવને ત્યાં જ રોકી લીધી અને વિચાર્યું કે શ્રી કૃષ્ણ આટલી મોટી નદીને તરીને પાર કરી શકે છે કે નહિ તે જોઈએ. શ્રીકૃષ્ણ નદી કિનારે આવ્યા. કોઈ સાધન ન દેખાતાં ભજાએ તરીને કિનારે જવા વિચાર્યું. મધ્ય ભાગમાં આવતાં થાકી જવાથી દેવીએ વિશ્રાન્તિ માટે પાણીમાં બેટ બનાવ્યો. થોડો સમય આરામ કરી બાકી રહેલ જલપ્રવાહને તરી કિનારે પહોંચ્યા. પાંડવોને પૂછ્યું તમે નદી કેવી રીતે પાર કરી? સાથે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું. ત્યારે પાંડવોએ સત્ય વાત જણાવી- અમે તમારી શકિતને જોવા માંગતા હતા. આ સાંભળી કૃષ્ણનો ક્રોધ આસમાને પહોંચ્યો. પાંચેના રથના ચૂરેચૂરા કરી નાખ્યા અને દેશનિકાલની સજા ફટકારી. પાંડવો હસ્તિનાપુરા માતા-પિતાને મળવા આવ્યા. પાંડુ રાજાએ ખૂબ ઉપાલંભ આપ્યો. કુંતીજી કૃષ્ણ પાસે ગયા. ત્રણ ખંડના અધિપતિ! પાંડવો આપના રાજ્યથી બહાર ક્યાં જાય? દરેક ઠેકાણે તમારું આધિપત્ય છે. અંતે સમાધાન કરાયું કે દક્ષિણ સમુદ્રના કિનારે જઈ નવી Jain પાંડુ મથુરા નગરી વસાવી રહેવું.ivate & Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્રા દ્રૌપદી સહિત પાંચે પાંડવો પોતાના દલ-બલ સહિત સમુદ્ર કિનારે ચાલ્યા ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. કાલાંતરે દ્રૌપદીએ પુત્રરત્નને જન્મ આપ્યો તેનું નામ પાંડુસેન રાખવામાં આવ્યું. ધર્મઘોષ આચાર્યનું નગરીમાં પદાર્પણ થયું. પાંચ પાંડવો અને દ્રૌપદીએ પુત્રને રાજગાદી સોંપી સંયમ અંગીકાર કર્યો. દ્રૌપદીએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. તપ સંયમની આરાધના કરી પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. પાંચ પાંડવોએ ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું. અનેક વર્ષો સુધી તપ-સંયમની આરાધના કરી. એકવખત અરિહંત અરિષ્ટનેમિના દર્શનના હેતુએ માસ-માસખમણ તપનો અભિગ્રહ કરી ગુરુ આજ્ઞા મેળવી પાંચે મુનિઓએ વિહાર કર્યો. કોઈ નગરમાં પારણાના દિવસે આહાર લેવા જતાં સાંભળવા મળ્યું કે અરિષ્ટનેમિ ભગવાન મોક્ષે પધાર્યા. ત્યારે તેઓએ આહારને વોસિરાવી સંથારાના પચ્ચખ્ખાણ લીધા. કુલ ૬૦ દિવસનું અનશન કરી સંપૂર્ણ કર્મનો ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. શિક્ષા-પ્રેરણા - (૧) ધર્મ અને ધર્માત્માઓ સાથે કરેલો અલ્પતમ દુર્વ્યવહાર વ્યક્તિને ભવોભવ દુઃખદાઈનીવડે છે. દા.ત. નાગશ્રી બ્રાહ્મણી. (૨) પાપ છિપાયા ના છિપે, પાપ છાપરે ચડીને પોકારે, આ ઉક્તિને સદાય યાદ રાખવી. પાપ અનેક ગણું વધીને પ્રગટ થયા વિના રહેતું નથી. (૩) કર્મોનો વિપાક ભયંકર હોય છે. નાગશ્રી બ્રાહ્મણી તે ભવમાં ભિખારી બની અને અંતે સોળ મહારોગ ભોગવતાં નરકમાં ગઈ. (૪) જિનશાસનમાં સાધનાના વિવિધ પ્રકાર બતાવ્યા છે. ગચ્છ અને ગુરુની સાથે રહેવા છતાં પણ મુનિ ઉગ્ર તપશ્ચર્યાના પારણે પરઠવા જાતે જ જાય. પરઠવાની ગુરુ આજ્ઞા હોવા છતાં ધર્મચિએ તે ઝેર જાતે પી લીધું, તે વિવેક સમજવો. વિવેકનું મહત્ત્વ વિનય અને આજ્ઞાથી પણ અધિક છે. (૫) સાધુએ કોઈના ગુપ્ત અવગુણો પ્રગટ કરવા નહિ. સાધુની બદનામી ન થાય તેથી નાગશ્રીનું નામ પ્રગટ કરવું અનિવાર્ય બન્યું. કારણ કે તેમના શરીરમાં ઝેર હતું તો કોઈ એમ કહે કે સાધુએ જ ઝેર આપ્યું.) ધર્મઘોષ આચાર્યે વિવેક પૂર્વક વ્યવહાર કર્યો હતો. તેઓ ચૌદ પૂર્વધારી આગમ વિહારી હતા. () પરસ્ત્રીગમનનો ત્યાગ ધાર્મિક તેમજ વ્યાવહારિક જીવનને માટે પણ અત્યંત આવશ્યક સમજવો. પરસ્ત્રી લંપટ પુરુષ આ ભવમાં નિંદનીય બને છે. (દા.ત. પારથ) અને પરભવને પણ બગાડે છે. વાને પમા મામા ગતિ અર્થાત્ ઇચ્છિત ભોગો ન મળવા છતાં વિચારોની મલિનતાને કારણે તેઓ દુર્ગતિના ભાગીદાર બને છે. તેથી મર્યાદિત Page #48 -------------------------------------------------------------------------- ________________ | ૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ વ્રતધારી જીવન બનાવવું. (૭) કથાનકના બધા જ પ્રસંગો ઉપાદેય નથી હોતા. કેટલાક જાણવા યોગ્ય હોય છે તો કેટલાક ધારણ કરવા યોગ્ય હોય છે; જ્યારે કેટલાક હેય અર્થાત ત્યાગવા યોગ્ય પણ હોય છે. તેથી આવી કથાઓમાંથી ક્ષીર-નીર બુદ્ધિએ આદર્શ ગ્રહણ કરવા જોઈએ. (૮) આદરણીય પુરુષોની ઠઠ્ઠા મશ્કરી ન કરવી. અન્યથા અતિ પ્રેમ પણ તૂટી જાય છે. (૯) ઉત્તમ પુરુષો પાછલી જીંદગી પણ સુધારી લે છે. તીર્થકરની હાજરીમાં પણ સ્થવિરોની પાસે દીક્ષા લઈ શકાય છે. અધ્યયન : ૧૦ આકીર્ણ જ્ઞાત - હતિશીર્ષ નગરના કેટલાક વેપારીઓ જળમાર્ગે વ્યાપાર કરવા નીકળ્યા. તેઓ લવણ સમુદ્રમાં જતા હતા ત્યાં અચાનક તોફાન આવ્યું. નૌકા ડગમગવા લાગી. ચાલકની બુદ્ધિ પણ કુંઠિત થઈ ગઈ. તેને દિશાનું ભાન ન રહ્યું. વણિકોના હોશ કોશ ઉડી ગયા. બધા દેવ-દેવીઓની માનતા કરવા લાગ્યા. થોડીવારે તોફાન શાંત થયું.ચાલકને દિશાનું ભાન થયું. નૌકા કાલિક દ્વીપના કિનારે જવા લાગી. કાલિક દ્વીપમાં પહોંચતા જ વણિકોએ જોયું કે અહીં ચાંદી, સોનું, હીરા, રત્નોની પ્રચુર ખાણો છે, તેમજ તેઓએ ત્યાં ઉત્તમ જાતિના વિવિધ વર્ણોવાળા અશ્વો પણ જોયા. વણિકોને અોનું કોઈ પ્રયોજન નહોતું તેથી ચાંદી, સોનું, રત્નાદિથી વહાણ ભરી પુનઃ પોતાની નગરીમાં પાછા વળ્યા. બહુમૂલ્ય ઉપહાર લઈ વણિકો રાજા સમક્ષ આવ્યા. રાજાએ પૂછ્યુંદેવાનુપ્રિયો! તમે વેપાર અર્થે અનેક નગરમાં પરિભ્રમણ કરો છો તો કોઈ અદ્ભુત આશ્ચર્યકારી વસ્તુ જોઈ છે? વણિકોએ કાલિદ્વીપના અગ્ધોનો ઉલ્લેખ કર્યો. તે સાંભળી રાજાએ વણિકોને અશ્વો લઈ આવવાનો આદેશ કર્યો. વણિકો રાજાના સેવકોની સાથે કાલિક દ્વીપ ગયા. અણ્વોને પકડવા પાંચે ઇન્દ્રિયોને લલચાવતી લોભામણી વસ્તુઓ સાથે લઈને ગયા. જુદી જુદી જગ્યાએ તે વસ્તુઓ વિખેરી નાખી. જે અશ્લો ઇન્દ્રિયોને વશમાં ન રાખી શક્યા. તેઓ સામગ્રીમાં ફસાઈ બંધનમાં પડ્યા. પકડાયેલા અશ્વોને હસ્તિશીર્ષ નગરમાં લઈ જવામાં આવ્યા. તેઓને પ્રશિક્ષિત થવામાં ચાબુકનો માર ખાવો પડ્યો. વધ, બંધનના અનેક કષ્ટો સહન કરવા પડ્યા. તેમની સ્વાધીનતા નષ્ટ થઈ અને Jain પરાધીનતામાં જીંદગી પસાર કરવી પડી.sonal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર કેટલાક અશ્વો એવા હતા કે જેઓ સામગ્રીમાં ન ફસાયા અને દૂર ચાલ્યા ગયા. તેઓની સ્વતંત્રતા કાયમ રહી. વધ, બંધન આદિ કષ્ટોથી બચી ગયા. તેઓ સ્વેચ્છા પૂર્વક કાલિક દ્વીપમાં જ સુખે રહ્યા. શિક્ષા-પ્રેરણાઃ re પ્રસ્તુત અધ્યયનનું નામ આકીર્ણજ્ઞાત છે. આકીર્ણ એટલે ઉત્તમ જાતિના અશ્વ. અશ્વોના ઉદાહરણ દ્વારા અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જે સાધક ઇન્દ્રિયોના વશવર્તી બની, અનુકૂળ વિષયો પ્રાપ્ત કરવામાં લુબ્ધ બને છે તે રાગ વૃત્તિની ઉત્કટતાને કારણે દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરે છે. જે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત નથી બનતા તે પરમાનંદને પ્રાપ્ત કરે છે. કથાનક સમાપ્ત થતાં વીસ ગાથાઓમાં શિક્ષા આપવામાં આવી છે તેનો સારાંશ આ પ્રમાણે છે— (૧) કાનને સુખકારી, હૃદયને હરનારી મધુર વીણા, વાંસળી, શ્રેષ્ઠ મનોહર વાધ, તાળી આદિના શબ્દોમાં ઇન્દ્રિયોના વશવર્તી જીવ આનંદ માને છે. આત્માર્થી સાધકે તેમાં આનંદ ન માનવો જોઈએ. મનોજ્ઞ કે અમનોજ્ઞ શબ્દોમાં તુષ્ટ કે રુષ્ટ ન થતાં સમભાવ અને ઉપેક્ષા ભાવ ધારણ કરવો જોઈએ. (ર) સ્ત્રીઓના સ્તન, પેટ, મુખ, હાથ, પગ, નેત્ર આદિને જોતાં ઇન્દ્રિયાસક્ત જીવ આનંદ માને છે. મુનિ તેનાથી નિર્લેપ રહે છે. અન્ય પણ મનોજ્ઞ-અમનોશ રૂપોમાં તુષ્ટ-રુષ્ટ ન થતાં મુનિએ સમભાવ રાખવો જોઈએ. (૩) સુગંધિત પદાર્થની ગંધમાં એટલે કે ફૂલ, માળા, અત્તરાદિની સુગંધ સૂંઘવામાં ઇન્દ્રિયાસક્ત જીવ આનંદ માને છે. આત્માર્થી મુનિ આ સહુથી વિરક્ત રહે; સુગંધ કે દુર્ગંધ મળતાં ઉપેક્ષા ભાવ રાખે. (૪) કડવા, કસાયેલા, ખાટા, મીઠા ખાદ્ય પદાર્થ, ફળ- મેવા, મીઠાઈમાં અજ્ઞાની જીવ આનંદ માને છે. જ્ઞાની( આત્માર્થી) મુનિ આ શુભાશુભ પદાર્થોનું આવશ્યક સેવન કરવા છતાં સુખ કે દુઃખનો અનુભવ ન કરે પરંતુ પુદ્ગલ સ્વભાવ અને ઉદરપૂર્તિના લક્ષ્યથી આવશ્યક ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરે. (૫) સ્પર્શેન્દ્રિયમાં આસક્ત બનેલા જીવ અનેક ઋતુઓમાં મનોહર સુખકર સ્પર્શોમાં તનને સુખ દેનારા આસન, શયન, ફૂલ, માળા આદિના સ્પર્શમાં, મનને ગમતા સ્ત્રી આદિના સ્પર્શમાં આનંદ માને છે, જ્યારે વિરક્ત આત્માઓ તો આ ઇન્દ્રિયના વિષયોને મહાન દુઃખનું કારણ સમજી તેનાથી વિમુખ રહે છે, પ્રતિકૂળ કે અપ્રતિકૂળ સ્પર્શ પ્રાપ્ત થતાં સહન કરે. સંસારનું મૂળ ઇન્દ્રિયના વિષયો છે. જે મુળે સે મૂલવાળું, ને મૂલવાળે સે શુભે। – [આચારાંગસૂત્ર આ પાંચ ઇન્દ્રિયના વિષયના વિકારોની આસક્તિ જ Jain સંસાર ભ્રમણનું કારણ છે. એક ઇન્દ્રિયમાં આસક્ત થઈ દુઃખ પામનારાrg Page #50 -------------------------------------------------------------------------- ________________ ૫૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ પ્રાણીઓનાં દૃષ્ટાંત પણ આ ગાથાઓમાં આપવામાં આવ્યા છે. (૧) શ્રોતેન્દ્રિયની આસક્તિથી - તેતર (૨) ચક્ષુઇન્દ્રિયની આસક્તિથી – પતંગીયા (૩) ઘ્રાણેન્દ્રિયની આસક્તિથી – સર્પ (૪) ૨સેન્દ્રિયની આસક્તિથી માછલી (૫) સ્પર્શેન્દ્રિયની આસક્તિથી – હાથી મૃત્યુને પ્રાપ્ત કરે છે. અધ્યયન : ૧૮ સુષુમા દારિકા ઃ રાજગૃહીના ધન્ય સાર્થવાહની લાડલી, સુષુમા સોનાના પારણામાં પોઢી, સુખમાં ઉછરી, તેનો કેવો કરુણ અંત આવ્યો, તે આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે. ધન્ય સાર્થવાહના પાંચ પુત્રો પછી તેનો જન્મ થયો હતો. જ્યારે તે નાની હતી ત્યારે ચિલાત નામનો દાસ તેને આડોશી-પડોશીના બાળકો સાથે રમવા લઈ જતો. તે બહુ જ નટખટ, ઉદંડ અને દુષ્ટ હતો. રમતા બાળકોને તે બહુ જ સતાવતો. તે ઘણી વખત તેમની કોડીઓ, લાખની ગોળીઓ છુપાવી દેતો, તો કયારેક વસ્ત્રાહરણ કરતો. કયારેક મારપીટ પણ કરતો જેથી બાળકોને નાકે દમ આવી જતો. ઘેર જઈ મા બાપ પાસે ફરિયાદ કરતાં. ધન્યશેઠ દાસને વઢવા છતાં આદતથી મજબૂર દિનપ્રતિદિન તેનો ત્રાસ વધવા લાગ્યો. આખરે વારંવાર ફરિયાદ આવતાં ચિલાતને ઘરમાંથી કાઢી મૂકયો. હવે તે સ્વચ્છંદ અને નિરંકુશ બન્યો. તેને રોકટોક કરનારું કોઈ ન રહ્યું. તેથી તે જુગારના અડ્ડ, દારૂના અડ્ડા તથા વેશ્યાગૃહમાં ભટકવા લાગ્યો. તે બધા જ વ્યસનોથી વીંટળાઈ ગયો. રાજગૃહથી થોડે દૂર સિંહ ગુફા નામની ચોર પલ્લી હતી. ત્યાં ૫૦૦ ચોરો સાથે વિજય નામનો ચોરોનો સરદાર રહેતો હતો. ચિલાત ત્યાં પહોંચ્યો. તે બળ વાન, સાહસિક અને નિર્ભીક તો હતો જ. વિજયે તેને ચૌર્યકળા, ચૌર્યમંત્ર શીખવાડી ચૌર્યકળામાં નિષ્ણાત બનાવ્યો. વિજયના મૃત્યુ બાદ ચિલાત ચોરોનો સરદાર બન્યો. ધન્ય સાર્થવાહે તેનો તિરસ્કાર કર્યો હતો. તેથી તેનો બદલો લેવાની તેને ભાવના થઈ. તેને સુષુમા પ્રત્યે પ્રીતિ હતી. એક વખત ધન્ય સાર્થવાહનું ઘર લૂંટી સુષુમાને પોતાની બનાવવાનો વિચાર તેને ઉદ્ભવ્યો અને તેણે પોતાના સાથીઓને જણાવ્યું કે લૂંટમાં ધન મળે તે તમારું અને ફક્ત સુષુમા મારી. નિર્ધારિત સમયે ધન્ય સાર્થવાહના ઘરને ઘેર્યું, પ્રચુર સંપત્તિ તથા સુષુમાને Jain લઈ ચોર ભાગ્યો. ધન્ય શેઠ જીવ બચાવવા છુપાઈ ગયા હતા. તે નગર રક્ષક પાસેg Page #51 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર ગયા. નગર રક્ષકોએ ચોરનો પીછો પકડ્યો. ધન્ય સાર્થવાહ અને તેના પાંચ દીકરા પણ સાથે જ ગયા. નગર રક્ષકોએ સતત પીછો કરી ચિલાતને હંફાવ્યો. ૫૦૦ ચોર ચોરીનો માલ છોડી ભાગ્યા. નગર રક્ષકો માલ(સંપત્તિ) લઈ પાછા વળ્યા.ચિલાત સુષમાને લઈ ભાગ્યો. ધ શેઠ તથા તેમના પુત્રો સતત પીછો કરતા જ રહ્યા. બચવાનો ઉપાય ન મળતાં ચિલાતે સુષમાનું ગળું કાપી નાખ્યું. ધડને છોડી મસ્તક લઈ ચિલાત ભાગી છૂટ્યો. છતાં ભૂખ્યો-તરસ્યો પીડા પામતો અટવીમાં જ મૃત્યુ પામ્યો. સિંહગુફા સુધી તે પહોંચી ન શક્યો. આ તરફ ધન્ય સાર્થવાહે પોતાની પુત્રીનું મસ્તક રહિત નિર્જીવ શરીર જોયું તો તેમના સંતાપનો પાર ન રહ્યો. તેમણે ખૂબ વિલાપ કર્યો. નગરીથી ખૂબ દૂર નીકળી ગયા હતા. જોશમાં કેટલું અંતર કપાયું તેનો ખ્યાલ નહોતો રહ્યો. જોશી નિઃશેષ થઈ ગયો હતો. ભૂખ-તરસ સખત લાગેલી. આસપાસ પાણી માટે તપાસ કરી પણ એક ટીપુંય ન મળ્યું. રાજગૃહી નગરી સુધી પહોંચવાની શક્તિ ન રહી. વિકટ સમસ્યા ઉભી થઈ ધન્ય સાર્થવાહે કહ્યું– ભોજન વિના રાજગૃહી નહિ પહોંચાય; તેથી મને હણી મારું માંસ તથા રુધિર દ્વારા ભૂખ-તરસ મીટાવો. જ્યેષ્ઠ દીકરાએ તે માન્ય ન કર્યું. પોતાના વધ માટે તૈયારી બતાવી પણ કોઈ સહમત ન થયા. પરસ્પર બધાએ વધ માટે તૈયારી બતાવી પણ કોઈ સહમત ન થયા. ત્યારે નિર્ણય કર્યો કે સુષમાના શરીરનો આહાર કરી સકુશલ રાજગૃહી પહોંચવું અને એમ જ થયું. યથાસમયે ધન્ય પ્રવ્રજયા અંગીકાર કરી. સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. મહાવિદેહમાં જઈ મોક્ષે પધારશે. શિક્ષા–પ્રેરણા :– ધન્ય સાર્થવાહ તથા તેમના પુત્રોએ સુષમાના માંસ-રુધિરનો આહાર રસેન્દ્રિયની લોલુપતા માટે નહિ પરંતુ રાજગૃહી સુધી પહોંચવાના ઉદ્દેશથી જ કર્યો હતો. તેથી સાધકોએ આહાર અશુચિમય શરીરના પોષણ માટે નહિ પરંતુ મુક્તિએ પહોંચવાના લક્ષથી કરવો, લેશમાત્ર પણ આસક્તિ ન રાખવી. અનાસક્ત ભાવે આહાર કરવો તે દષ્ટિકોણને નજર સમક્ષ રાખી આ ઉદાહરણની અર્થ સંઘટના કરવી જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્ર તથા ઠાણાંગસૂત્રમાં છ કારણે આહાર કરવાનું બતાવ્યું છે. (૧) સુધા વેદનાની શાંતિ માટે (૨) સેવા માટે (સશક્ત શરીર હોય તો સેવા કરી શકે તે માટે) (૩) ઇરિયા સમિતિ શોધવા માટે (ખાધા વિના આંખે અંધારા આવતા હોય તો તે મટાડી ગમન કરી શકાય તે માટે) (૪) સંયમ પાળવાને Jain માટે (૫) જીવન નિભાવવા માટે (૬) ધર્મધ્યાન અને ચિંતન માટે. Page #52 -------------------------------------------------------------------------- ________________ | પર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત-૧ આ પ્રમાણે છે કારણોથી શ્રમણ નિગ્રંથ આહાર કરે છે. સાચું જ કહ્યું છે કે– Live not to eat but eat to live અર્થાત્ જીવન ભોજન માટે નથી, પણ ભોજન જીવન માટે છે. સુખી થવું છે તો કમ ખા, ગમ ખા, નમ જા. ત અધ્યયન : ૧૮ ગીર પંડરીક અને કંડરીક - મહાવિદેહ ક્ષેત્રના પૂર્વવિભાગના પુષ્પકલાવતી વિજયમાં પુંડરિકિણી નગરી સાક્ષાત્ દેવલોક સમાન સુંદર હતી. બાર યોજન લાંબી અને નવયોજન પહોળી હતી. મહાપદ્મ રાજાને બે દીકરા હતા- પુંડરીક અને કંડરીક. એકદા ધર્મઘોષ આચાર્યની દેશના સાંભળી મહાપદ્મરાજા દીક્ષિત થયા. પુંડરીક રાજા બન્યા. મહાપા રાજર્ષિ વિશુદ્ધ સંયમ પાળી મોક્ષે પધાર્યા. ફરીને વિરોનું આગમન થતાં કંડરીકને વૈરાગ્ય ઉત્પન્ન થયો. દીક્ષાની અનુમતિ માંગતા વડીલ બંધુએ રાજ્યગાદી પ્રદાન કરવાનું કહ્યું પરંતુ કંડરીકે તેનો અસ્વીકાર કરતાં દીક્ષા લીધી. કંડરીક મુનિને દેશ-દેશાંતરમાં વિચરતાં, લૂખો-સૂકો આહાર કરતાં શરીરમાં રોગ ઉત્પન્ન થયો. સ્થવિર પુનઃ પુંડરિકિણી નગરીમાં પધાર્યા. ભાઈમુનિનું શરીર શુષ્ક જોઈ સ્થવિર મુનિ પાસે ચિકિત્સા કરાવવાનું પુંડરીકે નિવેદન કર્યું. તે માટે યાનશાળામાં પધારવા વિનંતિ કરી. વિર યાનશાળામાં પધાર્યા. ઉચિત ચિકિત્સા થવાથી કંડરીક મુનિ સ્વસ્થ થયા. સ્થવિર મુનિ ત્યાંથી વિહાર કરી અન્યત્ર ગયા પરંતુ કંડરીક મુનિ રાજસી ભોજનમાં આસક્ત થવાથી ત્યાં જ રહા, વિહાર કરવાનું નામ ન લીધું. રાજા પંડરીક તેની આસક્તિ તથા શિથિલતાને જાણી ચૂક્યા હતા. કંડરીકને જાગૃત કરવા નિમિત્તે સવિધિ વંદન કરી કહ્યું- દેવાનુપ્રિય! આપને ધન્ય છે. આપ પુણ્યશાળી છો! આપે મનુષ્ય જન્મ સફળ બનાવ્યો; ધન્યાતિધન્ય છે આપને !!! હું પુણ્યહીન છું, ભાગ્યહીન છું કે હજી સુધી મારો મોહ નથી છૂટ્યો. હું સંસારમાં ફસાયેલો છું. કંડરીક મુનિને આ વચન રુચિકર તો ન લાગ્યાં છતાં મોટા ભાઈની લજ્જાવશ વિહાર કર્યો પણ સંયમ પ્રત્યે સદ્ભાવ નહોતો. વિરક્ત ભાવ નહોતો. તેથી કેટલોક સમય સ્થવિર પાસે રહ્યા. અંતે સાંસારિક લાલસાઓથી પરાજિત થઈ રાજમહેલની અશોકવાટિકામાં આવી બેઠા. લજ્જાને કારણે મહેલમાં પ્રવેશ ન કર્યો. ધાવમાતાએ તેમને જોયા. જઈને રાજાને જણાવ્યું. રાજાએ અંતઃપુર સહિત આવી વંદન કરી સંયમમાર્ગની અનુમોદના કરી. પણ યુક્તિ કામ ન આવી. For Privas & Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : જ્ઞાતા ધર્મકથા સૂત્ર કિંડરીક ચુપચાપ બેઠા રહ્યા. ‘ભગવન્! આપ ભોગને ઈચ્છો છો? કંડરીકે લજ્જા ત્યાગી હા પાડી. પંડરીક રાજાએ કંડરીકનો રાજ્યાભિષેક કર્યો. કંડરીકના સંયમોપકરણ લઈ પુંડરીક રાજા સ્વયં દીક્ષિત થયા. તેમણે પ્રતિજ્ઞા લીધી કે સ્થવિર મહાત્માના દર્શન કરી તેમની પાસે ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યા પછી જ હું આહાર–પાણી ગ્રહણ કરીશ. તેઓએ પુંડરિકિણી નગરીનો ત્યાગ કર્યો અને સ્થવિર ભગવંત પાસે જવા પ્રસ્થાન કર્યું. કંડરીક પોતાના અપથ્ય આચરણને કારણે અલ્પકાળમાં જ આર્તધ્યાન પૂર્વક કાળધર્મ પામ્યો. તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિવાળી સાતમી નરકમાં ઉત્પન્ન થયો. આ ઉત્થાન બાદ પતનની કહાની થઈ. જ્યારે પુંડરીક મુનિ ઉગ્ર સાધના કરી અંતે સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કરી તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી તે મોક્ષે પધારશે. ઉત્થાન તરફ જવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. શિક્ષા-પ્રેરણા - (૧) સંયમજીવનમાં દર્દને કારણે કદાચ ઔષધનું સેવન કરવું પડે કે શક્તિવર્ધક દવા લેવી પડે ત્યારે અત્યધિક વિવેક રાખવો. કયારેક આવી દવાઓથી એશ આરામ, ભોગાકાંક્ષાની મનોવૃત્તિ પ્રબળ થાય છે. દા.ત. શૈલક રાજર્ષિ અને કંડરીક મુનિ. બન્ને મુનિઓને પથ ભ્રષ્ટ થવામાં ચિકિત્સા જ કારણભૂત છે. પ્રાય: અનેક સાધુ દવાની માત્રામાં યા પરેજી પાળવામાં અવિવેક રાખે છે અને પરિણામે ભયંકર રોગોના શિકાર બને છે. છતાં આ તત્ત્વને તેઓ સમજી સકતા નથી, કે વિચારી પણ સકતા નથી અને ભ્રમ કે અજ્ઞાનમાં જ રહે છે કે શ્રમણોને એવા ભયંકર રોગ કેમ થઈ જાય? પરંતુ પ્રાયઃ કરીને શ્રમણોને મોટા રોગ થવામાં તેઓના ખાન-પાન કે વિહાર અથવા ઔષધ ભેષજ સેવનનો અવિવેક જ કારણ હોય છે. (ર) વિગય અને મહાવિગયનું વિપુલ માત્રામાં સેવન કરવાથી વિકાર પેદા થાય છે. છતાં પણ તે સુસાધ્ય છે એટલે કે વિગયોત્પન્ન વિકારનું તપ દ્વારા ઉપશમન થઈ શકે છે, પણ રાસાયનિક માદક ઔષધજન્ય વિકાર મહા ઉન્માદ પેદા કરે છે. - કુશલ સેવાનિષ્ઠ પંથકના મહિનાઓના પ્રયત્નથી શેલક રાજર્ષિનો ઉન્માદ શાંત થયો પણ કંડરીકનો વિકારોન્માદશાંત ન થયો. ત્રણ દિવસના ક્ષણિક(નશ્વર) જીવન માટે વર્ષોની કમાણી બરબાદ થઈ. આ નિકૃષ્ટતમ દરજ્જાનો ઉન્માદ આત્મનું દેવાળું ફૂંકવાનું દષ્ટાંત પૂરું પાડે છે. (૩) અલ્પકાળની આસક્તિ જીવોને ઉંડા ખાડામાં નાખી દે છે, જ્યારે અલ્પકાળ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ નો વૈરાગ્યોત્સાહ પ્રાણીને ઉચ્ચતમ શિખરે પહોંચાડે છે. પુંડરીક રાજર્ષિએ ત્રણ દિવસના ઉત્કૃષ્ટ સંયમ અને એક છઠ્ઠ તપની આરાધનાથી ગુરુ ચરણોમાં સ્થિર થતાં આત્મ કલ્યાણ સાધી લીધું. ત્રણ દિવસ તો શું.... એક ઘડીનો વૈરાગ્ય પણ બેડો પાર કરી દે છે અને ક્ષણભરની લાપરવાહી વર્ષોની કમાણી લૂંટી લે છે. (૪) પુંડરીક રાજાએ સ્વયંવેશ ધારણ કર્યો.... દીક્ષા લીધી. છતાંય ગુરુ પાસે પુનઃ મહાવ્રતનું ઉચ્ચારણ કર્યું. પ્રથમ છટ્ટના પારણે ગુરુ આજ્ઞા લઈ વહોરવા ગયા. વૈરાગ્યની ધારા ઉત્કૃષ્ટ હતી તેથી નિરસ, રૂક્ષ આહાર લઈ આવ્યા. પાદ વિહાર, તપશ્ચર્યા અને રૂક્ષ આહારથી દારૂણ પેટપીડા ઉત્પન્ન થઈ. અવસરોચિત અનશન ગ્રહણ કર્યું અને રાત્રે જ કાળધર્મ પામ્યા. સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન થયા. કંડરીક પ્રબળ ઇચ્છાથી રાજા બન્યા અને ત્રીજે દિવસે મૃત્યુ પામી સાતમી નરકમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. (૫) વિષય-કષાય આત્માના મહાન લુંટારા છે. અનર્થની ખાણ છે. આત્મગુણોને માટે અગ્નિ અને ડાકુનું કામ કરનારા છે. વિષય ભોગને વિષ અને કષાયને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. વિષ હૃષ્ટપુષ્ટ શરીરનો ક્ષણભરમાં ખાત્મો બોલાવી દેનાર હોય છે. અને અગ્નિ અલ્પ સમયમાં બધું જ ભસ્મ કરી નાખે છે. એ જ ન્યાયે વિષય-કષાય અલ્પ સમયમાં દીર્ઘકાળની આત્મ સાધનાને નષ્ટ કરી નાખે છે. વિષયભોગમાં અંધ બનેલ મણિરથ મદનરેખામાં આસક્ત બની નિરપરાધ નાના ભાઈની હત્યા કરે છે. સર્પદંશથી પોતાનું મૃત્યુ થતાં નરકમાં ચાલ્યો જાય છે. - નિરંતર મા ખમણની તપશ્ચર્યા કરનારા મહાતપસ્વી પણ જો કષાય કરે તો વારંવાર જન્મ-મરણ કરે છે. -સૂિય. અ. ૨. ઉ. ૧. કષાય અને વિષયની તીવ્રતાવાળી વ્યક્તિ ચક્ષુહીન ન હોવા છતાં અંધ કહેવામાં આવી છે– મોહાંધ, વિષયાંધ, ક્રોધાંધ ઇત્યાદિ. ઉત્ત.અ.૧૯માં વિષયભોગને કિંપાકફળની ઉપમા આપી છે. (૬) આ અંતિમ અધ્યયનમાં કામ ભોગોનું દુઃખમય પરિણામ અને સંયમના શ્રેષ્ઠ આનંદનું પરિણામ બતાવ્યું છે. ઓગણીસ અધ્યચનોનું હાર્દ (૧) સંસાર ભ્રમણના દુ:ખોની તુલનાએ સંયમના કષ્ટો નગણ્ય છે. સંયમથી આ અસ્થિર બનેલ આત્માને વિવેકથી સ્થિર કરવો જોઈએ. દા.ત. ભગવાન મહાવીરે Jain Education international ainenbrary Page #55 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર મેઘમુનિને સ્થિર કર્યા. ન (૨) કોઈ કાર્યના મૌલિક આશયને સમજ્યા વિના નિર્ણય ન લેવો. શરીર ધર્મ સાધનાનું સાધન અને મુકિતમાર્ગનો સાથી હોવાથી આહાર દેવો પડે છે એવી વૃત્તિથી આહાર કરવો. જેમ કે શેઠે ચોરને આપ્યો. ૫૫ (૩) જીવનમાં પોતાના સાધ્ય પ્રત્યે દઢ શ્રદ્ધા હોવી જોઈએ. જિનદત્ત પુત્રને ઇંડા પ્રત્યે હતી તેવી. (૪) ઇન્દ્રિય અને મનનો નિગ્રહ કરી આત્મસાધનામાં અગ્રસર થવું જોઈએ ગંભીર કાચબા સમાન ચંચળતા અને કુતૂહલવૃત્તિનો ત્યાગ કરવો. (૫) માર્ગચ્યુત સાધકનો તિરસ્કાર ન કરતાં કુશળતા અને આત્મીયતાથી તેનો ઉદ્ઘાર કરવા પ્રયત્ન કરવો. દા.ત. પંથક. (૬) કર્મ આત્માને લેપયુકત તુંબડાની સમાન ભારે બનાવી સંસારમાં ભટકાવે છે. ૧૮ પાપથી કર્મ પુષ્ટ થાય છે. તેથી પાપનો ત્યાગ કરી કર્મની નિર્જરા કરવામાં સદા પુરુષાર્થ રત રહેવું. (૭) ધન્ના સાર્થવાહની ચોથી પુત્રવધૂ રોહિણીની જેમ આત્મગુણોનો દિન પ્રતિદિન વિકાસ કરતા રહેવું. (૮) સાધનામય જીવનમાં અલ્પતમ માયા કપટ ન હોવુ જોઈએ. માયા મિથ્યાત્વની જનની છે, સમકિતને નષ્ટ કરી સ્ત્રીપણું અપાવે છે. (૯) સ્ત્રીઓના લોભામણા હાવભાવમાં ફસાવું નહિ. જિનપાલની જેમ દઢ રહેવું. (૧૦) જીવ પ્રયત્ન વિશેષથી ગુણોના શિખરને સર કરે છે અને અવિવેકથી અંધકારમય ગર્તામાં જાય છે. માટે ચંદ્રમાની કળાની જેમ સાવધાની પૂર્વક વિકાસોન્મુખ બનવું જોઈએ. (૧૧) પોતાના કે પરાયા વ્યક્તિઓ દ્વારા કોઈપણ જાતનો પ્રતિકૂળ વ્યવહાર થાય તેને સમ્યક્ પ્રકારે સહન કરવો જોઈએ. ચોથા દાવદ્રવ વૃક્ષની જેમ. તેમાં સહજ પણ ઉણપ રહેશે તો સંયમની વિરાધના થશે. અન્ય ત્રણ પ્રકારના દાવદ્રવ વૃક્ષની જેમ. Jain (૧૨) પુદ્ગલનો સ્વભાવ બદલાતો રહે છે. માટે તેની પ્રત્યે ઘૃણા કે આનંદ ન માનવો. સુબુદ્ધિ પ્રધાનની જેમ. (૧૩) સંત સમાગમ આત્મ વિકાસનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી સત્સંગ કરતા રહેવું. આત્મસાધનામાં પ્રમાદ આવતાં જીવ પશુ યોનિમાં ચાલ્યો જાય છે અને ત્યાં પણ સંયોગ મળતાં ફરી જીવનને સફળ બનાવી શકે છે. નંદ મણિયારની જેમ. (૧૪) દુ:ખ આવતાં ધર્મ પ્રત્યે રુચિ વધે છે. તેતલીપુત્ર પ્રધાનની જેમ. કિન્તુ www.jainelibras.org Page #56 -------------------------------------------------------------------------- ________________ પs મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ સુખની પળોમાં ધર્મ કર્યો હોય તો દુઃખના દિવસો જોવા ન પડે. (૧૫) અનુભવી વૃદ્ધની સલાહ કયારેય અવગણવી નહિ. નંદી ફળ ન ખાવાનું સૂચન. (૧) મુનિને અભક્તિ-અશ્રદ્ધાથી દાન ન દેવું- નાગશ્રી. જીવદયા અને અનુકંપાનું મહત્ત્વ ધર્મરુચિ અણગારની જેમ સમજો. (૧૭) ઇન્દ્રિય વિષયોમાં ફસાતાં સ્વતંત્રતા નષ્ટ પામે છે. આકીર્ણ ઘોડાની જેમ. (૧૮) અનાસક્ત ભાવે આહાર કરવો. (૧૯) સાધનાયુક્ત જીવનમાં વૈર્ય ધારણ કરવું. સંયમ ભ્રષ્ટ ભોગાસક્ત આત્મા દુઃખની પરંપરા વધારે છે – કંડરીક. પ્રથમ કૃતવ8% સમાd | દ્વિતીય શ્રુતસ્કંધ ઉર છે કાલીદેવી : રાજગૃહી નગરીમાંશ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. તે સમયે અમરેન્દ્ર અસુરરાજની અગ્રમહિષી (પટ્ટરાણી) કાલીદેવી પોતાના સિંહાસન ઉપર બેઠી હતી. અચાનક જંબુદ્વીપ તરફ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતાં ભગવાન મહાવીરને જંબુદ્વીપના ભરત ક્ષેત્રની રાજગૃહી નગરીમાં બિરાજતા જોયા. તે જોતાં જ કાલીદેવી સિંહાસનથી નીચે ઉતરી જે દિશામાં ભગવાન મહાવીર હતા તે દિશામાં સાત-આઠ ડગલા આગળ જઈ પૃથ્વી ઉપર મસ્તક મૂકી વિધિવત્ વંદના કરી. ત્યારપછી તેણીએ ભગવાનની સમક્ષ પ્રત્યક્ષ વંદન-નમસ્કાર કરવાનો નિશ્ચય કર્યો. હજાર યોજન વિસ્તૃત વિમાનની વિદુર્વણા કરવાનો આદેશ કર્યો. વિમાન તૈયાર થતાં પરિવાર સહિત ભગવાન પાસે આવી વંદન નમસ્કાર કર્યા. દેવોની પરંપરા અનુસાર પોતાના નામ-ગોત્ર પ્રકાશિત કરી, બત્રીસ પ્રકારની નાટ્યવિધિ બતાવી, પાછી ગઈ. Y Private & Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ જ્ઞાતા ધર્મકથા સૂત્રા કાલીદેવીના ગયા પછી ગૌતમ સ્વામીએ ભગવાનની સમક્ષ પ્રશ્ન પૂછ્યોભતે ! કાલી દેવીએ દિવ્ય ઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી?' ત્યારે ભગવાને તેનો પૂર્વભવ જણાવ્યો. આમલકલ્પા નગરીના કાલ નામના ગાથાપતિની એક પુત્રી હતી. તેનું નામ કાલી હતું. તેની માતાનું નામ કાલશ્રી હતું. કાલી બેડોળ શરીરવાળી હતી. જેથી અવિવાહિત રહી ગઈ. એકદા પુરુષદાનીય ભગવાન પાર્શ્વનાથ આમલકલ્પામાં પધાર્યા. કાલીએ દેશના સાંભળી દીક્ષા અંગીકાર કરી. માતા-પિતાએ ઠાઠ-માઠથી દીક્ષા મહોત્સવ ઉજવ્યો. ભગવાને પુષ્પચૂલા આર્યાજીને શિષ્યા તરીકે પ્રદાન કરી. કાલી આર્યાજીએ અગિયાર અંગનું અધ્યયન કર્યું અને યથાશક્તિ તપશ્ચર્યા કરતી સંયમની આરાધના કરવા લાગી. કેટલોક સમય વીત્યા બાદ કાલી આર્યાને શરીર પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થઈ. તેણી વારંવાર અંગોપાંગ ધોતી અને જ્યાં સ્વાધ્યાય કાઉસગ્ગ આદિ કરતી ત્યાં પાણી છાંટવા લાગી. સાધ્વાચારથી વિપરીત પ્રવૃત્તિ જોઈ આર્યા પુષ્પચૂલાજીએ તેણીને સમજાવવાનો વારંવાર પ્રયત્ન કર્યો, પણ ન માની. અંતે જુદા ઉપાશ્રયમાં રહેવા લાગી. સ્વચ્છંદી બનતાં વિરાધક બની. અંતિમ સમયે પંદર દિવસનો સંથારો કરી, શિથિલાચારની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામી કાલીદેવી પણે ઉત્પન્ન થઈ છે. ગૌતમ સ્વામીએ પુનઃ પ્રશ્ન કર્યો– હે પ્રભુ! હવે તે કયાં જન્મ લેશે? ગૌતમ! દેવીનો ભવ પૂર્ણ કરી મહાવિદેહમાં જન્મ લેશે. ત્યાં નિરતિચાર સંયમની આરાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરશે. શિક્ષા–પ્રેરણા :- મહાવ્રતોનું વિધિવત્ પાલન કરનારા જીવ, તે ભવમાં જો સમસ્ત કર્મોનો ક્ષય કરે તો નિર્વાણ પ્રાપ્ત કરે, જો કર્મ બાકી રહી જાય તો વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે. પણ મહાવ્રતને અંગીકાર કરવા છતાં જો વિધિવત્ પાલન ન કરે તો શિથિલાચારી બને છે, કુશીલ બને છે, સમ્યગુજ્ઞાન આદિનો વિરાધક બને છે, કાય ફ્લેશ આદિ બાહ્ય તપશ્ચર્યા દ્વારા દેવગતિ પ્રાપ્ત કરે છે પણ વૈમાનિક જેવી ઉચ્ચગતિ મેળવી શકતા નથી. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી દેવ બને છે. દશ વર્ગોના વિષયોનું વર્ણન: દ્વિતીય શ્રુત સ્કંધના દશ વર્ગ છે. પ્રથમ વર્ગમાં ચમરેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન છે. બીજા વર્ગમાં વૈરોચનેન્દ્ર બલીન્દ્રનું, ત્રીજામાં અસુરેન્દ્રને છોડી દક્ષિણ દિશાના નવ ભવનવાસી ઇન્દ્રોની અગ્રમહિષીઓ અને ચોથામાં ઉત્તર દિશાના ઇન્દ્રોની અગ્રમહિષીઓનું વર્ણન છે. પાંચમામાં દક્ષિણ અને છઠ્ઠામાં ઉત્તર દિશાના Page #58 -------------------------------------------------------------------------- ________________ 'પ૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ ૯ વાણવ્યંતર દેવોની અગ્રમહિષીઓનું, સાતમામાં જયોતિષેન્દ્ર ચન્દ્રની, આઠમામાં સૂર્યની તથા નવમા અને દશમા વર્ગમાં વૈમાનિકના સૌધર્મેન્દ્ર તથા ઈશાનેન્દ્રિની અગ્રમહિષીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધી દેવીઓનું વર્ણન તેમના પૂર્વભવનું છે. જે મનુષ્ય પર્યાયમાં સ્ત્રીરૂપે હતી. સાધ્વી બન્યા પછી ચારિત્રની વિરાધના કરી, શરીરબકુશા બની, ગુરુણીની મનાઈ હોવા છતાં માની નહિ અને અંતે ગચ્છથી મુક્ત થઈ સ્વચ્છેદ પણે રહેવા લાગી. અંતિમ સમયે તેમણે દોષોની આલોચના, પ્રતિક્રમણ ન કર્યા. કાળધર્મ પામી. (૧) ચમરેન્દ્રની અગ્રમહિષી બલીન્દ્રની અગ્રમહિષી દક્ષિણના નાગકુમાર આદિ ૯ની અગ્રમહિષી ૬૪૯ = ૫૪ ઉત્તરના નાગકુમાર આદિ ૯ની અગ્રમહિષી ૬૪૯ = ૫૪ દક્ષિણ વ્યંતરના આઠ ઈન્દ્રોની અગ્રમહિષી ૪૮૮ = ઉત્તર વ્યંતરના આઠ ઇન્દ્રોની અગ્રમહિષી ૪૪૮ ચન્ટેન્દ્રની અગ્રમહિષી સૂર્યેન્દ્રની અગ્રમહિષી સૌધર્મેન્દ્રની અગ્રમહિષી ઈશાનેન્દ્રની અગ્રમહિષી ટ જ જ $ ૧ ૧ ૨૦૬ આ પ્રમાણે દશ વર્ગના ૨૦ અધ્યયનમાં ર૦૬ દેવીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેઓ એક ભવ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. સાર – જિનવાણી પ્રત્યે અને જિનાજ્ઞા પ્રત્યે શ્રદ્ધા, આસ્થા શુદ્ધ છે, તપસંયમની રુચિ છે, તો બકુશવૃત્તિ ભવપરંપરા નથી વધારતી પણ અંતે સાચા હૃદયથી આલોચના, પ્રતિક્રમણ ન કરવાથી જીવ વિરાધક બને છે. stત શર્મકથાંગ સૂત્ર સંપૂણી રે Page #59 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : ઉપાસક દશાંગ સૂત્ર ઉપાસક દાંગ સૂત્ર ૫૯ પ્રસ્તાવનાઃ જૈન ધર્મમાં ત્યાગ અને સાધનાનું મહત્વપૂર્ણ સ્થાન છે. તીર્થંકર પ્રભુ કેવલજ્ઞાન પ્રાપ્તિ બાદ ધર્મ તીર્થની સ્થાપના કરે છે. જેમાં ચાર અંગ હોય છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. એમની સાધનાને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. શ્રમણ ધર્મ અને શ્રમણોપાસક ધર્મ. શ્રમણ સર્વત્યાગી સંયમી હોય છે. જ્યાં આત્મ સાધના જ સર્વસ્વ છે. આ શ્રમણ સવ્વ સાવખ્ત નોળ જ્વામિ આ સંકલ્પ સાથે જ નવા જીવનમાં પ્રવેશ કરે છે. ત્યાં તેઓ કરવું કરાવવું અને અનુમોદન કરવું, આ ત્રણ કરણ અને મન, વચન અને કાયારૂપ ત્રણ યોગથી જીવન પર્યન્ત બધાં જ પાપોનો ત્યાગ કરે છે. તેમની એ સાધના સર્વ-વિરતિ સાધના છે. મહાવ્રતોની સમગ્ર પરિપૂર્ણ આરાધના રૂપ ઉપર્યુક્ત સાધનાની અપેક્ષાએ હળવો, સુકર, સરળ બીજો માર્ગ પણ છે. જેમાં સાધક પોતાની શક્તિ અનુસાર, સીમામાં(મર્યાદામાં) વ્રત સ્વીકાર કરે છે. એવા સાધકોને શ્રમણોપાસક(શ્રાવક) કહેવામાં આવે છે. તેમની આ સાધનાને દેશ વિરતિ સાધના કહેવામાં આવે છે. ઉપાશક દશાંગ સૂત્ર અંગ સૂત્રોમાં સાતમું અંગ સૂત્ર છે. એમાં દેશ વિરતિ સાધના રૂપે શ્રમણોપાસક જીવનની ચર્ચાઓ છે. ભગવાન મહાવીરના સમયના દશ શ્રાવક- ૧. આનંદ ૨. કામદેવ ૩. ચૂલણીપિયા ૪. સુરાદેવ ૫. ચુલશતક, ૬. કુંડકૌલિક ૭. સકડાલપુત્ર ૮. મહાશતક ૯. નંદિનીપિયા અને ૧૦. શાલિહિપિયા આદિનું વર્ણન છે. આમ, ભગવાન મહાવીરના લાખોની સંખ્યામાં શ્રાવકો હતાં. તેમનામાં મુખ્ય શ્રાવકો સંખ-પુષ્કલીજી વગેરે હતા. તદપ અહીં આ ૧૦ શ્રાવકોનું જીવન કંઈક વિશેષ ઘટનાઓ અને ઉપસર્ગોને કારણે તેમજ પ્રેરક હોવાથી અંકિત કરવામાં આવ્યું છે. સૂત્રમાં વર્ણિત દશે શ્રાવકોએ વીસ વર્ષ સુધી શ્રાવક વ્રતોનું પાલન કર્યુ. જેમાં છેલ્લા છ વર્ષોમાં બધાયે નિવૃત્તિમય જીવન સ્વીકાર કર્યું અને શ્રાવકની અગિયાર પિંડમાઓનું આરાધન કર્યું. આ સમાનતાની દૃષ્ટિએ પણ આ દશ શ્રાવકોનું વર્ણન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આ સૂત્રની સ્વતંત્રરૂપે વિશેષતા એ છે કે તે ગૃહસ્થ જીવનની સર્વાંગીય સાધના પર પ્રકાશ પાડે છે. તે કારણે તેનું નામ પણ ઉપાશક દશાંગ સૂત્ર રાખવામાં આવ્યું છે. આથી ગૃહસ્થજીવનમાં ધર્માચરણ કરનાર દરેક સાધકો માટે આ સૂત્ર Page #60 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ અવશ્ય વાંચવા યોગ્ય અને મનન કરવા યોગ્ય છે. આ તથ્યને સમજીને દરેક શ્રમણોપાસક આ સૂત્રનું વારંવાર અધ્યયન કરશે તો તેઓ વિગતવાર માર્ગદર્શન આ સૂત્રથી મેળવી શકશે, પ્રાપ્ત કરશે. આ સૂત્રનો મૂળ પાઠ ૮૧ર શ્લોક પ્રમાણ માનવામાં આવ્યું છે. તેના રચનાકાર સ્વયં ગણધર પ્રભુ છે. અધ્યયન : ૧ આનંદ શ્રાવક: પ્રાચીનકાળમાં વૈશાલીની નજીક જ વાણિજ્યગ્રામ નામનું નગર હતું. ત્યાંજિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તેલિચ્છવીઓનું ગણ રાજ્ય હતું. તે નગરમાં આનંદ નામનાં શેઠ રહેતા હતા. તેની પાસે કરોડોની સંપત્તિ હતી. સમાજમાં તે પ્રતિષ્ઠિત અને સન્માનિત હતા. બુદ્ધિમાન, વ્યવહારકુશળ અને મિલનસાર હોવાને કારણે તેઓ બધાના વિશ્વસનીય હતા. તેમને શિવાનંદા નામની પત્ની હતી. તે પણ ગુણવંતી અને પતિપરાયણા હતી. આનંદના અન્ય પારિવારિક લોકો પણ ગુણ સંપન્ન અને સુખી હતાં. એકદા તે નગરની બહાર ઉપવનમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પ્રજાજનો ભગવાનના દર્શન કરવા ગયાં. આનંદ શ્રાવકને જાણકારી મળી. તેના મનમાં પણ ભગવાનના દર્શન કરવાની ઉત્કંઠા જાગી. તે પણ ત્યાં પહોંચ્યા અને ભકિતપૂર્વક ભગવાનને વંદન નમસ્કાર કરીને પરિષદમાં બેસી ગયા. ભગવાને આવેલી વિશાળ પરિષદમાં બેઠેલાં તમામ લોકોને ઉપદેશ આપ્યો. જીવાદિ મોક્ષ પર્યન્ત તત્વોનું સ્વરૂપ સમજાવ્યું. સંયમ ધર્મ અને ગૃહસ્થ ધર્મનું પણ ભગવાને વિશ્લેષણ કર્યું. ઉપદેશ સાંભળીને કેટલાય લોકો પ્રતિબોધ પામ્યા, શ્રદ્ધાન્વિત બન્યા અને કેટલા ય લોકોએ શ્રમણ ધર્મ તથા શ્રમણોપાસક ધર્મ સ્વીકાર કર્યો, તેમજ વીતરાગ ધર્મની ભૂરિ-ભૂરિ પ્રશંસા કરી. આનંદ શ્રેષ્ઠી ભગવાનની વાણીનું શ્રવણ કરીને અત્યંત આનંદિત થયા. અગાઢ શ્રદ્ધા ભક્તિ પ્રગટ કરીને તેણે ભગવાન સમીપે અણગાર બનનાર વ્યક્તિઓને ધન્યવાદ આપ્યા અને પોતાની અસમર્થતા પ્રગટ કરીને શ્રાવકના વ્રતોનો સ્વીકાર કર્યો. આનંદ શ્રાવકે ગ્રહણ કરેલાં વ્રતો :(૧ થી ૩) સ્થૂલ હિંસા, અસત્ય તથા ચોરીનો બે કરણ અને ત્રણ યોગથી ત્યાગ. (૪) શિવાનંદા સ્ત્રીની મર્યાદા અને શેષ કુશીલનો ત્યાગ. (૫) પરિગ્રહ પરિમાણમાં–૧. ચાર કરોડ સોનૈયા નિધાનમાં ૨. ચાર કરોડ વેપારમાં ૩. ચાર કરોડ ચલ-અચલ સંપતિમાં (ઘર વખરીમાં) એ સિવાય ww.jainelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : ઉપાસક દશાંગ સૂત્ર ૧ પરિગ્રહનો ત્યાગ. ૪૦ હજાર પશુઓ ઉપરાંત પશુઓનો ત્યાગ. (૬) આવાગમન સંબંધી ક્ષેત્રસીમા – ૫૦૦ હલવા ઉપરાંત ત્યાગ. બે હજાર વાંસનો એક હલવો, એવા પ00 હલવા અર્થાત્ ૨૫૦૦ માઈલ ૪૦૦૦ કિલોમીટરની ક્ષેત્ર મર્યાદા ઉપરાંત ત્યાગ. આ ક્ષેત્ર મર્યાદામાં મકાન, ખેતી, રહેવાનું અને ગમનાગમન વગેરેનો સમાવેશ છે.] (૭) છવ્વીસ બોલોની મર્યાદા આ પ્રમાણે છે ૧. સુગંધિત તથા લાલ રંગના ટુવાલ, રૂમાલ વિગેરેનો ત્યાગ. ૨. લીલા બાવળના દાતણ સિવાય અન્ય દાતણોનો ત્યાગ. ૩. દુધીયા આંબળા, સિવાય વાળ ધોવાના ફળોનો ત્યાગ. ૪. શતપાક અને સહસ્ત્ર પાક તેલ ઉપરાંત માલિશનો ત્યાગ. ૫. એક પ્રકારની પીઠી સિવાય ઉબટ્ટણનો ત્યાગ. ૬. આઠ ઘડા ઉપરાંત સ્નાનનાં પાણીનો ત્યાગ. ૭. પહેરવાના સુતરાઉ કપડા સિવાય અન્ય વસ્ત્રનો ત્યાગ. ૮. ચંદન, કુમકુમ, અગર, સિવાય તિલક માટેના લેપનો ત્યાગ. ૯. કમલ અને માલતીનાં ફૂલો સિવાય ફૂલનો ત્યાગ. ૧૦. કુંડલ અને અંગુઠી-વીંટી સિવાયનાં આભૂષણોનો ત્યાગ. ૧૧. અગર અને લોબાન સિવાયનાં ધૂપનો ત્યાગ. ૧૨. એક જ પ્રકારનો કઢો અથવા ઉકાળા સિવાય અન્ય પેય પદાર્થનો ત્યાગ. અથવા મગ તથા ચોખાના પાણી (રસ) સિવાય ત્યાગ. ૧૩. ઘેવર તથા ગળ્યા સાટા સિવાય અન્ય મીઠાઈઓનો ત્યાગ. ૧૪. બાસમતી ચોખા સિવાય ઓદનનો ત્યાગ. ૧૫. ચણા, મગ અને અડદની દાળ અતિરિકત દાળનો ત્યાગ. ૧૬. ગાયના દૂધના તાજા ઘી સિવાયના ઘીનો ત્યાગ. ૧૭. બથુઆ, દૂધી, સુવા, પાલક અને ભીંડા સિવાયની લીલી શાકભાજીનો ત્યાગ. ૧૮. પાલંકા(વિશિષ્ટ પ્રકારના ગુંદર) સિવાય બીજા ગુંદરનો ત્યાગ. ૧૯. દાળના વડા અને કાંજીના વડા ઉપરાંત તળેલા પદાર્થોનો ત્યાગ. ૨૦. વરસાદનું પાણી અર્થાત્ ઘરમાં એકઠું કરી સુરક્ષિત રાખેલું વરસાદનું પાણી, એ સિવાય જળનો ત્યાગ. ૨૧. એલચી, લવિંગ, કપૂર, તજ અને જાયફળ સિવાય તંબોલ પદાર્થોનો ત્યાગ. ૨૨. એક હજાર બળદ ગાડીઓ ઉપરાંત વધારે રાખવાનો ત્યાગ, આઠ જહાજ ઉપરાંત રાખવાનો ત્યાગ. Page #62 -------------------------------------------------------------------------- ________________ કર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ (૮) ચાર પ્રકારના અનર્થ દંડનો ત્યાગ. (૯–૧૨) સામાયિક આદિની સંખ્યા, પરિમાણ આદિનું વર્ણન નથી. આનંદ શ્રાવક દ્વારા આ વ્રત પ્રત્યાખાન ગ્રહણ કરાયા પછી ભગવાન મહાવીરે તેમને સમકિત સહિત બારેય વ્રતોના ૯૯ અતિચાર સમજાવ્યા. અતિચાર, આદરેલા વ્રતોની સીમામાં ન હોવાં છતાં પણ ધ્યાનમાં રાખવા યોગ્ય હોય છે. અતિચારોનું યથાશક્ય સેવન ન કરવાથી જ વ્રત અને ધર્મની શોભા રહે છે. અતિચારોનું સેવન કરવાથી વ્રતધારીની અને ધર્મની અવહેલના થાય છે તથા વ્રતમાં પણ દોષ લાગે છે અથવા તો પરંપરાએ દોષ લાગવાની સંભાવના રહે છે. ૯૯ અતિચાર શ્રવણ કરીને આનંદ શ્રાવકે ભગવાનને વંદના નમસ્કાર કરીને પ્રતિજ્ઞા ઘારણ કરી કે હું હવે પછી અન્યમતના ધર્મદેવોને અને તેમના ધર્મગુરુઓને વંદન નમસ્કાર અને તેઓ સાથે અત્યધિક વાર્તા સંપર્ક કરીશ નહીં. આ પ્રતિજ્ઞામાં તેમણે રાજા, દેવતા, માતાપિતા, કુલની રીતી, ગુરુ અને આજીવિકા; આ છ પ્રકારનો આગાર રાખ્યો. તે પછી આનંદે પ્રભુ સમક્ષ શ્રમણ નિગ્રંથોનો સંયોગ પ્રાપ્ત થતાં તેઓને આહાર, વસ્ત્ર અને ઔષધ વગેરે પ્રતિલાભિત કરવાનો સંકલ્પ પ્રગટ કર્યો. પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી આનંદે પોતાના મનમાં ઉઠેલા પ્રશ્નો પૂછીને સમાધાન કર્યુ. ત્યાર પછી ઘેર જઈને આનંદ શ્રાવકે પોતાની પત્ની શિવાનંદાને પણ વ્રત ધારણ કરવાની પ્રેરણા આપી. તેણે પણ ભગવાન સમક્ષ ઉપસ્થિત થઈને વિનય ભક્તિ પૂર્વક ઉપદેશ સાંભળીને શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. Jain ક્રમશઃ શ્રમણોપાસક પર્યાયનું પાલન કરતાં-કરતાં શિવાનંદા પત્ની સહિત આનંદ શ્રાવક જીવ-અજીવ આદિ તત્વોના જ્ઞાતા બની ગયા; નિગ્રંથ પ્રવચનમાં તેમની શ્રદ્ધા દઢ થી દઢતર બની. કોઈ પણ દેવ કે દાનવ તેમને ધર્મમાંથી વિચલિત કરી શકતા નહિ. ધર્મનો રંગ તેના રોમે-રોમમાં વણાઈ ચૂક્યો હતો. તેઓ મહિનામાં છ દિવસ ઘરનાં સર્વ કાર્યોથી નિવૃત્ત થઈને પરિપૂર્ણ પૌષધ વ્રતનું સમ્યક્ પ્રકારે પાલન કરતા. ચૌદ વર્ષ પછી આનંદ શ્રાવકે મોટા(ભવ્ય) સમારંભ સાથે સંપૂર્ણ કુટુંબની જવાબદારી પોતાના પુત્રોને સોંપીને પૌષધશાળામાં નિવૃત્તિ લઈ રહેવા લાગ્યા. નિવૃત્ત જીવનમાં તેમણે શ્રાવકની ૧૧ પડિમાઓ સ્વીકારી. તે પડીમાઓની સાડા પાંચ વર્ષ સુધી સમ્યક્ આરાધના કરી. અને અંતમાં મૃત્યુનો સમય નજીક આવતો જાણીને તેમણે ભક્ત પ્રત્યાખ્યાન સંથારો ગ્રહણ કર્યો. સંથારા દરમ્યાન શુભ અધ્યવસાયોનું શુદ્ધિકરણ વિશુદ્ધિકરણ થતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિશિષ્ટ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે અવધિજ્ઞાન વડે તેઓ ઊંચા-નીચા અને & Page #63 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્રઃ ઉપાસક દશાંગ સૂત્ર ૬૩ | તિથ્ય લોકના સીમિત ક્ષેત્રને અને તેમાં રહેલ જીવ-અજીવ પદાર્થોને પ્રત્યક્ષ જોવા લાગ્યા. વિચરણ કરતાં-કરતાં ભગવાન મહાવીરસ્વામી તે નગરમાં પધાર્યા. ગૌતમસ્વામી ભગવાનની આજ્ઞા લઈને છઠના પારણાર્થે ગોચરી વહોરવા નગરમાં પધાર્યા. આનંદ શ્રમણોપાસકના અનશનની વાત સાંભળીને ગૌતમસ્વામી ત્યાં પૌષધશાળામાં આનંદ શ્રાવક પાસે આવ્યા. આનંદ શ્રાવકનું શરીર ધના અણગારની જેમ અસ્થિપંજર(અત્યંત કૃશ) થઈ ગયું હતું. પોતાની જગ્યાએથી હલવું ચાલવું પણ તેમના માટે શક્ય ન હતું. માટે ગૌતમસ્વામીને નજીક આવવાની તેણે પ્રાર્થના કરી. ગૌતમસ્વામી નજીક ગયા. આનંદે તેઓને ભક્તિ સભર વંદન-નમસ્કાર કર્યા અને નિવેદન કર્યું કે હે ભંતે! મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે, જેથી હું ઉપર સૌધર્મ દેવલોક સુધી, નીચે લોલુચ્ય નામક નરકાવાસ સુધી અને પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણમાં લવણસમુદ્રમાં ૫૦૦-૫૦૦ યોજન સુધી તથા ઉત્તરમાં ચુલ્લ હિમવંત પર્વત સુધી જોઈ રહ્યો છું. ગૌતમસ્વામીએ કહ્યું કે શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે છે પરંતુ આટલું વિશાળ ન થઈ શકે. માટે તમે આ કથનની આલોચના અને પ્રાયશ્ચિત્ત કરો. આનંદ શ્રમણોપાસકે ગૌતમસ્વામીને પ્રશ્ન કર્યો કે હે ભંતે ! શું જિનશાસનમાં સત્યનું પણ પ્રાયશ્ચિત્ત હોય? ગૌતમસ્વામીએ ઉત્તરમાં ફરમાવ્યું કે એવું નથી, અર્થાત્ સાચી વ્યક્તિ ને પ્રાયશ્ચિત્ત આવતું નથી. ત્યારે ગૌતમસ્વામીને આનંદ શ્રાવકે ફરીથી નિવેદન કર્યું કે, હેમંતે! તો આપે જ આલોચના-પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. દઢતાયુક્ત આનંદ શ્રમણોપાસકના શબ્દો સાંભળીને ગૌતમસ્વામી સંદેહશીલ થઈ ગયા, તરત જ ત્યાંથી નીકળી ભગવાનની પાસે જઈને આહારપાણી બતાવ્યા અને સંપૂર્ણ હકીકત કહીને ભગવાનને પૂછ્યું કે આનંદ શ્રાવકે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ કે મારે? પ્રભુએ ફરમાવ્યું કે હે ગૌતમ! તારે જ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ અને શુદ્ધ થવું જોઈએ. તેમજ આનંદ શ્રાવક પાસે આ પ્રસંગની ક્ષમાયાચના કરવી જોઈએ. ત્યારે ગૌતમ સ્વામીએ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કર્યું અને પાછા પૌષધશાળામાં જઈને આનંદ શ્રાવક પાસે ક્ષમાયાચના કરી અને પછી આવીને પારણું કર્યું. આનંદ શ્રાવકનો આ સંથારો એક મહિના સુધી ચાલ્યો. પછી સમાધિ પૂર્વક તેમણે પંડિત મરણ પ્રાપ્ત કર્યું. દેહ ત્યાગ કરીને તેઓ પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને તપ-સંયમનું પાલન કરીને મોક્ષ પ્રાપ્ત કરશે. શિક્ષા-પ્રેરણા - (૧) વ્યક્તિએ બુદ્ધિમાન, વ્યવહાર કુશળ અને મિલનસાર બનવું જોઈએ. (૨) પત્નીનો પતિ તરફ હાર્દિક અનુરાગ શ્રદ્ધા અને સમર્પણ ભાવ હોવો જોઈએ. 10 Jain Education Internationa are & Personal use Page #64 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ (૩) ધર્મ પ્રત્યેની સાચી શ્રદ્ધા, નિષ્ઠા, સમજ પ્રાપ્ત થઈ જાય પછી વ્રત ધારણ કરવામાં આળસ ન કરવી જોઈએ. કેટલી પણ વિશાળ સંપત્તિ હોય કે ગમે તેટલું વિશાળ કાર્ય ક્ષેત્ર કેમ ન હોય પણ શ્રાવકને વ્રત ધારણ કરવામાં તે કોઈ બાધક નથી બનતાં. કારણ કે સંપત્તિ ધર્મમાં બાધક હોતી નથી, પરંતુ તેની અમર્યાદા અને મોહ તેમજ મમત્વ બાધક બને છે. કેટલા ય લોકો વર્ષો સુધી ધર્મ સાંભળે છે અને ભક્તિ કરે છે. પરંતુ શ્રાવકના બાર વ્રતોને ધારણ કરવામાં આળસના કારણે તેઓ પરિસ્થિતિઓ અને જવાબદારીઓનાં બહાનાઓને આગળ કરે છે. તેમણે આ શ્રાવકોના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. ૪ (૪) ધર્મગુરુઓએ પણ આવેલી પરિષદને શ્રાવકના વ્રતોનું સ્વરૂપ સરળતા પૂર્વક વિધિવત્ સમજાવવું જોઈએ અને તેમને વ્રતધારી બનવા ઉત્સાહિતપ્રોત્સાહિત કરવા જોઈએ. આજ-કાલ કેટલા ય ઉપદેશકો અથવા કેટલા ય પૂજ્ય આચાર્ય વગેરે આ વિષયનું વિશ્લેષણ કરતાં જ નથી, અને કોઈક આ વિષયનું પ્રતિપાદન કરે તો પણ શ્રાવકના વ્રતોને પહાડ સમાન બતાવીને તેની કઠિનતાનો (અઘરાપણાનો) ભય શ્રાવકોમાં ભરી દે છે. જેથી શ્રાવક લોકો આ વ્રતોને ધારણ કરવાની વાતોને પહેલેથી ધકેલી દે છે, ઉપેક્ષા કરી દે છે. માટે એવું ન કરતાં આ બાબતમાં વિદ્વાન આચાર્ય ભગવંતોએ અને સંત સતીજીઓએ વિશેષ ધ્યાન આપવું જોઈએ. (૫) ઉપદેશ શ્રવર્ણ પછી જિનવાણીની હૃદયપૂર્વક પ્રશંસા અનુમોદના કરવી જોઈએ. (૬) પોતાની શક્તિનું મૂલ્યાંકન કરીને અથવા વિકાસ કરીને વ્રત ધારણ કરવા જોઈએ. (૭) પરિવારના સહસભ્યોને પણ ધર્મકાર્યમાં, વ્રત પ્રત્યાખાનમાં જોડાવા માટે ઉત્સાહિત કરવા જોઈએ. (૮) શ્રાવકપણામાં પણ તત્વજ્ઞાનની વૃદ્ધિ કરતા રહેવું જોઈએ, આગમોનો સ્વાધ્યાય પણ કરવો જોઈએ. (૯) યથાસમયે જવાબદારીઓમાંથી મુક્ત થઈને અથવા મુક્ત થવાની લગની રાખીને ઘર તથા વ્યાપારના કારોબાર પુત્ર વગેરેને સોંપી દેવા જોઈએ. એમ નહીં થાય કે મરે ત્યાં સુધી ઘર, દુકાન, ધંધો અને મોહ છૂટે જ નહીં. કારણ કે આવી મનોવૃત્તિમાં આરાધના થવી સંભવ નથી. તેથી સમય આવ્યે ધંધાથી નિવૃત્ત થઈને સાધનાની અભિવૃદ્ધિ કરવાનું લક્ષ્ય રાખવું અત્યંત જરૂરી છે. તે શ્રાવકનો પહેલો મનોરથ પણ છે. (૧૦) નિવૃત્ત જીવનમાં શક્તિ અનુસાર તપ અને ઘ્યાનમાં તેમજ આત્મ ચિંતન-મનનમાં લીન થઈ સાધના કરવી જોઈએ. (૧૧) પારિવારિક લોકોના મોહની એટલી હદે પ્રગાઢતા કે લાચારી ન હોવી Page #65 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ ઉપાસક દશાંગ સૂત્ર જોઈએ કે અનશન લેતી વખતે તે બાધક બને. (૧૨) ગુણોનો વિકાસ ચરમ સીમાએ પહોંચ્યા પછી પણ વિનયનો ગુણ ન છોડવો જોઈએ. આનંદ શ્રાવકનું જીવન ત્યાગ,તપ, ધ્યાન, પડિમાયુક્ત હતું, આદર્શ શ્રાવક રત્ન હતા; અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું; શરીર હાડપીંજર થઈ ગયું હતું. તેમ છતાં ગૌતમ સ્વામીને જોઈને તેમના પ્રત્યે શ્રદ્ધા અને વિનય-ભક્તિ યુક્ત વંદન નમસ્કાર કરી ચરણોમાં મસ્તક નમાવ્યું. ૫ (૧૩) સત્યનું સન્માન જીવનમાં હંમેશાં હોવું જોઈએ. વિનયવાન હોવા છતાં પણ સત્ય માટે દઢ મનોબળ હોવું જોઈએ. સત્યમાં કોઈનાથી દબાવાની કે ડરવાની જરૂર હોતી નથી. (૧૪) પોતે કરેલી ભૂલની ખબર પડે તો ઘમંડ અથવા ખોટો દંભ ન કરવો જોઈએ. સરલતા અને ક્ષમાયાચના રૂપે નમ્રતા ધારણ કરીને જીવન સુંદર અને સાધનામય બનાવવું જોઈએ. સાર :- જિન શાસનમાં ત્યાગ, વ્રત નિષ્ઠા, શુદ્ધ શ્રદ્ધા તેમજ સરલતા, નમ્રતા આદિ ગુણોનું; સત્ય નિષ્ઠા, નિડરતા અને ક્ષમાપના આદિ ગુણોનું તેમજ તે ગુણો યુક્ત આત્મવિકાસ કરનારાઓનું મહત્વ છે. આ પ્રકારના ગુણ સંપન્ન સાધકો અંતિમ સમય સુધી ઉચ્ચ સાધનામાં લીન બનીને આત્મ કલ્યાણ કરી લે છે. તેઓ સાધનાની વચ્ચે ગુસ્સો,ઘમંડ, અપ્રેમ, વૈમનસ્ય, કલહ, દ્વેષ, નિંદા, પ્રમાદ, આળસ આદિ દુર્ગુણોના શિકાર બનતા નથી. અધ્યયન : ૨ શ્રમણોપાસક કામદેવઃ ભગવાન મહાવીરના સમયમાં પૂર્વ બિહારમાં ચંપા નામની નગરી હતી. જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તે જ નગરમાં કામદેવ નામના શેઠ રહેતા હતા. જે આનંદ શ્રાવકની જેમ જ શ્રેષ્ઠ ગુણાલંકૃત અને સૌમ્ય પ્રકૃતિવાળા હતા. જેથી તેઓ સમાજમાં અગ્રસ્થાને હતા. લોકો તેમનો યોગ્ય આદર કરતા હતા. તેમને ભદ્રા નામની પતિપરાયણ અને ગુણ સંપન્ન સ્ત્રી હતી. સમૃદ્ધિમાં કામદેવ શ્રેષ્ઠિ આનંદથી ચડિયાતા(વિશેષ) હતા. તેમનું સાંસારિક જીવન ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતું. - ભગવાન મહાવીરનું ચંપાનગરીમાં પદાર્પણ થતા પરિષદ તેમનો ઉપદેશ સાંભળવા ગઈ. કામદેવ પણ ગયા. ધર્મદેશના શ્રવણ કરતાં જ કામદેવ ગદિત થઈ ગયા; બાર વ્રત ધારણ કર્યા. તેમની ઇચ્છાઓ સીમિત થઈ ગઈ; જીવન સંયમિત બન્યું; સંસારના પદાર્થો પ્રત્યેની આસક્તિ ઘટી ગઈ અને તેઓ વિરક્ત Page #66 -------------------------------------------------------------------------- ________________ ၄၄ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ ભાવે કુટુંબનું પરિપાલન કરતાં ધર્મ આરાધના કરવા લાગ્યા. ચૌદ વર્ષ સુધી શ્રાવક વ્રતનું પાલન કર્યા બાદ તેમના જીવનમાં ફરી પરિવર્તન આવ્યું. ભારે સમારોહની સાથે પુત્રને કુટુંબનો ભાર સોંપી નિવૃત્ત જીવનમાં અધિકાધિક સાધના કરવા પૌષધશાળામાં રહેવા લાગ્યા. એક વખત કામદેવના વ્રત કસોટીના એરણે ચઢ્યા. તે પૌષધશાળામાં ધ્યાનસ્થ હતા. તેમની ધર્મ દઢતાની પ્રશંસા ઇન્દ્રસભામાં કેન્દ્ર કરી. મિથ્યાત્વી દેવથી તે સહન ન થઈ. તે કામદેવ શ્રાવકને ધર્મથી વિચલિત કરવા પૌષધશાળામાં આવ્યો; વિકરાળ પિશાચનું રૂપ લીધું હાથમાં તલવાર લઈ કામદેવને ધમકાવતાં એમ કહ્યું- તમે આ ક્રિયા કલાપ તથા ધર્મોપાસના છોડી દો. નહિંતર આ તલવારથી તમારા ટુકડે ટુકડા કરી નાખીશ. જેથી આર્તધ્યાન કરતાં અકાળમાં જ તમે મૃત્યુ પામશો. બીજી અને ત્રીજી વખત પણ તે જ પ્રમાણે કહ્યું અને જોયું કે કામદેવ શ્રાવક તો પોતાની સાધનામાં મસ્ત બની ગયા છે. તેની ધમકીની કિંચિત પણ પરવા તેમને નથી. તે જોઈદેવનો ગુસ્સો ખૂબજ વધી ગયો. તત્કાળ તલવારથી તેના શરીરના ટુકડે ટુકડા કર્યા. ભયંકર વેદના હોવા છતાં કામદેવ શ્રમણોપાસક સમભાવથી સ્થિર રહ્યા. દેવમાયાથી ફરીને શરીર જોડાઈ ગયું. બીજી વખત દેવે હાથીનું રૂપ કરી ડરાવ્યો, ધમકાવ્યો. ત્રણ વખત કહેવા છતાં પણ કામદેવ શ્રમણોપાસકના નહિ માનવાથી તેને સૂંઢથી ઉપાડી આકાશમાં ઉછાળ્યો અને દાંતોથી ઝીલી લીધો, પછી પગ નીચે કચડ્યો; ઘોર વેદના સહન કરવા છતાં કામદેવ નિશ્ચલ રહ્યા. દેવમાયાથી પુનઃ તેનું શરીર દુરસ્ત થઈ ગયું. ફરીને ત્રીજી વખત દેવે વિષધર સર્પનું રૂપ ધારણ કર્યું ડરાવ્યો, ધમકાવ્યો, ધર્મ છોડવા માટે કહ્યું, તેમ છતાં કામદેવ સહેજ પણ ચલિત ન થયા. ત્યારે સર્પરૂપધારી દેવે તેના ગળામાં ત્રણ લપેટા દઈ છાતીમાં ડંખ માર્યો; ઘોરાતિઘોર વેદના આપી: હજી કામદેવ શ્રાવક અડોલ જ હતા. આખરે માનવ પાસે દાનવની હાર થઈ. ક્રૂરતા ઉપર શાંતિનો વિજય થયો. કામદેવ શ્રાવક પરીક્ષામાં ઉતીર્ણ થયા. દેવ ગુણાનુવાદ કરતો, ક્ષમા માંગતો, ભવિષ્યમાં હવે આવું નહીં કરું એવો સંકલ્પ કરી વારંવાર વિનય કરતો, દેવલોકમાં ચાલ્યો ગયો. ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં તે નગરમાં પધાર્યા હતા. સવાર થતાં કામદેવે પૌષધ પાળી, યોગ્ય વસ્ત્ર પરિધાન કરી, જન સમૂહની સાથે ભગવાનના દર્શન કરવા ચાલ્યા. વંદન નમસ્કાર કરી બેઠા, ભગવાને ધર્મદેશના આપી. સ્વયં ભગવાને કામદેવ શ્રાવકને પૂછયું કે– આજ રાત્રે દેવે આ પ્રમાણે ઉપસર્ગ આપ્યા હતા? કામદેવે સ્વીકાર કર્યો. તે ઘટના બતાવી ભગવાને શ્રમણ-શ્રમણીઓને સંબોધિત કરતાં કહ્યું કે એક Page #67 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ ઉપાસક દશાંગ સૂત્ર શ્રમણોપાસક ગૃહસ્થ પણ ધર્મમાં શ્રદ્ધા રાખી શકે છે; પરીક્ષાની ઘડીએ ધીર-ગંભીર બની કષ્ટો સહન કરે છે; દાનવને પણ પરાજિત કરે છે. આ ઘટના દ્વારા દરેક સાધકે દઢ શ્રદ્ધાની અને સંકટોમાંથી પાર ઉતરવા ધૈર્યની પ્રેરણા લેવી જોઈએ. ત્યારે ઉપસ્થિત શ્રમણ-શ્રમણીઓએ 'તત્તિ' કહી પરમાત્માના વચનોનો સ્વીકાર કર્યો. ५७ ત્યાર પછી કામદેવ શ્રાવકે વિનય યુક્ત કેટલાક પ્રશ્નો પૂછી સમાધાન પ્રાપ્ત કર્યું અને વંદન નમસ્કાર કરી ચાલ્યા ગયા. ઉપવાસનું પારણું કર્યા પછી પૌષધશાળામાં આવી ધર્મસાધનામાં લીન બન્યા. આનંદની જેમ શ્રાવકની અગિયાર પડિમાઓ સ્વીકારી. અંતે એક મહિનાનો સંથારો કરી, સમાધિમરણ પ્રાપ્ત કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંનું ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જઈ સિદ્ધ થશે. બાકીનું બધું વર્ણન આનંદ શ્રાવકની જેમ જ સમજવું. ૧૪ વર્ષ સામાન્ય શ્રાવક પર્યાય + ૬ વર્ષ નિવૃત્તિ સાધનામય જીવન, એમ કુલ ૨૦ વર્ષ શ્રમણોપાસક પર્યાયનું પાલન કર્યું. શિક્ષા-પ્રેરણાઃ (૧) આ ચરિત્રમાંથી ધર્મમાં દઢ શ્રદ્ધા અને મજબૂત મનોબળ રાખવાની પ્રેરણા મળે છે. માનવને કર્મ સંયોગે શારીરિક, આર્થિક, માનસિક, સામાજિક આદિ કેટલાય સંકટોમાંથી પસાર થવું પડે છે. તે સમયે ક્ષુબ્ધ ન થવું, મ્લાન ન બનવું, ગભરાવવું નહિ, પરંતુ ધૈર્યની સાથે આત્મ ક્ષમતાને કેન્દ્રિત કરતાં દઢધર્મી અને પ્રિયધર્મી બનવું. દશવૈકાલિક સૂત્રમાં મનોબળને દઢ રાખવાવાળા આશ્વાસન વાક્યો આ પ્રમાણે કહ્યા છે – न मे चिरं दुखमिणं भविस्सइ । पलिओवमं झिज्झइ सागरोवमं । किमंग पुण मज्झ इमं मणो दुहं ।। ભાવાર્થ :- આ મારું દુઃખ શાશ્વત રહેવાવાળું નથી. નરકના જીવો અસંખ્ય વર્ષો સુધી ઘોરાતિઘોર વેદના સહન કરે છે. તેની અપેક્ષાએ અહીંના શારીરિક કે માનસિક દુઃખ કંઈ વિસાતમાં નથી. આત્મા બધાનો સરખો છે. મારા આત્માએ પણ અજ્ઞાન દશામાં ખૂબ કષ્ટો સહન કર્યા છે. તો હવે સમજણ પૂર્વક આવા સામાન્ય કષ્ટોને સહન કરી લઉં. આ પ્રમાણે ચિંતન કરી શ્રેષ્ટ આદર્શોને નજર સમક્ષ રાખી આપત્તિની ઘડીઓને ધૈર્ય પૂર્વક પાર પાડવી જોઈએ. (૨) કેટલાક આત્માઓ ધર્મ દ્વારા લૌકિક સુખોની ઈચ્છા કરે છે. તેઓ પોતાની ચાહના પૂર્તિ થાય કે કેમ, તેના ઉપરથી ધર્મગુરુઓની કિંમત આંકે છે. તેઓને ચમત્કારી ગુરુ તથા ચમત્કારી ધર્મ જ પ્રિય હોય છે. આવા ચમત્કાર પ્રિય શ્રાવકોએ આ અધ્યયનમાંથી શિક્ષા લેવી જોઈએ કે દેવ પ્રદત્ત કષ્ટોને હસતાં Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત-૧ : હસતાં સહેનાર કામદેવે એવું ન વિચાર્યું કે “આવો શ્રેષ્ઠ ધર્મ ધારણ કર્યો, તીર્થકરોનું શરણું લીધું છે છતાં ધર્મના કારણે જ સંકટની ઘડીઓ આવી. ખરેખર ધર્મમાં કંઈ જ દમ નથી. સુખને બદલે દુઃખ મળ્યું.’” આવો કોઈ વિકલ્પ ન કર્યો. જેની પાસે સમ્યક્ શ્રદ્ધા છે તેમને તો આવો વિચાર આવતો જ નથી. પણ ઐહિક સુખની ઈચ્છાવાળાઓને જ આવા સંકલ્પ વિકલ્પો થાય છે અને તેઓની ચિત્ત સ્થિતિ ડામાડોળ થઈ જાય છે. માટે ધર્મ પ્રત્યે પવિત્ર શ્રદ્ધા રાખવી જોઈએ. અસ્થિર ચિત્તવાળા ન બનવું જોઈએ અને ધર્મના સંબંધે ઐહિક ચમત્કારથી મુક્ત બનવું જોઈએ. અધ્યયન : ૩ ચૂલણીપિયા : ભારતની સુપ્રસિદ્ધ સમૃદ્ધિશાળી વારાણસી નગરીમાં ફૂલણીપિયા નામના શેઠ રહેતા હતા. તેમની માતાનું નામ ભદ્રા અને પત્નીનું નામ શ્યામા હતું. અગાઉના બન્ને શ્રાવક કરતાં ચૂલણીપિયાની સમૃદ્ધિ ઘણી હતી. ૮ કરોડ સોનૈયા ભંડારમાં, ૮ કરોડ વ્યાપારમાં તથા ૮ કરોડ ઘરખર્ચમાં હતા. ૮ ગોકુલ હતા. આ પ્રમાણે ફૂલણીપિયા વૈભવશાળી પુણ્યશાળી પુરુષ હતા. ભગવાન મહાવીર પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતા. ચૌદ વર્ષ ગૃહસ્થ જીવનમાં રહ્યા બાદ નિવૃત્તિ મેળવી આત્મસાધનામાં લીન બન્યા હતા. એક વખત પૌષધશાળામાં ઉપવાસયુક્ત પૌષધની આરાધના કરી રહ્યા હતા. અર્ધ રાત્રિએ એક દેવ હાથમાં તલવાર લઈ બોલ્યો – ઓ ચૂલણીપિયા ! આ ધર્મ-કર્મ છોડી દે. નહીં તો તારી સામે જ તારા મોટા દીકરાના શરીરના ટુકડા કરી, કળાઈમાં ઉકાળીશ, અને તેના લોહી અને માંસ તારી ઉપર નાંખીશ. બે, ત્રણ વખત આમ કહેવા છતાં ચૂલણીપિયા દઢ રહ્યા. અંતે દેવે તેમજ કર્યું. પુત્રને મારી તેને કડાઈમાં તળી તેના લોહી-માંસ શ્રાવક ઉપર નાખ્યા. ફૂલણીપિયા નજરે જોતા હતા, છતાં સાધનામાં ક્ષુબ્ધ ન થયા. તેથી દેવનો ક્રોધ તેની શાંતિને કારણે વધુ ભડક્યો. દેવે એક એક કરતાં તેના ત્રણે પુત્રો સાથે તેવું જ ભયંકર કૃત્ય કર્યું. ચૂલણીપિયા અડગ રહ્યા. અંતે દેવ દ્વારા ચૂલણીપિયાની માતા ભદ્રાની સાથે પણ તેવું જ કૃત્ય કરવાની ધમકી દેતાં શ્રાવકનું ધૈર્ય ખૂટી ગયું. માતાની મમતાને કારણે સાધનામાં પરાજય થયો. પૌષધની મર્યાદાનું ઉલ્લંઘન કરીને દેવને પકડવાનો સંકલ્પ કર્યો. જ્યાં દેવને પકડવા હાથ લંબાવ્યો ત્યાં તો દેવ અદશ્ય થઈ ગયો. અવાજ સાંભળતાં તેની માતા દોડતી આવી. આખી ઘટનાની જાણકારી થતાં કહ્યું– વત્સ ! આ તો દેવ માયા હતી. અમે બધા સુરક્ષિત છીએ. Page #69 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ ઉપાસક દશાંગ સૂત્ર નાહક ક્રોધ કરી સાધનામાં દોષ લગાડયો.તારા દોષનું પ્રાયશ્ચિત્ત કરી લે. ફૂલણીપિયાએ પોતાના દોષનો સ્વીકાર કરી પ્રાયશ્ચિત્ત કર્યું. GC કુલ વીસ વર્ષ સુધી શ્રાવક પર્યાયનું પાલન કરી; શ્રાવકની પડિમાઓ ધારણ કરીને અંતે સંથારો કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. શિક્ષા-પ્રેરણા :- અપાર ધન-વૈભવ સંપન્ન હોવા છતાં પ્રાચીન કાળના માનવોમાં એટલી સરળતા હતી કે શીઘ્ર ધર્મબોધ પામી જીવન પરિવર્તન કરી લેતા. આજના માનવે પણ તથ્યને જાણવું જોઈએ કે ધન સંપત્તિ જ સર્વસ્વ નથી. પરલોકમાં ધર્મ સાથે ચાલશે, ધન નહિ. કોઈ નબળાઈના કારણે અનિચ્છાએ પણ ભૂલ થઈ જવાની સંભાવના રહે છે. છતાં ભૂલને ભૂલ સમજી, તેને સુધારી આદર્શમય જીવન જીવવું તે મહાન ગુણ છે. આપણે તેવો ગુણ અપનાવીએ અને તત્કાળ ભૂલનો સ્વીકાર કરી સન્માર્ગમાં આવી જઈએ. અધ્યયન : ૪ સુરાદેવઃ - વારાસણી નગરીમાં સુરાદેવ નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ પણ સમૃદ્ધિવાળા હતા. છ–છ કરોડનું ધન વ્યાપાર, ઘરખર્ચ તથા ભંડારમાં હતું. તેમની પત્નીનું નામ ધન્યા હતું. આનંદની જેમ તેનું સાંસારિક અને ધાર્મિક જીવન શ્રેષ્ઠ હતું. તેઓ એક વખત પૌષધશાળામાં પૌષધની આરાધના કરી રહ્યા હતા. કોઈ એક મિથ્યાત્વી દેવ અર્ધરાત્રિએ આવી ડરાવવા લાગ્યો. ધમકી આપી અને ત્રણ પુત્રોના ટુકડા કરી નાખ્યા. માંસ તથા લોહીનો છંટકાવ કર્યો. દારુણ કષ્ટ આપવા છતાં સુરાદેવે સમતા રાખી. દેવે નવો ઉપાય અજમાવ્યો અને ધમકી આપી કે આ ધર્મ-કર્મ છોડી દે નહિંતર કોઢ આદિ સોળ મહારોગ શરીરમાં ઉત્પન્ન કરીશ. શરીર સડી જશે અને તું મહાદુઃખી થઈ જઈશ. અસીમ રોગોની કલ્પનાથી તેમનું મન ગભરાઈ ગયું; ઘીરજ ખૂટી ગઈ. આ રીતે સુરાદેવ શ્રમણોપાસક ચલિત થઈ ગયા. પત્ની ધન્યા દ્વારા પ્રેરણા મળ તાં વ્રતની વિશુદ્ધિ કરી. પુનઃ ધર્મમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં શ્રાવકની અગિયાર પિંડમાઓનું પાલન કર્યું. વીસ વર્ષની શ્રાવક પર્યાયનું પાલન કરી એક માસનો સંથારો કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષે જશે. શિક્ષા-પ્રેરણા :- શરીરનું મમત્વ પણ સાધકને સાધનાથી વ્યુત કરી દે છે. તેથી કોઈ પણ પ્રકારની આત્મસાધનામાં શરીરની મમતાને વૈરાગ્યના ચિંતન Jain org Page #70 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત-૧ અને તપના માધ્યમે ક્રમશઃ ઘટાડવી જરૂરી છે. કારણ કે સાધનાની અંતિમ સફળતા દેહ મમત્વના ત્યાગમાં જ છે. કહ્યું પણ છે – દંપતિ વા કાર્ય સાથfમા દેદ દુર્વ મહાd I આદિ વાક્યોથી આત્મ શક્તિને જાગૃત કરવી જોઈએ. અધ્યયન : ૫) ચુલ્લશતક:આલંભિકા નગરીમાં ચુલ્લશતક શ્રાવક રહેતા હતા. તેમનો વૈભવ સુરાદેવ જેવો જ હતો. જીવનની સાધનાનું વર્ણન સુરાદેવ જેમ જ સમજવું. તેઓ પણ દેવ દ્વારા ધન ને નષ્ટ કરી, દરિદ્ર બનાવી દેવાની ધમકીથી ભય પામી સાધનાથી વ્યુત થઈ ગયા. બહુલા નામની ભાર્યા દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરી, પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થયા. અંતે સમ્યક આરાધના કરી પંડિત મરણને વર્યા. શેષ મોક્ષ પર્યતનું વર્ણન સુરાદેવ સમાન જાણવું. અધ્યયન : ૬ કુંડકૌલિકઃ પ્રાચીન કાળમાં કાંપિલ્યપુર નગરમાં કુંડકૌલિક નામના શેઠ રહેતા હતા. ધન, સમૃદ્ધિ સુરાદેવ જેવી જ હતી. આનંદાદિ શ્રાવકોની જેમ જ ઉત્તમ ધાર્મિક જીવન જીવવા લાગ્યા; શ્રાવક વ્રતોનું પાલન કરવા લાગ્યા. એકદા બપોરના સમયે કંડકૌલિક અશોક વાટિકામાં ગયા. ઉત્તરીય વસ્ત્ર, વીંટી વગેરે ઉતારી પોતાની સમીપે મૂકી દીધાં; સામાયિકમાં સ્થિર થયા. ત્યાં તો એક દેવ ઉપસ્થિત થયો અને ઉત્તરીય વસ્ત્ર તથા વીંટી ઉપાડી આકાશમાં જઈ બોલ્યો- ગોશાલકનો ધર્મ સિદ્ધાન્ત સુંદર છે. ભગવાન મહાવીરનો સિદ્ધાંત ઉત્તમ નથી. કારણ કે પુરુષાર્થથી કંઈ વળતું નથી. જે થવાનું હોય તે થઈને જ રહે છે. આ સાંભળી કુંડકૌલિક બોલ્યા- દેવ! એક વાત કહો કે આ દેવ ઋદ્ધિ તમે કેવી રીતે મેળવી? દેવે કહ્યું- “મે પુરુષાર્થ વિના જ પ્રાપ્ત કરી છે. ત્યારે કુંડકૌલિક બોલ્યા- તો અન્ય પ્રાણી-પશુ તમારી જેમ પુરુષાર્થ વિના દેવ કેમ નથી થતા? તેમાં જો કંઈ વિશેષ પુરુષાર્થ છે તો ગોશાલકનો સિદ્ધાંત સુંદર કેવી રીતે બન્યો? તે તો પુરુષાર્થને નિરર્થક સમજે છે.' ભગવાન મહાવીરનો સિદ્ધાંત પુરુષાર્થ, નિયતિ, કાળ, સ્વભાવ અને કર્મ આ પાંચેયનો સ્વીકાર કરતા થકા પુરુષાર્થ પ્રધાન વ્યવહારનું કથન કરે છે અર્થાત્ વ્યાવહારિક જીવનમાં પુરુષાર્થ મુખ્ય છે. અન્યથા તો બધા આળસુ (નિરુદ્યમી) For Piivate & Personal Use Only vw.jainelibrary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : ઉપાસક દશાંગ સૂત્ર ૦૧ થઈ મોક્ષ પ્રાપ્ત કરી લે. પણ તે અસંભવિત છે. ગોશાલકના સિદ્ધાંતથી લૌકિક વ્યવહાર પણ ચાલતો નથી. વ્યાપાર, ભોજન આદિમાં જો પુરુષાર્થ કરવાની આવશ્યકતા ન રહે તો તે સર્વથા અવ્યાવહારિક થઈ જાય છે. કુંડકૌલિક શ્રાવકના તર્કપૂર્ણ ઉત્તરથી દેવ નિરુત્તર થઈ ગયો અને ઉત્તરીય વસ્ત્ર તથા વીંટી મૂકીને ચાલ્યો ગયો. ભગવાને ભરસભામાં કંડકૌલિક શ્રાવકની પ્રશંસા કરી. બધા શ્રમણ, શ્રમણોપાસકને જ્ઞાન ચર્ચાથી ન ગભરાતાં આ આદર્શને સન્મુખ રાખવાની પ્રેરણા કરી. કંડકૌલિકે પણ ચૌદ વર્ષ દરમ્યાન સંસારની જવાબદારી નિભાવી. તે પછી મોટો મહોત્સવ કરી, પુત્રને કુટુંબ વ્યવસ્થાનો ભાર સોંપી, નિવૃત્તિ લઈ છ વર્ષ નિવૃત્ત સાધના કરી. પડિમાઓનું આરાધન કર્યું. અંતે એક મહિનાનો સંથારો કરી પંડિત મરણને વર્યા. કુંડકૌલિક પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા–પ્રેરણા :- શ્રમણ-શ્રમણોપાસકોએ પોતાની સાધનાનો કેટલોક સમય શાસ્ત્ર અધ્યયન, શ્રવણ તથા ચિંતન મનનમાં જોડીને જ્ઞાનનો અક્ષય નિધિ પ્રાપ્ત કરવો જોઈએ. દશવૈકાલિક સુત્ર અ. ૯ ઉ.૪ માં બતાવ્યું કે શ્રત અધ્યયનથી ચિત્ત એકાગ્ર થાય અને શ્રુત સંપન્ન સાધક સમય આવતાં પોતાના કે બીજાઓના આત્માને ધર્મમાં સ્થિર કરવા પૂર્ણ સફળ બને છે. માટે સાધકોએ શ્રુત અધ્યયન કરી, પોતાની નિર્ણાયક શક્તિનો વિકાસ કરવો જોઈએ. અધ્યયન: ૯) સકડાલ: પોલાસપુર નગરમાં સકડાલપુત્ર નામનો કુંભાર રહેતો હતો. જે ગોશાલકનો અનુયાયી હતો. તે આર્થિક રીતે સંપન્ન હતો. તેને ત્રણ કરોડ સોનૈયા તથા એક ગોકુળ હતું. માટીના વાસણ બનાવવાની પ00 કુંભાર શાળાઓ હતી. અને તે વાસણો વેચવાની વ્યવસ્થા તેના નોકરો દ્વારા રાજમાર્ગ અને અનેક સાર્વજનિક સ્થાનો ઉપર રાખવામાં આવી હતી. તે સકડાલને પોતાના ધર્મસિદ્ધાંતો પ્રત્યે અડગ આસ્થા હતી અને તે પ્રમાણે જીવન વિતાવતો હતો. એકદા બપોરના સમયે તે પોતાની અશોક વાટિકામાં બેસી ધર્મધ્યાન કરી રહ્યો હતો. તે સમયે એક દેવ અદશ્ય રહી બોલ્યો “કાલે અહીં સર્વજ્ઞ, સર્વદર્શી ભગવાન પધારશે. તમે તેમને વંદન નમસ્કાર કરી તમારી કુંભારશાળામાં રહેવાની અનુજ્ઞા આપજો.” આ દેવ સૂચનાને પોતાના ધર્મગુરુ ગોશાલક માટેની સમજી સકડાલે અવધારી. Page #72 -------------------------------------------------------------------------- ________________ ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ :: બીજે દિવસે પોલાસપુર નગર બહાર ભગવાન મહાવીર પધાર્યા. પ્રજાજનો દર્શનાર્થે જવા લાગ્યા. સકડાલ પણ ગયા. વિધિવત્ વંદન કરી ભગવાનની દેશના સાંભળવા બેઠા. ભગવાને સકડાલને સંબોધી કહ્યું કે ગઈકાલે એક દેવ તમને સૂચના આપવા આવ્યો હતો ? તે મારા માટે જ કહ્યું હતું, ગોશાલકની અપેક્ષાએ નહીં. સકડાલ ભગવાનના જ્ઞાન ઉપર આકર્ષિત થયા, પ્રભાવિત થયા. તેમણે ઊઠી ભગવાનને વંદન નમસ્કાર કરી કુંભારશાળામાં પધારવાની વિનંતિ કરી. ભગવાને તેની પ્રાર્થના સ્વીકારી. સકડાલ ભગવાન પ્રત્યે આકર્ષિત થયા હોવા છતાં સૈદ્ધાન્તિક આસ્થા તો ગોશાલકમાં જ હતી. અનુકૂળ અવસર જોઈ ભગવાને પૂછ્યું– આ માટીના વાસણ કેવી રીતે બન્યા છે ? સકડાલ ક્રમશઃ સંપૂર્ણ પ્રક્રિયા બતાવી. ભગવાને પુનઃપૂછ્યું- આ આખી પ્રક્રિયા પુરુષાર્થથી થઈને ? સકડાલે કહ્યું– ના, નિયતિથી. પુરુષાર્થનું કંઈ મહત્વ નથી. ભગવાને પુનઃ કહ્યું – જો કોઈ પુરુષ તારા આ સેંકડો વાસણોને ફોડી નાખે અને તારી પત્ની સાથે બળાત્કાર કરે તો તું તેને દંડ આપે કે નિયતિ સમજી ઉપેક્ષા કરે ? તુરત સકડાલે કહ્યું કે અપરાધી સમજી તેને મૃત્યુદંડ આપુ. ભગવાને કહ્યું —– જો તમે તેમ કરશો તો તમારો સિદ્ધાંત અસત્ય ઠરશે. કારણ કે તમે નિયતિના સ્થાને પુરુષાર્થને માન્યો અને તેને અપરાધી ગણ્યો. આમ થોડી ચર્ચાથી જ સકડાલ યથાર્થ તત્ત્વને સમજી ગયા. શ્રદ્ધાથી તેનું મસ્તક ઝૂકી ગયું. બાર વ્રત અંગીકાર કર્યા. સકડાલની પ્રેરણાથી તેની પત્ની અગ્નિમિત્રાએ પણ તેમજ કર્યું. આમ બન્ને આત્માએ સદ્ધર્મની પ્રાપ્તિ કરી ગૃહસ્થ જીવનની સાથે ધર્મસાધનામાં લીન બન્યા. ગોશાલકને આ ઘટનાની જાણકારી થતાં સકડાલને પોતાના મતમાં લાવવાની કોશિષ કરી. તે ત્યાં આવ્યો. ભગવાનની પ્રશંસા કરી. થોડા દિવસ તે ત્યાં જ રહ્યો, પણ બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. નિરાશ થઈ ચાલ્યો ગયો. એકદા પૌષધશાળામાં અર્ધરાત્રિએ સકડાલ પાસે એક દેવ આવ્યો. ધર્મક્રિયા–વ્રત આદિને છોડવાનું કહ્યું અને તેના પુત્રોને મારવાની ધમકી આપી. પછી શ્રાવકના અડગ રહેતાં ત્રણ પુત્રોને મારી, અગ્નિમિત્રાને મારવાની ધમકી દેતાં, સકડાલ ડગી ગયો અને ક્રોધિત થઈ દેવને પકડવાનો પ્રયત્ન કરતાં દેવ અદશ્ય થઈ ગયો. અવાજ સાંભળી અગ્નિમિત્રા શ્રમણોપાસિકા જાગૃત થયાં. ત્યાં આવી પતિને વ્રતમાં સ્થિર કર્યા. સકડાલે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધિ કરી. અંતે પૂર્વ શ્રાવકોની જેમ નિવૃત્ત થઈ સાધનામય જીવન જીવવા લાગ્યા. શ્રાવકની અગિયાર પડિમાઓનું પાલન કર્યું; વીસ વર્ષની શ્રાવક પર્યાયનું પાલન Page #73 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ? ઉપાસક દશાંગ સૂત્ર કરી, એક માસનો સંથારો કરી, પ્રથમ સ્વર્ગમાં ઉત્પન્ન થયા. અંતે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મુક્તિ મેળવશે. શિક્ષા-પ્રેરણા - એકાંતવાદ મિથ્યા છે, તેથી અનેકાંત સત્યનો સ્વીકાર કરવો જોઈએ. અર્થાત્ નિયતિનો સ્વીકાર કરવા સાથે પુરુષાર્થને પણ સ્વીકારવો જોઈએ. કોઈ પણ કાર્યની સફળતામાં એક યા અનેક સમવાયોની (સંયોગોની) પ્રમુખતાનો સ્વીકાર કરતાં અન્યનો એકાંતિકનિષેધ ન કરવો. દુનિયાના સર્વે વ્યવહારો પુરુષાર્થ પ્રધાન હોય છે. તેની સાથે કાળ, કર્મ,નિયતિ અને સ્વભાવનું પોત-પોતાની સીમામાં મહત્ત્વ સમજવું જોઈએ. સકડાલે પોતાની બુદ્ધિ અને સમજદારીનો આદર્શ ઉપસ્થિત કર્યો. અંતે સત્યનો નિર્ણય કરી તેનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તેને ગોશાલકની ચમત્કારિક શક્તિ પણ વિચલિત ન કરી શકી. તે જ રીતે માનવના જીવનમાં ઉતાર-ચઢાવ ભલે આવે પરંતુ જીવનનો અંત સત્ય સાથે પસાર થાય, તેવી સરલતા અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો જોઈએ. - નિયતિને એકાંતિક સત્ય માનવાવાળી વ્યકિત કોઈના પુરુષાર્થને નથી સ્વીકારી શકતી.નિયતિવાદી કોઈના ગુણ અને અપરાધને ન માની શકે. ખરેખર તે તથ્ય, વ્યવહારથી તદ્દન વિપરીત છે. તે ઉપરાંત નિયતિવાદને માટે ધર્મક્રિયાનો પુરુષાર્થ પણ નિરર્થક નીવડે. તેથી મોક્ષાર્થીએ આવા એકાંત સિદ્ધાંતના ચક્કરમાં ફસાવું નહિ. અધ્યયન : ૮) મહાશતક: રાજગૃહી નગર તેના સમયમાં પ્રસિદ્ધ નગર હતું. રાજા શ્રેણિક ત્યાંનો શાસક હતો. ત્યાં મહાશતક નામના ધનિક શેઠ રહેતા હતા. ધન, સંપતિ, વૈભવ, પ્રભાવ, માન-સન્માન આદિની અપેક્ષાએ નગરમાં તેનું બહુ ઊંચુ સ્થાન હતું. તેની પાસે કાંસાના પાત્રના માપની અપેક્ષાએ ૨૪ કરોડ સોનૈયાનું ધન હતું. તે સમયના રિવાજ પ્રમાણે તેર(૧૩) શ્રેષ્ઠી કન્યાઓ સાથે મહાશતકના લગ્ન થયા. તે કન્યાઓને પોતાના પિતા તરફથી વિપુલ સંપત્તિ આદિ પ્રીતિદાનમાં મળી હતી. તે તે સ્ત્રીઓમાં રેવતી સૌથી મુખ્ય હતી. પિતૃ સંપત્તિની અપેક્ષાએ પણ તે બધાથી અધિક ધનાઢય હતી. આ પ્રમાણે મહાશતક સાંસારિક દષ્ટિથી મહાન વૈભવશાળી અને અત્યંત સુખી હતો. પરંતુ વૈભવ અને સુખ વિલાસમાં તે ખોવાયો ન હતો. આ સંયોગવશ એક વખત ભગવાન મહાવીર સ્વામી રાજગૃહીમાં પધાર્યા. For Private & Personal use only www.jane braty.org Page #74 -------------------------------------------------------------------------- ________________ જ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧ નગરના લોકો અને મહાશતક શેઠ પણ દર્શન કરવા માટે સમવસરણમાં ઉપસ્થિત થયા. ઉપદેશ સાંભળી મહાશતકના આત્માને પ્રેરણા મળી.તેમણે શ્રાવકના બાર વ્રત ધારણ કર્યા અને વધતી જતી સંપત્તિને સીમિત કરી દીધી અર્થાત્ હવે પછી સંપત્તિ ન વધારવાની પ્રતિજ્ઞા કરી. મહાશતક શ્રમણોપાસકને ઉપાસનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં-કરતાં ચૌદ વર્ષ વ્યતીત થયા. ત્યારબાદ પુત્રને વ્યવસાય આદિ સોંપીને નિવૃત્ત જીવન જીવવા લાગ્યા. મહાશતકની મુખ્ય પત્ની રેવતીનું જીવન અત્યંત વિલાસ પૂર્ણ હતું. તે માંસ અને મદિરામાં પહેલેથી જ અત્યંત આસક્ત હતી. મહાશતક શ્રમણોપાસક બની ગયા પછી પણ તેણીએ પોતાની તે પ્રવૃત્તિ ન છોડી. રાજા શ્રેણિક દ્વારા પોતાના રાજ્યમાં પંચેન્દ્રિય વધ નિષેધની આજ્ઞા-ધોષણા કરાવ્યા પછી રાજ્યમાં ક્યાંય પણ માંસ મળતું નહિ. તોપણ તેણીએ ઉપાય શોધી લીધો અને નોકરો દ્વારા પીયરથી દરરોજ ગાયના બે નવજાત વાછરડાના માંસના આયાતની વ્યવસ્થા ગુપ્ત રીતે કરી લીધી. ભોગાકાંક્ષાની તીવ્રતાથી તેણે સ્વચ્છંદતા પૂર્વક પોતાની બાર શોક્યોને શસ્ત્ર પ્રયોગ અને વિષપ્રયોગ દ્વારા મરાવી નાખી. મહાશતકનો તેની ઉપર કોઈ પણ નિયંત્રણાત્મક ઉપાય ચાલી શક્યો નહીં. નિવૃત્ત સાધનાના સમયમાં એક દિવસની વાત છે– મહાશતક પોતાની ઉપાસનામાં હતા. રેવતી મધના નશામાં ઉન્મત્ત બનીને ત્યાં પહોંચી અને મહાશતકને વ્રતથી ટ્યુત કરવા માટે અનેક પ્રકારના કામોદ્દીપક હાવભાવ કરવા લાગી અને કહેવા લાગી કે "તમો ધર્મ કરવાથી સ્વર્ગ પ્રાપ્તિથી વિશેષ વધુ શું લાભ કરશો? જો કે તમે મારી સાથે, પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવતા નથી, તો એનાથી વધુ સ્વર્ગ અને મોક્ષમાં શું લાભ થશે? “આ પ્રકારે બે-ત્રણ વખત કહી મોહાસક્ત ભરેલા પ્રયત્નો કર્યા, પણ તેને નિષ્ફળતા મળી. મહાશતક મેરુની સમાન અડગ રહ્યા. લેશ માત્ર પણ રેવતીનો પ્રભાવ તેના ઉપર ન પડ્યો. મહાશતક શ્રમણોપાસક સ્વયંની પત્નીના લોભામણા હાવભાવ આદિ અનુકુળ ઉપસર્ગમાં પણ વિજયી બન્યા. રેવતી હારીને ચાલી ગઈ. મહાશતકે શ્રાવકની અગિયાર પડિમાં સ્વીકારી. અંતે સંલેખના કરી આત્મસાધનામાં ઝૂલવા લાગ્યા. પવિત્ર પરિણામોથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આ તરફ રેવતી માંસ અને મદિરામાં લુબ્ધ બનીફરીથી મહાશતકજીને વ્રતોથી શ્રુત કરવા પૌષધશાળામાં પહોંચી અને અનેક પ્રકારની કુચેષ્ટાઓનો પ્રારંભ કર્યો. શ્રમણોપાસકની ધીરજ ખૂટી. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી રેવતીનું ભવિષ્ય જોયું ww.jainelibrary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : ઉપાસક દશાંગ સૂત્ર પ અને તેને ઉપાલંભ આપતા કહ્યું કે, તું સાત દિવસમાં ભયંકર રોગથી દુઃખી થઈ, આર્તધ્યાન કરતી મૃત્યુ પામી પહેલી નરકમાં ઉત્પન્ન થઈશ. આ સાંભળતાં જ રેવતીનો નશો ઉતરી ગયો. નજરની સમક્ષ મોત દેખાવા લાગ્યું. સાતમા દિવસે મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થઈ. સંયોગવશાત્ ભગવાન મહાવીરનું પદાર્પણ થયું. તેઓએ ગૌતમ ગણધર દ્વારા મહાશતકને સાવધાન કરાવ્યા કે– સંથારામાં અમનોજ્ઞ કથન ન કરવું જોઈએ. તેથી તમે તેની આલોચના પ્રાયશ્ચિત્ત કરી વિશુદ્ધ બનો. મહાશતક શ્રમણોપાસકે તેનો સહર્ષ સ્વીકાર કર્યો. યથાસમયે સમાધિપૂર્વક પંડિત મરણ પામી દેહનો ત્યાગ કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા-પ્રેરણા:(૧) અશુભ કર્મના સંયોગે કોઈ દુરાત્માનો સંયોગ થઈ જાય તો તેની ઉપેક્ષા કરતાં આત્મ-સાધનામાં લીન બનવું, એ આદર્શ મહાશતકે પુરવાર કરી બતાવ્યો. વિચાર તો કરો કે કેટલી હદે રેવતીની દુષ્ટ પ્રવૃત્તિ હતી ? મધમાંસમાં લોલુપ, બાર શોક્યને મારવાવાળી, પીયરથી બે નવજાત વાછરડાઓના માંસ મગાવવાવાળી, પૌષધના સમયે પતિ સાથે નિર્લજ્જ વ્યવહાર કરવાવાળી હતી. અહો ! આશ્ચર્ય છે કર્મની વિચિત્રતા અને વિટંબણાઓનો ! બંનેનું મરણ લગભગ સાથે જ થયું. (૨) વ્યસનીનું પતન અવશ્ય થાય છે. ઘોરાતિઘોર પાપકાર્યમાં તે ફસાઈ જાય છે. તેથી વ્યસનથી દૂર રહેવું જોઈએ. સાત વ્યસન ત્યાજ્ય છે, યથા– જુગાર, શિકાર, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, ચોરી, મધ, માંસ. (૩) જિન શાસનમાં અંશમાત્ર પણ કટુતા અને અમનોજ્ઞ વ્યવહાર ક્ષમ્ય નથી. ભલે સામેવાળો ગમે તેટલો પાપાત્મા કેમ ન હોય? ભગવાને તે ભૂલને સુધારવા જ ગૌતમને મહાશતક પાસે મોકલ્યા હતા. હકીકતમાં લોઢા, લાકડાં, પીતળ અને ત્રાંબામાં જેમ લોઢાની મેખ ક્ષમ્ય થઈ શકે છે, પણ સોનાના પાત્રમાં લોઢાની નાની મેખ અક્ષમ્ય છે. જેવી રીતે સુકોમળ પગમાં નાનો કાંટો પણ સહન નથી થતો. તે આખા શરીરની સમાધિને લુંટી લે છે. તે જ રીતે સર્વોચ્ચ સાધનામય જીવનમાં પાપી વ્યકિત પ્રત્યે પણ કરવામાં આવેલી કટુતા, અમનોજ્ઞતા ક્ષમ્ય છે. તે સુધારવા માટે તીર્થકર, ગણધરને પણ લક્ષ્ય રાખી અવશ્ય પ્રયત્ન કરવો પડે છે, તો ગૃહસ્થની તો વાત જ શી ? આ છે જિનશાસનનો મહાન આદર્શ. (૪) જિનશાસનની સાધનામાં લાગેલા બધા સાધકોએ પોતાના જીવનવ્યવહારોનું સૂક્ષ્મતમ અવલોકન કરવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે પોતાના માનસમાં કટુ ભાવ હોય, કટુ વ્યવહાર યા અમનોજ્ઞ વ્યવહાર હોય તો તેને પોતાની Jain જ ભૂલ સમજીને સ્વીકાર કરવી જોઈએ અને તેને સુધારવાની પ્રવૃત્તિને પોતાની jainenbrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ આરાધના માટે આવશ્યક સમજવી જોઈએ. (૫) આજકાલ સાધકોના મનમાં ન જાણે કેટ-કેટલાની પ્રત્યે કટુતા, અમનોજ્ઞતા, અપ્રસન્નતા, અમૈત્રીના સંકલ્પ અર્થાત્ કોઈને કોઈ તરફ અમનોજ્ઞ ભાવ અને અમનોજ્ઞ વ્યવહારના ચક્ર ચાલ્યા કરે છે. તે બધા સાધકોએ આત્માને જગાડી સાવધાન રહેવુંજોઈએ. અન્યથા બાહ્યક્રિયા કલાપ અને વિચિત્ર તથા વિકટ સાધનાઓ સફળતાની શ્રેણિ સુધી પહોંચાડી શકશે નહીં. તેના માટે બધા શ્રમણોપાસકોએ અને વિશેષ કરીને નિગ્રંથ સાધના કરવાવાળાઓએ ફરી ફરીને આત્મસાક્ષી પૂર્વક ચિંતન-મનન અને સંશોધન અવશ્ય કરવું જોઈએ. (૬) કેટલાય ધર્મ શ્રદ્ધાળુ માણસો વ્રતોની પ્રેરણા મળ્યા પછી પણ ઘરની પરિસ્થિતિને આગળ કરીને વ્રત નિયમ અને સાધનાથી વિંચત રહી જાય છે. તેઓને મહાશતકના આદર્શને નજર સમક્ષ રાખવો જોઈએ કે તેર તેર પત્નીઓ હોવા છતા પણ ભગવાનની પાસે વ્રતધારણ કરવામાં તેમણે શરમ કે ખોટા બહાના બતાવ્યા નહીં, પરંતુ આત્મીયતાથી ધર્મમાર્ગ સ્વીકાર્યો. રેવતી પત્ની દ્વારા બાર પત્નિઓના અઘટિત મૃત્યુ થવા છતાં પણ તે શ્રાવકે પોતાની સામાયિક અને મહિનામાં છ પૌષધ આદિ સાધના ન છોડી. તેની મુખ્ય પત્નિના માંસાહાર અને મધસેવન છૂટી ન શક્યાં. તો પણ તેઓ સાધનાની પ્રગતિ કરતા જ ગયા. (૭) રેવતીની વિલાસિતા અને આસક્તિ વધતી જ ગઈ, તો પણ મહાશતકની સાધના વીસ વર્ષમાં અવિરામ સંથારા સુધી પહોંચી જ ગઈ. કેટલી ઉપેક્ષા, કેટલી એકાગ્રતા અને શાંતિ, સમભાવ રાખ્યા હશે મહાશતક શ્રમણોપાસકે કે એવી વિકટ સંયોગજન્ય સ્થિતિમાં પણ તેમણે ગૃહસ્થ જીવનમાં અવધિજ્ઞાન અને આરાધક અવસ્થા પ્રાપ્ત કરી લીધી. આ મહાન શ્રમણોપાસકના શાંત અને ધૈર્ય યુક્ત સાધનામય જીવનની પ્રેરણા લઈ આપણે અનેકાનેક ગુણોને પ્રાપ્ત કરીને પોતાના જીવનને ઉજ્જવળ બનાવવું જોઈએ. (૮) આજકાલ અધિકતર લોકો દુર્ઘટનાઓના વાતાવરણથી વ્યગ્ર થઈને અન્ય વ્યક્તિના દોષાચરણથી પણ ધર્મને બદનામ કરવા લાગી જાય છે. આ તેઓની ભાવુકતા અને અજ્ઞાન દશાની ગંભીર ભૂલ છે. આધ્યાત્મ ધર્મ કોઈને પણ અકૃત્ય કરવાની પ્રેરણા નથી કરતો. ધાર્મિક સંસ્કારોવાળા વ્યક્તિના પરિવારમાં જો કોઈ અકૃત્ય થઈ જાય તોપણ તે પારિવારિક સદસ્યની ધાર્મિકતાથી નહીં, પરંતુ વ્યકિગત વિષય, કષાય, મૂર્ખતા અને સ્વાર્થાન્ધતાના દૂષણોનું અથવા પૂર્વકૃત કર્મોનું પ્રતિફળ છે, એમ સમજવું જોઈએ. ધર્મ અને ધાર્મિક વ્યકિત તો આવા સમયમાં Page #77 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્રઃ ઉપાસક દશાંગ સૂત્ર પણ પોતાના આદર્શ અને સિદ્ધાંતમાં અડગ રહે છે. કહ્યું છે કે કિંમત ઘટે નહીં વસ્તુની, ભાખે પરીક્ષક ભૂલ / જેનો જેવો પારખી, કરે મણિ નો મૂલ / અધ્યયન: ૯) નંદિનીપિયા - શ્રાવસ્તી નગરીમાં સમૃદ્ધિશાળી ગાથાપતિ શેઠ નંદિનીપિયા રહેતા હતા. તે પણ આનંદની જેમ ગુણસંપન્ન અને સમાજમાં પ્રતિષ્ઠિત હતા. તેની સંપત્તિ પણ કુલ બાર કરોડ સુવર્ણ મુદ્રાઓમાં હતી. જે ત્રણ વિભાગમાં વહેંચાયેલી હતી. પશુધન પણ ૪૦ હજારની સંખ્યામાં હતું. તેમની પત્નીનું નામ અશ્વિની હતું. તે સુખી ગૃહસ્થ જીવન વિતાવતા હતા. શુભ સંયોગથી ભગવાન મહાવીર શ્રાવસ્તીમાં પધાર્યા. શ્રદ્ધાળુ માનવ સમુદાય દર્શન કરવા ઉમટ્યો. નંદિનીપિયા પણ ગયા. ભગવાનની ધર્મદેશના સાંભળી, અંતઃકરણમાં પ્રેરણા જાગી. આનંદ શ્રાવકની જેમ શ્રાવકના બાર વ્રતો ધારણ કર્યા. નંદિનીપિયા પોતાના ધાર્મિક જીવનને ઉત્તરોત્તર વિકસિત કરતા ગયા. એમ ચૌદ વર્ષ વીતી ગયા. મોટા પુત્રને ઘરનો ભાર સોંપ્યો અને નિવૃત્ત થઈ સાધનામાં લાગી ગયા. શ્રાવક પડિમાઓની આરાધના કરી. અંતમાં વીસ વર્ષ શ્રાવક પર્યાય પૂર્ણ કરી એક માસના સંથારાથી પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી એક મનુષ્ય ભવ કરીને મહાવિદેહમાંથી મોક્ષમાં જશે. ( અધ્યયન : ૧૦ સાલિહિપિયા - નગરી, વૈભવ, સંપત્તિ, વ્રતસાધના, નિવૃત્ત સાધના અને સંલેખના સંથારો આદિનું સંપૂર્ણ વર્ણન નવમાં અધ્યયન પ્રમાણે છે. સાલિદીપિયા શ્રમણોપાસકની પત્નીનું નામ ફાલ્ગની હતું. નંદિનીપિયા અને સાલિદીપિયા બંને શ્રમણોપાસકોને કોઈ પણ ઉપસર્ગ નથી આવ્યા અને સમાધિપૂર્વક પંડિત મરણ પ્રાપ્ત કર્યું, પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા ત્યાંથી ચ્યવને મહાવિદેહમાંથી મુક્તિધામ પ્રાપ્ત કરશે. All ઉપાસક દશાંગ સૂત્ર સંપૂર્ણ I ON Gehry.org Page #78 -------------------------------------------------------------------------- ________________ ७८ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ અંતગડ સૂત્ર પરિચય: આ આઠમું અંગ સૂત્ર છે. જેમાં સંયમ અંગીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરનાર નેવું (૯૦) આત્માઓનું વર્ણન છે. આ સૂત્રમાં આઠ વર્ગ(વિભાગ) છે. પ્રત્યેક વર્ગમાં અનુક્રમે દશ, આઠ, તેર, દશ, દશ, સોળ, તેર, દશ અધ્યયન છે. કુલ નેવુ અધ્યયન છે. અત્યારે આ સૂત્ર નવસો (૯૦૦) શ્લોક પ્રમાણ કહેવાય છે. બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ ભગવાનના શાસનના એકાવન જીવોનું વર્ણન કર્યા પછી, ચોવીસમા ભગવાન મહાવીર સ્વામીના શાસનના ઓગણચાલીસ જીવોનું આ સૂત્રમાં વર્ણન છે. રાજા, રાજકુમાર, રાજરાણીઓ, શ્રેષ્ઠી, માળી, બાળ, યુવાન, પ્રૌઢ અને વૃધ્ધ અનેક ઉંમરવાળાઓનાં સંયમ, તપ, શ્રુત-અધ્યયન, ધ્યાન, આત્મદમન, ક્ષમા ભાવ આદિ આદર્શ ગુણો યુક્ત વૈરાગ્યપૂર્ણ જીવનનાં વૃત્તાંતો આ સૂત્રમાં અંકિત છે. નેવું મુક્ત આત્માઓ સિવાય સુદર્શન શ્રાવક, શ્રીકૃષ્ણ વાસુદેવ અને દેવકી રાણીની એક ઝલક પણ અંકિત છે. જેમાં ત્રણેય આત્માઓને વીતરાગ વાણી પ્રત્યે દઢ શ્રધ્ધાવાન અને પ્રિયધર્મી, દઢધર્મી બતાવવામાં આવ્યા છે. આ સૂત્રના રચયિતા સ્વયં ગણધર ભગવંત છે. ઉપાસક દશાંગ સૂત્રની જેમ આ સૂત્રમાં પણ દશ અધ્યયન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, એવું ઠાણાંગ, સમવાયાંગ સૂત્ર અને અનેક ગ્રંથોમાં આવતાં વર્ણનો પરથી જણાય છે, પરંતુ નંદી સૂત્રની રચના સમયથી આ સૂત્રનું આઠવર્ગમય નેવુ અધ્યયનાત્મક સ્વરૂપ ઉપલબ્ધ છે. કથાઓ અને જીવન ચરિત્રોના માધ્યમથી આ સૂત્રમાં અનેક શિક્ષાપ્રદ, અને જીવન-પ્રેરક તત્ત્વોનું માર્મિક રૂપથી કથન કરવામાં આવ્યું છે. તેથી આ સૂત્ર વાચકો માટે અને વિશેષ રૂપે વ્યાખ્યાતાઓ તથા શ્રોતાઓ માટે પણ રુચિકર આગમ છે. આથી જ સ્થાનકવાસી પરંપરાઓમાં મોટે ભાગે દર વર્ષે પર્યુષણ પર્વના આઠ દિવસોમાં આ સૂત્રનું વ્યાખ્યાન સભામાં વાંચન અને શ્રવણ કરવામાં આવે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર OC અંગોમાં આ આઠમું અંગ છે. એના આઠ વર્ગ(વિભાગ) છે. પર્યુષણના દિવસો પણ આઠ છે અને આઠ કર્મોનો ક્ષય કરવાનો જ સાધકનો મુખ્ય હેતુ છે, લક્ષ્ય છે. આ રીતે સંખ્યાનો મેળાપ કરીને પણ પર્યુષણમાં આ સૂત્ર વાંચન સાથેનો સંબંધ જોડવામાં આવે છે. અહીં સારાંશને આઠ દિવસના વિભાજન સાથે લખવામાં આવે છે તેથી જે વ્યક્તિ કોઈ કારણથી પર્યુષણમાં પણ વ્યાખ્યાનમાં ન જઈ શકે તો તે અહીં વિભાજિત આઠ દિવસોના વિષયનો ઘેર જ સામાયિક સંવર કરીને વાંચન કરી શકે છે. પ્રથમ દિવસ :પ્રારંભિક વ્યાખ્યાન - ભાગ્યશાળી જીવોને જ શાસ્ત્ર શ્રવણ કરવાની તક મળે છે. ઉત્તરા. આ.-૩ માં ધર્મના ચાર અંગેની દુર્લભતા વર્ણવવામાં આવી છે. જેમાં જિનવાણીનું શ્રવણ પણ જીવને દુર્લભ કહેવામાં આવ્યું છે. ચોથા આરામાં પણ કોઈ વિરલ અને ભાગ્યશાળી લોકો જ તીર્થંકર પ્રભુની વાણીનું શ્રવણ કરી શકતા હતા. અન્ય અનેક લોકો તો આળસ પ્રમાદ અને મિથ્યાત્વ ભાવોના કારણે વંચિત જ રહી જતાં હતાં. માટે આ પાંચમા આરામાં મહાન પુણ્યનો ઉદય હોય તેને જ શાસ્ત્ર શ્રવણનો સંયોગ મળે એ સત્ય વાત છે. ધર્મ અને મોક્ષની આધાર શિલા પણ ધર્મ શ્રવણ જ છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે – सवणे णाणे विण्णाणे, पच्चक्खाणे य संजमे । अणण्हवे तवे चेव, वोदाणे अकिरिया सिद्धी ॥ અર્થ :– શાસ્ત્ર શ્રવણથી સામાન્ય જ્ઞાન થાય છે, તેના ચિંતનથી વિશેષ જ્ઞાન અને પછી પ્રત્યાખ્યાન તથા સંયમ ગ્રહણ કરી શકાય છે, જેનાથી આશ્રવ રોકાય જાય છે અને પછી ક્રમશ: તપ અને નિર્જરા દ્વારા અક્રિય અવસ્થા પ્રાપ્ત થાય છે. અક્રિય બનેલો જીવ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે મોક્ષ પ્રાપ્તિ, સંયમ સ્વીકાર અને આત્મજ્ઞાન-વિજ્ઞાન આ બધું ધર્મ શ્રવણ પછી જ સંભવ અને શક્ય બને છે. તેથી જ ભગવતી સૂત્રની ઉપર્યુક્ત ગાથામાં સર્વ પ્રથમ ધર્મ શ્રવણનો ઉપદેશ છે. ઉપલબ્ધ બત્રીસ આગમોમાંથી આઠ દિવસમાં પૂર્ણ થઈ શકે એવું અને રોચક તથા પ્રેરક દષ્ટાંતોથી યુક્ત હોવાને કારણે પૂર્વાચાર્યોએ આ અંતગડ સૂત્ર વ્યાખ્યાનમાં વાંચવાનું શરૂ કર્યું છે. જે ગુજરાત સિવાય અન્ય પ્રાંતોમાં સેંકડો વર્ષોથી નિરંતર ચાલી રહ્યું છે. આ સૂત્રમાં આવા જ નેવું(૯૦) ચારિત્રાત્માઓનું વર્ણન છે. જેમણે તે જ ભવના અંતમાં સમસ્ત કર્મોનો અને સંસારનો અંત કરી દીધો. આ કારણથી જ Jain Education Internations Page #80 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ ધર્મ-ધ્યાનના આઠ દિવસોમાં જીવન સંસ્કારિત બને, ગૃહસ્થ જીવનમાં પણ ત્યાગ-વૈરાગ્યની વૃદ્ધિ થાય, વિવેક વધે, વિચાર અને પ્રવૃતિઓ શુદ્ધ બને તેમજ પ્રબળ પ્રેરણાઓથી સંયમ ધારણ કરવાનો આત્મ સંકલ્પ દઢ બને. એ જ આપણું શાસ્ત્ર વાંચન અને શ્રવણનું લક્ષ્ય હોવું જોઈએ. ८० રુચિપૂર્વક શાસ્ત્ર શ્રવણ કરવાથી અને યોગ્ય સમયે ઉપસ્થિત રહીને નિરંતર અને પરિપૂર્ણ શાસ્ત્ર શ્રવણ કરવાથી શુદ્ધ અને સાચો આનંદ આવે છે. આથી શ્રોતાજનોએ સમયનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. વર્ગ - ૧ : અધ્યયન – ૧ ગૌતમ ઃ -: ત્રણ ખંડના સ્વામી શ્રીકૃષ્ણ વાસુદેવની રાજધાની દ્વારિકા નગરી હતી, જે ૯૬ માઈલ(૧૨ યોજન) લંબાઈમાં અને ૭૨ માઈલ(૯ યોજન) પહોળાઈમાં વિસ્તૃત હતી. તે નગરીનું નિર્માણ પ્રથમ દેવલોકના ધનપતિ કુબેર નામના દેવની બુદ્ધિથી થયું હતું. (ધળવ-મફ-fબમ્પિયા) તેનો ઘટના ક્રમ આ પ્રમાણે છે – દ્વારિકા નિર્માણનો ઇતિહાસ :- કૃષ્ણે કંસનો વધ કર્યો ત્યારે તેની પત્ની જીવયશાએ પોતાના પિતા જરાસંધ પ્રતિવાસુદેવની પાસે ફરિયાદ કરી. ક્રોધિત થઈને જરાસંધે સમુદ્રવિજય આદિ યાદવ જનોને આદેશ આપ્યો કે કૃષ્ણકુમારને મને સોંપી ધો અન્યથા હું યાદવોનો નાશ કરી દઈશ. જરાસંધના આતંકથી યાદવોએ ગુપ્ત રીતે સૌર્યપુરને છોડી દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. રસ્તા વચ્ચે તેમને હેરાન કરવા માટે જરાસંધના પુત્ર કાલકુમારે સેના લઈને પીછો કર્યો પરંતુ દેવમાયામાં ફસાઈ જતાં તે મૃત્યુ પામ્યો અને યાદવો સકુશળ સૌરાષ્ટ્ર પહોંચી ગયા. યોગ્ય સ્થાન જાણીને શ્રી કૃષ્ણે અઠ્ઠમ તપ કર્યો અને તેમાં ધનપતિ વૈશ્રમણ દેવની આરાધના અને સ્મરણ કર્યું. દેવ ઉપસ્થિત થયો અને કૃષ્ણની વિનંતી થતાં તેણે પોતાના અનુગામી દેવોને આદેશ-નિર્દેશ આપ્યો અને નગરીનું નિર્માણ કરાવ્યું. તે નગરીમાં અનેક મોટા-મોટા દરવાજાઓ બનાવવામાં આવ્યાં હતાં. તેને કારણે તેનું નામ દ્વારવતી રાખવામાં આવ્યું. આગળ જતાં તે દ્વારિકા તરીકે ઓળખાવા લાગી. તે નગરીનો કિલ્લો(કોટ) સુવર્ણમય હતો. તેના બુરજ ગોખલા આદિ અનેક પ્રકારના મણિઓથી સુશોભિત હતા. કૃષ્ણ વાસુદેવની સમૃદ્ધિ :– કાળાંતરે કૃષ્ણનું પ્રતિવાસુદેવની સાથે યુદ્ધ થયું. જરાસંધ યુદ્ધમાં પોતાના ચક્રથી કૃષ્ણના હાથે માર્યો ગયો. તે પછી કૃષ્ણજી ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ રાજા બન્યા. તેમની રાજ્ય ઋદ્ધિ, ઐશ્વર્ય આ પ્રમાણે હતા— સમુદ્રવિજય આદિ મુખ્ય દસ તેમના પૂજનીય રાજાઓ હતા. બળદેવ આદિ Page #81 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર પાંચ મહાવીર પદવી ધારીઓ હતા. પ્રદ્યુમ્ન પ્રમુખ સાડા ત્રણ કરોડ કુમાર પદ પર હતા.સાંબ પ્રમુખ ૬૦ હજાર દુર્થાંત પદ ધારી હતા. મહાસેન પ્રમુખ ૫ હજાર સેનાપતિ પદવી ધારી હતા. વીરસેન પ્રમુખ ર૧ હજાર 'વીર' પદ પર પ્રતિષ્ઠિત હતા. ઉગ્રસેન પ્રમુખ ૧૬ હજાર રાજાઓ તેમની આજ્ઞામાં હતા. રુકિમણી પ્રમુખ ૧૬ હજાર રાણીઓ તેમના રાજ્યમાં હતી, અનંગ સેના પ્રમુખ હજારો ગણિકાઓ તેમના રાજ્યમાં હતી. અન્ય અનેક યુવરાજ, શેઠ, સાર્થવાહ, આદિ પ્રજાગણનું અને ત્રણ ખંડ રૂપ અર્ધ ભરત ક્ષેત્રનું આધિપત્ય-સ્વામિત્વનું પાલન કરતાં અને વિપુલ સુખ ભોગવતાં શ્રી કૃષ્ણ દ્વારિકામાં રહેતા હતા. ૮૧ ગૌતમ કુમારનો જન્મ :- કૃષ્ણ વાસુદેવની દ્વારિકા નગરીમાં અંધકવૃષ્ણિ રાજા રહેતા હતા. તેમની ધારિણી નામની રાણીએ એકવાર “સિંહ પોતાના મુખમાં પ્રવેશે છે’” એવું સ્વપ્ન જોયું. રાજાને નિવેદન કર્યું. સ્વપ્ન પાઠકોએ અત્યંત તેજસ્વી અને યશસ્વી પુત્ર રત્નની ઉત્પત્તિનો શુભ સંદેશ સંભળાવ્યો. નવ માસ વ્યતીત થતાં પુત્રનો જન્મ થયો. તેનું નામ ગૌતમ રાખવામાં આવ્યું. ગૌતમ કુમારનું બાળ પણ સુખરૂપ પસાર થયું. કલાચાર્યની પાસે અઘ્યયન કર્યું. યૌવન વયમાં આઠ યોગ્ય કન્યાઓની સાથે તેમનું એક જ દિવસે પાણિગ્રહણ થયું. રમ્ય પ્રાસાદમાં (મહેલમાં) તેઓ મારુષિક ભોગોનો ઉપભોગ કરતાં રહેવા લાગ્યા. ગૌતમ કુમારની દીક્ષા :–એક વાર વિચરણ કરતા અરિહંત અરિષ્ટનેમિ ભગવાન દ્વારિકા નગરીમાં પધાર્યા. ચાર જાતિના દેવો, કૃષ્ણ વાસુદેવ અને નાગરિક ગણ ભગવાનના સમવસરણમાં આવ્યા. પ્રભુએ સંપૂર્ણ પરિષદને ધર્મોપદેશ આપ્યો. પરિષદનું વિસર્જન થયું. ગૌતમ કુમારે ભગવાનને વિનંતી કરી કે હું માતા-પિતા પાસેથી અનુમતિ પ્રાપ્ત કરીને આપની પાસે દીક્ષિત થવા ઇચ્છું છું. ભગવાનની સ્વીકૃતિ પ્રાપ્ત કરીને ગૌતમ કુમાર ઘરે પહોંચ્યા. માતા-પિતા સમક્ષ પોતાની ભાવના વ્યક્ત કરી અને અનુમતિ માંગી. દીક્ષાની વાત સાંભળીને માતા-પિતાને મોહ ભાવને કારણે અત્યંત દુઃખ થયું. તેઓએ પુત્રને અનેક પ્રકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગૌતમ કુમારની વિચારધારામાં પરિવર્તન થયું નહીં. તેમણે માત્ર માતા-પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા એક દિવસ માટે રાજ્ય ગ્રહણ કર્યું. પછી સંપૂર્ણ વૈભવ ત્યાગીને ભગવાનની પાસે સંયમ ગ્રહણ કરવા ઉપસ્થિત થઈ ગયા. પરિષદ સમક્ષ ગૌતમકુમારે ભગવાનને નિવેદન કર્યું કે હે ભગવન ! આ સમગ્ર સંસાર જરા અને મરણરૂપ અગ્નિથી બળી રહ્યો છે. તેમાંથી હું મારા આત્માનો નિસ્તાર કરવા ઈચ્છું છું અતઃ આપ મને સંયમ પ્રદાન કરો. ગૌતમ મુનિનો સંયમ તપ અને અધ્યયન ઃ- ગૌતમ કુમારના ભાવોને org Jain For Use Page #82 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ જાણીને તેમના માતા-પિતાની આજ્ઞા મેળવી, ભગવાન અરિષ્ટનેમિએ તેમને સંપૂર્ણ સાવધયોગના ત્યાગ રૂપ સામાયિક ચારિત્ર પ્રદાન કર્યું. અર્થાત્ વિધિપૂર્વક દીક્ષાનો પાઠ ભણાવ્યો. તેમજ યોગ્ય શિક્ષા-દીક્ષા આપીને તેમને અધ્યયન માટે સ્થવિર ભગવંત(ઉપાધ્યાય) પાસે રાખ્યા. ત્યાં તેમણે આવશ્યક સૂત્ર અને અગિયાર અંગ સૂત્રોનું કંઠસ્થ અધ્યયન પૂર્ણ કર્યું. સાથે અનેક પ્રકારના ઉપવાસ આદિ તપ અને માસખમણ સુધીના તપ દ્વારા આત્માને ભાવિત બનાવ્યો. અગિયાર અંગનું અધ્યયન સમાપ્ત થયા પછી ગૌતમ અણગારે ભગવાન પાસેથી આજ્ઞા લઈને ભિક્ષુની બારે પડિમાઓની આરાધના કરી. ભિક્ષુની પિંડમામાં આઠ મહિના સુધી એકાકી વિચરણ કરવામાં આવે છે. એનું વિસ્તૃત વર્ણન દશાશ્રુત સ્કંધ સૂત્રમાં છે. ર ભિક્ષુ પડિમા પૂર્ણ થયા પછી ગૌતમ અણગારે ગુણ રત્ન સંવત્સર તપ કરવાની આજ્ઞા લઈને સોળ મહિના સુધી તપની આરાધના કરી. આ તપમાં પ્રથમ માસે નિરંતર ઉપવાસ, બીજા મહિનામાં નિરંતર છઠ્ઠ એવી રીતે ક્રમશઃ વધારીને સોળમાં માસે સોળ-સોળની તપસ્યા કરવામાં આવે છે. દિવસમાં ઉકડુ–ઉભડક આસને(બન્ને પગ પર) બેસીને આતાપના લેવામાં આવે છે. રાત્રિના સમયે વસ્ત્ર રહિત દશામાં ઠંડીની આતાપના અર્થે વીરાસન દ્વારા ધ્યાનસ્થ થવામાં આવે છે. આ તપ ચાર સો એંસી(૪૮૦)દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે. જેમાં ૪૦૭ દિવસ તપસ્યા અને ૭૩ દિવસ પારણાના હોય છે. ગૌતમ મુનિની મુક્તિ :– આ પ્રકારે બાર વર્ષના સંયમ પર્યાય(સંયમ જીવન) બાદ શત્રુંજય પર્વત ઉપર એક માસના સંથારાથી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને ગૌતમમુનિએ જે પ્રયોજનથી નગ્ન ભાવ, મુંડ ભાવ, કેશલોચ, ખુલ્લા પગે ભ્રમણ, બ્રહ્મચર્ય વ્રત, ભિક્ષાવૃત્તિ વગેરેને ધારણ કર્યા હતા તથા લાભ-અલાભ, આક્રોશ, વધ આદિ પરીષહ અને ઉપસર્ગ સ્વીકાર્યા હતા અને સ્નાન, દંત-મંજન, પગરખાં, છત્ર આદિનો ત્યાગ કર્યો હતો તે પ્રયોજનને સિદ્ધ કર્યો એટલે મોક્ષગામી બન્યા. અધ્યયન : ર થી ૧૦ ગૌતમકુમારની જેમ જ બાકીના નવ (૧) સમુદ્ર (૨) સાગર (૩) ગંભીર (૪) સ્તિમિત (૫) અચલ (૬) કાંપિલ્ય (૭) અક્ષોભ (૮) પ્રસેનજીત અને (૯) વિષ્ણુકુમારનું વર્ણન છે. અર્થાત્ દશેયનું સાંસારિક જીવન પરિચય, સુખ-સમૃદ્ધિ અને સાધના જીવન લગભગ એક સરખા છે. બધાએ બાર વર્ષની દીક્ષા પર્યાયમાં વિવિધ તપ અને અગિયાર અંગોના જ્ઞાનની સાથે ભિક્ષુની બાર ડિમાઓનું આરાધન કર્યું અને ગુણ રત્ન સંવત્સર તપ પણ કર્યું. અંતિમ સમયે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષધામ પહોંચ્યા. Page #83 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : અંતગડ સૂત્રા ] ૮૩ | ૮૩ બીજો દિવસ: વર્ગ – ૨: અધ્યયન – ૧ થી ૮ આ વર્ગમાં આઠ અધ્યયન છે જેમાં (૧) અક્ષોભ (૨) સાગર (૩) સમુદ્ર (૪) હિમવંત (૫) અચલ (૬) ધરણ (૭) પૂરણ (૮) અભિચન્દ્ર આ આઠ રાજકુમારોનું વર્ણન છે. જે ગૌતમ કુમારની જેમ જ છે. વિશેષતા માત્ર એટલી છે કે આ આઠેયનો દીક્ષા પર્યાય સોળ વર્ષનો હતો. તેઓ પણ અંતે એક મહિનાના સંથારા વડે શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. બંને વર્ગોમાં આવેલા નામોમાં ચાર નામ પરસ્પર સમાન છે. તે સિવાય દશ દસાઈ(સમુદ્રવિજય આદિ)ના નામોમાં વસુદેવજી સિવાયના નવ નામો આ અઢાર અધ્યયનમાં મળે છે. તે કાળમાં સમાન નામો આપવાની પ્રથા હશે. તેથી આવું બનવું સંભવ છે. જે શિક્ષા–પ્રેરણા :– બંને વર્ગોમાં કુલ ૧૮ રાજવંશી પુરુષોનું જીવન વર્ણન પૂર્ણ થયું. ભોગમય જીવન પ્રાપ્ત કરીને પુનઃસંયમ જીવનમાં પ્રવેશ કરવો, આ પ્રકારના સંયોગો પણ ભાગ્યશાળી આત્માઓને જ પ્રાપ્ત થાય છે. આવા પુણ્યવાન ચરિત્ર નાયકોનું આગમિક વર્ણન સાંભળીને પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ પોતાના જીવનમાં પ્રેરણા લેવી જોઈએ અને આળસ પ્રમાદને છોડીને વ્રતો અથવા મહાવ્રતોમાં આગળ વધવું જોઈએ. ટિપ્પણ – સગાભાઈઓ(એક માતાના પુત્રો)ના નામ એક સરખા તો ન જ અપાય. માટે બંને વર્ગોમાં સમાન નામ હોવાથી વર્ણવેલ રાજકુમારો સગા ભાઈઓ નહિ હોય, એમ સમજવું યોગ્ય છે. | D વર્ગ - ૩ઃ અધ્યયન - ૧ થી ૬ હથિi આ વર્ગમાં તેર અધ્યયન છે. જેમાં તેર રાજકુમારોનું વર્ણન છે. અનિકસેન આદિ :- પ્રાચીનકાળમાં ભદિલપુર નામનું નગર હતું. ત્યાં નાગ નામના ગાથાપતિ(શેઠ) રહેતા હતા.તેમને સુલસા નામની ભાર્યા(શેઠાણી) હતી. તેણીએ સુંદર અને ગુણયુકત પુત્રને જન્મ આપ્યો. જેનું નામ અનિકસેન રાખવામાં આવ્યું. બાળપણ, શિક્ષા ગ્રહણ, યૌવન વયમાં પ્રવેશ અને પાણિગ્રહણ આદિ યથાસમયે સુખપૂર્વક સંપૂર્ણ થયા. બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓની સાથે તેઓ સાંસારિક સુખ ભોગવતાં રહેવા લાગ્યા. એક વખત અરિહંત અરિષ્ટનેમિનું નગરી બહાર શ્રી-વન ઉદ્યાનમાં આગમન થયું. અનિકસેન રાજકુમાર ભગવાનની સેવામાં ગયા. ઉપદેશ સાંભળ્યો. a ઉપદેશની વૈરાગ્ય ધારા તેના હૈયામાં ઉતરી ગઈ. સંયમ સ્વીકારવાનો દઢ સંકલ્પ Jain Educ cation international rivate & Personal use ainemorary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ જ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧ કર્યો અને પ્રથમ અધ્યયનમાં વર્ણવેલ ગૌતમના વર્ણન સમાન માતા-પિતા પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને ભગવાનની પાસે દીક્ષિત થયા. સંયમ જીવનની શિક્ષાઓ ગ્રહણ કરીને સંયમ તપથી પોતાના આત્માને ભાવિત કરતાં બાર અંગોનું કંઠસ્થ અધ્યયન કર્યું. ૧૪ પૂર્વધારી બન્યા. ગૌતમ અણગારની જેમ જ ભિક્ષુ પડિમા અને ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી. વીસ વર્ષની દીક્ષા પર્યાયના અંતે એક મહિનાના સંથારાથી સંપૂર્ણ કર્મોનો ક્ષય કર્યો. એવી જ રીતે અનંતસેન કુમાર, અજિતસેન કુમાર, અનિહતરિપુ કુમાર, દેવસેન કુમાર, અને શત્રુસેન કુમાર આદિ પાંચેય શ્રેષ્ઠી કુમાર નાગ ગાથાપતિના પુત્ર સુલતાના અંગજાત સગા ભાઈઓનું વર્ણન છે. બધાએ ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈને ૨૦ વર્ષ સુધી સંયમ પાલન કર્યું અને અંતે સર્વ કર્મોનો ક્ષય કરીને શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. આ રીતે છ અધ્યયન પૂર્ણ થયા. અિધ્યયન છી દ્વારિકા નગરીમાં વસુદેવ રાજા(શ્રી કૃષ્ણજીના પિતા) રહેતા હતા. તેમને સારણકુમાર નામનો પુત્ર હતો. યુવાવસ્થા દરમિયાન તેના પચ્ચાસ કન્યાઓની સાથે લગ્ન થયા. તેણે પણ સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરીને અરિહંત અરિષ્ટનેમિની પાસે સંયમ અંગીકાર કર્યો. ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો. બાકીનું વર્ણન ગૌતમ કુમાર જેવું જ છે. વીસ વર્ષ દીક્ષા પર્યાયનું પાલન કરીને અંતે માસખમણના સંથારા વડે મુક્તિ ધામને પ્રાપ્ત કર્યું. આ રીતે બે વર્ગોમાં ૧૮ અને ત્રીજા વર્ગમાં સાત જીવોનું તેમ કુલ ર૫ જીવોનું સુખ રૂપ મુક્તિ ગમન થયું. હવે ત્રીજા વર્ગના ઉપસર્ગ યુક્ત વર્ણનવાળા આઠમા અધ્યયનો પ્રારંભ થાય છે. અિધ્યયન - ૮: ગજસુકુમાર | છ ભાઈ મુનિઓના પારણા :– વિચરણ કરતાં-કરતા અરિહંત અરિષ્ટનેમિનું દ્વારિકા નગરીમાં પદાપર્ણ થયું. ભગવાનની આજ્ઞા લઈને પૂર્વવર્ણવેલ અનિકસેન આદિ છ ભાઈઓ પોતાના છઠ્ઠના પારણા માટે દ્વારિકા નગરીમાં ગયા. છ મુનિઓએ બે–એના વિભાગ બનાવ્યા. તેમાંથી એક વિભાગના બે મુનિઓ ગવેષણા કરતાં દેવકી રાણીના આવાસે પહોંચ્યા. વચ્ચેના તીર્થકરોના(પહેલા અને છેલ્લા સિવાયના) સાધુ, સાધ્વીઓ રાજકુળમાં ગોચરી જઈ શકે છે. તેથી દેવકીના ઘેર આવવું તેમના માટે કલ્પનીય હતું. દેવકી રાણી આદર-સત્કાર વિનય ભક્તિ અને પ્રસન્નતા પૂર્વક બંને મુનિઓને રસોઈ ઘરમાં લઈ આવી અને સિંહ કેશરી નામના મોદક થાળમાં ભરી ઈચ્છાનુસાર વહોરાવ્યા. ત્યાર પછી પુનઃ www.jainelisrary.org Page #85 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર વિનય વ્યવહારપૂર્વક તેમને વિદાય કર્યા. થોડી જ વારમાં ગવેષણા કરતો તે ભાઈઓનો બીજો સંઘાડો પણ સંયોગ વશ દેવકી રાણીને ત્યાં પહોંચ્યો. રાણીએ તેમને પણ ભાવપૂર્વક થાળમાં મોદક ભરી ઇચ્છાનુસાર વહોરાવ્યા. અને વિનય વ્યવહારપૂર્વક તેમને પણ વિદાય કર્યા. ત્રીજો સંઘાડો પણ દેવકીના ઘર તરફ - સંયોગવશ ત્રીજો સંઘાડો પણ ત્યાં પહોંચ્યો. દેવકી રાણીએ પોતાનું અહોભાગ્ય સમજીને ભક્તિપૂર્વક રસોઈ ઘરમાં જઈને તે જ પ્રમાણે થાળ ભરીને મોદક વહોરાવ્યા પછી દેવકી રાણીને એ આભાસ થયો કે આ જ બે મુનિઓ વારંવાર ભિક્ષા લેવા માટે આવી રહ્યા છે. આ આશંકાનું કારણ એ હતું કે તે છએ ભાઈઓ દેખાવમાં લગભગ સરખા હતાં. જેને કારણે અપરિચિત વ્યક્તિ માટે ભ્રમ થવો સહજ હતો. શંકા અને સમાધાન :- દેવકી રાણીએ ત્રીજા સંઘાડાને વિદાય દેતાં વિનમ્રતા પૂર્વક નિવેદન કર્યું કે હે દેવાનુપ્રિય! શ્રી કૃષ્ણ વાસુદેવની રાજધાનીમાં (નગરીમાં) શ્રમણ નિગ્રંથોને બરાબર ભિક્ષા નથી મળતી? કે એક જ ઘરે ફરીફરીને વારંવાર આવવું પડે છે. દેવકીના શંકાયુક્ત વાકયોના ઉચ્ચારણથી મુનિ તેના આશયને સમજી ગયા કે બબ્બેના સંઘાડારૂપે ત્રણવારમાં અમે છએ ભાઈઓ દેવકીના ઘેર આવી ગયા છીએ. સરખા વર્ણ, રૂપ આદિને કારણે દેવકી રાણીને એ ભ્રમ થઈ રહ્યો છે કે આ જ બંને મુનિઓ મોદક માટે ફરી-ફરીને પાછા આવે છે, તો આ મુનિઓને આવું કરવાની શી આવશ્યકતા પડી? દ્વારિકા નગરીમાં ઘણા ઘર છે અને પુષ્કળ ભિક્ષા મળી શકે છે. મુનિએ સમાધાન કરતાં સ્પષ્ટીકરણ કર્યું કે અમે છ ભાઈઓ ભદિલપુર નગરના શ્રેષ્ઠી પુત્રો હતા. છએનું રૂપ, લાવણ્ય, વય વગેરે સરખાં છે. અમો બત્રીસ-બત્રીસ પત્નીઓ અને સુખ વૈભવનો ત્યાગ કરી અરિહંત અરિષ્ટનેમિની પાસે દીક્ષિત થયા છીએ. દીક્ષા દિનથી જ આજીવન છઠના પારણે છઠનું તપ કરીએ છીએ. સાથો-સાથ અનેક પ્રકારના તપથી સંયમની આરાધના કરી રહ્યા છીએ. આજ અમારે છએ ભાઈઓનું એક સાથે છઠનું પારણું આવ્યું. ભગવાનની આજ્ઞા લઈને બબ્બેના સંઘાડામાં નીકળ્યા છીએ. સહજ સ્વાભાવિક તમારા ઘેર ત્રણેય સંઘાડાનું આવવાનું થઈ ગયું છે. એટલા માટે હે દેવકી રાણી! પહેલાં આવેલા મુનિઓ અન્ય હતા અને અમે પણ અન્ય મુનિઓ છીએ. દ્વારિકામાં ભિક્ષા નથી મળતી એવી વાત નથી અને અમે પુનઃપુનઃ આવ્યા એવું પણ નથી. એક સરખા, સગા ભાઈઓ હોવાને કારણે તમને એવો આભાસ થયો છે. આવી રીતે સમાધાન કરીને મુનિ ચાલ્યા ગયા. આ વાર્તાલાપ વચ્ચે જે સમય પસાર થયો તેમાં દેવકીએ મુનિઓના અલૌકિક રૂપ લાવણ્યને જોયું. તેના Page #86 -------------------------------------------------------------------------- ________________ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત-૧ ચિંતનથી તેને(દેવકીને) પૂર્વેની ઘટના યાદ આવી ગઈ. જે આ પ્રમાણે છે. દેવકીની બીજી શંકા અને ભગવાન અરિષ્ટનેમિ દ્વારા સમાધાન - એક વાર મને અતિમુક્ત મુનિએ જણાવ્યું હતું કે તું આઠ અલૌકિક નલ કુબેર સમાન પુત્રોને જન્મ આપીશ. એવા પુત્રોને સમગ્ર ભારતમાં જન્મ આપનારી બીજી કોઈ પણ સ્ત્રી નહિ હોય. પરંતુ મને તો એ સાક્ષાત્ દેખાઈ રહ્યું છે કે મેં તો એવા આઠ પુત્રોને જન્મ આપ્યો જ નથી અને બીજી કોઈ સ્ત્રીએ જ આવા જ અલૌકિક પુત્રોને જન્મ આપ્યો છે. આથી શું મુનિની વાણી મિથ્યા સાબિત થઈ? આ પ્રકારની આશંકા તેના મનમાં ઘૂમવા લાગી. સમાધાન માટે તે ભગવાન અરિષ્ટનેમિની પાસે પહોંચી અને વંદન નમસ્કાર કર્યા. ભગવાન અરિષ્ટનેમિએ રવતઃ દેવકીના મનની શંકા પ્રગટ કરતાં કહ્યું કે– હે દેવકી! તમને આવા પ્રકારની શંકા થઈ છે? દેવકીએ પ્રસન્નતા પૂર્વક એનો સ્વીકાર કર્યો. ભગવાને તેનું સમાધાન કરતાં ફરમાવ્યું - ભદિલપુર નગરીમાં નાગ ગાથાપતિની સુલસા નામની પત્ની છે. તેને બાળપણમાં જ કોઈ નિમિત્તીઆએ(જયોતિષીએ) કહ્યું હતું કે તને મરેલા પુત્ર થશે. આ કારણે બાળપણથી જ તે હરિણગમેષી દેવની પૂજા કરતી હતી. દેવ તેના પર પ્રસન્ન થયા અને તેના હિત માટે પોતાના અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકીને તમને (દેવકીને) જોયા. તમને જોયાં પછી દેવે એવો ઉપાય કર્યો કે તમારો(દેવકીનો) અને સુલસાનો ગર્ભધારણ અને પ્રસૂતિનો સમય એક સમાન થઈ જાય. તમે જન્મ આપેલા પુત્રોને દેવ પોતાની શક્તિથી ક્ષણભરમાં સુલસા પાસે પહોંચાડી દેતો અને તેના મૃત પુત્રોને તમારી પાસે મૂકી દેતો. દૈવિક પ્રક્રિયાને કારણે તમને એની ખબર પડતી નહિ. આ કારણે હે દેવકી ! આ છએ અણગાર વાસ્તવમાં સુલતાના પુત્ર નથી, પરંતુ તમારા જ પુત્રો છે. તેથી મુનિની વાણી અસત્ય નથી થઈ દેવકીનો પુત્ર પ્રેમ - ભગવાનના શ્રી મુખેથી સમાધાન મેળવીને દેવકી ખૂબ જ ખુશ થઈ. છ અણગારોની પાસે આવીને તેમને વંદન નમસ્કાર કર્યા. મુનિ દર્શનમાં તેનો અત્યંત મોહ ભાવ અને વાત્સલ્ય ભાવ હતો. તે અનિમેષ નયને મુનિઓને નીરખવા લાગી અને પોતાના જ પુત્રો છે એવો અનુભવ કરવા લાગી. આ વિચાર પરિણતિને કારણે અને પુત્ર પ્રત્યેના પ્રેમને કારણે તેના સ્તનમાંથી દૂધની ધારા વહી. હર્ષથી એના પ્રત્યેક અંગ વિકસિત થઈ ગયા. કપડાં અને આભૂષણો તંગ થવા લાગ્યા. ઘણીવાર સુધી આ જ પ્રકારે તેમને નિરખતી ઉભી રહી. પછી વંદન નમસ્કાર કરી પોતાના ભવનમાં આવી ગઈ. શય્યા પર આરામ કરતાં-કરતાં તેને આ પ્રકારનો વિચાર આવ્યો. મોહભાવનો અતિરેક અને આર્તધ્યાન :- મેં છ પુત્રોને જન્મ આપ્યો પરંતુ, Jain Education international For Private & Personal Use Ons www.jainelibras.org Page #87 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર એમનું મોઢું પણ નથી જોયું. સાતમો પુત્ર કૃષ્ણ થયો તો તેનું બાલ્યકાળ પણ મેં નથી જોયું. તેમનું લાલન-પાલન નથી કર્યું. જગતની તે માતાઓને ધન્ય છે કે જેમણે પોતાના પુત્રની બાલ્યાવસ્થાના અનેક પ્રકારના બાલ્યભાવ સંબંધી સુખોનો અનુભવ કર્યો છે. તેમને લાડ લડાવ્યાં હશે. પ્રેમ કર્યો હશે. ખવડાવ્યું હશે. પીવડાવ્યું હશે. સ્તનપાન કરાવ્યું હશે. અને પોતાની ગોદમાં રાખ્યાં હશે. મેં આવું કંઈ પણ સુખ નથી જોયું. મારું તો આવા અલૌકિક પુત્રને જન્મ આપવાનું પણ નિરર્થક છે. અને આ કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડનો સ્વામી છે. તે પણ છ માસે આવે છે. અર્થાત્ તેને મારી પાસે આવવાની અને બેસવાની ફુરસદ જ કયાં છે? આ પ્રકારે મોહ ભાવોથી પ્રેરાઈને દેવકી રાણી સંકલ્પ-વિકલ્પ કરતી-કરતી આર્તધ્યાનમાં મગ્ન બની ગઈ અને પોતાની ઇચ્છા અને પુત્ર મોહમાં ડૂબીને, રાજસી વૈભવને ભૂલી જઈને સંતાન દુઃખનો અનુભવ કરવા લાગી. ८७ કૃષ્ણ વાસુદેવ માતાની પાસે :– સંયોગવશાત્ કૃષ્ણ વાસુદેવ બીજા જ દિવસે સવારે માતાને પ્રણામ કરવા તેમના મહેલમાં ગયા. માતાને આ પ્રકારે આર્તધ્યાન કરતાં જોયાં. તેમણે માતાને પ્રણામ કર્યા, પરંતુ દેવકી રાણી દુઃખમાં ડૂબેલી હતી. તેમણે કૃષ્ણની સામે પણ ન જોયું કે ન તેમને આશીર્વચન કહયા અને તેમના આગમન પર પ્રસન્નતા પણ વ્યકત ન કરી. તે પોતાના વિચારોની વણજારમાં ખોવાયેલી હતી. શ્રી કૃષ્ણે આગ્રહ પૂર્વક માતાને દુઃખનું કારણ પૂછ્યું. દેવકીએ આખાયે ઘટના ચક્ર અને મનોગત સંકલ્પનું સ્પષ્ટીકરણ શ્રી કૃષ્ણ પાસે કર્યું. મુનિઓની ગોચરી પધાર્યાની વાતથી માંડીને આર્તધ્યાનની બધી જ હકીકત સાંભળીને શ્રી કૃષ્ણ વાસુદેવ સમજી ગયા કે આઠ પુત્રની વાત તો સાચી જ હશે. માટે હજી મારો એક ભાઈ અવશ્ય થશે. તેમ છતાં હરિણગમેષી દેવ તેને અહીંથી ત્યાં પરિવર્તન ન કરી દે, તેનો ઉપાય કરી લેવો જોઈએ. કૃષ્ણ વાસુદેવે દૃઢ નિશ્ચય પૂર્વક માતાને આશ્વાસન આપ્યું કે હું એવો પ્રયત્ન કરીશ કે મારો આઠમો નાનો ભાઈ થશે અને તું તેની બાલ્યાવસ્થાનો અને બાલ્યક્રીડાનો અનુભવ કરીશ. માતાને પૂર્ણ આશ્વાસન આપીને કૃષ્ણ વાસુદેવ પૌષધશાળામાં ગયા. વિધિ પૂર્વક પૌષધ ગ્રહણ કર્યો. અને અક્રમના પચ્ચક્ખાણ લઈને હિરણગમેષી દેવની મનમાં આરાધના કરવા લાગ્યા. દેવદર્શન અને દેવકીનું પ્રસન્ન ચિત્ત ઃ– સમયની અવધિ પૂર્ણ થતાં દેવ પ્રસન્ન થઈ પ્રગટ થયો અને શ્રી કૃષ્ણને યાદ કરવાનું કારણ પૂછ્યું. કૃષ્ણ વાસુદેવે પૌષધ પાળીને પોતાનો આશય સ્પષ્ટ કરતાં કહ્યું કે મને સહોદર નાનો ભાઈ આપો. દેવે શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું હે દેવાનુપ્રિય ! તમને નાનો ભાઈ થશે. જે દેવલોકમાંથી ચ્યવન કરીને આવશે અને યુવાનીમાં પ્રવેશ કરતાં જ સંયમ લઈને આત્મકલ્યાણ કરશે. Page #88 -------------------------------------------------------------------------- ________________ Jain ૯. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત-૧ :: [શ્રી કૃષ્ણ વાસુદેવનો ભાઈ માંગવાનો આશય સ્પષ્ટ હતો કે ફરીને કયાંય હરિણગમૈષી દેવ હરણ કરીને અન્યત્ર ન લઈ જાય; તેથી તેની પાસે જ માંગી લેવું જોઈએ. દેવના શબ્દોમાં પણ સ્પષ્ટતા હતી કે "હું કોઈ આપનાર નથી." પરંતુ એક જીવ દેવલોકમાંથી ચ્યવીને આવશે અને તમારો ભાઈ બનશે.] કૃષ્ણ વાસુદેવ હરિણગમેષી દેવને વિદાય આપીને માતાની પાસે આવ્યા. અને પ્રણામ કરીને માતાને કહ્યું કે નકકી મારો નાનો ભાઈ થશે. આ પ્રમાણે ઇષ્ટ અને કર્ણપ્રિય, મનોજ્ઞ વાક્યોથી માતાને સંતુષ્ટ કરીને શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાની રાજ્ય સભામાં ચાલ્યા ગયાં. દેવકી દેવીનું આર્તધ્યાન સમાપ્ત થયું. તે પ્રસન્ન થઈને સુખ પૂર્વક સમય પસાર કરવા લાગી. શિક્ષા-પ્રેરણાઃ (૧) સુખ અને દુઃખનો આધાર પોતાના જ સંકલ્પ અને વિકલ્પથી બને છે. (૨) મોહ પણ વધારવાથી વધે છે અને ઘટાડવાથી ઘટે છે તેનો મુખ્ય આધાર પણ સ્વંયના જ્ઞાન-અજ્ઞાન, વિવેક-અવિવેક, વૈરાગ્ય અને આસક્તિ પર નિર્ભર છે. (૩) માતા અને પુત્રનો સંબંધ બંનેનો છે તેમ છતાં, છ એ ભાઈઓ વિરક્ત રહ્યા અને દેવકીએ મોહ ભાવોની વૃદ્ધિ કરી. (૪) દેવકીની ઉમર ઓછી ન હતી. એક હજાર વર્ષની આસપાસની વયમાં પણ તેણે પુત્રની પ્રાપ્તિ કરી અને તેના બાળપણની તીવ્ર અભિલાષા પૂર્ણ કરી તે તેના મોહભાવનો અતિરેક હતો. (૫) પુત્રની માતૃભક્તિ હોય તો એક પુત્ર પણ સમય આવ્યે વિપત્તિ અને મનોવેદના દૂર કરી શકે છે. શ્રી કૃષ્ણે પોતાના બધાં જ રાજકીય કાર્યો અને સુખ વૈભવને ગૌણ કરી, માતાની સંવેદનાને દૂર કરવાના હેતુથી તે જ ક્ષણે ત્રણ દિવસની નિરાહાર પૌષધ સાધના પ્રારંભ કરી અને માતાની ચિંતાને સંપૂર્ણ પણે દૂર કરીને પછી પોતાના કાર્યની શરૂઆત કરી. (૬) મુનિઓનું સ્વતંત્ર પણે ગોચરી માટે અલગ-અલગ સંઘાડામાં જવું, એક જ વિશિષ્ટ પ્રખ્યાત ઘરમાં અજ્ઞાતવશ(અજાણતાં) ત્રણેય સંઘાડાઓનું પહોંચવું, ઇત્યાદિ વર્ણન વિશેષ મનનીય છે. આ વર્ણનથી તે સમયના મુનિઓનું અને તેમની વિશિષ્ટ ભિક્ષાચારીનું અનુમાન કરી શકાય છે. (૭)દેવકી રાણીનું સ્વયં પોતાના હાથે ભક્તિ પૂર્વક કોઈ પણ તર્ક-વિતર્ક વિના અને આદેશ-પ્રત્યાદેશ વિના ત્રણે સંઘાડાઓને વહોરાવવાનું કાર્ય, તેની વિશિષ્ટ ધાર્મિકતાને પ્રગટ કરે છે. આવી ધર્મ પરાયણતાને કારણે તેણે ત્રણેય સંઘાડાઓને પ્રતિલાભિત કર્યા. એનાથી એ સ્પષ્ટ થાય છે કે બીજા-ત્રીજા મુનિઓનું બીજી વખત કે ત્રીજી વખત આવવું દોષપ્રદ ન હતું અને અકલ્પનીય પણ ન હતું. કારણ org Page #89 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર કે એવું હોય તો તે(દેવકી) બીજા સંઘાડાને ગોચરી વહોરાવતાં પહેલાં જ જણાવી દેત (કે પહેલાં મુનિઓ પધારી ગયા છે) પરંતુ તેણે ત્રણે ય સંઘાડાઓને હર્ષભાવથી દાન આપ્યું અને પછી જ પ્રશ્ન કર્યો. તેથી એ સ્પષ્ટ થાય છે કે મુનિ પર તેને આસક્તિની શંકા થઈ, તેથી જ તેણે પ્રશ્ન રૂપે નિવેદન કર્યું અને ચૌદપૂર્વધારી મુનિએ પણ પોતાની અનાસક્તિ અને ઉત્કૃષ્ટ વૈરાગ્યનો બોધ કરાવે એવો જ જવાબ આપ્યો. જ ૯ (૮) સુલસા શેઠાણીએ વર્ષો સુધી પાણી, ફૂલ અને અગ્નિ વગેરેના આરંભસમારંભ કરી ભક્તિ કરી હતી અને હરિણગમેષી દેવની આરાધના કરીને પોતાનાં મનોરથો પૂર્ણ કર્યા. શ્રી કૃષ્ણ વાસુદેવે તે જ દેવની આરાધના નિરવધ વિધિપૂર્વક કરી તેમજ પોતાની મનોકામના પૂર્ણ કરી. દેવ કોઈને પુત્રો આપતા નથી પરંતુ ભવિતવ્યતા હોય તો સંયોગો મેળવી શકે છે અથવા જાણકારી આપી શકે છે કે પુત્ર થશે. ત્રીજો દિવસઃ ગજસુકુમારનો જન્મ ઃ – સુખ પૂર્વક સમય પસાર કરતાં એકવાર દેવકી રાણીએ ‘‘પોતાના મુખમાં સિંહ પ્રવેશ્યો” એવું સ્વપ્ન જોયું. સ્વપ્ન પાઠકોએ તેનું ફળ એ બતાવ્યું કે દેવલોકમાંથી ચ્યવીને એક ભાગ્યશાળી જીવ ગર્ભમાં આવ્યો છે. દેવકીએ યોગ્ય વ્યવહાર વિધિથી ગર્ભકાળ પૂર્ણ કર્યો. નવ માસ પછી પુત્રનો જન્મ થયો. ખુશી અને આનંદ મહોત્સવ મનાવવામાં આવ્યો. કેદીઓને મુક્ત કરવામાં આવ્યા, અપરાધીઓને પણ માફ કરવામાં આવ્યા. દસ દિવસના મહોત્સવની ઘોષણા કરવામાં આવી. જેમાં ઋણ અને કર વગેરે માફ કરવામાં આવ્યા. બારમા દિવસે જન્મ મહોત્સવ કરીને નામ કરણ કરવામાં આવ્યું. ગજના તાળવા સમાન સુકોમળ હોવાથી તેનું નામ ગજસુકુમાર રાખવામાં આવ્યું. દેવકીએ પોતાની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી. ગજસુકુમારનો બાલ્ય કાળ પસાર થયો. શિક્ષણકાળ દરમ્યાન તેણે વિદ્યાભ્યાસ કર્યો અને ક્રમશઃ તરુણ અવસ્થામાં પ્રવેશ કર્યો. ગજસુકુમારની સગાઈ :- વિચરણ કરતાં-કરતાં અરિહંત અરિષ્ટનેમિનુ દ્વારિકામાં પદાર્પણ થયું. શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાના નાના ભાઈ ગજસુકુમારને સાથે લઈને ભગવાનની પાસે જવા માટે રસાલા સાથે નીકળ્યા. જતી વખતે શ્રી કૃષ્ણે રાજમાર્ગ પર સહેલીઓની સાથે સોનાના દડાથી રમતી સોમા કુમારીને જોઈ. તેના રૂપ, લાવણ્ય, યૌવનને જોઈ શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રભાવિત થયા. પોતાના સેવકો દ્વારા તેનો પરિચય મેળવ્યો અને તેના પિતા સોમિલ બ્રાહ્મણ પાસે ગજસુકુમાર માટે સોમાની માંગણી કરી. સોમિલે આ માંગણી સ્વીકારતાં, તે સોમાને કુમારી કન્યાઓના અંતઃપુરમાં રાખવામાં આવી. અર્થાત્ ગજસુકુમાર www.jamelibrary.org Page #90 -------------------------------------------------------------------------- ________________ ૯૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ માટે અન્ય પણ અનેક કુમારિકાઓને જ્યાં રાખવામાં આવી હતી, તે ભવનમાં સોમાને પણ રાખવામાં આવી. કુંવારી કન્યાઓને શ્રી કૃષ્ણ વાસુદેવે પોતાને ત્યાં એકઠી કરી હતી, તેમાં પણ તેમની કંઈક દીર્ઘ દષ્ટિ હશે અથવા તે સમયની એવી પ્રણાલી રહી હશે. ગજસુકુમારનો વૈરાગ્ય :- શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાન અરિષ્ટનેમિના સમવસરણમાં પહોંચ્યા. અરિહંત અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ અને ગજસુકુમાર સહિત સંપૂર્ણ પરિષદને ધર્મોપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને કૃષ્ણ સહિત બધીજ પરિષદ પાછી વળી. ગજસુકુમારને ભગવાનનો ઉપદેશ અત્યંત રુચિકર લાગ્યો; વૈરાગ્ય ભાવ જાગૃત થયો. તેણે ભગવાનને વંદન નમસ્કાર કરી, પોતાની ભાવના વ્યક્ત કરી. ત્યારે ભગવાને કહ્યું- મહાસુદં રેવાપુfષ આ શબ્દોથી દીક્ષા લેવા માટેની અનુમતિ પ્રાપ્ત કરી. ગજસુકુમારે ઘેર આવીને માતા-પિતાને વિનંતિ કરતાં કહ્યું કે મેં ભગવાનની વાણી સાંભળી જે મને અત્યંત રુચિકર લાગી. તમારી આજ્ઞા મેળવીને હું ભગવાન પાસે દીક્ષા લેવા ઇચ્છું છું. દેવકી રાણીને પુત્રના દીક્ષા લેવા સંબંધિત વચનો અત્યંત અપ્રિય લાગ્યા અને સાંભળતાં જ પુત્રવિરહના દુઃખથી ખૂબ જ દુઃખાભિભૂત થઈને જમીન પર પટકાઈ પડી. અંતઃપુરમાં રહેલાં પારિવારિક જનોએ તેની સાર સંભાળ કરી, પાણી અને હવાના ઉપચારથી રાણીને સ્વસ્થ કરવામાં આવી. થોડી સ્વસ્થ થયેલી દેવકી રાણી ઉઠી અને રડતાં, આજંદ કરતાં પોતાના પુત્રને આ પ્રમાણે કહેવા લાગી. માતા-પિતા અને ગજસુકુમારનો સંવાદ :- હે પુત્ર! તું અમારો ખૂબ જ લાડકવાયો પુત્ર છે. ક્ષણ માત્ર પણ અમે તારો વિયોગ સહન નહિ કરી શકીએ. તેથી જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી તું સંસારમાં રહે અને વિપુલ સુખ વૈભવનો ઉપભોગ કર, તેના પછી તું અરિહંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લે જે. પ્રત્યુત્તરમાં ગજસુકુમારે વૈભવ-વિલાસ અને ભોગ સુખોની અસારતા તથા મનુષ્ય આયુની ક્ષણભંગુરતાનું વર્ણન કરતાં કહ્યું કે હે માતા-પિતા ! આ કોને ખબર છે કે કોણ પહેલા જશે? અને કોણ પાછળ રહેશે. માટે હે માતા-પિતા! હું તો હમણાં જ તમારી આજ્ઞા પ્રાપ્ત કરીને દીક્ષિત થવા ઇચ્છું છું. માતાની મોહ દશાના અતિરેક યુક્ત વાતાવરણ(મૂર્છા આદિ)ની વૈરાગી ગજસુકુમાર પર કોઈ અસર ન પડી. માતા-પિતાએ ઋદ્ધિ અને વૈભવથી તેને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે તેની અસર ન પડી ત્યારે તેમણે સંયમજીવનની કઠણાઈઓ અને પરિષહોનું વર્ણન કરતાં કહ્યું કે હે પુત્ર ! તું અત્યંત સુકોમળ છે. સંયમ પાલન કરવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે, સમુદ્રને બાહુબળથી (ભુજાઓથી) તરવા સમાન છે; તલવારની ધાર પર ચાલવા બરાબર છે; રેતીના કવલ સમાન Page #91 -------------------------------------------------------------------------- ________________ મ કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર અ૨સ-નિરસ છે અર્થાત્ ઇન્દ્રિયજન્ય કોઈપણ સુખાનુભાવ ત્યાં છે જ નહિ. તેમજ ત્યાં આધાકર્મી આદિ દોષોથી રહિત ભિક્ષા દ્વારા આહાર પ્રાપ્ત કરવો, ઘર-ઘર ફરવું અને બ્રહ્મચર્યનું આજીવન પાલન કરવું, હે પુત્ર ! ખૂબ જ દુષ્કર છે. તે જ રીતે હે પુત્ર! ગ્રામાનુગ્રામ પગપાળા ચાલવું, લોચ કરવો, ઠંડી-ગરમી, ભૂખ-તરસ આદિ બાવીસ પરીષહ સહન કરવા અતિ મુશ્કેલ છે, તેથી હે પુત્ર ! તું હમણાં દીક્ષા ન લે. તારું આ શરીર(સુકુમાર હોવાને કારણે)સંયમને યોગ્ય નથી. તું ખૂબ જ સુકોમળ છે. જો તારે દીક્ષા લેવી હોય તો યુવાન વય પસાર થઈ જાય પછી લેજે. ૯૧ સંયમી જીવનમાં સંકટોની વાત સાંભળીને પણ ગજસુકુમારનો વૈરાગ્ય પૂર્વવત્ રહ્યો. તેણે ઉત્તરમાં કહ્યું કે હે માતા-પિતા ! લૌકિક પિપાસામાં પડેલા જે સામાન્ય જીવો છે તેમને માટે આ નિગ્રંથ પ્રવ્રજ્યા ભલે કષ્ટદાયક હોય પરંતુ જેમને ઇહલૌકિક કે પૌદ્ગલિક સુખની જરા પણ આશા, લાલસા કે અભિલાષા નથી તેમના માટે સંયમ જીવનનું આચરણ અને પરીષહ, ઉપસર્ગ કંઈ પણ કષ્ટદાયક કે દુષ્કર નથી. તેથી હે માતા-પિતા ! તમારી આજ્ઞા હોય તો હું દીક્ષા લેવા ઈચ્છું છું. શ્રી કૃષ્ણની સમજાવટ અને રાજ્યાભિષેક :– જ્યારે માતા-પિતા કોઈપણ પ્રકારે તેના વિચારોને પરિવર્તિત ન કરી શક્યા, ત્યારે કૃષ્ણ વાસુદેવ ત્યાં આવ્યા અને ગજસુકુમારને ભેટ્યા. તેને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડયા અને કહ્યું કે, તું મારો સગો નાનો ભાઈ છે, તું હમણાં ભગવાનની પાસે દીક્ષા ન લે, હું તને ભવ્ય રાજયભિષેક કરીને દ્વારિકાનો રાજા બનાવીશ. કુમારે મૌન રહીને શ્રી કૃષ્ણના વચનોનો અસ્વીકાર કર્યો અને પુનઃપોતાનું નિવેદન પ્રગટ કર્યું. જ્યારે માતા-પિતા અને કૃષ્ણ વાસુદેવ ગજસુકુમારના વિચારોને અંશમાત્ર પણ બદલી ન શક્યા ત્યારે તેને એક દિવસ માટે રાજ્ય લેવા અને રાજા બનવાનો આગ્રહ કર્યો. ઉચિત અવસર જોઈને કુમારે મૌન પૂર્વક તેનો સ્વીકાર કર્યો. રાજ્યાભિષેકની તૈયારી કરવામાં આવી. મહોત્સવ પૂર્વક રાજ્યાભિષેક કરીને માતા પિતા અને કૃષ્ણ વાસુદેવે પોતાની અભિલાષા પૂર્ણ કરી. ગજસુકુમારની દીક્ષા :– ત્યાર પછી શ્રી કૃષ્ણ આદિએ નવા રાજા ગજસુકુમાર પાસેથી આદેશ માંગ્યો– હે રાજન્ ! ફરમાવો શું આદેશ છે ? ગજસુકુમારે દીક્ષાની તૈયારીનો આદેશ આપ્યો. આદેશ અનુસાર દીક્ષાની તૈયારી થઈ. ઉત્સવ પૂર્વક ગજસુકુમારને ભગવાનના સમવસરણમાં શિબિકા દ્વારા લાવવામાં આવ્યા. માતા-પિતાએ ગજસુકુમારને આગળ કરીને ભગવાનને કહ્યું કે અમે આ શિષ્ય-ભિક્ષા આપને આપી રહ્યા છીએ, આપ એનો સ્વીકાર કરો. ભગવાનની સ્વીકૃતિ પર ગજસુકુમાર ભગવાનને વંદન નમસ્કાર કરીને ઈશાન ખૂણામાં ગયા. આભૂષણ, અલંકાર, વસ્ત્ર આદિ ગૃહસ્થ વેષનો ત્યાગ કર્યો અને સંયમ વેશ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૯૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ ધારણ કર્યો. પછી ભગવાન પાસે ઉપસ્થિત થઈને પ્રવ્રજિત કરવા માટે(દીક્ષા આપવા માટે) નિવેદન કર્યું. પ્રભુએ ગજસુકુમારને દીક્ષાનો પાઠ ભણાવ્યો અને તેને સંયમ અને આવશ્યક ક્રિયાઓ કરવાની વિધિ બતાવી. આમ, આ રીતે ગજસુકુમાર હવે સમિતિ ગુપ્તિવંત અને મહાવ્રતધારી અણગાર બની ગયા. ભિક્ષુ પડિમાની આજ્ઞા – દીક્ષા દિવસના પાછલા ભાગમાં ગજસુકુમાર મુનિ ભગવાનની પાસે આવ્યા; વંદન નમસ્કાર કરીને ભગવાનને વિનંતિ કરી કે આપની આજ્ઞા હોય તો હું મહાકાળ સ્મશાનમાં એક રાત્રિની ભિક્ષુની બારમી પડિમા ઘારણ કરવા ઇચ્છું . ત્રિકાળદર્શી પ્રભુએ તેમને સહજ આજ્ઞા આપી દીધી. એક નવદીક્ષિત મુનિનું આજ્ઞા માંગવું અને ભગવાનનું આજ્ઞા આપવું તથા એકાકીપણે મુનિનું સ્મશાનમાં જવા માટે પ્રયાણ કરવું વગેરે. તે સમયે કેવું અદ્ભુત વાતાવરણ રહ્યું હશે? જેની કલ્પના આપણા માટે રોમાંચકારી બની જાય છે. પરંતુ ત્રિકાલદર્શ ભગવાનને અને અન્ય લોકોને ત્યાં એવું કંઈ જ લાગ્યું નહિ. નવદીક્ષિત મુનિ સ્મશાનમાં – નવદીક્ષિત મુનિ એકલા જ સ્મશાનમાં પહોંચી ગયા. કાયોત્સર્ગ કરવા માટે સ્થાનની પ્રતિલેખના કરી અને આજ્ઞા ગ્રહણ કરી. પછી ઈંડિલ ભૂમિની પ્રતિલેખના કરીને નિશ્ચિત સ્થાને આવીને કાયોત્સર્ગ મુદ્રામાં ઊભા રહ્યા અને એક રાત્રિની મહાપ્રતિમા અંગીકાર કરીને આધ્યાત્મ ભાવમાં લીન બની ગયા. મારણાંતિક ઉપસર્ગ – સોમિલ બ્રાહ્મણ યજ્ઞની સામગ્રી લેવા માટે જંગલમાં ગયો હતો. પાછા ફરતી વખતે તે સ્મશાનની નજીકથી નિકળ્યો. સંધ્યાનો સમય હતો. લોકોનું આવાગમન ઓછું થઈ ગયું હતું. સ્મશાન તરફ દૃષ્ટિ પડતાં જ ધ્યાનસ્થ મુનિને જોયા. તેમને જોઈને સોમિલે ઓળખી લીધા કે આ એ જ ગજસુકુમાર છે જેના માટે મારી પુત્રીની શ્રી કૃષ્ણ માંગણી કરીને તેને કુંવારી અંતઃપુરમાં રાખી દીધી છે. સોમિલને ગુસ્સો આવ્યો અને પૂર્વભવમાં બાંધેલ વેરભાવનો ઉદય તીવ્ર બન્યો. તેણે ચારેય તરફ નજર ફેરવી કે કોઈ વ્યકિત જોતી તો નથી ને? તરત જ ભીની માટીથી મુનિના મસ્તક પર પાળ બાંધી દીધી અને ચિતામાંથી ધગધગતા અંગારા માટીના ઠીકરામાં લાવીને નિર્દયતા પૂર્વક મુનિના માથા પર નાખી દીધા. પછી ભયભીત થતો હતો ત્યાંથી શીધ્ર ચાલ્યો ગયો. મુનિની સમભાવથી મુકિત – મુનિને ધ્યાન અને કાઉસગ્ન કર્યાને ધણો સમય નહોતો થયો કે મારણાંતિક ઉપસર્ગ આવ્યો. મુનિએ તો કષ્ટોને સામે ચાલીને નિમંત્રણ આપ્યું હતું. શરીરમાં ભયંકર અસહ્ય વેદના ઉત્પન્ન થઈ.મુનિ સમભાવ અને આત્મભાવમાં લીન રહ્યા. દેહ વિનાશી હું અવિનાશી ના ઘોષને સત્ય Page #93 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: અંતગડ સૂત્રા ૯૩ રૂપથી આત્મામાં વણી લીધો. સોમિલ બ્રાહ્મણ પર કોઈ જાતનો દ્વેષ કે ક્રોધ ન કરતાં અને અંતરમાં પણ તેના પ્રત્યે રોષ ન લાવતાં પોતાના નિજ કર્મોનો વિચાર કરતાં-કરતાં, વિચારોની શ્રેણીને વિશુદ્ધ, વિશુદ્ધતર બનાવી. ધર્મધ્યાનમાંથી શુકલ ધ્યાનમાં પહોંચ્યા. કર્મ દલિકોનો(સમૂહનો) નાશ કરીને કેવલજ્ઞાન કેવલદર્શન ઉપાર્જિત કર્યું અને આયુષ્ય પૂર્ણ થતાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ પરમાત્મા બની ગયા. નિકટવર્તી દેવોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા અને સમ્યમ્ આરાધનાનો મહોત્સવ કર્યો. આદર્શ જીવન અને શિક્ષા પ્રેરણા - (૧) સોળ વર્ષની વયે અને એક દિવસની (અર્થાત્ થોડાંક જ કલાકની) દીક્ષા પર્યાયમાં મુનિએ આત્મ કલ્યાણ કરી લીધું. દઢતા, સહન શીલતા, ક્ષમા દ્વારા મુનિએ લાખો ભવોના પૂર્વસંચિત કર્મોનો મિનિટોમાં જ ક્ષય કરી દીધો. ઘર, કુટુંબ, પરિવારનો ત્યાગ કર્યા પછી શરીરના મમત્વનો પણ ત્યાગ કરવો અને સંયમની આરાધના માટે શરીરને જીવિત અવસ્થામાં આ રીતે વિસર્જિત કરવું કંઈ નાની સૂની કે અલ્પ મહત્વની વાત નથી. મહાન અને સારા અભ્યાસી સાધકો પણ અહીં આવીને ડગમગી જાય છે. પરંતુ ધન્ય છે એ નવદીક્ષિત મુનિને, કૃષ્ણ વાસુદેવના ભાઈ હોવાં છતાં પણ એક દિવસની દીક્ષામાં જ એવો આદર્શ દાખલો ઉપસ્થિત કર્યો કે જેમાંથી પ્રેરણા લઈને કેટલાય મુમુક્ષુ પ્રાણીઓ પોતાના આત્મોત્થાનમાં અગ્રેસર થવાની મહાન ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે. (૨) શૂરવીર પુરુષો સિંહ વૃત્તિથી ચાલે છે. સિંહની જેમ જ વીરતા પૂર્વક સંયમ ગ્રહણ કરે છે, પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે, અને સંકટ સમયે પણ સિંહની જેમ જ તેના પર વિજય મેળવે છે. (૩) સિંહવૃત્તિ અને સ્વાનવૃત્તિ વિશે એમ કહેવામાં આવે છે કે સિંહ બંદૂકની ગોળી ઉપર તરાપ નથી મારતો પરંતુ તેના અવાજ પરથી મૂળ સ્થાનને ઓળખી લે છે અને તેને જ પોતાનું લક્ષ્ય બનાવે છે પરંતુ કુતરાને કોઈ લાકડી મારે તો તે લાકડીને જ પકડવાની કોશિષ કરે છે. આ જ રીતે આપણે દુઃખનું મૂળ કારણ એવાં પોતાના કર્મોનો જ વિચાર કરવો જોઈએ અને સમભાવમાં સ્થિર રહેવું જોઈએ. આ જ સિંહવૃત્તિ છે તેના વિપરીત અને દુઃખના ક્ષણિકનિમિત્તરૂપે રહેલાં કોઈપણ પ્રાણી પર રોષ કરવો કે બદલો લેવો, તે શ્વાનવૃતિ છે. પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ ગજસકુમારના જીવનમાંથી સિંહવૃત્તિનો આદર્શ શીખવો જોઈએ. રેઢું પાતયામિ, વા ઋાર્ય સાથયામિ નો દઢ સંકલ્પ હોવો જોઈએ; ત્યારે જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ એવો સંકલ્પ ન હોવો જોઈએ કે – ખાતા પીતા મોક્ષ મળે, તો માને પણ કહિજો . માથા સાટે મોક્ષ મળે, તો દૂરા હી રહિજો / Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ 1: (૪) ભૌતિક ઇચ્છાઓનો ત્યાગ અને જીવનનો ભોગ આપ્યા વિના સહજ પણે જ મુકિત મળી જવી સંભવ નથી. તેથી મોક્ષની પ્રાપ્તિ માટે આપણે ગજસુકુમાર મુનિના આદર્શને સામે રાખીને આપણું જીવન જીવીએ તથા આવી વીરતાના સંસ્કારોથી આત્માને બળવાન બનાવીએ તો સંયમના આનંદને પ્રાપ્ત કરી શકીએ. કહ્યું છે કે – સભી સહાયક સબલ કે, કોઉ ન નિબલ સહાય । પવન જગાવત આગકો, દીપ હી દેત બુજાય (૫) પોતાના સંસ્કાર જો મજબૂત હોય, બળવાન હોય તો બધા સંયોગો હિતકર બની જાય છે. સોમિલ બ્રાહ્મણ જેવી નિર્દય વ્યક્તિ, અને ધગધગતા અંગારાના સંયોગો પણ મુક્તિ પ્રાપ્ત કરાવી શકે છે. તેથી આપણે જ્યારે આપણી સાધનાને બળવતી અને વેગવાન બનાવશું અને સહનશીલતાને ધારણ કરશું ત્યારે જ આપણું આવા મહાપુરુષોનું જીવન-ચરિત્ર સાંભળવાનું કે વાંચવાનું સાર્થક થશે. કષાય ભાવોથી મુક્ત થઈ જવું એ જ મોક્ષ પ્રાપ્તિ માટેની શ્રેષ્ઠ અને સફળ સાધના છે. (૬) રહસ્ય :– સંભવ છે કે લોકો એમ કહેશે કે શ્રી કૃષ્ણે પોતાના ભાઈ તરફ કોઈ સાંસારિક કર્તવ્યનું પાલન ન કર્યું અને શીઘ્ર દીક્ષા જ અપાવી દીધી. એવી વાતનું સ્વતઃ સમાધાન થઈ જાય છે કે તેમણે તો સગપણ અને લગ્નની પૂર્વ તૈયારીઓ કરી હતી અને ભગવાનના દર્શન કરવા જતી વખતે પણ સોમિલ બ્રાહ્મણની કન્યા સોમાની માંગણી કરીને તેને કુંવારા અંતઃપુરમાં રખાવી હતી. એક હિંદી પદ્યમાં પણ કહેવાયું છે કે સૌવી સોમિલ ન્યા, રૂપ તેલ શ્રી નૃષ્ણ ની મહત્ત રે । તેના પરથી જણાય છે કે શ્રી કૃષ્ણે કુલ ૧૦૦ કુંવારી કન્યાઓનો સંગ્રહ કર્યો હતો. ચોથો દિવસઃ ભગવાન અરિષ્ટનેમિથી કૃષ્ણનો વાર્તાલાપ :- ગજસુકુમાર અણગારની દીક્ષાના બીજા દિવસે કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિ અને પોતાના ભાઈ સહિત બધા જ મુનિઓના દર્શન કરવા ભગવાન પાસે ગયા. ભગવાનના દર્શન-વંદન કર્યા. અન્ય મુનિઓનાં પણ દર્શન-વંદન કર્યા. અહીં-તહીં જોયું પરંતુ પોતાના ભાઈ ગજસુકુમાર મુનિના દર્શન ન થયા. ત્યારે તેઓએ ભગવાનને પૂછ્યું– હે ભંતે ! ગજસુકુમાર અણગાર ક્યાં છે ? ભગવાને શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું કે ગજસુકુમાર મુનિએ પોતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે અર્થાત્ તેઓ મોક્ષે પધાર્યા છે. કૃષ્ણ વાસુદેવે ફરીથી પ્રશ્ન કર્યો કે હે પ્રભુ ! ગજસુકુમારે કેવી રીતે પોતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે? ત્યારે ભગવાને ભિક્ષુની બારમી પડિમાની આજ્ઞા માંગવાથી શરૂ કરીને નિર્વાણ સુધીની બધી જ વાત સંભળાવી. સોમિલ બ્રાહ્મણનું નામ ન કહેતાં એમ કહ્યું કે એક પુરુષ ત્યાં આવ્યો અને તેણે આ પ્રકારે કર્યું. હે કૃષ્ણ ! આમ, Jain Education ternational & Page #95 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્રઃ આંતગડ સૂત્ર ૯૫ ગજસુકુમાર મુનિએ પોતાનું કાર્ય સિદ્ધ કર્યું છે. કૃષ્ણ વાસુદેવનો કોપ :- કૃષ્ણ વાસુદેવે આ વૃતાન્ત સાંભળીને રોષ ભર્યા શબ્દોમાં પ્રશ્ન કર્યો કે હે ભગવાન્ ! એવી હીન પુણ્ય અને દુષ્ટ વ્યક્તિ કોણ હતી? જેણે મારા સગા નાના ભાઈના અકાળે જ પ્રાણ હરી લીધા? ભગવાને કૃષ્ણને શાંત કરતાં કહ્યું કે હે કૃષ્ણ! તમે એ પુરુષ પર ગુસ્સો કે દ્વેષ ન કરો. કારણ કે એ પુરુષે તો તમારા ભાઈ ગજસુકુમાર અણગારને સહાયતા પ્રદાન કરી છે. સોમિલની સહાયતા : દષ્ટાંત દ્વારા – કૃષ્ણ ફરીથી પ્રશ્ન કર્યો– હે ભંતે ! તેણે સહાયતા કેવી રીતે આપી? ભગવાને સમાધાન કરતાં ફરમાવ્યું- હે કૃષ્ણ! આજે જયારે તમે દર્શન કરવા માટે આવી રહ્યાં હતા, ત્યારે માર્ગમાં એક વૃદ્ધ પુરુષ પોતાના ઘરની બહાર પડેલા ઈટના મોટા ઢગલામાંથી એક-એક ઈટ લઈને ઘરમાં લઈ જઈને મૂકી રહ્યો હતો. તેને જોઈને તમે એ ઢગલામાંથી હાથી પર બેઠાં-બેઠાં જ એક ઈર્ટ ઉપાડી અને એના ઘરમાં નાખી દીધી. તરત જ અન્ય રાજપુરુષોએ પણ તેનું અનુકરણ કરી, એક-એક ઈર્ટ કરી આખોય ઢગલો એના ઘરમાં પહોંચાડી દીધો. તે વૃદ્ધ વ્યક્તિના આંટા-ફેરા કરવાનું અને બધી જ મુશ્કેલી દૂર થઈ ગઈ. તેનું દિવસો અને કલાકોનું કામ માત્ર મિનિટોમાં જ પૂર્ણ થઈ ગયું. જે રીતે આ તમારો પ્રયત્ન તે વૃદ્ધ માટે સહાય રૂપ બન્યો; તે જ રીતે તે પુરુષે ગજસુકુમાર અણગારના લાખો ભવ પૂર્વેના સંચિત કર્મોની ઉદીરણા અને ક્ષય કરવામાં સહાયતા પ્રદાન કરી છે. જેનાથી શીઘ્રતા પૂર્વક મિનિટોમાં જ તેમનું સંસાર ચક્ર સમાપ્ત થઈ ગયું છે. હત્યારાને જાણવાની ઉત્કંઠા :- કૃષ્ણ વાસુદેવની ઈચ્છા ન હોવા છતાં પણ ગુસ્સાને શાંત કરવો પડ્યો. પરંતુ અંદર દબાયેલ મોહ અને કષાયને કારણે તેઓએ ભગવાનને ફરીથી પૂછી લીધું કે હે ભતે ! હું તે વ્યકિતને કેવી રીતે જાણી શકીશ? ભગવાને ફરમાવ્યું કે હમણાં દ્વારિકામાં જતી વખતે જે વ્યક્તિ અચાનક તમારી સામે આવીને, ભયભીત થઈને સ્વતઃ જ પડી જાય અને મરી જાય, ત્યારે તમે સમજી લેજો કે આ તે જ પુરુષ છે. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે ભગવાનને વંદન નમસ્કાર કર્યા અને નગરીમાં જવા માટે પ્રસ્થાન કર્યું. સોમિલનું મૃત્યુ :- બીજી બાજુ, આ સોમિલ બ્રાહ્મણના મનમાં વિચાર આવ્યો કે કૃષ્ણ વાસુદેવ ભગવાનના દર્શન કરવા ગયા છે અને અરિષ્ટનેમિ ભગવાન સર્વજ્ઞ સર્વદર્શી છે. તેનાથી કંઈ પણ અજાણ્યું કે છૂપું નથી. તે અવશ્ય કૃષ્ણને મારા કુકૃત્યની માહિતી આપશે. ત્યારે કૃષ્ણ વાસુદેવ રોષે ભરાઈને ન જાણે શું સજા કરશે? કેવી રીતે કમોતે મારશે? એ ભયથી ભયભીત થઈને તે ઘેરથી આ હેતુએ નીકળ્યો કે કૃષ્ણના પાછા ફરવા પહેલાં હું ક્યાંક જઈને છુપાઈ જાઉં. He ભાઈના મૃત્યુને કારણે કૃષ્ણ વાસુદેવને તરત જ પાછા ફરવાનું થયું. સોમિલનું Jain Education Internatioca w.jainelibras.org Page #96 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત-૧ સમયાનુમાન ખોટું ઠર્યું. કૃષ્ણ વાસુદેવ શાંતિથી(દબદબા વગર) નગરીમાં રાજ્ય માર્ગ છોડી અન્ય માર્ગ દ્વારા પ્રવેશ કરી રહ્યા હતા. કોઈ પણ પ્રકારનો અવાજ ન થવાને કારણે સોમિલ બ્રાહ્મણને કંઈ જ ખબર ન પડી શકી અને તે અચાનક કષ્ણની સામે આવી પહોંચ્યો. તેના મનમાં આશંકા અને ભય તો હતા જ, કૃષ્ણને નજીકમાં જ સામે જોઈને તે ત્યાંજ ધ્રાસ્કો પડવાને કારણે જમીન પર પડી ગયો અને મરી ગયો. તેને જોઈને કષ્ણ વાસુદેવ સમજી ગયા કે આ દુષ્ટ સોમિલ મારા ભાઈનો હત્યારો છે. તેમણે ચાંડાલો દ્વારા રસ્સીથી તેનું મૃત શરીર ખેંચાવીને નગરની બહાર ફેંકાવી દીધું અને જમીનને પાણીથી ધોવડાવીને સાફ કરાવી. આ રીતે સોમિલ બ્રાહ્મણ સ્વતઃ પોતાના કર્મોના ફળનો ભોક્તા બન્યો અને મારીને નરકમાં ગયો. શિક્ષા-પ્રેરણા:(૧) વીતરાગી ભગવાન અરિષ્ટનેમિએ સોમિલ બ્રાહ્મણના કુકૃત્યને પણ શ્રી કૃષ્ણ સન્મુખ ગુણ રૂપે મૂક્યું. (૨) મહાપુરુષોના સત્સંગથી પ્રચંડ કોપ પણ નિષ્ફળ થઈ જાય છે. (૩) કુકર્મ કરતી વખતે વ્યકિત ભવિષ્યનો વિચાર નથી કરતી અને કુકૃત્ય કર્યા પછી ભયભીત બને છે અને અનેક વિચારો કરે છે. પરંતુ પાછળથી વિચારો કરવા તેના માટે નિરર્થક જ હોય છે. માટે સુખશાંતિ ઇચ્છનાર વ્યક્તિએ પહેલાંથી જ વિચારીને કામ કરવું જોઈએ. જેથી પાછળથી પસ્તાવું ન પડે. સોમિલે જો પહેલેથી જ એવો વિચાર કર્યો હોત કે હું છુપાઈને પણ પાપ કરીશ તો પણ સર્વજ્ઞ ભગવાન તો જાણી જ લેશે" તો તે ઘોર પાપ કૃત્યથી બચી શકત. કહેવાયું પણ છે – સોચ કરે સો સુઘડનર, કર સોચે સો કૂડા. સોચે કિયા મુખ નૂર હૈ, કર સોચે મુખ ધૂડી/ (૪) કૃષ્ણ સોમિલની કન્યાને ગજસુકુમાર માટે કુંવારા અંતઃપુરમાં જ રાખી હતી. ગજસુકુમાર દીક્ષા લઈ લે તો પણ કુંવારી કન્યાની અન્ય કોઈ સાથે પણ પાણિગ્રહણ વિધિ થઈ શકે. પ્રચંડ ગુસ્સો કરવો કે મુનિની ઘાત કરવી એવો કોઈ પ્રશ્ન જ ન હતો. પરંતુ વર્તમાન સમયે કોઈ ખાસ કારણ ન દેખાતા છતાં પૂર્વ ભવના કરેલા કર્મો માટે નિમિત્ત મળી જાય છે. સોમિલના કોપનું મુખ્ય કારણ પણ પૂર્વભવનું વેર જ હતું. ગજસુકુમારના જીવે સોમિલના મસ્તક પર ગરમાગરમ રોટલો બંધાવીને તેના પ્રાણોનું હરણ કરાવ્યું હતું અને ખુશીનો અનુભવ કર્યો હતો. તે જ કર્મો ઉદયમાં આવ્યા હતાં. તેને ગજસુકુમારે પોતાના કર્મોના કરજ ચૂકવવાનો સમય સમજીને સહર્ષ સ્વીકારી લીધું. તે ઘટના લાખો ભવો પહેલાંની Jai હતી. તે જ આશયથી આ સૂત્રમાં કહ્યું છે કે લાખો ભવોના સંચિત કર્મોની rg Page #97 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્રઃ અંતગડ સૂત્રો સોમિલે ઉદીરણા કરાવી અને ક્ષય કરવામાં નિમિત્ત બન્યો. (૫) પાપી વ્યક્તિ પોતાના પાપોના ભારથી સ્વતઃ સોમિલની જેમ દુઃખી થાય છે અને લોકોમાં નિંદાને પાત્ર બને છે. પરમાત્મા કોઈને દુઃખી નથી કરતા. કહેવાયું પણ છે કે – રામ ને કિસ કો મારતા, સબસે મોટા રામા આપે હી મરીજાત હૈ, કર કર ભૂંડા કામ [ અધ્યયન : ૯ સુમુખઃ દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવના ભાઈ બળદેવ રાજા હતા. તેમને સુમુખ નામનો પુત્ર હતો. પ્રથમ અધ્યયનમાં વર્ણવેલ ગૌતમના જેવું જ તેનું સંપૂર્ણ વર્ણન છે. પાછલી વયે તેણે અરિહંત અરિષ્ટનેમિની પાસે દીક્ષા અંગીકાર કરી, ગૌતમની સમાન જ તપ સંયમની આરાધના કરી. વીસ વર્ષના દીક્ષા પર્યાય અને માસખમણના સંથારા દ્વારા તેમને કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત થયું અને તે સમયે જ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરી. શેષ ચાર અધ્યયન – સુમુખના વર્ણન પ્રમાણે જ દુર્મુખ અને કૂપદારકનું વર્ણન છે. આ ત્રણેય સગા ભાઈઓ હતા અને તે જ ભવમાં મુક્તિગામી બન્યા. દારુક અને અનાદષ્ટિનું વર્ણન પણ તેજ પ્રમાણે છે તેઓ બંને વસુદેવજીના પુત્રો અને શ્રી કૃષ્ણના ભાઈઓ હતા. ૯ થી ૧૩ આ પાંચ અધ્યયનમાં વર્ણિત પાંચેય યાદવ કુમારો પાછલી વયમાં ર૦ વર્ષ સંયમની આરાધના કરીને સિદ્ધ થયા હતા. | D) વર્ગ - ૪: અધ્યયન ૧ થી ૧૦ (9) આ વર્ગમાં દસ રાજકુમારોનું વર્ણન છે. ૧. જાલિકુમાર ૨. મયાલિકુમાર ૩. ઉવયાલીકુમાર ૪. પુરિસસેન પ. વારિસેણ એ પાંચ વસુદેવજીના પુત્રો અને શ્રી કૃષ્ણના ભાઈઓ હતા. ૬. પ્રધુમ્નકુમાર શ્રી કૃષ્ણ અને રુકિમણીના પુત્ર હતા ૭. સાંબ કુમાર શ્રી કૃષ્ણ અને જાંબવતીના પુત્ર હતા. ૮. અનિરુદ્ધકુમાર પ્રધુમ્ન અને વૈદર્ભીના પુત્ર હતા. ૯. સત્યનેમિ અને ૧૦. દ્રઢનેમિ બંને સમુદ્રવિજયજીના પુત્ર અને અરિહંત અરિષ્ટનેમિ ભગવાનના સગા ભાઈ હતા. આ બંને એ પણ પાછલી ઉંમરે અરિષ્ટનેમિ પાસે સંયમ અંગીકાર કર્યો. દ્વાદશાગીનો અભ્યાસ કર્યો અર્થાત્ ૧૪ પૂર્વધારી બન્યા અને સોળ વર્ષની દીક્ષા પર્યાયના અંતે મા ખમણનો સંથારો કરી શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. Page #98 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ ચાર વર્ગોના ૪૧ અધ્યયનોમાં ૪૧ યાદવ પુરુષોનું મોક્ષગમનનું વર્ણન પૂર્ણ થયું. ત્યાર પછી હવે પાંચમા વર્ગમાં કૃષ્ણની પટ્ટરાણીઓ અને પુત્રવધુઓનું વર્ણન છે. વર્ગ – ૪: અધ્યયન ૧ થી ૧૦ ૯૮ પદ્માવતી: દ્વારિકા નગરની બહાર ઉદ્યાનમાં બિરાજમાન ભગવાન અરિષ્ટનેમિના દર્શન કરવા માટે શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાના વિશાળ સમૂહ સાથે ગયા. કૃષ્ણની પદ્માવતી રાણી પણ પોતાના ધાર્મિક રથમાં બેસીને ભગવાનના દર્શન કરવા ગઈ. પરિષદ એકત્રિત થઈ. ભગવાને શ્રી કૃષ્ણ, પદ્માવતી તથા અન્ય સંપૂર્ણ પરિષદને લક્ષ્યમાં રાખીને પ્રવચન આપ્યું. પ્રવચન સાંભળીને કૃષ્ણની પટ્ટરાણી પદ્માવતી સંસારથી વિરક્ત થઈગઈ. તેણે બધાજ વૈભવોનો ત્યાગ કરીને સંયમ અંગીકાર કરવાનો નિર્ણય કર્યો. ભગવાન સમક્ષ પોતાની ભાવના વ્યક્ત કરી અને કહ્યું કે કૃષ્ણ વાસુદેવની આજ્ઞા પ્રાપ્ત કરીને હું આપની પાસે દીક્ષા લેવા ઇચ્છું છું. ભગવાને અનુમતિ આપી. - શ્રી કૃષ્ણના ભગવાન અરિષ્ટનેમિ સમીપે પ્રશ્નોત્તર ઃપરિષદ પ્રવચન સાંભળીને પાછી ફરી. કૃષ્ણ વાસુદેવે ભગવાનને વંદન નમસ્કાર કર્યા અને પોતાની જિજ્ઞાસાનું સમાધાન કરવા ઇચ્છું. તેમણે ભગવાનને પૂછ્યું કે હે ભંતે ! આ દ્વારિકા નગરીનો વિનાશ કયા કારણે થશે ? પ્રત્યુત્તરમાં ભગવાને આ પ્રમાણે સમાધાન કર્યું કે- સુરા(મદિરા), અગ્નિ અને દ્વિપાયન ઋષિના કોપના નિમિત્તથી દ્વારિકાનો વિનાશ થશે. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવને એવો વિચાર આવ્યો કે ધન્ય છે એ જાલિ, મયાલી આદિકુમારોને જેમણે સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરીને અરિહંત અરિષ્ટનેમિ પાસે સંયમ અંગીકાર કર્યો; હું અધન્ય અમૃત પુણ્ય છું કે હજી સુધી હું માનુષિક કામ-ભોગોમાં ફસાયેલો છું. ભગવાન પાસે સંયમ નથી લઈ શક્યો અને એક દિવસ મારા જોતાં-જોતાં મારી હાજરીમાં જ દ્વારિકાનો વિનાશ થઈ જશે. ભગવાને શ્રી કૃષ્ણને સંબોધન કરતાં કહ્યું કે હે કૃષ્ણ ! બધા વાસુદેવો પૂર્વભવમાં નિયાણું કરે છે. નિયાણા દ્વારા જ તેઓ વાસુદેવ બને છે અને એ નિયાણાના તીવ્ર રસને કારણે જ કોઈ પણ વાસુદેવ દીક્ષા અંગીકાર કરી શકતા નથી. આ સાંભળીને કૃષ્ણને પોતાનું ભવિષ્ય જાણવાની ઇચ્છા થઈ. પ્રશ્ન પૂછવા પર સમાધાન કરતા ભગવાને કહ્યું દ્વિપાયન ઋિષિના કોપને કારણે દ્વારિકા બળીને નષ્ટ થઈ ગયા પછી, માતા-પિતા પરિવારજનોથી રહિત રામ બલદેવની સાથે(બલરામની સાથે) તમે પાંડુ મથુરા જવા માટે પ્રસ્થાન કરશો. કૌસાંબી Page #99 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર ૧૯ વનમાં પહોંચીને વટવૃક્ષ નીચે પૃથ્વીશિલા પર પીળા વસ્ત્રથી શરીરને ઢાંકી વિશ્રામ કરશો, ત્યારે જરાકુમાર દ્વારા ફેંકાયેલું બાણ તમારા જમણા પગમાં લાગશે. તે સમયે તમે ત્યાં કાળ કરીને ત્રીજી પૃથ્વીમાં જન્મ લેશો. ભગવાનના શ્રી મુખેથી પોતાનું આગામી ભવિષ્ય જાણીને કૃષ્ણ વાસુદેવ ખિન્ન થઈ ગયા અને ઉદાસ મને આર્તધ્યાન કરવા લાગ્યા તથા વિલાપ કરવા લાગ્યા. ત્યારે ભગવાને શ્રી કૃષ્ણને સંબોધન કરતા કહ્યું કે હે કૃષ્ણ ! તમે આ આર્તધ્યાન ન કરો. તમે ત્યાંથી કાળ કરીને આગામી ભવમાં મારા જેવા જ તીર્થકર બનશો. ત્યાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પ્રાપ્ત કરશો. પોતાનું કલ્યાણકારી ભવિષ્ય સાંભળીને શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા. ખુશીમાં એટલા હર્ષ-વિભોર બની ગયા કે ત્યાં ભગવાન સન્મુખ પોતાની ખુશી પ્રગટ કરતાં સિંહનાદ કર્યો. તેમની ખુશીના ભાવ એ હતા કે હું પણ એક ભવ કરીને તીર્થકર બનીશ અને મોક્ષ પ્રાપ્ત કરીશ અર્થાત્ કૃષ્ણ વાસુદેવના ભવમાં જ તેમણે પોતાની ઉત્કૃષ્ટ ધર્મ ભાવના અને ધર્મ દલાલીથી તીર્થકર ગોત્ર નામ કર્મનો બંધ કર્યો હતો. જેથી તેઓ ત્રીજા ભવમાં આગામી ઉત્સર્પિણી કાળમાં આ ભરત ક્ષેત્રમાં બારમાં અમમ નામના તીર્થકર થશે. કૃષ્ણની ધર્મ દલાલી :- આ પ્રમાણે ઉતાર-ચઢાવના વાર્તાલાપ પછી કૃષ્ણ વાસુદેવ ભગવાનને વંદન-નમસ્કાર કરી દ્વારિકામાં આવ્યા. સિંહાસન પર આરૂઢ થઈને પોતાના રાજકીય પુરુષોને એ આદેશ આપ્યો કે નગરીમાં ત્રણ રસ્તા અને ચાર રસ્તા વગેરે જગ્યાએ ત્રણ-ત્રણ વાર ઘોષણા કરાવો કે “આ દ્વારિકા નગરીનો વિનાશ થવાનો છે, જે કોઈ રાજા, રાજકુમાર, રાણીઓ, શેઠ, સેનાપતિ આદિ ભગવાનની પાસે દીક્ષા લઈને આત્મ કલ્યાણ કરવા ઇચ્છે તો તેમને વાસુદેવ કૃષ્ણ તરફથી આજ્ઞા છે. તેઓ પોતાની પાછળની કોઈ પણ જવાબદારીની કોઈપણ પ્રકારે ચિંતા ન કરે. તેની બધી જ વ્યવસ્થા રાજ્ય તરફથી કરવામાં આવશે. દીક્ષા મહોત્સવ પણ સ્વયં શ્રી કૃષ્ણ વાસુદેવ કરશે.” કૃષ્ણની આજ્ઞા અનુસાર નગરમાં ઘોષણા કરવામાં આવી. ભાગ્યશાળી કેટલા ય આત્માઓએ આ સૂચનાનો લાભ ઉઠાવ્યો. પદ્માવતીની દીક્ષા :– કૃષ્ણની પટ્ટરાણી પદ્માવતી દેવી પણ સંસારથી વિરક્ત થઈ ગઈ હતી. તેમણે પણ સંયમ ગ્રહણ કરવાની આજ્ઞા માંગી. કૃષ્ણ વાસુદેવે સહર્ષ અનુમતિ આપી અને ભવ્ય સમારોહ દ્વારા પોતાની જાતે જ પદ્માવતીનો દીક્ષા મહોત્સવ કર્યો. ભગવાનની સન્મુખ પદ્માવતીને લાવ્યા અને નિવેદન કર્યું કે હે ભગવાન! આ મને પ્રાણથી પણ અતિ પ્યારી પદ્માવતી દેવી છે. તે સંસારથી ઉદ્વિગ્ન અને વિરક્ત થઈ છે. તેથી હું તેણીને આપની સેવામાં શિષ્યાના રૂપમાં ભિક્ષા આપું છું. આપ એનો સ્વીકાર કરો. Jain Education inertional Nate & Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ ત્યારે અરિહંત અરિષ્ટનેમિએ એને દીક્ષા પ્રદાન કરી અને યક્ષા આર્યા નામની પ્રમુખા સાધ્વીને શિષ્યાના રૂપમાં સોંપી દીધી. પદ્માવતી આર્યાજીએ યક્ષા આર્યા પાસેથી સંયમ વિધિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને વિવિધ તપશ્ચર્યાઓ દ્વારા પોતાની આત્મ-સાધના કરવા લાગ્યા. વીસ વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કર્યું. અંતમાં માસખમણના સંથારા દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી તે જ ભવમાં સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. અિધ્યયન : ૨ થી ૧૦ આ જ પ્રમાણે કૃષ્ણની અન્ય પટ્ટરાણીઓ- ૨. ગૌરી ૩. ગંધારી ૪. લક્ષ્મણા ૫. સુસીમા ૬. જાંબવતી ૭. સત્યભામા ૮. રુક્મિણી આદિએ પણ સંયમ અંગીકાર કરીને ૨૦ વર્ષમાં સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. તે જ રીતે કૃષ્ણ વાસુદેવના પુત્ર સાંગકુમારની બંને પત્નીઓ–૯. મૂલશ્રી ૧૦. મૂલદત્તા કૃષ્ણની આજ્ઞા લઈને દીક્ષિત થયા. કારણ કે સાંખકુમાર તો પહેલેથી જ દીક્ષિત થઈ ચૂક્યા હતા. આ બંનેએ પણ ૨૦ વર્ષ સુધી સંયમ પાળી આત્મકલ્યાણ કર્યું. આમ, આ વર્ગના દસ અધ્યયનોમાં દસ રાણીઓનું મુકિતગમન વર્ણન પૂર્ણ થયું. શિક્ષા-પ્રેરણા - (૧) તીર્થકર ભગવાનનો સંયોગ મળી ગયો, “નગરી બળવાની છે,” એવી ઘોષણા કરી દેવાઈ. તેમ છતાં પણ હજારો નર-નારીઓ દ્વારિકામાં જ રહી ગયા. દીક્ષા અંગીકાર ન કરી શક્યા અને ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયા; આ જીવોની એક ભારી કર્ભાવસ્થા છે. ભગવાન તરફ અને ધર્મ તરફ શ્રદ્ધા-આસ્થા રાખનાર કેટલાય જીવો પણ દીક્ષા ન લઈ શક્યા. તાત્પર્ય એ જ છે કે સંયમની ભાવના અને સુંદર સંયોગ બધા લોકોને મળતા નથી. (૨) મનુષ્ય ભવને પામીને પોતાના સામર્થ્ય અનુસાર તક મળતાં ધર્મનો લાભ અવશ્ય લઈ લેવો જોઈએ. પ્રમાદ, આળસ અને ઉત્સાહ હીનતાની બેદરકારીમાં રહી ન જવું. જેવી રીતે શ્રી કૃષ્ણ જાણી લીધું કે મને તો સંયમ માર્ગ પ્રાપ્ત થવાનો નથી. તો પણ તેમણે અન્ય લોકોને સંયમ લેવાની પ્રેરણા આપી અને સહયોગી બની ધર્મ દલાલી કરવાનો લાભ મેળવી લીધો. દ્વારિકા વિનાશનું નિમિત્ત પણ પ્રેરક હતું. આવા જ શ્રદ્ધા અને ધર્મદલાલીનાં કાર્યોથી તેમણે તીર્થકર નામ કર્મનું ઉપાર્જન કર્યું હતું. (૩) તે સમયે શ્રી કૃષ્ણ પોતાની આઠ પટ્ટરાણીઓને સહજ રીતે દીક્ષાની આજ્ઞા આપી દીધી હતી. આજે આપણે પણ જાણીએ છીએ કે આ જીવન ચંચળ છે. આયુષ્યની દોરી એક દિવસ તૂટવાની છે. પરંતુ આળસ, પ્રમાદ અને મોહને વશ Page #101 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર થઈને ધર્મારાધનાના કર્તવ્યને ભૂલી રહ્યા છીએ અથવા ભવિષ્ય માટે છોડી દઈએ છીએ. પ્રસ્તુત પ્રકરણના શ્રવણથી આપણે આપણા જીવનને નવો વળાંક આપવો જોઈએ. વ્રત અને મહાવ્રતોમાં અગ્રસર થવું જોઈએ. (૪) કૃષ્ણ વાસુદેવના જીવનના વિભિન્ન ઉતાર-ચઢાવને સમજીને એમ સ્વીકારવું અને સમજવું જોઈએ કે આ બાહ્ય વૈભવ પણ જયાં સુધી પુણ્યનો ઉદય છે ત્યાં સુધી જ જીવને સાથ આપે છે. શ્રી કૃષ્ણનો એક સમય એવો હતો કે તેમના બોલાવવાથી દેવ હાજર થયા અને દ્વારિકાની રચના કરી દીધી. સુસ્થિત દેવે લવણ સમુદ્ર પાર કરાવી દીધો. ગજસુકુમાર ભાઈ થશે એવી સૂચના પણ દેવે જ આપી હતી. પરંતુ પુણ્યોદય સમાપ્ત થયો અને પાપનો ઉદય થયો ત્યારે નગરીની એક વ્યક્તિ સોમિલ જ નવ દીક્ષિત મુનિ અને કૃષ્ણના ભાઈની, અરિષ્ટનેમિ ભગવાન ત્યાં બિરાજમાન હોવા છતાં હત્યા કરી દીધી અને જે દ્વારિકા હંમેશા તીર્થંકર, મુનિઓથી પાવન રહેતી હતી, પ્રથમ દેવલોકના દેવો દ્વારા નિર્મિત હતી, તેને એક સામાન્ય દેવે બાળીને ભસ્મ કરી દીધી. આ બધાં પુણ્ય અને પાપ કર્મોને લીધે ઉદયમાં આવતાં ફળ છે. કર્મોની વિચિત્ર અવસ્થાઓને જાણીને કર્મોથી હંમેશને માટે મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાંચમો દિવસઃ ૧૦૧ વર્ગ - ૬ : અધ્યયન પાંચ વર્ગોમાં બાવીસમા તીર્થંકરના શાસનવર્તી મોક્ષગામી ૫૧ જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આગળના ત્રણે ય વર્ગોમાં અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના શાસનના ૩૯ જીવોનું વર્ણન છે. ૧ અને ર - આ છઠ્ઠા વર્ગમાં ૧૩ અધ્યયન છે. જેમાં શેઠોનું અને અર્જુનમાલીનું તથા અતિમુક્તક રાજકુમારનું જીવન વર્ણન છે. મકાઈ અને કિકમઃ પ્રાચીનકાળમાં રાજગૃહી નામની નગરી હતી. શ્રેણિક ત્યાંના રાજા હતા. મકાઈ શેઠ તે નગરીમાં રહેતા હતા. તે ધનાઢય અને અત્યંત સમૃદ્ધ હતા. એક વાર ભગવાન મહાવીર સ્વામીનું ત્યાં આગમન થયું. મકાઈ શેઠ ભગવાનના સમવરણમાં ગયા. ભગવાનના દર્શન કર્યાં. વંદન નમસ્કાર કરી ઉપદેશ શ્રવણ કર્યો. તેનો તે દિવસ ધન્ય થઈ ગયો. તે ધર્મના રંગમાં રંગાઈ ગયા. સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી. ઘેર આવીને મોટા પુત્રને ઘરની સંપૂર્ણ જવાબદારી સોંપી દીધી. પુત્ર મહોત્સવની સાથો સાથ હજાર પુરુષ ઉચકે એવી શિબિકામાં બેસાડીને ભગવાનના સમવસરણમાં પહોંચાડ્યા.યોગ્ય સમયે ભગવાને દીક્ષાનો પાઠ ભણાવ્યો. શેઠ હવે મકાઈ અણગાર બની ગયા. સંયમની વિધિઓને શીખીને તે Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ સમિતિ ગુપ્તિવંત બની ગયા. તેમણે સોળ વર્ષ સુધી સંયમ પયાર્યનું પાલન કર્યું. અગિયાર અંગ સૂત્રો કંઠસ્થ કર્યા. ભિક્ષુ પડિમા અને ગુણરત્ન સંવત્સર આદિ વિશિષ્ટ તપશ્ચર્યા કરી. અન્ય પણ માસખમણ સુધીની તપશ્ચર્યાઓથી પોતાની સંયમ આરાધના કરી. અંતે એક મહિનાના સંથારા દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને શ્રેષ્ઠ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. મકાઈ શેઠની જેમ જ કિંકમ શેઠનું પણ વર્ણન છે. દીક્ષા પર્યાય, તપસ્યા, શ્રુતજ્ઞાન, વગેરે પણ સમાન જ છે. અંતમાં કિંકમ શેઠે પણ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. ( અધ્યયન - ૩ ] અર્જુનમાળી – રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. ત્યાં અર્જુન નામનો એક માળી રહેતો હતો. જે ઋદ્ધિ સંપન્ન હતો. તેનો પોતાનો જ એક ખૂબ મોટો બગીચો હતો. તે અર્જુનને બંધુમતી નામની પત્ની હતી. જે સ્ત્રીનાં બધાં જ ગુણો અને લક્ષણોથી સુસંપન્ન હતી. અર્જુનમાળીની પુષ્પવાટિકાની બાજુમાં એક “મુગરપાણિ” નામના યક્ષનું મંદિર હતું. તેમાં મુરપાણિ યક્ષની મૂર્તિ હતી. અર્જુનમાળીના પૂર્વજોની અનેક પેઢીઓથી તે યક્ષની પૂજા કરવામાં આવતી હતી. તે અર્જુન પણ ફૂલ એકઠા કરીને સારા-સારા ફૂલોને અલગ વીણીને તે યક્ષની પ્રતિમાને પુષ્પાર્પણ કરતો; પંચાંગ નમાવીને પ્રણામ કરતો; તેની સ્તુતિ અને ગુણગાન કરતો; પછી ફૂલ અને માળાઓ લઈને રાજમાર્ગ પાસે બેસીને આજીવિકા કમાતો હતો. લલિતા ગોષ્ઠી – તે જ નગરમાં એક લલિતા નામની ગોષ્ઠી (ટોળકી) રહેતી હતી. જેને વર્તમાન ભાષામાં ગુંડાઓની ટોળી' કહી શકાય. તેમાં જે મુખ્ય પુરુષો હતા તે રાજા શ્રેણિકના બાળમિત્રો હતા. પુર્વ પ્રેમ અને વચનબદ્ધ હોવાને કારણે રાજાએ તેમને સર્વ પ્રકારની છૂટ આપી હતી. જેથી તેમની ઉદ્ધત્તાઈ ખૂબ જ વધી ગઈ હતી. નાગરિકો તેમનાથી ખૂબ જ હેરાન થઈ ગયા હતા અને તે ગોષ્ઠી (ટોળકી)ના લોકો પણ નગરીમાં પ્રસિદ્ધ અને પરિચિત થઈ ચૂક્યા હતા. લોકો તેમનાથી ભય પામીને દૂર રહેતાં હતાં. જનતાની ફરિયાદો આવવા છતાં રાજા પૂર્વ પ્રતિજ્ઞાબદ્ધ હોવાને કારણે તેમને ન રોકી શક્યો. તેથી બેરોકટોક તેઓના કુકૃત્યો ચાલતાં જ રહેતા હતાં. મહોત્સવ – એક વાર નગરમાં કોઈ આનંદનો મહોત્સવ હતો. અર્જુન માળીએ સવારે વહેલા ઉઠીને બંધુમતીને પણ સાથે લીધી. કારણ કે ફૂલોનું વેચાણ વિશેષ Jai થવાનું હતું. માળી–માલણ બંને બગીચામાં આવ્યા, ઘણાં બધાં ફૂલ એકઠા કર્યા Page #103 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર ૧૦૩ છાબડીઓ ભરી અને મુદ્રગરપાણિ યક્ષની પૂજા માટે કેટલાંક સુંદર ફૂલો અલગ કર્યા. ગોષ્ઠીના છ પુરુષોનો ઉપદ્રવ – પતિ-પત્ની બંને પક્ષના મંદિર તરફ પહોંચ્યા. લલિત ગોષ્ઠીના પુરુષો પહેલેથી જ તે મંદિરમાં આવી ગયા હતા અને ઇચ્છા પ્રમાણે પોતાની ક્રીડાઓ કરી રહ્યા હતા. અર્જનમાળીને પત્ની સાથે આવતો જોયો અને અંદરોઅંદર વિચાર કર્યો કે અર્જુન માળીને બાંધીને આપણે તેની પત્ની સાથે સુખોપભોગ કરીશું. મંત્રણા કરી તે છયે મોટા પ્રવેશદ્વારની પાછળ સંતાઈ ગયા. અર્જુનમાળી અને બંધુમતીએ મંદિરમાં પ્રવેશ કર્યો. યક્ષને પ્રણામ કર્યા, ફૂલ ચડાવ્યા અને પછી પંચાંગ નમાવીને અર્થાત્ ઘૂંટણો ટેકવીને પ્રણામ કર્યા. તે જ સમયે છ એ પુરુષ એક સાથે નીકળ્યા અને તેને એ જ દશામાં બાંધી, બંધુમતી માલણ સાથે ઈચ્છિત ભોગ ભોગવવા લાગ્યા. અર્થાત્ તેના ઉપર બળાત્કાર કર્યો. આંખોની સામે થઈ રહેલ આ કુકૃત્ય અર્જુન પડ્યો-પડ્યો જોતો જ રહ્યો. કારણ કે અવાજ કરવા છતાં પણ તે ગુંડાઓની સામે કોઈ પણ ન હોતું આવતું. તેના મનમાં યક્ષ પ્રત્યે અશ્રદ્ધા અને શંકાના વિકલ્પો થવા લાગ્યા કે અરે ! બાપ, દાદા અને પરદાદાઓથી પૂજિત આ પ્રતિમા માત્ર કાષ્ઠ જ છે. એમાં જો યક્ષ હોત તો શું તે મારી આપત્તિમાં મદદ ન કરત? આ પ્રમાણે તે મનમાં ને મનમાં ક્રોધિત થયો હતો કે તે જ સમયે યક્ષે ઉપયોગ મૂકીને જોયું અને અર્જુનની અશ્રધ્ધાના સંકલ્પોને જાણી લીધા. યક્ષનો ઉપદ્રવ – પોતાની પ્રતિષ્ઠા ખાતર તે યક્ષે અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો તડાતડ બંધનો તોડી નાખ્યા અને કાષ્ઠની તે પ્રતિમાના હાથમાં રહેલું એક મણ અને સાડા બાવીસ સેર અર્થાત્ ૫૭ કિલોનાં લોઢાનું મુદ્ગર ઉપાડયું. મુદ્ગર લઈને ક્રમશઃ છએ પુરુષોને મુદ્ગરના ઘાથી મોતને ઘાટ ઉતારી દીધા. અને પછી બેભાન(બેધ્યાન) બનીને તેણે બંધુમતી ભાર્યાને પણ મોતને ઘાટ ઉતારી દીધી. અર્જુનના શરીરમાંથી યક્ષ ન નીકળ્યો તેથી યક્ષાવિષ્ટ(પાગલ) બનેલો તે અર્જુન રાજગૃહી નગરીની બહાર ચારેય તરફ ફરતાં-ફરતાં (છ) પુરુષ અને એક સ્ત્રીની હંમેશને માટે ઘાત કરવા લાગ્યો. રાજા શ્રેણિક પણ એ યક્ષની સામે કિંઈ જ ઉપાય ન કરી શકયા. નગરમાં ઘોષણા કરાવી કે કોઈ વ્યકિત કોઈ પણ કામ માટે નગરની બહાર જાય નહીં, કારણ કે નગરની બહાર યક્ષાવિષ્ટ અર્જુન માળી મુબૈર લઈને ફરી રહ્યો છે અને મુદ્ગરના પ્રહારથી સ્ત્રી-પુરુષોને મારી નાખે છે. આ પ્રમાણે તેણે પાંચ મહિના અને તેર દિવસમાં ૧૧૪૧ સ્ત્રી પુરુષોના પ્રાણ હર્યા. આ સંખ્યા મૂળ પાઠમાં નથી પણ શ્રેણિક ચરિત્રમાં મળે છે. ભગવાનનું પદાર્પણ :– વિચરણ કરતા ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં પધાર્યા. તેઓ ગુણશીલ બગીચામાં બિરાજ્યા. નગરના લોકોને Page #104 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ ન સમાચાર મળ્યા. પરંતુ યક્ષાવિષ્ટ અર્જુનના ભયથી કોઈ પણ ભગવાનની પાસે જવા માટે તૈયાર ન થયા. બધા અંદરો-અંદર એક-બીજાને પણ ના પાડવા લાગ્યા. સુદર્શન શ્રાવકની અદ્ભુત પ્રભુ ભક્તિ :– તે નગરીમાં સુદર્શન શ્રમણોપાસક રહેતા હતા. જે આગમ વર્ણિત શ્રાવકનાં બધાં જ ગુણોથી યુક્ત હતા; દઢ ધર્મી અને પ્રિયધર્મી હતા. જ્યારે તેમણે ભગવાનના આગમનની વાત સાંભળી ત્યારે તેમણે દર્શન કરવા જવાનો સંકલ્પ કર્યો. માતા-પિતા પાસે આજ્ઞા માંગી. ઉત્તર-પ્રત્યુત્તર થયા. પિતાનું કહેવું હતું કે અહીંથી જ ભગવાનને વંદન કરી લો. બહાર યક્ષનો પ્રકોપ છે, પ્રભુ કેવલજ્ઞાની છે. માટે તમારા વંદન સ્વીકારી લેશે. પરંતુ સુદર્શનના ઉત્તરમાં દઢતા હતી કે જ્યારે નગરીની બહાર જ ભગવાન પધાર્યા છે તો તેમની સેવામાં જઈને જ દર્શન કરવા જોઈએ. ઘેર બેસીને તો હંમેશાં દર્શન કરીએ જ છીએ. અત્યંત આગ્રહ કર્યા પછી આજ્ઞા મળી ગઈ. નગરીની બહાર અર્જુનનો ઉપદ્રવ તો હતો જ. ૧૦૪ કારણ કેટલાક ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ એ જ આશામાં હતાં કે કોઈને કોઈ ધર્મવી૨ અવશ્ય માર્ગ કાઢશે. સુદર્શનને જતાં જોઈને કેટલાયે લોકોએ આશા બાંધી. કે નગરમાં તેની પ્રતિષ્ઠા સારી હતી. ધીર, વીર, ગંભીર, અલ્પભાષી સુદર્શન એકલા જ નગરની બહાર નીકળ્યા. ગુણશીલ બગીચામાં જવાની દિશાના માર્ગમાં જ યક્ષાવિષ્ટ અર્જુનમાળીનું પડાવસ્થળ અર્થાત્ મુદ્ગરપાણિનું યક્ષાયતન આવ્યું. અર્જુનમાળીએ દૂરથી સુદર્શનને પોતાની તરફ આવતા જોયા. તે ઉઠ્યો અને સુદર્શન તરફ મુન્દ્ગર ફેરવતો ફેરવતો ચાલ્યો. ભક્તિની અનુપમ શક્તિ :- સુદર્શન શેઠે યક્ષાવિષ્ટ અર્જુનને દૂરથી આવતો જોઈને શાંતિથી ભૂમિ પ્રમાર્જન કર્યું અને બેસી ગયા. અરિહંત-સિદ્ધોને નમસ્કાર કરીને સાગારી સંથારો ધારણ કર્યો. ઉપસર્ગથી મુક્ત થવાનો આગાર રાખ્યો. યક્ષાવિષ્ટ અર્જુન નજીક આવ્યો અને જોયું કે સુદર્શન પર મુદ્ગરનો પ્રહાર લાગતો નથી. તેણે ચારેય તરફ મુન્દ્ગરને ઘુમાવીને તેનાથી મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ મુદ્ગર આકાશમાં જ સ્થિર થઈ ગયું અને સુદર્શન ઉપર પડ્યું જ નહીં. ત્યારે સુદર્શન પાસે જઈને યક્ષ તેને એકી ટસે જોવા લાગ્યો. તો પણ કંઈ જોર ચાલ્યું નહીં; એટલે એ યક્ષ અર્જુન માળીના શરીરમાંથી નીકળી ને મુદ્ગર લઈને ચાલ્યો ગયો. ઉપદ્રવની સમાપ્તિ :– યક્ષના નીકળી જવાથી અર્જુનનું દુર્બલ બનેલું શરીર ભૂમિ પર પડી ગયું. ઉપસર્ગની સમાપ્તિ થઈ એમ જાણીને સુદર્શન શ્રમણો- પાસક પોતાના વ્રત-પ્રત્યાખાનથી નિવૃત્ત થયા; અર્જુનની સારસંભાળ કરી. થોડી જ વારમાં સ્વસ્થ થઈને તે ઉઠયો અને તેણે સુદર્શનને પૂછ્યું કે તમે કોણ છો ? અને કયાં જાઓ છો ? ઉત્તરમાં સુદર્શને પોતાના મંતવ્યો પ્રગટ કર્યાં. અર્જુનમાળી પણ Page #105 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર ૧૦૫ ભગવાનના દર્શન કરવા માટે સાથે ચાલ્યો. ખબર ફેલાતા વાર ન લાગી. નગરીના લોકોએ મુદ્ગરને જતાં જોઈ લીધું. સુદર્શન અને અર્જુનની પાછળ લોકોના ટોળેટોળા પણ ભગવાનના દર્શન કરવા પહોંચી ગયાં. સુદર્શન અને અર્જુન સહિત વિશાળ પરિષદને ભગવાને ધર્મોપદેશ આપ્યો. અર્જુનની દીક્ષા :- અર્જુનમાળીનું અંધકારમય જીવન ભગવાનની વાણીથી પ્રકાશમય બની ગયું. વીતરાગ ધર્મમાં તેને શ્રદ્ધા અને રુચિ થઈ. સંયમ અંગીકાર કરવો, એમ એણે જીવન માટે સાર્થક સમક્યું. તેની પત્ની બંધુમતી તો મરી જ ચુકી હતી. તેને એક પણ સંતાન ન હતું. ભગવાન સમક્ષ પોતાના સંયમ લેવાના ભાવો પ્રગટ કર્યા. ભગવાનની સ્વીકૃતિ મળી ગઈ. તે જ સમયે લોચ કર્યો; વસ્ત્ર પરિવર્તન કર્યા અને ભગવાન સમક્ષ પહોંચ્યા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તેને સંયમનો પાઠ ભણાવ્યો. અહીં આજ્ઞા લેવાનું વર્ણન નથી. કદાચ રાજાની આજ્ઞાથી દીક્ષા આપી દેવામાં આવી હશે. અર્જુન અણગારને પરીષહ ઉપસર્ગ – અર્જુન અણગારે સંયમ વિધિ અને સમાચારીનું સંક્ષેપમાં જ્ઞાન મેળવ્યું. આજીવન નિરંતર છઠ-છઠ પારણા કરવાની પ્રતિજ્ઞા કરી અર્થાત્ દીક્ષા લઈને જ છઠના પારણે છઠની તપશ્ચર્યા પ્રારંભી દીધી. પ્રથમ પારણામાં ભગવાનની આજ્ઞા લઈને તે સ્વયં ગોચરી ગયા. રાજગૃહીમાં જ અર્જુન માળીએ ૧૧૪૧ મનુષ્યોની હત્યાઓ કરી હતી. આજે એ જ અર્જુન અણગાર તે જ નગરીમાં ભિક્ષા માટે નીકળ્યા. માર્ગમાં ચાલતી વખતે અથવા કોઈ પણ ઘરમાં પ્રવેશ કરતી વખતે તેની આસ-પાસ કેટલાય બાળકો, જુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ, પુરુષો વગેરે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા– આ અર્જુને મારા પિતાને માર્યા, તેણે મારા ભાઈને માર્યો, તેણે મારી બહેનને મારી, એવું કહેવા લાગ્યા, કેટલાક લોકો તાડન, પીડન કરી પરેશાન કરતાં કેટલાક મારપીટ કરતાં, ધકકા મારતાં, અને પથ્થર ફેંકતાં, કેટલાક ઘરમાંથી તેને પકડીને બહાર કાઢતાં, તે બધા વ્યવહારોને અર્જુનમુનિ સમભાવથી સહન કરતાં મનમાં પણ કોઈ પ્રત્યે રોષ ભાવ ન કરતાં, આર્તધ્યાનથી મુક્ત થઈને શાંત અને ગંભીર ભાવોને ધારણ કરીને અર્જુન અણગારે છઠના પારણામાં ભિક્ષાર્થે ભ્રમણ કર્યું. આ પ્રકારની પરિસ્થિતિમાં રાજગૃહી નગરીમાં તેને ખૂબ જ મુશ્કેલીથી આહાર-પાણી મળ્યા. જે કંઈ પણ મળ્યું તેમાં જ સંતોષ માની ઉધાનમાં પાછા ફર્યા. ભગવાન પાસે પહોંચીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. દોષોની આલોચના કરી અને આહાર દેખાડયો. પછી ભગવાનની આજ્ઞા લઈને રાગ-દ્વેષના ભાવોથી રહિત થઈને તે આહાર પાણી વાપર્યા. અર્જુન અણગારની મુક્તિ :- અર્જુન અણગારે આ પ્રમાણે છ મહિના સુધી Page #106 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ શુદ્ધ સંયમનું પાલન કર્યું. છઠના પારણે છઠ અને સમભાવોથી તેણે પોતાના કર્મોના દલિકો તોડી નાખ્યાં; અલ્પ દીક્ષા પર્યાય અને પંદર દિવસના સંથારા વડે અર્જુન મુનિએ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને મોક્ષની પ્રાપ્તિ કરી. શિક્ષા-પ્રેરણાઃ (૧) અનુચિત આજ્ઞા કે વચનને નિભાવવાનો આગ્રહ કરવો યોગ્ય ન કહી શકાય; તેનાથી અત્યંત અહિત થાય છે, એવું જાણીને તે વચનકે આજ્ઞાને પરિવર્તિત કરી દેવું એ જ વિવેકપૂર્ણ વ્યવહાર છે.અન્યથા તે દુરાગ્રહ હાનિકર સિદ્ધ થાય છે.લલિત તે ગોષ્ઠી પર અંકુશ ન મૂકવાને કારણે રાજા શ્રેણિકની રાજધાનીના નાગરિકોમાં અશાંતિ વધી, રાજાની ઈજજત પણ ઘટી અને સેંકડો લોકોનો સંહાર થયો. તેથી ખોટી અહિતકર પ્રતિજ્ઞા કે વચનનો કયારે ય પણ આગ્રહ ન રાખવો જોઈએ. (૨) તીર્થંકર ભગવાનના પગલાં થયા પછી તે ક્ષેત્રમાં થઈ રહેલા ઉપદ્રવ કે રોગાતંક કોઈપણ નિમિત્તે શાંત થઈ જાય છે. અર્જુનનો ઉપદ્રવ પણ સુદર્શન શ્રાવકના નિમિત્તથી દૂર થયો. મૂળ કારણ તો ભગવાનનું આગમન જ સમજવું જોઈએ. જેના કારણે દૈવી શકિત પણ સ્તબ્ધ થઈ ગઈ. ૧૦૬ (૩) કોઈ પણ વ્યક્તિના ભૂતકાળના જીવન પરથી વર્તમાન સમયમાં તેના પર ધૃણા કરવી, તે સજ્જનતા નથી પરંતુ દુર્જનતા છે.દિશા બદલતાં જ વ્યકિતની દશા બદલી જાય છે. ભૂતકાળની દૃષ્ટિથી જ વ્યક્તિને જોતાં રહેવું એ માનવની એક તુચ્છ અને મલિન વૃત્તિ છે. વ્યકિતનો ક્યારે કેટલો વિકાસ થાય છે, એ વાતનો પણ વિવેક રાખવો જોઈએ. પાપીમાં પાપી પ્રાણી, પણ પોતાનું જીવન પરિવર્તિત કરી નાખેછે. પ્રદેશી રાજા, અર્જુનમાળી, પ્રભવ ચોર ઈત્યાદિક અનેક તેનાં ઉદાહરણો છે. કવિના શબ્દોમાં :- - ઘૃણા પાપ સે હો, પાપી સે નહિઁ કભી લવલેશ, ભૂલ સુજાકર ન્યાય માર્ગમેં., કરો યહી યત્નેશ; યહી હૈ મહાવીર સંદેશ (૪) કોઈ પણ ધાર્મિક વ્યક્તિ કે માનવ અથવા પ્રાણી માત્રથી ઘૃણા કરવી કે તેની નિંદા કરવી, એ નિમ્ન કક્ષાના લોકોનું કામ છે.સજજન અને વિવેકી ધર્મીજનનું તો એ જ કર્તવ્ય છે કે તે કોઈ પણ વ્યક્તિની નિંદા કે ઘૃણા ન કરે અને નિંદાનો વ્યવહાર પણ ન કરે. પાપ અથવા પાપમય સિદ્ધાંતની નિંદા કરવી કે ઘૃણા રાખવી ગુણ છે અને પાપી વ્યકિતથી ઘૃણા કરવી તે અવગુણ અને અધાર્મિકતા છે. (૫) ભગવાને સેંકડો માનવોના હત્યારા અર્જુન પ્રત્યે જરાપણ ઘૃણા કે છૂતાછૂત જેવો વ્યવહાર ન કર્યો. ભગવાનની વાત તો દૂર રહી, પરંતુ તે ભગવાનનો એક ઉપાસક (સુદર્શન શેઠ) પણ તેને દુષ્ટ, હત્યારા જેવા શબ્દ પ્રયોગ વડે નથી ધુત્કારર્યો Jain પરંતુ તેની તત્કાળ સેવા-પરિચર્યા કરી છે. તેને ભગવાનના સમવસરણમાં પોતાની rg તે Page #107 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર સાથે લઈ ગયા. ભગવાને પણ તેને તે જ દિવસે તે જ હાલતમાં પોતાની શ્રમણ સંપદામાં ગ્રહણ કરી લીધો હતો. આ દષ્ટાંત દ્વારા આપણને હૃદયની વિશાળ તાનો આદર્શ શીખવા મળે છે. જેને આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને તુચ્છતા તેમજ સંકુચિતતા આદિ અવગુણોને તિલાંજલિ આપવી જોઈએ. (૬) અર્જુને અલ્પ સમયમાં જ પોતાના જીવન અને વિચારોને તીવ્ર ગતિથી ફેરવી નાખ્યા. આજે આપણે પણ આપણી સાધનામાં માન-અપમાન, ઈર્ષ્યા-દ્વેષ, કષાય આદિ પ્રવૃત્તિઓનું ઉપશમન કરવામાં અને પોતાના આત્માને સમભાવોમાં તેમજ સહજ ભાવોમાં સંલગ્ન કરવામાં વિલંબ ન કરવો જોઈએ વર્ષો સુધીનું ધાર્મિક જીવન કે શ્રમણ પર્યાય વીતી જાય તેમ છતાં પણ આપણે કયારેક તો અશાંત બની જઈએ છીએ; ક્યાંક આપણે માન-અપમાનની વાતો કરીએ છીએ, તો કયારેક બીજા લોકોના વ્યવહારની ચર્ચા કરીએ છીએ; કોઈની નિંદામાં અને તિરસ્કારમાં રસ લઈએ છીએ; જીવનની થોડીક અને ક્ષણિક સુખમય ક્ષણોમાં આપણે ફૂલી જઈએ છીએ; તો કયારેક મુર્જાઈને મ્લાન અને ઉદાસીન બની જઈએ છીએ. આ સર્વ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ મૂળ માર્ગથી ભટકવા સમાન છે, ચલિત થવા બરાબર છે. એનાથી સંયમની સફળતા કે ધર્મ જીવનની સફળતા ન મળી શકે. (૭) આપણા આત્મ પ્રદેશના કણ-કણમાં અને વ્યવહારિક જીવનમાં જ્યારે ધાર્મિકતા, ઉદારતા, સરળતા, નમ્રતા, શાંતિ, ક્ષમા, વિચારોની પવિત્રતા અને પાપી-ધર્મ બધા પ્રત્યે સહજ સ્વાભાવિકતાનો વ્યવહાર આવશે, ત્યારે જ અર્જુન અને ગજસુકુમાર જેવા ઉદાહરણો સાંભળવાનો આપણને સાચા અર્થમાં લાભ પ્રાપ્ત થશે. ૧૦ (૮) ગૃહસ્થ જીવન હોય કે સંયમ જીવન, ધર્મના આચરણો દ્વારા આપણા જીવનમાં શાંતિ, પ્રેમ, મૈત્રી, માધ્યસ્થ ભાવ અને સમભાવની વૃદ્ધિ થવી જોઈએ. એથી વિપરીત જો કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અશાંતિ, અપ્રેમ, અમૈત્રી, વિપરીત ભાવ અને વિષમભાવ રહે તો સમજવું જોઈએ કે આત્મામાં ધર્મનું સાચા અર્થમાં પરિણમન થયું નથી. પરંતુ મારું ધર્માચરણ માત્ર દેખાવ પૂરતું કે દ્રવ્ય આચરણરૂપ જ થયું છે. આ જાણીને પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ ધર્મનો સાચા અર્થમાં લાભ અને સાચો આનંદ લેવા માટે આત્માને હંમેશને માટે સુસંસ્કારોથી સિંચિત કરતા રહેવુ જોઈએ. પોતાના દુર્ગુણો અને અવગુણોને શોધી શોધીને કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આત્મ ગુણોની વૃદ્ધિ કરવી જોઈએ. (૯) સુદર્શન શ્રાવકના જીવનમાંથી ધર્મપ્રેમની ઉત્કૃષ્ટતા, દઢતા અને નિર્ભીકતાનો બોધપાઠ લેવો જોઈએ. ગંભીરતા અને વિવેક તથા સંકટમાં પણ શાંતિ સહ સંથારો કરવાની શિક્ષા પણ લેવી જોઈએ. (૧૦) એક જ ઉત્તમ વ્યકિત આખાયે નગરને સુખી અને ઘરને સ્વર્ગ સમાન Page #108 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ બનાવી દે છે; તેમજ એક અધર્મી વ્યક્તિ સંપૂર્ણ નગરને સંકટમાં નાખી દે છે અને ઘરને નર્કમય બનાવી દે છે. તેથી પોતાની જવાબદારી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કોઈમાં પણ કુસંસ્કાર કે અન્યાય, અનીતિ વૃદ્ધિ ન પામે એનો વિવેક અવશ્ય રાખવો જોઈએ. ૧૦૮ (૧૧) લલિતગોષ્ટીના કરતૂતોથી નાગરિકજન હેરાન પરેશાન થઈ ગયાં હતાં અને અંતમાં યક્ષના ઉપદ્રવના ભયાનક સંકટથી ગ્રસ્ત બન્યા હતા. (૧૨) એક જ સુદર્શન શ્રમણોપાસકના કર્તવ્યથી નગરમાં હર્ષ-હર્ષ થઈગયો, શ્રેણિક રાજાની ચિંતા પણ ટળી ગઈ અને અર્જુનનો પણ બેડો પાર થઈ ગયો. (૧૩) આપણને પણ ભગવાનની વાણી રૂપ શાસ્ત્ર શ્રવણ અને ગુરુ ભગવંતો જેવાં જ્ઞાનીઓનો શુભ સંયોગ મળ્યો છે. તેનાથી આપણો પણ બેડો પાર થઈ જ જવો જોઈએ. તેમ જાણી જે સાધક ધર્માચરણ અને ભાવોની વિશુદ્ધિમાં વૃદ્ધિ કરીને આત્મોન્નતિ કરશે તેનો અવશ્ય બેડો પાર થશે. છઠ્ઠો દિવસઃ વર્ગ - ૬ : અધ્યયન થી ૧૪ ૪. કાશ્યપ ૫. પ્રથમ અધ્યયનમાં વર્ણવાયેલ ‘મકાઈ શેઠ’ ની જેમ ક્ષેમક ૬. ધૃતિધર ૭. કૈલાશ ૮. હરિચન્દન ૯. વારતક ૧૦. સુદર્શન ૧૧. પૂર્ણભદ્ર ૧૨. સુમનભદ્ર ૧૩. સુપ્રતિષ્ઠિત ૧૪. મેઘ. આ અગિયાર ગાથાપતિ શેઠોનું ગૃહસ્થ જીવન, વૈરાગ્ય, ભગવાન મહાવીર પાસે દીક્ષા, અગિયાર અંગનું જ્ઞાન અને તપ, સંથારો તથા મોક્ષ જવા સુધીનું વર્ણન છે. વિશેષતા એ છે કે - (૪) કાશ્યપ શેઠ રાજગૃહી નગરીના નિવાસી હતા. તેમણે ૧૬ વર્ષ સુધી સંયમ પાળ્યો. (૫) ક્ષેમક શેઠ અને (૬) દ્યુતિધર શેઠ કાકંદીના નિવાસી હતા. દીક્ષા પર્યાય ૧૬ વર્ષનો હતો. (૭–૮) કૈલાશ શેઠ અને હરિચન્દન શેઠ સાકેત નગરના નિવાસી હતા. તેઓએ બાર વર્ષ સુધી દીક્ષા પાળી. (૯) વારતક શેઠ રાજગૃહીના નિવાસી હતા. બાર વર્ષ સુધી સંયમ પાળ્યો. (૧૦–૧૧) સુદર્શન શેઠ અને પૂર્ણભદ્ર શેઠ વાણિજ્ય ગ્રામ નામના નગરના નિવાસી હતા અને તેઓનો દીક્ષા પર્યાય પાંચ વર્ષનો હતો. (૧૨) સુમનભદ્ર શેઠ શ્રાવસ્તીના નિવાસી હતા. તેમનો દીક્ષા પર્યાય અનેક વર્ષનો હતો. (૧૩) સુપ્રતિષ્ઠિત શેઠ શ્રાવસ્તી નગરીના રહેવાસી હતા. સતાવીશ વર્ષનો તેમનો દીક્ષા પર્યાય હતો. (૧૪) મેઘ નામના શેઠ રાજગૃહીના નિવાસી હતા. તેમનો દીક્ષા પર્યાય ઘણાં વર્ષોનો હતો. તેઓ બધા વિપુલ પર્વત પર એક મહિનાનો સંથારો આદરી સિદ્ધ થયા. Page #109 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર ૧૦૯ છે કે આ અધ્યયન - ૧૫: એવંતા મુનિવર પોલાસપુરી નગરીમાં વિજય રાજા રાજ્ય કરતા હતા. તેમને શ્રીદેવી નામની રાણી હતી. તેણીએ એક સુંદર સુકુમાર પુત્રને જન્મ આપ્યો. જેનું નામ અતિમુક્તકુમાર રાખ્યું. તેનું પ્રસિદ્ધ નામ "એવંતા" છે. ગૌતમ ગણધર અને બાળક એવંતાકુમાર :– ભગવાન મહાવીર વિચરણ કરતાં-કરતાં તે નગરીમાં પધાર્યા. એક દિવસ ભગવાનના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી છઠના પારણા માટે ગોચરી પધાર્યા. એવંતાકુમાર હજી બાલ્યાવસ્થામાંથી પસાર થઈ રહ્યા હતા. કલાચાર્ય પાસે અભ્યાસ માટે તેમને નહોતા મોકલ્યા. હતા. આઠ વર્ષની આસપાસ તેની ઉંમર હતી. તેઓ પોતાના મિત્રો, બાળક-બાલિકાઓ સાથે ઘેરથી નીકળ્યા અને રાજભવનની નજીક જ રહેલાં ક્રીડા સ્થાનમાં રમતના મેદાનમાં જઈને રમવા લાગ્યા. ગૌતમ સ્વામી તે ખેલના મેદાનની બાજુમાંથી પસાર થયા. એવંતાની દષ્ટિ ગૌતમ અણગાર પર પડી. તેનું મન રમત છોડીને ગૌતમ સ્વામી તરફ ખેંચાઈ ગયું. તે ગૌતમ અણગારની નજીક પહોંચ્યો અને પૂછવા લાગ્યો કે તમે કોણ છો? અને શા માટે ફરી રહ્યા છો? ગૌતમ ગણધરે બાળકની વાતની ઉપેક્ષા ન કરી પણ બરાબર ઉત્તર આપ્યો કે અમે શ્રમણ નિગ્રંથ છીએ અર્થાત્ જૈન સાધુ છીએ અને ભિક્ષા દ્વારા આહાર–પાણી લેવા માટે ભ્રમણ કરીએ છીએ એવંતાકુમાર મૂળ અને સાચો હેતુ સમજી ગયો અને અવિલંબ તેણે નિવેદન કર્યું કે- તમે મારા ઘરે ચાલો, હું આપને ભિક્ષા અપાવીશ. એવું કહીને ગૌતમ ગણધરની આંગળી પકડી લીધી અને પોતાને ઘેર લઈ જવા લાગ્યો. શ્રીદેવીનું સુપાત્ર દાન અને વ્યવહાર – એવંતાની માતા શ્રીદેવીએ દૂરથી જ ગૌતમ સ્વામીને આવતા જોઈ લીધા. તે અતિ હર્ષિત થઈ. આસન પરથી ઉભી થઈને સામે આવી. ગૌતમ સ્વામીની નજીક આવીને ત્રણ વાર આવર્તન સાથે વંદન-નમસ્કાર રૂપે અભિવાદન કર્યું અને પછી રસોઈઘરમાં લઈ ગઈ. પ્રસન્નતા અને વિવેકપૂર્વક ઈચ્છિત આહાર પાણી ગૌતમ સ્વામીને વહોરાવ્યા અને તેમને સન્માન પૂર્વક વિદાય આપી. એવંતાકુમાર આ બધુ જોઈને મનમાં ખુશ થઈ રહ્યા હતા, કે હું જેને લઈ આવ્યો છું તે મારા પિતા(રાજા) કરતાં પણ ખૂબ જ મોટા વ્યક્તિ છે. જેમનું મારી માતાએ ભક્તિપૂર્વક સ્વાગત કર્યું અને પ્રણામ કર્યા. એવંતાની જિજ્ઞાસા અને ભગવાનના દર્શન – ગૌતમ સ્વામી ઘેરથી જેવાય બહાર નીકળ્યા કે તરત જ એવંતાએ પૂછ્યું કે તમે કયાં રહો છો? કયાં જાઓ છો? ગૌતમ સ્વામીએ એવંતાના પ્રશ્નોની ઉપેક્ષા ન કરતાં, સ્પષ્ટીકરણ કર્યું કે નગરની Jai બહાર શ્રીવન બગીચામાં અમારા ધર્મગુરુ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી Jain Education Interational rivate & FOS 1 Use nelibrary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ બિરાજી રહ્યા છે. ત્યાં અમે રહીએ છીએ. ત્યાં હું જઈ રહ્યો છું. ગૌતમ સ્વામીની વાતો અને તેમના દર્શન તથા વ્યવહારથી એવંતાકુમારને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. આથી તેણે ગૌતમસ્વામીને નિવેદન કર્યું કે હું પણ તમારી સાથે ભગવાનના ચરણ-વંદન કરવા આવું છું. ગૌતમ સ્વામીએ સાધુ ભાષામાં તેમને સ્વીકૃતિ આપી. એવંતાકુમાર ગૌતમ સ્વામીની સાથે જ ભગવાનની સેવામાં પહોંચીને વિધિ સહિત વંદન કરી ભગવાનની સમીપ બેસી ગયા. ગૌતમ સ્વામી ભગવાનને આહાર બતાવીને પોતાના સ્થાને ચાલ્યા ગયા. એવતાને વૈરાગ્યનો રંગ :- ભગવાને અવસર જાણીને એવંતાને લક્ષ્યમાં રાખીને અને બીજા પણ ત્યાં ઉપસ્થિત શ્રોતાઓને ધ્યાનમાં રાખીને વૈરાગ્યમય ધર્મોપદેશ આપ્યો. ભગવાનના સરળ સીધા વાક્યો એવંતાના હૃદયમાં સોંસરવા ઉતરી ગયા. તેનો તે દિવસ અને સંયોગ ધન્ય બની ગયા. અલ્પ સમયના સત્સંગે તેના દિલમાં સંયમ લેવાનાં દઢ સંકલ્પને ભરી દીધો. તેના ભીતરમાં છેક સુધી વૈરાગ્યનો રંગ પ્રસરી ગયો. ભગવાન પાસેથી સંયમની સ્વીકૃતિ લઈને તે ઘરે પહોંચ્યો. માતા-પિતાને સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. માતા ખૂબ જ ખુશ થઈ અને તેની ભૂરિ-ભૂરિ પ્રશંસા કરી અને અંતે દીક્ષા લેવાની વાત પણ તેમને કહી સંભળાવી. માતાની સાથે સંવાદ ઃ શ્રીદેવી :- :- માતા તેની વાતની ઉપેક્ષા કરી કહેવા લાગી કે હજી તો તું નાસમજ અને નાદાન છે. તું હમણાંથી દીક્ષા અને ધર્મમાં શું સમજે? એમ કહીને તેને ટાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ એવંતાકુમાર વાસ્તવમાં નિર્ભીક બાળક હતો. તેણે અપરિચિત ગૌતમ સ્વામી સાથે વાત કરવામાં પણ હિચકિચાટ ન હોતો અનુભવ્યો. તો પછી માતાની સામે તેને શું સંકોચ થાય ? અને કરે પણ શા માટે ? તેણે તરત જ પોતાની વાત માતાની સમક્ષ મૂકી દીધી. એવંતા :– હે માતા ! તમે મને નાસમજ કહીને મારી વાતને ટાળવા ઇચ્છો છો. પરંતુ હે માતા ! હું– જે જાણું છું તે નથી જાણતો અને નથી જાણતો તે જાણું છું. માતા વાસ્તવમાં વાતને ટાળવા ઈચ્છતી હતી પરંતુ એવંતાના આ વાકયોએ માતાને મુંઝવી દીધી. તે પણ આ વાકયોનો અર્થ ન સમજી શકી અને એવંતાને આવા પરસ્પર વિરોધી વાકયોનો અર્થ પૂછવા લાગી. એવતાએ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી શિક્ષા ગ્રહણ કરી હતી અને સ્વયં એક બુદ્ધિનિધાન અને હોંશિયાર વ્યક્તિ હતી. માતાની મુંઝવણનું સમાધાન Page #111 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર કરતાં તેણે કહ્યું કે– (૧) હે માતા-પિતા ! હું જાણું છું કે જે પ્રાણી જન્મ્યો છે તે અવશ્ય મરવાનો છે. હું પણ અવશ્ય મરીશ. પરંતુ કયારે, કયાં અને કેવી રીતે મરીશ એ હું નથી જાણતો. અર્થાત્ આ ક્ષણભંગુર વિનાશી મનુષ્યનું શરીર કયારે સાથ છોડી દેશે, કયારે મૃત્યું થશે, તે હું જાણતો નથી. (૨) હે માતા પિતા ! હું એ નથી જાણતો કે હું મરીને કયાં જઈશ ? કઈ ગતિ કે યોનિમાં મને જન્મવું પડશે? પરંતુ હું એ જાણું છું કે જીવ જેવા કર્મો આ ભવમાં કરે છે તે અનુસાર તેને ફળ મળે છે. તદનુસાર જ તે તેવી ગતિ અને યોનિમાં ઉત્પન્ન થશે. અર્થાત્ જીવ સ્વકૃત કર્માનુસાર જ નરક-સ્વર્ગ આદિ ચતુર્ગતિમાં જન્મે છે, તે હું જાણું છું. ૧૧૧ ઉત્તરનો સાર ઃ– તેથી હે માતા-પિતા ! ક્ષણભંગુર અને નશ્વર એવા માનવ ભવમાં શીઘ્ર ધર્મ અને સંયમનું પાલન કરી લેવું જોઈએ. એ જ બુદ્ધિમાની છે. આમ કરવાથી, ક્ષણિક એવા આ માનવ ભવનો અપ્રમત્તતા પૂર્વક ઉપયોગ થઈ જશે. અને મર્યા પછી પણ પરિણામ સ્વરૂપ સદ્ગતિ જ મળશે. આ રીતે સંયમ ધર્મની આરાધનાથી જીવ સ્વર્ગ અથવા મુક્તિગામી જ બને છે. અન્ય બધાં જ દુર્ગતિના માર્ગો બંધ થઈ જાય છે. તેથી હે માતા-પિતા ! હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે દીક્ષિત થવા ઇચ્છું છું, તમે મને આજ્ઞા આપો. આ પ્રમાણે એવતાએ પોતાના વાક્યોની સત્યતા સાબિત કરી આપી કે– (૧) જે હું જાણું છું તે નથી જાણતો અને (૨) જે હું નથી જાણતો તે હું જાણું પણ છું. તેનો મૂળપાઠ આપ્રમાણે છે – [ વેવ ગાળામિ, તેં રેવ ન ગાળામ; ન સેવ ન ગાળામિ, તં દેવ जाणामि । એવતા રાજા ઃ– અન્ય પ્રકારે પણ માતા-પિતાએ તેને સમજાવવાનો અને ટાળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એવતાની રુચી અને લગન અંતરની સમજપૂર્વકની હતી. તેનો નિર્ણય સબળ હતો. આથી માતા-પિતા તેના વિચારો પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યા. ત્યારે તેઓએ પોતાના મનની સંતુષ્ટિ માટે એવતાને એક દિવસનું રાજ્ય આપ્યું અર્થાત્ એવંતાનો રાજ્યાભિષેક કરી પોતાની હોંશ અને તમન્ના પૂરી કરી. એવંતા એક દિવસ માટે રાજા બન્યો. પરંતુ બાળક હોવા છતાં પણ તેની દિશા તો બદલી જ ચૂકી હતી. તે બાલ રાજાએ માતા-પિતાના પૂછવાથી પોતાની દીક્ષા સંબંધી આદેશ આપ્યો. એવંતાની દીક્ષા ઃ માતા-પિતાએ પોતાની ઈચ્છાનુસાર તેનો દીક્ષા મહોત્સવ કર્યો અને ભગવાન મહાવીરની સમક્ષ લઈ જઈને શિષ્યની ભિક્ષા અર્પિત કરી. અર્થાત્ તે બાલકુમાર એવંતાને દીક્ષિત કરવાની અનુમતિ આપી દીધી. ભગવાને તેમને દીક્ષાપાઠ ભણાવ્યો અને સંક્ષેપમાં સંયમાચારનું જ્ઞાન અને અભ્યાસ કરાવ્યા. Page #112 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ એવંતા મુનિની દ્રવ્ય નૈયા તરી :- એક દિવસ વર્ષાઋતુમાં વર્ષા વરસ્યા પછી શ્રમણ શૌચ ક્રિયા માટે નગરની બહાર જઈ રહ્યા હતા. એવંતામુનિ પણ સાથે ગયા. નગરની બહાર થોડા દૂર આવીને પાત્રી અને પાણી આપીને શ્રમણોએ તેમને બેસાડી દીધો અને તે શ્રમણ પોતે થોડે દૂર ચાલ્યા ગયા. કુમાર શ્રમણ શૌચ ક્રિયાથી નૃિવત્ત થઈને સૂચિત કરાયેલી જગ્યાએ જઈને શ્રમણોની પ્રતિક્ષા કરવા લાગ્યા. ત્યાં એક તરફ વર્ષાનું પાણી મંદગતિથી વહીને જઈ રહ્યું હતું. તે જોઈને એવંતા મુનિને ક્ષણભર માટે બાલ્યભાવ જાગી ઉઠ્યો. તેમાં તે સંયમ સમાચારીને ભૂલી ગયા. આજુ-બાજુની માટી લીધી અને પાણીનાં વહેણને રોકી દીધું. તે રોકાયેલા પાણીમાં પાત્રી મૂકી તેને ધક્કા મારીને આ પ્રમાણે બોલવા લાગ્યા કે મારી નાવ તરે છે... મારી નાવ તરે છે....! આ પ્રમાણે ત્યાં રમતાં-રમતાં પોતાનો સમય પસાર કરવા લાગ્યા. થોડી જ વારમાં સ્થવિરો પણ શૌચ ક્રિયાથી નિવૃત્ત થઈને આવી પહોંચ્યા. દૂરથી જ તેઓએ એવંતાકુમાર શ્રમણને રમતાં જોઈ લીધો. નજીક આવ્યાં ત્યારે તો એવંતા મુનિ પોતાની રમતથી નિવૃત્ત થઈને તેમની સાથે ચાલવા લાગ્યા. સ્થવિરોનું સમાધાન :– શ્રમણોના મનમાં એવંતામુનિનું એ દશ્ય ભમવા લાગ્યું તેઓ ભગવાન પાસે પહોચ્યા અને પ્રશ્ન કર્યો કે ભંતે ! આપનો અંતેવાસી શિષ્ય એવંતાકુમાર શ્રમણ કેટલા ભવો કરીને મોક્ષ જશે ? ૧૧૨ ભગવાને ઉત્તર આપતાં કહ્યું કે હે આર્યો ! આ કુમાર શ્રમણ એવંતા આ જ ભવમાં મોક્ષમાં જશે. તમે લોકો તેનાથી કોઈપણ જાતનો ધિક્કાર, ઘણા કુતૂહલભાવ ન કરતાં, સમ્યક્ પ્રકારે એને શિક્ષિત કરો અને સંયમ ક્રિયાઓથી તેને અભ્યસ્ત કરો. તેની ભૂલ પર હીન ભાવના કે ઉપેક્ષાના ભાવો ન લાવતાં બાલશ્રમણની બરાબર સંભાળ લ્યો, વિવેકપૂર્વક જ્ઞાન પ્રદાન કરો અને સેવા આદિ કરો, પરંતુ તેમની હીનતા, નિંદા, ગર્હ કે અપમાન આદિ ન કરો. ભગવાનના વચનોનો સ્વીકાર કરીને શ્રમણોએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો. શ્રમણ ભગવાનને વંદના નમસ્કાર કર્યા અને એવંતા મુનિનું ધ્યાનપૂર્વક સંરક્ષણ કરવા લાગ્યા અને ભકિત પૂર્વક યોગ્ય આહાર-પાણી વગેરે દ્વારા તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. એવંતા મુનિનું મોક્ષગમન :– એવંતા મુનિએ યથા સમયે અગિયાર અંગોનું અધ્યયન કંઠસ્થ કર્યું. વિવિધ તપશ્ચર્યામાં પોતાની શકિતનો વિકાસ કર્યો. ભિક્ષુની બાર પિંડમા અને ગુણ રત્ન સંવત્સર તપની આરાધના કરી; ઘણાં વર્ષો સુધી દીક્ષાનું પાલન કરી અંતે એક માસનો સંથારો કરીને સંપૂર્ણ કર્મોનો ક્ષય કર્યો અને મોક્ષમાં બિરાજમાન થઈ ગયા. શિક્ષા-પ્રેરણાઃ (૧) ભાગ્યશાળી હશુકર્મી જીવોને સહજ રીતે જ સુસંયોગ અને ધર્માચરણની પ્રાપ્તિ org Jain Page #113 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર થઈ જાય છે અને સમ્યક્ પુરુષાર્થ દ્વારા તેઓ પોતાને પ્રાપ્ત થયેલા તે સુસંયોગને સફળ બનાવી દે છે. આપણને પણ માનવભવ, શાસ્ત્ર શ્રવણ, મુનિસેવા આદિનો સુઅવસર મળ્યો છે, તે અવસરને સફળ કરવા, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા આળસ, બેદરકારી અને ઉપેક્ષાના ભાવાને હટાવવા પ્રયત્ન કરવો જોઈએ. ૧૧૩ (ર) એક નાનકડો બાળક પણ જીવન અને ધર્મના સાર પૂર્ણ તથ્યને સરળતાથી સમજી શકે છે અને તેનું સાચા અર્થમાં વિશ્લેષણ કરી શકે છે. તો શું આપણે આ નાની શી વાતને પણ હૃદયંગમ ન કરી શકીએ કે જે જન્મ્યો છે તેને મરવું અવશ્ય પડશે જ. કયારે, કેવી રીતે મોત આવશે એની કોઈને કંઈ જ ખબર નથી. જીવ જેવું આચરણ કરશે તે અનુસાર જ ભવિષ્યની ગતિ મળશે તે પણ નક્કી જ છે. આ મામૂલી જેવી લાગતી વાતને આપણે આપણા લક્ષ્યપૂર્વક તથા બાળ મુનિનો આદર્શ સામે રાખી, સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.પોતાની યોગ્યતા અને અવસર અનુસાર જીવન સુધારવામાં, ધર્માચરણ કરવામાં અને ભવિષ્યને કલ્યાણમય બનાવવામાં યત્કિંચિત્ પુરુષાર્થ વધારતાં રહેવું જોઈએ. (૩) બુદ્ધિમતા અને ઉત્સાહ :- ૧. રમત છોડીને એક રસ્તે ચાલ્યા જતાં મહાત્માને તેનો પરિચય પૂછવો. પરંતુ તેની મશ્કરી ન કરવી. ૨. ભિક્ષાની વાત જાણીને તરત જ પોતાના ઘેર લઈ જવા માટે નિવેદન કરવું. ૩. ભિક્ષા લઈને નીકળતા મુનિને વિવેકપૂર્વક તેમના નિવાસસ્થાન વિશે પૂછવું. ૪. નિવાસસ્થાન અને ભગવાનનો પરિચય મળતાં તત્કાળ જ તેમની સાથે ચાલી નીકળવું. પ. ભગવાન પાસે પહોંચીને વિધિવત્ વંદન કરવાં. . શાંતિથી બેસી જવું. ૭. ધર્મ અને સંયમની રુચિને ભગવાન સમક્ષ નિવેદન કરવી. ૮. માતા-પિતા પાસે સ્વયં આજ્ઞા પ્રાપ્તિ માટે નિવેદન કરવું. ૯. ભગવાન પાસેથી મળેલા જ્ઞાનના આધારે ચમત્કારિક જવાબ આપવો. ૧૦. વહેતાં પાણીમાં નાવ તરાવવા માટે પહેલાં પાણીને રોકીને પછી તેમાં પાત્રીને છોડવી. એવું ન કરે તો પાત્રીની પાછળ પાછળ દોડવું પડે. ૧૧. શ્રમણોને આવતાં જોઈને તે રમતમાંથી તરત જ નિવૃત્ત થઈને ચાલવા માટે તૈયાર થઈ જવું. (૪) વર્ષાઋતુમાં પણ સંતો શૌચ નિવૃતિ માટે બહાર જઈ શકે છે એવું સ્પષ્ટ ઉદાહરણ પ્રસ્તુત અધ્યયનમાં છે. તેમ છતાં અચિત્ત નિર્દોષ ભૂમિ હોવી જરૂરી છે. (૫) બાલ દીક્ષાનો એકાંત વિરોધ કરવો એ અનાગમિક છે. વિવેકની આવશ્યકતા સર્વત્ર સ્વતઃ સિદ્ઘ છે. અનેકાંત સિદ્ધાંતોને પામીને કોઈપણ વ્યવહારિક પ્રવૃત્તિમાં એકાંત આગ્રહ ન રાખવો જોઈએ. ૮ વર્ષ, ૧૬ વર્ષ, પાછલી વય અર્થાત્ હજાર વર્ષની ઉંમરમાં પણ માત્ર ૧૦-૨૦ વર્ષ સંયમ પાળનાર વ્યકિતઓના ઉદાહરણો આ આગમમાં છે. શેઠ, રાજા, રાણી, રાજકુમાર, માળીના દીક્ષિત થવાના અને મોક્ષ જવાના ઉદાહરણો Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧, પણ આ આગમમાં છે. અન્ય આગમ સૂત્રોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનું સંયમ લેવા વિશે અને મોક્ષે જવા વિશે વર્ણન છે. માટે આગમ આજ્ઞા સિવાય કોઈ પણ એકાંત આગ્રહ રાખવો કે કરવો ભગવાનની આજ્ઞા નથી. તે માત્ર વ્યક્તિગત આગ્રહ રૂપે જ રહી જાય છે. () ઉત્કૃષ્ટાચાર અને શુદ્ધાચારના નામ પર જે અનુદારતા, સંકીર્ણવૃતિ, ધૃણાભાવ અને તુચ્છતા પૂર્ણ જે કંઈ પ્રવૃતિઓ સમાજમાં શ્રમણો દ્વારા કરવામાં આવે છે. તેમણે પણ આ અધ્યયનની નીચે મુજબની વાતો ધ્યાનમાં લેવી જોઈએ. - ૧. એવંતાનું ગૌતમ સ્વામીને રમતના મેદાનમાંથી નિમંત્રણ આપીને સાથે લઈ જવું. ૨. આચાર્ય કરતાં પણ વિશિષ્ટ મહત્વવાળી ગણધરની પદવી ધારણ કરનાર ગૌતમ સ્વામીની આંગળી પકડીને ચાલવું. ૩. છોકરાને ઘર બતાવવા માટે સાથે ચાલવા દેવો. ૪. ઉપાશ્રયમાં પણ સાથે આવવા તૈયાર થવું. ૫. બાલમુનિનો કાચા પાણી સાથે સ્પર્શ (અડવાનું) થયો હોવાનું જાણીને પણ તેમની સાથે અભદ્ર વ્યવહાર ન કરવો. દ. ભગવાન દ્વારા પણ એવંતા મુનિને બોલાવીને ઠપકો ન આપવો, પરંતુ શ્રમણોને જ સેવા ભાવ માટે અને સાર-સંભાળ તેમજ શિક્ષણ, સંરક્ષણ માટે પ્રેરણા આપવી. આમ બધા ઉદારતાપૂર્ણ વ્યવહાર ચિંતન-મનન કરવા જેવા છે. તેનાથી ઉદાર ભાવોમાં વૃદ્ધિ કરવાની પ્રેરણા મળે છે અને આવા ઉદાર ભાવોના વ્યવહારથી કેટલાય જીવોને ઉન્નતિ કરવાની પ્રેરણા, અવસર અને સુસંયોગ મળે છે અને આવી વૃતિથી (ઉદારવૃતિથી) માનવમાં સમતા ભાવની વૃદ્ધિ થાય છે. (૭) માતાએ એવંતાને એકલાને જ બગીચામાં જવા દીધો. જરા પણ રોકટોક ન કરી. ગૌતમ સ્વામી અથવા બીજા કોઈ સંત તેને પાછો ઘેર પહોંચાડવા ન આવ્યા. તેથી તેમની ઉંમર નાસમજ બાળક જેટલી ન હતી અને આંગળી પકડીને ચાલવાની પ્રકૃતિ પરથી તેમને અધિક ઉમરના પણ ન માની શકાય.સવા આઠ વર્ષની ઉંમર ધરાવતાં બાળકને દીક્ષા આપવાનું વિધાન પણ આગમમાં છે. તેથી એવંતાએ દીક્ષા લીધી ત્યારે તેમની ઉંમર આઠ-નવ વર્ષની આસપાસ હશે. મૂળ પાઠમાં ઉંમરનું અલગથી કોઈ પણ જાતનું વર્ણન કરવામાં આવ્યું નથી. (૮) આ અધ્યયનમાંથી આપણે પણ જીવનમાં સંયમ ગ્રહણ કરવાની પ્રેરણા લેવી જોઈએ. એક બાળક પણ માનવ ભવનું આટલું ઉચ્ચ મૂલ્યાંકન કરી શકે છે, તો આપણે તો પ્રૌઢ વયમાં છીએ. અને શ્રાવકનો બીજો મનોરથ, સંયમ લેવાનો પણ સદા સેવીએ છીએ. તેને સફળ કરવાનો પ્રયત્ન પણ કયારેક કરવો જોઈએ. આવા આવા આદર્શ દષ્ટાંતો સાંભળીને તો અવશ્ય જીવનમાં નવો વળાંક લાવવો જોઈએ અને અધ્યાત્મ માર્ગમાં આગેકૂચ કરવા માટે દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. For Private Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર ૧૧૫ સાતમો દિવસઃ [ અધ્યયન : ૧૬ો અલક્ષ : વારાણસી નામની નગરી હતી. ત્યાં અલક્ષ નામના રાજા રાજ્ય કરતા હતા. તે ભગવાનના પરમ ભક્ત શ્રમણોપાસક હતા. એકવાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. અલક્ષ રાજા કોણિકની જેમ પોતાની ઋદ્ધિ અને પરિવાર સહિત ભગવાનના દર્શન કરવા માટે ગયા અને ભગવાનનો ધર્મોપદેશ સાંભળ્યો. ઉપદેશ સાંભળીને રાજા વિરક્ત થઈ ગયા. પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય સોંપીને ભગવાનની પાસે દીક્ષિત થઈ ગયા. સંયમ તપનું પાલન કરતાં કરતાં અલક્ષ રાજર્ષિએ અગિયાર અંગોનું જ્ઞાન કંઠસ્થ કર્યું. પૂર્વે વર્ણવેલ ભિક્ષુ પડિમા અને ગુણ રત્ન સંવત્સર તપની આરાધના પણ કરી. અનેક વર્ષો સુધી સંયમની આરાધના કરી તે, રાજર્ષિ માસણમણના સંથારે વિપુલ પર્વત પર સિદ્ધ થયા. અંતગડ સૂત્રમાં, આ એક અધ્યયનમાં જ રાજર્ષિનું મોક્ષ જવાનું સ્પષ્ટ વર્ણન છે. પાછળની ઉંમરમાં દીક્ષા લીધી તેમ છતાં ૧૧ અંગ કંઠસ્થ કર્યો. તેના પરથી આ ધ્રુવ સિદ્ધાંત સ્વીકારવો જોઈએ કે જિનશાસનમાં દીક્ષિત પ્રત્યેક શ્રમણ ક્ષમણીઓને માટે આગમનુજ્ઞાન કંઠસ્થ કરવું એક આવશ્યક અને મુખ્ય કર્તવ્ય માનવામાં આવતું હતું. ભલેને દક્ષા રાજા લે કે રાણી. માત્ર અલ્પ સંયમ પર્યાયવાળા અર્જુન મુનિ અને ગજસુકુમાર મુનિના શાસ્ત્ર અધ્યયનનું વર્ણન નથી. બાકીના બધા અણગારોએ ૧૧ અંગ કે ૧ર અંગનું જ્ઞાન કંઠસ્થ કર્યું હતું. ( વર્ગ – ૭ : અધ્યયન - ૧ ) નંદા રાણી : રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને અનેક રાણીઓ હતી અર્થાત નંદા આદિ તેર રાણીઓ, કાલી આદિ દસ રાણીઓ અને ચેલણા, ધારિણી આદિ રાણીઓ હતી. એકવાર ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. નંદારાણીએ ભગવાનનો - ઉપદેશ સાંભળ્યો અને દીક્ષા લેવાની અંતરમાં ભાવના જાગી. શ્રેણિક રાજાની આજ્ઞા લઈને ભગવાન પાસે દીક્ષિત થઈ.ભગવાને તેને ચંદનબાળા સાધ્વીજીને સોંપ્યા. તે નંદા શ્રમણીએ વીસ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. ગુણરત્ન સંવત્સર તપ કર્યું. અન્ય પણ મા ખમણ આદિ અનેક જાતની તપશ્ચર્યા કરી. અંતે એક મહિનાના સંથારા દ્વારા ઉપાશ્રયમાં જ સિદ્ધ થયા. સાધ્વીજીઓ પર્વત પર જઈને સંથારો કરતા નથી . સાધ્વીજીઓ અગિયાર Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ અંગનું જ અધ્યયન કરે છે. બારમા અંગનું અધ્યયન માત્ર શ્રમણો જ કરી શકે છે. એવી જ રીતે ભિક્ષની બાર પડિમા પણ માત્ર શ્રમણો જ કરી શકે છે. શ્રમણીઓ ભિક્ષપડિમા નથી કરી શકતી, કારણ કે સાધ્વીજીઓ એકાકી (એકલા) ન રહી શકે. જયારે સાધુઓ એકલા રહી શકે છે. બાર પડિમાઓ ધારણ કરતી વખતે એકલા રહેવું અનિવાર્ય છે. ભિક્ષુની બાર પડિમા નવ પૂર્વધારી જ ધારી શકે છે, આવી પ્રરૂપણા કરવાની એક પરંપરા થઈ ગઈ છે. પરંતુ આ અંતગડ સૂત્રમાં અગિયાર અંગનું અધ્યયન કરનારા કેટલા ય શ્રમણોએ બાર પડિમાની આરાધના કરી એવું વર્ણન છે. તેથી સાધુને એકલા રહેવા અને ભિક્ષુની બાર પડિમા ધારણ કરવા માટે નવપૂર્વના જ્ઞાનની જરૂર છે એ પ્રરૂપણા સાચી (શુદ્ધ) નથી અને આગમ સંમત પણ નથી.અન્ય વિવિધ તપશ્ચર્યાઓ અને ભિક્ષની અન્ય પડિમાઓ સાધ્વીજીઓ કરી શકે છે. જેનું વર્ણન આગળ આઠમા વર્ગમાં છે. C અધ્યયન : ૨ થી ૧૩ નંદાના વર્ણન જેવું જ શ્રેણિકની અન્ય બાર રાણીઓનું વર્ણન છે. આ બધી જ રાણીઓએ શ્રેણિકની હાજરીમાં જ દીક્ષા લીધી. વીસ વર્ષ સુધી સંયમ પાળી મોક્ષ પ્રાપ્ત કર્યો. તેમના નામો આ પ્રમાણે છે– ૨. નંદવતી ૩. નંદુત્તરા ૪. નંદશ્રેણિકા ૫. મરુતા ૬. સુમરુતા ૭. મહામરુતા ૮. મરુદેવા ૯. ભદ્રા ૧૦. સુભદ્રા ૧૧. સુજાતા ૧૨. સુમાનષિકા ૧૩. ભૂતદત્તા. આ સાતમો વર્ગ અહીં પૂર્ણ થયો. આઠમા વર્ગમાં શ્રેણિકની કાલી આદિ દસ રાણીઓનું વર્ણન છે. જેમણે શ્રેણિકના મૃત્યુ પછી કોણિકની આજ્ઞા લઈને દીક્ષા લીધી. 'વર્ગ - ૮: અધ્યયન - ૧) કાલી રાણી :કોણિક – ચંપાનગરીમાં કોણિક રાજા રાજય કરતો હતો. કોણિક, શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલણા રાણીનો આત્મજ હતો. તે પિતાના અવસાન બાદ પોતાની રાજધાની રાજગૃહીને બદલી ચંપાનગરીમાં પ્રસ્થાપિત કરીને શાસન સંભાળવા લાગ્યો. તેથી તેના રાજ્યની રાજધાની હવે ચંપાનગરી હતી. કોણિક રાજા રાજ્ય સંચાલનમાં યોગ્ય અને કુશળ રાજા હતો. માતા પ્રત્યે પણ તેને વિનય-ભક્તિ હતાં અને ભગવાન મહાવીર સ્વામીનો પણ તે અનન્ય ભક્ત હતો. ધર્મ પ્રત્યે પણ તેને અનુરાગ હતો. પરંતુ પૂર્વભવમાં તીવ્ર રસ પણે નિદાન(નિયાણું) કરેલું હોવાને કારણે તથા આ ભવમાં પણ નરકગામી હોવાને Page #117 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર કારણે ઉદય અને ભવિતવ્યતા વશ કુસંસ્કારો અને કુબુદ્ધિ તેમાં વધતાં જતાં હતાં. પૂર્વભવ–નિમિતક કુસંસ્કાર ઃ– તે કુસંસ્કારોના પ્રબળ પ્રવાહમાં જ તેણે પિતાને કેદમાં પૂરી દીધાં. અલ્પ સમયમાં જ માતા ચેલણાની પ્રેરણાથી તેને સત્બુદ્ધિ આવી ગઈ. શ્રેણિકની ભવિતવ્યતા એવી જ હતી. કોણિક પિતાની ભકિતથી પ્રેરાઈને તેમની પાસે બંધન કાપવા અને તેમને મુક્ત કરવા જઈ રહ્યો હતો. પરંતુ ભ્રમ વશ થઈને શ્રેણિકે ઉલ્ટો અર્થ કર્યો અને વીંટીમાં રહેલા ઝેર પ્રયોગથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. કોણિકને અત્યંત પ્રશ્ચાત્તાપ થયો. તે દુઃખ અસહ્ય બનવાને કારણે તેણે રાજગૃહી નગરીને છોડી દીધી. ૧૧૭ ચંપાનગરમાં તેનું શાસન ખૂબ જ શાંતિપૂર્ણ અને ધર્મભાવથી વ્યતીત થઈ રહ્યુ હતું કે ફરીને તેના પર કુસંસ્કારોનો પડછાયો પડયો. હાર અને હાથી માટે સગા ભાઈઓ અને નાના શ્રી ચેડા રાજા સાથે યુદ્ધ કર્યું. તે યુદ્ધમાં તેના દસ ભાઈઓ કાળનો કોળિયો બની ગયા. તે દશે ય ભાઈઓની દશે ય માતાઓ પોતાના પુત્રોનાં મૃત્યુના દુઃખને કારણે સંસારથી વિરક્ત થઈને ભગવાન પાસે દીક્ષિત થયા. તે દશેય રાણીઓનું વર્ણન આ આઠમા વર્ગમાં કરવામાં આવેલ છે. આ કોણિકની લઘુ માતાઓ હતી. કાલી રાણીની વિરક્તિ :- એક વખત વિચરણ કરતા ભગવાન મહાવીર સ્વામીનું ચંપાનગરીમાં આગમન થયું. તે સમયે કોણિક, ચેડા રાજાની સાથે યુદ્ધ કરવા માટે કાલકુમાર આદિ દસ ભાઈઓને સાથે લઈને નીકળ્યો હતો. ત્યાં યુદ્ધમાં દસ દિવસમાં દસ ભાઈઓ ચેડા રાજાના બાણથી માર્યા ગયા. કાલીરાણી ભગવાનના સમવસરણમાં ગઈ. ઉપદેશ શ્રવણ કર્યા પછી તેણે ભગવાનને પૂછ્યું હે ભંતે ! મારો પુત્ર કાલકુમાર કોણિક સાથે યુદ્ધમાં ગયો છે. તે ક્ષેમકુશળ પાછો આવશે ? ભગવાને પ્રત્યુત્તરમાં કહ્યું કે તારો પુત્ર યુદ્ધમાં ચેડા રાજાને હાથે માર્યો ગયો છે અને મરીને ચોથી નરકમાં ઉત્પન્ન થયો છે. આ સાંભળીને કાલીરાણીને પુત્ર વિયોગનું અત્યંત દુઃખ થયું. તેને પતિ વિયોગ અને પુત્ર વિયોગ બંનેના દુઃખ એકઠા થયા અને તેમાં નિમિત્ત કોણિક હતો. તેને સંસાર તરફ ઉદાસીન ભાવો જાગ્યા. થોડા સમય પછી તેણે કોણિક પાસેથી આજ્ઞા લઈને ભગવાન પાસે સંયમ અંગીકાર કર્યો. ચંદનબાલા સાધ્વીજીના સાંનિધ્યમાં તેણે તપ સંયમની આરાધના કરી. પૂર્વ વર્ગોમાં વર્ણવેલ નંદા આદિની જેમ જ તેણે પણ વિવિધ તપસ્યાઓ કરી. રત્નાવલી તપ :– રત્નાવલી નામના એક વિશેષ તપની કાલીઆર્યાએઆરાધના કરી. જેમાં તેણે તપશ્ચર્યાનો હાર બનાવીને આત્માને સુશોભિત કર્યો. તે તપશ્ચર્યામાં કુલ પાંચ વર્ષ બે મહિના અને બાવીસ દિવસ લાગ્યા. “ રત્નાવલી ” તપશ્ચર્યાનું વર્ણન આ પ્રમાણે છે— Jain Education international Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ ૧. ઉપવાસ + છઠ +અઠ્ઠમ +આઠ છઠ. ૨. ફરીને ઉપવાસ + છઠ+ અટ્ટમથી લઈને ક્રમશઃ સોળ ઉપવાસ સુધી. ૩. પછી ૩૪ છઠ. ૪. ત્યારબાદ સોળ+ પંદર+ચૌદ+તેર એમ ક્રમશઃ એક ઉપવાસ સુધી. પ. ફરી આઠ છઠ+ અઠ્ઠમ+ છઠ+ઉપવાસ. આ પ્રમાણે એક પરિપાટી પૂર્ણ થઈ. આ બધી જ તપશ્ચર્યા લગાતાર કરવી અર્થાત્ તે તપસ્યાઓની વચ્ચે એક દિવસથી વધારે દિવસ પારણું ન કરવું. પરંતુ પછીના દિવસે આગળની તપશ્ચર્યા પ્રારંભ કરી દેવી. દા.ત. નં. ૧ માં વર્ણવ્યા પ્રમાણે એક ઉપવાસ, પછી પારણું અને પછી છઠ, પછી પારણુ અને તે પછી અટ્ટમ, પછી પારણું;પછી આઠ છઠ કરવા. આમાં કયારે ય ઉપરાઉપરી લગાતાર બે દિવસ આહાર ન કરવો. આ તપની એક કડીમાં ૩૮૪ દિવસ તપના અને ૮૮ દિવસ પારણાના કુલ ૪૭૨ દિવસ થાય. અર્થાત્ ૧ વર્ષ, ૩ મહિના અને રર દિવસ એક કડીમાં લાગે. આવી રીતે ચાર કડી પૂરી કરવામાં આવે છે. તેમાં વિશેષતા આ પ્રમાણે હોય છે કે : ૧. પહેલી પરિપાટીમાં(કડીમાં) પારણાના દિવસે બધી જ જાતનો કલ્પનીય(કલ્પે તેવો) આહાર લઈ શકાય છે. ૨. બીજી પરિપાટીમાં ધાર વિગયનો ત્યાગ કરવામાં આવે છે. અર્થાત્ તેમાં માત્ર શાક, રોટલી વિગેરે લેવા, પરંતુ અલગ થી ઘી, દૂધ, દહીં વગેરે ન લેવા. તેલમાં કે ઘીમાં તળેલી ચીજો ન લેવી. કોઈ પણ પ્રકારની મીઠાઈઓ, ગોળ, સાકર પણ ન લેવા. તેને વિગય વર્જન(લુખા) તપ કેવાય છે. તેમાં અચેત નિર્દોષ ફળ, સૂકોમેવો, મુખવાસ વગેરેનો ત્યાગ હોતો નથી. ૩. ત્રીજી પરિપાટીના પારણામાં “નીવીતપ ’'કરવામાં આવે છે.એમાં ઘી આદી વિગયોના લેપનો પણ ત્યાગ હોય છે. અર્થાત્ ચોપડેલી રોટલી અને વઘારેલું શાક પણ એમાં નથી લઈ શકાતું. તે સિવાય કોઈપણ પ્રકારનો રાધેલો કે શેકેલો અચેત આહાર લઈ શકાય છે. એમાં ફળ મેવા-મુખવાસ વગેરેનો પણ પૂર્ણ રીતે ત્યાગ હોય છે. ૪. ચોથી પરિપાટીમાં ઉપરોકત બધી જ તપશ્ચર્યા ક્રમથી કરતાં-કરતાં પારણાના દિવસે આંબિલ તપ કરવામાં આવે છે. એમાં લુખ્ખો અને વિગય રહિત ખાધ પદાર્થ પાણીમાં ધોઈને અથવા પાણીમાં થોડો સમય રાખીને પછી આરોગવામાં આવે છે. આવી રીતે, કાલીરાણીએ પાંચ વર્ષ, બે મહિના, બાવીસ દિવસ નિરંતર તપ કર્યું. જેમાં તેણે ૧૫૩૬(પંદરસો છત્રીસ)દિવસ ચોવીહારની તપસ્યા કરી, ૩૫૨(ત્રણસો બાવન) દિવસ આહાર કર્યો. આહારના દિવસોમાં તેણીએ(૮૮) Page #119 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર આયંબિલ અને(૮૮) નિવીની તપશ્ચર્યા પણ કરી હતી. આ પ્રમાણે, કાલીરાણીએ કુલ આઠ વર્ષના સંયમ પર્યાયમાં વિભિન્ન તપશ્ચર્યાઓ સિવાય આ રત્નાવલી તપ કર્યું. ૧૧૯ રાજરાણી હોવા છતાં, પાછલી વયમાં દીક્ષા લઈને પણ તે કાલી આર્યજીએ શરીરનું મમત્વ છોડયું અને આવા વિકટ તપમય જીવનની સાથે શાસ્ત્ર જ્ઞાનના પણ અગિયાર અંગો કંઠસ્થ કર્યા અંતે આઠ વર્ષની અલ્પ દીક્ષા પર્યાયમાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. કાલી આર્યાજીનું જીવન તપ-સંયમથી ધન્ય-ધન્ય થઈ ગયું. પતિ અને પુત્ર બંને દુર્ગતિના મહેમાન બન્યા હોવા છતાં પણ તેણે પોતાના જીવનને આર્તધ્યાનમાં ન પરોવતાં ધર્મ ધ્યાનમાં પરોવ્યું અને તે જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કર્યો. આવા આદર્શ જીવનમાંથી પ્રેરણા મેળવીને આપણે પણ વધુ થી વધુ તપસંયમ અને જ્ઞાનની આરાધનામાં જીવન પરોવીને દુર્લભ મનુષ્ય ભવને સાર્થક કરી લેવો જોઈએ. કાલી રાણીની આઠ વર્ષની સંયમ ચર્યા– (૧) ૧૧ અંગ શાસ્ત્રનું જ્ઞાન કંઠસ્થ. (૨) રત્નાવલી તપ ૧૮૮૮(અઢારસો અઠયાસી) દિવસનું તપ (૩) માસખમણ સુધીના તપ. (૪)ગુણરત્ન સંવત્સર ત૫. (૫) એક મહિનાનો સંથારો અને મુક્તિ. આઠમો દિવસ ઃ અધ્યયન - ૨ : સુકાલી રાણી B કાલીરાણીનું વર્ણન પ્રથમ અધ્યયનમાં કરવામાં આવ્યું છે, તેના જેમ જ સુકાલી રાણીનું પણ દીક્ષા લેવા સુધીનું વર્ણન છે. સંયમ તપની આરાધના અને અગિયાર અંગનું અધ્યયન વગેરે પણ કાલી આર્યા જેવું જ સુકાલી આર્યાનું છે. વિશેષતા એ છે કે તેનો પુત્ર સુકાલ કુમાર હતો. તેણે સંયમ પર્યાયમાં રત્નાવલી તપ નહીં પરંતુ કનકાવલી તપ કર્યું. જેમાં કુલ સમય પાંચ વર્ષ, નવ મહિના અને અઢાર દિવસ લાગ્યા. કનકાવલી તપ :– રત્નાવલી તપ કરતાં કનકાવલી તપમાં થોડોક ફેરફાર છે. બાકી બધી જ તપશ્ચર્યા અને પારણાઓમાં સમાનતા છે. રત્નાવલી તપમાં જયારે એક સાથે આઠ છઠ અથવા ૩૪ છઠ કરવામાં આવે છે, તેની જગ્યાએ કનકાવલી તપમાં આઠ અઠ્ઠમ અને૩૪ અટ્ટમ કરવામાં આવેછે.એ સિવાય કોઈ જ અંતર નથી. માટે સંપૂર્ણ તપશ્ચર્યા અને પારણાઓનું વર્ણન રત્નાવલી તપ સમાન જ સમજી લેવું. એમાં પણ ચાર પરિપાટી હોય છે. પારણામાં નીવી આયંબિલ આદિ કરવામાં આવે છે. ૮+૮+૩૪= ૫૦, ૫૦ ૪૪ = ૨૦૦ આ પ્રમાણે ૨૦૦ છઠની જગ્યાએ ૨૦૦ અક્રમ કરવાથી કુલ ૨૦૦ દિવસ આ તપશ્ચાર્યામાં Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત-૧ વધારે થાય છે, જેથી છ મહિના અને ૨૦ દિવસ વધારે લાગે છે. આથી કનકાવલી તપમાં ૧૭૩૬ દિવસ તપશ્ચર્યાના છે. જ્યારે રત્નાવલી તપમાં ૧પ૩૬ દિવસ તપશ્ચર્યાના છે. પારણાના દિવસો બને તપશ્ચર્યામાં સમાન હોય છે. આ પ્રમાણે સુકાલી આર્યાએ નવ વર્ષ સંયમનું પાલન કર્યું અને એક મહિનાનો સંથારો આદરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. અધ્યયન - ૩: મહાકાલી રાણી મહાકાલી રાણીના વૈરાગ્ય ભાવોની ઉત્પતિ અને દીક્ષા સુધીનું સમગ્ર વર્ણન કાલીરાણીની જેમ જાણવું. કનકાવલી-રત્નાવલી તપના સ્થાને તેણીએ “લઘુસિંહ નિષ્ક્રીડિત તપ” કર્યું. આ તપમાં પણ ચાર પરીપાટી અને તેમના પારણાનું વર્ણન કનકાવલી-રત્નાવલી તપની સમાન જ છે. લઘુસિંહ નિષ્ક્રીડિત તપ – આ તપશ્ચર્યાનું વર્ણન કરવામાં પણ એક પ્રકારની માનસિક ક્રીડા હોય છે. અર્થાત્ તપશ્ચર્યા કરતી વખતે એક ઉપવાસ ઘટાડો અને બે વધારો ફરીને એક ઘટાડો અને બે ઉપવાસ વધારો જેમ કે૧. ઉપવાસ + છઠ + ઉપવાસ + અક્રમ + છઠ + ૪ઉપવાસ ૨. ફરી- ૩ + ૫ + ૪ + $ + ૫ + ૭ ૩. ફરી- ૬ + ૮ + 9 + ૯ ૪. તે પછી એક અઠ્ઠાઈ મધ્યમ સ્થાનીય તપ. ૫. ફરીથી ૯ થી પ્રારંભ કરીને ઉલ્ટા (ઉતરતા) ક્રમમાં ઉપવાસ સુધી તપને નીચે ઉતારવામાં આવે છે. આ રીતે એક પરિપાટી પૂર્ણ થાય છે. તેમાં કુલ સમય ૨ વર્ષ અઠ્ઠાવીસ દિવસ(૭૪૮ દિવસ) લાગે છે. જેમાં તપશ્ચર્યાના કુલ દિવસ ૧૬ હોય છે અને પારણાના દિવસ ૧૩ર હોય છે. મહાકાલી આર્યાજીએ લઘુસિંહ નિષ્ક્રીડિત તપની સૂત્ર વર્ણન અનુસાર પાલના-આરાધના કરી; બાકી રહેલા દીક્ષા પર્યાયમાં અન્ય વિવિધ તપશ્ચર્યાઓ કરી. કુલ દસ વર્ષ તેમણે સંયમનું પાલન કરી આત્માનું કલ્યાણ કર્યું. અધ્યયન - ૪: કૃષ્ણા રાણી કૃષ્ણા રાણીની દીક્ષા આદિ વર્ણન કાલી રાણીની જેમ જ છે. વિશેષતપમાં કષ્ણા આર્યાજીએ મહાસિંહ નિષ્ક્રીડિત તપ કર્યું. તેમાં તપશ્ચર્યા કરવાની રીત એક ઉપવાસ ઘટાડીને ર વધારવાની છે. તે લઘુનિષ્ક્રીડિત તપ સમાન જ છે. અંતર એ છે કે એમાં, તપશ્ચર્યાનો ક્રમ ૧૬ ઉપવાસ સુધી ચઢાવવાનો અને વચ્ચે Jain ૧૫ કરીને ૧૬થી લઈને એક ઉપવાસ સુધી ઉતરતા ક્રમમાં તપશ્ચર્યા કરવાની org Page #121 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર આ હોય છે. લઘુસિંહ નિષ્ક્રીડિતમાં વધારેમાં વધારે નવ ઉપવાસ સુધીની તપશ્ચર્યા હોય છે અને આ મહાસિંહ નિષ્ક્રીડિતતપમાં વધુમાં વધુ સોળ ઉપવાસની તપશ્ચર્યા હોય છે. તેથી તેમાં લગભગ ત્રણગણો વધારે સમય લાગે છે. અર્થાત્ ૧૯૮૮ દિવસ તપશ્ચર્યાના અને ૨૪૪ દિવસ પારણાના અને કુલ ૨૨૩૨ દિવસ આ મહાસિંહ નિષ્ક્રીડિત તપમાં લાગે છે. કૃષ્ણા આર્યાજીએ અગિયાર વર્ષ સંયમ પાળીને મોક્ષ પ્રાપ્ત કર્યો. ૧ર૧ અધ્યયન ૫: સુકૃષ્ણા રાણી સંયમ ગ્રહણ, શાસ્ત્ર અધ્યયન, તપ અને મોક્ષ પ્રાપ્તિ સુધીનું વર્ણન પહેલા અઘ્યયનની જેમ સમજવું. વિશેષમાં સુકૃષ્ણા આર્યાએ ચાર ભિક્ષુ પડિમા ધારણ કરી તેના નામ આ પ્રમાણે છે— ૧. સપ્ત સપ્તમિકા ભિક્ષુ પડિમા ૨. અષ્ટ અષ્ટમિકા ભિક્ષુ પડિમા ૩. નવ નવમિકા ભિક્ષુ પડિમા ૪, દસ દસનિકા ભિક્ષુ ડિમા. BOO આ ચારે પિંડમાઓમાં ઉપવાસ આદિ તપ કરવું જરૂરી નથી હોતું. ગોચરીમાં આહાર લેવાની દાતીઓની સંખ્યાથી અભિગ્રહ કરવામાં આવે છે. દાતીનો અર્થ એ થાય છે કે એક વખતમાં એક ધારથી એકસાથે દાતા જેટલા આહાર પાણી વહોરાવે, તેને એક દાતી કહેવાય છે તેમાં જો દાતા એક વખતમાં એક રોટલી અથવા એક ચમચી આહાર આપીને રોકાઈ જાય તો તે પણ એક દાતી કહેવાય છે. તેવી જ રીતે પાણી પણ એક જ ધારથી જેટલું આપે તેને એક દાતી કહેવાય છે. ભિક્ષુ (પડિમા)ની વિધિ :- સપ્ત સપ્તમિકા ભિક્ષુ પડિમામાં પહેલા સપ્તાહમાં હંમેશાં એક દાતી આહાર અને એક દાતી પાણી લેવું. બીજા સપ્તાહમાં હંમેશાં બે દાતી આહાર અને બે દાતી પાણી લેવું, ત્રીજા સપ્તાહમાં હંમેશા ત્રણ દાતી આહાર અને ત્રણ દાતી પાણી. એવી જ રીતે સાતમા સપ્તાહમાં સાત દાતી આહાર અને સાત દાતી પાણી લઈ શકાય છે.આ પ્રમાણે આ તપમાં ૪૯ દિવસ લાગે છે. અષ્ટ અષ્ટમિકા ભિક્ષુ પડિમામાં આઠ અઠવાડિયા અર્થાત્ ૮ × ૮ = ૬૪ દિવસ લાગે છે. તેમાં એક થી માંડી આઠ દાતી સુધી વૃદ્ધિ કરાય છે. નવ નવમિકા ભિક્ષુ પડિમામાં નવ નવક લાગે છે. તેમાં પહેલા નવકમાં એકદાતી અને ક્રમશઃ વધારતાં નવમાં નવકમાં નવ દાતી આહાર અને નવ દાતી પાણી લઈ શકાય છે. આ રીતે તેમાં કુલ ૮૧ દિવસ લાગે છે. દસ દસમિકા ભિક્ષુ પડિમામાં દસ દસક લાગે છે.જેથી કુલ ૧૦×૧૦= ૧૦૦ દિવસ થાય છે.તેમાં દાતીની સંખ્યા એકથી લઈને દસ સુધી વધારી શકાય છે Page #122 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ અર્થાત્ પહેલા દસક(દદિવસ)માં એક દાતી આહાર અને એક દાતી પાણી લેવાય છે. આ રીતે ક્રમથી વધારતાં (દસમા દસકમાં) દસ દાતી આહાર અને દસ દાતી પાણી લઈ શકાય છે. ૧૨૨ નોંધ : આ તપસ્યામાં કહેલી દાતીઓથી ઓછી દાતી આહાર અથવા ઓછી દાતી પાણી લઈ શકાય છે. પરંતુ દર્શાવેલી દાતી સંખ્યાથી એક પણ દાતી વધારે લઈ શકાતી નથી. આ તપસ્યામાં ઉપવાસ, છઠ્ઠ આદિ કોઈ પણ તપસ્યા કરી શકાય છે પરંતુ પારણામાં તેની દાતીનો જે ક્રમ હોય તેનું પાલન કરવું જરૂરી હોય છે. અર્થાત્ પારણામાં તેટલી જ દાતી આહાર કે પાણીની લઈ શકાય છે. આ પ્રમાણે સુકૃષ્ણા આર્યજીએ સૂત્રમાં બતાવેલી પદ્ધતિથી આ ચારે ય ભિક્ષુ પડિમાઓની આરાધના કરી, કુલ૧૨ વર્ષ સંયમ પાળી મોક્ષ પ્રાપ્ત કર્યો. અધ્યયન ૬: મહાકૃષ્ણા રાણી - મહાકૃષ્ણા રાણીએ ૧૩(તેર) વર્ષસુધી સંયમ પર્યાય નું પાલન કર્યું અને વિશેષમાં “ લઘુ સર્વતોભદ્ર' તપ કર્યું. તેની એક પરિપાટીમાં ૭૫ દિવસ તપસ્યા ૨૫ દિવસ પારણા એમ કુલ ૧૦૦ દિવસ લાગે છે; અને ચાર પરિપાટીમાં ચારસો (૪૦૦) દિવસ લાગે છે. આ મહાકૃષ્ણા આર્યાજી પણ તે જ ભવમાં સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિ ગામી બની ગયા. લઘુસર્વતો ભદ્ર તપ :– તેમાં એક ઉપવાસથી માંડીને પાંચ ઉપવાસ સુધીની તપસ્યા કરાય છે.આગળની કડી પહેલી કડીના મધ્યમ અંકની તપસ્યાથી શરૂ કરાય છે. તપસ્યાનો ક્રમ આ પ્રમાણે છે - - (૧) ઉપવાસ + છઠ્ઠ + અઠ્ઠમ + ચાર ઉપવાસ + પાંચ ઉપવાસ + + + + + + ૧ (૪) + + (૫) ૪ + + ૧ + + આ એક પરિપાટી છે. ચાર પરિપાટી અને પારણાનો ક્રમ રત્નાવલી તપ પ્રમાણે છે. અધ્યયન કૃષ્ણા વીર કૃષ્ણા રાણીએ દીક્ષા લઈ ચૌદ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. મહાસર્વતો ભદ્રનામનુંવિશેષ તપ કર્યું. આ તપમાં એક ઉપવાસથી લઈને સાત ઉપવાસ સુધીની Jain તપસ્યા લઘુસર્વતોભદ્ર તપ પ્રમાણે કરાય છે. તેની એક પરિપાટીમાં ૧૯૬ દિવસ org - ૧ ૭ : વીર Page #123 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર તપસ્યાના, ૪૯ દિવસ પારણાના એમ કુલ ૨૪૫ દિવસ થાય છે.ચાર પરિપાટીમાં કુલ૯૮૦ દિવસ અર્થાત્ વર્ષ આઠમહિના અને ૨૦દિવસ લાગેછે. તપસ્યાનો ક્રમ આ પ્રમાણે છે – (૧) ૧ (૨) ૪ + ર + (૧) ૫ + S (૨) + + + 2 + + જી ૧ + × Y + + + + + + -- + + × 9 ખ + ૪ (૫) ૬ + ૭ + + (૬) + ૩ + + + ૧ (૭) ૫ + S + + ૧ + + + ૪ આમ એક પરિપાટી થાય છે. એ જ પ્રમાણે ચાર પરિપાટી હોય છે. આ તપની આરાધના કરીને વીરકૃષ્ણા આર્યાજીએ અન્ય તપ, સંયમ, સ્વાધ્યાય, અધ્યયન આદિ દ્વારા આત્માને ભાવિત કરતાં અંતમાં એક મહિનાની સંલેખના દ્વારા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. + + + + X D + જી જી + + + + S ર - + の + અધ્યયન ૮: રામકૃષ્ણા રાણી રામકૃષ્ણા રાણીએ સંયમ લઈ તેનું ૧૫ વર્ષ સુધી પાલન કર્યું. અંતમાં સિદ્ધગતિને પ્રાપ્ત કરી. સંપૂર્ણ વર્ણન કાલી રાણી પ્રમાણે છે. તેમણે ભદ્રોતર નામનું વિશિષ્ટ તપ કર્યું. તેમાં પંચોલા(પાંચ ઉપવાસ)થી માંડીને નવ ઉપવાસ સુધીની તપસ્યા હોય છે. એક ઉપવાસથી ચોલા(ચાર ઉપવાસ) સુધીની તપસ્યા તેમાં નથી કરાતી. તેની એક પરિપાટીમાં ૨ વર્ષ ૨ માસ અને ૨૦ દિવસ લાગે છે. એમાં તપસ્યાનો ક્રમ આ પ્રમાણે છે— + ૧૨૩ 34 ८ + + S + + ८ (૪) + + + ૫ + ૫ + S + ૭ (૫) ૮ + આ રીતે એક પરિપાટી થાય છે. તે જ રીતે ચાર પરિપાટી કરાય છે. ચાર પરિપાટીઓમાં પારણાઓનો ક્રમ પહેલાંની જેમ આયંબિલ સુધી હોય છે. અધ્યયન - ૯ : પિતૃસેન કૃષ્ણા E પિતૃસેન કૃષ્ણા રાણીએ સોળ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. તેમણે વિશેષ તપમાં 'મુકતાવલી' નામની તપસ્યા કરી. આ તપમાં એક ઉપવાસથી લઈને Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ વધારતાં-વધારતાં સોળ સુધીની તપસ્યા થાય છે. પ્રત્યેક તપસ્યા વચ્ચે પુનઃપુનઃ એક ઉપવાસ કરાય છે. ફરીથી બીજીવાર સોળ ઉપવાસથી લઈ એક ઉપવાસ સુધી ક્રમશઃ ઉતરતા ક્રમમાં આ તપસ્યા કરાય છે. અને પ્રત્યેક તપસ્યાની વચ્ચે એક ઉપવાસ કરાય છે. જેમ કે– (૧) ઉપવાસ + છઠ + ઉપવાસ + અક્રમ. આમ ક્રમશ: વધારતાં અંતે ઉપવાસ + સોળ (૨) વળી વચ્ચે એક ઉપવાસ. (૩)વળી ૧૬ + ૧+ ૧૫+ ૧+ ૧૪+ ૧. આમ ક્રમશ: ઘટાડતાં અંતમાંછઠ્ઠ + ઉપવાસ. આ એક પરિપાટી થઈ. આ પ્રમાણે ચાર પરિપાટી કરાય છે. એક પરિપાટીમાં ૩૪૫ દિવસ લાગે છે અને ચાર પરિપાટીમાં ૧૩૮૦ દિવસ અર્થાત્ ૩વર્ષ ૧૦ મહિના લાગે છે. તેમાં પારણાના દિવસ કુલ ર૪૦ છે અને તપસ્યાના કુલ ૧૧૪૦ દિવસ છે. પિતૃસેન કૃષ્ણા આર્યાજીએ યથાવિધિ આ મુકતાવલી' તપની આરાધના કરી. પછી અન્ય વિવિધ તપસ્યા પણ કરી. અગિયાર અંગ સૂત્રોના અધ્યયન કંઠસ્થ કર્યા. અંતે એક મહિનાના સંલેખના-સંથારાથી સિદ્ધ બુદ્ધ મુક્ત થયાં. અધ્યયન - ૧૦ : મહાસેન કૃષ્ણા મહાસેન કૃષ્ણા રાણીની દીક્ષા આદિનું વર્ણન કાલી રાણી પ્રમાણે છે. ૧૭ વર્ષના સંયમ પર્યાયમાં મહાસેન કૃષ્ણા આર્યાજીએ અગિયાર અંગશાસ્ત્ર કંઠસ્થ કર્યા. વિવિધ તપસ્યાઓ કરી. અને આયંબિલ વર્ધમાન તપ નામની વિશિષ્ટ ઉગ્ર તપસ્યા કરી. આ તપમાં એક આયંબિલથી લઈ સો આયંબિલ સુધી કરવામાં આવે છે. પારણાની જગ્યાએ ઉપવાસ કરવામાં આવે છે, જેમકે – (૧) એક આયંબિલ + પછી ઉપવાસ + ર આયંબિલ + પછી ઉપવાસ + ૩ આયંબિલ + વળી ઉપવાસ; આમ વધારતાં ૯૮ આયંબિલ + વળી ઉપવાસ + ૯૯ આયંબિલ + ઉપવાસ + ૧૦૦ આયંબિલ અને એક ઉપવાસ. આ એક પરિપાટી થી જ આયંબિલ વર્ધમાન તપ પૂર્ણ થઈ જાય છે. આ તપમાં કુલ સમય ૧૪ વર્ષ ૩ મહિના ૨૦ દિવસ લાગે છે. જેમાં ૧૦૦ ઉપવાસ કરાય છે. શેષ ૧૪ વર્ષ અને ૧૦ દિવસ આયંબિલ કરાય છે. આ સંપૂર્ણ તપસ્યાના ૧૪ વર્ષમાં કયારેય પણ વિગયો કે તેના લેપનો પણ ઉપયોગ કરાય નહિ. - આ પ્રમાણે મહાસેન કૃષ્ણાએ ૧૭ વર્ષની દીક્ષા પર્યાયમાં સાધિક ચૌદ Page #125 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ અંતગડ સૂત્ર વર્ષ સુધી તો આ તપની જ આગમ વિધિ પ્રમાણે આરાધના કરી. બાકીના સમયમાં પણ માસખમણ તપ સુધીની વિવિધ તપસ્યાઓ કરી. શક્તિ ક્ષીણ થઈ ગયા પછી સંલેખના-સંથારો ગ્રહણ કર્યો. એક મહિના સુધી સંથારો ચાલ્યો. અંતિમ સમયે ચાર ઘાતી કર્મ ક્ષય થવાથી કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉત્પન્ન થયા. અને અલ્પ સમયમાં આયુષ્ય પૂર્ણ થવાથી સંપૂર્ણ કર્મ ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. જેના માટે જે ઉદ્દેશ્યથી સંયમ લીધો હતો, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ૩ ગુપ્તિનું પાલન, લોચ, ખુલ્લે પગે ચાલવું, સ્નાન ન કરવું, દાંતણ ન કરવું આદિ આચાર અને નવ વાડ સહિત શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન વગેરે નિયમો પનિયમ ગ્રહણ કર્યા હતા, તે પ્રયોજનને સિદ્ધ કરી લીધું. ધન્ય છે આ સર્વ મહારાણીઓને, જેમણે વૈભવ-વિલાસનો ત્યાગ કરી, ઉત્કૃષ્ટ સાધના આરાધના કરીને પરમ પદની પ્રાપ્તિ કરી. ઉપસંહારઃ આ પ્રમાણે આ સૂત્રમાં ૯૦ જીવોએ સંયમ ગ્રહણ કરી. તેમાં નાના મોટા બધા ય વિધિ વિધાનોનું પૂર્ણ પાલન કર્યું અને પોતાના લક્ષ્યમાં સફળ થયા અર્થાત્ તે આત્માઓએ તે જ ભવમાં મોક્ષગતિ પ્રાપ્ત કરી લીધી. ૧૨૫ આ છેલ્લા આઠમાં વર્ગમાં શ્રેણિકની વિધવા રાણીઓના ઉગ્ર તપ પરાક્રમનું વર્ણન છે. જિંદગી આખી તેમણે રાજરાણી અવસ્થામાં, સુકુમારતામાં વ્યતીત કરી હતી. અંતિમ અલ્પ વર્ષોમાં પોતાના જીવનનું એક અલૌકિક પરિવર્તન કરી બતાવ્યું. વાસ્તવમાં વૈરાગ્ય અને સંયમ ગ્રહણનો સાર એ છે કે શ્રુતજ્ઞાન, તપ અને સંયમમાં આત્માને તલ્લીન બનાવી દેવો જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે –– અંતિમ વયમાં પણ સંયમ લેનારાને જો તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય અત્યંત પ્રિય હોય અર્થાત્ તેમાં જ આત્માને એક-રુપ કરીદે છે તો તે શીધ્ર કલ્યાણ સાધી લે છે. કાલી આદિ અનેક રાણીઓનું તથા બીજા પણ અનેક જીવોનું વર્ણન આગમોમાં ઉપલબ્ધ છે. તે આદર્શને સન્મુખ રાખી પ્રત્યેક શ્રાવકે પોતાના બીજા મનોરથને સફળ કરવા પ્રયત્ન કરવો જોઈએ. અર્થાત્ જ્યારે પણ અવસર, મોકો મળે, ભાવોની તીવ્રતા વધે, ત્યારે જ શીધ્ર પરિસ્થિતિનું સમાધાન કરી, સંયમ માર્ગમાં અગ્રસર થવું જોઈએ. મોક્ષ પ્રાપ્તિનું પ્રથમ અને અંતિમ સાધનઃ- અંતગડસૂત્રઅનુસારમોક્ષપ્રાપ્તિનાં અથવા સંસાર પ્રપંચથી છૂટવાનાં પ્રમુખ સાધન છે– (૧) શ્રદ્ધા સાથે સંયમ લેવો. (૨)શાસ્ત્રકંઠસ્થકરવા(૩)પોતાનીબધીશક્તિતપસ્યામાંલગાવવી.મોક્ષપ્રાપ્તિનું અંતિમ સાધન તપ છે. ભાવપૂર્વક, વૈરાગ્યપૂર્વક અને વિવેકપૂર્વક તથા ગુરુની www.jainlibrary.org Page #126 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ આશાપૂર્વકનું કરેલું તપ કર્મ રોગોને મૂળથી નાશ કરવા માટે રામબાણ ઔષધ છે. તેથી સંયમ અને શ્રુત અધ્યયન સિવાય બાહ્ય અને આભ્યન્તર બંને પ્રકારના તપોનું મોક્ષપ્રાપ્તિમાં અનન્ય યોગદાન છે એમ સમજીને તપોમય જીવન જીવવું જોઈએ. સંપૂર્ણ સૂત્રનો આદર્શ : . ૧૨૬ (૧) શાસ્ત્ર શ્રવણ અને ધર્મ શ્રદ્ધાનો સાર એ છે કે આ માનવ જીવનમાં અવશ્ય સંયમ ગ્રહણ કરવો જોઈએ. (૨) રાજા અને માળી, શેઠ અને રાજકુમાર, બાળક અને યુવાન તથા વૃદ્ધ રાણીઓ વગેરેની દીક્ષાથી પરિપૂર્ણ આ આદર્શસૂત્ર સર્વ કોઈ માટે રોક-ટોક વિના સંયમ (દીક્ષા) નું પ્રબળ પ્રેરક છે. (૩) સંયમના સુઅવસર વિના ત્રણ ખંડના સ્વામી મહાઋધ્ધિવાન શક્તિ સંપન્ન શ્રીકૃષ્ણ વાસુદેવ પણ પોતાને અધન્ય, અકૃતપુણ્ય, અભાગી હોવાનો અનુભવ કરે છે અને સંસારમાં વિશાળ કાર્યક્ષેત્ર હોવા છતાં પણ સમયે-સમયે ભગવાનની સેવામાં ઉપસ્થિત થાય છે. તે પોતાની પ્રજાને સંયમ લેવા માટે ખુલ્લી પ્રેરણા(ઘોષણા) કરી ધર્મ દલાલી કરે છે. તેના જીવનની અનેક વિશિષ્ટતાઓ છે, જે આપણા માટે આદર્શરૂપ છે. (૪) સુદર્શન શ્રાવકની ગંભીરતા, દઢતા અને તેની ધર્માનુરાગતા અનુકરણીય છે. (૫) એવંતા બાળમુનિના સંયમ ભાવોનું વર્ણન આપણા ધર્મ જીવનમાં આળસ અને નબળાઈ અથવા ભયને દૂર કરવામાં અત્યંત પ્રેરક છે. (૬) ગજસુકુમાર રાજકુમાર દ્વારા લગ્ન માટે નકકી કરેલી કન્યાઓનો ત્યાગ, પ્રથમ દીક્ષા દિવસે જ અપૂર્વ ક્ષમા ધારણ અને સમભાવનો આદર્શ, આપણા કષાય અને કષિતતાને દૂર કરવા માટે એક શ્રેષ્ઠ માર્ગદર્શક છે. તેનું તે જીવન ધૈર્યવાન ગંભીર અને સહનશીલ બનવા માટે ઉત્તમ રસ્તો બતાવનાર છે. (૭) અર્જુનમાળીની ક્ષમા સાધુઓને સંયમ જીવનની પ્રત્યેક ક્ષણે યાદ કરવા યોગ્ય છે. જેથી અનુપમ સમભાવ, સમાધિનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. (૮) ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીર સ્વામી દ્વારા એવતાની સાથે કરેલ વ્યવહારથી આપણે પોતાના જીવનમાં ઉદારતા અને વિશાળતાને સ્થાન આપવું જોઈએ. કોઈપણ પ્રત્યે ઘૃણા અને તિરસ્કારનો ભાવ ન હોવો જોઈએ. (૯) સમય કાઢીને આગમમાં સૂચિત સૂત્રોનું જ્ઞાન અવશ્ય કંઠસ્થ કરવું જોઈએ. બાલ કે વૃદ્ધ બધા શ્રમણો માટે શાસ્ત્રના અધ્યયનનો નિયમ આવશ્યક છે. પ્રસ્તુત સૂત્રમાં અલ્પ દીક્ષા પર્યાયને કારણે અર્જુનમાળી અને ગજસુકુમારને છોડી શેષ સર્વ સાધકોએ(સ્ત્રી,પુરુષ, બાલ,વૃદ્ધ બધાએ) શાસ્ત્રોનું વિશાળ જ્ઞાન કંઠસ્થ કર્યું હતું. Page #127 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્રઃ અંતગડ સૂત્રા ૧૨૦ (૧૦) સંયમ જીવનમાં તપસ્યાનું અત્યધિક સન્માન હોવું જોઈએ. કારણ કે તપ રહિત કે તપથી ઉપેક્ષિત સંયમ જીવન વાસ્તવિક ફલદાયી બની શકતું નથી. બ્રહ્મચર્ય અને સ્વાથ્ય રક્ષા માટે તથા સંપૂર્ણ ઈન્દ્રિય અને મનોનિગ્રહ માટે ઉપવાસ આદિ તપસ્યાઓ નિતાત્ત આવશ્યક છે, એમ સમજવું જોઈએ. તપસ્યા વિના આ બધી સાધના અધૂરી રહી જાય છે. તપસ્યાના અભ્યાસ વડે જ સાધક અંતિમ જીવનમાં સંલેખના સંથારાના મનોરથને સફળ કરી શકે છે ગુણ રત્ન સંવત્સર તપ નવ દશા له ه co wa enn å ચૌદ ૩૨ તપસ્યા સંખ્યા દિવસ | તપસ્યા સંખ્યા દિવસ ઉપવાસ ૧૫ ૩૦ ૩ ૩૦ છઠ ૧૦ ૩૦ અઠમ ૮ ૩ર. અગિયાર ચાર ઉપવાસ બાર ૨ ૨૬ પાંચ ૫ ૩૦ ૨ ૨૮ ૪ ૨૮ ૨ ૩૦ સાત ૩ ૨૪ પંદર આઠ ૩ ૨૭ સોળ ૩૪ કુલ દિવસ ૪૮૦ (૧૬ મહિના) ભિક્ષુની બાર પડિમા પહેલીથી સાતમી પડિમા એક-એક મહિનો | ૭ માસ આઠમીથી દસમી પડિમા | એક–એક સપ્તાહ ૨૧ દિવસ અગિયારમી પડિમા છઠ + પારણા ૩ દિવસ બારમી પડિમા અઠમ + પારણા | ૪ દિવસ કુલ = ૭ મહિના ૨૮ દિવસ ه ه 'અંતગડદશાસૂસસારાંશસંપૂર્ણ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧ 1111 ii જૈન આગમોમાં શ્રી કૃષ્ણનું જીવન જૈન પરંપરામાં શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વગુણ સંપન્ન, શ્રેષ્ઠ ચારિત્રનિષ્ઠ, અત્યંત દયાળ શરણાગત વત્સલ, ધીર, વિનયી, માતૃભક્ત, મહાનવીર, ધર્માત્મા, કર્તવ્યપરાયણ, બુદ્ધિમાન, નીતિમાન અને તેજસ્વી વ્યકિતત્વ સંપન હતા. સમવાયાંગ સૂત્રમાં તેમના તેજસ્વી વ્યક્તિત્વનો જે ઉલ્લેખ છે તે અદ્ભુત છે. તેઓ ત્રણ ખંડના અધિપતિ અર્ધચક્રવર્તી હતા. તેમના શરીર પર એક સો આઠ પ્રશસ્ત ચિહ્ન હતા. તેઓ નરવૃષભ અને દેવરાજ ઇન્દ્ર સમાન હતા; મહાન યોદ્ધા હતા. તેમણે પોતાના જીવનમાં ત્રણસો સાઠયુદ્ધ કર્યા, પણ ક્યારેય પરાજિત થયા નહિ. તેમનામાં વીસ લાખ અષ્ટાપદોની શક્તિ હતી પરંતુ તેમણે પોતાની શકિતનો ક્યારે ય દુરુપયોગ કર્યો ન હતો. વૈદિક પરંપરાની જેમ જેને પરંપરામાં વાસુદેવશ્રી કૃષ્ણને ઈશ્વરના અંશ કે અવતાર માનવામાં નથી આવ્યા. તેઓ શ્રેષ્ઠ શાસક હતા અર્થાત્ ભૌતિક દષ્ટિએ તેઓ તે યુગના સર્વશ્રેષ્ઠ અધિનાયક હતા. પરંતુ નિદાનકૃત હોવાથી તેઓ આધ્યાત્મિક દષ્ટિથી ચોથા ગુણસ્થાનથી આગળ વિકાસ કરી શક્યા નહીં. તેઓ બાવીસમાં તીર્થકર અરિષ્ટનેમિ ભગવાનના પરમભક્ત હતા. અરિષ્ટનેમિથી શ્રી કૃષ્ણ વાસુદેવ વયની અપેક્ષાએ મોટા હતા જ્યારે આધ્યાત્મિક દષ્ટિથી અરિષ્ટનેમિ જ્યેષ્ઠ હતા. ભગવાન નેમિનાથ અને શ્રી કૃષ્ણ વાસુદેવ સંસારપક્ષે કાકાઈ ભાઈ હતા. એક ધર્મ વીર હતા તો બીજા કર્મવીર હતા. એક નિવૃત્તિ પ્રધાન હતા તો બીજા પ્રવૃત્તિ પ્રધાન હતા. જ્યારે પણ ભગવાન નેમિનાથ વિચરણ કરતાં દ્વારિકામાં પધારતા, ત્યારે શ્રી કૃષ્ણ તેમની ઉપાસના માટે પહોંચી જતા. અંતકૃત દશા, સમવાયાંગ, જ્ઞાતા ધર્મકથા, સ્થાનાંગ, ઉપાંગસૂત્ર (નિરયાવલિકા) પ્રશ્ન વ્યાકરણ, ઉત્તરાધ્યન આદિ આગમોમાં શ્રી કૃષ્ણ સંબંધી સંકેત ઉપલબ્ધ છે, તેમાં તેઓનું જીવન યશસ્વી અને તેજસ્વી બતાવવામાં આવ્યું છે. આગમોના વ્યાખ્યા સાહિત્યમાં નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકા ગ્રન્થોમાં તેમના જીવન સંબંધિત અનેક ઘટનાઓ બતાવવામાં આવી છે. શ્વેતામ્બર અને દિગમ્બર બને પરંપરાના મૂર્ધન્ય શિખરસ્થ વિદ્વાનોએ શ્રી કૃષ્ણના જીવન પ્રસંગોને આલેખતા સૌથી વધારે ગ્રન્થોની રચના કરી છે. ભાષાની દૃષ્ટિથી તે રચનાઓ પ્રાકૃત, અપભ્રંશ, સંસ્કૃત, જૂની ગુજરાતી, રાજસ્થાની અને હિન્દીમાં છે. પ્રસ્તુત આગમમાં શ્રી કૃષ્ણનું બહુરંગી વ્યક્તિત્વ જોઈ શકાય છે. તેઓ Jain ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં પણ માતા-પિતાના પરમ ભક્ત હતા. માતા org Page #129 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર ૧ર૯ : - : , કસ.. દેવકીની અભિલાષા પૂર્તિ માટે તેઓએ હરિણેગમેલી દેવની આરાધના કરી હતી. લઘુ ભાઈ પ્રત્યે પણ અત્યંત સ્નેહ રાખતા હતા. ભગવાન અરિષ્ટનેમિ પ્રતિ પણ તેમની અત્યંત ભક્તિ નિષ્ઠા હતી. જ્યાં તેઓ યુદ્ધભૂમિમાં અસાધારણ પરાક્રમનો પરિચય આપી રિપુમર્દન કરે છે, વજથીય કઠોર બને છે, ત્યાં એક વૃદ્ધ વ્યક્તિને જોઈ તેમનું હૃદય અનુકંપાથી કંપિત થઈ જાય છે અને તેને સહયોગ દેવાની ભાવનાથી સ્વયં ઈર્ટ ઉપાડીને તેના ઘરમાં મૂકે છે. સાચું જ કહ્યું છે કે – वज्रादपि कठोराणि, मृदूनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि, को हि विज्ञातुमर्हति ॥ અર્થ - વજથીય કઠોર અને ફૂલથીયે કોમળ તેવા મહાપુરુષોના ચિત્તને જાણવા માટે કોણ સમર્થ છે? (કોઈ નહિ) દ્વારિકાના વિનાશની વાત સાંભળી તેઓ બધાને એક જ પ્રેરણા આપતા કે ભગવાન અરિષ્ટનેમિની પાસે દીક્ષા ગ્રહણ કરો. દીક્ષા લેનાર વ્યક્તિઓના પરિવારોનું પાલન પોષણ હું કરીશ. પોતાની પટ્ટરાણીઓ, પુત્રો, પુત્રવધુઓ અને પૌત્રાદિ વગેરે પરિવાર જનો પણ દીક્ષા લેવા માટે તૈયાર થયા તો તેમને પણ સહર્ષ અનુમતિ આપી દીધી હતી. આવશ્યક ચૂર્ણિમાં વર્ણન છે કે તેઓ પૂર્ણ રૂપથી ગુણાનુરાગી હતા. મરેલી કૂતરીના શરીરમાં ખદબદતા કીડાઓ તરફ નજર ન કરતાં તેના ચમકતા દાંતની પ્રશંસા કરી હતી. શ્રી કૃષ્ણ વાસુદેવ આગામી ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં ૧રમા અમમ નામના તીર્થકર બનશે. ત્યાં તેઓ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ પરમાત્મા બનશે. શ્રાવક ભાવના : ધન્ય હૈ મુનિવર મહાવ્રત પાલતે સદ્ભાવ સે સર્વ હિંસા ત્યાગ કર વે જી રહે સમભાવ સે, હૈ મહાવ્રત લક્ષ્ય મેરા કિન્તુ અભી દુઃસાધ્ય હે અણુવ્રત કા માર્ગ મુજકો સરલ ઔર સુસાધ્ય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧ અનુત્તરોપપાતિક સૂત્રા સૂત્ર પરિચય – અનુત્તરોપપાતિક દશા સૂત્ર દ્વાદશાંગીનું નવમું અંગ સૂત્ર છે. શ્રેષ્ઠ ઉત્તમ વિમાનને અનુત્તર વિમાન કહેવાય છે. બાર દેવલોક પછી નવરૈવેયક વિમાન છે તેની ઉપર વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ આ પાંચ અનુત્તર વિમાન છે. જે સાધક પોતાના ઉત્કૃષ્ટ તપ-સંયમની સાધનાથી ત્યાં ઉત્પન્ન થાય છે તેને અનુત્તરોપપાતિક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર કહ્યા છે. તેઓનું વર્ણન જે શાસ્ત્રમાં છે તેને અનુત્તરોપપાતિક સૂત્ર કહેવાય છે. દશા શબ્દ અહીં દશની સંખ્યા સૂચક છે. દશ સંખ્યાનો આશય એ છે કે આ સૂત્રના પ્રથમ વર્ગમાં દશ અધ્યયન છે. બીજી અપેક્ષાએ આ સૂત્ર પહેલાં દશ અધ્યયનાત્મક હશે. વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્રમાં ત્રણ વર્ગ છે અને કુલ ૧૦+૧૩+૧) =૩૩ અધ્યયન છે. જેમાં પ્રથમ બે વર્ગના ૨૩ અધ્યયનમાં શ્રેણિકના ર૩ દીકરાઓનું વર્ણન છે. આ સૂત્રમાં વર્ણિત ૩૩ જીવોએ અપાર સુખ વૈભવનો ત્યાગ કરી, વિવાહિત સ્ત્રીઓનો ત્યાગ કરી ચરમ તીર્થંકર પાસે દીક્ષા અંગીકાર કરી અંતે એક માસના પાદપોપગમન સંથારાથી અનુત્તર વિમાનમાં દેવભવને પ્રાપ્ત કર્યો. ત્યાર પછી મનુષ્યપણે ઉત્પન્ન થઈ મોક્ષે પધારશે. વર્ગ - ૧ : અધ્યયન – ૧ થી ૧૦ જાલિકુમાર:- રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામની રાણી હતી. તેણીએ એકદા અર્ધરાત્રે સિંહનું સ્વપ્ન જોયું. કાલાંતરે પુત્રનો જન્મ થયો. તેનું નામ જાલિકુમાર રાખવામાં આવ્યું. યૌવન પ્રાપ્ત થતાં આઠ કન્યાઓ સાથે તેના વિવાહ થયા. લગ્ન બાદ પિતાએ ભવનાદિ બધું આઠની સંખ્યામાં આપ્યાં. આઠ કરોડ સવર્ણ અને ચાંદીની મહોરો આદિ જાલિકમારને પ્રીતિદાનના રૂપે આપ્યાં; જે બધી પત્નીઓને વહેંચી દીધાં. ત્યાર પછી તે જાલિ– કુમાર પોતાના ભવનમાં નાટક, ગીત આદિ મનુષ્ય સંબંધી સુખોનો ઉપભોગ કરતા રહેવા લાગ્યો. એકદા ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. નગરીના લોકો વંદન, પર્યાપાસના કરવા ગયા. શ્રેણિક રાજા પણ ભગવાનની સેવામાં ગયા. જાલિકુમાર પણ ગયા. વૈરાગ્ય વાસિત ભરપૂર ધર્મ દેશના સાંભળી જાલિકુમાર સંસારથી વિરક્ત થયા. ઘેર આવી માતા-પિતા પાસે સંયમની અનુમતિ મેળવી દીક્ષિત થયા. સંયમ પર્યાયમાં આવશ્યક સૂત્રના અધ્યયન પછી અગિયાર અંગોને કંઠસ્થ કર્યા. ગુણરત્ન સંવત્સર વિશિષ્ટ તપની આરાધના કરી. ભિક્ષુની બાર પડિમાઓ વહન : Jain Sucation Interna or private & Personal Page #131 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : અનુરોપપાતિક સૂત્ર ૧૩૧ કરી. અંતિમ સમય નિકટ આવેલો જાણી ભગવાનની પાસે ઉપસ્થિત થયા અને અનશન કરવાની અનુજ્ઞા મેળવી. ભગવાનની અનુમતિથી ફરીને જાતે મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું અને સ્થવિર ભગવંતોની સાથે વિપુલ નામના પર્વત ઉપર ધીરે ધીરે ચઢી યોગ્ય સ્થાને જઈ પાદોપગમન સંથારો કર્યો. એક મહિના સુધી સંથારો ચાલ્યો. ત્યાર પછી કાળધર્મ પામતાં સ્થવિર ભગવંતોએ પરિનિર્વાણનો કાયોત્સર્ગ કર્યો. તેઓ તેમના ભંડોપકરણ લઈ ભગવાન પાસે આવ્યા. પ્રભુને વંદન-નમસ્કાર કરી જાલિકુમારના કાળધર્મના સમાચાર આપ્યા અને તેના ઉપકરણ ભગવાનને સાપ્યા. ત્યારપછી ગૌતમ ગણધરના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે જાલિકુમાર વિજય નામના પ્રથમ અનુત્તર વિમાનમાં બત્રીસ સાગરોપમની સ્થિતિએ દેવ બન્યા છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી માનવભવ પ્રાપ્ત કરી સંપૂર્ણ કર્મનો ક્ષય કરશે. આ પ્રમાણે શેષ નવે ભાઈઓનું વર્ણન છે. તે બધા શ્રેણિકના જ પુત્ર હતા. સાત કુમારોની માતા ધારિણી હતી. વેહલ અને હાયસની માતા ચેલણા હતી. અભયકુમારની માતા નંદા હતી. પ્રથમ પાંચનો સોળ વર્ષનો દીક્ષા પર્યાય હતો.તે પછીના ત્રણનો બાર વર્ષનો અને અંતિમ બે નો પાંચ વર્ષનો દીક્ષા પર્યાય હતો. પ્રથમ પાંચ અધ્યયનમાં વર્ણિત અણગાર ક્રમશઃ વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. આગળના પાંચ અણગાર ક્રમશઃ સર્વાર્થસિદ્ધ, અપરાજિત, જયંત, વિજયંત અને વિજય નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. અંતે જાલિકુમારની જેમ બધા જીવ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પ્રાપ્ત કરી મોક્ષે પધારશે. પ્રથમ વર્ગ વર્ણિત દશ મહાન આત્માઓ – (૧) જાલિ (ર) મયાલિ (૩) ઉપજાલિ (૪) પુરુષસેન (૫) વારિસેન (૬) દીર્ઘદંત (૭) લષ્ટદંત (૮) વેહલ (૯) હાયસ (૧૦) અભયકુમાર અભયકુમાર :- આ વર્ગના અંતિમ અધ્યયનથી જણાય છે કે શ્રેણિકનો બુદ્ધિનિધાન પુત્ર અભયકુમાર પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થઈ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયો છે. તેના દીક્ષિત થવા માટેનું રોચક દૃષ્ટાંત ગ્રંથોમાં આ પ્રમાણે ઉપલબ્ધ થાય છે. દીક્ષા લેવાની ભાવના :- એકદા પ્રભુ મહાવીરનો ઉપદેશ સાંભળ્યા પછી અભયકુમારે પ્રભુને પ્રશ્ન પૂછયો કે પ્રભુ! આપના શાસનમાં અંતિમ મોક્ષગામી રાજા કોણ થશે ? પ્રભુએ ઉત્તરમાં ફરમાવ્યું કે ઉદાઈ રાજા મારી પાસે દીક્ષિત થયો છે તે જ અંતિમ મોક્ષગામી રાજા છે. આ ઉત્તર સાંભળી અભયે નક્કી કર્યું કે થવા મારે રાજા બનવું નથી પરંતુ તેના પહેલાં જ હું દીક્ષિત થઈ જાઉં કારણ કે રાજા or Private & Personal use o Ww.jainelibrary.org Page #132 -------------------------------------------------------------------------- ________________ 932 મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ થયા પછી હું મોક્ષે જઈ શકીશ નહીં. દીક્ષાની આજ્ઞા માંગવાથી શ્રેણિકે તેમને આજ્ઞા ન આપી અને કહી દીધું કે જ્યારે હું તને નારાજ થઈ એમ કહું કે દૂર થા, ચાલ્યો જા; મને તારું મુખ દેખાડજે મા, ત્યારે તું શ્રમણ બની જજે, દીક્ષા લઈ લેજે. વિનયસંપન્ન બુદ્ધિનિધાન અભયકુમાર માટે એવો પ્રસંગ અશક્ય લાગતો હતો, છતાં પણ તે રોકાઈ ગયો. એકદા શ્રેણિક અને ચેલણા રાણી નદી પાસેથી પસાર થઈ રહ્યા હતાં. ઠંડીનો સમય હતો. ત્યાં એક નિર્વસ્ત્ર ધ્યાનસ્થ યોગી મુનિના દર્શન કર્યા અને રાજભવનમાં આવી ગયા. દીક્ષાની આજ્ઞા :~ રાત્રિના સમયે શ્રેણિક ચેલણાના ભવનમાં જ સૂતા હતાં. નીંદરમાં ચેલણાનો હાથ રજાઈની બહાર રહી જતાં ઠંડીથી ઠરી ગયો. રાણીની ઊંઘ ઉડી ગઈ, હાથની વેદના સાથે ધ્યાનસ્થ મુનિ યાદ આવી ગયા. તેના મુખમાંથી શબ્દ નિકળી પડ્યાં કે “તે શું કરતા હશે.’” ઠંડીના કારણે રાજાની પણ ઊંઘ ઉડી ગઈ હતી. તેથી તેઓએ રાણીના આ શબ્દો સાંભળી લીધા. રાજાને આ શબ્દો પરથી રાણીના ચારિત્રમાં શંકા થઈ. સવાર થતાં જ અભયકુમારને આદેશ કર્યો કે ચેલણાના મહેલને બાળી દેજે. આદેશ કરી તેઓ ભગવાન મહાવીરના દર્શન માટે નીકળી ગયા. અભયકુમારે મહેલમાંથી રાણીઓને અને બહુમૂલ્ય સામગ્રીને કાઢી લીધી અને મહેલને આગ લગાડી દીધી. શ્રેણિકે ઉપદેશ શ્રવણ પછી પ્રભુને પૂછીને જાણી લીધું કે ચેલા નિષ્કલંક છે. પોતાના આદેશનો પશ્ચાત્તાપ કરતાં ત્યાંથી શીધ્રગતિએ ચાલ્યા. માર્ગમાં અભયકુમાર મળી ગયો. તેણે રાજાના પૂછવાથી સ્પષ્ટ કહી દીધું કે મહેલ બાળી નાખ્યો છે. ખેદના કારણે રાજાના મુખેથી અનાયાસે શબ્દો નીકળી ગયા- દૂર થા, ચાલ્યો જા, મને તારું મુખ ક્યારેય ન બતાવજે. ત્યાંથી અભયકુમાર ભગવાનની સેવામાં પહોંચી ગયો અને દીક્ષિત થઇ ગયો. આ પ્રકારનું વર્ણન આગમમાં નથી તેમ છતાં પ્રસ્તુત સૂત્રમાં તેની દીક્ષાનું અને અનુત્તવિમાનમાં જવાનું વર્ણન તો છે જ. વર્ગ - ૨ : અધ્યયન ૧ થી ૧૩ આ વર્ગમાં તેર અધ્યયન છે. જેમાં દીર્ઘસેન આદિ શ્રેણિકના પુત્ર અને ધારિણીના અંગજાત તેર જીવોનું વર્ણન છે. આ બધા સગા ભાઈઓ હતા. તેઓએ યૌવનવયમાં રાજકન્યાઓનો ત્યાગ કરી ભગવાનની પાસે દીક્ષા લીધી અને સોળ વર્ષ સુધી સંયમ તપનું પાલન કર્યું. અંતે એક મહિનાનો સંથારો કરી, કાળ ધર્મ પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. તેમના શ્રુત અધ્યયન અને તપાદિનું વર્ણન જાલિકમારની જેમ સમજવું. to tate & Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : અનુત્તરોપપાતિક સૂત્ર ૧૩૩ આ તેરમાંથી ક્રમશઃ બે વિજય અનુત્તર વિમાનમાં, બે વિજયંતમાં, બે જયંતમાં, બે અપરાજિતમાં ઉત્પન્ન થયા, શેષ અંતિમ પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. તેર ભાઈઓ દેવાયુ પૂર્ણ થતાં મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને યથાસમય તપ-સંયમનું પાલન કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે. બીજા વર્ગ વર્ણિત મહાનાત્માઓ :- (૧) દીર્ધસેન (ર) મહાસેન (૩) ઇષ્ટદંત (૪) ગૂઢદંત (૫) શુદ્ધદંત (૬) હલ્લ (૭) તૂમ (૮) વૂમસેન (૯) મહા ઠુમસેન (૧૦) સિંહ (૧૧) સિંહસેન (૧ર) મહાસિંહસેન (૧૩) મહાપુણ્યસેન. (વર્ગ - ૩: અધ્યયન – ૧ થી ૧૦ પ્રાચીનકાળે કાકંદી નામની સમૃદ્ધ નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં ભદ્રા નામની શેઠાણી રહેતી હતી. તેને ધન્યકુમાર નામનો પુત્ર હતો; જે અનેક શ્રેષ્ઠ લક્ષણોથી સંપન્ન હતો. પાંચ ધાવમાતાઓથી તેનું લાલન પાલન થયું. કળાચાર્યની પાસે રહી ૭ર કળાઓમાં, અનેક ભાષાઓમાં અને શાસ્ત્રોમાં તે પારંગત થયા. માતાએ તેના માટે તેત્રીસ ભવનો તૈયાર કરાવ્યા. ખૂબ આડંબરથી તેના બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓ સાથે લગ્ન થયા. તે ધન્યકુમાર અપાર ધન, વૈભવ અને મનુષ્ય સંબંધી સુખોનો ઉપભોગ કરતાં સમય વ્યતીત કરવા લાગ્યા. એક વખત કાકંદી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. પરિષદ દેશના સાંભળવા ગઈ, ધન્ય કુમાર પણ ગયા. ઉપદેશ સાંભળી ધન્યકુમાર સંસારથી વિરક્ત થયા અને માતાની અનુમતિ મેળવવા સંયમ લેવાની ભાવના વ્યક્ત કરી. પુત્ર મોહના કારણે વચન સાંભળતાં જ માતા મૂછ પામી. થોડો સમય વ્યતીત થતાં માતા સ્વસ્થ બની અને વિલાપ કરતી પુત્રને સમજાવવા લાગી કે હે પુત્ર ! અત્યારે દીક્ષા ન લે. મારા મૃત્યુ પછી તું દીક્ષા લેજે. ક્ષણભર પણ તારો વિયોગ મારાથી સહન કરી શકાય નહીં. ધન્યકુમાર માતાને કહે છે કે-- માતા ! મનુષ્ય જીવન ક્ષણ ભંગુર છે. કામભોગ અવશ્ય ત્યાગવા યોગ્ય છે. કોણ પહેલાં અને કોણ પછી મૃત્યુ પામશે તેની ખબર નથી. તેથી હું હમણાં જ સંયમ ગ્રહણ કરીશ. અનિચ્છાએ માતાએ અનુમતિ આપી. તે નગરીના જિતશત્રુ રાજાએ કૃષ્ણ મહારાજની જેમ ભવ્ય દીક્ષા મહોત્સવ કર્યો. ભગવાનની સમક્ષ પહોંચી ધન્યકુમારે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. ભગવાને રાજા તથા માતાની આજ્ઞાથી દીક્ષા પાઠ ભણાવ્યો. ધન્યકુમાર હવે ધન્ના અણગાર બન્યા. દીક્ષાના દિવસથી જ ધના અણગારે આજીવન છઠના પારણે છઠ કરવાની પ્રતિજ્ઞા કરી. પારણામાં પણ આયંબિલ કરવું અને એવો રૂક્ષ આહાર લેવો કે જેને અન્ય કોઈ યાચક લેવા ન ઇચ્છે અને તે આહાર ફેંકી દેવા યોગ્ય હોય. આ પ્રકારે Jain અભિગ્રહ કરી મુનિ પારણા માટે કરતાં હતાં. તેઓને ક્યારેક પાણી મળે તો Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ | | આહાર ન મળતો અને ક્યારેક આહાર મળે તો પાણી ન મળતું. જે મળતું તેમાં સંપૂર્ણ સંતોષ માની, કોઈપણ પ્રકારનો ખેદ કર્યા વિના તેઓ સમભાવે વિધિપૂર્વક આહાર ગ્રહણ કરતા. આવું ઉત્કૃષ્ટ તપ કરવાથી તેનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું. તેના આ તપોમય શરીરના અંગ-ઉપાંગનું વર્ણન ઉપમાસહિત સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. અંતે બતાવ્યું છે કે ધના અણગાર તપ તેજથી અત્યંત શોભી રહ્યા હતા. ધન્ના અણગારે આવશ્યક સૂત્ર અને અગિયાર અંગસૂત્રોનું અધ્યયન કર્યું. તપ-સંયમથી આત્માને ભાવિત કરતાં ભગવાનની સાથે અમાનુગ્રામ વિચરવા લાગ્યા. એક વખત ભગવાન રાજગૃહી નગરીમાં પધાર્યા. શ્રેણિક રાજા દર્શન કરવા આવ્યા. ધમોપદેશ સાંભળી શ્રેણિકે પૂછયું- અંતે ! ગૌતમાદિ સહિત ચૌદહજાર મુનિઓમાં સૌથી વધુ દુષ્કર ક્રિયા કરનાર કોણ છે. પ્રભુએ ફરમાવ્યું કે વર્તમાન સર્વ નિઓમાં ધન્ના અણગાર દુષ્કર કરણી કરનાર છે અને મહાનિર્જરા કરનાર છે. આ સાંભળી શ્રેણિક અત્યંત હર્ષિત થયા, ધના અણગાર સમીપે આવી ધન્ય ધન્ય કહેતા તેમના ગુણગ્રામ કર્યા, ભકિતસભર વંદન કર્યા અને પાછા ફર્યા. કાલાંતરે ધન્ના અણગારે પણ જાલિકુમારની જેમ વિપુલપર્વત પર ચડી સંલેખના કરી. તેમણે નવમાસની દીક્ષા પાળી, એક માસનો સંથારો કરી સર્વાર્થ- સિદ્ધમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ– ક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી સિદ્ધ થશે. પ્રસ્તુત અધ્યયનમાંથી એ શિક્ષા લેવી જોઈએ કે આત્મ-કલ્યાણની ઇચ્છાથી સંસારનો ત્યાગ કર્યા બાદ સાધકે ક્યાં ય મમત્વ રાખવું ન જોઈએ. શરીરના મમત્વનો પણ ત્યાગ કરી તપ-સંયમમાં પુરુષાર્થ કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી જ લીધેલો સંયમ સાર્થક બને છે. સુનક્ષત્ર આદિ શેષ નવનું વર્ણન પણ ધન્ના અણગારની જેમ જ સમજવું. તે દરેકના નગરી, માતાનું નામ તથા દીક્ષા પર્યાયમાં કંઈક તફાવત છે. તે સર્વે ઉત્કૃષ્ટ તપ-સંયમની આરાધના કરી સર્વાર્થસિદ્ધમાં ગયા. આ વર્ગમાં ૯ મહિના અને ૬ મહિનાની દીક્ષા દરમ્યાન અગિયાર અંગોના અધ્યયનનું વર્ણન મનનીય છે. ત્રીજા વર્ગમાં વેહલકુમાર સિવાય ૯ના પિતા દીક્ષા પૂર્વે દિવંગત થઈ ગયા હતાં. પ્રથમ વર્ગમાં શ્રેણિકના પ્રસિદ્ધ પુત્ર વેહલ અને વેહાસય નું વર્ણન છે. બીજામાં હલ' નામ આવ્યું છે અને ત્રીજામાં વહલ્લ' નામ આવ્યું છે. આ બધા ભિન્ન-ભિન્ન છે. ઉપલબ્ધ સૂત્ર પદ્ધતિમાં નામની સામ્યતા હોવી સહજ છે. ત્રીજા વર્ગ વર્ણિત દસ મહાત્માઓઃ - (૧) ધન્ય (૨) સુનક્ષત્ર (૩) ત્રષિદાસ (૪) પેલ્લક (પ) રામપુત્ર (૬) ચંદ્રિક (૭) પૃષ્ટિમાત્રિક (૮) પેઢાલ પુત્ર (૯) પોષ્ટિલ (૧૦) વેહલ. આ શાસ્ત્રમાં વર્ણિત ૧૭મહાત્માઓ સર્વાર્થસિદ્ધમાં અને ૧૬મહાત્માઓ ચાર અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. (અત્તરપપાતિસૂત્રસંપૂર્ણ ) Private Personal use only www.ainelibrary.org Page #135 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ વિપાક સૂત્ર ૧૩૫ વિપાક સૂત્ર પ્રસ્તાવના :- આ સંસારના સમસ્ત જીવો કર્મના વિપાક પ્રમાણે પ્રવાહિત થઈ રહ્યા છે. આ પ્રવાહમાં જીવ શુભ કર્મના સંયોગથી સુખી સાંસારિક અવસ્થા પ્રાપ્ત કરે છે અને અશુભ કર્મના સંયોગથી દુઃખી અવસ્થા પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત સૂત્રમાં આવા બન્ને પ્રકારના આત્માઓના જીવન વૃત્તાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ વિપાકના વર્ણનના કારણે આ સૂત્રનું નામ વિપાક સૂત્ર રાખવામાં આવ્યું છે. આ અગિયારમું અંગસૂત્ર છે. તેના બે શ્રુતસ્કંધ છે. (૧) દુઃખ વિપાક અને (૨) સુખ વિપાક. દુ:ખવિપાકમાં પાપકર્મનું અને સુખવિપાકમાં પુણ્યકર્મનું ફલ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ કથા પ્રધાન અંગ શાસ્ત્ર ગણધર વિંચત છે. ભગવાન મહાવીર સ્વામીએ મોક્ષ પધારતાં પહેલાં ભવી જીવોના ઉદ્ધાર અર્થે ૫૫+૫૫=૧૧૦ અધ્યયન દુઃખ અને સુખ વિપાકના ફરમાવ્યા છે. વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્ર દશ-દશ અધ્યયનાત્મક છે અને તે ૧૨૧૬ ગાથા પ્રમાણ મનાય છે. પ્રથમ શ્રુતસ્કંધ - દુઃખ વિપાક અધ્યયન ૧: મૃગાપુત્ર ભગવાન મહાવીરના વિચરણ કાલમાં મૃગગ્રામ નામનું નગર હતું. વિજયક્ષત્રિય નામનો રાજા ત્યાં રાજ્ય કરતો હતો. મૃગાદેવી તેની રાણી હતી. તેણે એક બાળ કને જન્મ દીધો. તે મહાન પાપ કર્મોના ઉદયથી પ્રભાવિત હતો. તે જન્મથી જ આંધળો અને બહેરો હતો. તેને આંખ કાન નાક હાથ પગ વગેરે અવયવ ન હતાં. અવયવની જગ્યાએ ફક્ત નિશાની જ હતી. શરમના કારણે અને પતિની આજ્ઞાથી મૃગાદેવી તેનું ગુપ્ત રૂપે પાલન-પોષણ કરતી. તેને એક ભોંયરામાં રાખવામાં આવ્યો હતો. તેને જન્મ પહેલા ગર્ભમાં જ ભસ્મક રોગ લાગુ પડ્યો હતો, જેથી આહાર કરતાં તુરત જ તેના શરીરમાંથી પરૂ અને લોહી વહેતું. મૃગારાણીનો આ પ્રથમ દીકરો હતો. ત્યાર પછી ચાર પુત્રો થયા હતા. જે સુંદર, સુડોળ અને રૂપ અને ગુણ યુક્ત હતા. એક વખત તે નગરીમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. ધર્મદેશના સાંભળવા આવેલી પરિષદમાં રાજા પણ હતા, સાથે એક દીન-હીન જન્માંધ વ્યક્તિ પણ હતી. જેને એક માણસ નાની ગાડીમાં બેસાડી, ખેંચીને અહીં-તહીં લઈ જતો હતો. તેને જોઈ ગૌતમ ગણધરે પ્રશ્ન પૂછયો− ભંતે ! આ કેવો દુ:ખી આત્મા છે, Page #136 -------------------------------------------------------------------------- ________________ (૩૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ . 1 : ' કાકા કામદારોના પ્રાણીઓ આના જેવો બીજો કોઈ દુઃખી નહીં હોય? ઉત્તરમાં ભગવાને ભોંયરામાં રહેલા મૃગાપુત્રનું વર્ણન કર્યું. તેથી ગૌતમ સ્વામીએ તેને જોવાની ભાવના વ્યક્ત કરી. મુગાપુત્રનું બીભત્સ દ્રશ્ય :- ભગવાનની આજ્ઞા લઈ ગૌતમ સ્વામી મૃગારાણીના મહેલે પધાર્યા. મૃગારાણીએ સત્કાર-સન્માન કયાં, કસમયે આવવાનું કારણ પૂછ્યું. ગૌતમ સ્વામીએ પત્ર જોવાની ભાવના વ્યકત કરતાં મૃગારાણીએ પોતાના ચાર સુકમારોને ઉપસ્થિત કર્યા. ગૌતમ સ્વામીએ સ્પષ્ટતા કરી કે આ પુત્રોનું મારે પ્રયોજન નથી પણ ભોંયરામાં રાખેલ પ્રથમ પુત્રને જોવી છે. મૃગારાણીએ સાશ્ચર્ય પૂછયું કે આ ગુપ્ત વાતનું રહસ્ય કોના દ્વારા જાણવા મળ્યું? ગૌતમ સ્વામીએ કહ્યું- સર્વજ્ઞ, સર્વદર્શી મારા ધર્મગુરુ ધર્માચાર્ય ભગવાન મહાવીર સ્વામી દ્વારા મને જાણવા મળ્યું છે. ત્યારપછી ભગવાનના જ્ઞાનનો તથા અતિશયનો પરિચય આપ્યો. મૃગારાણીએ ભોજનની ગાડી ભરી, ગોતમ સ્વામીને સાથે લઈને ભોંયરા પાસે પહોંચી. દરવાજો ખોલતાં જ અસહ્ય દુર્ગધ આવી. નાક ઢાંકીને બન્ને અંદર ગયા. મૃગારાણીએ તે પુત્રની પાસે આહાર રાખ્યો. ખૂબ આસક્તિથી, શીધ્રતાએ તે આહાર ખાઈ ગયો. તત્કાળ તે આહાર પરિણમન થઈ. પચી જઈ રસી અને લોહીના રૂપમાં બહાર આવ્યો; તેને પણ તે ચાટી ગયો. આ લોમહર્ષક બીભત્સ છતાં દયનીય દશ્ય જોઈ ગૌતમ સ્વામી પાછા આવ્યા. ભગવાનને તેની દુર્દશાનું કારણ પૂછ્યું ત્યારે ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. ઈકાઈ રાઠોડ :- ભારતવર્ષમાં શતદ્વાર નરેશના પ્રતિનિધિ વિનયવર્ધમાન નામના ખેડનો શાસક ઈકાઈ નામનો રાષ્ટ્રકૂટ(રાઠોડ) હતો. આ રાષ્ટ્રકૂટ અત્યંત અધમ, અધર્માનુયાયી, અધર્મનિષ્ઠ, અધર્મદશી, અધર્મ પ્રજ્વલન એવં અધર્માચારી હતો. આદર્શ શાસકમાં જે વિશેષતા હોવી જોઈએ તેમાંથી એક પણ તેનામાં નહતી. એટલું જ નહિ, તે દરેક રીતે ભ્રષ્ટ અને અધમ શાસક હતો. પ્રજાને વધુને વધુ પીડવામાં જ આનંદ માનતો હતો. તે લાંચ લેનાર હતો. નિરપરાધ લોકો ઉપર જૂઠા આરોપ મૂકી તેમને પરેશાન કરતો હતો. રાત-દિવસ પાપ કૃત્યોમાં તલ્લીન રહેતો. તીવ્રતર પાપકર્મોના આચરણથી તેને તાત્કાલિક ફળ એ મળ્યું કે તેના શરીરમાં અસાધ્ય સોળ મહારોગ ઉત્પન્ન થયા. આ રોગોના ફળ સ્વરૂપે હાય હાય કરતો મૃત્યુ પામ્યો. પાપના ફળને ભોગવવા તે પહેલી નરકમાં નારકી પણે ઉત્પન્ન થયો. નરકમાં એક સાગરોપમનું લાંબું આયુષ્ય ભોગવ્યા પછી અહીં મૃગા પુત્રના રૂપે જન્મ લીધો. આગામી ભવો – મૃગાપુત્રના ભૂતકાળની આ કથા સાંભળીને ગૌતમ સ્વામીએ તેના ભવિષ્ય માટે પૂછ્યું. ભગવાને મૃગાપુત્રનું ભવિષ્ય બતાવતાં કહ્યું કે – Page #137 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: વિપાક સૂત્ર ૧૩૦ (૧) અહીં ર૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન થશે. (૨) એક સાગરોપમનું નરકનું આયુષ્ય ભોગવી સિંહરૂપે ઉત્પન્ન થશે. (૩) ત્યાર પછી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. (૪) સરીસર્પ થશે. (૫) ત્યારપછી બીજી નરકમાં જશે. (૬) પક્ષી યોનિમાં ઉત્પન્ન થશે. (૭) ત્રીજી નરકભૂમિમાં જશે. (૮) સિંહરૂપે જન્મ લેશે. (૯) ચોથી નરકમાં જશે. (૧૦) ઉપર જાતિમાં જન્મ લેશે. (૧૧) પાંચમી નરકમાં જશે. (૧૨) સ્ત્રીરૂપે પાપાચારનું સેવન કરશે. (૧૩) છઠ્ઠી નરકમાં જશે. (૧૪) મનુષ્ય ભવમાં અધર્મનું સેવન કરી. (૧૫) સાતમી નરકમાં જશે. ત્યાર પછી લાખો વખત જલચર જીવોની સાડા બાર લાખ કુલકોટિમાં ચતુષ્પદોમાં, ઉરપરિસર્પોમાં, ભુજપરિસર્પોમાં, ખેચરોમાં, ચઉન્દ્રિયમાં, તે ઇન્દ્રિયમાં, બેઇન્દ્રિયમાં, કડવી વનસ્પતિમાં, વાયુકાય, અપૂકાય, તેઉકાય તથા પૃથ્વીકાયમાં લાખો-લાખો વખત જન્મ ધારણ કરશે. દીર્ઘકાળ સુધી ભવભ્રમણ કરી અપાર વેદનાઓ ભોગવ્યા પછી બળદના રૂપે જન્મશે. તત્પશ્ચાત્ તેને મનુષ્ય ભવની પ્રાપ્તિ થશે. ત્યાં સંયમની આરાધના કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. શિક્ષા–પ્રેરણા – આ અધ્યયનથી મળતો બોધ આ પ્રમાણે છે(૧) શાસનના માધ્યમ દ્વારા પ્રાપ્ત સત્તાનો દુરુપયોગ કરનાર, લાંચ લેનાર, પ્રજા ઉપર અનુચિત કર–ભાર લાદનાર, તે સિવાય અન્ય આવાં પાપાચરણો કરનારાઓના ભવિષ્યનું આ નિર્મળ દર્પણ છે. આજના વાતાવરણમાં પ્રસ્તુત અધ્યયન અને આગળનાં અધ્યયન પણ ઉપયોગી છે. (૨) પતિની આજ્ઞાથી મૃગારાણીએ દુઃસ્સહ દુર્ગધયુક્ત તે પાપી પુત્રની પણ સેવા કરી હતી. આ કર્તવ્યનિષ્ઠા એવં પતિપરાયણતાનો અનુપમ આદર્શ છે. (૩) પાપી, અધર્મિષ્ઠ આત્મા પોતે દુઃખી થાય છે અને અન્યને દુઃખી કરે છે. જેવી રીતે ખાધ સામગ્રીમાં પડેલી માખી. (૪) સત્તા અને પુણ્યના નશામાં વ્યક્તિ કોઈની પરવાહ કરતો નથી. ભવિષ્યના કર્મબંધનો પણ વિચાર કરતો નથી. તેમ છતાં દુઃખ દાયી કર્મો તો ભોગવવા જ પડે છે. તેથી નાના-મોટા કોઈપણ પ્રાણીને મન,વચન અને કાયાથી કષ્ટ પહોંચાડતાં પ્રાણીઓ પોતાના માટે દુઃખનો પહાડ તૈયાર કરે છે. (૫) સૌંદર્યમય દશ્યને જોવાની આસક્તિ સાધુને માટે અકલ્પનીય છે. પણ ગંભીર જ્ઞાન, અનુપ્રેક્ષા, અન્વેષણ આદિ હેતુએ જાણવા-જોવાની જિજ્ઞાસા થવી તે અલગ બાબત છે. તેમાં ગીતાર્થની આજ્ઞાનુસાર કરવું જોઈએ. જેવી રીતે ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા લઈ મૃગા પુત્રને જોવા ભોંયરામાં ગયા હતા. ww Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧ અધ્યયન - ર : ઉજિતફ દુઃખી બાળક:-- વાણિજ્યગ્રામમાં વિજયમિત્ર સાર્થવાહને ઉઝિતક નામનો દીકરો હતો. તે સર્વાગ સુંદર અને રૂપ સંપન્ન હતો. સંયોગવશાત્ ઉઝિતકના માતા-પિતા કાળધર્મ પામ્યા. થોડું ઘણું ધન હતું તે નષ્ટ થઈ ગયું. બાકીનું રાજ કર્મચારીઓએ લઈ લીધું અને ઉજિઝતકને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. શૂળીની સજા :- તે સાર્થવાહ પુત્ર નગરમાં ભટકતો અનેક દુર્બસનોનો ભોગ બન્યો. દારૂ પીવો, જુગાર રમવો, ચોરી કરવી ઇત્યાદિ પ્રવૃત્તિમાં સમય પસાર કરતાં હવે કામધ્વજા વેશ્યાના ઘેર પહોંચ્યો. ત્યાં તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો. એકદા મિત્રરાણીના ઉદરે શૂળરોગ ઉત્પન થતાં રાજાએ તેને તરછોડી દીધી. પોતે કામધ્વજાના આવાસે જવા-આવવા લાગ્યા. ત્યાં ઉજ્જિતકને જોતા તેને કાઢી મૂક્યો. રાજા સ્વયં ગણિકા સાથે માનુપિક વિષયભોગોનો ઉપભોગ કરવા લાગ્યો. ઉજિઝતક વેશ્યાગમાં આસક્ત હતો. તક મળતાં વેશ્યા પાસે જવાનું તે ચૂકતો નહિ. એક વખત રાજા તેને જોઈ ગયો. પ્રચંડ ગુસ્સામાં તેને શૂળીએ ચઢાવવાનો આદેશ કર્યો. રાજાના આદેશાનુસાર રાજકર્મચારી તેને બાંધી, જુદા જુદા પ્રકારે મારપીટ કરતાં, નગરમાં ફેરવી રહ્યા હતા. તે વખતે ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી છઠના પારણે ભિક્ષા માટે વાણિજ્યગ્રામમાં પધાર્યા. રસ્તામાં તેઓએ નાક, કાન કાપેલા, હાથને પીઠ પાછળ બાંધેલ, બેડીઓ પહેરાવેલ ઉઝિક બાળકને જોયો. જેના શરીરમાંથી તલ-તલ જેટલું માંસ કાઢી ને માણસો તેને જ ખવડાવતા હતા અથવા પક્ષીઓને ખવડાવતા હતા.અન્ય માણસો તેને સેંકડો પત્થરો તથા ચાબુકોનો માર મારતા હતા. ગૌતમ સ્વામી ગોચરી વહોરી ભગવાન પાસે આવ્યા અને રસ્તામાં જોયેલ માણસની દુઃખમય અવસ્થાનું કારણ પૂછયું. પૂર્વભવ :-- ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કર્યું. આ જેબુદ્વીપમાં હસ્તિનાપુર નામનું નગર હતું. સુનંદ નામનો રાજા હતા. તેની પૂબ વિશાળ ગૌશાળી હતી. જ્યાં અનેક પશુ નિર્ભય થઈને રહેતાં હતાં અને પ્રચુર ભોજન-પાણી લેતાં હતાં. તે નગરમાં ભીમ નામનો કોટવાળ રહેતો હતો. જે અધર્મિષ્ઠ હતો. એક વખત તેની પત્ની ઉત્પલાએ પાપબદ્ધિવાળા એક પુત્રને જન્મ દીધો. જેનું નામ ગોત્રાસક રાખવામાં આવ્યું. તેનો મુખ્ય સ્વભાવ પશુઓને દુઃખ દેવાનો હતો. તે પશુઓને મારતો, પીટતો અને અંગ- ન કરતો તે હંમેશા અડધી રાત્રે ઉઠી ગૌશાળામાં જતો અને પશુઓને અંત્રસ્ત + આનંદ નતો. મથે જ માંસ-મદિરાના ગેલનમાં મસ્ત રહેતો હો Page #139 -------------------------------------------------------------------------- ________________ 1 કથાશાસ્ત્ર: વિપાક સૂત્ર 1 ૧૩૯ ૧૩૯ આ પ્રકારે ક્રૂર આચરણ કરતો થકો ૫૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી બીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ત્રણ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી અહી ઉક્ઝિતક કુમાર બન્યો અને પૂર્વકૃત શેષ કર્મોને આ દારૂણ દુઃખો દ્વારા ભોગવી રહ્યો છે. આગામી ભવ – ઉક્ઝિતકનો પૂર્વભવ સાંભળી તેના ભવિષ્યના વિષયમાં ગૌતમ સ્વામીએ પૂછયું. ભગવાને ભવિષ્ય ભાખ્યું- આજે સાંજે શૈલી ઉપર ર૫ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી પાપિષ્ઠ વાંદરો થશે. ત્યાર પછી વેશ્યાપુત્ર પ્રિયસેન નામનો કૃત નપુંસક થશે. ત્યાં એકવીસ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. આ રીતે મૃગાપુત્રની સમાન નરક, તિર્યંચ ગતિમાં ભવભ્રમણ કરશે. અંતે પાડો બનશે. ત્યાંથી કાળ કરીને શ્રેષ્ઠિપુત્ર થશે. સંયમ પાલન કરી દેવલોકમાં જશે. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત કરશે. શિક્ષા–પ્રેરણા :– જન્મ જન્માંતર સુધી પાપાચરણના સંસ્કાર ચાલે છે. તેજ રીતે ધર્મના સંસ્કારોની પરંપરા પણ અનેક ભવ સુધી ચાલે છે. માંસાહારમાં આસક્ત વ્યક્તિને અને નિરપરાધ ભોળા પશુઓને સંત્રસ્ત કરનારને આ ભવમાં તથા ભવોભવમાં વિચિત્ર વિટંબણાઓ ભોગવવી પડે છે. - - - - હતા. ( અધ્યયન - ૩: અભનસેન )) alli ) - - - - - - - - - - - - - - ચોર-સેનાપતિ: પ્રાચીન કાળમાં પુરિમતાલ નામનું નગર હતું. ત્યાંનો રાજા મહાબળ હતો. નગરીથી થોડે દૂર ચોરપલ્લી હતી, તેમાં વિજય ચોર ૫00 ચોરોનો સેનાપતિ હતો. તે મહા અધર્મ હતો. તેના હાથ લોહીથી રંગાયેલા રહેતા. પુરિમતાલ તથા આસપાસના બધા ગામના લોકોને તે ત્રાસ પહોંચાડતો હતો. તે મૃત્યુ પામતાં તેનો દીકરો અગ્નિસેન ચોરોનો સેનાપતિ બન્યો. તે પણ પિતા જેવો જ અધર્મી હતો. એક વખત નગરવાસીઓએ મહાબળ રાજા પાસે અમિગ્નસેનની ફરિયાદ રજુ કરી. રાજાએ કોટવાળને આદેશ આપ્યો- ચોરપલ્લી ઉપર આક્રમણ કરી અગ્નિસેનને જીવતો પકડી હાજર કરો. કોટવાળ સેના સહિત પલ્લીમાં ગયો. યુદ્ધ થયું. ચોરોનો વિજય થયો. કોટવાળે આવી કહ્યું કે બળથી તેને પકડવો અશક્ય છે. ચોર સેનાપતિને ઉગ્રદંડ:– રાજાએ છળકપટથી પકડવાનો નિર્ણય કર્યો, માટે અગ્નિસેનના ચોરોને અનેક પ્રકારની સામગ્રીઓ મોકલવા લાગ્યા. ત્યાર પછી સેનાપતિને પણ ઉચિત સમયે અમૂલ્ય ભેટ મોકલાવતા. એક વખત દસ દિવસનો પ્રમોદ મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો. જૈમાં ચોર વગેરેને આમંત્રણ અપાયા. ચોરના સેનાપતિને ખૂબ સન્માનપૂર્વક રહેવા સ્થાન આપ્યું. પછી તેમના સ્થાને Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ ખાધ સામગ્રી તથા વિશિષ્ટ મદિરાઓ મોકલાવી. ચોરો ખાઈ-પી નશામાં ચકચૂર બની બેભાન બન્યા. ત્યારે રાજાએ તેને પકડી લીધો. બંધનથી બૂરી રીતે બંધાયેલ અગ્નિસેનને અનેક પ્રહારોથી દંડતા થકા ઠત્રનગરમાં ફેરવ્યો. ૧૮ ચૌટા ઉપર તેની દુર્દશા થઈ. તેના માતાદિ અનેક પરિવારજનોને તેની સામે જ ચૌટા ઉપર માર મારી જબરજસ્તીથી તેઓને તેનું માંસ ખવડાવતા અને લોહી પીવડાવતા. ૧૮ ચૌટા ઉપર આવી દુર્દશા કરી તેના સમસ્ત સ્વજન પરિજનોને મોતને ઘાટ ઉતારી નાખ્યા અને ત્યાર પછી અભગ્નસેનને શૂળીએ ચઢાવવામાં આવ્યો. ગૌતમ સ્વામી ભિક્ષાર્થ ભ્રમણ કરતાં કોઈ ચૌટા ઉપર આ ચોરની દશા જોઈ ભગવાન પાસે આવ્યા. તેના દુઃખોનું કારણ પૂછતાં ભગવાને તેનો પૂર્વભવ કો. પૂર્વભવઃ- આ પુરિમતાલ નગરમાં નિર્ણય નામનો ઈંડાનો વેપારી રહેતો હતો. તે ઈડાને બાફી, પકાવી નોકરો દ્વારા રાજમાર્ગ ઉપર વેચતો. પોતે પણ ઇંડાને ખાતો અને શરાબ પીવામાં આનંદ માનતો. આ રીતે પાપમય પ્રવૃત્તિ કરતો ૧૦૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંનું સાત સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી અગ્નિસેન ચોર સેનાપતિ બન્યો છે. રાજા દ્વારા છળ કપટથી પકડાઈ દુઃખમય વેદના સહી રહ્યો છે. આગામીભવ – ભૂતકાળની વાત સાંભળ્યા પછી ભવિષ્ય જાણવાની જિજ્ઞાસા ગૌતમ સ્વામીને થઈ. ભગવાને તે પણ પ્રકાર્યું. આજે જ શૂળી ઉપર ૭૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. પછી મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે બનારસમાં “સુવર” બનશે. શિકારીઓ દ્વારા મારવામાં આવશે. પછી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ સ્વીકારી દેવલોકમાં જશે, ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષે જશે. શિક્ષા–પ્રેરણા :– શારીરિક બલ ગમે તેટલું હોય પરંતુ જ્યારે પાપનો કુંભ ભરાઈ જાય ત્યારે ફૂટતા વાર ન લાગે. પાપકૃત્યો કરનારો ચોર અલગ્નસેન શક્તિથી નહિ પણ કપટથી પકડાયો અને આ ભવમાં જ ઘોર દુઃખો પ્રાપ્ત કરી આગળ પણ દુ:ખોને જ પામ્યો. માટે કર્મ કરતાં બહુ જ ધ્યાન રાખવું જોઈએ. Til ( અધ્યયન - ૩: શકટકુમાર Dilip દુઃખી બાળકઃસાહંજણી નામની નગરીમાં મહાચંદ્ર રાજાનો સુષણ નામનો પ્રધાન હતો. તે જ નગરમાં સુભદ્ર સાર્થવાહનો શકટકુમાર નામનો પુત્ર હતો. જે સુંદર એવું રૂપ સંપન્ન હતો. દુર્ભાગ્યવશ તેના માતા-પિતા કાળધર્મ પામ્યા. ઉક્ઝિતકની જેમ Page #141 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ વિપાક સૂત્ર એને પણ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. ભટકતો ભટકતો તે સુદર્શના વેશ્યાને ત્યાં પહોંચ્યો. ત્યાં જ ભોગાસક્ત બની રહેવા લાગ્યો. ૧૪૧ એક વખત સુષેણ મંત્રીએ તેને વેશ્યાના ઘરમાંથી હાંકી કાઢયો અને તે વેશ્યાને પોતાની પત્ની સ્વરૂપમાં સ્વીકારી લીધી. એકદા મોકો મળતાં શકટકુમાર મંત્રી પત્ની વેશ્યાના ઘેર ગયો અર્થાત્ સુદર્શના પાસે પહોંચ્યો. સંયોગવશાત્ મંત્રીનું આગમન થતાં આબાદ પકડાઈ ગયો. મંત્રીએ તેને રાજા પાસે ઉપસ્થિત કર્યો. 'મારા અંતઃપુરમાં પ્રવેશ કરવાનો અપરાધ કર્યો છે' આ પ્રમાણે મંત્રીએ ફરિયાદ કરતાં રાજાએ કહ્યું તમને યોગ્ય લાગે તે દંડ કરો. દંડ અનુસાર શકટ અને સુદર્શના બન્નેને બાંધી ચૌટા ઉપર મારતાં મારતાં નગરમાં ફેરવ્યા. ગૌતમ સ્વામીનું નગરીમાં ભિક્ષાર્થે પદાર્પણ થયું. બન્નેની દુર્દશા જોઈ, ભગવાન પાસે દયનીય દશ્યનું વર્ણન કરી તેનું કારણ પૂછ્યું. ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કર્યું. પૂર્વભવ :– આ ભારતવર્ષમાં છગલપુરમાં છણિક નામનો કસાઈ રહેતો હતો. જે ધનાઢ્ય છતાં અધર્મી હતો. તે માંસ-મદિરાના સેવનમાં આસક્ત હતો. તે સેંકડો, હજારો પશુઓ રાખતો. મુખ્યતાએ બકરાના માંસનો વ્યાપાર કરતો હતો. તેમ છતાં મૃગ, ગાય, બળદ, સસલા, સૂવર, સિંહ આદિનું માંસ પણ વેચતો હતો. પશુઓનું માંસ પકાવી નોકરો દ્વારા નગરમાં વેચતો અને પોતે પણ ખાતો. આવી પાપમય પ્રવૃત્તિને તે પોતાનું સર્વોત્તમ કર્ત્તવ્ય સમજતો. તેથી ક્લિષ્ટ કર્મોનું ઉપાર્જન કરી, સાતસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ચોથી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં દસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, દુઃખમય જીવન પસાર કરી અહીં શકટકુમાર બન્યો છે. વેશ્યામાં આસક્ત થવાથી અને પૂર્વકૃત કર્મોના ઉદયથી તેની આવી દુર્દશા થઈ છે. આગામી ભવ :— હવે ચૌટા ઉપર ફેરવી બન્નેને વધસ્થાને લઈ જવામાં આવશે. ત્યાં ગરમ લોહ પ્રતિમા સાથે આલિંગન કરાવાશે. આ પ્રકારે આજે જ મૃત્યુ પામી બન્ને પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી બંને ચાંડાલ કુળમાં યુગલ સ્વરૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ બન્નેના નામ શકટ અને સુદર્શના રાખવામાં આવશે. યૌવન વય પ્રાપ્ત થતાં બન્ને પતિ-પત્ની બનશે. ત્યાં પણ અનેક પાપકર્મોનું ઉપાર્જન કરી પ્રથમ નરકમાં જશે. પછી મૃગાપુત્રની સમાન સંસાર ભ્રમણ કરતાં અંતે મચ્છ થશે. ત્યાંથી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ ગ્રહણ કરશે. ત્યારબાદ પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. બોધ :– આ અધ્યયનમાં માંસાહાર, પંચેન્દ્રિય વધ, વેશ્યાગમન, મદ્યપાન આદિ દુર્વ્યસનોનું કડવું પરિણામ બતાવ્યું છે, અત્યંત ભાગ્યશાળી આત્મા જ વ્યસનથી મુક્ત રહી શકે છે. માટે સુખ ઇચ્છનાર માનવીએ સદાય કુસંગત અને દુર્વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ અધ્યયન - ૫ : બૃહસ્પતિદત્ત - રાજપુરોહિતનું દુષ્કૃત્યઃ કૌશામ્બી નગરીમાં શતાનીક રાજાનો ઉદાયન નામનો રાજકુમાર હતો. સોમદત્ત રાજ પુરોહિત હતો. તેનો બહુસ્પતિદત્ત નામનો સર્વાંગ સુંદર પુત્ર હતો. રાજાનું મૃત્યુ થતાં ઉદાયન રાજા બન્યો અને બૃહસ્પતિદત્ત પુરોહિત બન્યો. પુરોહિત રાજાનો બાલ મિત્ર હતો, વળી પુરોહિત કર્મ કરતાં રાજાના કોઈપણ સ્થાનમાં નિઃસંકોચ બેરોકટોક ગમનાગમન કરતો. અંતઃપુરમાં પણ કસમયે જવા લાગ્યો. આ પ્રમાણે અંતઃપુરમાં વારંવાર જતાં મહારાણી પદ્માવતી દેવીમાં આસકત થયો અને યથેચ્છ ભોગ ભોગવવા લાગ્યો. એકાએક ઉદાયનની નજરમાં ઝડપાઈ ગયો. રાજાએ પ્રચંડ ક્રોધમાં આવતાં શૂળીની સજા ફરમાવી. રાજ કર્મચારીઓએ તેને બંધનોથી બાંધી, મારતાં-પીટતાં, તેનું માંસ તેને જ ખવડાવતાં, નગરમાં ફેરવતાં આ પ્રમાણે ઘોષણા કરતા હતા- બૃહસ્પતિદત્ત પોતાના અપરાધથી એટલે કે કુકર્મોથી દુ:ખી થઈ રહ્યો છે, તેને કોઈ દુ:ખ આપતા નથી. — પ્રભુ મહાવીરના પ્રથમ ગણધરે ભિક્ષાર્થે ભ્રમણ કરતાં આ દારૂણ દશ્ય જોયું. પ્રભુ સમક્ષ જિજ્ઞાસા વ્યક્ત કરતાં પ્રભુએ તેના પૂર્વભવ અંગે જણાવ્યું. પૂર્વભવ :– પ્રાચીન કાળમાં સર્વતોભદ્ર નામનું નગર હતું. જિતશત્રુ રાજાનો મહેશ્વરદત્ત નામનો પુરોહિત હતો. તે રાજાની રાજ્યવૃદ્ધિ માટે હંમેશા એક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રના બાળકનું હૃદય કાઢી તેનાથી શાંતિ હોમ કરતો'તો. અષ્ટમી ચતુર્દશીના બે-બે બાળકો, ચૌમાસીના ચાર-ચાર બાળકો, છ માસીએ આઠ-આઠ બાળકો, સંવત્સરીએ ૧૬-૧૬ બાળકોના હૃદયનો શાંતિહોમ કરતો. રાજા જો યુદ્ધ માટે પ્રયાસ કરતા તો ૧૦૮-૧૦૮ બ્રાહ્મણાદિના બાળકોનો હવન કરતો. સંયોગવશ એવું કરવાથી રાજા સદા વિજયી બનતો. તેથી રાજાને વિશ્વાસ બેસી ગયો હતો. આ પ્રકારે અતિન્દ્ર, બીભત્સ, ક્રૂર પાપકર્મ કરતાં તેના ૩૦૦૦ વર્ષ નીકળી ગયા. અંતે કાળધર્મ પામી પાંચમી નરકમાં ગયો. ત્યાં સત્તર સાગરોપમનું આયુષ્ય ભોગવી બૃહસ્પતિદત્ત બન્યો છે. અહીં પૂર્વકૃત અવશેષ કર્મ ભોગવી રહ્યો છે. ભવિષ્ય :– આજે સાંજે ૬૪ વર્ષનું આયુષ્ય ભોગવી શૂળી દ્વારા મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ક્રમશઃ બધી જ નરકમાં તેમજ એકેન્દ્રિય, વિકલેન્દ્રિયમાં મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે હસ્તિનાપુરમાં ભૃગ થશે, જાળમાં ફસાઈ મૃત્યુ પામશે. ત્યાંથી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ લઈ દેવલોકમાં ઉત્પન્ન થશે. પછી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. Page #143 -------------------------------------------------------------------------- ________________ | કથાશાસ્ત્ર : વિપાક સૂત્ર ૧૪૩ ૧૪૨ શિક્ષા-પ્રેરણા :- આ અધ્યયનમાં હિંસાના કૂર પરિણામોનું અને પરસ્ત્રી ગમનનું દુષ્પરિણામ બતાવવામાં આવ્યું છે. વ્યક્તિ ગમે તેટલી ચતુરાઈ કરે પણ પાપ ક્યારેક તો પ્રગટ થઈ જ જાય. ભોગાશક્તિને કારણે રાણી સાથે પકડાતા બૃહસ્પતિદત્ત રાજપુરોહિત તે જ ભવમાં દારુણ દુઃખે મૃત્યુને પામી ભવોભવ સુધી નરકનો મહેમાન થયો. માટે મન અને ઇચ્છાઓ પર અંકુશ રાખવો એ જ સુખી થવાનો માર્ગ છે. અધ્યયન - ૬: નંદીવર્ધન રાજકુમારની રાજ્યલિસા -- મથુરા નગરીમાં શ્રીદામ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને નંદિવર્ધન નામનો પુત્ર હતો. તે સર્વાંગસુંદર એવં લક્ષણયુક્ત હતો. યથાસમયે તેને યુવરાજ બનાવવામાં આવ્યો પણ શ્રીદામની ઉંમર લાંબી હતી, તેથી યુવરાજની ૬૦ વર્ષની ઉંમર થવા છતાં રાજ્ય ન મળ્યું. યુવરાજની રાજયલિસા બળવત્તર બની. તેણે રાજાના મૃત્યુની વાંછા શરૂ કરી અને મારવાનો ઉપાય વિચારવા લાગ્યો. કોઈ અન્ય ઉપાય ન મળતાં તેણે રાજાની હજામત કરનાર હજામને અડધા રાજ્યનો લોભ બતાવી રાજાના ગળામાં છૂરી ભોંકી દેવાનો ઉપાય બતાવ્યો. હજામે એક વખત સ્વીકાર તો કરી લીધો પણ પછી ડરી ગયો. ભયનો માર્યો બધો વૃત્તાંત રાજાને જણાવી દીધો. રાજા રાજકુમાર ઉપર અત્યંત કોપિત થયા અને મૃત્યુદંડ જાહેર કર્યો. રાજપુરુષો દ્વારા બંધનમાં બાંધી, અનેક પીડાને આપતાં નગરમાં ફેરવ્યો. (ચૌટા ઉપર) અતિ ઉષ્ણ સિંહાસન ઉપર તેને બેસાડી, લોખંડ, ત્રાંબુ તથા શીશુ આદિના અત્યુષ્ણ જલથી અભિષેક કરવા લાગ્યા. તે વખતે ગૌતમ સ્વામી ભિક્ષાર્થે પધાર્યા. દયનીય દશ્ય જોઈ ભગવાન પાસે નિવેદન કર્યું. પૂર્વભવ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. પૂર્વભવ:– સિંહપુર નગરમાં સિંહરથ રાજાનો દુર્યોધન નામનો જેલર હતો. જે અધર્મ એવં સંક્લિષ્ટ પરિણામી હતો. તેની પાસે દંડ દેવાના અનેક સાધનો હતા. રાજના અપરાધી, ચોર, લૂંટારા, ઘાતક, લંપટ આદિ કોઈપણ વ્યક્તિ જેલમાં આવે તેને નિર્દયતાપૂર્વક અનેક પ્રકારની યાતનાઓ આપતો. કોઈને હાથી, ઘોડા, ઊંટ, ભેંસ, બકરાદિ પશુઓનું મૂત્રપાન કરાવતો. કોઈને તપ્ત તાંબુ, લોઢું, શીશું પીવડાવતો. વળી કોઈને વિભિન્ન પ્રકારના બંધનોથી મજબૂત બાંધતો. કોઈના શરીરને વાળતો, સંકોચતો અથવા શસ્ત્રોથી ચીરતો. કોઈને ચાબુક આદિથી માર મારી અધમૂઆ કરી દેતો. કોઈના હાડકાના ચૂરેચૂરાં Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ કરી નાખતો, ઊંધા લટકાવી છેદન કરતો. કોઈને ક્ષાર મિશ્રિત તેલથી મર્દન કરાવતો. કોઈને અનેક મર્મ સ્થાનોમાં ખીલાઓ ઠોકતો, હાથ-પગની આંગળીઓમાં સોઈઓ ભોંકતો; અને તેનાથી જમીન ખોદાવતો. કોઈને ભીના ચામડાથી શરીરને બાંધી તડકામાં બેસાડતો, ચામડું જ્યારે સૂકાઈ જતું અને સંકોચાઈ જતું ત્યારે તેને ખોલી નાખતો. આ પ્રકારે બહુ પાપકર્મ કરતો ૩૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં રર સાગરોપમ સુધી દારૂણ વેદના ભોગવી નંદિવર્ધન રૂપે પેદા થયો છે. આજે ૬૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી પ્રથમ નરકમાં જશે. ઘોર દુઃખો ભોગવતાં ભવભ્રમણ કરશે અને મચ્છ બનીને મૃત્યુ પામશે. ત્યાર પછી શ્રેષ્ઠી પુત્ર થઈ સંયમ લેશે. ત્યાંથી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થઈ, મહાવિદેહ ક્ષેત્રમાં જઈ સિદ્ધ થશે. શિક્ષા-પ્રેરણા – પિતા અને પુત્રનો સંબંધ નિકટનો સ્નેહ સંબંધ કહેવાય પરંતુ પૂર્વ ભવના અશુભ કર્મોનો સંયોગ હોવાના કારણે તે દ્વેષી અને વેરીના કામ કરી જાય છે. રાજકુમાર રાજાને મારવા ઇચ્છે અને તેના પરિણામે રાજા રાજકુમારને દારુણદંડ આપી મરાવી નાખે છે. આ સંસારના સંબંધ બધા પુણ્યાધીન છે; માટે શુભકર્મ કરી આત્માનો વિકાસ કરવો જોઈએ અને કર્મક્ષય કરવામાં જ પુરુષાર્થ કરવો જોઈએ. અધ્યયન - ૭ : ઉંબરદત્ત આ અધ્યયનનું નામ ઉંબરદત્ત છે. આમાં પ્રબલ અશાતા વેદનીય કર્મના ઉદયવાળા સાર્થવાહ પુત્રનું દુઃખી જીવન વૃત્તાંત છે. પાટલીખંડ નામના નગરમાં સિદ્ધાર્થ રાજા રહેતો હતો. તે નગરમાં સાગરદત્ત સાર્થવાહ પણ રહેતો હતો. તેમની ગંગદત્તા નામની પત્ની હતી. તે મૃતવંધ્યા હતી. કોઈ યક્ષાયતનમાં સ્ત્રીઓના સમૂહની સાથે પૂજન કર્યું અને પુત્રની યાચના કરી. પુત્ર થતાં તેનો દાન-ભંડાર ભરવાનું આશ્વાસન દઈ યક્ષની માનતા કરી. કાલાંતરે તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. યક્ષની સ્મૃતિમાં તેનું નામ ઉંબરદત્ત આપ્યું. પાપના ઉદયે નાની ઉંમરમાં જ તેના મા-બાપનું મૃત્યુ થયું. તેનું ધન લોકોએ તેમજ રાજપુરુષોએ હરી લીધું અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. નગરમાં ફરતો તે દુર્વ્યસની બન્યો. તીવ્ર પાપોદયે સોળ મહારોગ પેદા થયા. તેના હાથ-પગની આંગળીઓ સડવા લાગી. નાક-કાન ગળી ગયા. શરીરના ઘા માંથી પરૂ વહેવા લાગ્યું. વિવિધ વેદનાથી તે કષ્ટોત્પાદક, કરુણાજનક એવું દીનતા પૂર્ણ શબ્દ પોકારી રહ્યો હતો. અસહાય બની જ્યાં-ત્યાં ભટકતો રહેતો. Page #145 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: વિપાક સૂત્ર ૧૪૫ તે તેની પાસે માટીનું ઠીબડું હતું. તેમાં ભોજન કરતો. હજારો માખીઓનું ઝુંડ તેની : આસપાસ ફરતું. ઘરઘરમાં ભીખ માંગી તે જીવન પસાર કરતો હતો. ગૌતમ સ્વામીએ છઠના પારણાના હેતુએ નગરીના પૂર્વ દરવાજામાંથી • પ્રવેશ કર્યો. ત્યાં તેઓએ આ દુઃખી માણસને જોયો. બીજા છઠના પારણે દક્ષિણના દરવાજેથી પ્રવેશ કર્યો, ત્રીજા છઠના પારણે પશ્ચિમના દરવાજેથી પ્રવેશ કર્યો. ચોથા છઠના પારણે ઉત્તર દિશાના દરવાજેથી નગર પ્રવેશ કર્યો. સંયોગવશ ચારે દિશાના રસ્તામાં દુઃખી ઉંબરદત્તને જોયો. જિજ્ઞાસા થતાં ભગવાનને પૂછ્યું. ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવ – આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિજયપુર નગરમાં ધનંતરી નામનો રાજવૈદ્ય હતો. તે કનકરથ રાજાના અંતઃપુરમાં, શ્રીમંત તેમજ ગરીબ બધાના દર્દનો ઉપચાર કરતો. ઉપચાર એવં પથ્યમાં તે લોકોને મચ્છ, કચ્છ, ગ્રાહ, મગર, સુસુમાર આદિ જલચરોનું તથા બકરા, સૂવર, મૃગ, સસલા, ગાય, ભેંસ, ઈંટા આદિ પશુઓના માંસનો આહાર કરવાની પ્રેરણા કરતો. કેટલાકને આ વૈદ્ય તીતર, બતક, કબૂતર, કૂતરા, મોર આદિનું માંસ ખાવાની સલાહ આપતો. પોતે પણ ઉક્ત પ્રકારના માંસ પકાવીને ખાતો. આ પ્રકારની પાપકર્મની વૃત્તિથી ૩૨૦૦ વર્ષની ઉંમર વ્યતીત કરી, મૃત્યુ પામી, તે છટ્ટી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં રર સાગરોપમનું આયુષ્ય ભોગવી, દારુણ દુઃખથી પીડાતો મૃત્યુ પામી અહીં ઉંબરદત્ત બન્યો છે; જે અવશેષ કર્મોને ભોગવી રહ્યો છે. ભવિષ્ય :- અહીં ૭ર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી દુઃખમય જીવન પસાર કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. સંસાર ભ્રમણ કરતો થકો અંતે હસ્તિનાપુરમાં કૂકડા તરીકે ઉત્પન્ન થશે. ત્યાં કોઈના દ્વારા મરીને પછી શ્રેષ્ઠિપુત્ર બની સંયમારાધન કરશે, ત્યારે પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જઈ મોક્ષે જશે. © અધ્યયન – ૮: શરિફદત્ત O માછલીના આહારથી દુઃખી :શૌર્યપુર નામના નગરમાં શૌર્યદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં શૌર્યાવર્તસક ઉધાનમાં શૌર્ય નામના યક્ષનું યક્ષાયતન પણ હતું. તે નગરીમાં સમુદ્રદત્ત નામનો માછીમાર રહેતો હતો. તેની પત્ની સમુદ્રદત્તા મૃત બાળકોને જન્મ આપતી હતી. શૌર્યયક્ષની માન્યતા કરવાથી એક જીવિત બાળકની પ્રાપ્તિ થતાં તેનું નામ શૌરિકદત્ત રાખ્યું. સમુદ્રદત્ત માછીમાર મહા અધર્મી એવં નિર્દયી હતો. તે મૃત્યુ પામ્યો. Page #146 -------------------------------------------------------------------------- ________________ T૧૪૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧, તેનો પુત્ર પણ તેના જેવો જ અધર્મી બન્યો. તેના અનેક નોકરો યમુના નદીમાં જઈ માછલીઓ પકડી તેના ઢેરના ઢેર ઉભા કરતા. પછી તેને સૂકવી, બાફીને વેચતા હતા. શૌરિકદત્ત પોતે પણ માછલીઓ ખાતો અને મદિરાઓનું સેવન કરતો હતો. એક વખત માછલીનો આહાર કરતાં શૌરિકદત્તના ગળામાં માછલીનો કાંટો ફસાઈ ગયો. અનેકાનેક ઉપાયો કરવા છતાં કાંટો ન નીકળ્યો. તે કારણે પ્રચંડ વેદના ભોગવતો દુઃખ પૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યો. પીડામાં તેનું શરીર હાડપીંજર જેવું થઈ ગયું. તેના મનમાંથી લોહી, પરૂ તથા કીડાઓ નીકળતા. સંયોગવશાત્ ગૌતમ સ્વામી ભિક્ષાર્થે જતાં તેમની દષ્ટિ શૌરિક્ટર ઉપર પડી. કંટકની વેદનાથી આજંદ કરી રહ્યો હતો. તેને જોતાં લોકો કહેતા- “અહો ! આ નરકતુલ્ય વેદના અનુભવી રહ્યો છે.” પૂર્વભવઃ- તેનો પૂર્વભવ પૂછતાં ભગવાને આ પ્રકારે વર્ણન કર્યું નંદીપુરમાં મિત્રરાજાનો શ્રિયક નામનો રસોઈયો હતો. તેના માછીમાર, શિકારી તથા પક્ષીઘાતક નોકરો હતા; જે તેને અનેક પ્રકારનું માંસ લાવી આપતા. તે રસોઈયો અનેક જલચર, સ્થલચર અને ખેચર જીવોના માંસના નાના-મોટા, લાંબા-ગોળ અનેક આકારોમાં ટુકડા કરી વિવિધ પ્રકારે પકાવતો. અર્થાત્ અગ્નિથી, બરફથી, તાપથી, હવાથી પકાવતો. કયારેક કાળા, લીલા, લાલ બનાવતો હતો તો ક્યારેક તેને દ્રાક્ષ, આંબળા, કવીઠ આદિના રસોથી સંસ્કારિત કરતો. આ પ્રકારની તલ્લીનતા પૂર્વક ભોજનવિધિથી શાક આદિ બનાવતો અને રાજાને પ્રસન્ન રાખતો. પોતે પણ આવી વસ્તુઓ વાપરી પાંચ પ્રકારની મદિરાઓ ભોગવતો. આ પ્રકારનું પાપમય જીવન ૩૩૦૦ વર્ષ સુધી પસાર કર્યું. ત્યાંથી મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં રર સાગરોપમ સુધીનું દુઃખ ભોગવી અહીં શૌરિકદત્ત થયો. ભવિષ્ય – અહીં નરકતુલ્ય દુઃખો ભોગવી પહેલી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી મૃગાપુત્રની જેમ સંસાર ભ્રમણ કરશે. અંતે મચ્છ બની માર્યો જશે; અને પછી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ ગ્રહણ કરશે. ત્યાંથી પ્રથમ દેવલોકમાં જશે. ત્યાર પછી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા–પ્રેરણા – સંસારમાં નોકરી, વ્યાપાર આદિ આવશ્યક કાર્ય કરવા પડે તો તેમાં તલ્લીન થવું ન જોઈએ. કારણ કે તેના પરિણામોથી અત્યંત દુઃખદાયી કર્મોનો બંધ પડે છે. - વર્તમાનમાં મસ્ત રહેવાવાળા અને ભવિષ્યનો વિચાર ન કરવાવાળા યથેચ્છ પાપ પ્રવૃત્તિથી પોતાનું ભવિષ્ય અત્યંત સંકટમય બનાવે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર વિપાક સૂમ ] [૧૪] ૧૪ [FF, અધ્યયન - ૯: દેવદત્તા પુષ્પનંદીકુમારની માતૃ ભક્તિઃરોહિતક નામના નગરમાં વૈશ્રમણદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રી દેવી નામની રાણી અને પુષ્પનંદી નામનો રાજકુમાર હતો. તે નગરમાં દત્ત નામનો એક શેઠ રહેતો હતો. તેને દેવદત્તા નામની દીકરી હતી. તે તરુણા વસ્થામાં પ્રવેશી. સખીઓ સાથે રાજમાર્ગ ઉપર રમતાં વૈશ્રમણદત્તની આંખમાં વસી ગઈ. તેના પ્રત્યે તે આકર્ષિત બન્યો. તેણે પોતાના રાજકુમાર પુષ્પગંદી માટે દેવદત્તાની માંગણી કરી. દત્ત શેઠે તેનો સ્વીકાર કર્યો અને રાજસી ઠાઠમાઠથી પુષ્પનંદી અને દેવદત્તાના લગ્ન થઈ ગયા. તેઓ સુખપૂર્વક રહેવા લાગ્યા. કાલાંતરે વૈશ્રમણદત્ત રાજા કાળધર્મ પામ્યા. પુષ્પગંદી રાજા બન્યો.પિતાની ગેરહાજરીમાં તેણે માતા શ્રી દેવીની અત્યંત ભક્તિ કરી. શ્રી દેવી સો વર્ષના થયાં; તેથી પુષ્પનંદી માતાની સેવામાં વધુને વધુ સમય ગાળવા લાગ્યો. દેવદત્તા વિલાસપ્રિય હતી. પતિ તરફથી અસંતોષ રહ્યા કરતો. સાસુ આંખના કણાની જેમ ખટકવા લાગી. દેવદત્તાનું કૃત્ય :- એક દિવસ શ્રી દેવી સુખ પૂર્વક સૂતી હતી. દેવદત્તાએ લોહદંડ ગરમ કર્યો. તેને સાણસીથી પકડી સૂતેલી સાસુના ગુદાદ્વારમાં ઘાંચી દીધો. શ્રી દેવીને અચાનક જોરદાર વેદના થઈ અને તત્કાળ મૃત્યુ પામી. અવાજ સાંભળતાં જ શ્રી દેવીની દાસીઓ હાજર થઈ ગઈ. દેવદત્તાને ખંડમાંથી બહાર નીકળતાં જોઈ. ખંડમાં મૃત્યુ પામેલી શ્રી દેવીને જોતાં રાજાને સમાચાર પહોંચાડ્યા. રાજાએ અત્યંત દુઃખી હૃદયે મૃત્યુકર્મ પતાવ્યું અને ત્યાર પછી દેવદત્તાને રાજપુરુષો દ્વારા પકડાવી તીવ્રતમ મૃત્યુદંડ ઘોષિત કર્યો. તેને બંધનમાં બાંધી તેણીના કાન-નાક કાપી નાખ્યા; હાથમાં હાથકડી અને ગળામાં લાલ ફૂલોની માળા પહેરાવી, વધસૂચક વસ્ત્રો પહેરાવ્યા, શરીરને લાલ ગેરુવાથી લિપ્ત કર્યું. આ પ્રકારના કરુણ દશ્યની સાથે મારતાં-પીટતાં અનેક પ્રકારની પીડાઓ આપતાં એવં ઉદ્દઘોષણા કરતાં કે “આ પોતાનાં દુષ્કર્મોથી દુઃખી થઈ રહી છે, તેને કોઈ દુઃખ નથી આપતું,” એમ કહેતાં-કહેતાં વધુ સ્થાન તરફ દોરી જતા હતા. તે સમયે ગૌતમ સ્વામીએ નરકતુલ્ય દુઃખ ભોગવતી માણસના ટોળાની વચ્ચે સ્ત્રીને જોઈ. સ્થાનમાં આવી ભગવાનને પૂછયું- 'ભલે! આ સ્ત્રીએ એવા ક્યા કર્મો બાંધ્યા છે કે જેથી આjદુઃખ ભોગવી રહી છે?' ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવઃ – આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાંના રાજા મહાસેનને ૧૦૦૦ રાણીઓ હતી. તેણે પોતાના પુત્ર સિંહસેનને ૫૦૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ રાજકન્યા સાથે પરણાવ્યો અને યથેચ્છ પ્રીતિદાન એવં ભોગ-ઉપભોગની સામગ્રીઓ આપી. સિંહસેન સુખપૂર્વક રહેવા લાગ્યો. કાલાંતરે મહાસેન મૃત્યુ પામતાં સિંહસેન રાજકુમાર રાજા બન્યો. તે પોતાની મુખ્ય રાણી શ્યામામાં ખૂબ આસક્ત હતો; અન્ય રાણીઓ પ્રત્યે ઉપેક્ષા કરતો, તેથી દરેકે પોતાની માતાને કહી દીધું. બધી રાણીઓની માતાઓએ મળી શ્યામાને વિષ આદિ શસ્ત્રોથી મારી નાખવાનું વિચાર્યું. આ વાત ગુપ્ત ન રહેતાં શ્યામાને કાને આવી. શ્યામાએ સિંહસેન રાજાને જણાવી. તેઓએ યુક્તિ કરી. બધી જ રાણીઓની માતાઓને બહુમાન પૂર્વક નિમંત્રણ મોકલ્યું. એક વિશાળ કૂટાગાર શાળામાં તે સર્વની ઉતરવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી. અર્ધરાત્રિએ રાજા ઉઠયા અને પોતાના પુરુષોની સાથે કૂટાગાર શાલા પાસે ગયા. તે શાળાના દરવાજા બંધ કરાવી ચોતરફ આગ લગાડી દીધી. ૪૯૯ની માતાઓ આક્રંદ કરતી મૃત્યુ પામી. સિંહસેન આ પ્રમાણે પાપકર્મયુક્ત જીવન જીવતો ૨૪૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં રર સાગરનું ભયંકર દુઃખ ભોગવી દેવદત્તાના રૂપમાં જન્મ્યો છે. ભવિષ્ય :- તે દેવદત્તા આજે મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન થશે. અનેક ભવોમાં ભ્રમણ કરતી, અંતે ગંગપુર નગરમાં હંસ બનશે. કોઈના દ્વારા તેનું મોત થશે. ત્યારપછી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ લેશે. ત્યાંથી દેવલોકમાં જશે. સ્વર્ગનું આયુ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય બની મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા :(૧) સ્વાર્થ અને ભોગની લિપ્સા કેટલી ભયંકર હોય છે કે વ્યકિત પોતાના સંબંધ ભૂલી જાય છે અને ક્રોધાવેશમાં ભયંકર કુકૃત્ય કરી બેસે છે. નીતિ શાસ્ત્રમાં ત્રણને અંધ કહ્યા છે– ક્રોધાંધ, કામાંધ અને સ્વાર્થોધ. આ ત્રણે દીર્ઘકાળ સુધી સંસારમાં ભવભ્રમણ કરે છે. દેવદત્તા, સિંહસેન તેના ઉદાહરણ પૂરાં પાડે છે. (૨) દેવદત્તા પૂર્વભવમાં અશુભ કર્મોથી વ્યાપ્ત બુદ્ધિવાળી હતી. તેથી જ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સુઝી. અન્યથા તેને ૮૦વર્ષ તો થઈ ચૂક્યા હતા, છતાં સાસુની હત્યા કરી. ખુદ કમોતે આક્રંદ કરતી મૃત્યુ પામી. પતિ દ્વારા પત્ની હત્યાનું પાપ કરાવ્યું અને અનેક લોકોના કર્મબંધનું કારણ બની. એક અધર્મી અનેકને બગાડે છે. તેના આ ભવ-પરભવ નિંદિત થાય છે. (૩) સંસારના સ્વાર્થપૂર્ણ સંબંધોનું સ્પષ્ટ ચિત્ર આ અધ્યયનમાં દોર્યું છે. એક વ્યક્તિ ૪૯૯ સાસુઓને જીવતી સળગાવી દે, તો એક ૮૦ વર્ષની વહુ ૧૦૦ વર્ષની સાસુની હત્યા કરી નાખે છે. રાજકુળમાં મળેલું સુખ પણ કેટલું ભયંકર દુઃખદાયી બન્યું! આ જાણી દુર્લભ માનવભવનું સ્વાગત ધર્માચરણ દ્વારા કરી જીવન સફળ બનાવવું જોઈએ. ચંચળ લક્ષ્મી અને સ્વાર્થી સંબંધોનો ત્યાગ કરી Page #149 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: વિપાક સૂત્ર ૧૪૯ સંયમ–તપમાં પુરુષાર્થ કરવો જોઈએ. પાપ છુપાયા ના છૂપે, છુપે ન મોટા ભાગા દાબી ડૂબી ના રહે, રૂવે લપેટી આગ | ' અધ્યયન - ૧૦ઃ દેવદત્તા O પ્રાચીન કાળમાં ભરતક્ષેત્રમાં ઇન્દ્રપુર નામનું નગર હતું. ત્યાં પૃથ્વીશ્રી નામની એક વેશ્યા રહેતી હતી. તે નગરના શેઠ, સેનાપતિ, રાજ કર્મચારી આદિ નાગરિકોને વશીકરણ ચૂર્ણથી વશ કરી તેઓની સાથે ભોગો ભોગવવામાં અત્યંત આસક્ત રહેતી. તેમાં તે પોતાનું કર્તવ્ય તથા આનંદ માનતી. આ પ્રકારે ૩૫00 વર્ષ પસાર કર્યા. અંતે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાં રર સાગરોપમ સુધી નરકના દુઃખો ભોગવી વર્ધમાન નગરમાં ધનદેવ સાર્થવાહની પુત્રી બની. તેનું નામ અંજુશ્રી રાખવામાં આવ્યું. યૌવનવય પ્રાપ્ત થતાં વિજય મિત્ર રાજા તેની ઉપર મોહિત થયો. ધનદેવ સાર્થવાહ પાસે અંજુશ્રીની માંગણી કરી.ધનદેવે બન્નેના લગ્ન કરી દીધા. માનુષિક ભોગો ભોગવવા લાગ્યા. કેટલાક સમય પછી ભોગાસક્ત અંજુશ્રીની યોનિમાં શૂળવેદના ઉત્પન્ન થઈ. અંજુશ્રી અસહ્ય વેદનાથી દીનતાપૂર્વક કરુણ આક્રંદ કરવા લાગી. રાજાએ અનેક ઉપચાર કરાવ્યા. સર્વત્ર ઘોષણા કરાવી કુશળ વૈદ્યોને આમંત્રિત કરી ઇનામ જાહેર કર્યું. અનેક અનુભવી કુશળ વૈદ્યો આવ્યા. કેટલાય ઉપચાર કર્યા છતાં નિષ્ફળ ગયા. અંજુશ્રી અસહાય થઈ આર્તધ્યાન કરવા લાગી. દુસ્સહ મહાવેદનાથી તેનું દારિક શરીર ક્ષીણ થવા લાગ્યું. એક વખત ગૌતમ સ્વામી રાજાની અશોક વાટિકા પાસેથી પસાર થયા હતા. તેમના કાને કરુણ શબ્દો પડ્યા. તેમણે જોયું કે રાજરાણી હાડપીંજર જેવી બની કરુણ વિલાપ કરી રહી હતી. ગૌતમ સ્વામીએ ભગવાન પાસે જઈને જોયેલા દશ્યનું વર્ણન કરી પૂર્વભવ પૂગ્યો. તેના પૂર્વભવની વ્યથા સાંભળ્યા પછી ભવિષ્ય પૂછ્યું. ભગવાને ફરમાવ્યું કે – અંજુશ્રી આ અસહ્ય વેદના ભોગવતી ૯૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામશે. પ્રથમ નરકમાં જશે. ત્યાર પછી નરક, તિર્યંચ આદિ યોનિઓમાં મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે મોર બની શિકારી દ્વારા મૃત્યુ પામશે. પછી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ સ્વીકારશે. સંયમ–તપની આરાધના કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તે જ ભવે મોક્ષે જશે. શિક્ષા-પ્રેરણા:(૧) કોઈપણ તીવ્રતમ વેદના લાંબો સમય નથી ટકતી. પરંતુ, ક્યારેક પ્રગાઢ નિકાચિત કર્મોનો ઉદય હોય તો અંજુશ્રી જેવું બને છે. અને તે વેદના મૃત્યુ સુધી Page #150 -------------------------------------------------------------------------- ________________ - ક ૧૫૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત-૧ ચાલે છે. (૨) ઇન્દ્રિયના વિષય સુખોનો આનંદ જીવનને માટે મીઠા ઝેર સમાન છે. કાવ્યમાં કહ્યું છે મીઠે મીઠે કામભોગ મેં, ઉસના મત દેવાનુપ્રિયા બહુત બહુત કડવે ફલ પીછે, હોતે હૈ દેવાનુપ્રિયા | સંસાર મોઉસ વિપક્ષઉમૂયા, પાણી અળસ્થા હું મનોરા અર્થાત્ આ કામભોગ મોક્ષના વિરોધી એવં અનર્થોની ખાણ સમાન છે. (૩) તીવ્ર પાપ કર્મોદય થતાં કોઈ શરણભૂત હોતું નથી. જીવનમાં ધર્મના સંસ્કાર ન હોય તો જીવ આવા દુઃખોથી દુઃખી થાય છે અને આર્તધ્યાન એવં સંકલ્પ વિકલ્પોમાં મરી દુઃખોની પરંપરા વધારે છે. (૪) જીવનમાં જો ધર્મ આત્મસાત્ કર્યો હોય તો આવી વિકટ પરિસ્થિતિમાં શાંતિથી કર્મોને ભોગવી ભવિષ્યને કલ્યાણમય બનાવી શકાય છે. ધર્મ દુઃખમાં પણ સુખી બનાવે છે. સંકટ સમયે પ્રસન્ન ચિત્ત રાખવાનું ધર્મ શીખવાડે છે. કહ્યું છે કે સંકટો ભલેને આવે સ્વાગત કરી લે સાધક તું હૈયે તારે સમતા ધરી લે ...સંકટો ટેર (૫) ધર્મ દ્વારા અનંત આત્મશકિત અને ઉત્સાહ જાગૃત થાય છે. આવી વ્યક્તિ ગજસુકુમાર, અર્જુનમાળીની જેમ શાંતિપૂર્વક કરજને ચૂકવી મોક્ષ પ્રાપ્ત કરે છે. () આ દુઃખ વિપાક સૂત્રમાં હિંસક, ક્રૂર, ભોગાસક્ત, સ્વાર્થોધ, માંસાહારી અને શરાબી જીવોના જીવનનું ચિત્રણ કર્યું છે. તેમના કૃત્યોના કટુ પરિણામો બતાવ્યા છે. શુદ્ધ, સાત્વિક, વ્યસનમુક્ત અને પાપમુક્ત જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી છે. હિતીચી તસ્કો # સુખવિાપાક હસ્તિશીર્ષ નામના નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી પ્રમુખ ૧૦00 રાણીઓ હતી. ધારિણીનો સુબાહુકુમાર નામનો પુત્ર હતો. તેણે પુરુષોની ૭ર કળાઓનું જ્ઞાન મેળવ્યું હતું. યૌવન વય પ્રાપ્ત થતાં માતા-પિતાએ ૫00 શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે એક જ દિવસમાં વિવાહ કરાવ્યો. પ્રતિદાનમાં ૫૦૧ ભવ્ય મહેલ આપ્યા. ત્યાં સુબાહુ ઉત્તમ ભોગ ભોગવતો રહેવા લાગ્યો. કોઈ સમયે વિચરતાં વિચરતાં ભગવાન મહાવીર હતિશીર્ષ નગરમાં પધાર્યા. પરિષદ તેમજ અદીનશત્રુ રાજા તથા સુબાહુકુમારાદિ દેશના સાંભળવા ઉપસ્થિત થયા. ધર્મોપદેશ સાંભળી રાજા અને ગ્રામવાસીઓ પાછા વળ્યા. સુબાહુકુમારે ભગવાનને વંદન-નમસ્કાર કરી કહ્યું- હે અંતે ! હું નિગ્રંથ Page #151 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: વિપાક સૂત્ર ૧૫૧ 1 1 1 - - - - - - - = પ્રવચન (વીતરાગ ધર્મ)ની, શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરું છું. આપના ચરણોમાં જે રાજા, રાજકુમાર, રાજકર્મચારી, શેઠ, સેનાપતિ અણગાર બને છે તેમને ધન્ય છે. હું તેમની જેમ સંયમ ગ્રહણ નથી કરી શકતો પરંતુ ગૃહસ્થ જીવનમાં રહેતાં શ્રાવકના બાર વ્રત સ્વીકાર કરું છું. ત્યાર પછી પોતાની યોગ્યતાનુસાર વ્રત ધારણ કર્યા. મહિનામાં આઠમ, ચૌદસ, પૂનમ અને અમાવસ્યાના દિને પૌષધ કરી આત્મ જાગરણ કરવા લાગ્યા. સુબાહુકુમારના વૈભવ એવં સૌમ્યતાથી ગૌતમ સ્વામી આકર્ષાયા. તેમણે ભગવાનને પૂછ્યું કે- સુબાહુકુમાર ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, સૌમ્ય અને સૌભાગ્ય શાળી લાગે છે, સાધુજનોને પણ પ્રિય આનંદકારી અને મનોહર લાગે છે તો પૂર્વભવમાં શું કર્યું હતું? શું આપ્યું? શું ખાધું? કયા ગુણ ઉપલબ્ધ કર્યા હતા? કોની પાસે ધર્મશ્રવણ કરી તેનું અનુપાલન કર્યું હતું? ભગવાને પૂર્વભવ કહ્યો– હસ્તિનાપુર નગરમાં સુમુખ ગાથાપતિ (શેઠ) રહેતો હતો. જે ધનાર્યો હતો. ધર્મઘોષ સ્થવિર વિચરણ કરતાં ત્યાં પધાર્યા. સુદત્ત નામના અણગાર માસખમણના પારણાને માટે ગુરુની આજ્ઞા લઈ નગરમાં પધાર્યા. ભિક્ષાર્થે ભ્રમણ કરતાં સુમુખ ગાથાપતિના ઘરે આવ્યા. સુમુખ મુનિને જોતાં જ હર્ષિત થયો. આસન ઉપરથી ઉઠી, પગમાંથી પાદુકાઓ કાઢી, મુખે ઉત્તરાસન રાખી, સાત-આઠ પગલાં સામે જઈ હાથ જોડી, ત્રણ આવર્તન આપી વંદન-નમસ્કાર કર્યા. મુનિરાજને ભોજનગૃહમાં લાવ્યા. આજે હું મુનિરાજને પર્યાપ્ત આહાર દાન આપીશ.” આવો સંકલ્પ કરી, દેતી વખતે પણ ખૂબ હર્ષિત થતો અને દીધા પછી પણ ખૂબ આનંદિત થતો, પોતાને કૃતકૃત્ય માનતો હર્ષવિભોર બન્યો. આ પ્રમાણે (૧) સૈકાલિક ભાવ વિશુદ્ધિ (૨) તપસ્વી ભાવિતાત્માનો સંયોગ (૩) ઘરમાંજ સહજ નિષ્પન્ન નિર્દોષ પ્રાસુક આહારનું દાન દેવાથી સુમુખ શેઠે સંસાર ભ્રમણ મર્યાદિત કર્યું અને તેમને સમ્યગુ દર્શનની પ્રાપ્તિ થઈ. તેના ઘરમાં પાંચ દિવ્ય પ્રગટ થયા- (૧) સુવર્ણ વૃષ્ટિ (૨) પુષ્પ વૃષ્ટિ (૩) ધ્વજા (૪) દેવદુંદુભિ (૫) “અહો દાન-મહાદાન'ની આકાશમાં દિવ્યવાણી. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. સર્વત્ર સુમુખ ગાથાપતિના નામનો જય જયકાર થવા લાગ્યો. સુમુખે યથાસમયે મનુષ્યાયનો બંધ કર્યો અને ત્યાંથી અનેક વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી સુબાહુકુમારના રૂપે જન્મ લીધો છે. સુપાત્રદાનના સર્વાંગસુંદર સંયોગથી આ પ્રકારની અદ્ધિ સંપદાને પ્રાપ્ત કરી છે. જેથી જોતાં જ બધાને પ્રિયકર થઈ રહે છે. આ વર્ણન સાંભળી ગૌતમ સ્વામીએ ફરી ઇશ્ન પૂછ્યો- ભતે ! સુબાહુ કુમાર ગૃહ ત્યાગ કરી આપની પાસે અણગાર બનશે? ભગવાને કહ્યું કેટલોક સમય શ્રાવક વાતનું પાલન કરશે ત્યારબાદ ર 1 ગ્રહણ કરશે. યથાસમયે Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉપર | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧ ભગવાને ત્યાંથી વિહાર કર્યો. શ્રમણોપાસકના શ્રેષ્ઠ ગુણો યુક્ત સુબાહુકુમાર જે સમયે પૌષધ કરી ધર્મ જાગરણ કરી રહ્યા હતા તે સમયે એવો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે તે ક્ષેત્રને ધન્ય છે જ્યાં ભગવાન વિચરી રહ્યા છે. તે ભવ્ય જીવને ધન્ય છે જે ભગવાનની પાસે સંયમ અથવા શ્રાવક વ્રત સ્વીકાર કરી રહ્યા છે. જો ભગવાન વિહાર કરતાં અહીં પધારે તો હું પણ અવશ્ય સંયમ ગ્રહણ કરીશ. સુબાહુકુમારના મનોગત ભાવોને જાણી ભગવાન વિચરણ કરતાં આ હસ્તીશીર્ષ નગરમાં પધાર્યા. માતા-પિતાની આજ્ઞા લઈ સુબાહુ દીક્ષિત થયા; અગિયાર અંગ કંઠસ્થ કર્યા. વિવિધ તપશ્ચર્યા કરી અને અંતે એક મહિનાની સંલેખના કરી કાળધર્મ પામ્યા. સુબાહુ અણગાર ક્રમશઃ સાત મનુષ્યના ભવોમાં સંયમની આરાધના કરશે અને વચ્ચે પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમાં, અગિયારમા દેવલોક એવં સર્વાર્થસિદ્ધ વિમાન, આમ સાત દેવના ભવ કરશે. ત્યાર પછી ચૌદમા એટલે કે આ ભવ સાથે પંદરમા ભવમાં સંયમ-તપની આરાધના કરી મોક્ષે જશે. શેષ નવ અધ્યયન :- બીજાથી માંડી દસમા અધ્યયન સુધી બધામાં નગરી આદિના નામોમાં ભિન્નતા છે. બાકી બધું વર્ણન સમાન સમજવું. તેથી સંક્ષિપ્ત પાઠથી જ સૂચન કર્યું છે. અર્થાત્ જન્મ, બચપણ, કલા-શિક્ષણ, પાણિગ્રહણ, સુખોપભોગ, ધર્મ શ્રવણ, શ્રાવક વ્રત, ધર્મ જાગરણ, સંયમ ગ્રહણ, તપ, અધ્યયન, દેવ, મનુષ્યના ૧૫ ભવ અને મોક્ષનું વર્ણન સમાન સમજવું. પૂર્વભવનું વર્ણન પણ સુબાહુકુમાર જેવું જ સમજવું. ગૌતમ સ્વામીની પૃચ્છા, શેઠનો ભવ, માસખમણના પારણામાં મુનિનું આગમન, શુદ્ધ ભાવોથી સુપાત્ર દાન, પંચ દિવ્ય વૃષ્ટિ, મનુષ્ય આયુષ્યનો બંધ ઇત્યાદિ. પહેલા, બીજા, ત્રીજા અને દસમા અધ્યયનમાં પંદર ભવો પછી મોક્ષે જવાનું વર્ણન છે. શેષ છ અધ્યયનોમાં તે જ ભવમાં મોક્ષે જવાનું વર્ણન છે. સૂત્રના વર્ણનની શૈલીમાં આ અધ્યયનોમાં આ પ્રકારનું અંતર હોવાનું કારણ સમજાતું નથી. અર્થાત ઉપાસકદશા, અંતગડ દશાસૂત્રની સમાન અહીં પણ ભવપરંપરા માટેની સમાનતા હોવી જોઈએ. તેથી એવી સંભાવના થાય છે કે સંક્ષિપ્ત પાઠમાં કોઈ લિપિદોષથી આ ભિન્નતા રહી ગઈ હોય. અર્થાત્ ગાવ સિસિર્ફ ના સ્થાન પર ગાવ સિદ્ધ લખવાની ભૂલ થઈ ગઈ હોય. આ ભૂલનો સ્વીકાર કરતાં ઉક્ત બધા અધ્યયનોની એકરૂપતા જળવાઈ રહે છે અને બધાની ભવપરંપરા એક સરખી સમજાઈ શકે. તત્ત્વ વસ્તી નું ! શિક્ષા-પ્રેરણા:(૧) ભાગ્યશાળી આત્માઓ પ્રાપ્ત પુણ્ય સામગ્રીમાં જીવનભર આસક્ત નથી Page #153 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: વિપાક સૂત્ર રહેતા. ગમે ત્યારે વિરક્ત થઈ ત્યાગ કરે છે. (૨) સંયમ સ્વીકાર ન થાય ત્યાં સુધીમાં શ્રાવકવ્રતોને અવશ્ય ધારણ કરી લેવા જોઈએ. દશે અધ્યયનમાં વર્ણિત રાજકુમારોએ વિપુલ ભોગમય જીવન જીવતાં છતાં સંપૂર્ણ બારવ્રત સ્વીકાર ક્યાં હતા. (૩) સુપાત્ર દાન દેવાથી સમ્યકત્વની પ્રાપ્તિ અને સંસાર પરિત થાય છે. મનુષ્ય આયનો બંધ અન્ય કોઈ ક્ષણે થાય છે. કારણ કે સંસાર પરિરીકરણ સમ્યકત્વ પ્રાપ્તિ પછી થાય છે. અને સમ્યકત્વની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય નથી બંધાતું, ભિગવતી સૂત્ર પ્રમાણે. તેથી સુબાહુકુમારનો આયુબંધ અન્ય ક્ષણે થયો તેમ માનવો જોઈએ. (૪) ઘરમાં મુનિરાજ ગોચરીએ પધારે ત્યારે વિધિપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. તે સુદત્ત શેઠની જેમ સમજવું. ઘરમાં મુનિરાજ પધારતાં જો અતિભક્તિ યા અભક્તિના અવિવેક પૂર્ણ એવં દોષયુક્ત વ્યવહાર થતા હોય તો તેમાં સંશોધન કરવું (૫) ગોચરી અર્થે પધારતાં મુનિવરને વંદન-નમસ્કારનું જે વર્ણન છે તે ત્રણ વખત ઊઠબેસ કરવું તેમ નથી. રસ્તામાં કે ગોચરીના સમયે કેવલ વિનય વ્યવહાર જ કરવાનો હોય છે. હાથ જોડી મસ્તક નમાવી 'ફ્લેખ વષિ' કહેવું. તિ+પુત્તોના પાઠથી ત્રણ વખત વંદન કરી ચરણ સ્પર્શ કરી મુનિને અટકાવતાં અવિનય અને આશાતનાના દોષી બનાય છે. (૬) મુનિરાજને જોતાં દૂરથી જ અભિવાદન કરવું. આસન છોડવું, પગરખા કાઢ વા એ વિના વ્યવહાર છે, નજીક આવતા ઉત્તરાસન મુખે રાખવું, એટલે ખુલ્લા મુખે ન રહેવું. (૭) સુપાત્ર દાન દેતાં સૈકાલિક હર્ષ થવો જોઈએ. દાન દેવાનો અવસર પ્રાપ્ત થતાં, દાન દેતાં અને દાન દીધા પછી, આમ ત્રણે ય વખત ઉત્કૃષ્ટ ભાવ રહેવા જોઈએ (૮) સુપાત્રદાનની ત્રણ શુદ્ધિ- (૧) દાતાનો ભાવ શુદ્ધ હોય, (૨) લેનાર મુનિરાજ સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્રયુક્ત હોય (૩) દાનના પદાર્થ અચિત તેમજ એષણીય હોવા જોઈએ. (૯) ત્રણ શુદ્ધિ, ત્રણ હર્ષ અને દીર્ઘ તપશ્ચર્યાનું પારણું હોય તો દેવતાઓ પણ ખુશ થઈ પાંચ દિવ્ય પ્રગટ કરે તેવા સંયોગ મળી જાય છે. (૧૦) પાંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિમાં દેવકૃત અચિત પુષ્પ સમજવા. કાન - ---- ના - - - - - - - - - - - - - - - - - - * * * - - -- S* - * -- છે, [660 વિપાક સૂત્ર સંપૂર્ણ કવિ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧પ૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત-૧ Erit; ix::::: E ? રાજપનીય સૂત્ર પ્રસ્તાવના :- પ્રસ્તુત આગમ કથા પ્રધાન શાસ્ત્ર છે. અન્ય કથા આગમોની અપેક્ષાએ આ સૂત્રમાં વિશિષ્ટતા એ છે કે તેમાં ફક્ત એક આત્માનું જ વર્ણન કર્યું છે. આ સૂત્ર બે વિભાગમાં વિભક્ત છે. પ્રથમ વિભાગમાં સૂર્યાભદેવનું વર્ણન, તેની દેવી ઋદ્ધિ સંપદા, દેવવિમાન એવં ઋદ્ધિવાન દેવના જન્મ સમયે કરવામાં આવતા વિધિ-વિધાનો એટલે કે જીતાચારોનું રોચક વર્ણન છે. બીજા વિભાગમાં પ્રદેશ રાજાનું સાંસારિક અધાર્મિક જીવન, ચિત્ત સારથીના પ્રયત્નથી કેશી શ્રમણનો સમાગમ, અદ્ભુત જીવન પરિવર્તન અને તેથી થોડા જ સમયમાં શ્રમણોપાસક પર્યાયની આરાધના કરી આત્મકલ્યાણ કરવાનું વર્ણન છે. ત્યાંથી કાળકરી પ્રથમ દેવલોકમાં મહાઋદ્ધિવાન સામાનિક દેવ બન્યા અને પરિવાર સહિત ભગવાન મહાવીરના દર્શન, વંદન, પર્યુપાસના માટે આવ્યા, વગેરે વર્ણન છે. અંતે મોક્ષે જવાનું કથન કર્યું છે. પ્રદેશ રાજાએ કેશી શ્રમણ પાસેથી બોધ પામી સમ્યકત્વ પ્રાપ્ત કર્યું, તે પહેલાં આત્માના અસ્તિત્વ,નાસ્તિત્વ સંબંધી પ્રશ્નચર્ચા કરી હતી, તેનું વર્ણન બીજા વિભાગમાં છે. તે પ્રશ્નોત્તર અનેક ભવ્યાત્માઓના સંશયોનું ઉન્મેલન કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આધ્યાત્મની અપેક્ષાએ આ પ્રશ્નો આ સૂત્રના પ્રાણ સમા છે. તે કારણે જ રાજા પ્રદેશના પ્રશ્નો હોવાથી આ સૂત્રને સાર્થક નામ રાજપ્રશ્નીય સૂત્ર”રાખવામાં આવ્યું છે. અર્ધમાગધી ભાષામાં તેનું નામ રયપ્પનીય છે. નંદી સૂત્રમાં આ સૂત્રનું સ્થાન અંગ બાહ્ય ઉત્કાલિક સૂત્રમાં છે. વર્તમાન પ્રચલિત શ્વેતાંબર પરંપરામાં આ સૂત્ર ઉપાંગસૂત્રોમાં ગણવામાં આવ્યું છે. આમાં એક જ શ્રુતસ્કંધ છે. તેમાં અધ્યયન, ઉદ્દેશા નથી. કેવળ વિષયની અપેક્ષાએ બે વિભાગ કહ્યા છે. આ સૂત્ર ૨૦૭૮ શ્લોક તુલ્ય માનવામાં આવ્યું છે. પ્રથમ ખંડ – સૂર્યાભદેવ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં આમલકલ્પા નામની નગરીમાં પધાર્યા. ત્યાં આમ્રશાલવન નામના બગીચામાં અધિષ્ઠાયક વ્યકિતની આજ્ઞા લઈ સપરિવાર બિરાજમાન થયા. ત્યાંના શ્વેત નામના રાજા ધારિણી રાણી સહિત, વિશાળ જનમેદની સાથે ભગવાન મહાવીરનો ધર્મોપદેશ સાંભળવા આવ્યા. ભગવાન પાસે આવતાં જ પાંચ અભિગમ કર્યા અને વિધિયુક્ત વંદન-નમસ્કાર કરીને બેઠા. Page #155 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : રાજપ્રઝીય સૂત્ર ઉપપ પ્રથમ દેવલોકના સૂર્યાભ વિમાનના માલિક સૂર્યાભદેવ- ચાર હજાર સામાનિક દેવ, ચાર અગ્રમહિષીઓ, ત્રણ પ્રકારની પરિષદ, સોળહજાર આત્મરક્ષક દેવ ઇત્યાદિ વિશાળ ઋદ્ધિની સાથે દૈવિક સુખોનો અનુભવ કરી રહ્યા હતા. સંયોગવશાત્ અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આમલકલ્પા નગરીમાં બિરાજતા જોયા અને જોતાં જ પરમ આનંદિત થયા; તરત જ સિંહાસનથી ઉતરી, પગમાંથી પાદુકા કાઢી, મુખે ઉત્તરાસન રાખી, ડાબો પગ ઊંચો કરી મસ્તકને ત્રણ વખત ધરતી ઉપર અડાડ્યું. ત્યાર પછી જોડેલા હાથ મસ્તક પાસે રાખીને પ્રથમ પામોત્થના પાઠથી સિદ્ધ ભગવંતોને અને તે પછી બીજા અમોઘુના પાઠથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન અને ગુણ કીર્તન કર્યા. પછી સિંહાસન પર બેઠા. ત્યારે સૂર્યાભદેવને મનુષ્ય લોકમાં આવી ભગવાનના દર્શન-સેવાનો લાભ લેવાની ભાવના ઉત્પન્ન થઈ. સમવસરણની આસપાસ એક યોજન પ્રમાણ ક્ષેત્રની શુદ્ધિ કરવા આભિયોગિક દેવોને આજ્ઞા કરી. આજ્ઞાનુસાર આભિયોગિક દેવોએ આમલકલ્પા નગરીમાં આવીને પહેલાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કર્યા, પોતાના નામ, ગોત્ર આદિનો પરિચય આપ્યો. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય ! તમારો જીતાચાર (આચાર પરંપરા) છે કે ચારે જાતિના દેવ પ્રસંગોપાત અધિપતિ દેવોની આજ્ઞાથી અરિહંત ભગવાનને નમસ્કાર કરી પોતાના નામ-ગોત્રનો પરિચય આપે છે. દેવો ભગવાનના વચનામૃતો સાંભળી પુનઃ વંદન નમસ્કાર કરી બહાર આવ્યા અને ભગવાનની ચારે તરફ એક યોજન જેટલા ક્ષેત્રને સંવર્તક વાયુ દ્વારા પ્રમાર્જિત કર્યું. ત્યાર પછી પાણીનો છંટકાવ કર્યો એવં સુગંધિત દ્રવ્યોથી તે ક્ષેત્રને સુવાસિત કર્યું. પુનઃ પરમાત્માને વંદન કરી તે દેવો દેવલોકમાં ચાલ્યા ગયા. સૂર્યાભદેવને નિવેદન કર્યું કે આપની આજ્ઞા પ્રમાણે કાર્ય સંપન્ન થઈ ગયું છે. સૂર્યાભદેવની આજ્ઞાથી સેનાપતિ દેવે સુસ્વરા નામની ઘંટાને ત્રણ વખત વગાડી અને બધા દેવોને સજાગ કર્યા. પછી બધાને સંદેશો સંભળાવ્યો કે સૂર્યાભદેવ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે. તમે પણ પોત પોતાના વિમાનોથી શીધ્ર ત્યાં પહોંચો. ઘોષણા સાંભળી દેવ સુસજ્જિત થઈ યથાસમયે સધર્મ સભામાં પહોંચ્યા. સુર્યાભદેવની આજ્ઞાથી એક લાખ યોજનાનું લાંબુ–પહોળું અને ગોળાકાર વિમાન વિકૂવ્યું. જેની મધ્યમાં સિંહાસન ઉપર સૂર્યાભદેવ આરૂઢ થયા. પછી યથાક્રમથી બધા દેવ ચઢીને પોત-પોતાના ભદ્રાસન પર બેસી ગયા. શીવ્ર ગતિએ વિમાન પહેલા દેવલોકના ઉત્તર નિર્માણ માર્ગથી નીકળી, હજારો યોજનની ગતિથી અલ્પ સમયમાં નંદીશ્વર દ્વીપના રતિકર પર્વત ઉપર પહોંચી ગયું. ત્યાં વિમાનને નાનું બનાવી પછી આમલકલ્પા નગરીમાં આવી વિમાન દ્વારા ભગવાનની ત્રણ વખત પ્રદક્ષિણા કરી, ભૂમિથી ચાર આંગળ ઊંચુ વિમાન Page #156 -------------------------------------------------------------------------- ________________ '૧૫૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત-૧ રાખ્યું. સૂર્યાભદેવ પોતાના સમસ્ત દેવપરિવાર સહિત ભગવાનની સેવામાં પહોંચ્યા અને વંદન-નમસ્કાર કરી પોતાનો પરિચય આપ્યો. ત્યારે ભગવાને સૂર્યાભદેવને સંબોધિત કરી યથોચિત શબ્દોથી તેની વંદનાનો સ્વીકાર કરતાં કહ્યું કે તમારું કર્તવ્ય છે, ધર્મ છે, આચાર છે, જીતાચાર છે. કરણીય છે ઇત્યાદિ. સૂર્યાભદેવ ભગવાનના વચનો સાંભળી અત્યંત હર્ષિત થયા અને હાથ જોડી બેસી ગયા. પ્રભુએ પરિષદને ધર્મોપદેશ સંભળાવ્યો. ઉપદેશ સાંભળીને પરિષદ વિસર્જિત થઈ. સૂર્યાભદેવે ભગવાનને પૂછ્યું કે હું ભવી છું કે અભવી? સમ્યક્દષ્ટિ છું કે મિથ્યાદષ્ટિ? પરિત્ત સંસારી છું કે અપરિત્ત સંસારી? ચરમ શરીરી છું કે અચરમ શરીરી? ઉત્તરમાં ભગવાને કહ્યું કે તમે ભવી, સમ્યક્દષ્ટિ છો અને એક ભવ કરી મોક્ષે જશો. સૂર્યાભદેવ અત્યંત આનંદિત થયા અને ભગવાનને કહ્યું- ભંતે! આપ તો સર્વજ્ઞ, સર્વદર્શી છો, બધું જાણો-જુઓ છો પરંતુ ભક્તિવશ થઈ હું ગૌતમાદિ અણગારોને મારી ત્રદ્ધિ (બત્રીસ પ્રકારના નાટકો) દેખાડવા ઇચ્છું છું. આ પ્રમાણે ત્રણ વખત નિવેદન કર્યું પણ ભગવાને કંઈ જ જવાબ ન આપ્યો, મૌન રહ્યા. પછી સૂર્યાભદેવે ત્રણ વખત વિધિયુક્ત વંદન કરી, મૌન સ્વીકૃતિ સમજી ઇચ્છાનુસાર વૈક્રિય શક્તિથી સુંદર નાટયમંડપની રચના કરી અને ભગવાનની આજ્ઞા લઈ પ્રણામ કરી પોતાના સિંહાસન પર ભગવાનની સામે મુખ રાખી બેસી ગયા 'નાટ્યવિધિનો પ્રારંભ કરતાં પોતાની એક ભુજામાંથી ૧૦૮ દેવકુમાર અને બીજી ભુજામાંથી ૧૦૮ દેવકુમારીઓ કાઢી. ૪૯ પ્રકારના ૧૦૮ વાદકોની વિદુર્વણા કરી. પછી દેવકુમારોને નાટક કરવાનો આદેશ કર્યો. દેવકુમારોએ આજ્ઞાનુસાર નાટક કર્યું. તે નાટકનો મુખ્ય વિષય આ પ્રમાણે છે – (૧) આઠ પ્રકારના મંગલ દ્રવ્યો સંબંધી (૨) પંક્તિઓ(આવલિકાઓ) સંબંધી (૩) વિવિધ ચિત્રો સંબંધી (૪) પત્ર, પુષ્પ, લતા સંબંધી (૫) ચંદ્રોદય અને સૂર્યોદયની રચના સંબંધી (૬) તેમના આગમન સંબંધી (૭) તેના અસ્ત સંબંધી (૮) તેના મંડળ અથવા વિમાન સંબંધી (૯) હાથી, ઘોડા આદિની ગતિ સંબંધી (૧૦) સમુદ્ર અને નગર સંબંધી (૧૧) પુષ્કરણી સંબંધી (૧ર) કકાર, ખકાર, ગકાર ઇત્યાદિ આધ અક્ષર સંબંધી (૧૩) ઉછળવું, કૂદવું, હર્ષ, ભય, સંભ્રાંત, સંકોચ વિસ્તારમય થવા સંબંધી (૧૪) અંતમાં ભગવાન મહાવીર સ્વામીનો પૂર્વભવ, ચ્યવન, સહરણ, જન્મ, બાલ્યકાળ, યૌવનકાળ, ભોગમય જીવન, વૈરાગ્ય, દીક્ષા, તપ-સંયમમય છદ્મસ્થ જીવન, કૈવલ્ય પ્રાપ્તિ, તીર્થ પ્રવર્તન અને નિર્વાણ સંબંધી સમસ્ત વર્ણન યુક્ત નાટકનું પ્રદર્શન કર્યું, નાટ્ય વિધિનો ઉપસંહાર કરતાં દેવકુમાર દેવકુમારીઓએ મૌલિક ચાર પ્રકારના વાજીંત્ર વગાડ્યા, ચાર પ્રકારના ગીત ગાયા, ચાર પ્રકારના નૃત્યદેખાડયા અને ચાર પ્રકારનો અભિનય બતાવ્યો. પછી વિધિયુકત વંદન નમસ્કાર કરી Page #157 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : રાજપક્ઝીય સૂત્ર (૧પ૦ સૂર્યાભદેવની પાસે આવ્યા. સૂર્યાભદેવે સમસ્ત વિદુર્વણાને સમેટી લીઘી. અને ભગવાનને વંદન-નમસ્કાર કરતાં પોતાના વિમાનમાં આરૂઢ થયા અને દેવલોકમાં ચાલ્યા ગયા, સૂર્યાભ વિમાનનું વર્ણન - સૌધર્મ નામનું પ્રથમ દેવલોક સમભૂમિથી અસંખ્ય થોજન ઉપર છે. તે દેવલોકમાં ૩ર લાખ વિમાન છે. તેની વચ્ચે પાંચ અવતંસક (મુખ્ય) વિમાન છે.– (૧) અશોક અવતંસક (૨) સપ્તપર્ણ અવતંસક (૩) ચંપક અવતંસક (૪) આમ્ર અવતસક. આ ચારે ચાર દિશામાં છે તેની વચ્ચે પ્રથમ દેવલોકના ઇન્દ્રનું સૌધર્માવલંસક વિમાન છે. આ સૌધર્માવલંસક વિમાનની પૂર્વ દિશામાં અસંખ્ય યોજન દૂર સૂર્યાભ નામનું વિમાન છે. જે સાડા બાર લાખ યોજના લાંબુ-પહોળું તથા ૩૯,પર,૮૪૮ યોજનની પરિધિ માં ગોળાકાર છે અને કોટથી ઘેરાયેલ છે. કારોનું વર્ણન :- આ વિમાનની ચાર દિશાઓમાં ચાર હજાર દરવાજા છે. જે ૫00 યોજન ઊંચા અને ર૫) યોજન પહોળા છે. આ દરવાજાની બન્ને તરફ નિશીવિકા બેઠકો છે. જેના ૧૬-૧૬ વિભાગ છે જેમાં ચંદન કળશ છે, માળાઓ છે અને ઘંટડીઓ યુક્ત ખીલીઓ, ખીલીઓ ઉપર ૧૬-૧૬ નાની ખીલીઓ છે, તેમાં ચાંદીના શીકા લટકી રહ્યા છે, જેમાં ધૂપદાનીઓ છે. તે નિશીધિકાઓમાં (બેઠકોમાં) પુતળીઓ, જાલઘર, ઘંટ અને વનમાળાઓની પંક્તિઓ છે. તે નિશીપિકાઓમાં ૧૬-૧૬ શ્રેષ્ઠ મહેલ છે જે રપ૦ યોજન ઊંચા, ૧રપ યોજન વિસ્તાર વાળા ગોળાકાર છે. તે ૨૫0 યોજન લાંબા-પહોળા અને ૧રપ યોજન ઊંચા ઓટલા પર સ્થિત છે. તોરણોનું વર્ણન – તે ૧૬-૧૬ વિભાગોની સામે તોરણ મંડપ છે. જે મણિઓથી નિર્મિત સ્તંભો પર સારી રીતે બાંધેલા છે. પ્રત્યેક તોરણની આગળ બે-બે પૂતળીઓ, નાગદંત, હસ્તીયુગલ, અશ્વયુગલ, નર, કિન્નર, કિંપુરુષ યુગલ, મહોરગ, ગંધર્વ, એવં બળદના યુગલ છે. આ પ્રકારે અનેક મંગલ રૂપ, દર્શનીય રૂપ બે-બે પદાર્થ છે. બે સિંહાસન, છત્ર, ચામર આદિ છે. દ્વાર પર ધજા ભવન :- એક એક દરવાજા ઉપર દસ પ્રકારની ૧૦૮ ધ્વજાઓ અર્થાત્ ૧૦ x ૧૦૮=૧0૮0 ધ્વજાઓ છે. પ્રત્યેક દરવાજા ઉપર ૫-૫ ભવન છે. વનખંડ:- સૂર્યાભ વિમાનથી ૫00 યોજન દૂર ચારે દિશાઓમાં એક-એક વનખંડ છે. જે ૫00 યોજન પહોળા અને સુર્યાભ વિમાન જેટલા લાંબા છે. તેના નામ- અશોકવન, સપ્તપર્ણવન, ચંપકવન અને આમ્રવન છે. વનખંડમાં ઠેર ઠેર વાવડીઓ, પુષ્કરિણીઓ, દાર્શિકાઓ, કૂવા, તળાવ આદિ છે. જે વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. તેમાં ઉતરવા માટે ચારે દિશાઓમાં પગથીયા છે. તેની વચ્ચે ઠેર ઠેર નાના મોટા પર્વત અને મંડપ છે. જ્યાં બેસવા-સૂવા માટે ભદ્રાસન Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ છે. વનખંડમાં અનેક જગ્યાએ કદલીગૃહ, વિશ્રામગૃહ, પ્રેક્ષાગૃહ, સ્નાનગૃહ, શૃંગારગૃહ, મોહનગૃહ, જલગૃહ, ચિત્રગૃહ, આદર્શગૃહ આદિ શોભી રહ્યા છે. વિધ-વિધ લતા મંડપો છે જેમાં અનેક પ્રકારના આસન, શયનના આકારની શિલાઓ છે. ચારે વનખંડોમાં વચ્ચો વચ્ચ એક એક પ્રાસાદાવતંસક છે જેમાં પલ્યોપમની સ્થિતિવાળા એક એક દેવ રહે છે. જેના નામ- અશોક દેવ, સપ્તપર્ણ દેવ, ચંપક દેવ, આમ્ર દેવ છે. વનખંડનો અવશેષ ભૂમિ ભાગ સમતલ, સુંદર, સુખદ સ્પર્શવાળો રમણીય છે. અનેક પ્રકારના પંચરંગી મણિ, તૃણ અને તેની મધુર ધ્વનિથી સુશોભિત છે. પુણ્યફળનો ઉપભોગ કરનાર દેવ-દેવીઓ અહીં ક્રીડા કરે છે. ઉપકારિકાલયન:- સુઘર્મા સભા અને અન્ય પ્રમુખ સ્થાનોથી યુક્ત રાજધાની સમાન પ્રસાદમય ઘેરાયેલ ક્ષેત્રને ઉપકારિકાલયન કહ્યું છે. આ ક્ષેત્ર જંબદ્વીપ જેવડું છે. તેની મધ્યમાં એક મુખ્ય પ્રાસાદ છે જે ૫૦૦ યોજન ઊંચો ૨૫૦ યોજન વિસ્તારવાળો છે. તેની ચારે તરફ ચાર ભવન અડધા પ્રમાણના છે, જે ચારે પણ અન્ય અર્ધ પરિમાણના ચાર ચાર ભવનોથી ઘેરાયેલા છે. તે ભવન પણ અન્ય અર્ધ પરિમાણના ચાર ભવનોથી ઘેરાયેલા છે. અર્થાત્ ૧ + ૪ + ૧૬+ ૬૪= ૮૫ પ્રાસાદ છે. આ ઉપકારિકાલયન સૂર્યાભ વિમાનની વચ્ચે મધ્યમાં છે. સમભૂમિથી કંઈક ઊંચાઈ પર છે. તેમાં પ્રવેશ કરવાને માટે ચારે દિશાઓમાં પગથિયા છે. તેની ચારે બાજુ પધવર વેદિકા રૂપ પરકોટા છે અને તેની ચારે બાજુ બે યોજનથી કિંઈક ન્યૂન પહોળું વનખંડ છે. સુધર્મ સભાનું બાહ્ય વર્ણન :- મુખ્ય પ્રાસાદવર્તાસકના ઈશાન ખૂણામાં અનેક સ્તંભો પર બનેલી સુધર્મ સભા છે. તેની ત્રણ દિશામાં ત્રણ વાર અને ત્રણ દિશામાં સોપાન શ્રેણી છે. પશ્ચિમમાં નથી. આ દ્વાર સોળ યોજન ઊંચા અને આઠ યોજન પહોળા છે. દ્વારની સામે મંડપ છે, મંડપની આગળ પ્રેક્ષાગૃહ છે. પ્રેક્ષાગૃહની વચ્ચે મંચ છે, મંચની વચ્ચે ચબૂતરો(મણિપીઠિકા) છે, તેની ઉપર એક એક સિંહાસન છે. તેની આસપાસ અનેક ભદ્રાસન છે. પ્રેક્ષાગૃહની સામે પણ મણિપીઠિકા છે. તેના પર સૂપ છે. સ્તૂપની સામે મણિપીઠિકા પર ચૈત્યવૃક્ષ છે, ચૈત્યવૃક્ષની સામે ઓટલા પર માહેન્દ્ર ધ્વજ છે. અને તેની સામે નંદા નામની પુષ્કરિણી છે. સુધર્મસભાનું આવ્યંતર વર્ણન :- સુધર્મ સભાની ચારે તરફ કિનારા ઉપર ૪૮ હજાર ઘર જેવા ખુલ્લા વિભાગ છે. તેમાં ૪૮ હજાર લાંબી ખુરશીઓ સમાન આસન છે. સુધર્મ સભાની વચ્ચે 0 યોજન ઊંચા માણવક ચેત્ય સ્તંભ છે. જેના ૪૮ તળિયા અને ૪૮ પાળ છે. અર્થાત્ ૪૮ વળાંકમાં ગોળાકાર છે. જેના મધ્યભાગમાં અનેક ખીલીઓ છે જેમાં શાંકા લટકી રહ્યા છે અને શાંકામાં ગોળ Page #159 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ રાજનીય સૂત્રો ૧પ૯ ડબ્બીઓ છે. તેમાં જિન દાઢાઓ છે. જે દેવો માટે અર્ચનીય એવં પૂજનીય છે. માણવક ચેત્ય સ્તંભની પૂર્વમાં સિંહાસન અને પશ્ચિમમાં દેવશય્યા છે. દેવ શય્યાના ઈશાન ખૂણામાં માહેન્દ્ર ધ્વજ છે. માહેન્દ્ર ધ્વજની પશ્ચિમમાં આયુધશાળા છે. આયુધશાળાના ઈશાન ખૂણામાંસિદ્ધાયતન છે. સિદ્ધાયતનનું બાહ્ય વર્ણન સુધર્મસભાના બાહ્ય વર્ણન જેવું જ છે. સિદ્ધાયતનની અંદર ૧૦૮ જિન પ્રતિમાઓ છે. તેની પાછળ એક છત્ર ધારક અને બાજુમાં બે ચામર ધારકની પ્રતિમાઓ છે. આગળ બબ્બે યક્ષ, ભૂત, નાગ આદિની મૂર્તિઓ છે. ત્યાં ૧૦૮ ઘંટડીઓ, ચંદન કળશ, થાળ, પુષ્પગંગેરી, ધૂપકડુચ્છક આદિ છે. સિદ્ધાયતનના ઈશાન ખૂણામાં અભિષેક સભા છે. તેના ઈશાન ખૂણામાં અલંકાર સભા છે. તેના ઈશાન ખૂણામાં વ્યવસાય સભા છે; તેમાં પુસ્તક રત્ન છે. જેમાં દેવોના જીતાચાર(કર્તવ્ય કલાપો)નું વર્ણન છે અને ધાર્મિક લેખ છે. - વ્યવસાય સભાના ઈશાન ખૂણામાં નંદા નામની પુષ્કરિણી છે અને તેના ઈશાન ખૂણામાં વિશાળ બલીપીઠ-ચબૂતરો છે. સૂર્યાભનો જન્માભિષેક અને ક્રિયા કલાપ – સૂર્યાભદેવ ઉપપાત સભામાં જન્મ લે છે. સામાનિકદેવોના નિવેદન અનુસાર પ્રવૃત્તિ કરવા માટે પૂર્વદરવાજાથી નીકળી સરોવર પર આવે છે. ત્યાં સ્નાનાદિથી નિવૃત્ત થઈ અભિષેક સભામાં આવી પૂર્વ દિશા સન્મુખ મુખ રાખી સિંહાસન પર બેસે છે. ત્યાં તેમનો બધા દેવ મળી જન્માભિષેક અને ઇન્દ્રાભિષેક કરે છે. અર્થાત્ કળશોથી સ્નાન કરાવે છે અને વિવિધ પ્રકારે હર્ષ મનાવે છે, મંગલ શબ્દોચ્ચાર કરે છે. પછી પૂર્વ દરવાજાથી નીકળી સૂર્યાભદેવ અલંકાર શાળામાં આવી સિંહાસન પર બેસે છે; શરીરને લૂંછી, ગૌશીર્ષ ચંદનનો લેપ કરે છે. વસ્ત્ર યુગલ ધારણ કરે છે; પગથી માંડી મસ્તક સુઘી અનેક આભૂષણો ધારણ કરે છે; કલ્પવૃક્ષની જેમ સુસજ્જિત થાય છે. ત્યાર પછી તે વ્યવસાય સભામાં આવી સિંહાસન પર બેસી પુસ્તકરત્નનું અધ્યયન કરે છે. ત્યાર પછી તે નંદા પુષ્કરિણીમાં આવે છે; હાથ-પગનું પ્રક્ષાલન કરી, પાણીની જારી અને ફૂલ લઈ સિદ્ધાયતનમાં આવે છે; વિનય ભક્તિ અને પૂજાવિધિ કરી ૧૦૮ મંગળ શ્લોકોથી તિ કરે છે. ત્યાર પછી વંદન નમસ્કાર કરી મોરપીંછથી અનેકાનેક સ્થાનોનું પ્રમાર્જન, પાણીથી પ્રક્ષાલન અને ચંદનથી હાથના છાપા(થાપા) લગાવે છે, ધૂપ કરે છે, ફૂલ ચઢાવે છે. તે સ્થાનો આ પ્રમાણે છે – સિદ્ધાયતનનો મધ્યભાગ, દક્ષિણ ધાર, દ્વાર શાખા, પૂતળીઓ, વાઘ રૂપ મુખ મંડપનો મધ્ય ભાગ, મુખ મંડપનું પશ્ચિમી દ્વાર, પ્રેક્ષાઘર, મંડપના બધા ઉક્ત સ્થાન, ચૈત્ય સ્તૂપના બધા સ્થાન, ચૈત્ય વૃક્ષના બધા સ્થાન, મહેન્દ્ર ધ્વજના બધા સ્થાન, નિંદા પુષ્કરિણીના બધા સ્થાન. Page #160 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧ તે જ રીતે ઉત્તર દ્વારના અને ત્યાર પછી પૂર્વ દ્વારના બધા સ્થાનોની પૂજા કરે છે. ત્યાર પછી સુધર્મસભામાં પ્રવેશ કરે છે. ત્યાં પણ જિન દાઢાઓ, સિંહાસન, દેવ શય્યા, મહેન્દ્ર ધ્વજ, આયુધ શાળા, ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા, પુસ્તક રત્ન. ચબૂતરા, સિંહાસન, નંદા પુષ્કરિણી સરોવર આદિ બધી જગ્યાઓનું મોરપીંછથી પ્રમાર્જન, પાણીથી સિંચન, ફૂલ, ધૂપ આદિ ક્રિયાઓ કરે છે. આ રીતે સર્વ નાનામોટા સ્થાનોનું ધૂપ-દીપ અને પૂજન, પ્રમાર્જન તથા પ્રક્ષાલન કરે છે. અંતે બલીપીઠની પાસે આવી બલી વિસર્જન કરે છે. પછી નોકર દેવો દ્વારા સૂર્યાભ વિમાનના બધા માર્ગ, દ્વાર, વન, ઉપવનમાં આ પ્રમાણે અર્ચા-પૂજા વિધિ કરાવે છે. ત્યાર પછી નંદા પુષ્કરિણીમાં હાથ-પગનું પ્રક્ષાલન કરી, સુધર્મા સભાના પૂર્વ દરવાજાથી પ્રવેશ કરે છે. પૂર્વ દિશામાં મુખ કરી સિંહાસન ઉપર બેસી જાય છે. સૂર્યાભ સભાની વ્યવસ્થા :– તેની પૂર્વ દિશામાં ચાર અગ્રમહિષીઓ, ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમમાં ચાર હજાર સામાનિક દેવ, દક્ષિણ પૂર્વમાં આવ્યંતર પરિષદના આઠ હજાર દેવ, દક્ષિણમાં મધ્યમ પરિષદના દસ હજાર દેવ, દક્ષિણ પશ્ચિમમાં બાહ્ય પરિષદના બાર હજાર દેવ, પશ્ચિમ દિશામાં સાત અનિકાધિપતિ દેવ, તદુપરાંત પાછળની ચારે દિશામાં સોળ હજાર આત્મ રક્ષક દેવ; આ બધા પોત પોતાના નિયુક્ત ભદ્રાસનો પર બેસે છે. સૂર્યાભ દેવનું ચાર પલ્યોપમનું આયુષ્ય છે. તેના સામાનિક દેવોનું પણ ચાર-ચાર પલ્યોપમનું આયુષ્ય છે. આ પ્રકારે સૂર્યાભ દેવ મહાઋદ્ધિ, મહાધુતિ, મહાબલ, મહાયશ અને મહાસીખવાળો તથા મહાપ્રભાવી છે. li દ્વિતીય ખંડ – સૂર્યાભદેવનો પૂર્વભવ છે - સૂર્યાભદેવની મહાદ્ધિ જોતાં સ્વાભાવિક જિજ્ઞાસા થાય કે આવી સંપદા તેને કેવી રીતે પ્રાપ્ત થઈ? પૂર્વ ભવમાં તે કોણ હતો ? શી તપશ્ચર્યા કરી હતી? સંયમ કે ધર્મનું પાલન કેવી રીતે કર્યું હતું? તે પ્રશ્નોના સમાધાન અર્થે અહીં સૂર્યાભના પૂર્વભવનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રદેશી રાજાનું જીવન :- ત્રેવીસમા તીર્થકર ભગવાન પાર્શ્વનાથનું શાસન પ્રવર્તી રહ્યું હતું. તે સમયે કેયાદ્ધ દેશમાં શ્વેતાંબિકા નામની નગરીમાં પ્રદેશી રાજા રાજ્ય કરતા હતા. તેની સૂર્યકાંતા નામની રાણી હતી અને સૂર્યકાંત નામનો પુત્ર હતો. તેને યુવરાજ પદે આરૂઢ કર્યો હતો. જે રાજ્યની અનેક વ્યવસ્થાઓની દેખરેખ રાખતો હતો. પ્રદેશ રાજાનો ભ્રાતૃવંશીય ચિત્ત નામનો પ્રધાન (સારથી) હતો. જે ચારે બુદ્ધિમાં પારંગત, કાર્યકુશલ, દક્ષ, સલાહકાર, રાજાનો વિશ્વાસુ આલંબનભૂત, અશુભૂત, મેઢીભૂત હતો; રાજ્ય કાર્યમાં સક્રિય ભાગ લેવા વાળો હતો. Page #161 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : રાજપુસ્નીય સૂત્ર ૧૧ પ્રદેશી રાજાનો આધિનસ્થ (હાથ નીચે) જિતશત્રુ રાજા હતો. જે કુણાલ દેશની શ્રાવસ્તી નગરીમાં રહેતો હતો. એકદા પ્રદેશી રાજાએ ચિત્ત સારથીને શ્રાવસ્તીનગરીની રાજ્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કરવાનું કહ્યું. કિંમતી ભેટશું આપી વિદાય કર્યો. ચિત્ત સારથી શ્રાવસ્તી ગયો. રાજાના ચરણોમાં ભટણું મૂકી પ્રદેશી રાજાનો સંદેશો કહો. જિતશત્રુ રાજાએ ભેટનો સ્વીકાર કર્યો અને ચિત્ત સારથીનો સત્કાર કરી રાજમાર્ગ પર આવેલા ભવનમાં ઉતારો આપ્યો. ચિત સારથી ત્યાં રહી રાજ્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા લાગ્યો. શ્રાવસ્તીમાં કેશી શ્રમણ – એક વખત વિચરણ કરતા ભગવાન પાર્શ્વનાથના શિષ્ય અનેક ગુણોથી સંપન્ન કેશીકુમાર શ્રમણ શ્રાવસ્તી નગરીની બહાર કોષ્ઠક નામના ઉદ્યાનમાં પધાર્યા. લોકોના ટોળે ટોળાં તેમના દર્શન કરવા જવા લાગ્યા. રાજમાર્ગ ઉપર કોલાહલ થતાં ચિત્ત સારથીનું ધ્યાન ખેંચાયું. અનુચર દ્વારા તપાસ કરાવતાં ખ્યાલ આવ્યો કે નગરીમાં કોઈ મહોત્સવ નથી પરંતુ કેશીકુમાર શ્રમણ બગીચામાં પધાર્યા છે, લોકો તેમના દર્શનાર્થે જઈ રહ્યા છે. | ચિત્ત સારથી પણ રથારૂઢ થઈ ઉધાનમાં કેશીકુમાર શ્રમણ પાસે આવ્યા. વિધિવત્ નમસ્કાર કરી પરિષદમાં બેઠા. ધર્મોપદેશ સાંભળ્યો. યથાયોગ્ય પચ્ચકખાણ લઈ સહુ ચાલ્યા ગયા. ચિત્ત સારથીનું હૃદય પુલકિત બન્યું; ત્રણ વખત વંદન-નમસ્કાર કરીને કહ્યું– ભતે ! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું, રુચિ કરું છું અને તદનુરૂપ આચરણ કરવા તૈયાર છું. તેમણે નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા-ભકિત પ્રગટ કરતા થકાં, નિગ્રંથ પ્રવચનને ધારણ કરનાર શ્રમણોનાં ગુણ-કીર્તન કર્યા, અને ધન્યવાદ આપ્યા. જાતને અધન્ય માનતા નિવેદન કર્યું કે ભંતે ! હું શ્રમધર્મ સ્વીકારવા અસમર્થ છું, તેથી આપની પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કરવા ઇચ્છું છું. ત્યાર પછી તેમણે કેશીશ્રમણ પાસે શ્રાવકના બાર વ્રત સ્વીકાર્યા તેમજ શ્રમણોપાસકનાં અનેક ગુણોથી સંપન્ન થયા. એકદા જિતશત્રુ રાજાએ ચિત્ત સારથીને બોલાવી પ્રદેશ રાજાને અમૂલ્ય ભેટશું આપવાનું નિવેદન કરી, વિદાય આપી અને કહ્યું કે આપના કથનાનુસાર રાજ્યનું સંચાલન કરીશ. વિદાય લઈ ચિત્ત સારથી પોતાના ભવનમાં આવ્યા. ત્યાર પછી પગે ચાલીને જ કેશીકમાર શ્રમણ પાસે ગયા. વંદન-નમસ્કાર કરી ધર્મોપદેશ સાંભળ્યો. પછી વિનંતિ કરી કે ભંતે ! હું શ્વેતાંબિકા નગરી જઈ રહ્યો છું કરબદ્ધ વિનંતિ કરું છું કે આપ ત્યાં પધારવાની કૃપા કરજો. ચિત્તની વિનંતિની ઉપેક્ષા કરતા કેશી શ્રમણે પ્રત્યુત્તર ન આપ્યો. ચિત્તે ભાવભરી વિનંતિ કર્યો જ રાખી. ત્યારે કેશી શ્રમણે દષ્ટાંત આપી ઉત્તર આપ્યો કે જે પ્રકારે કોઈ સુંદર, મનોહર વનખંડમાં પશુઓને દુઃખ દેવાવાળા પાપિષ્ઠ લોકો Page #162 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ રહેતા હોય, ત્યાં વનચર પશુઓને રહેવાનો આનંદ કેમ આવે ? તે પ્રકારે હે ચિત્ત ! શ્વેતાંબિકા નગરી ભલે સુંદર, રમણીય હોય પણ તમારો રાજા પ્રદેશી જે રહે છે તે અધાર્મિક, અધર્મનું આચરણ કરવાવાળો અને અધર્મથી જ વૃત્તિ કરવાવાળો છે. સદા હિંસામાં આસક્ત, ક્રૂર, પાપકારી, ચંડ, રુદ્ર, ક્ષુદ્ર રહે છે. ફૂડ-કપટ બહુલ, નિર્ગુણ, મયાર્દા રહિત, પચ્ચક્ખાણ રહિત, અધર્મનો જ સરદાર છે; પોતાની પ્રજાનું પણ રક્ષણ નથી કરતો યાવત્ ગુરુઓનો પણ આદર-સત્કાર, વિનય-ભકિત નથી કરતો, તો તારી શ્વેતાંબિકા નગરીમાં કેવી રીતે આવું ? અર્થાત્ આવવાની ઇચ્છા નથી. ૧૬૨ ચિત્તે બધી વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે- ભંતે ! આપને પ્રદેશી રાજાથી શું કામ છે ? ત્યાં અન્ય અનેક રાજકર્મચારી, શેઠ, સેનાપતિ, સાર્થવાહ, પ્રજાજન ધાર્મિક છે. તેઓ આપનો સત્કાર કરશે અને વિનય-ભક્તિ કરશે. ધર્મોપદેશ સાંભળશે, પ્રત્યાખ્યાન ધારણ કરશે. આહાર-પાણીથી પ્રતિલાભશે; તેથી આપ જરૂર શ્વેતાંબિકા પધારો'. વારંવાર વિનંતિ કરવાથી કેશીકુમાર શ્રમણે; આશ્વાસન આપતાં કહ્યું– જેવો અવસર........ આશ્વાસન મેળવી ચિત્તે પુનઃ વંદન-નમસ્કાર કર્યા. પોતાના ભવન ઉપર આવ્યા, બાદ શ્વેતાંબિકા જવા પ્રસ્થાન કર્યું. શ્વેતાંબિકા પહોંચ્યા પછી ચિત્ત સારથીએ ઉધાન પાલકને ભલામણ કરી. ત્યાર પછી પ્રદેશી રાજા પાસે જઈ ભેટણું આપી પોતાના મહેલમાં આવ્યા. ત્યાર પછી ગ્રામાનુગ્રામ વિચરણ કરતા કેશીકુમાર શ્રમણ શ્વેતાંબિકા નગરીના મૃગવન ઉદ્યાનમાં પધાર્યા. ઉધાનપાલકે ચિત્ત સારથીને સંદેશો પહોંચાડ્યો. ચિત્તે ત્યાં ઘરમાં જ પ્રથમ સિદ્ધ ભગવંતને નમોત્કૃષ્ણના પાઠથી વંદન કર્યા. પછી કેશીશ્રમણને નમોત્થણના ઉચ્ચારણ પૂર્વક વંદન નમસ્કાર કર્યા, ત્યાર પછી ઉદ્યાન પાલકને પ્રીતિદાન આપ્યું. યથાશીઘ્ર તૈયાર થઈ ચિત્ત સારથી ગુરુસેવામાં હાજર થયા, વંદન કર્યા, દેશના સાંભળી અને ત્યાર બાદ પ્રદેશી રાજાને પ્રતિબોધવાની વિનંતિ કરી. કેશીશ્રમણે કહ્યું– ચિત્ત ! (૧) જે વ્યકિત સંત-મુનિરાજની સમક્ષ બગીચામાં આવે છે, શ્રદ્ધા-ભક્તિથી વાણી સાંભળે છે (૨) ગામ કે ઉપાશ્રયમાં જ્યાં પણ સંત હોય ત્યાં જાય (૩) ઘરે આવતાં સુપાત્રદાનથી સત્કાર કરે (૪) માર્ગમાં મળતાં અભિવાદન કરે છે; વંદના કરે છે તે વ્યક્તિ બોધ પ્રાપ્ત કરી શકે છે. તેનાથી વિપરીત જે બગીચામાં નથી આવતો, નજીકના ઉપાશ્રયે નથી આવતો, ઘરે દાન દેવાનો ઉત્સાહ પ્રગટ નથી કરતો, સામા મળતાં મુખ છુપાવે અને શિષ્ટાચાર પણ ન કરે તે બોધ પ્રાપ્ત નથી કરી શકતો. હે ચિત્ત ! તમારો રાજા પણ આજ રીતે કિંચિત્ પણ વિનય કે સત્કાર કરવા તૈયાર નથી, તો તેને બોધ કેવી રીતે આપવો ? Page #163 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : રાજપ્રશ્નીય સૂત્ર ત્યારે ચિત્તે યુક્તિ પૂર્વક રાજાને લઈ આવવાનો નિર્ણય કર્યો. બીજે દિવસે ચિત્તે પ્રદેશી રાજાને કંબોજ દેશના શિક્ષિત કરાયેલા ઘોડાની પરીક્ષા કરવાનું કહ્યું. રાજાએ સ્વીકાર્યુ. ચાર ઘોડાને રથમાં જોડી બન્ને ફરવા માટે નીકળ્યા. અલ્પ સમયમાં ખૂબ દૂર નીકળી ગયા. સખત ગરમી અને તૃષાથી રાજા વ્યાકુળ બન્યા. આરામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ચિત્તે અવસર જોઈ રથ ફેરવ્યો. શીઘ્રતાથી તે બગીચા પાસે આવ્યા. રથને ઉભો રાખ્યો. તે વખતે કેશી શ્રમણનું પ્રવચન ચાલી રહ્યું હતું. રાજા વૃક્ષની શીતળ છાયામાં આરામ કરી રહ્યા હતા. ત્યાંથી કેશીકુમાર શ્રમણ તથા તેમની પરિષદ દેખાતી હતી. વ્યાખ્યાનનો અવાજ પણ સંભળાતો હતો. પ્રદેશી રાજાએ મનમાં વિચાર્યુ કે આ જડ મુંડ અને મૂઢ લોકો જડ, મુંડ અને મૂઢની ઉપાસના કરે છે. આટલું જોરથી કોણ બોલે છે કે જે મને શાંતિથી આરામ કરવા નથી દેતા. ચિત્તને પૂછ્યું આ કોણ છે ? ચિત્તે મુનિનો પરિચય આપતાં કહ્યું કે ચાર જ્ઞાનના ધારક પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય છે. તેમને મન:પર્યવ અને સાથે અવિધ જ્ઞાન પણ છે. પ્રાસુક એસણીય આહાર કરનાર જૈન મુનિ છે. શ્રમણ કેશી અને રાજા પ્રદેશીનો સંવાદ ૧૭૩ પ્રદેશી રાજા ચિત્ત સારથીની સાથે કેશી શ્રમણ પાસે આવ્યા અને ઉભા ઉભા જ પૂછવા લાગ્યા- આપ આધોધિ(દેશ અવધિ જ્ઞાની) જ્ઞાની છો ? મનઃ પર્યવજ્ઞાની છો ? પ્રાસુક એષણીય અન્ન ભોગી છો ? કેશી શ્રમણ ઃ- રાજન્ ! જેમ વિણકો દાણચોરી કરવાના ભાવે સીધો માર્ગ નથી પૂછતા. તેવી રીતે તમે પણ વિનય-વ્યવહાર ન કરવાના ભાવે અયોગ્ય રીતે પ્રશ્ન પૂછી રહ્યા છો ? રાજન્ ! મને જોઈને તમારા મનમાં એ સંકલ્પ ઉત્પન્ન થયો કે જડ, મુંડ અને મૂર્ખ લોકો જડ મુંડ અને મૂર્ખની ઉપાસના કરે છે ? ઇત્યાદિ. રાજા પ્રદેશી :- મને એવો વિચાર આવ્યો તેને તમે કેવી રીતે જાણ્યો ? શ્રમણ :- શાસ્ત્રમાં પાંચ જ્ઞાન કહ્યા છે. તેમાંથી ચાર જ્ઞાન મને છે. જેમાં મન:પર્યવ જ્ઞાન દ્વારા હું જાણી શક્યો કે તમને ઉક્ત સંકલ્પ થયો હતો. · હું અહીં બેસી શકું ? કેશી : આ તમારો બગીચો છે. તમે જાણો . ત્યારે પ્રદેશી રાજા ચિત્ત સારથીની સાથે બેસી ગયા. રાજા :- ભંતે ! આત્મા શરીરથી જુદો છે કે શરીર જ આત્મા છે ? કેશી :– રાજન્ ! શરીર એ જ આત્મા નથી. આત્મા શરીરથી ભિન્ન છે. આત્માના અસ્તિત્વનું જ્ઞાન સ્વસંવેદન દ્વારા થઈ શકે છે. સંસારમાં જેટલા પ્રાણી છે તેમને સુખ અને દુઃખ, ધનવાન અને નિર્ધન, માન અને અપમાનનું જે સંવેદન થાય છે, રાજા : - Page #164 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ અનુભૂતિ થાય છે, તે આત્માને જ થાય છે; શરીરને નહિ. શરીર તો જડ છે. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ । શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ I ૧૬૪ આત્માના અસ્તિત્વની શંકા જડને નથી થતી. એવો સંશય ચેતન તત્ત્વને જ થાય છે— “આ મારું શરીર છે.” આ કથનમાં જે 'મારું' શબ્દ છે તે સિદ્ધ કરે છે કે ‘હુ’ કોઈ શરીરથી અલગ વસ્તુ છે અને તે જ આત્મ તત્ત્વ છે, આત્મા છે, જીવ છે, ચૈતન્ય છે. શરીરના નાશ થવા પછી પણ તે રહે છે, પરલોકમાં જાય છે. ગમનાગમન અને જન્મ મરણ કરે છે. તેથી સંશય કરવાવાળો, સુખ-દુઃખનો અનુભવ કરવાવાળો, આત્માનો નિષેધ કરવાવાળો અને ‘હું” અને ‘મારું શરીર’ આ બધાનો અનુભવ કરવાવાળો આત્મા જ છે અને તે શરીરથી ભિન્ન તત્ત્વ છે. આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે પણ તેનો અનુભવ કરી ભવિષ્યમાં યાદ કોણ કરે છે ? તે યાદ રાખનાર આત્મ તત્ત્વ છે, જે શરીર અને ઇન્દ્રિયોથી ભિન્ન છે. રાજા :- ભંતે ! મારા દાદા મારા ઉપર અત્યંત સ્નેહ રાખતા હતા. તે મારા જેવા અધાર્મિક હતા, આત્મા અને શરીરને એક જ માનવા વાળા હતા તેથી તે નિઃસંકોચ પાપ કર્મ કરતાં જીવન પસાર કરતા હતા. તમારી માન્યતાનુસાર તે નરકમાં ગયા હશે. ત્યાં દારુણ દુઃખ ભોગવતા હશે. તેમને મારા ઉપર અપાર સ્નેહ હતો. માટે મને સાવધાન કરવા મારી પાસે તેઓએ આવવું જોઈતું હતું કે હે પ્રિય પૌત્ર ! હું પાપકાર્યના ફલસ્વરૂપ નરકમાં ગયો છું અને મહાન દુ:ખો ભોગવું છું તેથી તું આવું પાપ કાર્ય ન કરતો, ધર્મ કર, પ્રજાનું સારી રીતે સંરક્ષણ-પાલન કર. પણ આજ સુધી ક્યારે ય આવ્યા જ નથી. તેથી હે ભંતે ! આત્મા કંઈ અલગ નથી, શરીર એ જ આત્મા છે. શરીરના નાશ થયા પછી આત્માની સ્વતંત્ર કલ્પના કરવી તે જૂઠું છે. કેશી :- રાજન્ ! તારા દાદા નરકમાં ગયા હશે તો પણ આવ્યા નથી તેનું કારણ એ છે કે— જો તારી રાણી સૂર્યકાંતાની સાથે કોઈ અન્ય પુરુષ ઇચ્છિત કામભોગોનું સેવન કરે તે જોયા બાદ તું તેને કેવો દંડ કરે ? રાજા :– તે દુષ્ટ પાપીને તત્કાળ દંડ દઉં અર્થાત્ તલવારથી ટુકડે ટુકડા કરી પરલોકમાં પહોંચાડી દઉં. કેશી :— જો તે એમ કહે કે મને એકાદ બે કલાકનો સમય આપો, જેથી હું મારા પરિવારને મળી આવું, સૂચના આપી આવું તો હે રાજન ! તું તેને છોડી દે ? રાજા ઃ- ના...એટલો બોલવાનો પણ સમય ન આપું. અથવા તે બોલવાની હિંમત પણ ન કરી શકે; અને કદાચ કહે, તો પણ તે દુષ્ટને હું એક ક્ષણ પણ રજા ન આપું. Page #165 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : રાજપ્રશ્નીય સૂત્ર કેશી :- રાજન્ ! આ અવસ્થા નરકના જીવોની અને તારા દાદાની હશે. પોતાના દુઃખથી અહીં આવવાનો વિચાર પણ ન કરી શકે અથવા તે આવવા ઇચ્છે તો આવી ન શકે. તેથી તારા દાદા તને કહેવા ન આવ્યા હોય; તે માટે જીવ અને શરીર એક જ છે, તેમ માનવું યોગ્ય નથી. ૧૫ રાજા :- ભંતે ! મારી દાદી બહુ ધર્માત્મા હતી. તેથી તમારી માન્યતા અનુસાર જરૂર સ્વર્ગમાં ગઈ હશે. તેને પાપ ફળનો પ્રતિબંધ નહીં હોય; તો તે આવીને મને કહી શકે કે હે પૌત્ર ! હું ધર્મ કરી સ્વર્ગમાં ગઈ છું. તું પાપ નહીં કરતો. આત્મા અને શરીર ભિન્ન છે, તેમ માની ધર્મ કર, પ્રજાનું યથાતથ્ય પાલન કર, ઇત્યાદિ. પણ હજી સુધી તે મને સાવધાન કરવા ક્યારે ય આવી નથી. તેને મારા ઉપર અત્યંત પ્રેમ હતો તો પણ કેમ આવી નહિ? તેથી પરલોક, દેવલોક અને આત્મા એવું કાંઈ નથી એવી મારી માન્યતા છે. કેશી :–રાજન્ ! જયારે તું સ્નાન આદિ કરી પૂજાની સામગ્રી આદિ લઈ મંદિરમાં જઈ રહયો હોય, અને માર્ગમાં કોઈ પુરુષ અશુચિથી ભરેલા શૌચગૃહ પાસે બેઠો તમને કહે.“અહીં આવો, થોડી વાર બેસો.’’ તો તમે ત્યાં ક્ષણભર પણ નહીં જાવ. તે પ્રકારે હે રાજન્ ! મનુષ્ય લોકમાં ૫૦૦ યોજન ઉપર અશુચિની દુર્ગંધ જાય છે. તેથી દેવો અહીં નથી આવતા. તેથી તમારા દાદી પણ તમને કહેવા ન આવ્યા હોય. દેવલોકમાંથી તિńલોકમાં ન આવવાના કારણ (૧) ૫૦૦ યોજન ઉપર દુર્ગંધ ઊછળે છે. (૨) ત્યાં ગયા પછી અહીંનો પ્રેમ સમાપ્ત થઈ જાય છે. (૩) ત્યાં ગયા પછી હમણાં જાઉં જાઉં એવો વિચાર કરી કોઈ નાટક જોવામાં કે એશ—આરામમાં પડી જાય; તેટલા સમયમાં અહીં કેટલીય પેઢીઓ પસાર થઈ જાય છે. તેથી દાદીના આવવાના ભરોસે તમારું માનવું યોગ્ય નથી. રાજા :- ભંતે ! તે સિવાય પણ મારો અનુભવ છે કે શરીરથી ભિન્ન જીવ તત્ત્વ નથી. એક વખત મેં એક અપરાધી પુરુષને લોખંડની કોઠીમાં બંધ કરી, ઢાંકણું ઢાંકી તેની ઉપર ગરમ લોખંડ અને ત્રાંબાનો લેપ કર્યો. વિશ્વાસુ માણસને પહેરેગીર તરીકે રાખ્યો. કેટલાક દિવસ પછી તે કોઠીને ખોલવામાં આવી તો તે વ્યક્તિ મૃત્યુ પામી હતી. તે કોઠીમાં સોઈની અણી જેટલું પણ છિદ્ર નહોતું પડ્યું. જો આત્મા અલગ હોય તો કોઠીમાંથી નીકળતાં કયાંક સૂક્ષ્મ છિદ્ર પડવું જોઈએ ને ? ખૂબ ધ્યાન પૂર્વક નીરખ્યું હોવા છતાં કયાં ય છિદ્ર ન દેખાયું. તેથી મારી માન્યતાને પુષ્ટિ મળી. કેશી :– રાજન્ ! ચોતરફ બંધ દરવાજાવાળો એક ખંડ હોય. તેની દિવાલો નકકર બની હોય, તેમાં કોઈ વ્યક્તિ બેંડ-વાજા, ઢોલ આદિ લઈને ગઈ હોય, પછી દરવાજા બંધ કરી, તેની ઉપર લેપ કરી સંપૂર્ણ છિદ્ર રહિત કર્યા, પછી જોર-જોરથી ઢોલ, Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ : ભેરી વગાડે તો અવાજ બહાર આવશે ? તેની દિવાલ આદિમાં છિદ્ર થશે ? રાજા :- - દિવાલમાં છિદ્ર ન હોવા છતાં અવાજ તો જરૂર આવશે. કેશી :– રાજન્ ! જેવી રીતે છિદ્ર વિનાની દિવાલમાંથી અવાજ બહાર આવે છે તો અવાજથી પણ આત્મ તત્ત્વ અતિ સૂક્ષ્મ છે. તેની અપ્રતિહત ગતિ છે અર્થાત્ દિવાલ આદિથી જીવની ગતિ અટકતી નથી. તેથી તમે શ્રદ્ધા રાખો કે જીવ શરીરથી ભિન્ન તત્ત્વ છે. રાજા ઃ- ભંતે ! એક વખત મેં એક અપરાધીને મારી દઈને તત્કાળ લોહ કુંભીમાં પૂરી ઢાંકણને લેપ લગાડી નિશ્ચિંદ્ર કર્યો. કેટલાક દિવસો પછી જોયું તો તેમાં કીડાઓ પેદા થઈ ગયા હતા. તો બંધ કુંભીમાં તેમનો પ્રવેશ કયાંથી થયો ? અંદર તો કોઈ જીવ હતો જ નહિ. કેશી :– કોઈ સઘન લોખંડનો ગોળો હોય, તેને અગ્નિમાં નાખી દીધા પછી તે થોડીવારમાં લાલઘૂમ થઈ જાય છે, ત્યારે એમ સમજાય છે કે તેમાં અગ્નિનો પ્રવેશ થયો છે. તે ગોળાને જોવામાં આવશે તો કયાં ય છિદ્ર નહીં દેખાય તો તેમાં અગ્નિનો પ્રવેશ કયાંથી થયો ? તેવી રીતે હે રાજન ! જીવ પણ બંધ કુંભીમાં પ્રવેશ કરી શકે છે. તેનું અસ્તિત્વ અગ્નિથી પણ સૂક્ષ્મ છે. તેને લોખંડ આદિમાં પ્રવેશ કરતાં કે બહાર નીકળતાં બાધા નથી પહોંચતી. તેથી હે રાજન્ ! તમે શ્રદ્ધા કરો કે શરીર અને આત્મા ભિન્ન છે. જન્મ, મરણ અને પરલોક છે. રાજા ઃ- એક શસક્ત વ્યક્તિ પાંચ મણ વજન ઉપાડી શકે છે અને બીજી અશક્ત વ્યક્તિ તે વજન ઉપાડી શકતી નથી. એટલે હું માનું છું કે શરીર એજ આત્મા છે. જો એક આત્મા વજન ઉપાડી શકે તો બીજો કેમ ન ઉપાડી શકે ? કારણ કે શરીર ગમે તેવું અશક્ત હોય પણ આત્મા તો બધાના સરખા જ છે ને ? બધા આત્મા સરખા હોવા છતાં સમાન વજન ઉપાડી નથી શકતા, તેથી મારું માનવું યથાર્થ છે. ‘શરીર એ જ આત્મા છે” જેવું શરીર હોય તે પ્રમાણે કાર્ય થાય છે તેથી આત્માનું અલગ અસ્તિત્વ માનવાની આવશ્યકતા નથી. કેશી :- સમાન શક્તિવાળા પુરુષોમાં પણ સાધનના અંતરથી કાર્યમાં પણ અંતર પડે છે. જેમ કે એક સરખી શક્તિવાળા બે પુરુષોને લાકડા કાપવાનું કાર્ય સોપવામાં આવ્યું. એકને તીક્ષ્ણ ધારવાળી કુહાડી આપી અને બીજાને બુઠી ધારવાળી કુહાડી આપી. સારી કુહાડીવાળો પુરુષ લાકડાને જલ્દી કાપી નાખે છે અને ખરાબ કુહાડીવાળો કાપી નથી શકતો. તેનો અર્થ એવો નથી કે શસ્ત્ર પ્રમાણે કાર્ય થાય, વ્યક્તિ કંઈ છે જ નહીં. પરંતુ સાધનના અભાવમાં કાર્યમાં અંતર પડે છે. તેમ આત્મ તત્ત્વ બધામાં એક સરખુ હોવા છતાં સાધન રૂપ શરીરની અપેક્ષા તો દરેક કાર્યમાં રહે જ છે. ભાર વહન કરવા કાવડ તથા રસ્સી નવી-જૂની મજબૂત જેવી હોય તે પ્રમાણે વ્યક્તિ ભાર વહન કરી શકે છે. આ રીતે સાધનની મુખ્યતાથી Page #167 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : રાજપનીય સૂત્ર ૧૬o જ ભિન્નતા જણાય છે. તેથી હે રાજન્ ! આ તર્કથી પણ આત્માને ભિન્ન ન માનવો, તે અસંગત છે. રાજા:- એક વખત એક માણસને મેં જીવતાં તોળ્યો(વજન કર્યું) પછી તત્કાળ પ્રાણ રહિત કરીને તોળ્યો તો અંશમાત્ર તેના વજનમાં અંતર ન પડ્યું. તમારી માન્યતાનુસાર શરીરથી ભિન્ન આત્મ તત્ત્વ ત્યાંથી નીકળ્યું હોય તો વજનમાં ફરક પડવો જોઈએ ને? કેશી :- કોઈ મસકમાં હવા ભરીને તોળવામાં આવે અને હવા કાઢી નાખ્યા પછી તોળવામાં આવે તો તેમાં કોઈ અંતર નથી પડતું. આત્મા તે હવાથી પણ અત્યંત સૂક્ષ્મ(અરૂપી) છે. તેથી તેના નિમિત્તથી વજનમાં ફરક પડતો નથી. તેથી હે રાજ! તમારે શ્રદ્ધા કરવી જોઈએ કે શરીર અને આત્મા ભિન્ન છે. રાજા :- એક વખત એક અપરાધીને મેં નાના-નાના ટુકડા કરી જોયો, મને ક્યાં ય જીવ ન દેખાયો. તેથી હું માનું છું કે શરીરથી ભિન્ન જીવ જેવી કોઈ ચીજ જ નથી. કેશી :- રાજન્ ! તું પેલા મૂર્ખ કઠિયારાથી અધિક મૂર્ખ છે, વિવેકહીન છે. એક વખત કેટલાક કઠિયારા જંગલમાં ગયા. આજે એક નવો માણસ પણ સાથે હતો. જંગલ ખૂબ દૂર હોવાથી ત્યાંજ ખાવું-પીવું વગેરે કાર્ય કરવાનું હતું સાથે થોડા અંગારા લીધા હતાં. આજ તેઓએ નવા માણસને કહ્યું તમે જંગલમાં બેસો, અમે લાકડા કાપી લઈ આવશું. તમે ભોજન બનાવી રાખજો. કદાચ આપણી પાસે રહેલો અગ્નિ બુજાઈ જાય તો અરણી કાષ્ટથી અગ્નિ પેદા કરી ભોજન તૈયાર કરી રાખજો. લાકડા લઈ આવ્યા પછી ભોજન કરી ઘરે જશું. તેઓના ગયા પછી પેલા માણસે યથાસમયે ભોજન બનાવવાનો પ્રારંભ કર્યો પણ જોયું તો આગ બુજાઈ ગઈ હતી. અરણી કાષ્ઠની ચારે બાજુ જોયું તો કયાંય અગ્નિ ન દેખાણો. આખરે અરણી કાષ્ટના ટુકડે-ટુકડા કરી જોયા પણ અગ્નિ ન દેખાણો. અગ્નિ વિના ભોજન કેમ પકાવવું? તેમ તે વિચારમાં પડી ગયો અને નિરાશ થઈ બેઠો રહ્યો. જ્યારે તે કઠિયારાઓ લાકડા લઈને આવ્યા ત્યારે તેઓએ બીજા અરણી કાષ્ઠ દ્વારા અગ્નિ પૈદા કરી ભોજન બનાવ્યું. તેઓએ નવા કઠિયારાને કહ્યું કે રે મૂર્ખ ! તું આ લાકડાના ટુકડે-ટુકડા કરી તેમાંથી અગ્નિ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તો એમ શોધવાથી અગ્નિ મળે? તે જ રીતે હે રાજન્ ! તારી પ્રવૃત્તિ પણ તે મૂર્ખ કઠિયારા સમાન છે. રાજા :- ભતે ! તમારા જેવા જ્ઞાની, બુદ્ધિમાન, વિવેકશીલ વ્યક્તિ આ વિશાળ સભામાં મને તુચ્છ, હલકા શબ્દોથી, અનાદર પૂર્ણ વ્યવહાર કરે તે ઉચિત છે. કેશી:- રાજનું! તમે જાણો છો કે પરિષદ કેટલા પ્રકારની હોય છે? તેમાં કોની સાથે કેવી રીતે વ્યવહાર કરાય? કોને કેવો દંડ દેવાય? તો તમે મારી સાથે Page #168 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ શ્રમણોચિત વ્યવહાર ન કરતાં, વિપરીત રૂપે વર્તન કરી રહ્યા છો તે માટે મારે તમારી સાથે આ પ્રમાણે વાર્તાલાપ કરવો જ યોગ્ય છે, તમે આ નથી સમજી શકતા ? રાજા :– પોતાનો આશય સ્પષ્ટ કરતાં રાજાએ કહ્યું કે પ્રારંભના વાર્તાલાપથી જ હું સમજી ગયો હતો કે આ વ્યકિત સાથે જેટલો વિપરીત વ્યવહાર કરીશ તેટલો જ્ઞાનલાભ વધુને વધુ થશે. તેમાં લાભ થશે નુકશાન નહિ . હું તત્ત્વ જ્ઞાન, સમ્યક્ શ્રદ્ધા, સમ્યક્ ચારિત્રને પ્રાપ્ત કરીશ. જીવ અને જીવના સ્વરૂપને સમજીશ. તે કારણે જ હું તમારી સાથે વિપરીત વર્તન કરતો'તો. હે ભંતે ! આપ તો સમર્થ છો. મને હથેળીમાં રાખેલા આંબળાની જેમ આત્માને બહાર કાઢી બતાવો. ૧૮ કેશી :– હે રાજન્ ! આ વૃક્ષના પાંદડા આદિ હવાથી હલી રહ્યા છે, તો હે રાજન્ ! તું આ હવાને આંખોથી જોઈ નથી શકતો, હાથમાં રાખી કોઈને દેખાડી નથી શકતો તો પણ તેના અસ્તિત્વનો સ્વીકાર તો કરે જ છે. તે પ્રકારે હે રાજન્ ! આત્મા હવાથી પણ સૂક્ષ્મ છે અર્થાત્ હવા તો રૂપી પદાર્થ છે પણ આત્મા અરૂપી છે. તેને હાથમાં કેવી રીતે દેખાડી શકાય ? તેથી હે રાજન્ ! તમે શ્રદ્ધા કરો કે હવાની સમાન આત્મા પણ સ્વતંત્ર અચક્ષુગ્રાહય તત્ત્વ છે. [કોઈ વ્યકિત L.L.B. પાસ હોય, તેને પ્રત્યક્ષ જાણવા માટે કોઈ ડૉક્ટર તેના જ શરીર, મસ્તક આદિને કાપીને જોવા-જાણવા ઇચ્છે કે 'હું પ્રત્યક્ષ જોઉં; તો તે સફળ નથી થઈ શકતો. જો જ્ઞાનને આ રીતે નથી જોઈ શકાતું તો જ્ઞાનીને (આત્માને) પ્રત્યક્ષ જોવાનો સંકલ્પ કરવો અયોગ્ય છે. જમીનમાં આંબો, દ્રાક્ષ, શેરડી, મરચા આદિના પરમાણુ રહે જ છે તેવી શ્રદ્ધાથી કોઈ વ્યક્તિ બીજ વાવે તો ફળ પ્રાપ્ત કરી શકે. પરંતુ કોઈ ધરતીને ખોદી તેના કણ-કણમાં તે આમ્ર, દ્રાક્ષ, શેરડી, મરચાના પરમાણુઓને પ્રત્યક્ષ જોવાનો પ્રયત્ન કરે તો તેને ઇચ્છિત ફળ ની પ્રાપ્તિ થતી નથી. જ્યારે આ રૂપી પદાર્થ પણ રૂપી હોવા છતાં સામાન્ય જ્ઞાન વાળાને દષ્ટિગોચર નથી થતા તો આત્મા જેવો અરૂપી અને અતિ સૂક્ષ્મ પદાર્થ જોવાની કલ્પના કરવી તે બાલિશતા છે, નાદાનીયત છે. તેથી આત્મા, પરલોક, પુદ્ગલ પરમાણુ, સૂક્ષ્મ સમય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવની આદિ(પ્રારંભ) તૈજસ, કાર્મણ શરીર અને કર્મ આદિ કેટલાક તત્ત્વ સામાન્ય જ્ઞાનીઓ માટે શ્રદ્ધા ગમ્ય અને બુદ્ધિ ગમ્ય હોય છે. પરંતુ પ્રત્યક્ષ ગમ્ય નહિ. રાજા :- ભંતે ! જીવને અલગ તત્ત્વ માનશું તો તેનું પરિમાણ, કદ કે માપ કેટલું માનવું ? તે આત્મા ક્યારેક હાથીની વિશાળ કાયામાં અને ક્યારેક કીડી જેવા નાના શરીરમાં કેવી રીતે રહી શકે ? જો તેનું કદ કીડી જેટલું માનીએ તો હાથીના શરીરમાં કેવી રીતે રહી શકે ? અને જો હાથી જેટલું કદ માનીએ તો કીડીના Page #169 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : રાજપ્રશ્નીય સૂત્ર શરીરમાં કેમ સમાઈ શકે ? તેથી શરીર અને આત્માને ભિન્ન તત્ત્વ ન માનવા જોઈએ. ૧૭૯ કેશી :– રાજન્ ! જે પ્રકારે દીપક મોટા હોલમાં રાખવામાં આવે તો તેનો પ્રકાશ આખા હોલમાં ફેલાય છે અને નાના ખંડમાં રાખવામાં આવે તો પણ તેના પ્રકાશનો સમાવેશ થઈ જાય છે. તેવી રીતે બલ્બને એક કોઠીમાં રાખો તો તેનો પ્રકાશ કોઠીમાં સમાઈ જાય છે. તેનું કારણ એ છે કે રૂપી પ્રકાશમાં સંકોચ વિસ્તરણનો ગુણ છે. આ જ રીતે આત્માના પ્રદેશમાં પણ ઉક્ત ગુણ છે. તે જે કર્મના ઉદયથી જેવું અને જેટલું શરીર પ્રાપ્ત કરે છે તેમાં તે વ્યાપ્ત થઈને રહે છે. તેમાં કોઈ મુશ્કેલી હોતી નથી. તેથી હે રાજન્ ! તમે શ્રદ્ધા કરો કે આત્મા અને શરીર ભિન્ન છે, જીવ તે શરીર નથી. રાજા :- ભંતે ! આપે જે કંઈ સમજાવ્યું છે તે બધું ઠીક છે; પણ મારા પૂર્વજો એટલે કે બાપ-દાદાના વખતથી ચાલ્યો આવતો આ ધર્મ કેમ છોડું ? : કેશી :– હે રાજન્ ! તમે લોહ વણિકની જેમ હઠીલા ન બનો. નહિતર તેની જેમ પસ્તાવું પડશે. યથા– એકદા કેટલાક વણિકો ધન કમાવાની ઇચ્છાથી યાત્રાર્થે નીકળ્યા. મોટા જંગલમાં આવ્યા, ત્યાં કોઈ એક સ્થાને લોખંડની ખાણ જોઈ. બધાએ વિચાર વિમર્શ કરી લોખંડના ભારા બાંધ્યા. આગળ જતાં સીસાની ખાણ આવી. બધાએ વિચારી લોખંડ છોડી સીસાના ભારા બાંધ્યા. એક વણિકને અનેક રીતે સમજાવવા છતાં તેણે એમ જ કહ્યું કે આટલે દૂરથી મહેનત કરી વજનઉપાડ્યું હવે તેને કેમ છોડાય ? આગળ જતાં ત્રાંબાની, પછી ચાંદીની, ત્યાર પછી સોનાની, રત્નની અને અંતે હીરાની ખાણો આવી. બધા વણિકોએ અગાઉની વસ્તુનો ત્યાગ કરી હીરા ભરી પુનઃ ઘર તરફ જવાની તૈયારી કરી. પણ પેલા વણિકે પોતાની જીદ અને અભિમાનમાં લોખંડ છોડ્યું નહિ અને હીરા લીધા જ નહિ. નગરમાં આવ્યા પછી બધા વણિકોએ હીરા વેચી અખૂટ ધન સંપતિ પ્રાપ્ત કરી. વિશાળ સંપતિના માલિક બનીને સમય પસાર કરવા લાગ્યા. પરંતુ લોહ વણિક ફક્ત લોઢાના મૂલ્ય જેટલું ધન મેળવી પૂર્વવત્ જીવન જીવવા લાગ્યો અને પોતાના સાથીઓના વિશાળ બંગલા અને ઋદ્ધિને જોઈ પારાવાર પશ્ચાત્તાપ કરવા લાગ્યો. વણિક હોવા છતાં હાનિ-લાભ, સત્યાસત્યનો વિચાર ન કર્યો. પૂર્વાગ્રહમાં રહી પશ્ચાત્તાપ મેળવ્યો, તેમ હે રાજન્ ! તું બુદ્ધિમાન થઈ, જાણતો હોવા છતાં સત્યાસત્યનો નિર્ણય કરી સત્યનો સ્વીકાર નહીં કરશે, તો તારી દશા લોહ વણિક જેવી જ થશે. રાજાનું પરિવર્તન :– કેશીકુમાર શ્રમણના નિર્ભીક અને સચોટ વાકયોથી તથા તર્ક સંગત દષ્ટાંતોથી પ્રદેશી રાજાના જીવનમાં પરિવર્તન આવ્યું. ચિત્ત સારથીનો Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ પુરુષાર્થ સફળ થયો. રાજાએ વંદન નમસ્કાર કરી મુનિને કહ્યું – ભતે ! લોહ વણિક જેવું નહીં કરું કે જેથી મારે પસ્તાવું પડે. હું તમારી પાસે ધર્મશ્રવણ કરવા ઇચ્છું છું. કેશી શ્રમણે સમયોચિત ધર્મોપદેશ આપ્યો. જેથી પ્રદેશ રાજા વ્રતધારી શ્રમણોપાસક બન્યા. બીજે દિવસે સંપૂર્ણ પરિવાર સહિત રાજસી વૈભવ સહિત ઠાઠમાઠ પૂર્વક દર્શનાર્થે આવ્યા. પાંચ પ્રકારના અભિગમ સહિત તેમના અવગ્રહમાં પ્રવેશ કર્યો. વિધિયુક્ત વંદન નમસ્કાર કર્યા. અગાઉ કરેલ અવિનય, આશાતનાની ક્ષમા યાચના કરી અને ઉપદેશ સાંભળવા વિશાળ પરિષદ સાથે કેશી શ્રમણ સમક્ષ બેસી ગયા. કેશી શ્રમણે પરિષદને લક્ષ્યમાં રાખી ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળી પરિષદ વિસર્જિત થઈ. કેશી શ્રમણે રાજાને સંબોધિત કરી કંઈક ભલામણ રૂપે શિક્ષા વચનો કહ્યાહે પ્રદેશી ! જેવી રીતે ઉદ્યાન, ઈશુનું ખેતર, નૃત્ય શાળા આદિ કયારેક રમણીય હોય છે તો ક્યારેક અરમણીય પણ બની જાય છે. તેમ તું ધર્મની અપેક્ષાએ રમણીય બની પુનઃ ક્યારે ય અરમણીય બનતો નહીં. રાજા:- ભંતે! શ્વેતાંબિકા સહિત સાત હજાર ગામ નગરોને (તેની આવકને) ચાર વિભાગમાં વિભક્ત કરીશ. યથા (૧) રાજ્ય વ્યવસ્થા માટે (ર) ભંડાર માટે (૩) અંતઃપુર માટે અને (૪) દાન શાળા માટે. દાનશાળાની વ્યવસ્થા માટે સુંદર કૂટાકાર શાળા તથા નોકરોને નિયુક્ત કરીશ; જેમાં સદા ગરીબોને તથા અન્ય વાચકો અને ભિક્ષાચરોને ભોજનાદિની સુંદર વ્યવસ્થા રહેશે. તદુપરાંત હું પણ વ્રત, પચ્ચખાણ અને પૌષધ કરતો ઉત્તરોત્તર ધર્મારાધનામાં અભિવૃદ્ધિ કરીશ. આ પ્રકારે પ્રદેશીએ દ્રવ્ય અને ભાવથી જીવન પરિવર્તન કર્યુ. ધર્માચરણમાં તેની રુચિ કેન્દ્રિત થઈ ગઈ. રાજય વ્યવસ્થાની લગન ઘટી ગઈ. યુવરાજ સૂર્યકાંત કુમાર રાજ્ય વ્યવસ્થા સંભાળવા લાગ્યો. ભવિતવ્યતા વશ પ્રદેશનું ધર્મયુક્ત જીવન રાણી સૂર્યકાંતા સહી ન શકી. તેની વાસનામય દૃષ્ટિમાં રાજા વૈરાગી-ધર્મઘેલા બની ગયા હોય તેવું લાગ્યું. અનેક વિકલ્પોથી ઘેરાઈ ગઈ. ત્યાં સુધી વિચાર્યું કે રાજાને ઝેર દઈ મારી નાખવા. રાણી અધીરાઈને રોકી ન શકી. પોતાના કુત્સિત વિચારો સૂર્યકાંતકુમાર પાસે રજૂ કર્યા. સૂર્યકાંતકુમારે તેની હળાહળ ઉપેક્ષા કરી; તેથી રાણીને લાગ્યું કે કદાચ કુમાર મારા વિચારો રાજા પાસે રજુ કરી ન દે..! અવસર જોઈ રાજાને ભોજનનું નિમંત્રણ આપી વિષમય આસન, શય્યા, વસ્ત્ર, આભૂષણ અને આહાર-પાણી બનાવ્યા. યથાસમયે પ્રદેશને વિષયુક્ત ભોજન આપ્યું. તેનો ભોગ ઉપભોગ કરતા જ રાજાને બેચેની થવા માંડી, વિષનો પ્રભાવ વધવા માંડ્યો. રાજાને સમજતાં વાર ન લાગી. તે ત્યાંથી ઉઠ્યા. પૂર્ણ Page #171 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : રાજપ્નીય સૂત્ર ૧૦૧ શાંતિ અને સમભાવ સાથે કર્મનો ઉદય અને ભવિતવ્યતાનો વિચાર કરી સૂર્યકાંતા પ્રત્યે બિલકુલ દ્વેષ ન કરતાં પૌષઘશાળામાં ચાલ્યા ગયા. ત્યાં જઈ ઘાસના સંથારે પલ્યકાસને બેસી વિધિવત ભક્તપ્રત્યાખ્યાન સંથારો કર્યો. પ્રથમ નમોલ્યુર્ણ સિદ્ધ પરમાત્માને અને બીજું નમોલ્યુર્ણ સ્વયંના ધર્મગુરુ ધર્માચાર્ય કેશી શ્રમણને આપ્યું અને ઉચ્ચારણ કર્યું કે હે ભંતે! આપ ત્યાં બેઠા મને જોઈ-જાણી શકો છો હું આપને વંદન નમસ્કાર કરું છું. ત્યાર પછી અઢાર પાપ અને ચાર આહારનો ત્યાગ કર્યો. શરીરના મમત્વનો ત્યાગ કર્યો, શરીરને વોસિરાવી દીધું. વિષનું પરિણમન વૃદ્ધિગત થતાં પ્રગાઢ વેદના પ્રજ્જવલિત થઈપરંતુ પરીક્ષાના સમયે સમભાવને ન ચૂકતા પ્રદેશ રાજા આયુષ્ય પૂર્ણ કરી, ધર્મના આરાધક બની સૂર્યાભ દેવ બન્યા. આ પ્રકારે અમાવસ્યાથી પૂનમ તરફ આવીને એટલે કે નાસ્તિકમાંથી આસ્તિક બની, દિવ્ય દેવાનુભવ તથા ઐશ્વર્યને પ્રાપ્ત કર્યા. દેવભવની ચાર પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, રાજ સદ્ધિનો ત્યાગ કરી બાળ બ્રહ્મચારી દઢ પ્રતિજ્ઞ નામના શ્રમણ થશે. ઘણા વર્ષોની કેવલી પ્રવ્રજ્યા પાળી અંતિમ દિવસોમાં અનશન કરી નિર્વાણ પ્રાપ્ત કરશે. ભવચક્રથી મુક્ત થઈ જશે. શિક્ષા-પ્રેરણા - ધૃણા પાપસે હો પાપીસે નહીં કભી લવલેશ ભૂલ સુઝા કર સત્ય માર્ગ પે, કરો યહી યત્નશ યહી હૈ મહાવીર સંદેશ..... ચિત્ત સારથી અને કેશી શ્રમણના અનુપમ આદર્શથી એક દુરાગ્રહી, પાપિષ્ઠ માણસ કે જેના હાથ લોહીથી રંગાયેલા રહેતા હતા, તેવી ઉપમા સુત્રમાં જેને આપવામાં આવી છે, તે માત્ર એક વખત સંત સમાગમ થતાં, વિશદ ચર્ચા કરતાં, દઢધર્મી બન્યો. (ર) કેશી શ્રમણનો ઉપદેશ સૂર્યકાંતા મહારાણીએ પણ સાંભળ્યો હતો. તે રાજા જેવી પાપિષ્ઠ નહોતી, રાજાને પ્રિયકારી હતી, તેથી પુત્રનું નામ માતાના નામ ઉપરથી સૂર્યકાંત કુમાર રાખવામાં આવ્યું હતું. છતાં રાજાના પૂર્વના નિકાચિત કર્મ ઉદયમાં આવતાં રાણીને કુમતિ સૂઝી. જીવ અજ્ઞાન દશામાં કોઈ ઉતાવળું કાર્ય કરી બેસે છે, જેનાથી તેને કોઈ લાભ થતો નથી. છતાં ફક્ત ઉત્પન્ન થયેલ સંકલ્પોને પૂર્ણ કરવા દત્તચિત્ત બની જાય છે. આ પણ જીવની અજ્ઞાનદશા છે. અંતે અપયશ મેળવી આ ભવ-પરભવને બગાડી દુખની પરંપરાનું સર્જન કરે છે. (૩) ધર્મની સમ્યક સમજણ આવ્યા પછી રાજા હોય કે પ્રધાન, શ્રાવકના બાર વ્રત ધારણ કરવામાં કોઈને તકલીફ પડતી નથી. તેથી ધર્મપ્રેમી કોઈપણ આત્મા જો સંયમ સ્વીકાર કરી શકતા નથી તેમણે શ્રાવકવ્રત ધારણ કરવામાં આળસ, Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ પ્રમાદ, લાપરવાહી કે ઉપેક્ષાવૃતિ ન રાખવી જોઈએ. દા.ત. ચિત્ત સારથી અન્ય રાજ્યમાં રાજ્ય વ્યવસ્થા માટે ગયો હોવા છતાં ત્યાં બારવ્રતધારી બન્યો. પરદેશી રાજા અશ્વ પરીક્ષા નીકળ્યા હોવા છતાં મુનિના સત્સંગથી બારવ્રતધારી શ્રાવક બન્યા. આજે વર્ષોથી ધર્મ કરતા જે માણસો બાર વ્રત ધારી નથી બની શકતા. તેઓને આ સૂત્રમાંથી પ્રેરણા મેળવી વ્રતધારી શ્રાવક બનવું જોઈએ. (૪) આધ્યાત્મ ભાવની સાથે સાથે ગૃહસ્થ જીવનમાં અનુકંપા દાન અને માનવસેવાને પણ સ્થાન આપવું જોઈએ. પ્રદેશી શ્રમણોપાસકને કેશી શ્રમણે રમણીક રહેવાની પ્રેરણા આપી હતી. તેના ફળ સ્વરૂપે રાજાએ દાનશાળા ખોલી. અનેકાંતમય આ નિગ્રંથ પ્રવચન એક ચક્ષુથી નથી ચાલતું. ઉભય ચક્ષુ પ્રવર્તક છે. કેટલાક લોકો ફક્ત માનવસેવાને જ ધર્મ માને છે, વ્રત નિયમની ઉપેક્ષા કરે છે. તો કેટલાક શ્રાવક આધ્યાત્મ ધર્મમાં આગળ વધે છે પણ સંપન્ન હોવા છતાં દયા, દાન, માનવસેવા, ઉદારતાના ભાવોની ઉપેક્ષા કરે છે. તેઓની ગૃહસ્થ જીવનની સાધના એક ચક્ષુભૂત સમજવી. તેઓ છતી શક્તિએ ધર્મની પ્રભાવના કરી શક્તા નથી આ પ્રમાણે આ સૂત્રના અંતિમ પ્રકરણથી દરેક શ્રાવકોએ ઉભય ચક્ષુ બનવાની પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ. અર્થાત્ આધ્યાત્મધર્મની સાધનાની સાથે છતી શક્તિ અનુકંપા દાન આદિની ઉપેક્ષા ન કરવી જોઈએ. (૫) શ્રમણ વર્ગે કેશીશ્રમણની આ ચર્ચાથી અનુપમ પ્રેરણા લેવી જોઈએ કે દુરાગ્રહી પ્રશ્નકર્તાઓને પણ સંતોષ આપી શકાય છે. આવા પ્રકરણોનું વારંવાર સ્વાધ્યાય, મનન કરવાથી બુદ્ધિ અને તર્કશક્તિનો વિકાસ થાય છે. () કેવળજ્ઞાની ભગવંતો પણ અંતિમ સમયે ઘણા દિવસોનો સંથારો કરે છે તે પ્રદેશના ભવિષ્યના ભવ દઢપ્રતિજ્ઞના વર્ણનથી સ્પષ્ટ થાય છે. (૭) કથાનકોમાં પ્રદેશ રાજાએ છઠના પારણે છઠની ૪૦ દિવસ સુધી આરાધના કરી છે, તેમ વર્ણવ્યું છે. પણ આ સૂત્રમાં તે(વાતનો ઉલ્લેખ) ઉપલબ્ધ નથી. (૮) પાપકર્મોનો ઉદય થતાં પોતાના પણ પરાયા થઈ જાય છે. તેથી સંસારમાં કોઈની પણ સાથે મોહ રાખવો નહિ. નિપ્રયોજન અહિત કરનારા કે ઘાત કરનાર ઉપર પણ દ્વેષ કરવો નહિ. સમભાવ રાખવામાં કંઈ અહિત થતું નથી. આ પ્રકારે વર્તવાથી જ પ્રદેશીએ ધર્મારાધના કરી દેવભવની પ્રાપ્તિ કરી. તેમજ સંસાર ભ્રમણથી મુકત થવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. એક હિંદી કવિના શબ્દોમાં કહીએ તો – जहर दिया महाराणी, राजा परदेशी पी गया, विघटन पाप का किया, रोष को निवारा है । विपदाओं के माध्यम से.कमों का किनारा है। डरना भी क्या कष्टों से, महापुरूषों का नारा है ।। Page #173 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : રાજનીય સૂત્ર (૯) આત્મા આદિ અરૂપી તત્ત્વોને શ્રદ્ધાથી સમજી સ્વીકારવા જોઈએ. સૂક્ષ્મતમ તત્ત્વો માટે પ્રત્યક્ષ પ્રમાણનો આગ્રહ ન રાખવો જોઈએ, તર્ક અગોચર વિષયોનો પણ શ્રદ્ધાથી સ્વીકાર કરવો જોઈએ. પરંપરાગત રૂઢીઓને પણ સાચી સમજણ મેળવ્યા પછી છોડી દેવી જોઈએ. પછી ગમે તેવી પરંપરા હોય, સિદ્ધાંતનું રૂપ લઈ ચૂક્યા હોય, આચારનો કે ઇતિહાસનો વિષય હોય તો પણ જો તે અસત્ય, કલ્પિત, અનાગમિક, અસંગત હોય તો તે પરંપરાનો દુરાગ્રહ ન રાખવો, બલ્કે સત્ય બુદ્ધિથી નિર્ણય લીધા બાદ પરિવર્તન કરવામાં જરા પણ હિચકિચાટ ન થવો જોઈએ. આ પ્રેરણા કેશી સ્વામીએ પ્રદેશી રાજાને લોહ વણિકના દષ્ટાંત દ્વારા આપી હતી અને પ્રદેશીએ તેનો સ્વીકાર પણ કર્યો હતો. ૧૦૩ (૧૦) પ્રદેશી રાજા અને ચિત્ત સારથીના ધાર્મિક શ્રમણોપાસક જીવનના વર્ણનમાં મુનિ દર્શન, સેવા ભક્તિ, વ્યાખ્યાન શ્રવણ, પાંચ અભિગમ,વંદન વિધિ,ક્ષેત્ર સ્પર્શના કરવાની વિનંતિ, સાધુની ભાષામાં સ્વીકૃતિ, શ્રાવક વ્રત ધારવા, પૌષધ સ્વીકાર, શ્રમણ નિગ્રંથો સાથેનો વ્યવહાર, દૂર ક્ષેત્રમાં વિચરતા શ્રમણોને વંદના, ઉદ્યાનમાં પધારવા છતાં પ્રથમ ઘરમાં જ વંદન વિધિ, અનશન ગ્રહણ આદિધાર્મિક કૃત્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. જે શ્રાવકોના શ્રેષ્ઠ આચારો છે. સાથે જ જનસેવાની ભાવનાથી રાજ્યની આવકનો ચોથો ભાગ દાનશાળા માટે વાપરવા રૂપ આચરણને ધાર્મિક જીવનનું મહત્વશીલ અંગ બતાવ્યું છે. ધ્યાન દેવા યોગ્ય વાત એ છે કે શ્રાવક જીવનના ત્યાગ તપોમય આ વિસ્તૃત વર્ણનમાં કયાંય પણ મંદિર અને મૂર્તિ બનાવવા કે પૂજા વિધિ કરવાનું વર્ણન આવતું નથી. પરંતુ તે વિષયને શ્રાવક જીવનમાં ન જોડતાં તેના પૂર્વ વિભાગમાં દેવ ભવથી જોડ્યું છે. તેથી સ્પષ્ટ થાય છે કે મૂર્તિપૂજા શ્રાવકાચાર કે શ્રમણાચાર નથી.પરંતુ દેવ વગેરે અવ્રતીઓનો જીતાચાર છે. દેવલોકનાં બધા સ્થાન શાશ્વતા છે. તેને કોઈએ બનાવ્યા નથી. તેથી ત્યાં કોઈ પણ વ્યક્તિગત મૂર્તિ હોવાની શક્યતા જ નથી, કારણ કે અનાદિ વસ્તુમાં વર્તમાનના કોઈપણ વ્યક્તિના નામની કલ્પના કરવી અસંગત છે. કોઈ વ્યક્તિ અનાદિ નથી હોતી. તેથી અનાદિ સ્થાનોમાં દેવો પોતાના જન્મ સમયે જ માત્ર લોક વ્યવહારના પાલનાર્થે પૂજાદિ ક્રિયા કરે છે. તે પ્રમાણે સૂર્યાભદેવે પોતાના જીતાચાર મુજબ દેવલોકના બધા જ નાના-મોટા સ્થાનોની, યક્ષ-ભૂત આદિ પોતાનાથી નાના નિમ્ન કક્ષાના દેવોના બિંબોની અર્ચા, ફૂલ, પાણી આદિથી કરી છે. ત્યાર પછી ચંદનના થાપા લગાડયા છે. આથી સ્પષ્ટ થાય છે કે દેવ પોતાના જીતાચાર મુજબ બધી ક્રિયા જન્મ સમયે કરે છે. દેવ મનુષ્ય લોકમાં જ્યારે પણ આવે છે ત્યારે તે ધર્મદષ્ટિએ તીર્થંકર, શ્રમણોના દર્શન માટે જ આવે છે પણ કોઈ મંદિર કે તીર્થસ્થાનના દર્શન કે સેવા-પૂજા માટે ક્યારેય આવતા હોય તેવા ઉલ્લેખ કોઈ પણ આગમમાં નથી. મનુષ્યલોકમાં Page #174 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ ધર્મ હેતુએ આવતા સમયે પણ તે દેવલોકની મૂર્તિઓના દર્શન કરતા નથી, કેવળ જન્મ સમયે જ તે દેવો પોતાના જીતાચાર મુજબ કરે છે. તેથી આ સૂત્રમાં વર્ણિત જે પૂજા વગેરે ક્રિયા છે, તેને સાધ્વાચાર કે શ્રાવકાચાર સાથે જોડવી નહિ. ૧૪ (૧૨) ચાર જ્ઞાન યુક્ત યુગ પ્રધાન કેશી શ્રમણ તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના હોવા છતાં પ્રદેશી રાજાને કોઈ તીર્થ સ્થળ કે મંદિર બનાવવાની પ્રેરણા આપી નથી. તીર્થયાત્રા કરવાનો પણ ક્યાંય સંકેત કરવામાં આવ્યો નથી અને શંખેશ્વર પાર્શ્વનાથનું પણ નામ તેને આપ્યું નથી. આથી સ્પષ્ટ થાય છે કે તે વખતે મૂર્તિપૂજા, તીર્થ, મંદિરની યાત્રા જૈન સાધુ કે શ્રાવક સમાજમાં ન હતી. અર્વાચીન ગ્રન્થોમાં મંદિર આદિનું વર્ણન જોડ્યું છે તે સૂત્ર અતિરિક્ત છે. (૧૩) સૂર્યાભ વિમાનની સુધર્મા સભાના સિદ્ધાયતન વર્ણનમાં ૧૦૮ જિન પ્રતિમાઓનું નામ વિનાનું વર્ણન છે અને દરવાજાની બહાર સ્તૂપ તરફ મુખવાળી તેમજ વર્તમાન ચોવીસીના ઋષભ અને વર્ધમાનના નામ વાળી તથા ઐરવત ક્ષેત્ર ના પ્રથમ અને અંતિમ તીર્થંકરના નામ પણ તેમા જોડાયા છે. શાશ્વત પ્રતિમાઓમાં વર્તમાનના ચોથા આરાના ચાર તીર્થંકરોનાં નામ હોવા ખરેખર સંદેહ પૂર્ણ છે. તેથી તે પાઠની કાલ્પનિકતા અને પ્રક્ષિપ્તતા પ્રગટ થાય છે. (૧૪) તીર્થંકર ભગવંતોને અને શ્રમણોને પરોક્ષ વંદન, મોદ્યુ ંના પાઠથી કરવામાં આવે છે. તે વંદન ભલે દેવ-મનુષ્ય કરે, દેવ સભા, રાજ સભા, પૌષધશાળા કે ઘરમાં બેઠા ક૨ે. તેમજ તેઓને પ્રત્યક્ષ વંદન તિવ્રુત્તોના પાઠથી કરાય છે, ચાહે શ્રાવક હોય કે દેવ. સિદ્ધોને વંદન સદાય મોડ્યુળના પાઠથી જ કરવામાં આવે છે. કારણ કે તેઓ હંમેશા પરોક્ષજ હોય છે. આ તથ્ય પ્રસ્તુત સૂત્રના પ્રસંગોથી કે અન્ય સૂત્રમાં આવેલા પ્રસંગોથી સિદ્ધ થાય છે. મોક્ષ પ્રાપ્ત તીર્થંકરોને સિદ્ધપદથી વંદન કરવામાં આવે છે. કૃચ્છામિ સમાસમળોના પાઠથી ઉત્કૃષ્ટ વંદન ફક્ત પ્રતિક્રમણ વેળાએ જ કરવામાં આવે છે. અન્ય સમયમાં અથવા અન્યત્ર આ ઉત્કૃષ્ટ વિધિથી વંદન ક્યાંય કરવામાં આવ્યા નથી. મોસ્થુળ તથા તિવ્રુત્તોના પાઠથી વંદન બતાવ્યા છે. શ્રમણોને જે ખમોત્થાઁથી વંદન કરવામાં આવે છે તેમાં તીર્થંકરોના સંપૂર્ણ ગુણોનું ઉચ્ચારણ ન કરતાં નીચે પ્રમાણે સંક્ષિપ્તમાં બોલવામાં આવે છે, મોટ્યુન केसिस्स कुमार समणस्स मम धम्मायरियस्स धम्मोवएसगस्स भने विशिष्ट જ્ઞાની ગુરુ होय तो वंदामि णं भंते! तत्थगए इहगयं, पासउ मे भगवं तत्थगए રૂદાય તિ ટુ વયર્ ળમંસ.' એટલું અધિક બોલવું જોઈએ. ઉપકારી શ્રમણોપાસકને પણ પરોક્ષ વંદન મોદ્યુળના પાઠથી કરાય છે. ઔપપાતિક સૂત્રમાં નમોઘુળ અંત્રડમ્સ પરિવ્યાયામ્સ(સમળોવાસાફ્સ) अम्हं धम्मायरियस्स धमोवएसगस्स । Page #175 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : રાજપ્રશ્નીય સૂત્ર ૧૦૫ ઔપપાતિક સૂત્રમાં ત્રણ વખત મોઘુવં કહેવાનું કથન છે. પ્રસ્તુત રાજપ્રશ્નીય સૂત્રમાં તથા જ્ઞાતા સૂત્રમાં બે વખત મોળુ કહેવાનો પ્રસંગ છે. બે વખત સૂર્યાભે સિદ્ધ અને અરિહંત ભગવાન મહાવીર સ્વામીને અને ચિત્ત, સારથીએ, પ્રદેશ રાજાએ તથા ધર્મરૂચિ અણગારે સિદ્ધ અને ગુરુને મોસ્થળ ના પાઠથી પરોક્ષ વંદન કર્યાનું વર્ણન શાસ્ત્રમાં છે. ત્રણ વખત પોલ્યુમાં કહેનારા અબડના શિષ્યોએ સિદ્ધને, ભગવાન મહાવીરને અને ગુરુ અંબડ શ્રમણોપાસકને પરોક્ષ વંદન કર્યા છે. તાત્પર્ય એ છે કે શાસનપતિ તીર્થકર સદેહે હોય તો ગુરુને પરોક્ષ વંદન કરતાં ત્રણ મોલ્યુમાં કહેવાય છે. પોતાના ક્ષેત્રમાં તીર્થકર નિર્વાણ પધાર્યા હોય તો સિદ્ધ અને ગુરુને મોઘુ અપાય છે. તે સમયે અરિહંતને કે મહાવિદેહના વિહરમાનોને નમોહ્યુ કહેવાય નહીં. ગુરુ જો પ્રત્યક્ષ હોય તો તેમને મોસ્થળના પાઠથી વંદન ન કરાય. ત્યારે તો (તે સમયે) સિદ્ધ અને અરિહંતને જ કરાય. જો અરિહંત નિર્વાણ પધાર્યા હોય તો ફક્ત સિદ્ધને જ મોઘુ અપાય છે. (૧૫) કથારૂપ અધ્યયનોના સ્વાધ્યાય કરતાં ધ્યાન રાખવું જરૂરી છે કે તેમાંથી ગ્રહણ કરવા યોગ્ય, છોડવા યોગ્ય, જાણવા યોગ્ય. મધ્યસ્થ ભાવ રાખવા યોગ્ય એમ જુદા જુદા ઘણા વિષયો હોય છે. તે માટે સતત વિવેકબુદ્ધિથી નિર્ણય કરવો જોઈએ. રાજાઓની દિવ્ય ઋદ્ધિનું વર્ણન પણ હોય છે, રાણીઓ(સ્ત્રીઓ)ની ભોગ સામગ્રીનું વર્ણન પણ હોય છે. ધર્માચરણ, શ્રાવકાચાર તથા શ્રમણાચારનું વર્ણન પણ હોય છે, તેમજ કુસિદ્ધાંત, કુતર્કોનું તેમજ મહા અધર્મી આત્માઓની કૂર પ્રવૃત્તિનું વર્ણન પણ હોય છે; અને જીતાચાર, લોકાચારનું વર્ણન પણ હોય છે. આવા વર્ણનોથી ચિંતનપૂર્વક આચરણીય તત્વોનો નિર્ણય લેવો જોઈએ. કથામાં વર્ણિત વ્યક્તિઓમાંથી કોઈની પણ ઉપર રાગ-દ્વેષ, નિંદા અને કર્મબંધના વિચારો આવવા જોઈએ નહીં. તટસ્થ પણે રહેવાનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે ઘટના પ્રસંગો ભૂતકાળમાં થઈ ગયા છે. હવે તેના વિષયમાં સંકલ્પ, વિકલ્પ કરવા નિરર્થક છે, અને તેમ કરતાં નાહક કર્મબંધના ભાગીદાર થવાય છે. (૧૬) જીતાચાર અથવા લોક વ્યવહાર અને ધાર્મિક આચારનું સ્થાન જુદું જુદું હોય છે. ગૃહસ્થ શ્રમણોપાસકના જીવનમાં યા દેવોના દૈવિક જીવનમાં કેટલાક વ્યવહારો મર્યાદિત સીમા સુધીના હોય છે. પણ તેમના ધાર્મિક આચાર તે વ્યવહારોથી જુદા વ્રત-પ્રત્યાખ્યાન, દયા, દાન, શીલ સંતોષ, સંવર અને નિર્જરા વગેરે ધર્મરૂપ હોય છે. કોઈપણ ધર્માચરણમાં જીતાચાર યા લોક વ્યવહારને પ્રવિષ્ટ કરાવી તેની પરંપરા બનાવી દેવી અનુચિત છે. તેવી જ રીતે જીતાચારને જ ધર્માચાર બનાવી દેવો તે પણ અયોગ્ય છે. તથા જીતાચાર કે લોક વ્યવહારની વિવેકબુદ્ધિ રહિત, એકાંત ઉપેક્ષા કરવી પણ યોગ્ય નથી. તેમાં વિવેક બુદ્ધિ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧es મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ રાખવાની જરૂરી હોય છે. સામાજિક જીવનમાંથી સ્વતંત્ર થઈ, નિવૃત્ત સાધનામય જીવનકાળમાં ગૃહસ્થના જીતાચાર આદિનો પૂર્ણ ત્યાગ કરી દેવો અનુપયુક્ત નથી અર્થાત્ ઉપયુક્ત જ કહેવાય છે. આ કારણે જ અનિવૃત્ત ગૃહસ્થ જીવનમાં મુખ્ય આગાર હોય છે અને નિવૃત્ત સાધનાકાળમાં શ્રાવકને તે આગારનો પણ ત્યાગ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે અનિવૃત્ત શ્રાવકના જીવનમાં જીતાચારની એકાંત ઉપેક્ષા કરી શકાતી નથી. જ્ઞાતાસૂત્રના આદર્શ શ્રમણોપાસક અરહણકને શ્રધ્ધામાંથી પિશાચ રૂપ દેવ પણ વિચલિત કરી શક્યા ન હતાં. તેમણે પણ યાત્રાના પ્રારંભમાં નાવની પૂજા-અર્ચા તથા મંગલ મનાવવાની પ્રવૃત્તિ કરી હતી. સમ્યગ્દષ્ટિ ચરમ શરીરી દેવેન્દ્રો પણ તીર્થકરોના દાહ સંસ્કાર, ભસ્મ, અસ્થિ આદિ સંબંધી કેટલીય પ્રવૃત્તિઓ કરે છે. ઉત્કૃષ્ટ આરાધનાથી દેવ થયેલા સૂર્યાલ સમ્યગ્દષ્ટિ હોવા છતાં વિમાનના નાના મોટા અપૂજનીય એવા દરવાજા ભીત વગેરે અનેક સ્થાનોની પૂજા કરી હતી. આદેશ કરીને સેંકડો સ્થાનોની પૂજા કરાવાયી હતી. જે પ્રસ્તુત સૂત્રમાં સ્પષ્ટ પણે વર્ણવવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીતાચારને જીતાચાર જ માનવા. તેને ધર્માચરણ ન માનતાં, આવશ્યકતાનુસાર સ્વીકાર કરવો ગૃહસ્થ જીવનમાં જરા ય અનુચિત નથી, પણ તેની અવિવેક પૂર્ણ એકાંત ઉપેક્ષા કરવી અયોગ્ય છે. જીતાચાર પોત-પોતાની સીમા સુધી જ મર્યાદિત હોય છે. એ જ કારણે પ્રથમ અહિંસા વ્રતધારી, પ્રસંગ આવતા સંગ્રામમાં પંચેન્દ્રિય જીવોનો સંહાર કરે, છતાં ય તે શ્રમણોપાસક તથા સમકિત પર્યાયમાં સુરક્ષિત રહે છે. (૧૭) શ્રમણોએ કોઈપણ પ્રકારના નાટક, વાજીંત્ર આદિ દર્શનીય દશ્યોને જોવાનો સંકલ્પ પણ ન કરવો. આ પ્રમાણેનો નિષેધ આચારાંગ સૂત્રમાં છે તથા તેનું પ્રાયશ્ચિત્ત નિશીથ સૂત્રમાં વર્ણવ્યું છે. સાધુએ વિવેકથી આચારનું પાલન કરવું જોઈએ. તેમ છતાં જો કોઈ વ્યક્તિ આગ્રહ ભાવે સાધુની આજ્ઞા સ્વીકારવાનો વિકલ્પ ન રાખે; તો તેવા આગ્રહી ભાવવાળા સાથે તિરસ્કાર વૃત્તિ કે દંડનીતિ ન અપનાવતાં ઉપેક્ષા ભાવ રાખી તટસ્થ રહેવું હિતાવહ છે. જેમ કે સૂર્યાભે ગૌતમાદિ અણગારની સમક્ષ પોતાની ઋદ્ધિ બતાવવાનું વિચાર્યું, પ્રભુએ સ્વીકૃતિ ન દેતાં મૌન ધાર્યું, નિષેધ કે તિરસ્કાર ન કર્યો તેમજ અસષ્યવહાર પણ ન કર્યો. સ્વીકૃતિ વિના જ સૂર્યાભે પોતાના નિર્ણયાનુસાર નાટક દેખાડ્યું. આવા પ્રસંગો ઉપસ્થિત થતાં સાધુએ યોગ્ય લાગે તો ઉપદેશ આપવો, શ્રાવક, સાધુના આચારો જણાવી સૂચન કરવું, છતાં ય નિરર્થક લાગે તો ઉપેક્ષા Page #177 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : રાજપ્રશ્નીય સૂત્ર રાખવી; પણ જોહુકમી, તિરસ્કાર, બહિષ્કાર કે દુર્વ્યવહાર વગેરે કોઈની સાથે ન જ કરવા અને તેવા વ્યવહારોની પ્રેરણા કે અનુમોદના પણ ન કરવી. કારણ કે ધર્મ આત્માના પરિણામો ઉપર આધાર રાખે છે. બીજા ઉપર બળાત્કાર કરી જાતને ધર્મી દેખાડવી યોગ્ય નથી. ઉપસંહાર :– આ પ્રકારે અનેક શિક્ષાઓ, પ્રેરણાઓથી પરિપૂર્ણ આ સૂત્ર છે, જે અનુભવ અને શ્રદ્ધાને પુષ્ટ કરે છે. તેથી આ અધ્યયનના મનનથી યથોચિત આત્મવિકાસને પ્રાપ્ત કરવો જોઈએ. શ્રી રાજપ્રશ્નીય સૂત્ર સંપૂર્ણ બાર વ્રત ટૂંકમા ૧. સભી જીવકી રક્ષા કરના. ૨. મુખસે સચ્ચી બાતેં કહના. ૩. માગ પૂછ કર વસ્તુ લેના. ૪. બ્રહ્મચર્યકા પાલન કરના. ૫. ઇચ્છા અપની સદા ઘટાના. ૬. ઇધર-ઉધર નહિ આના જાના. ૭. સીધા-સાદા જીવન જીના. ૮. કોઈ અનર્થકા કામ ન કરના. ૯. નિત ઉઠ કર સામાયિક કરના. ૧૦. દ્રવ્યાદિ મર્યાદા કરના. ૧૧. બનતે પૌષધ આદિ કરના. ૧૨. અપને હાથોં સે બહોરાના. ધારણ કર શ્રાવક બન જાના, ધારણ કર શ્રાવિકા બન જાના. સમ્યક્ત્વના લક્ષણ શાંત હો આવેગ સારે, શાન્તિ મનમેં વ્યાપ્ત હો, મુક્ત હોને કી હૃદયમેં, પ્રેરણા પર્યાપ્ત હો, વૃત્તિ મે વૈરાગ્ય, અંતર ભાવમેં કરુણા રહે, વીતરાગ વાણી સહી, યોં અટલ આસ્થા નિત રહે. ૧૭ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧ િ ઉપાંગ સૂત્ર (નિરયાવલિકા વર્ગ પંચક) ) D સૂત્ર પરિચય – આ આગમ બાર અંગસૂત્રોથી ભિન્ન એટલે અંગ બાહા કાલિક સૂત્ર છે. આ સૂત્રનું નામ 'ઉપાંગ સૂત્ર' છે; જે તેની પ્રારંભિક ભૂમિકારૂપ મૂળ પાઠથી જ સ્પષ્ટ સિદ્ધ થાય છે. યથા- સમજે નવિ સંપત્તિમાં સર્વ વI પત્તા, તંગદી-નિરાવરિયાળો ગીવ વખ્રિસાળો, છતાં પણ કાળ ક્રમથી તેનું નામ “નિરયાવલિકા' પ્રસિદ્ધ થયું છે. તદુપરાંત એક સૂત્રના પાંચ વર્ગને પાંચ સૂત્ર તરીકે સ્વીકારી લેવામાં આવ્યા છે. હકીકતમાં આ “ઉપાંગસૂત્ર' નામનું આગમ છે. તેની રચના કયારે થઈ, કોણે કરી તે અજ્ઞાત છે. છતાં પણ તેના રચયિતા પૂર્વધર બહુશ્રુત છે, તે નિઃસંદેહ છે. કારણકે નંદીસૂત્રની આગમ સૂચિમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઉપાંગસૂત્ર નું એક જ શ્રુતસ્કંધ છે. તેના પાંચ વર્ગ છે. પાંચ વર્ગના કુલ બાવન અધ્યયન છે. પાંચે વર્ગના નામનું સ્પષ્ટીકરણ કરતાં પ્રારંભની ઉત્થાનિકામાં તેના જે નામો કહ્યા છે, તે વર્ગના નામને જ સૂત્ર કહેવામાં આવ્યા છે. પરંપરાએ લિપિકાળમાં આ કથનનો પ્રભાવ આ સૂત્રના અંતિમ પ્રશસ્તિ વાકયમાં અને નંદીસૂત્રમાં પણ પડ્યો છે. તો પણ આ પાંચ વર્ગ આગમ માન્ય અને સર્વમાન્ય તત્ત્વ છે. વર્ગ કોઈ એક સૂત્રના હોય છે. તેને સ્વતંત્ર સૂત્ર કહેવું કે સ્વીકારવું તે વિચારણીય છે. તેથી ઉપાંગસૂત્ર નામનું આ એક જ આગમ છે. નિરયાવલિકાદિ તેના પાંચ વર્ગ છે, તે ધ્રુવ સત્ય છે. તેને પાંચ આગમ રૂપે ગણવાની પરંપરા થઈ ગયેલ છે, તે યોગ્ય નથી. આગમિક પ્રમાણ માટે આ સૂત્રનો પ્રારંભિક મૂળપાઠ છે. તે અંતગડસૂત્રના પ્રારંભિક પાઠ સમાન જ છે. જે રીતે અંતગડદશા સૂત્રના પ્રારંભમાં પૃચ્છા કરી તેના આઠ વર્ગ કહ્યા છે તે જ રીતે આ સૂત્રના પ્રારંભમાં ઉપાંગસૂત્રની પૃચ્છા કરી તેના પાંચ વર્ગ કહ્યા છે. આ કારણે વર્ગને જ સૂત્ર કહેવાની પરંપરાને વિચાર પૂર્વકની કે સત્ય તો ન જ ગણી શકાય. સાર:- નિરયાવલિકા વર્ગ પંચક એક સૂત્ર છે. તેનું વાસ્તવિક નામ ‘ઉપાંગસૂત્ર' છે. અંતગડસૂત્રના આઠ વર્ગ અને નેવુ અધ્યયનની સમાન જ નિરયાવલિકા આદિ તેના પાંચ વર્ગ તથા બાવન અધ્યયન છે. આ સૂત્ર કથા અને ઘટના પ્રધાન છે. કથાઓના માધ્યમે આ લોક અને પરલોક, નરક અને સ્વર્ગ, કર્મ સિદ્ધાંત, સાંસારિક મનોદશા અને દુર્ગતિ, વૈરાગ્ય અને મુકિત, રાજનીતિ અને તત્કાલીન ઐતિહાસિક તત્ત્વોને સમજાવવામાં આવ્યા છે. આ સૂત્ર સંબંધી વિસ્તૃત પરિચય મેળવવા શ્રી ગુરૂપ્રાણ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત સંસ્કરણનું અધ્યયન કરવું જોઈએ. Page #179 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્રઃ ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ) ૧૯ વર્ગ - ૧ : નિરયાવલિકા(કપ્પિયા) આ વર્ગમાં દસ અધ્યયન છે; જેમાં દસ જીવોનું નરકમાં જવાનું વર્ણન છે. તેથી આ વર્ગનું નામ નિરયાવલિકા છે. કથા વર્ણન :- પ્રાચીન કાળમાં રાજગૃહી નામની નગરી હતી. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. શ્રેણિક રાજાને ચેલણા, નંદા આદિ તેર તથા કાલિ આદિ દસ એમ અનેક રાણીઓ હતી. ચેલણા રાણીને કોણિક, વેહલ્લ આદિ પુત્ર હતા. નન્દાને અભયકુમાર નામનો પુત્ર હતો, તેમજ કાલી આદિ દસ રાણીઓને કાલકુમાર આદિ દસ પુત્ર હતા. કોણિકનો જન્મઃ એકદા રાણી ચેલણાએ સિંહનું સ્વપ્ન જોઈને જાગૃત થઈ; રાજાને સ્વપ્નનું નિવેદન કર્યું. રાજાએ સ્વપ્ન પાઠકોને પૂછીને જાણ્યું કે કોઈ તેજસ્વી જીવ ગર્ભમાં આવ્યો છે. ગર્ભકાળના ત્રણ મહિના વીત્યા બાદ ચેલણાને ગર્ભના પ્રભાવે શ્રેણિક રાજાના કલેજાનું માંસ ખાવાનો દોહદ(સંકલ્પ) ઉત્પન્ન થયો. અભયકુમારની બુદ્ધિના બળે દોહદ પૂર્ણ કરવામાં આવ્યો. આ દુષ્કૃત્યથી ચિંતિત થઈ રાણીએ ગર્ભને નષ્ટ કરવાના અનેક પ્રયત્નો કર્યા, કિન્તુ બધાજ પ્રયત્નો નિષ્ફળ ગયા. ગર્ભકાળના નવ મહિના પૂર્ણ થતાં પુત્રનો જન્મ થયો. રાણીએ દાસી દ્વારા તેને ઉકરડા ઉપર નંખાવી દીધો. ત્યાં કુકડાએ બાળકની આંગળીને કરડી ખાધી. તેથી આંગળીમાંથી લોહી અને પરુ વહેવા લાગ્યા. શ્રેણિકને આ ઘટનાની જાણકારી મળતાં તત્કાળ તે બાળક પાસે ગયા. રાજા સ્વયં બાળકને લઈ આવ્યા અને રાણીને આક્રોશભર્યા શબ્દોથી ઉપાલંભ દેતાં બાળકની સાર-સંભાળ લેવાનો આદેશ કર્યો. બારમે દિવસે તે રાજકુમારનું નામ કુણિક (કોણિક) રાખવામાં આવ્યું. યુવાવસ્થામાં કુણિકકુમારના પદ્માવતી આદિ આઠ રાજકન્યાઓની સાથે લગ્ન થયા. : ચેલણારાણીને વિહલ્લકુમાર નામનો પુત્ર પણ હતો. એકદા શ્રેણિકરાજાએ પ્રસન્ન થઈ સેચનક હાથી અને અઢાર સરો હાર વિહલ્લકુમારને ભેટ આપ્યા. શ્રેણિકના અશુભ કર્મોદય કાલી આદિ રાણીઓ દ્વારા કાલકુમાર આદિ દસ પુત્રો જનમ્યા. એક વખત કુણિકે કાલકુમાર આદિદસ ભાઈઓ સમક્ષ પ્રસ્તાવ મુક્યો કે ‘શ્રેણિકને બાંધી જેલમાં પૂરી દો અને રાજ્યના અગિયાર ભાગ કરી આપણે બધા રાજ્યશ્રીનો ઉપભોગ કરીએ.’’ કાલકુમાર આદિએ તેનો સ્વીકાર કર્યો. તક જોઈને શ્રેણિકને કારાગૃહમાં બંધનગ્રસ્ત કર્યા અને કોણિક સ્વયં રાજા બની ગયો. ત્યાર પછી કોણિક રાજા ચેલણા માતાના ચરણ સ્પર્શ કરવા ગયો. માતાને અપ્રસન્ન જોઈ તેનું કારણ પૂછતાં કોણિકના જન્મની વિસ્તૃત ઘટના બતાવતાં માતાએ Page #180 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ કહ્યું કે– પિતાને તારી ઉપર અપાર સ્નેહ હતો. તેઓએ તને ઉકરડા ઉપરથી ઉઠાવી તારી પાકેલી આંગળીનું લોહી-પરુ ચૂસી તારી વેદના શાંત કરી હતી. હે પુત્ર! આવા પરમ ઉપકારી પિતાને બંધનગ્રસ્ત કરવાનું તારા માટે યોગ્ય નથી. માતા દ્વારા પોતાનો પૂર્વ વૃતાંત સાંભળી કોણિકને પોતાની ભૂલનો ખેદ થયો. પિતાને બંધનમુક્ત કરવા સ્વયં કુહાડી લઈને દોડ્યો. કુહાડી લઈને આવતો જોઈ શ્રેણિકે વિચાર્યું કે કોણિક મને મારવા માટે જ આવી રહ્યો છે. પુત્રના હાથે મરવા કરતાં જાતે જ મરી જવું જોઈએ, એવું વિચારી તાલપુટ ઝેર મુખમાં નાંખી પ્રાણ ત્યાગ કર્યો. જ ૧૮૦ આ ઘટના બાદ કુણિક ખૂબ શોકાકુલ થયો અને અંતે મનને શાંત કરવા રાજગૃહી નગરી છોડી ચંપાનગરીમાં પરિવાર સહિત રહેવા ગયો. તેણે રાજ્યના અગિયાર ભાગ કર્યા. કાલકુમાર આદિ દસ ભાઈ અને કુણિક રાજા રાજ્યશ્રીને ભોગવવા લાગ્યા. હાર હાથી માટે નરસંહાર ઃ- કોણિકના સગા ભાઈ વિહલ્લકુમાર પોતાની રાણીઓના પરિવાર સહિત હાર અને હાથી દ્વારા અનેક પ્રકારે સુખોપભોગ કરતાં, આનંદ, પૂર્વક ચંપાનગરીમાં રહેતા હતા. એક વખત મહારાણી પદ્માવતીએ પોતાના પતિ કુણિકને કહ્યું કે હાર અને હાથી તો તમારી પાસે હોવા જોઈએ. રાણીના અતિઆગ્રહથી કુણિકે ભાઈ પાસે હાર અને હાથી માંગ્યા. વિહલ્લકુમારે તેનાં બદલામાં અર્ધું રાજય માંગ્યું. કોણિકે તેનો અસ્વીકાર કર્યો અને હાર હાથી આપવા માટે વારંવાર આગ્રહ ચાલુ રાખ્યો. આવી પરિસ્થિતિ સર્જાતા વિહલ્લકુમારે પોતાના નાના(માતાના પિતા) ચેડા રાજાની પાસે વૈશાલી નગરીએ જવાનું વિચાર્યું અને તક શોધી નીકળી પડ્યા. નાનાની પાસે પહોંચી તમામ પરિસ્થિતિથી વાકેફ કર્યા. ન મહારાજા ચેડા અઢાર ગણરાજાઓના પ્રમુખ હતા. તેમણે બધા રાજાઓને બોલાવી મંત્રણા કરી નિર્ણય લીધો કે શરણાગતની રક્ષા કરવી. કોણિકે હારહાથીનો આગ્રહ ન છોડ્યો. પરિણામે બન્ને પક્ષમાં યુદ્ધની તૈયારી થવા લાગી. મહારાજા ચેડા ભગવાન મહાવીરના પરમ ઉપાસક હતા. તેમણે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતા. તેમનું બાણ અમોઘ હતું, કયારેય નિષ્ફળ ન જતું. કાલકુમાર આદિ દસે ભાઈઓ કોણિકની સાથે યુદ્ધમાં આવ્યા. યુદ્ધનો પ્રારંભ થયો. દસ દિવસમાં દસે ભાઈઓ વારાફરતી સેનાપતિ બન્યા અને ચેડા રાજાના અમોઘ બાણથી માર્યા ગયા. તે ઉપરાંત યુદ્ધમાં અન્ય લાખો મનુષ્ય મૃત્યુ પામ્યા. માતાઓની મુકિત ઃ– તે જ સમયે ભગવાન મહાવીર સ્વામી વિચરતાં વિચરતાં ચંપા નગરીમાં પધાર્યા. કાલકુમાર આદિ દસે કુમારની માતાઓ ભગવાનના દર્શનાર્થે ગઈ. ઉપદેશ સાંભળ્યા પછી એક પછી એક દસેય રાણીઓએ પ્રશ્ન Page #181 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્રઃ ઉપાંગસૂત્ર (નિરયાવલિકાદિ) ૧૮૧ કર્યો કે મારો પુત્ર યુદ્ધ કરવા ગયો છે, હે ભગવન્! હું તેને જીવિત જોઈ શકીશ કે નહિ? પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે- તમારો પુત્ર ચેડા રાજા દ્વારા માર્યો ગયો છે માટે તમે જીવતાં જોઈ શકો નહિ. ત્યાર પછી વૈરાગ્ય ભાવથી ભાવિત થઈ દસે રાણીઓએ દીક્ષા અંગીકાર કરી અને તે જ ભવમાં સંપૂર્ણ કર્મક્ષય કરી શિવપદને પ્રાપ્ત કર્યું. કાલકુમારાદિનું ભવિષ્યઃ- ગૌતમ ગણધરે પ્રશ્ન પૂછ્યો- હે ભગવંત! કાલકુમાર મૃત્યુ પામી કયાં ઉત્પન્ન થશે? ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે કાલકુમાર યુદ્ધમાં મૃત્યુ પામી ચોથી નરકમાં ઉત્પન્ન થયા છે. ત્યાં દસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં સંયમ સ્વીકારી સંપૂર્ણ કર્મક્ષય કરી મુક્તિ પામશે. આ પ્રકારે દસે ભાઈઓ યુદ્ધમાં કાળ કરી ચોથી નરકમાં ગયા અને પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ અંગીકાર કરી. સંપૂર્ણ કર્મનો ક્ષય કરી સિદ્ધ થશે. સાર:- (૧) માણસ ધારે છે કંઈ અને થાય છે કંઈક અન્ય માટે અનૈતિક અને અનાવશ્યક ચિંતન કયારેય પણ કરવું ન જોઈએ. (૨) માતાના ચરણ સ્પર્શ કરવા જવાના નિમિત્તે કોણિકની ચિંતન દશામાં પરિવર્તન આવી ગયું. (૩) અભયકુમારે પોતાની બુદ્ધિ કૌશલ્યથી અસંભવ કાર્યને સંભવ કરી બતાવ્યું. (૪) અતિ લોભનું પરિણામ શુન્યમાં આવે છે યથા.– ન હાર મળ્યા ન હાથી અને ભાઈ મર્યા દસ સાથી. (૫) સ્ત્રીઓનો તુચ્છ હઠાગ્રહ માણસને મહાન ખાડામાં નાખી દે છે. તેથી મનુષ્ય તેવા સમયમાં ગંભીરતાપૂર્વક હાનિ-લાભ તથા ભવિષ્યનો વિચાર કરી સ્વતંત્ર નિર્ણય લેવો જોઈએ. (૬) યુદ્ધમાં આત્મપરિણામોની કૂરતા થાય છે. તેથી તે અવસ્થામાં મરવાવાળા પ્રાયઃ નરકગતિમાં જાય છે. (૭) ચલણારાણીએ મન વિના પણ પતિની આજ્ઞાથી કોણિકનું લાલનપાલન કર્યું. પૂજ્ય પિતાસે લડતા લોભી, ભાઈ કી હત્યા કરતા. લોભ પાપકા બાપ ન કરતા પરવાહ અત્યાચાર કી." કવિતાની આ કડીઓનું ઉક્ત ઘટનામાં સાકાર રૂપ જોઈ શકાય છે. તેથી સુજ્ઞજનોએ લોભ સંજ્ઞાનો નિગ્રહ કરવો જોઈએ.આ ઉપાંગસૂત્રનો નિરયાવલિકા નામનો પ્રથમ વર્ગ સમાપ્ત થયો. વર્ગ- ૨: કલ્પાવતાંસિકા 3) 'અધ્યયન- ૧: પન્નકુમાર આ વર્ગના દસ અધ્યયન છે. જેમાં દસ જીવોના દેવલોકમાં જવાનું વર્ણન છે. માટે આ વર્ગનું નામ કલ્પાવતંસિકા રાખવામાં આવ્યું છે. પ્રાચીનકાળે ચંપાનગરીમાં કોણિક રાજા રાજ્ય કરતો હતો. ત્યાં શ્રેણિકરાજાની Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ પત્ની અને કોણિકની અપરમાતા કાલી નામની રાણી હતી. તેને કાલકુમાર નામનો પુત્ર હતો. જેણે પદ્માવતી સાથે લગ્ન કર્યા હતા. એક વખત પદ્માવતીને રાત્રે સિંહનું સ્વપ્ન આવ્યું. કાલાંતરે પુત્રરત્નનો જન્મ થયો. જેનું નામ પાકુમાર રાખવામાં આવ્યું. તરૂણાવસ્થામાં આઠ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. માનુષિક સુખોનો ઉપભોગ કરતો થકો તે સમય વ્યતીત કરવા લાગ્યો. એક વખત ચંપાનગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. પરિષદની સાથે પઘકુમાર પણ વંદન કરવા માટે ગયા. ધર્મદેશના સાંભળી, વૈરાગ્યમય વાણીથી પદ્મકુમારને માનવ જીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો; ક્ષણિક ભોગ સુખોનું દારૂણ પરિણામ અને મનુષ્ય ભવનું મહત્ત્વ સમજાયું. ઉપદેશ સાંભળ્યા પછી તેણે ભગવાન સમક્ષ પ્રવ્રજયા અંગીકાર કરવાની ભાવના પ્રગટ કરી, પરિવારિક જનોની આજ્ઞા લઈ દીક્ષિત થયા. દીક્ષા લીધા બાદ પદ્મમુનિએ અગિયાર અંગસૂત્રોનું જ્ઞાન કંઠસ્થ કર્યું. તેમજ અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા શરીરને અને કર્મને કશ(પાતળા) કર્યા. પાંચ વર્ષ સુધી સંયમ પાળી, એક માસનો સંથારો કરી, પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ અંગીકાર કરી, સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મુક્ત થશે. આ પ્રમાણે જ મહાપદ્રકુમાર આદિ શેષ નવકુમારોનું વર્ણન સમજવું. પૂર્વ અધ્યયનમાં વર્ણિત કાલકુમાર આદિ દસે ભાઈઓના આ દશ પુત્ર હતા. શ્રેણિક રાજાના પૌત્ર અને કુણિકના ભત્રીજા હતા. આ દશે આત્માઓએ ક્રમશઃ (૧) પાંચ (ર) પાંચ (૩) ચાર (૪) ચાર (૫) ચાર (૬) ત્રણ (૭) ત્રણ (૮) ત્રણ (૯) બે (૧૦) બે વર્ષ સંયમ પાળી, એક મહિનાનો સંથારો (અનશન) કર્યો. નવમું અને અગિયારમું દેવલોક વર્જી દશે આત્માઓ ક્રમશઃ પહેલા દેવલોકથી માંડી બારમા દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થયા. આ દશેના પિતા નરકમાં ગયા. તેમના દાદીઓ ભગવાનની પાસે સંયમ અંગીકાર કરી તે જ ભવમાં મોક્ષે ગયા. સાર:- એક જ પરિવારના દરેક જીવોની પોતપોતાના કર્મ અનુસાર ગતિ થાય છે. પિતા નરકમાં, માતા મોક્ષમાં, પુત્રો નરકમાં, પૌત્રો સ્વર્ગમાં. (શ્રેણિક, કાલિ આદિ રાણીઓ, કાલકુમારાદિ અને પદ્માદિ). ખરેખર તો પુણ્યશાળી તે જ છે કે જે મળેલી પુણ્ય સામગ્રીમાં અંતિમ સમય સુધી ફસાયેલા(આસક્ત) રહેતા નથી પરંતુ સ્વેચ્છાએ તેનો ત્યાગ કરી મનુષ્ય ભવની અમૂલ્ય ક્ષણોને આત્મસાધનામાં પસાર કરે છે. મોક્ષપ્રદાયી આ માનવ ભવમાં એક દિવસ ધન-સંપત્તિ, સ્ત્રી-પુત્ર પરિવાર અને ઇન્દ્રિયના સુખોનો સ્વેચ્છાએ ત્યાગ કરે છે, ગુસ્સો, ઘમંડ, લોભ આદિ કષાયો ઉપર વિજય પ્રાપ્ત Page #183 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ) ૧૮૩ - કરી લે છે અને જીવનમાં પૂર્ણ સરલ, નમ્ર અને શાંત બની સંયમ તપની આરાધનામાં મગ્ન બની જાય છે, તેને જ સાચો બુદ્ધિશાળી સમજવો જોઈએ. - જીવનની અંતિમ ક્ષણો સુધી જે ધન કે પરિવારાદિમાં ફસાયેલો રહે છે, કષાયોથી મુક્ત થઈ સરલ-શાંત બનતો નથી તેને આગમની ભાષામાં બાલ(અજ્ઞાની) જીવ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને મૂર્ખ કહેવાય છે. કારણ કે તે મનુષ્યભવરૂપી આધ્યાત્મિક સંપત્તિને ગુમાવી નરક, તિર્યંચ ગતિના દુઃખોનો મહેમાન બની જાય છે. માટે જ, પ્રત્યેક માનવે અમૂલ્ય એવા મનુષ્ય ભવને પામીને નિપ્રયોજન પ્રવૃત્તિને ટાળી સંયમ, વ્રત, ત્યાગ અને ધર્મમાં અવશ્ય પ્રયત્નશીલ થવું જોઈએ. | વર્ગ - ૩ઃ પુપિકા @ અધ્યયન - ૧ઃ ચંદ્ર દેવ પ્રથમ બે વર્ગમાં કેવળ શ્રેણિક રાજાના પરિવારના જીવોનું વર્ણન છે, જયારે આ ત્રીજા વર્ગમાં દશ અધ્યયનોમાં જુદા જુદા દશ જીવોનું વર્ણન છે. માટે તેનું નામ પુષ્પિકા રાખવામાં આવ્યું છે. પૂર્વભવઃ શ્રાવસ્તી નગરીમાં અંગજીત નામનો ધનસંપન્ન વણિક રહેતો હતો. અનેક લોકોનો તે આલંબનભૂત, આધારભૂત અને ચશુભૂત અને માર્ગદર્શક હતો. એકદા પાર્શ્વનાથ ભગવાન ત્યાં પધાર્યા. અંગજીત શેઠ ભગવાનના દર્શન કરવા ગયા. દેશના સાંભળી સંસારથી વિરક્ત થયા. પુત્રને કુટુંબનો ભાર સોંપી ભગવાન પાસે દીક્ષિત થયા. અગિયાર અંગ કંઠસ્થ કર્યા. વિવિધ તપશ્ચર્યાઓ કરી, પંદર દિવસના સંથારા સહ કાળ કરી ચંદ્ર વિમાનમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થયા. સંયમની આરાધનામાં થોડી ઉણપ રહેવાથી વિરાધક થયા. ચંદ્ર દેવનું મનુષ્ય લોકમાં આગમન – દૈવિક સુખોને ભોગવતા થકા ચંદ્રદેવે અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂક્યો. જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં વિચરતા ભગવાન મહાવીર સ્વામીને જોયા. સપરિવાર ભગવાનના દર્શન કરવા આવ્યા. જતી વખતે બત્રીસ પ્રકારની નાટ્યવિધિ અને પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કર્યું. તેના ગયા બાદ ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેના પૂર્વભવનું કથન કર્યું. વર્તમાનમાં આપણે ચંદ્રવિમાન જોઈએ છીએ તેમાં આ અંગજીતનો જીવ ઈરૂપે છે. ત્યાં તેની ચાર અગ્રમહિષી (દેવી) છે. સોળ હજાર આત્મરક્ષક દેવ આદિ વિશાળ પરિવાર છે. વૈજ્ઞાનિક ભ્રમ :- આજના વૈજ્ઞાનિકો આ ચંદ્રવિમાનમાં ન પહોંચતાં પોતાની કલ્પના અનુસાર અન્યાન્ય પર્વતીય સ્થાનોમાં જ પરિભ્રમણ કરે છે. કારણ કે જયોતિષરાજ ચંદ્રનું વિમાન રત્નોથી નિર્મિત છે અને અનેક દેવોથી સુરક્ષિત છે. ww.jainelibrary.org Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ જયારે વૈજ્ઞાનિકો પોતાના કલ્પિત સ્થાનમાં માટી કે પત્થર સિવાય કંઈજ મેળવી શક્યા નથી. અંગજીત મુનિએ સંયમની વિરાધના કેવી રીતે કરી તેનો સ્પષ્ટ ઉલ્લેખ સૂત્રમાં નથી પરંતુ વિરાધના કરવાનો સંકેતમાત્ર છે. અધ્યયન - ર : સૂર્ય દેવ પૂર્વભવઃ- શ્રાવસ્તી નગરીમાં સુપ્રતિષ્ઠિત નામનો વણિક રહેતો હતો. તેનું સંપૂર્ણ વર્ણન અંગજીત સમાન જાણવું. અર્થાત્ સાંસારિક ઋદ્ધિ, સંયમગ્રહણ, જ્ઞાન, તપ, સંલેખના, સંયમની વિરાધનાદિ પ્રથમ અધ્યયન સમાન જ છે. પાર્શ્વનાથ ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી અને જ્યોતિષે સુર્યદેવ થયા. ચંદ્રદેવની જેમ તેઓ પણ ભગવાન મહાવીર સ્વામીની સેવામાં દર્શન કરવા ઉપસ્થિત થયા; તેમજ પોતાની ઋદ્ધિ અને નૃત્યકળાનું પ્રદર્શન કર્યું - આ ચંદ્ર અને સૂર્ય બને જ્યોતિષેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાં યથાસમય તપ-સંયમનું પાલન કરી સંપૂર્ણ કર્મક્ષય કરી શિવગતિને પ્રાપ્ત કરશે. વૈજ્ઞાનિકો સૂર્યના રત્નમય વિમાનને અગ્નિનો ગોળો સમજે છે. પણ આ માત્ર તેમની કલ્પનાનો ભ્રમ છે. કારણ કે કોઈપણ વૈજ્ઞાનિક સૂર્યના નજીક જઈને ક્યારે ય તેને જોયું નથી. તેથી તે તેઓની કલ્પના કરેલી છે આ સત્ય વાત છે. જૈન સિદ્ધાંતમાં તેને રત્નોનું વિમાન કહ્યું છે. જે જ્યોતિષેન્દ્ર સૂર્યદેવના સંપૂર્ણ પરિવારનું નિવાસ સ્થાન અને જન્મસ્થાન છે. તેમાં હજારો દેવ-દેવીઓ ઉત્પન્ન થાય છે, નિવાસ કરે છે. આ જેબૂદ્વીપમાં ભ્રમણ કરનારા સૂર્યના વિમાન છે. બે સૂર્ય અને બે ચંદ્રના વિમાન જેબૂદ્વીપમાં ભ્રમણ કરે છે. સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્યવિમાન ભ્રમણ કરે છે. અઢી દ્વીપથી બહાર અસંખ્ય ચંદ્ર અને અસંખ્ય સૂર્ય પોતપોતાના સ્થાન પર સ્થિર છે. . . .. 'અશ્ચયન - ૩: શુટ મહાગ્રહ) પૂર્વભવ – વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ તથા અનેક શાસ્ત્રોમાં નિષ્ણાત હતો. એક વખત તે નગરીમાં પાર્શ્વનાથ ભગવાન પધાર્યા. સોમિલ બ્રાહ્મણને ખબર પડતાં અનેક પ્રશ્નોનું સમાધાન કરવા તે પ્રભુ સમીપે ગયો. પ્રભુએ શંકાનું સમાધાન કર્યું. સંતોષ પામી તેણે જૈન ધર્મ અને શ્રાવક ધર્મ સ્વીકાર કર્યો. કાળક્રમે તે સંત સમાગમની ઉણપને કારણે સોમિલ શ્રાવક ધર્મ પ્રત્યે શિથિલ થઈ ગયો અને તેને અનેક પ્રકારના ઉધાન બનાવવાની ઇચ્છા થઈ. Page #185 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્રઃ ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ) તદનુસાર તેણે અનેક પ્રકારના આક્રાદિના ફળો તથા ફૂલોના બગીચા બનાવ્યા. કાળાંતરે તેણે દિશા પ્રોક્ષિક તાપસની પ્રવ્રજયા અંગીકાર કરી. તેમાં તે છઠ્ઠના પારણે છઠ્ઠ કરતો. પારણાના દિને સ્નાન, હવન આદિ ક્રિયાઓ કરી પછી આહાર કરતો. પ્રથમ પારણામાં તે પૂર્વદિશામાં જતો અને તે દિશાના સ્વામીદેવની પૂજા કરી, તેની આજ્ઞા લઈ કંદાદિ ગ્રહણ કરતો. બીજા પારણામાં દક્ષિણ દિશામાં, ત્રીજા પારણામાં પશ્ચિમ દિશામાં અને ચોથા પારણામાં ઉત્તર દિશામાં જતો. આ પ્રમાણે તાપસી દીક્ષાનું આચરણ કરતો હતો. ૧૮૫ તાપસી દીક્ષાનું પાલન કરતાં તેને સંલેખના કરવાનો વિચાર ઉદ્ભવ્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે ઉત્તર દિશામાં ચાલતાં ચાલતાં જ્યાંપણ હું પડી જાઉં ત્યાંથી ઉઠીશ નહિ. પહેલે દિવસે ઉત્તર દિશામાં ચાલ્યો. દિવસ ભર ચાલતાં સાંજે કોઈપણ યોગ્ય સ્થાનમાં વૃક્ષનીચે પોતાના વિધિ વિધાન કરી, કાષ્ઠમુદ્રાથી મુખને બાંધી, મૌન ધારણ કરી, ધ્યાનમાં સ્થિર થઈ ગયો. ત્યાં રાત્રે આકાશમાં એક દેવ પ્રગટ થયો અને આકાશવાણી કરી કે, હે સોમિલ! આ તારી પ્રવ્રજયા દુષ્પ્રવ્રજયા છે અર્થાત્ તારું આ આચરણ ખોટું છે. સોમિલે તેના કહેવા પ્રત્યે ધ્યાન ન આપ્યું. દેવ ચાલ્યો ગયો. બીજે દિવસે ફરીને કાષ્ઠમુદ્રા બાંધી ઉત્તર દિશામાં ચાલવા લાગ્યો. સાંજે યોગ્ય સ્થાને બેઠો. રાત્રે ફરીને દેવ આવ્યો, પહેલાની જેમ જ કહ્યું છતાં સોમિલે ધ્યાન ન આપ્યું. એ પ્રમાણે ત્રીજો તથા ચોથો દિવસ પણ વીતી ગયો. પાંચમે દિવસે પણ તે દેવ આવ્યો, વારંવાર કહેતાં સોમિલે પ્રશ્ન પૂછ્યો હે દેવાનુપ્રિય ! મારી દીક્ષા કેમ ખોટી છે? પ્રત્યુત્તરમાં દેવે કહ્યું કે– તમે પાર્શ્વનાથ ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા હતા. તેને છોડી તાપસી દીક્ષા અંગીકાર કરી છે, આ યોગ્ય નથી કર્યું. પુનઃ સોમિલે પૂછ્યું કે– મારું આચરણ સુંદર કેવી રીતે બને ? દેવે ફરીને બાર વ્રત સ્વીકારવાની પ્રેરણા કરી. ત્યારબાદ સોમિલે સ્વયં બાર વ્રત અંગીકાર કર્યા. ઉપવાસથી લઈને માસખમણ સુધીની તપશ્ચર્યા કરી. અનેક વર્ષો સુધી શ્રાવકવ્રતનું પાલન કરી, પંદર દિવસનું અનશન કરી, મૃત્યુ પામી શુક્રાવતંસક વિમાનમાં શુક્ર મહાગ્રહના રૂપમાં દેવપણે ઉત્પન્ન થયો. એકદા આ શુક્ર દેવ પણ ભગવાન મહાવીરની સેવામાં ઉપસ્થિત થયો. વંદન કરીને પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કરી ચાલ્યો ગયો. ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે વ્રતભંગ અને તાપસી દીક્ષા સ્વીકાર કરવાની આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી તે વિરાધક થયો. દેવ ભવનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, આત્મ કલ્યાણ કરશે, મુક્ત થશે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ અધ્યયન - ૪ : બહુપુત્રિકા દેવી -- પૂર્વભવ :– વારાણસી નગરીમાં ભદ્ર નામનો સાર્થવાહ રહેતો હતો. તેની પત્નીનું નામ સુભદ્રા હતું, તે વંધ્યા હતી. પુત્ર ન થવાથી અત્યંત દુ:ખી થતી હતી. એક વખત સુવ્રતા આર્યાની શિષ્યાઓ તેના ઘરે ગોચરી અર્થે પહોંચી. સુભદ્રાએ આહાર-પાણી વહોરાવી સાધ્વીજી પાસે સંતાનોત્પત્તિ માટે વિધા, મંત્ર ઔષધિની યાચના કરી. સાધ્વીજીઓએ કહ્યું કે આ સંબંધમાં કંઈપણ બતાવવું એ અમારા સિદ્ધાંત વિરુદ્ધનું કાર્ય છે. ત્યારબાદ સંક્ષેપમાં નિર્પ્રન્થ પ્રવચનનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને તે શ્રમણોપાસિકા બની. કેટલોક સમય પસાર થયા બાદ તેણે સંયમ પણ અંગીકાર કર્યો પરંતુ પુત્ર ન થવાના કારણે બાળક-બાળિકાઓ ઉપર તેનો સ્નેહ વધવા લાગ્યો. સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરી તેણી બાળક-બાળિકાઓની સાથે સ્નેહ, ક્રીડા, શ્રૃંગાર, સુશ્રુષા આદિ પ્રવૃત્તિઓ કરવા લાગી. ગુરુણી દ્વારા અને અન્ય આર્યાઓ દ્વારા નિષેધ કરવા છતાં, સમજાવવાં છતાં, તેની ઉપેક્ષા કરી અન્ય સ્થાન(ઉપાશ્રય)માં જઈ રહેવા લાગી. સંયમ તપનું પાલન કરતાં, પંદર દિવસનો સંથારો કરી ઉક્ત દૂષિત પ્રવૃત્તિઓની આલોચના કર્યા વિના વિરાધક થઈ, પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થઈ. જ્યારે જ્યારે દેવલોકની ઇન્દ્રસભામાં તે જતી ત્યારે ઘણા બાળક અને બાળિકાઓની વિશ્ર્વણા કરી સભાનું મનોરંજન કરતી, એટલા માટે ત્યાં તે બહુપુત્રિકા દેવીના નામથી ઓળખાતી. એક વખત તે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીરના સમોસરણમાં આવી. પોતાની બન્ને ભુજાઓમાંથી ક્રમશઃ ૧૦૮ બાળક તથા ૧૦૮ બાળિકાઓ કાઢયા. તે સિવાય અન્ય અનેક બાળકોની વિકૃર્વણા કરી, નાટક બતાવી પોતાની શકિત તથા ઋદ્ધિનું પ્રદર્શન કરી, પુનઃ વૈક્રિય લબ્ધિને સંકોચી પોતાના સ્થાને ચાલી ગઈ. ગૌતમ સ્વામીએ પૂછતાં ભગવાને તેનો પૂર્વભવ કહ્યો અને દષ્ટાંત આપી સમજાવ્યું કે જેવી રીતે એક વિશાળ ભવનમાંથી હજારો વ્યક્તિઓ બહાર જાય છે અને ફરીને તેમાં પ્રવેશ કરે છે તે પ્રમાણે આખું ય રૂપ સમૂહ તેના શરીરમાં સમાવિષ્ટ થઈ જાય છે. તે દેવી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી બ્રાહ્મણના ઘરે સોમા નામની પુત્રી તરીકે ઉત્પન્ન થશે. યૌવનાવસ્થામાં પ્રવેશતાં ભાણેજ રાષ્ટ્રકૂટ સાથે તેના માતા-પિતા લગ્ન કરાવશે. ત્યાં એક એક વર્ષમાં એક યુગલ પુત્રને જન્મ આપશે. કુલ સોળ વર્ષમાં બત્રીસ બાળકોને જન્મ આપશે. આટલા બાળકોની પરિચર્યા કરતાં તે પરેશાન થઈ જશે. તેમાંથી કેટલાક Page #187 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ) ૧૮e નાચશે, કૂદશે, રડશે, હસશે, એકબીજાને મારશે, એક બીજાનું ભોજન ખૂંચવી લેશે. તે બાળકો સોમાના શરીર ઉપર જ વમન કરશે તો કોઈ મળમૂત્ર કરશે. આ પ્રમાણે પુત્રોથી દુઃખિત થઈને વિચારશે કે “આ કરતાં વંધ્યા રહેવું શ્રેષ્ઠ છે.” ગોચરીએ પધારેલા કોઈ સાધ્વીજી પાસે પોતાનું દુઃખ વર્ણવશે અને ધર્મ શ્રવણ કરી દીક્ષા અંગીકાર કરવા ઇચ્છશે પરંતુ પતિનો અધિક આગ્રહ થવાથી તે શ્રમણોપાસિકા બનશે. કાળાંતરે સંયમ ગ્રહી, અગિયાર અંગો ભણી, શુદ્ધ આરાધના કરી, એક માસનો સંથારો કરી, કાળધર્મ પામી પ્રથમ દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, સંયમની આરાધના કરી, સંપૂર્ણ કર્મક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે. શિક્ષા સાર – મનુષ્ય અપ્રાપ્ત ભૌતિક ચીજોની યાચના કરી દુઃખી થાય છે. આ ભૌતિક સામગ્રીમાં કયાંય સુખ નથી. સંસારમાં કોઈ વિશાળ પરિવારથી દુઃખી છે તો કોઈ પરિવાર ન હોવાથી દુઃખી છે. કોઈ સંપત્તિના અભાવમાં દુઃખી છે તો કોઈ અઢળક સંપત્તિના કારણે શાંતિ મેળવી શકતા નથી. સહજ પ્રાપ્ત થયેલા સંયોગોમાં સંતોષ રાખી, પ્રસન્ન રહેવાથી સુખ-શાંતિ અને આત્માનંદની પ્રાપ્તિ થાય છે. અંતે તો ધર્મ અને ત્યાગ જ સંસારના પ્રપંચથી મુક્ત કરી શકે છે. એવું જાણી પ્રત્યેક સુખેચ્છએ ધર્મ, ત્યાગ અને સંયમ માર્ગે અગ્રસર થવાનો સંકલ્પ કરવો જોઈએ. ઇચ્છાઓ ઉપર કાબૂ મેળવી આત્મ કલ્યાણના શ્રેષ્ઠ માર્ગનો સ્વીકાર કરવો જોઈએ. એ જ આગમ જ્ઞાન અને શ્રદ્ધાનો સાર છે. જે શ્રદ્ધાળુ લોકો સાધુ-સાધ્વીજીઓ પાસેથી પોતાની સાંસારિક ઉલઝનોને દૂર કરવાની અપેક્ષા રાખે છે, તે માટે યંત્ર-મંત્ર, ઔષધ-ભેષજની આશા રાખે છે તેમણે ઉપરોક્ત અધ્યયનથી શિક્ષા લેવી જોઈએ કે આવી પ્રવૃત્તિઓ સાધ્વાચારથી વિપરીત છે. વીતરાગ ભગવાનના સાધુ-સાધ્વીજી કેવળ આત્મ કલ્યાણના માર્ગનો, સંયમ ધર્મ અને તપ ત્યાગનો જ ઉપદેશ આપી શકે; અન્ય લૌકિક પ્રવૃત્તિમાં તેઓ ભાગ લઈ શકતા નથી. અધ્યયન – પઃ પૂર્ણભદ્ર પૂર્ણભવ :- આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મણિપદિકા નામની નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામનો શેઠ રહેતો હતો. તેમણે બહુત સ્થાવર ભગવંતો પાસેથી ધર્મોપદેશ સાંભળી સંયમ અંગીકાર કર્યો. અગયાર અંગો કંઠસ્થ કર્યા. પવાસથી માંડી માસખમણ સુધીની અનેક તપાર્યાઓ કરી, કર્મની'નર્જરા કરતા થકા અનેક વર્ષો સુધી સંયમ પાલન કર્યું એક માસના અનશનની આરાધના કરી સૌધર્મદેવલોકમાં પૂર્ણભ નામનો દેવ થયો. કોઈ એક સમયે તે દેવે ભગવાન મહાવીર સમક્ષ બત્રીસ પ્રકારના Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત-૧ નાટક દ્વારા પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કર્યું. ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. તદુપરાંત કહ્યું કે દેવલોકનું બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ, સંયમ અંગીકાર કરી, સર્વ કર્મનો ક્ષય કરી મુક્ત થશે. 'અધ્યયન - ૬ થી ૧૦ છઠ્ઠા અધ્યયનનું સંપૂર્ણ વર્ણન પૂર્ણભદ્ર સમાન સમજવું. નગરીનું નામ મણિપદિકા અને શેઠનું નામ મણિભદ્ર હતું તેમના દીક્ષા, અધ્યયન, તપ અને દેવલોકની સ્થિતિ, મહાવિદેહમાં જન્મ અને અંતે મોક્ષ; આ બધું જ વર્ણન પાંચમા અધ્યયનની સમાન જાણવું. એ જ પ્રમાણે ૭મા–દત્ત, ૮મા–શિવ, ૯મા–બલ અને ૧૦મા–અનાદૂતનું વર્ણન પાંચમા અધ્યયનની સમાન છે. આ વર્ગમાં વર્ણવેલા ૪ જીવ સંયમના વિરાધક થયા, શેષ છ આરાધક થઈ દેવગતિમાં ગયા. દશમાંથી નવ જીવ એકાવતારી છે અર્થાત્ એક ભવ મનુષ્યનો કરી મોક્ષે જશે. બહુપુત્રિકા દેવી ત્રણભવ કરી મોક્ષે જશે. સાર:- સંયમ વ્રતની વિરાધના કરવાવાળા પણ જો શ્રદ્ધામાં સ્થિર હોય તો વિરાધક થવા છતાં સંસાર ભ્રમણ એટલે કે જન્મ-મરણ વધારતા નથી. પણ નિમ્ન કક્ષાના દેવ અથવા દેવી સ્વરૂપે ઉત્પન્ન થાય છે. આ ઉપરથી સમજવાનું એ છે કે સંયમમાં પૂર્ણ શુદ્ધ આરાધના ન કરનારા સાધકો, પોતાની શ્રદ્ધા પ્રરૂપણા આગમાનુસાર શુદ્ધ રાખે; યથાસંભવ બાર પ્રકારના તપમાં લીન રહે; કષાય ભાવોથી મુક્ત રહે તો તે સંયમમાં નબળા હોવા છતાં પણ પોતાના આત્માની અધોગતિથી સુરક્ષા કરી, નિકટ ભવિષ્યમાં જરૂર મુક્ત થશે. વર્ગ - ૪ઃ પુષ્પચૂલિકા આ વર્ગમાં દસ સ્ત્રીઓનું વર્ણન છે જેમણે પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં પુષ્પચૂલા નામની સાધ્વી પ્રમુખોની પાસે અધ્યયન કરી, સંયમતપનું પાલન કર્યું હતું. એટલે આ વર્ગનું પુષ્પચૂલા નામ રાખવામાં આવ્યું છે. તે દસે સ્ત્રીઓ સંયમનું પાલન કરી ક્રમશઃ નીચે પ્રમાણે દેવીઓ બની. (૧) શ્રી દેવી (૨) હી દેવી (૩) ધૃતિ દેવી (૪) કીર્તિદેવી (૫) બુદ્ધિ દેવી (૬) લક્ષ્મી દેવી (૭) ઇલા દેવી (૮) સુરા દેવી (૯) રસ દેવી (૧૦) ગંધ દેવી. શ્રી દેવી – રાજગૃહી નગરીમાં સુદર્શન નામનો ધનાઢ્ય સદ્ગુહસ્થ રહેતો હતો. તેને 'પ્રિયા' નામની પત્ની હતી અને ભૂતા' નામની સુપુત્રી હતી. ભૂતા Page #189 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્રઃ ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ) ૧૮૯ વૃદ્ધ અને જીર્ણ શરીરવાળી દેખાતી હતી. તેના દરેક અંગોપાંગ શિથિલ હતા, જેથી તેને કોઈ વર મળતો ન હતો. એક વખત પાર્શ્વનાથ ભગવાન તે નગરીમાં પધાર્યા. માતા-પિતાની આજ્ઞા લઈ તે ભૂતા પોતાના ધાર્મિક રથમાં બેસી ભગવાનના દર્શન-વંદન કરવા ગઈ. ઉપદેશ સાંભળી ખૂબ ખુશ થઈ. તેણીને નિર્ગસ્થ પ્રવચન ઉપર ખૂબ શ્રદ્ધા થઈ. માતા-પિતાની આજ્ઞા લઈ સંયમ લેવા તત્પર બની. એક હજાર પુરુષ ઉપાડી શકે તેવી શિબિકામાં બેસાડી ભગવાન સન્મુખ તેને લાવવામાં આવી. ભગવાનને શિષ્યાના રૂપમાં ભિક્ષા સ્વીકારવાની માતા-પિતાએ વિનંતિ કરી. ભગવાને દીક્ષા આપી અને પુષ્પચૂલા આર્યાને સુપ્રત કરી. ભૂતા આર્યા પુષ્પચૂલા આર્યાની પાસે સંયમ તપથી આત્માને ભાવિત કરતી થકી વિચરવા લાગી. કાલાંતરે તે ભૂતા આર્યા શરીરની સેવા-સુશ્રષામાં લાગી ગઈ. શુચિધર્મનું આચરણ કરવા લાગી. અર્થાત્ વારંવાર હાથ, પગ, મુખ, શીર, મસ્તક, કાંખ, સ્તન અને ગુપ્તાંગને ધોવા લાગી. બેસવા, સૂવા, ઊભા રહેવાની જગ્યા ઉપર પહેલાં પાણી છાંટવા લાગી. ગુરુણી દ્વારા આ બધી પ્રવૃત્તિઓનો નિષેધ કરવા પર અન્ય એકાંત સ્થાનમાં જઈને રહેવા લાગી અને ઇચ્છિત પ્રવૃત્તિઓ કરવા લાગી ત્યાં તેણી અનેક પ્રકારની તપશ્ચર્યા કરવા છતાં આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી વિરાધક થઈ પ્રથમ દેવલોકના “શ્રી અવતસક' વિમાનમાં “શ્રી દેવી' ના રૂપમાં ઉત્પન્ન થઈ. કોઈ સમયે ભગવાન મહાવીર સમક્ષ આવીને શ્રી દેવીએ અનેક પ્રકારની નાટય વિધિ દ્વારા સદ્ધિનું પ્રદર્શન કર્યું. ત્યાંની એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મુક્ત થશે. ભૂતાની સમાન જ નવે સ્ત્રીઓનું વર્ણન જાણવું. ફક્ત નામ જ જુદા છે. સર્વેય શારીર-બકુશા થઈ પ્રથમ દેવલોકમાં ગઈ. ત્યાં એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. આ વર્ગના વર્ણનથી જાણવા મળે છે કે લોકમાં લક્ષ્મી, સરસ્વતી આદિ દેવીઓની પૂજા પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે પ્રથમ દેવલોકની દેવીઓ પ્રત્યે એક પ્રકારની ભક્તિનું પ્રદર્શન છે. તેમને પ્રસન્ન કરી લોકો કંઈક મેળવવાની અપેક્ષા રાખે છે. ત્રીજા વર્ગમાં માણિભદ્ર-પૂર્ણભદ્ર દેવનું વર્ણન આવે છે. તેઓની પણ જિનમંદિરોમાં પૂજા પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ બધી ભૌતિક સુખની અપેક્ષાથી પ્રવૃત્તિ કરવામાં આવે છે. વીતરાગ ધર્મ તો લૌકિક આશાથી પર રહીને આત્મ-સાધના કરવાનો છે. તેવી સાધના કરનારા સાધકને તો પાંચ પદોમાં સ્થિત Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ આત્માઓ જ નમસ્કરણીય છે. તે સિવાય બીજા કોઈને પણ વંદન કરવા ને લૌકિક, વ્યાવહારિક અને પરંપરાગત આચાર માનવો જોઈએ પરંતુ તેમાં ધર્મની કલ્પના ન કરવી જોઈએ. કેટલાક ભદ્ર સ્વભાવી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ આવા લૌકિક આશાયુક્ત વિનય ભકિતના આચરણને ધર્મ માને છે આ તેમની વ્યકિતગત અજ્ઞાનદશાની ભૂલ છે. જો તેઓ પોતાની પ્રવૃતિનું પરિવર્તન ન કરી શકે તો પણ સમજણનું પરિવર્તન અવશ્ય કરવું જોઈએ અર્થાત્ સાધક આત્મ સાંસરિક પ્રવૃત્તિને લૌકિક આચરણ સમજે અને પ્રભુ આજ્ઞાની પ્રવૃત્તિને ધર્માચરણ સમજે, તેમજ ધર્મના નામે આરંભ-સમારંભ આડંબર પ્રવૃત્તિ નો ત્યાગ કરે. વર્ગ- પઃ વૃષ્ણિક દશા આ વર્ગમાં અંધક વિષ્ણુના કુળના યાદવોનું વર્ણન છે, એટલે આ વર્ગનું નામ વૃષ્ણિદશા રાખવામાં આવ્યું છે. આ વર્ગના બાર અધ્યયન છે. નિષધ કુમાર:કૃષ્ણ વાસુદેવના ભાઈ બળદેવ રાજાની રેવતી નામની રાણી હતી. તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ નિષધકુમાર રાખવામાં આવ્યું. યૌવનાવસ્થામાં પ્રવેશ કરતાં પચાસ કન્યાઓ સાથે તેના લગ્ન થયા. નિષધ કુમાર ભવ્ય પ્રાસાદમાં મનુષ્ય સંબંધી સુખો ભોગવતા વિચરવા લાગ્યા. એક વખત અરિહંત અરિષ્ટનેમિ દ્વારિકા નગરીમાં પધાર્યા. કૃષ્ણ વાસુદેવની આજ્ઞાથી સામુદાનિક ભેરી વગાડવામાં આવી. કૃષ્ણ વાસુદેવ તથા પ્રજાજનો ભગવાનના દર્શનાર્થે ગયા. નિષધકુમાર પણ ગયા. ઉપદેશ શ્રવણ કરી ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. પરિષદ પાછી ગઈ. અરિષ્ટનેમિ ભગવાનના પ્રથમ ગણધર વરદત્ત અણગાર દ્વારા નિષધ કુમારનો પૂર્વભવ પૂછવામાં આવતાં ભગવાને તેનું વર્ણન કર્યું. નિષધકુમારનો પૂર્વભવ :- આ ભરતક્ષેત્રમાં રોહતક નામનું નગર હતું. ત્યાં મહાબલ નામનો રાજા હતો. તેને વીરાંગદ નામનો પુત્ર હતો. બત્રીસ શ્રેષ્ઠ રાજ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. ઉત્તમ પ્રાસાદમાં તે માનુષિક સુખો ભોગવતા વિચરવા લાગ્યો. કોઈ એક સમયે સિદ્ધાર્થ નામના આચાર્ય તે નગરીમાં પધાર્યા. વીરાંગદ રાજકુમારે ઉપદેશ સાંભળી સંયમ અંગીકાર કર્યો. અગિયાર અંગ કંઠસ્થ કરી અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા આત્મશુદ્ધિ કરવા લાગ્યો. ૪૫ વર્ષ સુધી શુદ્ધ સંયમનું પાલન કરી, બે મહિનાનો સંથારો કરી, આરાધક બની, પાંચમા દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થયો. ત્યાં દસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી. અહીં Page #191 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્રઃ ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ) ૧૯૧ નિષકુમાર તરીકે ઉત્પન્ન થયો છે અને આજે તેણે શ્રાવકવ્રત સ્વીકાર્યા છે. નિષધકુમાર શ્રાવકના ગુણોથી સંપન્ન થઈ શ્રમણોપાસક પર્યાય વ્યતીત કરવા લાગ્યા. એક વખત પૌષધમાં ધર્મજાગરણ કરતાં દ્વારિકા નગરીમાં ભગવાનની વંદના પર્યાપાસના કરવાનો સંકલ્પ કર્યો. ભગવાન અરિષ્ટનેમિ તેમના મનોગત ભાવને જાણી ત્યાં પધાર્યા. નિષધકુમાર ઉપદેશ સાંભળી સંયમી બન્યા. અગિયાર અંગ કંઠસ્થ કર્યા. વિવિધ તપશ્ચર્યા કરતાં. નવ વર્ષનો સંયમ પાળી એકવીસ દિવસનો સંથારો કરી કાળધર્મ પામી સવાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમનું દેવાયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. યૌવનાવસ્થામાં સંયમ ગ્રહણ કરી, સંપૂર્ણ કર્મક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરશે. શેષ અગિયાર અધ્યયનમાં ૧૧ રાજકુમારોનું વર્ણન ઉપર પ્રમાણે જ આવે છે. સંયમગ્રહણ અને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ આદિ વર્ણન પણ નિષધકુમારની જેમ જ સમજી લેવું. ઉપાંગસૂત્રના પાંચવર્ગ અને બાવન અધ્યયનોમાં પ્રથમ વર્ગનાદસજીવોનું નરકમાં જવાનું વર્ણન છે. શેષ ચાર વર્ગના ૪૨ આત્માઓનું સ્વર્ગમાં જવાનું વર્ણન છે તેથી જ પ્રથમ વર્ગનું નામ નિરયાવલિકા હોવું સુસંગત છે. આખાય સૂત્રનું નામ નિરયાવલિકા હોવું તે યોગ્ય નથી. આગમ પ્રમાણથી સંપૂર્ણ સૂત્રનું નામ 'ઉપાંગસૂત્ર" સમજવું અને સૂચિત પાંચ નામ વર્ગોના સમજવા.આ પ્રમાણે આ પાંચ વર્ગાત્મક ઉપાંગસૂત્ર સમાપ્ત થયું. / ઉપાંગ સૂત્ર સંપૂર્ણ ચિતન કણ આ સમભાવની પ્રાપ્તિ અને તે દ્વારા અખૂટ આત્મ-શાંતિ પામવી, એ જ શ્રાવક જીવન અને સંયમ જીવનનું મુખ્ય લક્ષ્ય છે. આ સમભાવ અને શાંતિની પ્રાપ્તિ થવી એ જ સમસ્ત ધર્મ સાધનાઓનું શ્રેષ્ઠ ફળ છે. કોઈ વ્યકિતઓના સંયોગથી અને કોઈ પણ ઉપસ્થિત વિકટ પરિસ્થિતિમાં જો સમભાવ અને શાંતિ સ્થિર રહે(ચલિત ન થાય). ત્યારે જ સમજવું જોઈએ કે આપણે ધર્માચરણનો સાચો આનંદ મેળવ્યો છે. અને આપણી ધર્મકરણી | ધર્માચરણ સફળ છે. આ સમભાવ અને આત્મશાંતિના લાભ માટે જ સંપૂર્ણ સાધનાઓ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ નદી સૂત્રની કથાઓ ઔત્પાતિકી બુદ્ધિનું લક્ષણ અને તેના દૃષ્ટાંતો ઃ જે વ્યક્તિ કોઈ પણ મૂંઝવણનો ઉકેલ અને ગંભીર પ્રશ્નનું સમાધાન તત્કાળ કરી દે છે, તે વ્યક્તિ ઔત્પાતિકી બુદ્ધિવાળો કહેવાય છે. આ બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારે ય નહિ જાણેલ, ક્યારે ય નહિ જોયેલ નહિ સાંભળેલ અને ક્યારે ય ન વિચારેલ વિષયમાં પણ તત્કાળ ઉકેલ કાઢી, સમાધાન આપી શકે છે. આ બુદ્ધિથી અશક્ય કે દુઃશક્ય લાગતાં કાર્યો પણ બહુ ઝડપથી સફળ થઈ જાય છે. અહીં ભરત-શિલ શબ્દથી ચૌદ કથાઓ છે અને પછી બીજી છવ્વીસ કથાઓ છે. આમ ઔત્પાતિકી બુદ્ધિની કુલ ૪૦ કથાઓ છે. ભરતશિલ :– (૧) ભરત (૨) શિલા (૩) ઘેટું (૪) કૂકડો (૫) તલ (૬) રેતી(૭) હાથી (૮) કૂવો (૯) વનખંડ (૧૦) ખીર (૧૧) અતિગ (૧૨) પાંદડા (૧૩) ખીલખોડી(ખિસકોલી) (૧૪) પાંચ પિતા. (૧) કાકડી(પ્રતિજ્ઞા, શરત) (૨) વૃક્ષ (૩) વીંટી (૪) વસ્ત્ર (૫) કાકીડો (૬) કાગડા (૭) શૌચ(મલપરીક્ષા) (૮) હાથી (૯) ભાંડ (૧૦) ગોળી (૧૧) થાંભલો (૧૨) પરિવ્રાજક (૧૩) માર્ગ (૧૪) સ્ત્રી (૧૫) પતિ (૧૬) પુત્ર (૧૭) મધુછત્ર (૧૮) મુદ્રાઓ (૧૯) વાંસળી (૨૦) પૈસાની થેલી (૨૧) ભિક્ષુ (૨૨) ચેટકનિધાન (૨૩) શિક્ષા–ધનુર્વેદ (૨૪) અર્થશાસ્ત્ર—નીતિશાસ્ત્ર (૨૫) ઈચ્છા મુજબ (૨૬) શતસહસ્ત્ર (લાખ). આ ઔત્પાતિકી બુદ્ધિના દૃષ્ટાંતો છે. (૧) ભરત ઃ– ઉજ્જયિની નગરીની નિકટ એક નટલોકોનું ગામ હતું. તેમાં ભરત નામનો એક નટ રહેતો હતો. તેની ધર્મપત્નીનું કોઈ અસાધ્ય રોગથી મૃત્યુ થયું. તેને એક રોહક નામનો દીકરો હતો. તે બહુ જ નાનો હતો. તેથી ભરતનટે પોતાની અને રોહકની સંભાળ માટે બીજુ લગ્ન કર્યું. રોહક નાનો હોવા છતાં કુદરતી રીતે બુદ્ધિમાન તથા પુણ્યવાન હતો. રોહકની વિમાતા દુષ્ટ સ્વભાવની હતી. તે રોહક પર પ્રેમ રાખતી ન હતી, વારંવાર ચિડાયા કરતી હતી. એક દિવસ રોહકે તેની વિમાતાને કહ્યું માતાજી ! આપ મારી સાથે પ્રેમથી વાત કેમ કરતા નથી ? દરરોજ કંઈક ને કંઈક રોક ટોક ચાલુ જ હોય છે, આ શું આપના માટે ઉચિત છે ? રોહકના એ શબ્દો સાંભળીને વિમાતા સળગી ઉઠી અને ક્રોધાવેશમાં આવીને બોલી– દુષ્ટ ! નાના મોઢે મોટી વાત કરે છે ? જા, તારાથી થાય એ કરી લે, મારે તારી કોઈ જરૂર નથી. એમ કહીને વિમાતા પોતાના કાર્યમાં લાગી ગઈ. Page #193 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : નદી સૂત્રની કથાઓ ૧૨ - - - રોહકે વિમાતાના કડવા શબ્દો સાંભળીને તેનો બદલો લેવાનો નિર્ણય કર્યો અને સમયની રાહ જોવા લાગ્યો. થોડા દિવસ બાદ રોહક પોતાના પિતા પાસે રાત્રે સૂતો હતો. અર્ધી રાતના અચાનક તેની નિદ્રા ઊડી ગઈ. જાગીને તે કહેવા લાગ્યો- પિતાજી! પિતાજી! અહીંથી કોઈ અન્ય પુરુષ દોડીને જઈ રહ્યો છે. બાળકની આ વાત સાંભળીને ભરત નટે વિચાર્યું કે મારી આ પત્ની સદાચારિણી લાગતી નથી. પરિણામ એ આવ્યું કે ભરત નટ પોતાની પત્નીથી વિરુદ્ધ થઈ ગયો, તેની સાથે વાર્તાલાપ પણ બંધ કર્યો અને રાત્રે રોહકને લઈને બીજા રૂમમાં સૂવાનું તેણે શરૂ કર્યું. પતિની રીતભાત જોઈને રોહકની વિમાતા સમજી ગઈ કે કોઈ પણ કારણે રોહકે પોતાના પિતાને મારી વિરુદ્ધ કાન ભંભેરણી કરી છે. હવે રોહકને અનુકૂળ થયા વગર મારા પતિદેવ સંતુષ્ટ નહીં થાય, પતિ રુષ્ટ રહેવાથી મારું જીવન નિરસ બની જશે. એમ વિચારીને તેણીએ રોહકને પ્રેમથી બોલાવ્યો અને કહ્યું બેટા! મારી ભૂલ થઈ ગઈ. હું આજથી ભવિષ્યમાં ક્યારેય પણ તારી સાથે ખરાબ વ્યવહાર નહીં કરું. હંમેશાં હું તારી સાથે પ્રેમથી વાત કરીશ. એમ વિશ્વાસ પમાડતાં રોહક સંતુષ્ટ થઈ ગયો. રોહકનો ક્રોધ શાંત થઈ ગયો. તે પોતાના પિતાનો ભ્રમ દૂર કરવા માટે અવસરની રાહ જોવા લાગ્યો. એક વખત ચાંદની રાત હતી. અર્ધી રાતના તે પોતાના પિતાને પોતાની આંગળીનો પડછાયો દેખાડીને કહેવા લાગ્યો, પિતાજી ! જુઓ તે પુરુષ ભાગી રહ્યો છે. ભરત નટે વિચાર્યું જે પુરુષ મારા ઘરમાં આવે છે તે જઈ રહ્યો લાગે છે એમ વિચારીને તેણે મ્યાનમાંથી તલવાર કાઢી અને કહ્યું– રોહક ક્યાં છે તે લંપટ પુરુષ! હમણાં જ હું તેની જીવનલીલાને ખતમ કરીશ. રોહકે પોતાની આંગળીનો પડછાયો દેખાડીને કહ્યું – પિતાજી! આ જ પહેલો પુરુષ છે, તે મારી આંગળીનું હલનચલન થવાથી ભાગી જાય છે. બાળકની બાલચેષ્ટાથી ભરત નટ લજ્જિત થઈને વિચારવા લાગ્યો કે મેં બાળકની વાત સાંભળીને મારી પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો, મેં તેને દુરાચારિણી સમજીને છોડી દીધી, એ મેં ભયંકર ભૂલ કરી છે. પછી તે પોતાની પત્ની સાથે સારો વ્યવહાર કરવા લાગ્યો. બુદ્ધિમાન રોહકે વિચાર કર્યો કે મારા દ્વારા પિતાએ વિમાતા સાથે દુર્વ્યવહાર કર્યો તેથી તે અપ્રસન્ન રહી, હવે પ્રસન્ન છે છતાં વિમાતા તો વિમાતા જ હોય, ક્યારેક તે મને વિષ ખવડાવીને મારી નાખશે. માટે આજથી ક્યારે ય એકલા ભોજન કરવું નહીં. દરરોજ તે પિતાની સાથે જ ભોજન કરતો. દરેક કાર્ય તે પિતાની સાથે કરવા લાગ્યો. પિતાથી અલગ તે ક્યારે ય થતો નહીં. એક દિવસ કોઈ કામ માટે ભરત નટને ઉજ્જયિની જવાનું થયું. રોહક પણ પિતાની સાથે ઉજ્જયિની ગયો. તે નગરી વૈભવથી સમૃદ્ધ અને સૌંદર્યપૂર્ણ હતી. તેને જોઈને રોહક તેમાં મુગ્ધ બની ગયો. નગરીની ચારે તરફ ફરીને પોતાના મનરૂપી કેમેરામાં તેણે નગરીનો નકશો ઉતારી લીધો. થોડા સમય બાદ પિતાની સાથે તે પોતાના ગામ તરફ રવાના થયો. ઉજ્જયિની નગરીની બહાર નીકળતી વખતે ભરતને એક ભૂલાઈ ગયેલી ચીજ યાદ આવી તેથી રોહકને ક્ષિપ્રા નદીના કિનારે બેસાડીને તે એકલો ફરી ઉજ્જયિની ગયો. Page #194 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ અહીં રોહક નદીના કિનારા પર બેસીને રેતીથી રમતો હતો. એકાએક તેને રેતીમાં ઉજ્જયિની નગરીનો નકશો બનાવવાનું મન થયું. અલ્પ સમયમાં તેણે સફેદ રેતી પર ઉજ્જયિની નગરીનો આબેહૂબ નકશો તૈયાર કર્યો. રાજમહેલ, નગરીને ફરતો કિલ્લો, કોઠા, કાંગરા, રાજધાની વગેરે દરેક દશ્ય બહુ સુંદર ચિતર્યુ. સંયોગવશ તે નગરીના રાજા તે સમયે નદી કિનારે આવ્યા. ચાલતાં ચાલતાં તે રોહકે બનાવેલા નગરીના નકશા પાસે આવ્યા અને તેના પર ચાલવા લાગ્યા તે જ ક્ષણે રોહકે તેને રોકી દીધા અને કહ્યું– મહાશય ! આપ આ માર્ગથી ન જાઓ. ૧૯૪ આ શબ્દ સાંભળતા જ આશ્ચર્ય ચકિત થઈને રાજાએ કહ્યું શું વાત છે બેટા ! રોહકે કહ્યું– આ રાજભવન છે, એમાં કોઈ આજ્ઞા વગર પ્રવેશ કરી ન શકે. રાજાએ શબ્દ સાંભળતા જ કુતૂહલપૂર્વક રોહકે બનાવેલ પોતાની નગરીનો નકશો નીરખીને જોયો. તેઓ મનોમન વિચારવા લાગ્યા− આ નાનો બાળક કેટલો બુદ્ધિમાન છે. જેણે એક જ વાર નગરીમાં ફરીને કેટલો સુંદર અને આબેહૂબ સાચો નકશો બનાવી લીધો. તે જ ક્ષણે રાજાના મનમાં એક વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ચાર સો નવ્વાણુ (૪૯૯) મંત્રી છે એની ઉપર આ બાળક જેવો અતિ કુશાગ્ર બુદ્ધિમાન કોઈ મહામંત્રી હોય તો મારું રાજ્ય કેટલું સુંદર ઢંગથી ચાલે ! અન્ય બળ ન્યૂન હોય તો પણ તેની બુદ્ધિ દ્વારા હું નિષ્કંટક રાજ્ય ચલાવી શકીશ અને શત્રુ રાજા પર વિજય મેળવી શકીશ. પરંતુ એ પહેલા બાળકની પરીક્ષા કરવી જોઈએ. એમ વિચારીને રાજાએ તે બાળકનું નામ અને ગામ પૂછ્યું. બાળકે કહ્યું– મારું નામ રોહક છે હું આ નગરીની નજીક નટોના ગામમાં છું. રાજાએ પૂછ્યું- તારા પિતાનું નામ શું છે? રોહકે કહ્યું– ભરત નટ. એટલી વાત થઈ ત્યાં રોહકના પિતા આવી ગયા. તેથી રોહક તેની સાથે પોતાના ગામ તરફ રવાના થયો. રાજા પણ પોતાની નગરી તરફ રવાના થયા. રાજા પોતાના રાજ્યમાં ગયા પણ રોહક તેની નજરમાં વસી ગયો. થોડા સમય બાદ રાજાએ રોહકની પરીક્ષા લેવા માટે શરૂઆત કરી. (૨) શિલા :– રાજાએ સર્વ પ્રથમ રોહકના ગ્રામવાસીઓને બોલાવીને કહ્યું– તમે બધા લોકો મળીને એક એવો સુંદર મંડપ બનાવો, જે રાજાને યોગ્ય હોય. તમારા ગામની બહાર જે મહાશિલા છે તેને ત્યાંથી ખસેડયા વિના અને આઘીપાછી કર્યા વિના એ જ શિલા મંડપની છત બની જવી જોઈએ. રાજાની આજ્ઞા સાંભળીને ગ્રામવાસી નટ લોકો બહુ ચિંતામાં પડી ગયા. તેઓ બધા પંચાયત ઘરમા એકત્રિત થયા. રોહકના પિતા ભરત પણ તેની સાથે હતા. સર્વે મળ ને પરસ્પર વિચાર વિમર્શ કરવા લાગ્યા. હવે આપણે શું કરવું? રાજાની આજ્ઞાનું પાલન પણ કરવું જોઈએ. જો આપણે રાજાના આદેશનું પાલન નહીં કરીએ તો રાજા અવશ્ય દંડ કરશે. આ રીતે વિચારણા કરતાં કરતાં મધ્યાહ્ન સમય થઈ ગયો. ન બીજી બાજુ રોહક તેના પિતા વગર ભોજન કરતો ન હતો, તેમજ પાણી પણ પીતો ન હતો. મોડું થવાથી તેને બહુ જ ભૂખ લાગી. તેથી રોહક ભૂખથી વ્યાકુળ બનીને પંચાયત સભામાં પિતાની પાસે આવીને બોલ્યો– પિતાજી મને બહુ જ ભૂખ લાગી છે માટે જલ્દી ઘરે ચાલો. પિતાએ કહ્યું– બેટા ! ધીરજ રાખ, ગ્રામવાસીઓ પર બહુ કષ્ટ આવી પડ્યું છે. એ વાત તેં જાણતો નથી " Page #195 -------------------------------------------------------------------------- ________________ - ... - - - - - ----- - - --- - --- - - - --- - -- -- - કથાશાસ્ત્રઃ નંદી સૂત્રની કથાઓ ૧૯૫ રોહકે કહ્યું– પિતાજી! ગ્રામવાસીઓ પર શું કષ્ટ આવ્યું છે? ભરત નટે રાજાની આજ્ઞા વિષેની મુશ્કેલી બતાવી. પિતાની વાત સાંભળીને રોહકે સ્મિત કરતાં કહ્યું – આ કામમાં શું સંકટ છે? આ કષ્ટને હું હમણા જ દૂર કરી દઈશ. આમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. નાના એવા રોહકની વાત પર લોકોને વિશ્વાસ શી રીતે આવે? રોહકે કહ્યું- આપ લોકો મંડપ બનાવવા માટે એ મહાશિલાની ચારે તરફ જમીન ખોદો. પછી તેની ચારે ય બાજુ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં થાંભલાઓ લગાવી દો. પછી મધ્યભાગની જમીનને ખોદો. ત્યારબાદ ચારેય બાજુ સુંદર મજાની કોતરણી યુક્ત દિવાલો બનાવી દો. આ રીતે કરવાથી અતિ સુંદર મંડપ બની જશે. આ છે રાજાની આજ્ઞા પાલનનો શ્રેષ્ઠ ઉપાય. મંડપ બનાવવાનો સહજ ઉપાય રોહકે બતાવ્યો. તે બધા લોકોને ગમી ગયો. ઉપાય મળી ગયા પછી ભરત, રોહક તેમજ ગ્રામવાસીઓ બધા પોત પોતાના ઘરે ગયાં. ભોજન કયો બાદ લોકો ગામની બહાર જ્યાં મહાશિલા હતી ત્યાં આવ્યા અને ચારે બાજુ ખોદકામ શરૂ કરીને થાંભલાઓ મૂકી દીધા પછી વચ્ચેની જમીન ખોદીને સાફ કરી. પછી મહાશિલાની ચારે બાજુ દિવાલો ચણી દીધી. આમ કરવાથી મહાશિલા તે મંડપની છત બની ગઈ. ત્યારબાદ ગ્રામીણ લોકો રાજાની પાસે ગયા અને નિવેદન કર્ય–મહારાજ! આપશ્રીએ અમોને આજ્ઞા કરી હતી તે પ્રમાણે અમે મહાશિલાને ત્યાંથી હટાવ્યા વગર જ મંડપ તૈયાર કરેલ છે, આપશ્રી કૃપા કરીને તેનું નિરીક્ષણ કરવા માટે પધારો. રાજાએ સ્વયં આવીને મંડપને જોયો કે તરત જ તેનું મન ખુશ થઈ ગયું. પછી રાજાએ તેઓને પૂછયું આ રીતે મંડપ બનાવવાનો ઉપાય તમને કોણે બતાવ્યો? ગ્રામીણ લોકોએ એકી અવાજે કહ્યું– મહારાજાધિરાજ! આ ઉપાય અમને ભરત નટના નાનકડા બાળક રોહકે બતાવ્યો. તેની બુદ્ધિનો આ ચમત્કાર છે. તેની બુદ્ધિથી અમે આપની આજ્ઞાનું પાલન કરી શક્યા છીએ. રોહકની હાજર જવાબી બુદ્ધિ તેમજ તેની સૂઝબૂઝ યુક્ત મતિ જોઈને રાજા અતિ સંતુષ્ટ થયા. રોહક રાજાની એક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયો. રાજા પ્રસન્ન થતાં થતાં પોતાના ગામ તરફ રવાના થયા. (૩) મિન્ટ – રાજાએ બીજીવાર રોહકની પરીક્ષા કરવા માટે તે ગ્રામીણ લોકોની પાસે એક ઘેટું મોકલ્યું અને સાથે કહેવડાવ્યું કે પંદર દિવસ પછી આ ઘેટાને રાજા પાસે મોકલી દેજો. પણ હા, રાજાની એક શરત છે, આ ઘેટાનું અત્યારે જેટલું વજન છે એટલું જ રહેવું જોઈએ, એક પખવાડીયામાં વધવું પણ ન જોઈએ અને ઘટવું પણ ન જોઈએ. જેમ છે એમ જ પાછું સોંપી દેજો. રાજાની ઉપર્યુક્ત આજ્ઞા મળતા ગ્રામીણ લોકો ચિંતાતુર બની ગયા. લોકોએ વિચાર્યું કે જો એને સારું ખવડાવશું તો પંદર દિવસમાં આ ઘેટાનું વજન વધી જશે અને જો એને ભૂખ્યું રાખશું તો એક પક્ષમાં(૧પદિનમાં) તેનું વજન ઘટી જશે. આ વિકટ સમસ્યાને ઉકેલવા માટે તેઓએ ભરતના પુત્ર રોહકને બોલાવ્યો અને રાજાની ઘેટા વિષેની જે આજ્ઞા હતી તે રોહકને અથ થી ઈતિ સુધી કહી સંભળાવી. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯s મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ રોહકે પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી એવો માર્ગ કાઢયો કે એક પખવાડિયું તો શું? અનેક પખવાડિયા સુધી રાજા આ ઘેટાને અહીં રાખે તો પણ વજન વધે પણ નહીં અને ઘટે પણ નહીં. અત્યારે તેનું વજન જેટલું છે એટલું જ રહેશે. રોહકે ગ્રામીણ લોકોને કહ્યું- આ રાજાનું ઘેટું છે માટે પ્રતિદિન તેને સારું સારું ખવડાવો અને તેની સામે જ બંધ પાંજરામાં એક વાઘને રાખો. સારું સારું ખાવાથી ઘેટાનું વજન વધી જશે પણ વાઘના ભયથી ફરી તેનું વજન ઘટી જશે અને જેમ છે તેમ જ રહેશે. ગ્રામીણ લોકો રોહકના કહેવા મુજબ ઘેટાને સારું સારું ખવડાવવા લાગ્યા અને તેઓએ તેની સામે એક વાઘ પૂરેલ બંધ પાંજરુ રાખી દીધું. ભોજનની પર્યાપ્ત માત્રાથી તથા વાઘના ભયથી ઘેટાનું વજન વધ્યું પણ નહીં અને ઘટયું પણ નહીં. એક પખવાડિયું વ્યતીત થયા બાદ ગ્રામીણ લોકોએ પેલા ઘેટાને રાજાને સોંપી દીધો. રાજાએ એ ઘેટાનું વજન કરાવ્યું તો જેટલું હતું એટલું જ થયું. રાજા આ વખતે પણ રોહકની ચતુરાઈ જોઈને બહુ ખુશ થયા. (૪) કૂકડો - થોડા દિવસ પછી રાજાએ રોહકની ઓત્પાતિક બુદ્ધિની પરીક્ષા કરવા માટે તે ગ્રામીણ લોકોની પાસે એક નાનાકડા કૂકડાને મોકલ્યો અને સાથે કહેવડાવ્યું કે આ કૂકડાને બીજા કૂકડાની સાથે નહીં પણ એકલો જ રાખીને લડી શકે એવો લડાયક બનાવીને પછી અહીં મોકલી દેજો. - રાજાની આ આજ્ઞા સાંભળીને ગ્રામીણ લોકો મૂંઝાયા અને તેઓ રોહકની પાસે ગયા અને રાજાની આજ્ઞા વિષેની વાત કહી સંભળાવી. ગ્રામીણ લોકોએ કહ્યું- રોહક, એકલો કૂકડો કોઈ દિવસ લડતા શીખે નહીં. હવે કરવું શું? રોહકે કહ્યું તમે કોઈ મૂંઝાશો નહીં, એનો ઉપાય હું હમણાં જ બતાવું છું. એમ કહીને તેણે ગ્રામીણજનોને કહ્યું કે તમે એક મોટો અને મજબૂત અરીસો મંગાવીને, આ કૂકડાને તે અરીસાની સામે રાખો એટલે તે ધીરે ધીરે લડતા શીખી જશે. ગ્રામીણવાસીઓએ રોહકના કહેવા મુજબ દિવસમાં ચાર પાંચ વાર કૂકડાને પ્રતિદિન અરીસાની સામે રાખતા. કૂકડો પોતાનું પ્રતિબિંબ જોઈને તેને પોતાનો પ્રતિબંધી સમજીને ધીરે ધીરે તેની સાથે લડવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. થોડા દિવસોમાં કૂકડો પોતાના પ્રતિબિંબની સાથે લડાઈ કરતા શીખી ગયો. થોડા દિવસો બાદ ગ્રામીણ લોકોએ તે કૂકડો રાજાને સોંપી દીધો અને આ કૂકડો એકલો લડી શકે છે તેની વિગત બતાવી. રાજા એકલા કૂકડાને અરીસા સાથે લડતો જોઈ ખૂબ જ ખુશ થયા અને રોહકની બુદ્ધિ પર અતિ પ્રસન્ન થયા. (પ) તિલઃ- અન્ય કેટલાક દિવસો પછી ફરી રાજાને રોહકની બુદ્ધિની પરીક્ષા કરવાનું મન થયું. રોહકના ગામના લોકોને રાજાએ પોતાના દરબારમાં બોલાવ્યા અને કહ્યું– તમારી સામે જ તલનો ઢગલો છે તેને ગણ્યા વગર બતાવો કે આ ઢગલામાં કેટલા તલછે? અને સંખ્યા બતાવવામાં બહુ વિલંબ નહીં કરવાનો. રાજાની વાત સાંભળીને ગ્રામીણ લોકો કિંકર્તવ્યમૂઢ બનીને રોહકની પાસે આવ્યા અને રાજાની આજ્ઞા વિષેનો સર્વવૃતાંત કહી સંભળાવ્યો. રોહકે કહ્યું તમે રાજાની પાસે જઈને કહો- રાજન્ ! અમે ગણિત શાસ્ત્રી તો નથી છતાં આપની આજ્ઞા શિરોમાન્ય Page #197 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ ૧૯o કરીને આ મહારાશિમાં તલની સંખ્યા કેટલી છે તે અમે આપને ઉપમા દ્વારા બતાવીશું. આ ઉજ્જયિની નગરીની ઉપર આકાશમાં જેટલા તારા છે એટલી જ સંખ્યા આ ઢગલામાં તલની છે. ગ્રામીણજનો હર્ષાવિત થઈને રાજાની પાસે ગયા અને ત્યાં જઈને રોહકના કહેવા મુજબ તલ વિષે બધી વાત કહી સંભળાવી. રાજાજી રોહકની બુદ્ધિ જોઈને મનમાં અતિ ખુશ થયા. (૬) બાલુકા :– કોઈ એક દિવસ રાજાએ ફરી રોહકની પરીક્ષા કરવા માટે ગ્રામીણ લોકોને આદેશ આપ્યો કે તમારા ગામની આસપાસ બહુ કિંમતી રેતી છે તેનું એક દોરડું બનાવીને મોકલો. - બિચારા નટ લોકો ગભરાયા કે રેતીનું દોરડું વણી કેમ શકાય? તેઓ રોહકની પાસે ગયા અને રાજાનો આદેશ કહી સંભળાવ્યો. રોહકે ગ્રામીણ વાસીઓને કહ્યું તમે રાજાની પાસે જઈને કહો અમે સર્વ નટ છીએ તેથી નૃત્ય કળા તથા વાંસ પર નાચવાનું જાણીએ છીએ. દોરડું બનાવવાનો ધંધો અમારો નથી તો પણ આપશ્રીનો આદેશ છે, તેનું પાલન કરવું એ અમારું કર્તવ્ય છે. અમારી આપને એક નમ્ર પ્રાર્થના છે. જો આપના ભંડારમાંથી અથવા અજાયબ ઘરમાંથી નમૂનારૂપે જૂનું રેતીનું દોરડું હોય તો તે આપો. અમે એ નમૂનો જોઈને રેતીનું દોરડું બનાવીશુ અને આપની સેવામાં મોકલી આપશું. ગ્રામીણલોકો રાજાની પાસે ગયા. ત્યાં જઈને નમ્રતાપૂર્વક રોહકે જેમ કહ્યું હતું એમ જ કહ્યું અર્થાત્ રેતીના દોરડાનો કોઈ નમૂનો હોય તો આપવાની માગણી કરી. રોહકની ચમત્કારયુક્ત બુદ્ધિ જોઈને રાજા નિત્તર બની ગયા. (૭) હસ્તી – કોઈ એક દિવસે રાજાએ ફરી રોહકની પરીક્ષા માટે ગ્રામીણ લોકો પાસે એક વૃદ્ધ મરણોન્મુખ હાથી મોકલ્યો અને કહેવડાવ્યું કે આ હાથીની બરાબર સેવા કરો અને પ્રતિદિન તેના સમાચાર મને મોકલતા રહો પણ ક્યારે ય એવું કહેવડાવશો નહીં કે હાથી મરી ગયો. જો એવો સંદેશો તમે કહેવડાવશો તો તમને દંડ દેવામાં આવશે. આ પ્રમાણે સમાચાર આવવાથી ગ્રામીણલોકો મૂંઝાયા, તેઓ તરત જ રોહકની પાસે ગયા અને રાજાની આજ્ઞા કહી સંભળાવી, રોહકે શીધ્ર તેનો ઉપાય બતાવ્યો- આ હાથીને સારો સારો ખોરાક ખવડાવો પછી જે કાંઈ થશે તે હું સંભાળી લઈશ. ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ હાથીને અનુકૂળ આવે એવો સારો ખોરાક આપ્યો પરંતુ હાથી તે જ રાત્રિના મરી ગયો. ગ્રામીણલોકો ગભરાયા કે રાજાને હવે શું જવાબ આપીશું? પરંતુ રોહકે તેમને શીખડાવ્યું એ જ રીતે ગ્રામીણવાસીઓએ રાજાને કહ્યું- હે નરદેવ! આજ હાથી ઊઠતો નથી, બેસતો નથી, ખાતો નથી, પીતો નથી, શ્વાસ લેતો નથી. કોઈપણ પ્રકારની ચેષ્ટા પણ કરતો નથી. અર્ધી રાતથી એકદમ નિષ્ક્રિય પડ્યો છે. - રાજાએ કુપિત થઈને કહ્યું તો શું હાથી મરી ગયો? ગ્રામીણ લોકોએ કહ્યું– પ્રભુ એમ અમે શી રીતે કહી શકીએ? એવું તો આપ જ કહી શકો છો. રાજા રોહકની ચતુરાઈ પર બહુ જ ખુશ થયા. ગ્રામવાસીઓ પોતાના જાન Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ બચાવીને સહર્ષ પોત પોતાના ઘરે ગયા. ધન્ય છે રોહકની ઓત્પાત્તિક બુદ્ધિને! (૮) અગડકૂપ:- એકવાર રાજાએ રોહકની પરીક્ષા કરવા માટે ગ્રામીણ લોકોને એક સંદેશો મોકલ્યો કે તમારા ગામમાં સુસ્વાદશીતલ, પથ્ય જળથી પૂર્ણ ભરેલ કૂવો છે તેને જેમ બને તેમ જલ્દીથી જલ્દી અમારે ત્યાં મોકલી દો, નહિ મોકલો તો તમને દંડ દેવામાં આવશે. રાજાનો આ આદેશ સાંભળીને લોકો ચિંતાગ્રસ્ત બનીને રોહકની પાસે ગયા અને તેનો ઉપાય પૂછળ્યો. બીજું તો ઠીક, પણ કૂવો કોઈ દિવસ ચાલીને બીજે ગામ જતો હશે? હે બુદ્ધિમાન ! આનો ઉપાય આપ જ બતાવી શકશો. રોહકે કહ્યું– રાજાની પાસે જઈને એમ કહો કે અમારો ગામડાનો કૂવો સ્વભાવથી જ ડરપોક છે. એ એકલો ક્યાંય જતો નથી. કોઈના પર તેને વિશ્વાસ આવતો નથી. માટે આપ ત્યાંના એક કૂવાને મોકલો, જેથી તેની સાથે અમારો કૂવો ત્યાં આવી જશે. રોહકના કહેવા મુજબ ગ્રામીણ લોકોએ રાજાને જઈને વાત કરી કે અમારો કૂવો એકલો નહીં આવે, ત્યાંથી તમારા એક કુવાને મોકલો તો તેની સાથે અમારો કૂવો આવી જશે. રોહકની બુદ્ધિ પર રાજા પ્રસન્ન થઈ ગયા. (૯) વન–ખંડ – થોડા દિવસો વ્યતીત થયા પછી રાજાએ ગ્રામીણ લોકોને સંદેશો કહેવડાવ્યો કે તમારા ગામમાં પૂર્વદિશામાં જે વનખંડ છે તેને પશ્ચિમ દિશામાં કરી દો. ગ્રામીણ લોકો ચિંતામગ્ન બનીને રોહકની પાસે ગયા અને રાજાના આદેશની વાત કરી. રોહકે ઓત્પાતિક બુદ્ધિ વડે કહ્યું– મહારાજને જઈને કહો કે આપ આ ગામને જ પૂર્વ દિશામાં વસાવી દો એટલે અમારું વનખંડ આપોઆપ પશ્ચિમ દિશામાં આવી જશે. ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ મહારાજાને કહ્યું- આપ આ નગરને પૂર્વ દિશામાં વસાવી દો એટલે અમારું વનખંડ સ્વયં પશ્ચિમ દિશામાં આવી જશે. રાજાએ કહ્યું– આ કોની બુદ્ધિનો ચમત્કાર છે? ગ્રામવાસીઓએ કહ્યું– રોહકની બુદ્ધિનો ચમત્કાર છે. રાજનું રોહકની બુદ્ધિ પર અત્યંત ખુશ થયા. (૧૦) પાયસ :- એક દિવસ રાજાએ અચાનક નટ લોકોને આજ્ઞા કરી કે તમે લોકો અગ્નિ વિના ખીર પકાવીને અહીં મોકલી દો. નટ લોકો ફરી હેરાન થઈ ગયા. રાજા જે જે આજ્ઞા કરે છે તે વાત આપણી બુદ્ધિમાં આવતી નથી. તેઓ તરત જ રોહક પાસે ગયા. રોહકે પોતાની ઔત્પારિક બુદ્ધિ દ્વારા તરત જ ઉપાય બતાવ્યો કે તમે પહેલા ચોખાને પાણીમાં પલાળી દો. એકદમ નરમ થઈ જાય પછી એ ચોખાને દૂધથી ભરેલી દેગડીમાં નાખી દો. એમાં થોડીક સાકર નાખી દો, પછી એ દેગડીને ચૂનાના ઢગલા પર રાખી દો. ચૂનાના ઢગલામાં થોડુંક પાણી નાંખી દો જેથી ચૂનો ગરમ થઈ જશે. ચૂનાની તીવ્ર ગરમીથી ખીર પાકી જશે, પછી રાજાને જઈને દઈ આવજો. ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ ખીર પકાવીને તે દેગડી રાજાને પહોંચાડી દીધી અને અગ્નિ વગર ખીર કેવી રીતે તૈયાર કરી તે વાત રાજાને કહી સંભળાવી. રાજા રોહકની અલૌકિક બુદ્ધિનો ચમત્કાર સાંભળીને આનંદ વિભોર બની ગયા. (૧૧) અતિગ:- થોડા દિવસ પછી રાજાએ રોહકને પોતાની પાસે બોલાવવા માટે Page #199 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ નંદી સૂત્રની કથાઓ માણસોને મોકલ્યા અને તેની શર્તો કહેવડાવી. રોહક જ્યારે મારી પાસે આવે ત્યારે શુક્લ પક્ષમાં ન આવે, કૃષ્ણપક્ષમાં ન આવે, દિવસના ના આવે, રાત્રિના ન આવે, છાયામાં ન આવે, તડકામાં ન આવે, આકાશમાર્ગથી ન આવે, ભૂમિ પર ચાલીને પણ ન આવે, માર્ગથી ન આવે, ઉન્માર્ગથી ન આવે, સ્નાન કરીને ન આવે, સ્નાન કર્યા વગર પણ ન આવે. પરંતુ રોહકને રાજા પાસે અવશ્ય આવવાનું છે. રાજાની એવી નિરાલી આજ્ઞા સાંભળીને રોહકની પાસે ઊભેલા માણસોના શ્વાસ અદ્ધર ચડી ગયા. સૌ વિચારમાં પડી ગયા કે આવી કઠિન શર્તો શી રીતે પૂરી થશે? પરંતુ રોહક કાંઈ હારે એમ ન હતો. રોહકે રાજદરબારમાં જવાની તૈયારી કરી. ૧૯૯ સુઅવસર જોઈને રોહકે ગળા સુધી સ્નાન કર્યું, અમાવસ્યા અને એકમની સંધિમાં સંધ્યા સમયે, શિર પર ચાયણીનું છત્ર ધારણ કરીને, બકરી પર બેસીને, ગાડીના પૈડાના ચિલાનો રસ્તો છોડીને વચલા રસ્તેથી રાજાની પાસે ગયો. રાજદર્શન, દેવદર્શન અને ગુરુદર્શને ખાલી હાથે ન જવાય એ નીતિ વચનને ધ્યાનમાં રાખીને રોહકે હાથમાં એક માટીનું ઢેફુ સાથે લીધું હતું. રાજાની સેવામાં પહોંચીને રોહકે યોગ્ય રીતે વિનયપૂર્વક નમસ્કાર કર્યા. પછી માટીનું ઢેફુ રાજાની સમક્ષ રાખી દીધું. રાજાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું– આ શું છે ? રોહકે નમ્રભાવે ઉત્તર આપ્યો, દેવ ! આપ પૃથ્વીપતિ છો એટલે હું આપના ચરણે ધરવા માટે પૃથ્વી લાવ્યો છું. પ્રથમ દર્શને જ એવા પ્રકારનું માંગલિક વચન સાંભળીને રાજા અતિ પ્રમુદિત થયા. રોહકની સાથે આવનાર ગ્રામીણ લોકો હર્ષથી નાચી ઉઠયા રોહકે આજ્ઞાનું પાલન કર્યું તેથી રાજાએ ગ્રામીણ લોકોને મોકલી દીધા પણ રોહકને પોતાની પાસે રાખી લીધો. રાત્રે રાજાએ રોહકને પોતાની પાસે સૂવડાવ્યો. રાત્રિના બીજા પહોરે રાજાએ રોહકને સંબોધન કરીને કહ્યું– રોહક ! તું જાગે છે કે ઊંઘે છે ? રોહકે જવાબ આપ્યો- જાગું છું મહારાજ. રાજાએ પૂછ્યું- જાગીને તું શું વિચારે છે ? રોહકે કહ્યું હું વિચારું છું કે બકરીના પેટમાં ગોળ– ગોળ લીંડીઓ કેમ બનતી હશે ? રોહકની આશ્ચર્યચકિત વાત સાંભળીને રાજા પણ વિચારમાં પડી ગયા પણ રાજાને ઉત્તર સૂઝ્યો નહીં. તેણે ફરી રોહકને પૂછ્યું– જો હું એ જવાબ જાણતો હો તો મને બતાવ. રોહકે કહ્યું– દેવ ! બકરીના પેટમાં સંવર્તક નામનો વાયુ વિશેષ હોય છે, તેથી તેની લીંડીઓ ગોળ–ગોળ બનીને બહાર આવે છે. એમ કહીને થોડી વારમાં જ રોહક ઊંઘી ગયો. (૧૨) પત્ર :~ · રાત્રિના ત્રીજા પહોરે રાજાએ કહ્યું–– રોહક ! જાગે છે કે ઊંઘે છે ? રોહકે શીઘ્ર જવાબ આપ્યો-જાગું છું સ્વામી ! રાજાએ ફરી કહ્યું– રોહક ! તું શું વિચારે છે? રોહકે કહ્યું– હું એમ વિચારું છું કે પિપળાના પાંદડાની ડાંડલી મોટી હોય કે તેની શિખા ? આ વાત સાંભળીને રાજા સંશયમાં પડી ગયા. પછી તેણે રોહકને પૂછ્યું– બેટા તું આ વિષે શું જાણે છે ? રોહકે કહ્યું– દેવ ! જ્યાં લગી શિખાનો અગ્રભાગ સૂકાય ન જાય ત્યાં સુધી બન્ને સરખા હોય છે. પછી રાજા ઊંઘી ગયા અને રોહક પણ ઊંઘી ગયો. રાજાએ કોઈ અનુભવીને પૂછ્યું– ત્યારે તેણે કહ્યું કે રોહકની વાત સાચી છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ (૧૩) ખાહિલા (ખિસકોલી) :- રાત્રિનો ચોથો પ્રહર ચાલતો હતો. તે સમયે અચાનક રાજાએ રોહકને પૂછ્યું તું જાગે છે કે ઊંઘે છે ? રોહકે કહ્યું- જાગું છું સ્વામી ! રાજાએ કહ્યું તું શું વિચારે છે ! રોહકે કહ્યું– હું વિચારું છું કે ખિસકોલીની પૂંછડી એના શરીરથી મોટી હશે કે નાની ? ૨૦૦ રોહકની વાત સાંભળીને રાજા ખુદ વિચારમગ્ન બની ગયા. જ્યારે તે કોઈ નિર્ણય ન કરી શક્યા ત્યારે તેણે રોહકને પૂછ્યું– બેટા ! તું આ વિષે શું જાણે છે? રોકે કહ્યું– દેવ ખિસકોલીનું શરીર અને પૂંછ બન્ને બરાબર હોય છે. એમ કહીને રોહક ફરી ઊંઘી ગયો. (૧૪) પંચપિયરો (પાંચ પિતા) :– રાત્રિ વ્યતીત થઈ ગઈ. સૂર્યોદયથી પહેલા જ્યારે મંગલ વાજિંત્રો વગાડવામાં આવ્યા ત્યારે રાજા જાગ્યા પરંતુ રોહક ગાઢ નિદ્રામાં સૂતો હતો. રાજાએ રોહકને અવાજ દીધો પરંતુ રોહક જાગ્યો નહીં. તેથી રાજાએ પોતાની છડી જરાક રોહકના શરીરને અડાડી, તેથી રોહક તરત જ જાગી ગયો. રાજાએ કુતૂહલપૂર્વક પૂછ્યું– રોહક તું શું વિચાર કરતો હતો ? રોહકે કહ્યું– હું વિચારતો હતો કે આપને પિતા કેટલા છે? રોહકની વાત સાંભળીને રાજા ચક્કરમાં પડી ગયા પરંતુ તેની બુદ્ધિ પ્રબળ હોવાના કારણે ક્રોધને શાંત કરીને કહ્યું- બેટા ! તું જ બતાવ કે હું કેટલા પિતાનો પુત્ર છું? રોહકે કહ્યું–મહારાજ ! આપ પાંચ પિતાથી ઉત્પન્ન થયા છો. એક તો વૈશ્રમણથી કેમ કે આપ કુબેર સમાન ઉદાર છો. બીજા ચાંડાલથી કેમ કે દુશ્મનો માટે આપ ચાંડાલ સમાન ક્રૂર છો. ત્રીજા ધોબીથી, ધોબી જેમ ભીના કપડાને ખૂબ નીચોવીને બધું પાણી તેમાંથી કાઢી નાંખે છે એ જ રીતે આપ પણ દેશદ્રોહી અને રાજદ્રોહીનું સર્વસ્વ લૂંટી લો છો. ચોથા વિંછીથી, જેમ વિંછી ડંખ મારીને બીજાને પીડા પહોંચાડે છે એ જ રીતે મારા જેવા નિદ્રાધીન બાળકને છડીના અગ્રભાગથી જગાડીને વિંછીની જેમ કષ્ટ પહોંચાડ્યું છે. પાંચમા આપના પિતાશ્રી કેમ કે આપ આપના પિતા સમાન ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરો છો. રોહકની ઉપર્યુક્ત વાત સાંભળીને રાજા અવાક્ બની ગયા. પ્રાતઃકાળે શૌચ-સ્નાનાદિથી નિવૃત્ત થઈને રાજા પોતાની માતાને પ્રણામ કરવા માટે ગયા. પ્રણામ કરીને રોહકે બતાવેલી પાંચ પિતાની વાત તેણે માતાને કહી સંભળાવી અને પછી કહ્યું– માતાજી ! આ વાત કેટલી સત્ય છે ? રાજમાતાએ કહ્યું – પુત્ર ! વિકારી ઇચ્છાથી જોવું એ જ જો તારા સંસ્કારનું કારણ હોય તો એવું અવશ્ય બન્યું છે. જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે હું એક દિવસ કુબેરની પૂજા કરવા માટે ગઈ હતી. કુબેરની સુંદર મૂર્તિને જોઈને મારી ભાવના વિકૃત થઈ હતી, પાછા ફરતી વખતે એક ધોબી અને એક ચાંડાલ યુવકને જોઈને મારી ભાવના વિકૃત થઈ હતી. ત્યાર બાદ ઘર તરફ આવતી વખતે એક વિંછી યુગલને ચિંત-ક્રીડા કરતાં જોઈને મારા મનમાં પણ કંઈક વિકારી ભાવના ઉત્પન્ન થઈ હતી. વસ્તુતઃ તો તારા જનક જગતુ પ્રસિદ્ધ એક જ પિતા છે. માતા પાસેથી સર્વ વાત જાણીને, રોહકની ત્પાતિક અલૌકિક બુદ્ધિનો ચમત્કાર જોઈને, રાજા આશ્ચર્યચકિત બની ગયા. માતાને પ્રણામ કરીને રાજા પોતાના મહેલમાં Page #201 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ | | ર૦૧ ગયા અને રાજદરબારનો સમય થવાથી રાજા રાજ સિંહાસન પર વિરાજિત થયા. પછી પ્રજાજનોની સમક્ષ રોહકને મુખ્યમંત્રીના પદ પર નિયુક્ત કર્યો. આ ચૌદ ઉદાહરણ રોહકની ઓત્પાતિક બુદ્ધિના છે. (૧૫) પ્રતિજ્ઞા–શર્ત :– કોઈ એક ભોળો ગામડાનો ખેડૂત પોતાના ગામથી કાકડીની ગાડી ભરીને શહેરમાં વેચવા માટે ગયો. નગરના દરવાજા પાસે પહોંચતાં જ તેને એક ધૂર્ત મળી ગયો. તેણે ખેડૂતને કહ્યું- હું તમારી આ બધી કાકડી ખાઈ જાઉં તો તું મને શું આપે? ખેડૂતે કહ્યું- તો હું તને એક એવો મોટો લાડવો આપું કે જે દરવાજાની બહાર ન જઈ શકે. બન્નેની શર્ત નક્કી થઈ ગઈ. પાસે ઊભેલા લોકોને તેણે સાક્ષીમાં રાખી લીધા. ધૂર્ત નાગરિકે પહેલાં ખેડૂતની દરેક કાકડી થોડી થોડી ખાઈ લીધી. કાકડીને એઠી કરી નાખી પછી કહે, "લો ભાઈમે તમારી બધી કાકડી ખાઈ લીધી છે. ખેડૂતે કહ્યું એમ ન ચાલે. ત્યારે નાગરિક ગ્રાહકોને બોલાવી લાવ્યો. ગ્રાહકોએ કહ્યું બધી કાકડી ખાધેલી છે માટે અમે નહીં લઈએ. નાગરિકે ખેડૂતને કહ્યું – મારી શર્ત પ્રમાણે તમે મને લાડુ આપી દો. પહેલાએ કહ્યું– તને હું એક બે, ત્રણ, ચાર, પાંચ રૂપિયા આપું. છેવટે વધતાં વધતાં સો રૂપિયા આપું એમ કહ્યું. પણ ધૂર્ત નાગરિક માન્યો નહીં, તેણે કહ્યું મને શર્ત પ્રમાણે લાડુ જ જોઈએ. ખેડૂતે કહ્યું ત્રણ દિવસમાં હું તમારી શર્ત પૂર્ણ કરીશ. ત્રણ દિવસમાં ખેડૂતે એક બીજા ધૂર્તને શોધી લીધો. તેના કહેવા મુજબ ખેડૂતે ગામમાંથી એક નાનકડા લાડવાની ખરીદી કરી, પછી એ લાડવાને તેણે નગરના દરવાજા પાસે રાખીને કહ્યું – લાડુ ! તું દરવાજાની બહાર ચાલ્યો જા. પણ લાડવો ત્યાંથી ખસ્યો નહીં. ખેડૂતે ધૂર્ત નાગરિકને કહ્યું તમને દરવાજાની બહાર ન જઈ શકે એવો લાડવો આપી દીધો છે. સાક્ષીમાં રહેલા લોકોએ કહ્યું – બરાબર છે. બન્નેની શર્ત પૂર્ણ થઈ ગઈ. અહીં ધૂર્તની ઔપાતિકી બુદ્ધિથી કાર્ય પૂર્ણ થયું. (૧૬) વૃક્ષ - કોઈ એક સમયે થોડાક યાત્રિકો એક સ્થાનથી બીજા સ્થાને જતાં રસ્તામાં એક સઘન આંબાના વૃક્ષ નીચે વિસામો લેવા બેઠા. આંબામાં પાકેલી કેરીઓ જોઈને તેઓના મોઢામાં પાણી આવી ગયું. તેઓ કેરી લેવાનો ઉપાય શોધવા લાગ્યા. આંબાના વૃક્ષ પર વાંદરાઓ બેઠા હતા. તેથી વૃક્ષ પર ચડીને કેરી લેવી મુશ્કેલ હતી. આખરમાં એક ઓત્પાતિક બુદ્ધિમાને કહ્યું પથ્થર લઈને વાંદરાઓ તરફ ફેંકો. વાંદરાઓ ચંચળ અને નકલ કરનારા હોય છે. તેથી તે પથ્થરના બદલે કેરીઓ ફેંકશે. તેની સલાહ પ્રમાણે કરતાં વાંદરાઓ પથ્થરોને બદલે પાકી કેરીઓ તોડી તોડીને તેઓની તરફ ફેંકવા લાગ્યા. પથિકોને તો કેરી જ જોઈતી હતી. તેઓએ પેટ ભરીને કેરી ખાધી. પછી ત્યાંથી રવાના થઈ ગયા. (૧૭) ખડુંગ(વીટી) – રાજગૃહનગરમાં પ્રસેનજિત રાજાએ પોતાની ન્યાય-પ્રિયતા અને બુદ્ધિબળથી સમસ્ત શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તે નિષ્ફટક રાજ્ય કરી રહ્યા હતા. તે પ્રતાપી રાજાને ઘણા પુત્રો હતા. તેમાં એક શ્રેણિક નામનો રાજકુમાર સમસ્ત રાજ્ય ગુણોથી યુક્ત હતો અને તે રાજાનો પ્રેમ પાત્ર હતો. રાજા પ્રગટ રૂપે તેના પર પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતા ન હતા. રાજાને ડર હતો કે પિતાનો પ્રેમ પાત્ર જાણીને Page #202 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ તેના બીજા ભાઈઓ ઈર્ષ્યાવશ શ્રેણિકને મારી ન નાંખે તેની ખાત્રી શું? પરંતુ શ્રેણિક બુદ્ધિમાન હોવા છતાં પિતાનો પ્રેમ નહિ મળવાથી મનોમન દુઃખી અને વ્યથિત થઈને તેણે ઘર છોડવાનો નિશ્ચય કર્યો. એક દિવસ તે પોતાની યોજના પ્રમાણે ચુપચાપ મહેલમાંથી નીકળીને અન્ય દેશમાં જવા માટે રવાના થયો. ૨૦૨ ચાલતાં ચાલતાં તે બેનાતટ નામના નગરમાં પહોંચ્યો અને કોઈ વ્યાપારીની દુકાને વિસામો લેવા બેઠો. તે વ્યાપારીને પોતાના દુર્ભાગ્યથી ધંધો દરેક પ્રકારે બંધ થઈ ગયો હતો પરંતુ શ્રેણિક એની દુકાને બેઠો કે તરત જ તેણે સંચિત કરેલો માલ બહુ ઊંચા ભાવથી વેચાઈ ગયો. વિદેશથી વ્યાપારીઓ રત્નો લાવ્યા હતા, તે તેને અલ્પ મૂલ્યમાં મળી ગયા. એવો અચિંત્ય લાભ મળવાથી વ્યાપારીએ વિચાર્યું– આજે મને જે લાભ મળ્યો છે તે આ પુણ્યવાન વ્યક્તિના ભાગ્યથી મળ્યો છે. એ મારી દુકાને આવીને બેઠો કે તરત જ મને લાભ મળી ગયો. કોઈ મહાન આત્મા લાગે છે. વળી તે કેટલો સુંદર અને તેજસ્વી દેખાય છે ? આગલી રાત્રિએ શેઠને સ્વપ્ન આવ્યું હતું કે પોતાની પુત્રીના લગ્ન એક ‘રત્નાકર’ ની સાથે થઈ રહ્યા છે. તે જ દિવસે શ્રેણિક તેની દુકાન પર જઈને બેઠો અને દિવસભર શેઠને પુષ્કળ લાભ થયો તેથી શેઠને લાગ્યું કે આ જ 'રત્નાકર' હશે. મનોમન પ્રમુદિત થઈને વ્યાપારીએ શ્રેણિકને પૂછ્યું- આપ અહીં કોના ઘરમાં અતિથિ બનીને આવ્યા છો ? શ્રેણિકે વિનમ્રભાવે મીઠી ભાષામાં કહ્યું– શ્રીમાન્ ! હું આપનો જ અતિથિ છું. એવો મીઠો અને આત્મીયતાપૂર્ણ ઉત્તર સાંભળીને શેઠનું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું. તે બહુ જ પ્રેમથી શ્રેણિકને પોતાના ઘરે લઈ ગયો અને ઉત્તમોત્તમ વસ્ત્ર તેમજ ભોજન આદિથી તેનો સત્કાર કર્યો. તેણે પોતાના ઘરે જ રહેવાનું શ્રેણિકને કહ્યું. શ્રેણિકને તો ત્યાં જ રહેવાનું હતું એટલે તે આનંદપૂર્વક રહેવા લાગ્યો. શ્રેણિકના પુણ્યથી શેઠની સંપત્તિમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થવા લાગી, તેથી શેઠની પ્રતિષ્ઠા વધી ગઈ. આ રીતે કેટલાક દિવસો વ્યતીત થઈ ગયા. શેઠે ધીરે ધીરે વાતચીત કરીને પોતાની પુત્રી નંદાના લગ્ન શુભદિવસે અને શુભ મુહૂર્તો શ્રેણિકની સાથે કરી આપ્યા. શ્રેણિક સ્વસુરગૃહે પોતાની પત્નીની સાથે રહેવા લાગ્યા. થોડા સમય બાદ નંદાદેવી ગર્ભવતી બની અને યથાવિધિ ગર્ભનું પાલન પોષણ કરવા લાગી. બીજી બાજુ રાજકુમાર શ્રેણિક કહ્યા વગર ચાલ્યા ગયા હોવાથી રાજા પ્રસેનજિત બહુ ચિંતાગ્રસ્ત બની ગયા. તેણે ચારે દિશામાં શ્રેણિકની શોધ કરવા માટે માણસોને મોકલ્યા. થોડા દિવસ બાદ શોધ કરતાં કરતાં થોડાક માણસો બેનાતટ આવ્યા. ત્યાં પહોંચતા તેઓને શ્રેણિકની ખબર મળતાં તેઓ શ્રેણિક પાસે પહોંચી ગયા અને શ્રેણિકને પ્રાર્થના કરી કે મહારાજા આપના વિયોગથી બહુ જ દુ:ખી છે, કૃપા કરીને આપ શીઘ્ર રાજગૃહ પધારો. શ્રેણિકે રાજપુરુષોની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને રાજગૃહ જવા માટે નિશ્ચય કર્યો. પોતાની પત્ની નંદાને વાકેફ કરી, તેની સંમતિ લઈને પોતાનો વિસ્તૃત પરિચય લખીને આપ્યો, પછી તેમણે રાજગૃહ તરફ પ્રસ્થાન કર્યું. રાજગૃહ પહોંચતા પ્રસેનજિત રાજાએ શ્રેણિકને રાજ્યપદ આપ્યું. Page #203 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : નંદી સૂત્રની કથાઓ આ બાજુ નંદાના ગર્ભમાં દેવલોકથી ચ્યવીને આવેલા જીવના પુણ્યપ્રભાવથી નંદાદેવીને એક શુભ દોહદ ઉત્પન્ન થયો. હું એક મોટા હાથી પર આરૂઢ થઈને ધન-દાન તથા અભયદાન આપું, એવા તેના મનમાં વિચારો આવ્યા. પછી તેણીએ પોતાના પિતાને પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી. પિતાએ સહર્ષ પોતાની પુત્રીનો દોહદ પૂર્ણ કર્યો. સમય વીતતાં સવા નવ માસે પુત્રરત્નનો જન્મ થયો. પિતાએ પ્રાતઃકાલીન સૂર્ય સમાન તેજસ્વી અને દશે દિશાઓને પ્રકાશિત કરનાર બાળકનો જન્મ મહોત્સવ મનાવ્યો. પછી દોહદાનુસાર તેનું નામ ‘અભયકુમાર’ રાખ્યું. તે સુકુમાર બાળક દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. સમય પસાર થવા પર તેને શાળાએ મોકલ્યો. પ્રારંભિક જ્ઞાનથી લઈને અનેક શાસ્ત્રનો અભ્યાસ કરીને ૭૨ કળાઓમાં તે પ્રવીણ થયો. ૨૦૩ એક દિવસ ઓચિંતા અભયકુમારે તેની માતાને પૂછ્યું– મા, મારા પિતાજી કોણ છે અને તે ક્યાં રહે છે ? પુત્રના આ પ્રશ્નથી માતાએ તેના પિતા વિષેની સર્વ વાત કરી અને શ્રેણિકે વિગતવાર લખેલ પત્ર પણ વંચાવ્યો. માતાની વાત સાંભળીને તેમજ પોતાના પિતાએ લખેલો પરિચય પત્ર વાંચીને તેણે જાણ્યું કે મારા પિતા રાજગૃહના રાજા છે. તે જાણીને અભયકુમારને અતિ પ્રસન્નતા થઈ. પછી તેણે પોતાની માતાને કહ્યું– માતાજી ! આપ આજ્ઞા આપો તો હું સાથીદારોને લઈને રાજગૃહ જાઉં ? માતાએ કહ્યું– જો તું કહે તો હું પણ તારી સાથે આવું. અભયકુમારે હા પાડી તેથી માતા અને પુત્ર તેમજ સાથીદારો બધાં રાજગૃહ તરફ રવાનાં થયાં. ચાલતાં ચાલતાં તેઓ રાજગૃહ નગરની બહાર પહોંચ્યા. પોતાની માતાને સાથીદારોની પાસે એક સુંદર સ્થાન પર રાખીને અભયકુમાર નગરમાં ગયો. ત્યાંનું વાતાવરણ કેવું હશે ? રાજાજીના મને દર્શન કેવી રીતે થશે? વગેરે વિચાર કરતો કરતો તે ચાલ્યો જતો હતો. ત્યાં નગરની અંદર એક જળરહિત કૂવાની આસપાસ માણસોની ભીડ જોઈ. અભયકુમારે કોઈ એક વ્યક્તિને પૂછ્યું બધા કૂવાના કાંઠે શા માટે ભેગા થયા છો ? તેણે કહ્યું– પાણી વગરના આ સૂકા કૂવામાં અમારા રાજાની સુવર્ણ મુદ્રિકા(વીંટી) પડી ગઈ છે. રાજાએ ઘોષણા કરી છે જે કોઈ માણસ કૂવામાં ઊતર્યા વગર અને કૂવાના કાંઠે જ ઊભા રહીને પોતાના હાથથી વીંટી કાઢી આપશે તેને મહારાજ બહુ સુંદર પારિતોષિક આપશે. પરંતુ અહીં ઊભેલાઓમાંથી કોઈને પણ વીંટી કાઢવાનો ઉપાય સૂઝતો નથી. અભયકુમારે તે જ ક્ષણે કહ્યું– જો તમે મને અનુમતિ આપો તો હું વીંટી કાઢી આપું. આ વાત જાણીને રાજના કર્મચારીઓએ અભયકુમારને વીંટી કાઢી આપવાનો અનુરોધ કર્યો અર્થાત્ હા પાડી. અભયકુમારે સર્વપ્રથમ કૂવાના કાંઠા પર રહીને એકવાર વીંટીને બરાબર જોઈ લીધી. ત્યારબાદ થોડેક દૂર પડેલા છાણને તે લઈ આવ્યો. પછી કૂવામાં પડેલી વીંટી પર તે છાણ તેણે નાખી દીધું. વીંટી છાણમાં ચોંટી ગઈ. પછી છાણ સુકાઈ ગયા બાદ તેણે કૂવામાં પાણી ભરાવ્યું. કૂવો પાણીથી છલોછલ ભરાઈ જવાથી પેલું સુકાઈ ગયેલું છાણ ઉપર આવતાં કૂવાના કાંઠે ઊભા રહીને તેણે હાથ વડે લઈ લીધું, પછી તેમાંથી સોનાની વીંટી કાઢી લીધી. ત્યાં ઊભેલા લોકો આ યુવકની કળા જોઈને આશ્ચર્યચકિત બની ગયા. વીંટી બહાર નીકળી ગયાના સમાચાર રાજા સુધી પહોંચી Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧ ગયા. રાજાએ અભયકુમારને રાજમહેલમાં બોલાવ્યો અને પૂછયું બેટા! તું કોણ છો? અભયકુમારે રાજાના હાથમાં વીંટી આપીને કહ્યું- હું આપનો પુત્ર છું. રાજાએ પૂછ્યું –ક્વી રીતે? ત્યારે અભયકુમારે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. એ સાંભળીને રાજા અત્યંત ખુશ થયા. તરત જ તેણે પોતાના પુત્રને વાત્સલ્ય આપીને મસ્તક પર હાથ ફેરવ્યો અને પૂછ્યું– બેટા! તારી માતા ક્યાં છે? પુત્રે કહ્યું તે નગરની બહાર મારા સાથીઓ સાથે છે. અભયકુમારની વાત સાંભળીને રાજા ખુદ પોતાના પરિવારજનોની સાથે રાણી નંદાને લેવા માટે ગયા. રાજા પહોંચે તેની પહેલા અભયકુમારે સંપૂર્ણ વૃત્તાંત માતાને કહી સંભળાવ્યો અને એમ પણ કહ્યું- રાજાજી ખુદ આપને રાજમહેલમાં લેવા માટે પધારે છે. એ સમાચાર સાંભળીને રાણી નંદા ખૂબ જ હર્ષઘેલી બની ગઈ. એટલામાં મહારાજા શ્રેણિક ત્યાં આવી પહોંચ્યા. સમગ્ર જનતા રાણીના દર્શન કરીને હર્ષવિભોર બની ગઈ. રાજાજી રાણીને ઉત્સાહ અને સમારોહ પૂર્વક અર્થાત્ વાજતે ગાજતે રાજમહેલમાં લઈ ગયા. રાજાએ ઔત્પાતિકી બુદ્ધિના ધણી પોતાના પુત્ર અભયકુમારને મંત્રીપદે સ્થાપિત કર્યો. પછી લોકો આનંદ પૂર્વક દિવસો વ્યતીત કરવા લાગ્યા. (૧૮) પટ – એક સમયની વાત છે. બે વ્યક્તિ કોઈ સ્થળે જઈ રહી હતી. રસ્તામાં એક સુંદર મોટું સરોવર આવ્યું. તેનું સ્વચ્છ પાણી જોઈને તેઓને સરોવરમાં સ્નાન કરવાનું મન થયું. બન્નેએ પોતપોતાનાં વસ્ત્રો ઉતારીને સરોવરના કાંઠે રાખી દીધા. પછી સ્નાન કરવા માટે સરોવરમાં ગયા. સરોવરમાં સ્નાન કરીને એક માણસ જલ્દી બહાર આવી ગયો. તે પોતાના સાથીની ઉનની કાંબળી ઓઢીને ચાલતો થયો. જ્યારે બીજા માણસે આ દશ્ય જોયું ત્યારે તેણે જોરથી કહ્યું– અરે ! તું મારી કાંબળી લઈને કેમ લાગે છે? તેણે બહુ શોર મચાવ્યો પણ પેલાએ કાંઈ જવાબ ન આપ્યો. કાંબળીનો માલિક સરોવરની બહાર નીકળીને જલ્દી તેની પાછળ દોડ્યો અને કહ્યું– ભાઈ ! મારી કાંબળી તું મને આપી દે. પણ પેલાએ કાંબળી આપી નહીં, તેથી પરસ્પર ઝગડો વધી ગયો. અંતે તે ઝગડો ન્યાયાલયમાં ગયો. બન્નેએ પોતપોતાની કાંબળી માટેની વાત કરી. કાંબળી પર કોઈનું નામ ન હતું તેમજ કોઈ સાક્ષી ન હોવાથી ન્યાયાધીશની સમજમાં આવ્યું નહીં કે આ કાંબળી કોની છે. થોડીવાર વિચારીને ત્પાતિક બુદ્ધિનાધારક એવા ન્યાયાધીશેબેકાંગસી(કાંસકી) મંગાવી. પછી બન્નેના માથાના વાળ માણસો દ્વારા ઓળાવ્યા. એકના માથામાંથી ઉનના રૂંછડા નીકળ્યા.બીજાના મસ્તકમાંથી સૂતરના તંતુ નીકળ્યા. ન્યાયાધીશે જેના મસ્તકમાંથી ઉનના રૂંછડા નીકળ્યા હતા તેને ઉનની કાંબળી આપી દીધી અને જે માણસ ઉનની કાંબળી લઈ ગયો હતો તેને દંડ આપ્યો. (૧૯) સરટ(કાકીડો) - એકવાર એક માણસ જંગલમાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેને શૌચ જવાની હાજત થઈ. તે ઉતાવળમાં કોઈ એક બિલના મુખ પર બેસી ગયો. અકસ્માત ત્યાં એક કાકીડો આવ્યો, તેણે પોતાની પૂંછડી વડે પેલા માણસના ગુદાના ભાગનો સ્પર્શ કર્યો. પછી તરત જ તે બિલમાં ઘુસી ગયો. શૌચ બેઠેલા માણસના મનમાં એવો વહેમ પડ્યો કે કાકીડો અધોમાર્ગથી મારા શરીરમાં પ્રવેશ કરી ગયો છે. એ ચિંતામાં તે દિનપ્રતિદિન દૂબળો થવા લાગ્યો. તેણે બહુ જ ઉપચારો કરાવ્યા પણ બધા નિષ્ફળ ગયા. Page #205 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: નંદી સુત્રની કથાઓ ૨૦૫ એક દિવસ તે કોઈ વધની પાસે ગયો અને કહાં – મારું સ્વાથ્ય દિન-પ્રતિદિન બગડી રહ્યું છે. આપ એનો ઉપાય બતાવો જેથી હું સ્વસ્થ બની જાઉં વૈદરાજે તેની નાડી તપાસી, દરેક રીતે તેના શરીરને તપાસ્યું પરંતુ કોઈ બીમારી પ્રતીત ન થઈ. પછી વૈદરાજે તે માણસને પૂછ્યું- તમને આ બીમારી ક્યારથી લાગુ પડી છે? તેણે પહેલેથી છેલ્લે સુધી બધી વાત કરી. વૈદરાજે જાણી લીધું કે આ માણસની બીમારીનું કારણ ભ્રમ છે. છતાં વિદરાજે રોગીને કહ્યું – તમારી બિમારીનું કારણ હું સમજી ગયો છું. વૈદરાજની બુદ્ધિ ઔત્પાતિકી હતી, તેથી તેણે તે વ્યક્તિના રોગનો ઈલાજ તરત જ શોધી કાઢયો. વૈદરાજે ક્યાંકથી એક કાકીડો મંગાવ્યો. તેને લાક્ષારસથી અલિપ્ત કરીને એક માટીના વાસણમાં નાખી દીધો. ત્યાર બાદ રોગીને વિરેચની ઔષધિ આપી. પછી તેણે રોગીને કહ્યું – તમારે આ માટીના વાસણમાં શૌચ જવાનું છે. પેલા માણસે તેમજ કર્યું. વૈદરાજ તે માટીના વાસણને પ્રકાશમાં લાવ્યા. પછી તેણે કહ્યું – “જુઓ ભાઈ! તમારા પેટમાંથી આ કાકીડો નીકળી ગયો.” પેલા માણસને સંતોષ થઈ ગયો કે મારા પેટમાં કાકીડો પ્રવેશ કરી ગયો હતો એટલે જ હું બીમાર રહેતો હતો પણ વૈદરાજ હોંશિયાર છે. તેણે કાકીડો કાઢી આપ્યો. હવે આજથી મારી બીમારી ગઈ. પછી તે શીધ્ર સ્વસ્થ અને નીરોગી બની ગયો. (૨૦) કાક – બેનાતટ નગરમાં ભિક્ષા લેવા માટે નીકળેલા જૈનમુનિનો બૌદ્ધ ભિક્ષુએ ઉપહાસ કરતા કહ્યું. મુનિરાજ ! તમારા અરિહંત સર્વજ્ઞ છે અને તમે એના સંતાન છો તો બતાવો આ નગરમાં કાગડા કેટલા છે? જૈન મુનિ બૌદ્ધ ભિક્ષુની ધૂર્તતા સમજી ગયા. તેને શિક્ષા દેવા માટે પોતાની ત્પાતિકી બુદ્ધિનો પ્રયોગ કરતા કહ્યું – ભિક્ષરાજ! આ નગરમાં સાઠ હજાર કાગડાઓ છે. તમે ગણી લો. જો ઓછા હોય તો સમજજો કે તેઓ બહારગામ મહેમાન થઈને ગયા છે અને જો અધિક હોય તો સમજજો કે બહારગામથી મહેમાન થઈને અહીં આવ્યા છે. જૈન મુનિની બુદ્ધિમત્તા જોઈને બૌદ્ધ ભિક્ષુ શરમાઈને ત્યાંથી ચાલ્યા ગયા. (૨૧) ઉચ્ચાર–મલ પરીક્ષા :- એક વાર એક માણસ પોતાની નવપરણેતર સુંદર પત્નીની સાથે કોઈ સ્થળે જઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક ધૂર્ત મળ્યો. તેની સાથે વાર્તાલાપ કરતાં કરતાં નવવધૂ તે ધૂર્ત પર આસક્ત થઈ ગઈ અને તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. ધૂર્ત કહેવા લાગ્યો કે આ મારી સ્ત્રી છે. પછી બંનેનો ઝગડો શરૂ થઈ ગયો. અંતમાં વિવાદ કરતાં કરતાં તેઓ ન્યાયાલયમાં પહોંચી ગયા. ન્યાયાધીશની પાસે જઈને જેની પત્ની હતી તેણે કહ્યું કે આ મારી સ્ત્રી છે. પેલા ધૂર્તે કહ્યું કે આ મારી સ્ત્રી છે. બન્ને જણા પેલી સ્ત્રી પર પોતાનો અધિકાર બતાવી રહ્યા હતા. બન્નેની વાત સાંભળીને ન્યાયાધીશે સૌ પ્રથમ ત્રણેયને અલગ અલગ રાખી દીધા. ત્યાર બાદ જેની સ્ત્રી હતી તેને ન્યાયાધીશે પૂછ્યું– કાલે તમે શું ખાધું હતું? પેલી સ્ત્રીના પતિએ કહ્યુંકાલે મેં અને મારી પત્ની બન્નેએ તલનો લાડવો ખાધો હતો. પછી ન્યાયાધીશે ધૂર્તને પૂછ્યું કાલે તે શું ખાધું હતું? તેણે કહ્યું- કાલે મેં જુદી જુદી વાનગી તલ વગેરે ખાધી હતી. ન્યાયાધીશે પહેલી સ્ત્રી અને ધૂર્ત બન્નેને વિરેચન આપ્યું પછી તપાસ કરાવી તો સ્ત્રીના મળમાં તલના દાણા દેખાયા પરંતુ ધૂર્તના મળમાં તલ દેખાયા નહીં. ઔત્પાતિકી Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧ બુદ્ધિના ધારક ન્યાયાધીશ ન્યાય કરી આપ્યો કે આ સ્ત્રી પેલા પુરુષની જ છે. તેથી તેને તેની પત્ની સોંપી દીધી અને ધૂર્તને યોગ્ય દંડ આપ્યો. (૨૨) ગજ:- એક સમયની વાત છે. કોઈ એક રાજાને એક બુદ્ધિમાન મંત્રીની જરૂર હતી. તેથી તે અતિશય મેધાવી તથા ઔત્પાતિકી બુદ્ધિના ધારક એવી વ્યક્તિની ખોજ કરી રહ્યો હતો. પરીક્ષા કરવા માટે રાજાએ એક બળવાન હાથીને ચાર રસ્તા પર બાંધી દીધો. પછી ઘોષણા કરાવી– જે વ્યક્તિ આ હાથીનું વગર તોલે વજન કરી દેશે, તેને રાજા બહુ મોટું ઈનામ આપશે. આ ઘોષણા સાંભળીને કોઈ એક માણસે એક નાવને પાણીમાં તરતી મૂકી, પછી એ નાવ પર પેલા હાથીને ચડાવી દીધો. પછી નાવ પાણીમાં કેટલી ડૂબી એ તપાસ કરીને તેણે નાવ પર એક ચિત કરી લીધું. ત્યાર બાદ હાથીને નાવથી ઉતારીને તેણે એ નાવમાં પથ્થર ભરી દીધા.ચિહ્ન સુધી પાણી આવી ગયું એટલે એણે નાવમાંથી પથ્થર કાઢીને તેનું વજન કરીને રાજાને બતાવ્યું કે હાથીનું વજન અમુક પલ પરિમાણનું છે. રાજાએ પૂછય - તમે કેવી રીતે જાણ્યું? પેલા માણસે હાથીનું વજન વગર તોલાએ જે રીતે કર્યું તે પ્રક્રિયા રાજાને બતાવી દીધી. રાજા તેની પ્રક્રિયા સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા અને તે માણસને મુખ્યમંત્રીનું પદ આપ્યું. આ તે પુરુષની ઓત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨૩) ઘયણ-ભાંડઃ- કોઈ એક રાજાના દરબારમાં એક ભાંડ રહેતો હતો. રાજા તેના પર બહપ્રેમ રાખતા હતા. તેથી તે બહુમોઢે ચડી ગયો હતો. રાજા તે મોઢે ચડાવેલા ભાંડની સમક્ષ પોતાની મહારાણીની સદેવ પ્રશંસા કર્યા કરતા અને કહેતા કે મારી રાણી બહુ આજ્ઞાકારી છે પરંતુ માંડ રાજાને કહેતો કે આપની રાણી સ્વાર્થ ખાતર આપશ્રીની આજ્ઞાનું પાલન કરે છે. જો આપને વિશ્વાસ ન હોય તો પરીક્ષા કરી લેજો. રાજાએ ભાંડના કહેવા મુજબ એક દિવસ રાણીને કહ્યું– દેવી! મારી ઈચ્છા બીજા લગ્ન કરવાની છે અને તેનાથી જે પ્રશ્ન થાય તેનો રાજ્યાભિષેક કરીશ. રાજાની વાત સાંભળીને રાણીએ કહ્યું- મહારાજ આપ ભલે બીજીવાર લગ્ન કરો પરંતુ રાજ્યનો અધિકાર પરંપરાગત પહેલા જ રાજકુમારને આપી શકાય. રાજાને ભાંડની વાત યાદ આવી તેથી રાણીની સામે સ્મિત કર્યું. રાણીએ હાસ્યનું કારણ પૂછ્યું તો રાજા જોરથી હસ્યા. રાણીએ બીજીવાર, ત્રીજીવાર રાજાને હસવાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ ભાડે કહેલી વાત કરી બતાવી. એ સાંભળીને રાણી ક્રોધથી ધમધમી ઊઠી અને રાજાને કહ્યું– ભાંડને દેશ પરિત્યાગ કરવાની આજ્ઞા આપો. રાજાએ રાણીના કહેવા મુજબ ભાંડને દેશ પરિત્યાગની આજ્ઞા આપી. એ વાત સાંભળીને ભાંડે ઘણા બધા જૂતા(જોડા) ભેગા કરીને એક મોટી ગાંસડી વાળી. એ ગાંસડી શિર પર લઈને ભાંડ રાણીના ભવનમાં ગયો. પહેરગીરની આજ્ઞા માંગીને તે રાણીના દર્શનાર્થે ગયો. રાણીએ પૂછ્યું- આ શિર પર ગાંસડીમાં શું લીધું છે? ભાડે કહ્યું– માતાજી! આ ગાંસડીમાં ઘણા જૂતા લીધા છે. આ જૂતા પહેરીને હું જેટલા દેશમાં જઈશ તે દરેક સ્થળે હું આપનો અપયશ ગાઈશ. ભાંડના મુખેથી રાણીએ પોતાના અપયશની વાત સાંભળીને ભાંડને દેશ પરિત્યાગની જે આજ્ઞા આપી હતી તે પાછી ખેંચાવી લીધી. પછી ભાંડ પહેલાની જેમ રાજાની સાથે આનંદથી રહેવા લાગ્યો. આ ભાંડની ત્પાતિકી Page #207 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : નંદી સૂત્રની કથાઓ ૨૦૦ બુદ્ધિનું ઉદાહરણ છે. (૨૪) ગોલક–લાખની ગોળી:- એકવાર કોઈ એક બાળકે રમતાં રમતાં કુતૂહલવશ એક લાખની ગોળી નાકમાં નાખી દીધી. એ ગોળી અંદર જઈને શ્વાસનાડીમાં ફસાઈ ગઈ તેથી તે, બાળકને શ્વાસ લેવામાં બહુ તકલીફ થવા લાગી. આ દશ્ય જોઈને પેલા બાળકના માતા-પિતા ગભરાઈ ગયા. તેઓ બન્ને દોડીને એક સોનીને બોલાવી લાવ્યા. સોનીએ પોતાની બુદ્ધિથી એક બારીક લોઢાની સળીના અગ્રભાગને ગરમ કરીને સાવધાનીપૂર્વક બાળકના નાકમાં નાંખી. ગરમ સળીની સાથે તે લાખની ગોળી ચોટી ગઈ પછી તેણે ખેંચીને ગોળી બહાર કાઢી. આ સુવર્ણકારની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨૫) ખંભ–થાંભલો:- કોઈ એક રાજાને બુદ્ધિમાન મંત્રીની જરૂર હતી. બુદ્ધિમાનની પરીક્ષા કરવા માટે એક વિશાળ અને ઊંડા તળાવમાં એક ઊંચો થાંભલો ખોડી દીધો. ત્યાર પછી ઘોષણા કરાવી કે જે માણસ પાણીમાં ઊતર્યા વગર કિનારા પર ઊભા રહીને જ આ થાંભલાને રસીથી બાંધી દેશે તેને એક લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે. આ ઘોષણા સાંભળીને એક માણસ ત્યાં આવ્યો. તેણે બીડું ઝડપ્યું કે હું કિનારા પર રહીને થાંભલાને દોરીથી બાંધી દઈશ. પછી તેણે કિનારા પર એક ઊંચો થાંભલો ખોડ્યો, તેના પર દોરીનો એક છેડો મજબૂત બાંધ્યો. પછી બીજો છેડો લઈને તળાવની ચારે બાજુ ફરતો ગયો. જેમ જેમ ફરતો ગયો તેમ તેમ તળાવમાં રહેલો થાંભલો બંધાતો ગયો. આ સમાચાર રાજપુરુષોએ રાજાને આપ્યા. રાજા તેની બુદ્ધિ પર ખુશ થયા. રાજાએ તેને એક લાખ રૂપિયા ઈનામ આપીને મંત્રી પદ પર સ્થાપિત કર્યો. આ તે વ્યક્તિની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (ર) ક્ષુલ્લક – ઘણા વર્ષો પહેલાની એક વાત છે. કોઈ એક ગામમાં એક સંન્યાસિની રહેતી હતી. તેને પોતાના આચાર વિચારનો બહુ ગર્વ હતો. એક વાર રાજસભામાં જઈને તેણીએ કહ્યું– મહારાજ ! આ નગરમાં કોઈ એવો માણસ છે કે મને પરાસ્ત કરી શકે? સંન્યાસિનીની અભિમાન યુક્ત વાત સાંભળીને રાજાએ તરત જ નગરમાં ઘોષણા કરાવી દીધી કે જે કોઈ આ સંન્યાસિનીને પરાસ્ત કરશે તેને રાજા સારું પારિતોષિક આપશે. ઘોષણા સાંભળીને નગરના કોઈ લોકો ન આવ્યા, પરંતુ એક ક્ષુલ્લક સભામાં આવ્યો. તેણે કહ્યું- મહારાજ! હું એ સંન્યાસિનીને પરાસ્ત કરી દઈશ. રાજાએ ક્ષુલ્લકને આજ્ઞા આપી. સંન્યાસિની ક્ષુલ્લકને જોઈને હસી પડી અને બોલી આ મુંડિત મારી સાથે શું મુકાબલો કરી શકશે? શુલ્લક ગંભીર હતો. તે સંન્યાસિનીની ધૂર્તતાને સમજી ગયો. તેથી ક્ષુલ્લકે સંન્યાસિનીને કહ્યું– હું જેમ કરું તેમ તમારે કરવાનું, જો એમ નહીં કરો તો તમે પરાસ્ત થઈ જશો. સંન્યાસિનીએ કહ્યું– એ વાત મને મંજૂર છે. સભાજનો સમક્ષ ક્ષુલ્લકે પોતાના કપડાં ઉતારીને પરિવ્રાજિકાને ઓઢાડી દીધા. પછી કહ્યું- હવે તમે પણ તમારા કપડા ઉતારીને મારી પર ફેંકી દો. સંન્યાસિની સભા સમક્ષ કપડાં ઉતારી ન શકી, તેથી તે પરાસ્ત થઈને ત્યાંથી ચાલી ગઈ. આ ક્ષુલ્લકની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨૭) માર્ગ – એક પુરુષ પોતાની પત્નીની સાથે રથમાં બેસીને બીજે ગામ જઈ રહ્યો હતો. રસ્તામાં એક જગ્યાએ રથ ઊભો રખાવીને તેની પત્ની લઘુશંકા નિવારણ માટે કોઈ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧ ક , , , ઝાડની પાછળ ગઈ. પેલો પુરુષ જ્યાં ઉભો હતો ત્યાં એક વૃક્ષ પર કોઈ વ્યંતરી રહેતી હતી. તે વ્યંતરી પેલા પુરુષ પર મોહિત થઈ ગઈ. તેણે તરત જ પેલી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને રથમાં આવીને બેસી ગઈ. પછી તેણીએ રથ ચાલુ કરવાનું કહ્યું. રથ રવાના થયો ત્યાર પછી પેલી સ્ત્રી લઘુશંકા નિવારીને આવી તો રથ ચાલતો થઈ ગયો હતો. પરંતુ પેલી સ્ત્રી તીવ્ર ગતિએ ચાલીને રથ પાસે પહોંચી ગઈ, તેને જોઈને રથમાં બેઠેલી પેલી સ્ત્રીએ કહ્યું- જે બાઈ ચાલી આવી છે એ વ્યંતરી છે, તેણે મારા જેવું રૂપ ધારણ કર્યું છે માટે તમે રથ શીધ્ર ચલાવો. પેલા પુરુષે રથની ગતિ વધારી તો પણ પેલી સ્ત્રી રથ પાસે દોડતી દોડતી આવી અને રડતી રડતી કહેવા લાગી, હે સ્વામી! તમે રથને રોકો આપની પાસે જે સ્ત્રી બેઠી છે તે વ્યંતરી છે. એની વાત સાંભળીને પેલો પુરુષ એક નજરે જોવા લાગ્યો. તે સમજી ના શક્યો કે આમાં મારી પત્ની કોણ છે. પણ તેણે રથની ગતિ ધીમી કરી નાખી. એટલામાં ગામ આવ્યું. બન્ને સ્ત્રીઓનો ઝગડો ગ્રામપંચાયતમાં પહોંચ્યો. ન્યાયાધીશે બન્નેની વાત સાંભળીને પોતાની બુદ્ધિથી બન્ને સ્ત્રીઓને તેના પતિથી દૂર દૂર એકને ડાબી બાજુ અને બીજીને જમણી બાજુ ઊભી રાખી દીધી. પછી કહ્યું – જે સ્ત્રી પહેલાં આ પુરુષને અડશે તેને એ પુરુષની પત્ની માનવામાં આવશે. ન્યાયાધીશની વાત સાંભળીને અસલી સ્ત્રી દોડીને પતિને અડવા જાય તેની પહેલા વ્યંતરીએ વૈક્રિય શક્તિ દ્વારા પોતાના સ્થાનેથી લાંબા હાથ બનાવીને પેલા પુરુષને અડી ગઈ. ન્યાયાધીશ તેણીના લાંબા હાથ જોઈને સમજી ગયો કે આ સ્ત્રી જ વ્યંતરી છે. પછી તેણે અસલી સ્ત્રી તેના પતિને સોંપી દીધી અને વ્યંતરીને ભગાડી મૂકી. આ છે ન્યાયાધીશની ત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ. (૨૮) સ્ત્રી:-- એક વખત મૂળદેવ અને પુંડરીક બન્ને મિત્રો અન્ય સ્થળે જઈ રહ્યા હતાં. એ જ માર્ગમાં કોઈ બીજો પુરુષ પોતાની પત્નીની સાથે જઈ રહ્યો હતો. પંડરીક તે સ્ત્રીને જોઈને તેના પર મોહિત થઈ ગયો. પછી પોતાના મિત્ર મૂળદેવને તેણે કહ્યું- જો આ સ્ત્રી મને મળશે તો જ હું જીવિત રહીશ. અન્યથા મારું મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે કામાસક્ત પંડરીકને મૂળદેવે કહ્યું – તું આતુર ન બન. હું એક એવો ઉપાય કરીશ જેથી તે સ્ત્રી તને મળી જશે. મૂળદેવે પુંડરીકને એક વનકુંજમાં બેસાડી દીધો. પછી તે પેલું યુગલ ચાલ્યું જતું હતું ત્યાં ગયો. ત્યાં જઈને મૂળદેવે પેલા પુરુષને કહ્યું– અત્યારે હું એક મુસીબતમાં આવી ગયો છું. આ બાજુની ઝાડીમાં મારી પત્નીએ બાળકનો જન્મ આપ્યો છે, તેને જોવા માટે આપની સ્ત્રીને થોડીવાર મોકલો. પેલા પુરુષે દયા લાવીને પોતાની પત્નીને થોડીવાર માટે મૂળદેવની સાથે મોકલી. મૂળદેવે કહ્યું- આ વનકુંજમાં મારી પત્ની છે ત્યાં તું જા. પેલી સ્ત્રી વનકુંજમાં ગઈ તો તેણીએ પુંડરીકને જોયો, તેથી તેણી તરત જ ત્યાંથી પાછી ફરી અને મૂળદેવને હસતા હસતા કહેતી ગઈ “આપને વધાઈ, બહુ સુંદર બાળકનો જન્મ થયો છે હો” આ કટાક્ષ સાંભળીને મૂળદેવ શરમાઈ ગયો. પેલી સ્ત્રી તેના પતિ પાસે ચાલી ગઈ અને મૂળદેવ ત્યાંથી ભાગી ગયો. આ છે મૂળદેવ અને પેલી સ્ત્રીની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ. Page #209 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ ૨૦૯ (ર૯) પતિઃ- કોઈ એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. તે બન્નેની પત્ની એક જ હતી. તેની પત્ની બહુ ચતુર હતી. એ ક્યારેય કોઈને ખબર પડવા દેતી નહતી કે બન્ને પતિમાંથી એક પર તેને અધિક અનુરાગ છે. લોકો વારંવાર તેની પ્રશંસા કરતા હતા. ધીરે ધીરે આ વાત રાજાના કાન સુધી પહોંચી ગઈ. રાજાએ વિસ્મિત થઈને મંત્રીને કહ્યું– આ વાત સાચી છે? મંત્રીએ કહ્યું– મહારાજ ! એવું બની શકે નહીં. એ સ્ત્રીને બે માંથી એક પર વધારે અનુરાગ હશે જ. રાજાએ કહ્યું- એ કેમ જાણી શકાય? મંત્રીએ કહ્યું- હું તેનો ઉપાય કરીશ, જેથી જાણવા મળી જશે. એક દિવસ મંત્રીએ પેલી સ્ત્રી પર એક સંદેશ લખીને મોકલ્યો- તું તારા બન્ને પતિને જુદા જુદા ગામ મોકલી દે. એકને પૂર્વદિશામાં અને બીજાને પશ્ચિમ દિશામાં મોકલજે. પણ સાંજે બન્ને ઘરે આવી જવા જોઈએ. પેલી પત્નીએ જેના પર ઓછો અનુરાગ હતો તેને પૂર્વ દિશામાં મોકલ્યો અને જેના પર અધિક રાગ હતો તેને પશ્ચિમ દિશામાં મોકલ્યો. જેને પૂર્વ દિશામાં મોકલ્યો હતો તેને જતાં અને આવતાં બન્ને વખત સૂર્યનો તાપ સામે રહ્યો, જેથી તેને કષ્ટ પડ્યું. જેને પશ્ચિમદિશામાં મોકલ્યો હતો તેને જતાં અને આવતાં સૂર્ય પીઠ પાછળ રહ્યો, તેથી જરાય કષ્ટ ન પડ્યું. સાંજે તેઓ બન્ને ઘરે આવી ગયા. મંત્રીએ રાજાને કહ્યું – પેલી સ્ત્રીને પશ્ચિમ તરફ જનાર પતિ પર અધિક પ્રેમ છે. રાજાએ કહ્યું– એ વાત મને માનવામાં આવતી નથી. આપણે જ એકને પૂર્વ તરફ અને બીજાને પશ્ચિમ તરફ જવાનું કહ્યું હતું. આ વાત બરાબર નથી. મંત્રીએ બીજો ઉપાય શોધ્યો. એક દિવસ ફરી મંત્રીએ પેલી પત્ની પર સંદેશો મોકલ્યો કે તું તારા બન્ને પતિને આજે એક જ સમયે પૂર્વ અને પશ્ચિમ દિશામાં મોકલજે. પત્નીએ પૂર્વવત્ કર્યું. થોડીવાર પછી મંત્રીએ પેલી પત્ની પાસે બે માણસો મોકલ્યા. તેઓએ આવીને કહ્યું- તમારા બન્ને પતિના શરીરમાં કોઈ વ્યાધિ થયો છે માટે તમે પ્રથમ પૂર્વદિશામાં જાઓ. પેલી પત્નીએ કહ્યું– પૂર્વ દિશામાં જનાર મારા પતિ સદાય બીમાર જ હોય છે, એની પાસે જવા કરતા મને પશ્ચિમ દિશામાં ગયેલા મારા પતિ પાસે જવા દો. તેણી પશ્ચિમ દિશામાં જ ગઈ. પછી મંત્રીએ રાજાને સર્વ વાત કરીને નિવેદન કર્યું. રાજા મંત્રીની વાત સાંભળીને અત્યંત ખુશ થયા. મંત્રીની ઔત્પાતિકી બુદ્ધિનું આ ઉદાહરણ છે. (૩૦) પુત્ર:- કોઈ એક નગરમાં એક વ્યાપારી રહેતો હતો. તેને બે પત્ની હતી. એક સ્ત્રીને એક પુત્ર હતો. બીજી સ્ત્રી વંધ્યા હતી, પરંતુ તે પણ બાળક પર અત્યંત પ્રેમ રાખતી હતી. તેથી બાળકને ખબર ન પડતી કે મારી અસલી માતા કોણ છે. એક વાર વ્યાપારી બન્ને પત્ની તથા બાળકને લઈને પરદેશ જવા નીકળ્યો. રસ્તામાં તેનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ બન્ને સ્ત્રીઓ પુત્ર માટે વિવાદ કરવા લાગી. એક કહે કે આ દીકરો મારો છે, તેથી ઘરની સર્વ સંપત્તિની હું માલિક થઈશ. બીજી કહે, દીકરો મારો છે તેથી પતિની સર્વ સંપત્તિ પર મારો હક્ક રહેશે. વાત વાતમાં ઝગડો બહુ વધી ગયો. છેવટે બન્ને સ્ત્રીઓ ન્યાયાલયમાં પહોંચી ગઈ. તેઓએ ન્યાયાધીશને પોતાની વાત કરી. ન્યાયાધીશ ચિંતામાં પડી ગયા કે આ બાળકની અસલી માતા કોણ હશે? ન્યાયાધીશે પ્રથમ કર્મચારીઓને કહ્યું – તમે આ બન્ને સ્ત્રીઓના ઘરે જઈને તેની સંપત્તિનો સરખો ભાગ પાડી દો પછી આ બાળકને છરીથી કાપીને બન્નેને અર્ધા અર્ધા Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ આપી દો. ન્યાયાધીશનો આ આદેશ સાંભળીને એક સ્ત્રી મૌન રહી, પરંતુ બીજી સ્ત્રીનું હૃદય વિંધાઈ ગયું. તેણીએ કકળતા હૃદયે કહ્યું– સાહેબ આ બાળક પેલી સ્ત્રીનો છે તેને આપી દો મારા ધણીની બધી સંપત્તિ પણ તેને આપી દો. હું દરિદ્ર અવસ્થામાં રહીશ પણ આ બાળકને જીવિત જોઈને આનંદપૂર્વક દિવસો વ્યતીત કરીશ. ન્યાયાધીશે પેલી સ્ત્રીનું દુઃખિત હૃદય જોઈને જાણી લીધું કે બાળકની અસલી માતા આ જ છે, માટે તે ધનસંપત્તિ જતી કરીને પણ પોતાના બાળકને જીવિત રાખવા ઈચ્છે છે. પછી ન્યાયાધીશે દીકરો તથા વ્યાપારીની બધી સંપત્તિ અસલી માતાને સુપ્રત કરી અને વંધ્યા સ્ત્રીને તેની ધૂર્તતા માટે કાંઈ આપ્યું નહીં. આ છે ન્યાયાધીશની ઔત્પાતિક બુદ્ધિનું ઉદાહરણ. (૩૧) મધુસિત્થ–મધપૂડો :- એક ગામમાં એક વણકર રહેતો હતો. તેની પત્નીનું આચરણ સારું ન હતું. એક વખત વણકર કોઈ અન્ય ગામ ગયો. પાછળથી તેની પત્નીએ કોઈ અન્ય પુરુષની સાથે અનૈતિક સંબંધ બાંધી દીધો. પત્ની અન્ય પુરુષની સાથે જ્યાં ગઈ હતી, ત્યાં તેણે જાળ બિછાવેલા વક્ષની મધ્યમાં એક મધપૂડો જોયો પરંતુ તેના તરફ તેણીએ બહુ ધ્યાન આપ્યું નહી અને તે પોતાના ઘરે ચાલી ગઈ. તેનો પતિ પણ બહારગામથી ઘરે આવી ગયો હતો. એકવાર વણકર મધ લેવા માટે બજારમાં જતો હતો પણ તેની પત્નીએ કહ્યું- તમે મધ લેવા બજારમાં શા માટે જાઓ છો? મેં આ બાજુમાં રહેલી વૃક્ષની સઘન ઝાડીમાં એક મોટો મધપૂડો જોયો છે, ચાલો તમને બતાવું. એમ કહીને તેણી પોતાના પતિને પેલા જાળ બિછાવેલા વૃક્ષની પાસે લઈ ગઈ પણ ત્યાં તેને મધપૂડો દેખાયો નહીં, તેથી તે સઘન વૃક્ષની ઝાડીમાં તેના પતિને લઈ ગઈ. આગલા દિવસે જ્યાં તેણીએ અનાચારનું સેવન કર્યું હતું ત્યાં મોટો મધપૂડો હતો. પતિએ તેની ઔત્પાતિકી બુદ્ધિથી જાણી લીધું કે મારી પત્ની આ સ્થાન પર નિરર્થક અહીં આવી ન શકે, નિશ્ચય તે કોઈ અન્ય પુરુષ સાથે દુરાચારનું સેવન કરતી હશે. (૩૨) મુદ્રાઓ :- કોઈ એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે સત્યવાદી હતો. જનતામાં એવી છાપ હતી કે આ પુરોહિતને ત્યાં થાપણ રાખવામાં આવે તો તે ગમે તેટલો સમય વ્યતીત થઈ ગયો હોય તો પણ પાછી આપે છે. આ વાત સાંભળીને એક ગરીબ ભીખારી પોતાની હજાર સોનામહોર એક વાંસળીમાં ભરીને પુરોહિતના ઘરે આવ્યો અને તેણે પુરોહિતને પોતાની થાપણ સાચવવાનું કહ્યું. પુરોહિતે તે વાંસળીને સાચવીને મૂકી દીધી. ભીખારી ત્યાંથી દેશાંતર ચાલ્યો ગયો. ઘણો સમય વ્યતીત થયા બાદ તે ગરીબ ભિખારી પોતાના સ્વઘરે પાછો આવ્યો અને પુરોહિત પાસે પોતાની થાપણ લેવા ગયો. પરંતુ પુરોહિતે કહ્યું હું તારી વાંસળી વિષે કંઈ જાણતો નથી. તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? તારી થાપણ મારે ત્યાં છે જ નહીં, એમ કહીને ભીખારીને ત્યાંથી તેણે રવાના કર્યો. ભિખારીને પોતાની સંપત્તિ ન મળવાથી પાગલ બની ગયો. ગામમાં તે ચારે બાજુ ફરતાં ફરતાં બોલ્યા કરતો હતો કે હજાર સોનામહોરની વાંસળી. વારંવાર આ શબ્દનો જ ઉચ્ચાર કરતો હતો. Page #211 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ ૨૧૧ એક દિવસ તે ગરીબે મંત્રીને રસ્તામાં જતાં જોયા અને બોલી ઉઠયો કેપુરોહિતજી, મારી હજાર રૂપિયાની વાંસળી તમારે ત્યાં થાપણ રૂપે રાખી છે તે પાછી આપોને? આ વાત સાંભળીને મંત્રી સમજી ગયા કે આ વ્યક્તિને કોઈએ દગો દીધો છે. માટે મંત્રીને દયા આવી. તેણે પેલા ભિખારીની વાત રાજાને કરી. રાજાએ પુરોહિતને બોલાવીને કહ્યું– પેલા ભિખારીની થાપણ તું પાછી આપી દે. પુરોહિતે કહ્યું– મારા ઘરે ભિખારીની થાપણ છે જ નહીં. એમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. પછી રાજાએભિખારીને એકાંતમાં બોલાવ્યો અને કહ્યું તે થાપણ ખરેખર પુરોહિતને ત્યાં રાખી છે? ભિખારીએ દિવસ, તિથિ, મુહૂર્ત, ચોઘડીયું તેમજ સાથીદારોની હાજરી વગેરે બતાવ્યું. એક દિવસે રાજાએ ફરી પુરોહિતને બોલાવ્યો. રાજા તેની સાથે રમત ગમતમાં મગ્ન બની ગયા. પછી રમતાં રમતાં એક બીજાએ વીંટી બદલાવી લીધી. પછી પોતાના ગુપ્તચરને રાજાએ કહ્યું – તમે આ વીંટી લઈને પુરોહિતના ઘેર જાઓ અને તેની પત્નીને પુરોહિતની વીંટી બતાવીને કહો કે પુરોહિતે મને પેલા ભિખારીની એક હજાર સોનામહોરની વાંસળી આપવાનું કહ્યું છે. વીંટીની સાક્ષી જોઈને પ્રોહિતની પત્નીએ પેલા ભિખારીની થાપણ રાજાના કર્મચારીઓને આપી દીધી. કર્મચારીઓએ રાજાને ભિખારીની વાંસળી આપીને સર્વ વૃત્તાંત કહો. રાજાએ ઘણી વાંસળીની વચ્ચે પેલા ભિખારીની વાંસળી પણ રાખી દીધી. રાજાએ પુરોહિત તથા ભિખારી બન્નેને પોતાની બેઠકમાં બેસાડ્યા. ભિખારી વાંસળીના ઢગલામાં પોતાની વાંસળીને જોઈને અત્યંત ખુશ થયો. પછી રાજાને તેણે કહ્યું– મહારાજ! આ આકૃતિવાળ વાંસળી મારી છે. રાજાએ પ્રેમથી તેની વાંસળી તેને આપી દીધી. વાંસળી મળી જવાથી ભિખારીનું પાગલપણું ચાલ્યું ગયું. રાજાએ પોતાની ઓત્પાતિકી બુદ્ધિ વડે પુરોહિત પાસેથી થાપણ મેળવીને પુરોહિતને યથાયોગ્ય દંડ આપ્યો. (૩૩) અંક – એક વખત કોઈ માણસે એક શાકારને એક હજાર રૂપિયાની વાંસળી થાપણ રૂપે આપી. પછી તે દેશાંતર ફરવા ગયો. તેના ગયા પછી શાહૂકારે વાંસળી નીચે એક કાણું કરીને હજાર રૂપિયા કાઢી લીધા. તેમાં ખોટા રૂપિયા ભરીને તેણે વાંસળીની સિલાઈ કરી લીધી. થોડા સમય પછી વાંસળીનો માલિક પોતાના ઘરે આવીને શાહુકાર પાસે વાંસળી લેવા ગયો. શાહૂકારે તેની વાંસળી આપી દીધી. તે લઈને વાંસળીનો માલિક પોતાના ઘરે ગયો. ત્યાં જઈને જોયું તો વાંસળીમાંથી ખોટા રૂપિયા નીકળ્યાં. એ જોઈને પેલો માણસ ગભરાયો. પછી તે ન્યાયાધીશ પાસે ગયો અને વાંસળી માંહેના ખોટા રૂપિયા વિષેની વાત કરી. ન્યાયાધીશે તેને પૂછ્યું- તારી વાંસળીમાં કેટલા રૂપિયા હતા. તેણે કહ્યું એક હજાર હતાં. ન્યાયાધીશે ખોટા રૂપિયા તેમાંથી કાઢીને સાચા રૂપિયા ભર્યા પણ પાંચ રૂપિયા વાંસળીમાં સમાયા નહીં, કેમ કે વાંસળીને કાપીને સિલાઈ કરી હતી. તે જોઈને ન્યાયાધીશે અનુમાન કર્યું કે ખરેખર શાહૂકારે આ વાંસળી કાપીને સાચા રૂપિયા લઈને ખોટા ભરી દીધા છે. પછી ન્યાયાધીશે શાહુકારને બોલાવીને કહ્યું– આ માણસના તે હજાર રૂપિયા લઈ લીધા છે તે પાછા દઈ દે નહીંતર તને દંડ દેવામાં આવશે. શાહૂકારે www Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ દંડના ભયથી ડરીને એક હજાર રૂપિયા વાંસળીના માલિકને આપી દીધા. આ છે ન્યાયાધીશની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ. (૩૪) નાણક – એક માણસ એક શેઠને ત્યાં એક હજાર સવર્ણમહોરોની ભરેલી થેલી અંકિત કરીને થાપણ રૂપે રાખીને તે દેશાંતર ગયો. થોડો સમય વીત્યા બાદ શેઠે તે થેલીમાંથી સોનાની મહોરો કાઢી લીધી અને તેમાં નકલી મહોરો ભરીને થેલીને સીવી લીધી. કેટલાક વર્ષો પછી થેલીનો માલિક શેઠની પાસે આવ્યો. તેણે પોતાની થેલી માંગી. શેઠે તેના નામવાળી થેલી તેને આપી. તે પોતાની થેલી લઈને ઘેર ગયો. ઘેર જઈને મહોરોની તપાસ કરી તો અસલી મહોરોને બદલે નકલી મહોરો નીકળી. તરત જ તે શેઠની પાસે ગયો અને કહ્યું– શેઠજી! આ થેલીમાં મારી અસલી મહોરોને બદલે નકલી મહોરો છે. શેઠે કહ્યું– હું અસલી નકલી કંઈ જાણતો નથી. મેં તો તમારી થેલી જેવી હતી એવી પાછી આપી છે. તેની અસલી સોનામહોર નહીં મળતા તે ન્યાયાલયમાં ગયો. ન્યાયાધીશને તેણે પોતાની થેલી વિષે વાત કરી. ન્યાયાધીશે શેઠને તથા થેલીના માલિકને બોલાવ્યા. ન્યાયાધીશે થેલીના માલિકને પૂછયું– તમે કેટલા વર્ષ પહેલા શેઠને ત્યાં થેલી રાખી હતી? તેણે પોતાનાં વર્ષ અને દિવસો બતાવી દીધા. થેલીમાંની મહોરોની તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે તે મહોરો તો નવી તાજેતરમાં બની હતી. ન્યાયાધીશે સમજી લીધું કે મહોરો બદલાઈ ગયેલ છે. તેઓએ શેઠને બોલાવીને કહ્યું- શેઠજી! આ મહોરો ખરેખર તમારે ત્યાં બદલાઈ ગઈ છે માટે સાચી મહોરો તેને આપી દો, નહીંતર તમને દંડ દેવામાં આવશે. શેઠે પેલા માણસની સાચી મહોર પાછી આપી દીધી. આ છે ન્યાયાધીશની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ. (૩૫) સોના મહોર - કોઈ એક માણસ એક સંન્યાસીને ત્યાં એક હજાર સોનામહોરની થાપણ રાખીને વિદેશ ગયો. થોડા સમય બાદ પોતાના ઘરે આવીને પછી તે સંન્યાસી પાસે પોતાની થાપણ લેવા ગયો. પેલો સંન્યાસી આજે દઈશ, કાલે દઈશ એમ કહેતો, પણ તેની થાપણ આપતો નહીં. પેલો માણસ ચિંતામાં રહેતો કે આ સંન્યાસી પાસેથી મારી થાપણ કેવી રીતે કઢાવવી. સંયોગવશ એક દિવસ તેને એક જુગારી મળ્યો. વાતચીત કરતાં કરતાં તેણે પોતાની સોનામહોર વિષે વાત કરી. જુગારીએ કહ્યું- હું તમારી સોના મહોર તેની પાસેથી કઢાવી આપીશ. પછી તે કંઈક સંકેત કરીને ચાલ્યો ગયો. બીજા દિવસે જુગારી ગેરૂ રંગના કપડા પહેરીને સંન્યાસીનો વેશ ધારણ કરીને પેલા ભિક્ષની પાસે ગયો. ત્યાં જઈને તેણે ભિક્ષને કહ્યું– મારી પાસે થોડીક સોનાની ખીંટીઓ છે તે આપ મારી થાપણ રૂપે રાખો. હું વિદેશથી આવીને પાછી લઈ જઈશ. આપ સત્યવાદી મહાત્મા છો એટલે હું આપની પાસે મારી આ થાપણ રાખવા ઈચ્છું છું. એવી વાત કરતા હતા ત્યાં પેલા માણસે જુગારીના સંકેતાનુસાર સંન્યાસી પાસે આવીને કહ્યું– મહાત્માજી મારી હજાર સોનામહોરની થેલી મને આપો. મારે આજે જોઈએ છે. ભિક્ષુ પેલી સોનાની ખીંટીઓના લોભે અને સંન્યાસી પાસે અપયશ ન ફેલાય એટલા ખાતર ઘરમાં જઈને હજાર સોનામહોરની થેલી લઈ આવ્યો અને થેલીના માલિકને આપી દીધી. ત્યારબાદ વેશધારી સંન્યાસીએ પેલા ભિક્ષુને કહ્યું– થોડીવાર ખમો, મારે Page #213 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : નંદી સૂત્રની કથાઓ એક જરૂરી કામ માટે અત્યારે જવું પડશે. હું મારું કામ કરીને પછી આ સોનાની ખીંટીઓ આપને ત્યાં મૂકવા આવીશ. એમ કહીને વેષધારી સંન્યાસી ત્યાંથી ચાલ્યો ગયો. વેષધારી સંન્યાસી જુગારીની ઔત્પાતિક બુદ્ધિના કારણે પેલાની હજાર સોનામહોર મળી ગઈ. (૩૬) ચેટક નિધાન :- એક ગામમાં બે મિત્રો રહેતા હતા. પરસ્પર બન્નેનો ગાઢ પ્રેમ હતો. એક વાર બન્ને મિત્રો ગામની બહાર જંગલમાં ગયા. ત્યાં એક ઝાડ નીચે બેઠા હતા. ઓચિંતાની તેઓની નજર એક ખાડા પર પડી. ત્યાં તેઓએ સુવર્ણથી ભરેલ એક ચરુ જોયો. બન્નેએ ખાડો ખોદીને ચરુ બહાર કાઢ્યો. તેઓ બન્ને કહેવા લાગ્યા કે આપણે કેવા ભાગ્યશાળી છીએ કે આપણને અચાનક પુષ્કળ ધન મળી ગયું. પણ એક માયાવી મિત્રે કહ્યું– આપણે આ ધનને આજે અહીં જ દાટી દઈએ. કાલે શુભ દિવસ અને શુભ નક્ષત્ર છે માટે આપણે બન્ને કાલે અહીં આવીને આ ધન લઈ જઈશું. ૨૧૩ પેલો મિત્ર સરળ હતો. તેણે કહ્યું– ભલે. પછી બન્ને મિત્રો ધન દાટીને પોતાના ઘરે ગયા. માયાવી મિત્ર તે જ રાતના જંગલમાં જ્યાં ધન દાટયું હતું ત્યાં ગયો. તેણે ખાડો ખોદીને બધું ધન કાઢી લીધું અને ચરુમાં કોલસા ભરીને ફરી ત્યાં દાટી દીધો. બધું ધન લઈને પોતાના ઘરમાં મૂકી દીધું. બીજા દિવસે બન્ને મિત્રો મળીને જંગલમાં ધન લેવા ગયા, ખાડો ખોદીને ચરુ કાઢ્યો તો અંદરથી કોલસા નીકળ્યાં. કપટી મિત્ર કોલસાને જોઈને છાતીફાટ રુદન કરવા લાગ્યો અને બોલવા લાગ્યો આપણે કેવા કમનસીબ ? દેવે આપણને દ્રવ્ય આપ્યું અને પાછું છીનવી લીધું. એમ વારંવાર કહેતો કહેતો જીણી નજરે તે સરળ મિત્ર સામ્ જોતો હતો. સરળ મિત્રે કહ્યું... આમ રોવાથી ધન નહીં મળે. સરળ મિત્ર સમજી ગયો હતો કે આ કપટીએ જ ધન કાઢીને એમાં કોલસા ભરી દીધા છે. છતાં તેને સમજાવીને બન્ને પોતપોતાના ઘરે ગયા. થોડા દિવસ પછી સરળ મિત્રે કપટી મિત્રની એક મૂર્તિ બનાવી. પછી એ મૂર્તિ પોતાના ઘરે રાખી. ત્યાર બાદ તેણે બે વાંદરા પાળ્યા. પછી એ વાંદરાઓને ખાવા યોગ્ય પદાર્થોની થેલી મૂર્તિના મસ્તક પર, ખંભા પર, હાથ પર, પગ પર રાખી દેતો હતો. વાંદરાઓ મૂર્તિ પરથી પોતાનો ખોરાક ખાઈને તે પ્રતિમા પર નાચ-કૂદ વગેરે ક્રિયા કરતા હતા. એ પ્રતિમાની આકૃતિ બન્ને વાંદરાઓ જાણીતા થઈ ગયા. એક દિવસ તહેવારના દિવસે સરળ મિત્રે કપટી મિત્રના બન્ને દીકરાને જમવાનું કહ્યું. કપટી મિત્રે તેનું આમંત્રણ સ્વીકારીને બન્ને દીકરાઓને તેના ઘરે જમવા મોકલ્યા. સરળ મિત્રે બન્નેને ખૂબ પ્રેમથી જમાડયા પછી અન્ય સ્થાન પર સુખપૂર્વક સંતાડી દીધા. સાંજનો સમય થતાં કપટી મિત્ર પોતાના બન્ને બાળકોને લેવા માટે આવ્યો, તેને આવતો જોઈને ભોળા મિત્રે જે જગ્યાએ પેલાની મૂર્તિ રાખી હતી એ ત્યાંથી લઈ લીધી અને એ જ જગ્યાએ શેત્રંજી પાથરીને તેને ત્યાં બેસાડ્યો. પછી ઘરમાં જઈને બન્ને વાંદરાઓને તેણે છૂટા કર્યા. બન્ને વાંદરાઓ સીધા કપટી મિત્રના મસ્તક પર, હાથ પર, પીઠ પર, પગ પર ચડીને મસ્તી કરવા લાગ્યા. કપટી મિત્રે કહ્યું– આ વાંદરાઓ મારા પર અત્યંત પ્રેમ કેમ કરે છે ? સરળ મિત્રે કહ્યું– એ બન્ને આપના પુત્રો છે. મારા ઘેર આવીને જમ્યા પછી એ બન્ને વાંદરાઓ બની ગયા છે. એ આપના પુત્રો હોવાથી પરિચિત છે માટે આપના શરીર પર નાચ-કૂદ કરે છે. માયાવી મિત્રે કહ્યું– શું મનુષ્ય પણ વાંદરા બની Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ શકે? ભોળા મિત્રે કહ્યું– જો સુવર્ણ કોલસા બની શકે તો માણસ પણ વાંદરા બની શકે છે. માયાવી મિત્રએ વિચાર્યું કે મારા આ ભોળા મિત્રને મારી ચાલની ખબર પડી ગઈ છે. જો હું શોર મચાવીશ તો તે રાજાને કહી દેશે. રાજા મને પકડી લેશે દંડ કરશે, બધું ધન લઈ જશે અને મારા દીકરાઓ પણ ફરી મનુષ્ય નહીં થાય. એમ વિચારીને તેણે પોતાના મિત્રને બધી સત્ય વાત કરી દીધી અને ધનનો અર્ધો ભાગ પણ તેને આપી દીધો. સરળ મિત્રે બન્ને વાંદરાઓને ઘરમાં જઈને બાંધી દીધા અને જે સ્થળે કપટી મિત્રના બે પુત્રો રાખ્યા હતા ત્યાંથી લાવીને તેને સોંપી દીધા. આ સરળ મિત્રની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૩૭) શિક્ષા–ધનુર્વેદઃ- કોઈ એક ગામમાં એક માણસ ધનુષ્ય વિધામાં બહુ નિપુણ હતો. એક વખત ચાલતાં ચાલતાં તે કોઈ એક શહેરમાં પહોંચ્યો. ત્યાંના લોકોને તેની કળા તથા હોશિયારીની ખબર પડી, એટલે ઘણા શ્રીમંત લોકોના દીકરાઓ તેની પાસે ધનુર્વિધા શીખવા માટે આવ્યાં. કલાચાર્યે તે બધાને પ્રેમપૂર્વક ધનુર્વિદ્યા શીખડાવી. વિદ્યા શીખી લીધા પછી બધા ધનિક પુત્રોએ કલાચાર્યને ઘણું ધન દક્ષિણામાં આપ્યું. વિદ્યાર્થીઓના પારિવારિક જનોને આ વાતની જાણ થતાં, તેઓને ક્રોધ આવ્યો. તેઓએ મળીને નક્કી કર્યું કે કલાચાર્ય જ્યારે અહીંથી તેના ઘરે જવા માટે નીકળે ત્યારે આપણે તેને માર મારીને બધું ધન લઈ લેવું આ વાતની કોઈપણ પ્રકારે ધનુર્વિદ્યાના ધારક કલાચાર્યને ખબર પડી ગઈ. પછી તેણે એક યોજના બનાવી. પ્રથમ તેમણે પોતાના ગામમાં રહેનાર બંધુઓને સમાચાર મોકલ્યા કે હું અમુક દિવસે અથવા અમુક રાત્રિના થોડાક છાણના ગોળ ગોળ પિંડાઓ નદીમાં વહાવીને રવાના કરીશ. એને તમે કાઢીને ઘરમાં રાખી દેજો. ત્યાર બાદ તેણે પોતાનું સઘળું દ્રવ્ય છાણમાં નાખીને થોડાક પિંડો બનાવ્યા. પછી તેને સૂકવીને રાખી દીધા. એક દિવસ તેણે વિદ્યાર્થીઓને બોલાવીને કહ્યું – અમારા કુળની એવી પરંપરા છે કે જ્યારે શિક્ષા સમાપ્ત થઈ જાય ત્યારે કોઈ પર્વના શુભ દિવસે સ્નાન કરીને મંત્ર ઉચ્ચારણ કરતાં કરતાં છાણના સૂકા પિંડને નદીમાં પ્રવાહિત કરવામાં આવે એ માટે અમુક રાત્રિના આ કાર્ય કરવામાં આવશે. નિશ્ચિત કરેલી રાત્રિએ કલાચાર્ય અને સર્વે વિદ્યાર્થીઓએ મંત્રોચ્ચારણ કરતાં કરતાં સૂકા છાણના પિંડોને નદીમાં રવાના કરી દીધા. એપિંડાઓ નિશ્ચિત સ્થાન પર પહોંચ્યા એટલે કલાચાર્યના બંધુજનોએ તેને સુરક્ષિત રીતે કાઢીને પોતાના ઘરમાં રાખી દીધા. થોડો સમય વ્યતીત થયા બાદ એક દિવસ કલાચાર્યે વિદ્યાર્થીઓને તથા તેના સંબંધીઓને કહ્યું- આજે હું મારા ઘરે જવા માટે રવાના થાઉં છું. કલાચાર્યના શરીર પર ફક્ત એક જ વસ્ત્ર જોઈને વિદ્યાર્થીઓના પરિવારજનોએ વિચાર્યું કે તેમની પાસે કાંઈ છે નહીં માટે તેને લૂંટવા કે મારવા જેવું કાંઈ છે નહીં. કલાચાર્ય પોતાની ઔત્પાતિકી બુદ્ધિના પ્રભાવે સકુશળ પોતાના ઘરે પહોંચી ગયા. તેમણે ઘેર જઈને પેલા છાણના પિંડોનો ભૂકો કરીને જોયું તો પોતાનું ધન બરાબર નીકળ્યું. (૩૮) અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્ર - એક વણિકને બે પત્ની હતી. એકને એક પુત્ર હતો અને બીજી સ્ત્રી વંધ્યા હતી. બન્ને માતાઓ પુત્રનું પાલન પોષણ બરાબર કરતી હતી. Page #215 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : નદી સૂત્રની કથાઓ ૧૫ તેથી બાળકને ખબર ન હતી કે મારી સગી માતા કોણ છે? એકવાર વણિક પોતાની બન્ને પત્ની તથા બાળકને લઈને ભગવાન સુમતિનાથના નગરમાં ગયા. પરંતુ ત્યાં ગયા પછી વણિકનું મૃત્યુ થઈ ગયું. તેથી બન્ને પત્નીઓમાં સંપૂર્ણ ધન વૈભવ તથા પુત્ર માટે વિવાદ થવા લાગ્યો. કેમ કે જેનો પુત્ર હતો એ જ માતાનો સંપૂર્ણ વૈભવ તથા બાળક પર અધિકાર હતો પણ, વંધ્યા તેને દેવા ઈચ્છતી ન હતી. તેઓ બન્ને સ્ત્રીઓનો વિવાદ આગળ વધતાં વધતાં રાજ દરબારમાં પહોંચ્યો પણ કાંઈ ફેંસલો ન થયો. પરંતુ એ વિવાદ મહારાણી સુમંગલાએ સાંભળ્યો. એ સમયે તે ગર્ભવતી હતી. તેણીએ બન્ને વણિક પત્નીઓને પોતાની પાસે બોલાવીને કહ્યું – થોડા સમય બાદ મારા ઉદરમાંથી પુત્રનો જન્મ થશે, તે અમુક અશોક વૃક્ષની નીચે બેસીને તમારો વિવાદ દૂર કરશે. ત્યાં સુધી તમે બન્ને આનંદપૂર્વક અહીં રહો. ભગવાન સુમતિનાથની માતા સુમંગલાની વાત સાંભળીને વણિકની વંધ્યા સ્ત્રીએ વિચાર્યું કે “હજુ તો મહારાણીએ પુત્રનો જન્મ પણ નથી આપ્યો, પુત્ર જન્મ થશે પછી એ મોટો થશે. ત્યાં સુધી તો અહીં આનંદથી રહી શકાશે. પછી જે થશે તે જોઈશું.” આમ વિચારીને તેણીએ તરત જ સુમંગલાની વાતનો સ્વીકાર કરી લીધો. તેની મુખાકૃતિ જોઈને મહારાણી સુમંગલાએ જાણી લીધું કે બાળકની માતા આ નથી. પછી તે વંધ્યા સ્ત્રીને તિરસ્કૃત કરીને ત્યાંથી કાઢી મૂકી અને બાળક અસલી માતાને સોંપી, તેણીને ગૃહસ્વામિની બનાવી દીધી. આ ઉદાહરણ માતા સુમંગલાદેવીની અર્થશાસ્ત્ર વિષયક ઔત્પાતિકી બુદ્ધિનું છે. (૩૯) ઈચ્છાયમહં:- કોઈ એક નગરમાં એક શેઠ રહેતા હતા. ઓચિંતાનું તેનું મૃત્યુ થયું. તેથી શેઠાણી બહુ પરેશાન થઈ ગઈ. કેમ કે શેઠ દ્વારા વ્યાજે આપેલી રકમ તે વસુલ કરી શકતી ન હતી. એકવાર તેણીએ શેઠના મિત્રને બોલાવીને કહ્યું- મહાનુભાવ! કૃપા કરીને આપ શેઠે આપેલી વ્યાજ આદિની રકમ મને વસુલ કરી આપો. શેઠનો મિત્ર બહુ સ્વાર્થી હતો. તેણે કહ્યું– હું શેઠનું ધન વસુલ કરી દઉં તો તમે મને કેટલું ધન આપશો? શેઠાણીએ કહ્યું– તમે જે ઈચ્છો તે મને આપજો. ત્યારબાદ શેઠના મિત્રે શેઠના રૂપિયા વગેરે બધી રકમ વસૂલ કરી લીધી. પરંતુ તે શેઠાણીને ઓછું દેવા ચાહતો હતો, પોતાને વધારે રકમ જોઈતી હતી. આ વાતની શેઠાણીને ખબર પડી એટલે બન્ને વચ્ચે વિવાદ શરૂ થયો. છેવટે ન્યાયાલયમાં એ વિવાદ પહોંચ્યો. ન્યાયાધીશે બન્નેની વાત સાંભળીને શેઠના મિત્રને હુકમ કર્યો કે તમે બધુ ધન અહીં લઈ આવો. પછી ન્યાયાધીશે તેના બે ઢગલા તૈયાર કરાવ્યા. એક ઢગલો મોટો બનાવ્યો અને બીજો ઢગલો નાનો બનાવ્યો. ત્યારબાદ ન્યાયાધીશે શેઠના મિત્રને પૂછ્યું- આ બે ઢગલામાંથી તમે કયો ઢગલો લેવા ઈચ્છો છો ? મિત્ર શેઠે તુરત જવાબ આપ્યો- હું મોટો ભાગ(ઢગલો) લેવા ઈચ્છું છું. ન્યાયાધીશે શેઠના મિત્રની વાતને પકડી લીધી અને કહ્યું- શેઠાણીએ તમને શું કહ્યું હતું? તમે જે ચાહો તે મને આપજો. શેઠાણીના શબ્દો પ્રમાણે તમે મોટા ઢગલાને ચાહો છો એ રકમ શેઠાણીને આપવામાં આવે છે અને નાનો ઢગલો તમારે લેવાનો છે. શેઠનો મિત્ર માથું કૂટતો નાનો ઢ ગલો લઈને ચુપચાપ ચાલ્યો ગયો. ન્યાયાધીશની ઔત્પાતિકી બુદ્ધિનું આ ઉદાહરણ છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ (૪૦) શતસહસ:- એક ગામમાં એક પરિવ્રાજક રહેતો હતો. તેની પાસે એક મોટું ચાંદીનું વાસણ હતું. એ વાસણનું નામ તેણે ખોરકી રાખ્યું હતું. એ પરિવ્રાજક બહુ બુદ્ધિમાન હતો. તે જે કોઈ વાત એકવાર સાંભળે તે પોતાની કુશાગ્ર બુદ્ધિથી અક્ષરશઃ યાદ રાખતો હતો. પોતાની પ્રજ્ઞાના અભિમાનથી તેણે સર્વજનોની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે જે વ્યક્તિ મને અશ્રુતપૂર્વ અર્થાતુ પહેલાં નહિ સાંભળેલી વાત સંભળાવશે તો, તેને હું મારું આ ચાંદીનું વાસણ આપી દઈશ. પરિવ્રાજકની આ પ્રતિજ્ઞા સાંભળીને ચાંદીના વાસણના લોભે ઘણા માણસો તેની પાસે આવ્યા. તે દરેકે નવી નવી વાતો સંભળાવી પરંતુ આગંતુક જે વાત સંભળાવે તે પરિવ્રાજક અક્ષરશઃ અનુવાદ કરીને તે જ સમયે સંભળાવી દેતો અને કહેતો કે આ વાત મેં સાંભળી છે. જો મેં સાંભળી ન હોય તો હું તમને અક્ષરશઃ કેવી રીતે બતાવી શકું? લોકોમાં પ્રસિદ્ધિ થઈ કે આવી કુશાગ્ર બુદ્ધિ અમે કોઈનામાં જોઈ નથી. પરિવ્રાજકની બુદ્ધિની ચારે બાજુ પ્રશંસા થવા લાગી. આ વાત એક સિદ્ધપુત્રે સાંભળી. તેણે કહ્યું– હું પરિવ્રાજકને એક વાત એવી કહીશ જે વાત તેણે ક્યારે ય પણ સાંભળી નહીં હોય. સિદ્ધપુત્રની વાત સાંભળીને રાજાએ પોતાના દરબારમાં સભાજનોને બોલાવ્યા. પરિવ્રાજકને પણ ત્યાં બોલાવ્યો. પરિવ્રાજકની સામે સિદ્ધપુત્રે વાત કરવાની શરૂઆત કરી. तुज्झ पिया मह पिउणो, धारेइ अणूणगं सयसहस्सं । जइ सुयपुव्वं दिज्जउ, अह ण सुयं खोरयं देसु ॥ અર્થ:- તમારા પિતાને મારા પિતાએ પૂરા એક લાખ રૂપિયા આપ્યા હતા. જો આ વાત તમે પહેલા સાંભળી હોય તો તમારા પિતાનું એક લાખ રૂપિયાનું કરજ ચૂકવી દો અને જો વાત ન સાંભળી હોય તો આપની પ્રતિજ્ઞા અનુસાર ચાંદીનું વાસણ(ખોરાક) મને આપી દો. બિચારો પરિવ્રાજક પોતાની ફેલાવેલી જાળમાં પોતે જ ફસાઈ ગયો. તે એમ કહે કે મેં આ વાત પહેલાં સાંભળી છે તો તેને એક લાખ રૂપિયા આપવા પડે. તેને લાખ રૂપિયા તો આપવા ન હતા તેથી તેણે પોતાનો પરાજય સ્વીકારી લીધો અને ચાંદીનું વાસણ સિદ્ધપુત્રને આપી દીધું. આઈસિદ્ધપુત્રની ઔત્પાતિક બુદ્ધિનું અનુપમ ઉદાહરણ. વૈનચિકી બુદ્ધિનું લક્ષણ અને તેના દાંતો: વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ કાર્યભારના વિસ્તરણ અર્થાત્ વહન કરવામાં સમર્થ હોય છે. ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ, કામનું પ્રતિપાદન કરનાર, સૂત્ર તથા અર્થને ગ્રહણ કરવામાં પ્રધાન–કુશળ તેમજ આ લોક અને પરલોકમાં સુંદર ફળ દેનારી વૈયિકી બુદ્ધિ હોય છે. તેના પંદર ઉદાહરણોના નામ આ પ્રમાણે છે(૧) નિમિત્ત (૨) અર્થશાસ્ત્ર (૩) લેખ (૪) ગણિત (૫) કૂવો (c) અશ્વ (૭) ગધેડો (૮) લક્ષણ (૯) ગ્રંથિ (૧૦) અગડ, કૂવો (૧૧) રથિક (૧૨) ગણિકા (૧૩) શીતાશાટી–ભીનું ધોતિયું (૧૪) નીદ્રોદક (૧૫) બળદોની ચોરી, અશ્વનું મરણ, વૃક્ષથી પડવું એ નયિકી બુદ્ધિના ઉદાહરણ છે. (૧) નિમિત્ત – કોઈ એક નગરમાં એક સિદ્ધ પુરુષ રહેતા હતા. તેને બે શિષ્યો હતા. Page #217 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ ૨૧૦ સિદ્ધ પુરુષે તે બન્નેને એક સરખો નિમિત્ત શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો. બે શિષ્યમાંથી એક શિષ્ય બહુ વિનયવાન હતો. ગુરુ જે આજ્ઞા કરે તેનું તે યથાવતુ પાલન કરતો હતો. તેમજ ગુરુ જે કાંઈ શીખવાડે તેના પર તે નિરંતર ચિંતન મનન કરતો હતો. ચિંતન કરતાં કરતાં તેને જે વિષયમાં શંકા ઉત્પન્ન થતી તેને સમજવા માટે પોતાના ગુરુની સમક્ષ ઉપસ્થિત થતો અને વિનયપૂર્વક વંદન નમસ્કાર કરીને શંકાનું સમાધાન કરતો હતો. પરંતુ બીજો શિષ્ય અવિનીત હતો. તે વારંવાર ગુરુને પૂછવામાં પણ પોતાનું અપમાન સમજતો હતો. પ્રમાદના કારણે તે ભણેલ વિષયનું ચિંતન પણ કરતો નહીં. તેથી તેનો અભ્યાસ અપૂર્ણ અને દોષપૂર્ણ રહી ગયો જ્યારે વિનીત શિષ્ય સર્વગુણ સંપન્ન તેમજ નિમિત્ત શાસ્ત્રમાં પારંગત થઈ ગયો. એક વાર ગુરુની આજ્ઞાથી બન્ને શિષ્યો કોઈ એક ગામમાં જઈ રહ્યા હતા. માર્ગમાં તેઓએ મોટા મોટા પગના ચિહ્નો જોયા. અવિનીત શિષ્ય પોતાના ગુરુભાઈને કહ્યું લાગે છે કે આ પગના ચિત કોઈ હાથીના હોય. ઉત્તર દેતા બીજો શિષ્ય બોલ્યો- ના, એ પગના ચિહ્ન હાથણીના છે. એ હાથણી ડાબી આંખે કાણી હશે એટલું જ નહીં એ હાથણી પર કોઈ રાણી સવારી કરતી હશે. એ રાણી સૌભાગ્યવતી હશે તેમજ ગર્ભવતી હશે. એ રાણી એક બે દિવસમાં જ પુત્રને જન્મ આપશે. ફક્ત પગનો આકાર જોઈને આટલી બધી વાત કહી શકે? અવિનીત શિષ્યની આંખો કપાળ પર ચઢી ગઈ. તેમણે વિનીત શિષ્યને પૂછ્યું– આટલી બધી વાતો તમે શેના આધારે કહી શકો છો? વિનીત શિષ્ય કહ્યું– ભાઈ ! થોડું આગળ ચાલવાથી તને સ્પષ્ટ સમજાય જશે. એ સાંભળીને અવિનીત શિષ્ય ચૂપ થઈ ગયો. બન્ને ચાલતાં ચાલતાં થોડા સમયમાં નિર્ણય કરેલા ગામ સુધી પહોંચી ગયા. ત્યાં તેઓએ જોયું તો ગામની બહાર એક વિશાળ સરોવરના કાંઠા પર સુખી સંપન્ન વ્યક્તિનો પડાવ પડ્યો હતો. તંબૂઓની એક બાજુ ડાબી આંખથી કાણી એક હાથણી બાંધેલી હતી. એ જ વખતે બન્ને શિષ્યોએ એ પણ જોયું કે એક દાસી તંબૂમાંથી બહાર નીકળી, તેણે એક પ્રભાવશાળી વ્યક્તિને કહ્યું – મંત્રીવર ! મહારાજાને જઈને વધાઈ આપો કે રાણીએ રાજકુમારને જન્મ આપ્યો છે. આ બધું જોઈને વિનીત શિષ્ય કહ્યું– જોયું ને? ડાબી આંખે કાણી હાથણી અહીં બાંધી છે. સૌભાગ્યવતી અને ગર્ભવતી રાણીએ રાજકુમારને જન્મ આપ્યો છે. એ જ રાણી આ હાથણી પર સવાર બની હતી અને તેણી જમીન પર હાથનો ટેકો દઈને ઊભી થઈ હતી. અવિનીત શિષ્ય વ્યંગમાં વિનીતને કહ્યું – હા, તારું જ્ઞાન સાચું છે. ત્યાર બાદ બન્ને જણા તળાવમાં હાથ પગ ધોઈને એક વડલાના ઝાડ નીચે વિસામો લેવા બેઠા. એ જ વખતે એક વૃદ્ધા મસ્તક પર પાણીનો ઘડો રાખીને તેઓની સામે ઊભી રહી. ત્યાં ઊભીને વૃદ્ધા વિચારે છે– આ બન્ને વિદ્વાન હોય એવું લાગે છે. માટે હું મારા પુત્ર વિષે આ પંડિતોને પ્રશ્ન પૂછીશ. એમ વિચારીને વૃદ્ધાએ પ્રશ્ન પૂછ્યો કે મારો પુત્ર વિદેશ ગયો છે તે ક્યારે આવશે? પ્રશ્ન પૂછયો કે તરત જ વૃદ્ધાના શિર પર રહેલો પાણીનો ઘડો નીચે પડી ગયો. ઘડો જમીન પર પડ્યો કે તરત જ ઘડાના ટુકડે ટુકડા થઈ ગયા અને પાણી માટીમાં મળી ગયું. એ જ વખતે અવિનીત શિષ્ય કહ્યું બુઢિયા! તારો પુત્ર ઘડાની જેમ Page #218 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ મૃત્યુ પામ્યો છે. એ સાંભળીને વૃદ્ધાનો જીવ અદ્ધર ચડી ગયો. ત્યારે વિનીત શિષ્યે કહ્યું– માજી ! તમે ચિંતા ન કરો. તમારો પુત્ર ઘરે આવી ગયો છે, એ તમારી રાહ જુએ છે, માટે તમે શીઘ્ર ઘરે જાઓ. વિનીત શિષ્યની વાત સાંભળીને માજીના શરીરમાં પ્રાણ આવ્યા. તે તરત જ ઘરે ગયા. ત્યાં તેનો દીકરો ખરેખર રાહ જોતો હતો. પુત્રએ માતાના ચરણમાં નમસ્કાર કર્યા. માતા પુત્રને ભેટી પડી. પછી તેણીએ વિનીત શિષ્ય બતાવેલી વાત કરી. ત્યાર બાદ માતા પુત્રને લઈને વિનીત શિષ્યની પાસે ગઈ અને તેના ચરણમાં અમુક રૂપિયા તથા વસ્ત્રયુગલ ભેટ રૂપે અર્પણ કર્યા અને શતશઃ આશીર્વાદ આપ્યા. ૨૧૮ અવિનીત શિષ્ય પોતાના ગુરુભાઈની વાત સાચી પડી, તેથી ક્રોધિત થયો અને મનમાં વિચારવા લાગ્યો. આ બધું ગુરુજીના પક્ષપાતનું કારણ છે. ગુરુજીએ મને દિલ દઈને જ્ઞાન આપ્યું નથી. પછી જે કામ માટે ગુરુજીએ તેઓને મોકલ્યા હતા એ કામ પૂર્ણ થતાં તેઓ બન્ને ફરી ગુરુજીની પાસે આવ્યા. ત્યાં જઈને વિનીત શિષ્ય આનંદાશ્રુ વહાવતો ગદ્ગદ્ ભાવથી ગુરુના ચરણોમાં ઝુકી ગયો પરંતુ અવિનીત શિષ્ય ઠૂંઠાની જેમ ઊભો રહ્યો. એ જોઈને ગુરુદેવે તેના સામું જોઈને પૂછ્યું- તને શું થયું છે ? અવિનીત શિષ્ય કહ્યું– આપે મને બરાબર ભણાવ્યો નથી એટલે મારી વાત ખોટી પડે છે અને આને તમે દિલ દઈને ભણાવ્યો છે એટલે તેની વાત સાચી પડે છે. આપે પક્ષપાત કર્યો છે. ગુરુજી તેની વાત સાંભળીને ચકિત થઈ ગયા પણ કાંઈ સમજ ન પડવાથી તેણે વિનીત શિષ્યને પૂછ્યું– વત્સ ! શું વાત છે ? કઈ ઘટનાથી તારા ગુરુભાઈના મનમાં આવો વિચાર આવ્યો છે ? વિનીત શિષ્યે માર્ગમાં જે જે ઘટના બની તે કહી સંભળાવી. ગુરુએ વિનીત શિષ્યને પૂછ્યું– એ બન્ને વાતની જાણકારી તને કેવી રીતે થઈ ? શિષ્ય કહ્યું– ગુરુદેવ ! આપના ચરણની કૃપાથી જ મેં વાત બતાવી હતી. રસ્તામાં એ પ્રાણીએ પેશાબ કર્યો હતો તેની આકૃતિથી મેં જાણ્યું કે હાથી નહીં પણ હાથણી હશે, માર્ગમાં જમણી બાજુ ઘાસ પત્રાદિ ખાધેલાં હતાં, ડાબી બાજુ ખાધેલાં ન હતાં. તેથી મેં કહ્યું એ હાથણી ડાબી બાજુ કાણી હશે. ઘણા જનસમૂહની સાથે આરૂઢ થઈને જનાર વ્યક્તિ રાજકીય જ હોય શકે. એ જાણ્યા પછી હાથી પરથી ઉતરીને લઘુશંકા જનાર વ્યક્તિના પગના ચિહ્ન જોઈને મેં વિચાર્યું કે રાણી હશે તેમજ જમણો હાથ ભૂમિ પર ટેકાવીને એ ઊભી થઈ હશે તેથી મેં જાણ્યું એ ગર્ભવતી હશે. ત્યાંના ઝાડની ડાળી પર રેશમી લાલ તંતુ ફસાઈ ગયેલા જોઈને મેં વિચાર્યું એ સૌભાગ્યવતી હશે. તેના જમણા પગની આકૃતિ થોડીક વજનયુક્ત જોઈને મેં કહ્યું– તે રાણી ટૂંક સમયમાં જ પુત્રને જન્મ આપશે. અમે થોડેક દૂર ગયા ત્યાં એક હાથણી બાંધેલી હતી. તે ડાબી આંખે કાણી હતી. તંબૂમાંથી એક દાસી મંત્રીને સમાચાર આપતી હતી કે રાજાજીને વધાઈ આપો કે રાણીબાએ પુત્રને જન્મ આપ્યો છે. આ રીતે આપશ્રીના આશીર્વાદથી મારી દરેક વાત સાચી પડી છે. બીજી વાત એક વૃદ્ધા સ્ત્રીની હતી. તે વૃદ્ધા એ અમને પ્રશ્ન કર્યો કે મારો પરદેશ ગયેલો દીકરો ફરી ક્યારે આવશે ? એ જ સમયે તેના મસ્તક પરથી પાણીનો ભરેલો ઘડો ભૂમિ પર પડી ગયો. ઘડાના સેંકડો ટુકડા થઈ ગયા અને પાણી બધું એ માટીમાં સમાઈ ગયું. તેથી મેં વિચાર્યું કે માટીથી માટલી બની હતી અને માટીમાં ફરી મળી ગઈ તેથી મેં જાણ્યું કે જે માતાએ પુત્રને જન્મ આપ્યો હતો તે માતાને પુત્ર મળી જશે. માજી ઘરે ગયા Page #219 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ નદી સૂત્રની કથાઓ ૨૧૯ તો ખરેખર તેનો પુત્ર તેની રાહ જોતો હતો. આપની કૃપાથી આ વાત પણ મારી સાચી પડી. શિષ્યની વાત સાંભળીને ગુરુજી અત્યંત ખુશ થયાં અને તેની પ્રશંસા કરી કે આ વિનીત શિષ્ય જ્ઞાનને પચાવ્યું છે. અવિનીત શિષ્યને ગુરુએ કહ્યું – તું મારી આજ્ઞાનું પાલન કરતો નથી તેમજ શીખેલ અધ્યયન વિષે ચિંતન-મનન પણ કરતો નથી, પછી તને સમ્યગુજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? હું તો તમો બન્નેને સદા સાથે બેસીને જ શીખડાવું છું. મારી કોઈ કચાશ નથી પણ વિદ્યા વિનયેન શોભતે વિદ્યા વિનયથી શોભે છે અર્થાત વૃદ્ધિ પામે છે. વિનયાત્ યાતિ પાત્રતામ્ વિનયથી પાત્રતા, સુયોગ્યતા વગેરે ગુણો પ્રાપ્ત થાય છે. તારામાં વિનયનો અભાવ છે એટલે તારું જ્ઞાન ખોટું પડે છે. ગુરુની હિત શિક્ષા સાંભળીને અવિનીત શિષ્ય લજ્જિત થઈને મૌન રહ્યો. આ વનયિકી બુદ્ધિનું ઉદાહરણ વિનીત શિષ્યનું છે. (૨) અત્થસન્ધઃ- અર્થશાસ્ત્ર પર કલ્પક મંત્રીનું ઉદાહરણ છે. ટીકાકારે ફક્ત તેનું નામ જ આપેલ છે. તેથી તેનું વિવરણ ઉપલબ્ધ નથી. (૩) લેખ :– લિપિનું જ્ઞાન પણ વિનયવાન શિષ્યને જ હોય છે. આ પણ વૈનાયિકી બુદ્ધિનું ઉદાહરણ છે પણ તેનું દાંત શાસ્ત્રકારે લખેલ નથી. (૪) ગણિત – ગણિતમાં પ્રવીણતા એ પણ વૈયિકી બુદ્ધિનો ચમત્કાર છે. (૫) કૂપ – એક ભૂવેત્તા પોતાના ગુરુજીની પાસે જમીન સંબંધી અધ્યયન કરતો હતો. તેણે ગુરુજીની પ્રત્યેક આજ્ઞાને તેમજ તેના શિક્ષણને વિનયપૂર્વક સ્વીકાર્યા હતાં. તે પોતાના વિષયમાં પૂર્ણ પારંગત થયો. ત્યારબાદ પોતાની વૈનાયિકી બુદ્ધિ વડે પ્રત્યેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરતો હતો. એક વાર કોઈ ખેડૂતે તેને પૂછ્યું- મારે મારા ખેતરમાં કૂવો બનાવવો છે તો કેટલું ઊંડું ખોદવાથી પાણી નીકળશે? ભૂવેત્તાએ તેનું માપ બતાવ્યું. ખેડૂતે ભૂવેરાના કહેવા મુજબ જમીન ખોદીને કૂવો બનાવ્યો. પરંતુ પાણી નીકળ્યું નહીં. કિસાને ફરી ભૂવેત્તાની પાસે જઈને કહ્યું– આપના નિર્દેશાનુસાર મેં કૂવો ખોદ્યો પણ પાણી નીકળ્યું નહીં. ભૂમિ પરીક્ષકે કૂવાની પાસે જઈ બારીકાઈથી નિરીક્ષણ કર્યું ત્યારબાદ કિસાનને તેણે કહ્યું- તમે જ્યાં ખોધું છે તેની બાજુના ભાગમાં તમારી એડીથી પ્રહાર કરો એટલે પાણી નીકળશે. કિસાને એમ કર્યું. એડીનો સ્પર્શ થયો કે તરત જ જાણે ડેમ તૂટે ને પાણી નીકળે એટલું પુષ્કળ પાણી નીકળ્યું. કિસાને ભૂવેત્તાની વૈનાયિકી બુદ્ધિનો ચમત્કાર જોઈને, તેની ખૂબ જ પ્રશંસા કરી અને સારી એવી રકમ તેણે ભવેત્તાને આપી. () અશ્વઃ- એક વાર ઘણા વ્યાપારીઓ દ્વારકા નગરીમાં પોતાના ઘોડા વેચવા માટે ગયા. કેટલાક રાજકુમારોએ મોટા મોટા ભરાવદાર ઘોડાની ખરીદી કરી પરંતુ ઘોડાની પરીક્ષામાં પ્રવીણ એવા વાસુદેવ નામના એક યુવકે દુબળા-પાતળા ઘોડાની ખરીદી કરી. આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે ઘોડાની દોડ હોય ત્યારે વાસુદેવનો જ ઘોડો બધાથી આગળ રહીને પારિતોષિક પ્રાપ્ત કરતો હતો. બાકીના બધા મોટા મોટા અલમસ્તાન ઘોડાઓ પાછળ રહી જતાં હતાં. વાસુદેવે અશ્વ પરીક્ષકની વિદ્યા તેના કલાચાર્ય પાસેથી વિનયપૂર્વક શીખી હતી. વિનયથી બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને વિનયથી શીખેલું જ્ઞાન પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. આ ઉદાહરણ તૈનયિકી બુદ્ધિનું છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧ (૭) ગર્દભ – કોઈ એક નગરમાં એક યુવાન રાજા રાજ્ય કરતા હતા. તેના મનમાં એક વાત ઠસાઈ ગઈ હતી કે યુવાવસ્થા જ શ્રેષ્ઠ છે. યુવક અધિક પરિશ્રમ કરી શકે છે. એમ વિચારીને તેણે પોતાની સેનાના દરેક અનુભવી તેમજ વૃદ્ધ યોદ્ધાઓને હટાવીને તરુણ યુવકોને પોતાની સેનામાં દાખલ કર્યા. એકવાર તે રાજા પોતાની જવાન સેનાની સાથે કોઈ એક રાજ્ય પર આક્રમણ કરવા માટે જઈ રહ્યાં હતાં. ચાલતાં ચાલતાં તેઓ માર્ગ ભૂલી ગયા, એક બિહામણા જંગલમાં ફસાઈ ગયા. ઘણી તપાસ કરી પણ તેમને ક્યાંય રસ્તો મળ્યો નહીં. સૈનિકોને ખૂબ જ તૃષા લાગવાથી જમીન પર આળોટવા લાગ્યાં. પાણી તેમને ક્યાંયથી મળ્યું નહીં. ત્યારે કોઈ એક વ્યક્તિએ રાજાને પ્રાર્થના કરી મહારાજ અમને આ વિપત્તિમાંથી ઉગરવાનો કોઈ માર્ગ સૂઝતો નથી. કોઈ અનુભવી કે વયોવૃદ્ધ હોય તો આ સંકટમાંથી બચાવી શકે. તેની વાત સાંભળીને રાજાએ એ જ વખતે ઘોષણા કરાવી– આ સૈન્યમાં કોઈ અનુભવી વ્યક્તિ હોય તો તે અમારી સમક્ષ આવીને અમને સલાહ પ્રદાન કરે. સૌભાગ્યવશ સેનામાં એક વયોવૃદ્ધ યોદ્ધો છૂપાવેશમાં આવ્યો હતો. તેને તેનો પિતૃભક્ત પુત્ર સૈનિક લાવ્યો હતો. તે રાજાની પાસે આવ્યો. રાજાએ તેને પૂછય -મહાનુભાવ!મારી સેનાને જળ પ્રાપ્ત થાય એવો ઉપાય બતાવો. વૃદ્ધ પુરુષે થોડીકવાર વિચારીને કહ્યું–મહારાજ! ગધેડાને છૂટા કરો. તેઓ જ્યાં પણ ભૂમિને સુંઘે એ ભૂમિમાંથી પાણી નીકળશે. રાજાએ અનુભવીના કહેવા પ્રમાણે કર્યું. ગધેડાએ ભૂમિને જે જગ્યાએ સુંધી, ત્યાં રાજાએ તરત જ ખોદાવ્યું તો પુષ્કળ પાણી નીકળ્યું. સૈનિકોએ ત્યાં જઈને પાણી પીધું કે તરત જ શરીરમાં ચેતના આવી ગઈ. રાજા અનુભવીની વેનયિકી બુદ્ધિ પર ખુશ થયાં. ત્યાંથી સૈન્યને લઈને રાજા આગળ વધ્યો. (૮) લક્ષણ – એક વ્યાપારીએ પોતાના ઘોડાઓની રક્ષા માટે એક વ્યક્તિને રાખેલ અને તેને કહ્યું– તું મારા ઘોડાની રક્ષા કરીશ તો હું તને તારા વેતનમાં બે ઘોડા આપીશ. પેલાએ કબૂલ કર્યું. પ્રતિદિન તે ઘોડાઓની સાર-સંભાળ લેતો હતો. થોડો સમય વ્યતીત થયા બાદ તેને વ્યાપારીની દીકરી સાથે સ્નેહ સંબંધ જોડાઈ ગયો. સેવક ચતુર હતો તેથી તેણે કન્યાને પૂછી લીધું કે આ બધા ઘોડામાં કયા કયા શ્રેષ્ઠ છે? કન્યાએ કહ્યું– આ બધા ઘોડા ઉત્તમ જાતિના છે, પરંતુ પથ્થરોથી ભરેલ પીઓને વૃક્ષ પરથી નીચે ફેંકવામાં આવે અને તેનો અવાજ સાંભળીને જે ઘોડા ભયભીત ન થાય તે શ્રેષ્ઠ લક્ષણવાન હોય છે. એવા ઘોડા ભાગ્યે જ જોવા મળે છે. કન્યાના કહેવા મુજબ સેવકે ઉક્ત વિધિ પ્રમાણે દરેક ઘોડાઓની પરીક્ષા કરી તો તેમાંથી બે ઘોડા એવા શ્રેષ્ઠ નીકળ્યાં. સેવકે એ બન્ને ઘોડાની નિશાની યાદ રાખી લીધી. જ્યારે વેતન લેવાનો સમય આવ્યો ત્યારે સેવકે તે વ્યાપારી પાસે પેલા બે ઘોડાની માંગણી કરી. ઘોડાઓનો માલિક સેવકની વાત સાંભળીને મનમાં મૂંઝાવા લાગ્યો. આ સેવક મારા સર્વ શ્રેષ્ઠ લક્ષણયુક્ત ઘોડાઓને લઈ જશે. તેણે કહ્યું – ભાઈ આ ઘોડા કરતા બીજા અષ્ટ પુષ્ટ અને અધિક સુંદર ઘોડા છે તે તું લઈ જા. પણ સેવક માન્યો નહીં ત્યારે ગૃહસ્વામીએ અંદર જઈને પોતાની પત્નીને વાત કરી. દેવી! આ સેવક તો બહુ ચતુર નીકળ્યો. ન જાણે તેને કેવી રીતે આપણા બે પાણીદાર ઘોડાને ઓળખી લીધા! એને Page #221 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : નદી સુત્રની કથાઓ || રર૧ ૨૧ વેતનમાં મેં બે ઘોડા આપવાનું કહ્યું છે એટલે મારાથી ના પણ નહીં કહેવાય. જો તું હા પાડે તો આપણે એને ઘરજમાઈ બનાવી લઈએ.” પોતાના સ્વામીની એ વાત સાંભળીને સ્ત્રી નારાજ થઈને કહેવા લાગી. શું તમારું માથું તો નથી ફરી ગયું ને? નોકરને જમાઈ બનાવવાની વાત કરો છો? ત્યારે વેપારીએ પોતાની પત્નીને સમજાવી. જો આ સર્વલક્ષણ સંપન્ન બન્ને ઘોડા ચાલ્યા જશે તો આપણને દરેક પ્રકારે નુકશાની થશે. આપણે પણ સેવક બનવાનો વખત આવશે. પરંતુ તેને જમાઈ બનાવી લઈએ તો એ બંને ઘોડા અહીં જ રહેશે અને તે પોતાની કળાથી બીજા ઘોડાઓને પણ ગુણયુક્ત બનાવશે. આ રીતે આપણને દરેક પ્રકારે લાભ થશે. બીજી વાત એ છે– આ અશ્વરક્ષક યુવક સુંદર અને ગુણવાન તો છે જ. વ્યાપારીની પત્ની પોતાના પતિની વાત સાંભળીને સહમત થઈ ગઈ. અશ્વના સ્વામીએ ઘરમાંથી બહાર આવીને સેવકને કહ્યું– હું તારી બુદ્ધિ પર પ્રસન્ન થઈને મારી દીકરી સાથે તારા લગ્ન કરવા ઈચ્છું છું. સેવકને જોઈતું હતું તે મળી ગયું. વ્યાપારીની કન્યા સાથે તેના લગ્ન થઈ ગયા. વ્યાપારીએ તેને ઘરજમાઈ રાખી લીધો. જેથી શ્રેષ્ઠ ઘોડાઓ પણ રહ્યા અને ચરસેવક પણ રહ્યો. આ ઉદાહરણ વ્યાપારીની વનયિકી બુદ્ધિનું છે. (૯) ગ્રથિ – એક વખત પાટલિપુત્ર નગરમાં મુસંડ નામના રાજા રાજ્ય કરતા હતા. કોઈ એક દિવસે અન્ય રાજાએ તેના રાજ્યમાં ત્રણ વિચિત્ર વસ્તુઓ મોકલી. એક સૂતર મોકલ્યું પણ એનો છેડો ન હતો. બીજી એવી લાકડી મોકલી કે જેમાં ગાંઠ ન હતી. ત્રીજો એવો ડબ્બો મોકલ્યો જેમાં ઢાંકણું ન હતું. આ ત્રણે ય ચીજ પર લાખ એવી રીતે લગાડાયેલ હતી કે કોઈને ખબર ન પડે. રાજાએ રાજસભાને ત્રણે ય વસ્તુ દેખાડી પણ કોઈને સમજ ન પડી. રાજાએ પાદલિપ્ત આચાર્યને સભામાં બોલાવ્યા અને તેને પૂછ્યું- ભગવાનું! આપ આ ત્રણ વસ્તુનું સ્વરૂપ બતાવી આપશો? આચાર્યે કહ્યું – હા. એમ સ્વીકૃતિ આપીને આચાર્યે સભા સમક્ષ ગરમ પાણી મંગાવ્યું તેમાં એમણે સૂતરને ડૂબાડી દીધું તેથી સૂતર પર રહેલી લાખ ઓગળી ગઈ અને સૂતરનો છેડો દેખાવા લાગ્યો. બીજીવાર આચાર્યે ગરમ પાણીમાં લાકડી નાંખી એટલે ગાંઠવાળો ભાગ પાણીમાં ડૂબી ગયો અને તેના પર રહેલ લાખ ઓગળી ગયું. ત્રીજીવાર ગરમ પાણીમાં આચાર્યે ડબ્બો નાંખ્યો એટલે લાખ ઓગળી જતાં ડબ્બાનું ઢાંકણ દેખાવા લાગ્યું. સભાજનોએ એકી અવાજે આચાર્યની પ્રશંસા કરી. ત્યારબાદ રાજા મુરુડે પાદલિપ્ત આચાર્યને પ્રાર્થના કરી આપ પણ આવી કૌતુકપૂર્ણ વસ્તુ તૈયાર કરો, તેને હું જ્યાંથી આ ત્રણ ચીજ આવી છે તેનાં રાજ્યમાં મોકલી શકે. આચાર્ય એક તુંબડાને બહુ સાવધાનીપૂર્વક કાપ્યું અને તેની અંદર રત્ન ભરીને તેને એવી કળાથી સાંધી લીધું કે કોઈને ખબર જ ન પડે. આચાર્ય આ તુંબડું તૈયાર કરીને રાજાને આપ્યું. રાજાએ બીજા દેશથી આવેલા માણસોને કહ્યું – આ તુંબડાને તોડ્યા વગર તેની અંદરથી રત્ન કાઢવાના છે. આવેલા માણસો પેલા તુંબડાને તેના રાજ્યમાં લઈ ગયા પરંતુ ત્યાંના લોકો તુંબડાને તોડ્યા વગર રત્નને કાઢી ન શક્યા. ફરી તુંબડું તેઓને પાછું મોકલ્યું રાજાએ ફરી સભા ભરીને સભા સમક્ષ આચાર્યની વનયિકી બુદ્ધિના વખાણ કર્યા. Page #222 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ (૧૦) અગદ :- · એક નગરના રાજાની પાસે સૈન્યદળ બહુ ઓછું હતું. એક વખત શત્રુરાજાએ તેના રાજ્યને ચારે બાજુથી ઘેરી લીધું. રાજાએ નગરજનોને કહ્યું– જેની પાસે વિષ હોય તે લઈ આવો. ઘણા માણસો રાજાની આજ્ઞા અનુસાર વિષ લઈ આવ્યા. રાજાએ નગરની બહાર રહેલા કૂવાના પાણીમાં એ વિષ નંખાવી દીધું જેથી એ કૂવાનું બધું પાણી વિષયુક્ત થઈ ગયું. એ કૂવાનું પાણી શત્રુના સૈન્યદળને મળતું હતું. એ ગામમાં એક વૈદરાજ રહેતા હતા તે બહુ અલ્પ માત્રામાં વિષ લઈને રાજાની પાસે આવ્યા. રાજા અતિ અલ્પ માત્રામાં વિષ લાવનાર વૈદરાજ પર બહુ જ ગુસ્સે થયા, પરંતુ વૈદરાજે કહ્યું– મહારાજ ! આપ ક્રોધ ન કરો, આ સહસ્રવેધી વિષ છે. અત્યાર સુધી જેટલા માણસો વિષ લાવ્યાં તેનાથી જેટલા લોકો મરશે તેના કરતા અધિક માણસો આ અલ્પ વિષથી મરશે. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું– એમ કેમ બની શકે ? શું આપ એનું પ્રમાણ બતાવી શકો છો ? વૈદરાજે એ જ વખતે એક વૃદ્ધ હાથીને મંગાવ્યો અને તેની પૂંછડીનો એક વાળ કાઢીને એ જ જગ્યાએ સોયની અણીથી વિષ લગાવ્યું. જેમ જેમ વિષ શરીરમાં આગળ વધતું ગયું તેમ તેમ હાથી વિષયુક્ત બનતો ગયો અર્થાત્ હાથીનું શરીર જડ જેવું બની ગયું એટલે વૈદરાજે કહ્યું– મહારાજ ! જુઓ આ હાથી વિષમય બની ગયો. એને જે કોઈ ખાશે તે વિષમય બની જશે. માટે આ વિષને સહસ્રવેધી વિષ કહેવાય છે. રરર રાજાને વૈદની વાત પર વિશ્વાસ બેસી ગયો પરંતુ હાથીની હાલત મરેલા જેવી જોઈને રાજાએ કહ્યું– વૈદરાજ ! શું આ હાથી ફરી સ્વસ્થ નહીં થઈ શકે ? વૈદરાજે કહ્યુંજરૂર સ્વસ્થ થઈ શકશે. વૈદરાજે પૂંછના જે ભાગમાંથી એક વાળ કાઢ્યો હતો એ જ જગ્યા પર અન્ય કોઈ ઔષધિ લગાડી કે હાથી તરત જ સચેતન બની ગયો. વૈદરાજની વૈનયિકી બુદ્ધિનો ચમત્કાર જોઈને રાજા ખૂબ ખુશ થયા અને વૈદરાજને સારો એવો પુરસ્કાર આપ્યો. (૧૧) રથિક અને (૧૨) ગણિકા :– રથિક અર્થાત્ રથ ચલાવનારનું ઉદાહરણ તથા ગણિકા– વેશ્યાનું ઉદાહરણ સ્થૂલીભદ્રની કથામાં આવે છે. આ બન્ને દૃષ્ટાંત વૈયિકી બુદ્ધિના છે. (૧૩) શાટિકા તૃણ તથા ક્રૌંચ :- તૃણ તથા ક્રૌંચ– કોઈ એક નગરમાં અત્યંત લોભી રાજા રાજ્ય કરતા હતા. તેના રાજકુમારો એક વિદ્વાન આચાર્ય પાસે શિક્ષા પ્રાપ્ત કરતા હતા. દરેક રાજકુમાર પોતાના પિતા કરતા ઉદાર અને વિનયવાન હતા. તેથી આચાર્યે એ બધા શિષ્યોને ખૂબ જ ખંતથી અભ્યાસ કરાવ્યો. શિક્ષા સમાપ્ત થવા પર રાજકુમારોએ પોતાના શિક્ષાગુરુને પ્રચુરધન ગુરુદક્ષિણા રૂપે આપ્યું. રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે કલાચાર્યને માર મારીને બધું ધન તેની પાસેથી પડાવી લેવાનો તેણે વિચાર કર્યો. રાજકુમારોને કોઈ પણ હિસાબે પોતાના પિતાના વિચારોની ખબર પડી ગઈ. પોતાના શિક્ષાગુરુ પ્રત્યે રાજકુમારોને અત્યંત પ્રેમ તથા શ્રદ્ધા હતી. માટે તેઓએ પોતાના શિક્ષાગુરુના પ્રાણ બચાવવાનો નિર્ણય કર્યો. રાજકુમારો આચાર્યની પાસે ગયા. તે વખતે શિક્ષાગુરુ ભોજનની પહેલા સ્નાન કરવાની તૈયારીમાં હતા. રાજકુમારો પાસે ગુરુએ પહેરવા માટે સૂકાય ગયેલું ધોતિયું માંગ્યું પણ રાજકુમારોએ કહ્યું– શાટિકા ભીની છે એટલું જ નહીં તેઓ હાથમાં તૃણ Page #223 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: નદી સૂત્રની કથાઓ ૨૨૩ લઈને બોલ્યા- તૃણ લાંબા છે. તેમજ તેઓએ કહ્યું- પહેલા ક્રૌંચ પક્ષી સદા પ્રદક્ષિણા કરતાં હતાં. હવે તે જમણી બાજુ આંટા મારે છે. કલાચાર્ય રાજકુમારોની અટપટી વાતો સાંભળીને સાવધાન થયા, તે સમજી ગયા કે મારું ધન જોઈને કોઈ મારો દુશમન બન્યો હોય એવું લાગે છે. મારા પ્રિય શિષ્યો મને શાટિકાના બહાને ચેતવણી આપી રહ્યા લાગે છે. એવું જ્ઞાન થતાં તેમણે જે તિથિ પ્રસ્થાન માટે નક્કી કરી હતી તેનાથી પહેલા રાજકુમારો પાસે વિદાય લઈને તેઓ ચુપચાપ પોતાના ઘર તરફ રવાના થઈ ગયા. આ રાજકુમારો તથા કલાચાર્યની વનયિકી બુદ્ધિનું ઉત્તમ ઉદાહરણ છે. (૧૪) નીવાદક - કોઈ એક વ્યાપારી ઘણા વર્ષોથી પરદેશ રહેતો હતો. તેની પત્નીએ પોતાની કામવાસનાને તૃપ્ત કરવા માટે પોતાની નોકરાણી પાસે કોઈ એક પુરુષને બોલાવ્યો. એ પુરુષ આવ્યો. પછી એક વાણંદને બોલાવ્યો. તેની પાસે આગંતુક પુરુષના નખ અને કેશ કપાવ્યા. પછી સ્નાનાદિ કરાવીને સારા વસ્ત્ર પહેરાવ્યા. દિવસભર તેની સેવા કરી રાત્રિના તેને શેઠાણી પાસે મોકલ્યો. એ રાત્રિમાં મુશળધાર વરસાદ વરસતો હતો. આગંતુકને ખૂબ જ તરસ લાગવાથી છાજા પરથી નીચે પડતું પાણી તેણે ખોવાથી પી લીધું. પણ બન્યું એવું કે છાજાના ઉપરના ભાગમાં એક મરેલા સર્પનું ક્લેવર પડ્યું હતું. તેના પરથી થઈને આવતું પાણી વિષ મિશ્રિત થઈ ગયું હતું. એવું પાણી પીતા જ તે દુરાચારી પુરુષનું ત્યાં જ મૃત્યુ થયું. - પેલા પુરુષનું મૃત્યુ જોઈને વ્યાપારીની પત્ની ગભરાઈ ગઈ. તેણીએ સેવકો દ્વારા તે જ સમયે મૃત માણસને શૂન્ય દેવકુલિકામાં ફેંકાવી દીધો. પ્રાતઃકાળ થતાં લોકોને મરેલા માણસની ખબર પડી. એ વાત રાજદરબારમાં ગઈ. રાજાના માણસોએ તેનું મૃત્યુ કેમ થયું હશે? એનું કારણ શોધવાની શરૂઆત કરી. મૃતકને નિરખીને જોયો તો તેના નખ અને કેશ ટૂંક સમયમાં કાપ્યા હોય એવું લાગ્યું. નખ અને કેશ કાપનાર તો હજામ જ હોય એવું વિચારીને રાજાના સેવકોએ શહેરમાં રહેલ દરેક હજામને બોલાવ્યાં. બોલાવીને દરેકને અલગ અલગ પૂછ્યું- આ વ્યક્તિના નખ અને કેશ કોણે કાપ્યા છે? એમાંથી એક હજાએ કહ્યું – અમુક વ્યાપારીની પત્નીની દાસી મને બોલાવવા આવી હતી. તેણીના કહેવાથી મેં એના નખ અને કેશ ગઈ રાત્રિના કાપી આપ્યા હતા. રાજપુરુષોએ તરત જ દાસીને પકડી લીધી. ગભરાઈ ગયેલી દાસીએ ભયભીત થઈને શેઠની પત્નીની સંપૂર્ણ વાત બતાવી દીધી. આ ઉદાહરણ રાજાના કર્મચારીઓની વૈનાયિકી બુદ્ધિનું છે. (૧૫) બળદોની ચોરી(ઘોડાનું મૃત્યુ અને વૃક્ષથી પડવું) – એક ગામમાં એક વ્યક્તિ અત્યંત પુણ્યહીન હતી. એ જે કાંઈ કરે એમાં એને સંકટ આવ્યા વગર રહેતું જ નહીં. એકવાર તેણે પોતાના મિત્ર પાસે હળ ચલાવવા માટે બળદો માંગ્યા. મિત્રે આપ્યાં. તેનું કાર્ય સમાપ્ત થતાં એ બળદોને પાછા મિત્રના વાડામાં મૂકી આવ્યો. એ સમયે તેનો મિત્ર ભોજન કરતો હતો. તેથી તે તેની પાસે ન ગયો પણ તેના મિત્રની સામે જ એ બળદોને વાડામાં મૂકીને ચાલ્યો ગયો. દુર્ભાગ્યવશ બળદો કોઈ પણ પ્રકારે વાડાની બહાર નીકળી ગયાં અને ચોર લોકો બળદોની ચોરી કરી ગયા. બળદનો માલિક વાડામાં પોતાના બળદોને ન જોવાથી તે Page #224 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ પુણ્યહીનની પાસે આવીને બોલ્યો મારા બળદો મને આપી દે. પેલો બિચારો ક્યાંથી દે? તેના પર તેનો મિત્ર ક્રોધિત થઈને, તેને પકડીને રાજા પાસે લઈ જવા લાગ્યો. માર્ગમાં એક ઘોડેસ્વાર સામેથી આવી રહ્યો હતો. તેનો ઘોડો ભડકીને સવારને નીચે પછાડીને ભાગી ગયો. તેનો સવાર તાડુકીને બોલ્યો- અરે ! ભાઈ આ ઘોડાને દંડો મારીને રોકો. પુણ્યહીન વ્યક્તિના હાથમાં એક લાકડી હતી. ઘોડેસવારને સહાયતા કરવા માટે તેણે સામેથી દોડી આવતા ઘોડાને એક લાકડી મારી. પરંતુ તેના દુર્ભાગ્યને કારણે લાકડી ઘોડાને તેના મર્મસ્થાન પર લાગી અને ઘોડો ત્યાં જ મરી ગયો. ઘોડાનો સ્વામી ઘોડાને મરી ગયેલો જોઈને બહુ ક્રોધિત થયો અને તેને રાજા પાસે દંડ આપવા માટે લઈ જવા લાગ્યો. આ રીતે અપરાધી એક અને સજા અપાવનાર બે, એમ ત્રણેય જણા રાજદરબાર તરફ ચાલ્યા. ચાલતાં ચાલતાં રાત થઈ ગઈ અને નગરના દરવાજા બંધ થઈ ગયા તેથી તેઓ નગરની બહાર જ એક સઘન વૃક્ષની નીચે સૂઈ ગયા. તેમણે વિચાર્યું કે સવારે દરવાજો ખૂલશે ત્યારે પ્રવેશ કરશું. પરંતુ પુણ્યહીન વ્યક્તિને નિદ્રા ન આવી. તેમણે વિચાર્યું કે હું ગમે તેટલું સારું કામ કરવા જાઉં છું તો પણ સારાને બદલે ખરાબ જ થાય છે, ખરેખર મારું ભાગ્ય મને સાથ આપતું નથી. આવા જીવનથી મને શું લાભ છે? માટે મરી જવું જોઈએ. જો હું મરી જઈશ તો દરેક વિપત્તિઓથી છૂટી જઈશ, અન્યથા ન જાણે કયા કયા કષ્ટ મારે ભોગવવા પડશે? એવો વિચાર કરીને તેણે મરવાનો નિશ્ચય કર્યો. તેણે પોતાના દુપટ્ટાનો એક છેડો ડાળી પર બાંધી દીધો અને બીજા છેડાનો ગાળીયો બનાવીને પોતાના ગળામાં નાંખીને લટકી ગયો પરંતુ દુર્ભાગ્યવશ મૃત્યુએ પણ તેને સાથ ન આપ્યો. દુપટ્ટો જીર્ણ હોવાના કારણે તેનો ભાર ઝીલી ન શક્યો. દુપટ્ટો ફાટી ગયો અને તે ધડ કરતો નીચે પડ્યો. એ વૃક્ષની નીચે નટ લોકોનો અગ્રણી સરદાર સૂતો હતો. તેના પર પડવાથી નટ લોકોનો સરદાર મરી ગયો. નટ લોકોમાં હાહાકાર મચી ગયો. સરદારના મોતનું કારણ પેલો પુણ્યહીન છે એવું જાણીને, તેના પર ગુસ્સે થઈને સવાર થતાં એ લોકો પણ તેને રાજદરબારમાં લઈ જવા લાગ્યા. રાજદરબારમાં જ્યારે આ કાફલો પહોંચ્યો ત્યારે બધા માણસો ચકિત થઈને તેને જોવા લાગ્યા. રાજાએ તેઓને આવવાનું કારણ પૂછ્યું. દરેકે પુણ્યહીન માણસની ભૂલ બતાવી. એ ત્રણેયની વાત સાંભળીને રાજાએ પુણ્યહીનને તે અંગે પૂછ્યું. તેણે નિરાશાપૂર્વક દરેક ઘટના બતાવતાં કહ્યું– મહારાજ ! મેં જાણીબૂઝીને કોઈ અપરાધ કર્યો નથી, મારું દુર્ભાગ્ય જ પ્રબળ છે. દરેક કાર્ય હું સારું કરવા જાઉં છું તો પણ તે ઉલટું જ થાય છે. આ લોકો જે બતાવે છે તે સત્ય છે. હું દંડ ભોગવવા માટે તૈયાર છું. રાજા બહુ જવિચારશીલ હતા. દરેકની વાત સાંભળીને તેણે વિચાર્યું–આબિચારાએ કોઈ અપરાધ જાણી જોઈને કર્યો નથી. તેને દયા આવી એટલે ચતુરાઈથી ફેંસલો કરવાનો નિર્ણય કર્યો. સર્વપ્રથમ બળદના માલિકને બોલાવ્યો. તેને રાજાએ કહ્યું ભાઈ ! તમારે જો બળદો જોઈતા હોય તો પહેલા તમારી આંખો કાઢીને પુણ્યહીનને આપી દો કેમ કે તેણે તમારા વાડામાં બળદો મૂક્યાં એ તમે તમારી આંખોથી જોયા હતા. Page #225 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્રઃ નદી સૂત્રની કથાઓ ત્યારબાદ રાજાએ ઘોડેસવારને બોલાવીને કહ્યું... જો તમારે ઘોડે જોઈતો હોય તો પહેલા તમારી જીભ કાપીને ગુન્હેગારને આપી દો કેમ કે તમારી જીભ દોષિત છે. તમારી જીભે જ ઘોડાને લાકડીના પ્રહાર કરવાનું ગુન્હેગારને કહ્યું હતું. આને દંડ મળે અને તમારી જીભ બચી જાય એ ન્યાયસંગત નથી. માટે તમે પણ પહેલા તમારી જીભ એને આપી દો પછી તેની પાસેથી હું ઘોડો અપાવીશ. ત્યાર બાદ નટ લોકોને બોલાવ્યાં. રાજાએ કહ્યું– આ દીન વ્યક્તિ પાસે છે શું કે હું તમને અપાવું? જો તમારે બદલો લેવો જ હોય તો આ ગુન્હેગારને એ વૃક્ષની નીચે સુવડાવી દો અને તમારા નવા બનેલા સરદારને કહો કે તે પણ આ માણસની જેમ ગળ માં ફાસો નાંખીને તે ડાળી પર લટકી જાય અને આ માણસની ઉપર પડી જાય. રાજાનો ફેંસલો સાંભળીને ત્રણે ય અભિયોગી(ફરિયાદી) મૌન રહીને ત્યાંથી ચાલતા થઈ ગયા. રાજાની વૈનાયિકી બુદ્ધિએ તે અભાગી વ્યક્તિના પ્રાણ બચાવી લીધા. આ પ્રકારે આ પંદર દાંતો નયિકી બુદ્ધિ માટે વર્ણવેલ છે. કર્મજા બુદ્ધિનું લક્ષણ અને તેનાં દષ્ટાંતો: ઉપયોગથી જેનો સાર(પરમાર્થી જાણી શકાય છે, અભ્યાસ અને વિચારથી જે વિસ્તૃત બને છે અને જેનાથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે અથવા પ્રશંસા પ્રાપ્ત થાય છે તે કર્મજા બુદ્ધિ કહેવાય છે. કાર્યકરતાં કરતાં ઉત્પન્ન થયેલી બુદ્ધિના ઉદાહરણ આ પ્રમાણે છે (૧) સુવર્ણકાર (૨) કિસાન (૩) વણકર (૪) દર્વીકાર (૫) મોતી (૬) ઘી (૭) નટ (૮) દરજી (૯) સુથાર (૧૦) કંદોઈ (૧૧) ઘડો (૧ર) ચિત્રકાર. આ બાર કર્મજા બુદ્ધિના દષ્ટાંતો છે. (૧) સુવર્ણકાર - હૈરણ્યક સુવર્ણકાર એવો કુશળ કલાકાર હતો કે પોતાના કાર્યના જ્ઞાનથી ઘોર અંધકારમાં પણ હાથના સ્પર્શથી જ સોનું અને ચાંદીની પરીક્ષા બહુ જ સરસ રીતે કરી શકતો હતો. (૨)ર્ષ - ખેડૂત. એક ચોર કોઈ વણિકના ઘરે ચોરી કરવા ગયો. ત્યાં તેણે દીવાલમાં એક બાકોરું પાડ્યું. તેમાં કમળની આકૃત્તિ બની ગઈ. પ્રાત:કાળે જ્યારે લોકોએ તે બાકોરાની કળાકૃતિ જોઈત્યારે ચોરી કેટલી થઈ એ વાત ભૂલીને તેઓ ચોરની કળાકૃતિની પ્રશંસા કરવા લાગ્યાં. એ જનસમૂહમાં ચોર પણ છૂપાવેષમાં હતો. તે પોતાની ચતુરાઈની પ્રશંસા સાંભળીને ખુશ થઈ રહ્યો હતો. એક ખેડૂત પણ ત્યાં હતો. તેણે પ્રશંસા કરવાને બદલે કહ્યું-– ભાઈઓ ! એની આટલી પ્રશંસા? અને એમાં અચંબાની શું વાત છે ? પોતાના કામમાં દરેક વ્યક્તિ કુશળ હોય છે. ખેડૂતની વાત સાંભળીને ચોરને બહુ ક્રોધ આવ્યો. એક દિવસ તે છરી લઈને ખેડૂતને મારવા માટે તેના ખેતરમાં ગયો. જ્યારે છરી લઈને ખેડૂતની તરફ ગયો ત્યારે પાછળ પાછળ હટતા ખેડૂતે કહ્યું – તમે કોણ છો? મને શા માટે મારવા ઈચ્છો છો? ચોરે કહ્યું– તે તે દિવસે મેં બનાવેલા બાકોરાની પ્રશંસા કેમ નહોતી કરી ? - ખેડૂત સમજી ગયો કે આ તે જ ચોર છે. ખેડૂતે કહ્યું મેં તમારી બુરાઈ તો નથી કરીને? એમ જ કહ્યું હતું કે જે માણસ જે કાર્ય કરતો હોય, તેમાં પોતાના અભ્યાસના Page #226 -------------------------------------------------------------------------- ________________ ક મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ કારણે કુશળ જ હોય છે? જો તમને વિશ્વાસ ન હોય તો હું તને મારી કળા દેખાડીને વિશ્વસ્ત બનાવી દઉં. જુઓ મારા હાથમાં મગના આ દાણા છે. તમે કહો તો હું આ બધાને એક સાથે અધોમુખ, ઉર્ધ્વમુખ અથવા પડખે ફેંકી શકું છું. ચોર તેની વાત સાંભળીને ચકિત થઈ ગયો. તેને કિસાનની વાત પર વિશ્વાસ ન આવ્યો. તો પણ ખેડૂતની ચાલાકી જોવા માટે ચોરે કહ્યું- તું આ બધા મગના દાણાને ઉંધા પાડીને મને બતાવ. ખેડૂતે તે જ વખતે પૃથ્વી પર એક ચાદર બિછાવી દીધી અને મગના બધાદાણાને એવી ચાલાકીથી એ ચાદર પર ફેંક્યા કે બધા દાણા અધોમુખ એટલે ઉંધા જ પડ્યાં. ચોરે ધ્યાન દઈને દરેક દાણાની તપાસ કરી તો ખરેખર બધા દાણા ઉંધા જ પડ્યા હતા. એ જોઈને ચોરે કહ્યું – ભાઈ ! તું તારા કાર્યમાં મારાથી પણ કુશળ છો. એમ કહીને વારંવાર તેની પ્રશંસા કરી. ચોર જતાં જતાં એટલું કહેતો ગયો કે જો તારા મગ ઉંધા ન પડ્યા હોત તો હું તને ચોક્કસ મારી નાખત. આ કર્ષક અને તસ્કર બન્નેની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૩) નિ :- એક ગામમાં એક વણકર રહેતો હતો. તે પોતાના હાથમાં સૂતરના દોરાઓને લઈને ચોકસાઈપૂર્વક બતાવી શકતો હતો કે આટલી સંખ્યાના સૂતરના ફાળ કાથી આ વસ્ત્ર તૈયાર થઈ જશે. આ વણકરની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૪) ડોવ - કડછી– એક સૂથાર અનુમાનથી જ કહી દેતો કે આ કડછીમાં આટલી માત્રામાં વસ્તુ સમાય શકશે. તેને કર્મના બુદ્ધિ પ્રાપ્ત થઈ હતી. (પ) મોતી - સિદ્ધહસ્ત મણિકાર મોતીઓને એવી રીતે યત્નાપૂર્વક ઉછાળતો કે નીચે રાખેલા સૂવરના વાળમાં જઈને પરોવાઈ જતા. આ સિદ્ધહસ્ત મણિકારની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૬)વૃત્ત :- કોઈ કોઈ ઘીના વ્યાપારી પણ એટલા કુશળ હોય છે કે તેઓ ગાડામાં અથવા રથમાં બેઠા બેઠા જ નીચે રહેલ કુંડીમાં એક ટીપું પણ ઢોળાયા વગર ઘી ભરી શકે છે. આ તેની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૭) તૈવ(નટ):- નટલોકોની ચતુરાઈ જગ પ્રસિદ્ધ છે. તેઓ દોરી પર અદ્ધર ચડીને અનેક પ્રકારના ખેલ કરે છે, તોપણ નીચે પડતા નથી. લોકો દાંતની નીચે પોતાની આંગળ તેઓ દબાવીને જુએ એટલા આશ્ચર્યચકિત થઈ જાય છે. એ નટ લોકોની કર્મજા બુદ્ધિની ચતુરાઈ છે. (૮) TU(દરજી) :-કુશળ દરજી કપડાની એવી સફાઈથી સિલાઈ કરે છે કે તેણે કઈ જગ્યાએ સિલાઈ કરી છે એ પણ દેખાવા ન દે. આ દરજીની કર્મજા બુદ્ધિની ચતુરાઈ છે. (૯) વ૬ :-- સુથાર લાકડા પર સુંદર કોતરણી કરી શકે છે. તેમજ તેની ઉપર ભિન્ન ભિન્ન પ્રકારની સુંદર આકૃતિ બનાવી શકે છે. જાણે કે તે સજીવ આકૃતિ ન હોય? તેવી લાગે છે. તેઓ પોતાની કળામાં એવા પ્રવીણ હોય છે. અમુક મકાન, રથ, આદિમાં કેટલું લાકડું જોઈશે તે ગણતરી કર્યા વગર બતાવી શકે છે. એ તેની કર્મજા બુદ્ધિની કળા છે. (૧૦) માપૂપિs :- ચતુર કંદોઈ વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવે છે. તેને માપ્યા વિના જ કેટલી ચીજ કેટલા વજનની જોઈએ તેનું અનુમાન કરી લે છે. કોઈ કોઈ પુરુષ Page #227 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ પોતાની કળામાં એટલા પ્રસિદ્ધ થઈ જાય છે કે દૂર-દૂરના દેશો સુધી તેની કીર્તિ ફેલાય જાય છે. એ તેની કર્મજા બુદ્ધિની કળા છે. (૧૧) પટ :- કુંભકારો ઘડો બનાવવામાં એટલા ચતુર હોય છે કે ચાલતા ચાકડા પર જલ્દી જલ્દી રાખવા માટે માટીનો પિંડ એટલો જ લે છે કે જેનાથી ઘડો બરાબર બની જાય છે. આ તેની કર્મજા બુદ્ધિની કળા છે. (૧૨) ત્રિર :- કુશળ ચિત્રકાર પોતાની કળાથી ફૂલ, પાંદડા, ઝાડ, નદી, ઝરણા, મૂર્તિ આદિના એવા ચિત્રો બનાવી આપે છે કે તેમાં અસલી, નકલીનો ભેદ કરવો કઠિન થઈ પડે છે. તે પશુ, પક્ષી, દેવ અથવા માનવના ચિત્રોમાં પણ પ્રાણ રેડી દે છે અને ક્રોધ, ભય, હાસ્ય તથા ધૃણા આદિના ભાવો તેના ચહેરા પર એવા અંકિત કરે છે કે જોનાર થંભી જાય છે. ઉપરના બારે ઉદાહરણ કાર્ય કરતાં, તેના અભ્યાસથી ઉત્પન્ન થયેલ કર્મચાબુદ્ધિના છે. આવી બુદ્ધિ માનવને પોતાના વ્યવસાય કાર્યમાં દક્ષ બનાવે છે. પારિણામિકી બુદ્ધિનું લક્ષણ અને દષ્ટાંતો: અનુમાન, હેતુ અને દષ્ટાંતથી કાર્યને સિદ્ધ કરનારી, ઉંમર પરિપક્વ થવા પર પ્રાપ્ત થનારી આત્મહિતકારી તથા મોક્ષ ફળને પ્રદાન કરનારી બુદ્ધિ પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. તેના એકવીસ ઉદાહરણોના નામ આ પ્રમાણે છે - (૧) અભયકુમાર (૨) શેઠ (૩) કુમાર (૪) દેવી (૫) ઉદિતોદય રાજા (૬) સાધુ અને નંદિષેણ (૭) ધનદત્ત (૮) શ્રાવક (૯) અમાત્ય (૧૦) ક્ષપક (૧૧) અમાત્યપુત્ર (૧૨) ચાણક્ય (૧૩) સ્થૂલિભદ્ર (૧૪) નાસિકના સુંદરીનંદ (૧૫) વજસ્વામી (૧૬) ચરણાહત (૧૭) આંબળા (૧૮) મણિ (૧૯) સર્પ (૨૦) ગેંડા (ર૧) સ્તૂપ-ભેદન ઈત્યાદિ. (૧) અભયકુમાર - માલવદેશમાં ઉજ્જયિની નામની નગરી હતી. ત્યાં ચંદ્રપ્રદ્યોતન રાજા રાજ્ય કરતા હતા. એક વાર તેણે પોતાના સાઢુભાઈ રાજગૃહના રાજા શ્રેણિકને દૂત દ્વારા કહેવડાવ્યું કે- જો તમે તમારું અને તમારા રાજ્યનું ભલું ચાહતા હો તો અનુપમ વંકચૂડ હાર, સેચનક હાથી, અભયકુમાર પુત્ર અને રાણી ચેલણાને વિલંબ કર્યા વગર મારી પાસે મોકલી દો. દૂત દ્વારા ચંદ્રપ્રદ્યોતનનો સંદેશ સાંભળીને શ્રેણિક રાજા ક્રોધથી ધમધમાયમાન બન્યા. તેમણે દૂતને કહ્યું– દૂત અવધ્ય હોય છે માટે તમને હું છોડી દઉં છું. તમે તમારા રાજાને જઈને કહી દેજો– જો તમે તમારી કુશળતા ચાહતા હો તો અગ્નિરથ, અનિલગિરિ હસ્તી, વજજંઘ દૂત અને શિવાદેવી રાણી એ ચારેયને મારી પાસે શીધ્રાતિશીધ્ર મોકલી દો. મહારાજા શ્રેણિકની આજ્ઞા દૂતે ચંદ્રપ્રદ્યોતન રાજાને કહી સંભળાવી. તેની વાત સાંભળીને રાજાને બહુ ક્રોધ આવ્યો અને પોતાના અપમાનનો બદલો લેવા માટે રાજગૃહ પર મોટી સેના લઈને ચડાઈ કરી અને રાજગૃહને ચારે બાજુથી ઘેરી લીધું. શ્રેણિક રાજાએ પણ યુદ્ધ કરવાની તૈયારી કરી લીધી હતી. સેના સુસજ્જિત થઈ ગઈ. યુદ્ધની તૈયારી જોઈને તેનો પુત્ર અભયકુમાર પિતાજી પાસે આવ્યો અને કહ્યું– મહારાજ! હમણા આપ યુદ્ધ કરવાની આજ્ઞા ન દેતા. હું કંઈક એવો ઉપાય કરીશ કે 'સાપ પણ મરે નહીં Page #228 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ અને લાકડી પણ ભાંગે નહીં.' અર્થાત્ મારા માસા ચંદ્રપ્રધોતન સ્વયં ભાગી જશે અને આપણી સેના પણ નષ્ટ નહીં થાય. રાજા શ્રેણિકને પોતાના પુત્ર પર વિશ્વાસ હતો તેથી તેમણે અભયકુમારની વાત માન્ય રાખી. ર આ બાજુ રાત્રિના જ અભયકુમાર પુષ્કળ ધન લઈને નગરમાંથી બહાર ગયો અને ચંદ્રપ્રધોતને જ્યાં પડાવ નાંખ્યો હતો તેની પાછળની ભૂમિમાં એક ઊંડો ખાડો ખોદીને તેમાં બધું ધન દાટી દીધું. ત્યાર પછી તે રાજા ચંદ્રપ્રદ્યોતનની પાસે ગયો. ત્યાં જઈને તેણે કહ્યું–– માસા ! આપ અને મારા પિતાજી બન્ને મારા માટે આદરણીય છો એટલે હું આપના હિતની એક વાત કરવા ઈચ્છું છું. આપ ધોખામાં રહી જાવ, એવું હું ઈચ્છતો નથી. રાજા ચંદ્રપ્રધોતને ઉત્સુકતાથી પૂછ્યું– વત્સ ! મને કોણ ધોખામાં નાખશે ? તું શીઘ્ર બતાવ. અભયકુમારે કહ્યું– મારા પિતાજીએ આપના શ્રેષ્ઠ સેનાધિપતિઓ અને અધિકારીઓને લાંચ(રૂશ્વત) આપી પોતાના વશમાં કરી લીધા છે. તેઓ પ્રાતઃકાળ થતાં જ આપને બંદી બનાવીને પિતાજીની પાસે લઈ જશે. જો આપને વિશ્વાસ ન આવે તો તેઓની પાસે આવેલું ધન આપના પડાવની બાજુના ભાગમાં જ દાટેલું છે. જો આપને જોવું હોય તો દેખાડું ? આમ કહીને અભયકુમાર ચંદ્રપ્રધોતનને પોતાની સાથે લઈ ગયો અને પોતે દાટેલું ધન ખોદીને તેને દેખાડ્યું. એ જોઈને રાજાને વિશ્વાસ આવી ગયો અને તે શીઘ્રતાથી રાતોરાત ઘોડા પર બેસીને ઉજ્જયિની તરફ પાછો ફર્યો. પ્રાતઃકાળ થતાં જ જ્યારે સેનાધિપતિ અને મુખ્યાધિકારીઓને આ વાતની જાણ થઈ કે રાજા ભાગીને ત્યાંથી ઉજ્જયિની ચાલ્યા ગયા ત્યારે તેઓને આશ્ચર્ય થયું કે રાજા શા માટે ચાલ્યા ગયા હશે ? નાયક વિના સેના લડી ન શકે’ વર વગરની જાનની જેમ સેના ત્યાં શું કરે. તેઓ બધું સમેટીને ઉજ્જયિની આવી ગયા. ત્યાં આવ્યા પછી તેઓ જ્યારે રાજાને મળવા ગયાં ત્યારે રાજાએ કહ્યું– મને ધોખામાં નાખનાર એ બધાને હું મળવા માંગતો નથી. બહુ જ પ્રાર્થના કરવા પર અને દયનીયતા પ્રદર્શિત કરવા પર રાજા તેઓને મળ્યા. તમો તેની લાલચમાં શા માટે લપેટાયા ? રાજાએ તેઓને ખૂબ જ ઠપકો દીધો. બિચારા પદાધિકારીઓ આશ્ચર્યમાં પડી ગયા. લાંચ કેવી ને વાત કેવી. આપણે કાંઈ જાણતા નથી. અંતમાં વિનમ્રભાવે એક સેવકે કહ્યું– દેવ ! વર્ષોથી અમે આપનું નમક ખાઈએ છીએ. ભલા, અમે આપની સાથે આવી જાતનું છળ કરી શકીએ ખરા ? આ ચાલબાજી અભયકુમારની જ છે. તેણે જ આપણને ધોખો આપ્યો છે. તેણે જ આપને ભૂલ ભૂલવણીમાં નાંખીને તેના પિતાનું અને રાજ્યનું રક્ષણ કર્યું છે. ચંદ્રપ્રદ્યોતનના ગળે આ વાત ઊતરી ગઈ. તેને અભયકુમાર પર બહુ ક્રોધ આવ્યો. તેણે નગરમાં ઢંઢેરો પિટાવ્યો કે જે કોઈ માણસ અભયકુમારને પકડીને મારી પાસે લઈ આવશે તેને બહુમૂલ્ય પુરસ્કાર આપવામાં આવશે. નગરમાં ઘોષણા તો થઈ, પરંતુ બિલાડીના ગળામાં ઘંટી બાંધવા જાય કોણ ? રાજાના મંત્રીઓ, સેનાપતિઓ આદિથી લઈને સાધારણ વ્યક્તિ સુધી દરેકને આ વાત પહોંચાડી પણ કોઈની હિંમત ચાલી નહીં. આખરમાં એક વેશ્યાએ આ કાર્ય કરવાની હામ ભરી. તે રાજગૃહ ગઈ. ત્યાં જઈને આદર્શ શ્રાવિકા જેવી ધર્મ કરણી કરવા લાગી. ક્યારેક ક્યારેક તે અભયકુમારને પણ મળતી. થોડો સમય વીત્યા બાદ તે પાખંડી Page #229 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્રા: નંદી સૂત્રની કથાઓ ૨૯ શ્રાવિકાએ એક દિવસ અભયકુમારને પોતાને ત્યાં ભોજન કરવા નિમંત્રણ મોકલ્યું. શ્રાવિકા સમજીને અભયકુમારે નોતરુ સ્વીકારી લીધું. વેશ્યાએ ખાવાલાયક દરેક વસ્તુઓમાં નશો ચડે એવો પદાર્થ નાંખ્યો હતો. તે વસ્તુને આરોગતાં આરોગતાં જ અભયકુમાર મૂચ્છિત થઈ ગયો. ગણિકા આ પળની જ રાહ જોઈ રહી હતી. તેણીએ વિલંબ કર્યા વગર અભયકુમારને પોતાના રથમાં નાખીને, ઉજ્જયિની જઈને ચંદ્રપ્રદ્યોતન રાજાને સોંપી દીધો. અભયકુમારને જોઈને રાજા હર્ષિત થયો. અભયકુમાર જ્યારે હોંશમાં આવ્યો ત્યારે વ્યંગમાં પરિહાસપૂર્વક રાજાએ કહ્યું- કેમ બેટા ! ધોખાબાજીનું ફળ મળી ગયુંને? કેવી ચતુરાઈ કરીને મેં તને અહીં પકડીને મંગાવ્યો? અભયકુમારે જરા પણ ગભરાયા વગર નિર્ભયતાપૂર્વક કહ્યું – માસા! આપે તો મને બેહોશીમાં રથમાં નાંખીને અહીં મંગાવ્યો છે પરંતુ હું તો આપને હોશપૂર્વક રથમાં બેસાડીને જૂતાનો માર મારતો મારતો રાજગૃહમાં લઈ જઈશ. રાજાએ અભયકુમારની વાતને ઉપહાસ સમજીને ટાળી નાખી અને અભયકુમારને ત્યાં જ રાખી લીધો. પરંતુ અભયકુમારે બદલો લેવાનો નિર્ણય કર્યો હતો. તે મોકાની રાહ જોતો હતો. થોડા દિવસ વ્યતીત થવા પર અભયકુમારે એક યોજના બનાવી. યોજના અનુસાર એક એવી વ્યક્તિની ખોજ કરી કે જેનો અવાજ બિલકુલ ચંદ્રપ્રદ્યોતન રાજા જેવો જ હતો. એવી ગરીબ વ્યક્તિને બહુ મોટા ઈનામની લાલચ આપીને પોતાની પાસે રાખી લીધો અને પોતાની યોજના તે માણસને અભયકુમારે સમજાવી દીધી. એક દિવસ એ ગરીબ માણસને અભયકુમારે રથમાં બેસાડ્યો અને નગરના મધ્યભાગમાં તેનાં મસ્તક પર જૂતાનો માર મારતો મારતો અભયકુમાર નીકળ્યો. જૂતાનો માર ખાનાર બૂમાબૂમ કરતો હતો કે અભયકુમાર મને જૂતાથી મારે છે માટે મને બચાવો.. બચાવો.. પોતાના રાજા જેવો અવાજ સાંભળીને લોકો દોડીને પેલા માણસને છોડાવવા માટે ત્યાં આવ્યા. તેઓને જોઈને જૂતા મારનાર અને જૂતા ખાનાર બન્ને ખડખડાટ હસી પડ્યા. અભયકુમારનો ખેલ જોઈને લોકો ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. અભયકુમારે નિરંતર પાંચ દિવસ સુધી આ પ્રક્રિયા કરી, તેથી ત્યાર પછી બજારના લોકો કુમારની આ કીડા સમજીને હસતા હતા પરંતુ કોઈ પણ માણસ તેને છોડાવવા માટે જતા નહીં. છઠ્ઠા દિવસે મોકો જોઈને અભયકુમારે રાજા ચંદ્રપ્રદ્યોતનને બાંધી લીધા અને બળ પૂર્વક રથમાં બેસાડીને તેના સિર પર જૂતા મારતો મારતો તે મધ્ય બજારથી નીકળ્યો. રાજા બૂમાબૂમ કરે છે– “અરે ! દોડો! દોડો! પકડો ! અભયકુમાર મને જૂતા મારતો મારતો લઈ જાય છે.” લોકોએ જોયું પણ પ્રતિદિનની જેમ અભયકુમારનું મનોરંજન સમજીને હસતા હતા. કોઈ પણ રાજાને છોડાવવા ન ગયા. એ રીતે નગરની બહાર નીકળીને અભયકુમારે પવનવેગે રથને દોડાવ્યો. રાજગૃહ આવીને જ દમ લીધો. યથાસમયે તે પોતાના પિતાની સમક્ષ ચંદ્રપ્રદ્યોતનને ઉપસ્થિત કર્યો. ચંદ્રપ્રદ્યોતન અભયકુમારના ચાતુર્યથી માર ખાઈને અત્યંત લજ્જિત થયો. લજ્જિત વદને તે શ્રેણિકરાજાના પગમાં પડ્યો અને પોતે કરેલા અપરાધની ક્ષમા માગી. રાજા શ્રેણિકે તે જ ક્ષણે ચંદ્રપ્રદ્યોતનને ક્ષમા આપી, પછી રાજસી સન્માન પ્રદાન કરીને ફરી ઉજ્જયિનીમાં પહોંચાડી દીધો. ત્યાં તે પોતાનું રાજ્ય ન્યાયપૂર્વક કરવા લાગ્યો. રાજગૃહનગરના લોકોએ અભયકુમારની Page #230 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ મુક્ત કંઠે પ્રશંસા કરી. આ અભયકુમારની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨) શેઠ :- એક શેઠની પત્ની દુરાચારીણી હતી. પત્નીના અનાચારથી દુઃખિત થઈને તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી. પોતાના પુત્રને કુટુંબનો ભાર સોંપીને શેઠ દીક્ષિત બની ગયા. સંયમ ગ્રહણ કરીને મુનિ ત્યાંથી વિહાર કરી ગયા. ત્યારબાદ જનતાએ શેઠના પુત્રને તે નગરનો રાજા બનાવી દીધો. તે બરાબર રાજ્યનું પાલન કરતો હતો. કેટલાક સમય પછી મુનિ વિહાર કરતાં કરતાં એ જ નગરમાં આવ્યા. રાજાની પ્રાર્થના તથા વિનંતીને માન આપીને મુનિએ ત્યાં ચાતુર્માસ કર્યું. મુનિના ઉપદેશથી જનતા બહુ જ પ્રભાવિત થઈ. શાસનની રૂડી પ્રભાવના શાસન વિરોધીઓ સહન કરી શક્યા નહીં. તેઓએ એક ષડ્યુંત્રની રચના કરી. જ્યારે ચાતુર્માસ કાળ સમાપ્ત થયો ત્યારે મુનિએ વિહાર કરવાની તૈયારી કરી. ત્યારે વિરોધીઓ દ્વારા શિખડાવવામાં આવેલી એક ગર્ભવતી દાસી, મુનિની પાસે આવીને કહેવા લાગી– મુનિરાજ ! આપ વિહાર કરીને ક્યાં જશો ? હું નિકટના ભવિષ્યમાં તમારા બાળકની મા બનવાની છું અને તમે મને છોડીને અન્યત્ર જઈ રહ્યાં છો તો પાછળથી મારું શું થશે ? ૨૩૦ મુનિ વિચારવા લાગ્યા હું સર્વથા નિષ્કલંક છું પણ આ સમયમાં જો હું વિહાર કરીને જઈશ તો શાસનની અપકીર્તિ થશે અને ધર્મની હાનિ થશે. મુનિ એક શક્તિ સંપન્ન સાધક હતા. દાસીની ખોટી વાત સાંભળીને તેનું નિવારણ કરવા માટે મુનિએ તરત જ કહ્યું– જો આ ગર્ભ મારો હશે તો પ્રસવ સ્વાભાવિક થશે, અન્યથા તે તારું પેટ ફાડીને નીકળશે. દાસી આસન્ન-પ્રસવા હતાં પરંતુ મુનિ પર જૂઠું કલંક લગાડવાથી પ્રસવ થતો ન હતો. અસહ્ય વેદના થવા લાગી. પછી તેને મુનિની સમક્ષ લઈ ગયા. ત્યાં જઈને દાસીએ કહ્યું– મહારાજ ! મને બચાવો. આપના વિરોધીઓના કહેવાથી મેં તમારા પર જૂઠું કલંક ચડાવ્યું હતું. સભા સમક્ષ દાસીએ કહ્યું- મહારાજ ! કૃપા કરીને મને આ સંકટથી મુક્ત કરો. મુનિના હૃદયમાં લેશ માત્ર કષાય ન હતો. તે ક્ષમાના સાગર હતા. તરત જ તેમણે દાસીને ક્ષમા આપી. દાસીનો પ્રસવ કુશળતાપૂર્વક થઈ ગયો. વિરોધીઓ મુનિનો પ્રભાવ જોઈને બોલતા બંધ થઈ ગયાં. મુનિરાજનો યશ ચારે ય બાજુ ફેલાઈ ગયો. આ મુનિરાજની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૩) ધુમાર :- એક રાજકુમાર હતો. તેને બાલ્યકાળથી જ લાડુ બહુ પ્રિય હતા. ઉંમરલાયક થતાં તેના લગ્ન થયા. એક વખત કોઈ ઉત્સવનો પ્રસંગ આવ્યો. ઉત્સવના દિવસે રાજકુમારે સ્વાદિષ્ટ મિષ્ટાન, પકવાન, લાડુ આદિ ઉત્તમ પ્રકારના મિષ્ટાનો કરાવ્યા. પોતાના સાથીઓ સાથે આનંદમાં આવીને રાજકુમારે ખૂબ જ ખાધું. તેનું પરિણામ ખરાબ આવ્યું. અજીર્ણના કારણે તેના શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી તેથી તે બહુ દુઃખી થઈ ગયો. રાજકુમાર વિચારવા લાગ્યો– અહો ! આટલા સુંદર અને સ્વાદિષ્ટ ભક્ષ્ય પદાર્થ શરીરના સંસર્ગ માત્રથી દુર્ગંધમય બની જાય ? ખરેખર આ શરીર અશુચિ પદાર્થોથી બનેલ છે. તેના સંસર્ગમાં આવનાર પ્રત્યેક પદાર્થ ખરાબ થઈ જાય છે. માટે ધિક્કાર છે આ શરીરને, જેના માટે મનુષ્ય પાપનું આચરણ કરે છે. આ રીતે અશ્િચ ભાવનાનું અનુસરણ કરતાં કરતાં તેના અધ્યવસાયો ઉત્તરોત્તર શુભ, શુભતર થતા ગયા અને એક Page #231 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ નંદી સૂત્રની કથાઓ અંતર્મુહૂર્તમાં તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. આ રાજકુમારની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. ૨૩૧ (૪) દેવી :– ઘણાં વર્ષો પહેલાની એક વાત છે. એ સમયે પૂર્ણભદ્ર નામનું એક નગર હતું. ત્યાં પુષ્પકેતુ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને પુષ્પાવતી નામની રાણી હતી. રાજાને એક દીકરો અને એક દીકરી હતા. દીકરાનું નામ પુષ્પચૂલ હતું અને દીકરીનું નામ પુષ્પચૂલા હતું. ભાઈ બહેનનો પરસ્પર અત્યંત સ્નેહ હતો. બન્ને યુવાન થયાં ત્યારે તેની માતાનો સ્વર્ગવાસ થયો. દેવલોકમાં તેણી પુષ્પવતી નામની દેવીરૂપે ઉત્પન્ન થઈ. પુષ્પાવતીએ દેવીના ભવમાં અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જોયો. પોતાના પરિવારને પણ જોયો. તેના મનમાં વિચાર આવ્યો કે મારી પુત્રી પુષ્પચૂલા આત્મકલ્યાણના પથને ભૂલી ન જાય તે માટે તેને પ્રતિબોધ દેવો જોઈએ. એમ વિચારીને પુષ્પાવતી દેવીએ પોતાની પૂર્વભવની પુત્રી પુષ્પચૂલાને રાત્રિમાં નરક અને સ્વર્ગનું સ્વપ્ન દેખાડ્ય સ્વપ્ન જોઈને પુષ્પચૂલાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. સંસારી ઝંઝટને છોડીને તેણે સંયમ ગ્રહણ કર્યો. તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન આદિની સાથે તે અન્ય સાધ્વીઓની વૈયાવચ્ચમાં પણ રસ લેતી હતી. આત્મભાવમાં રહેતાં રહેતાં ઘાતી કર્મનો ક્ષય કરીને તેણે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. તે સાધ્વીએ ઘણા વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરીને નિર્વાણ પદ પ્રાપ્ત કર્યું. પુષ્પચૂલાને પ્રતિબોધ પમાડવો એ પુષ્પાવતી દેવીની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૫) સવિતોય :- પુરિમતાલ પુરમાં ઉદિતોદય નામના રાજા રાજ્ય કરતા હતા. શ્રી કાંતા નામની તેને રૂપ યૌવન સંપન્ન રાણી હતી. બન્ને ધર્મિષ્ઠ હતા એટલે બન્નેએ શ્રાવક-શ્રાવિકાના વ્રત ધારણ કર્યા હતા. આ રીતે તેઓ સુખપૂર્વક ધર્મમય જીવન વ્યતીત કરી રહ્યા હતા. એકવાર અંતઃપુરમાં એક પરિવ્રાજિકા આવી. તેણે રાણીને શુચિ ધર્મનો ઉપદેશ આપ્યો. પરંતુ રાણીએ તેના તરફ ધ્યાન ન આપ્યું. પરિવ્રાજિકા પોતાનો અનાદર સમજીને ત્યાંથી કુપિત થઈને ચાલી ગઈ. રાણી દ્વારા પોતાના અપમાનનો બદલો લેવા માટે તેણીએ વારાણસીના રાજા ધર્મરૂચિની પાસે શ્રીકાંતા રાણીના રૂપ અને અનુપમ યૌવનની પ્રશંસા કરી. શ્રીકાંતાના રૂપની વાત સાંભળીને ધર્મરુચિ રાજાએ પુરિમતાલપુર પર ચઢ ાઈ કરી અને નગરની ચારે તરફ ઘેરો ઘાલ્યો. રાત્રિના સમયે ઉદિતોદય રાજાએ વિચાર્યું– જો હું યુદ્ધ કરીશ તો સંખ્યાબંધ માણસોનો સંહાર થશે. માટે બીજો કોઈ ઉપાય કરવો જોઈએ. જનસંહાર અટકાવવા માટે રાજાએ વૈશ્રમણ દેવની આરાધના કરવા માટે અઠમતપ કર્યો. ત્રીજા દિવસે દેવ પ્રગટ થયો. રાજાએ દેવને પોતાની ઈચ્છા બતાવી. દેવે કહ્યું– તથાસ્તુ. વૈશ્રમણ દેવે રાતોરાત પોતાની વૈક્રિય શક્તિથી સંપૂર્ણ નગરને અન્ય સ્થાન પર સંહરણ કરી દીધું. વારાણસીના રાજાએ બીજા દિવસે ત્યાં જોયું તો નગરને બદલે સાફ મેદાન દેખાયું. એ જોઈને તે પોતાના નગર તરફ પાછો ગયો. રાજા ઉદિતોદયે પોતાની પારિણામિકી બુદ્ધિથી પોતાની અને જનતાની રક્ષા કરી. Page #232 -------------------------------------------------------------------------- ________________ ર૩ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત-૧ :: (૬) સાધુ અને નંદિસેન – નદિષણ રાજગૃહના રાજા શ્રેણિકનો પુત્ર હતો. તે યુવાન થયો એટલે રાજાએ અનેક રાજકુમારીઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. એ નવોઢાઓ પોતાના રૂપ અને યૌવનથી અપ્સરાઓને પણ પરાજિત કરતી હતી. નંદિષણ તેની સાથે સાંસારિક સુખ ભોગવતાં સમય વ્યતીત કરતા હતા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા. મહાવીર પ્રભુના પધારવાના સમાચાર શ્રેણિક મહારાજાને મળ્યા. ત્યારબાદ તે અંતઃપુર સહિત ભગવાનના દર્શન માટે ગયા. નંદિણ પણ એ સમાચાર સાંભળીને પોતાની પત્નીઓ સાથે દર્શનાર્થે ગયો. ઉપસ્થિત જનતાને ભગવાને ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને નંદિષણને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ત્યાંથી તે રાજભવનમાં ગયો. ત્યાં જઈને માતાપિતા તથા દરેક પત્નીની અનુમતિ મેળવીને તેણે સંયમ અંગીકાર કર્યો. સંયમી બન્યા પછી જ્ઞાન અભ્યાસમાં તલ્લીન બની ગયા. અત્યંત તીવ્ર બુદ્ધિના કારણે તેણે અલ્પકાળમાં જ શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કર્યો. નંદિષણ મુનિના ઉપદેશથી અનેક ભવ્યાત્માઓ પ્રતિબોધિત થઈને સંયમ અંગીકાર કરતા હતા. ભગવાન મહાવીરની આજ્ઞા લઈને પોતાના શિષ્ય પરિવાર સહિત નંદિષેણ મુનિએ રાજગૃહથી અન્યત્ર વિહાર શરૂ કર્યો. ઘણો સમય વ્યતીત થયા બાદ ગ્રામાનુગામ વિહાર કરતાં કરતાં એકવાર નંદિષેણ મુનિને જ્ઞાનમાં જાણવા મળ્યું કે મારો એક શિષ્ય સંયમ પ્રત્યે અરુચિ રાખે છે અને ફરી સાંસારિક સુખ ભોગવવાની ઈચ્છા રાખે છે. તેને સંયમમાં સ્થિર કરવા માટે નંદિણ મુનિએ ફરી રાજગૃહ તરફ વિહાર કર્યો. નંદિષણ મુનિ રાજગૃહ પધારવાના સમાચાર સાંભળીને મહારાજા શ્રેણિક પોતાના અંતઃપુર સહિત તેમજ નંદિષેણ કુમારની પત્નીઓને સાથે લઈને દર્શનાર્થે ગયાં. રાજા શ્રેણિકને, તેની રાણીઓને તથા પોતાના ગુરુ નંદિષણની અનુપમ રૂપવતી પત્નીઓને જોઈને મુનિપણામાં શિથિલ થઈ ગયેલ સાધુએ વિચાર્યું કે અરે ! મારા ગુરુએ તો અપ્સરાને શરમાવે એવી રૂપવતી સ્ત્રીઓનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરેલ છે અને મન, વચન, કાયાથી સારી રીતે સંયમનું પાલન કરે છે અને હું વમન કરેલા વિષય ભોગોનું ફરી સેવન કરવા ઈચ્છું છું. ધિક્કાર છે મને ! આ રીતે વિચલિત થયાનું મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. એવો વિચાર કરીને તે પુનઃ સંયમી જીવનમાં દઢ બની ગયા અને આત્મ કલ્યાણના માર્ગમાં અધિક તન્મયતાથી પ્રવૃત્ત થયા. નંદિષણ મુનિની પારિણામિકી બુદ્ધિના ઉપાય વડે શિથિલ થયેલા મુનિ સંયમમાં સ્થિર થયા. (૭) ધનદત્ત ઃ- ધનદત્તનું ઉદાહરણ આ જ પુસ્તકમાં શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રના અઢ ારમા અધ્યયનમાં વિસ્તારપૂર્વક આપેલું છે માટે ત્યાંથી જાણી લેવું. ધનદત્તનું ઉદાહરણ પારિણામિક બુદ્ધિ વિષે છે. (૮) શ્રાવક : - એક ગામમાં એક ગૃહસ્થે પોતાના ગુરુ પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. સ્વદાર સંતોષ વ્રતનું બરાબર પાલન કરતા હતા. ઘણા વર્ષો સુધી પોતાના વ્રતોનું પાલન કરતા રહ્યાં. પરંતુ કર્મના ઉદયથી એક વાર તેણે પોતાની પત્નીની સખીને દેખી. દેખતા જ તેમાં તે આસક્ત થયાં. આસક્તિના કારણે હર સમય તે ચિંતિત રહેવા લાગ્યાં. લજ્જાવશ તે પોતાની ભાવના કોઈ પણ પ્રકારે પ્રગટ કરી શકતા ન હતાં. ચિંતાના કારણે Page #233 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ ૨૩૩ તે દુબળા થવા લાગ્યાં ત્યારે તેની પત્નીએ આગ્રહપૂર્વક પૂછ્યું- નાથ!તમને શું થયું છે? તમારું શરીર કેમ ઘસાતું જાય છે? પત્નીએ પૂછ્યું એટલે પતિએ પોતાની ઈચ્છા પ્રગટ કરી દીધી. વ્રતધારી પોતાના પતિની વાત સાંભળીને તેની સ્ત્રીએ વિચાર્યું– તેણે સ્વદાર સંતોષ વ્રત ગ્રહણ કર્યું છે છતાં મોહના કારણે એવી દુર્ભાવના ઉત્પન્ન થયેલ છે. જો આ રીતે કલુષિત વિચારોમાં તેમનું મૃત્યુ થશે તો અવશ્ય તેની દુર્ગતિ થશે. માટે પતિના કુવિચાર હટી જાય અને વ્રત પણ ન ભાંગે એવો કોઈ ઉપાય શોધું. વિચારીને તેણીએ તેના પતિને કહ્યું– સ્વામી ! આપ નિશ્ચિત રહો. હું આપની ભાવનાને પૂર્ણ કરી દઈશ. એ તો મારી સખી છે. મારી વાતને તે ટાળી નહિ શકે. એ આજે જ આપની સેવામાં ઉપસ્થિત થશે. એમ કહીને તેણી પોતાની સહેલી પાસે ગઈ. સખીની સાથે વાર્તાલાપ કરીને તેણીએ કહ્યું – તારા દાગીના અને વસ્ત્ર મને આપ મારે પહેરવા છે. તેની સખીએ વસ્ત્ર તથા આભૂષણો આપ્યાં. તે લઈને પોતાના ઘરે આવી. રાત્રિના તે શ્રાવકની પત્નીએ એ જ આભૂષણો અને એ જ વસ્ત્રો પહેર્યા. તૈયાર થઈને તે પોતાના પતિ પાસે ગઈ અને તેની ઈચ્છા પૂર્ણ કરી. બીજા દિવસે તેના પતિએ કહ્યું. મેં બહુ અનર્થ કરી નાખ્યો. મારા વ્રતનો મેં ભંગ કર્યો. તે બહુ જ પશ્ચાતાપ કરવા લાગ્યા. ત્યારે તેની પત્નીએ દરેક વાત સ્પષ્ટ કરીને કહ્યું મેં તમારું વ્રત ભાંગવા દીધું નથી. શ્રાવક આ વાત સાંભળીને બહુ ખુશ થયા. પછી પોતાના ધર્મગુરુની પાસે જઈને આલોચના કરી પ્રાયશ્ચિત કરીને શુદ્ધિકરણ કર્યું. તેની સ્ત્રીએ પોતાના પતિના વતની રક્ષા કરી, આ તે શ્રાવિકાની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૯) અમાત્ય:- કાંપિલપુર નગરમાં બ્રહ્મ નામના રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ ચલણી હતું. એક વાર સુખે શય્યામાં પોઢેલી રાણીએ ચક્રવર્તીના જન્મ સૂચક એવા ચૌદ સ્વપ્ના જોયાં. ત્યારબાદ સમય થવા પર રાણીએ એક પરમ પ્રતાપી સુકુમાર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ બ્રહ્મદત્ત રાખ્યું. બ્રહ્મદત્તના પિતા બ્રહ્મનો દેહાંત થયો ત્યારે બ્રહ્મદત્તનો હજુ બાલ્યકાળ જ હતો. તેથી બ્રહ્મદત્ત ઉંમરલાયક થાય ત્યાં સુધી રાજાના મિત્ર દીર્ઘપૃષ્ઠને રાજગાદી પર બેસાડ્યો. દીર્ઘપૃષ્ઠ ચરિત્રહીન હતો. તે વારંવાર અંતઃપુરમાં આવજા કરતો હતો. જેના પરિણામે રાણીની સાથે તેનો અનુચિત સંબંધ થઈ ગયો. તેઓ બન્ને વૈષયિક સુખ ભોગવવા લાગ્યાં. રાજા બ્રહ્મના મંત્રીનું નામ ધનુ હતું. તે રાજાનો હિતેષી હતો. રાજાના મૃત્યુ બાદ મંત્રી રાજકુમારની સર્વ પ્રકારે સાર-સંભાળ રાખતો હતો. બ્રહ્મદત્ત યુવાન થયો ત્યારે મંત્રીએ દીર્ઘપૃષ્ઠ અને રાણીના અનુચિત સંબંધ વિષે બતાવી દીધું. યુવા રાજકુમારને માતાના અનાચાર પ્રત્યે બહુ ક્રોધ આવ્યો. રાજકુમારે માતાને સમજાવવા માટે એક ઉપાય શોધ્યો. એક વાર તે એક કાગડાને અને એક કોયલને લઈ આવ્યો. એક દિવસ તે અંતઃપુરમાં જઈને કહેવા લાગ્યો- આ પક્ષીઓની જેમ જે વર્ણશંકરપણુ કરશે તેને હું ચોક્કસ દંડ આપીશ. રાણી પુત્રની વાત સાંભળીને ગભરાઈ ગઈ, પણ દીર્ઘપૃષ્ઠ તેણીને સમજાવી દીધી કે એ તો બાળક છે તેની વાત પર ધ્યાન દેવું નહીં. Page #234 -------------------------------------------------------------------------- ________________ જ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ એકવાર રાજકુમારે શ્રેષ્ઠ હાથણીની સાથે નિકૃષ્ટ હાથીને જોયો, જોઈને તેણે રાણી અને દીર્ઘપૃષ્ઠને વ્યંગભાષામાં ધમકી આપી. ત્રીજીવાર એક હંસી અને એક બગલાને લઈ આવ્યો અને અંતઃપુરમાં જઈને તેને મોટા અવાજે કહ્યું– આ રાજ્યમાં જે કોઈ આની જેમ રમણ કરશે તેને હું મૃત્યુનો દંડ આપીશ. ત્રણવાર આ રીતે રાજકુમારની ધમકી સાંભળીને દીર્ઘપૃષ્ઠના કાન ઊભા થઈ ગયા. તેણે રાણીને કહ્યું- આ કુમાર જે કહી રહ્યો છે તે પ્રમાણે અવશ્ય દંડિત કરશે. નીતિશાસ્ત્ર અનુસાર વિષવૃક્ષને વધવા દેવું જોઈએ નહીં. રાણીએ પણ તેની વાતનું સમર્થન કર્યું. રાણીએ કહ્યું– એવો ઉપાય કરવાનો કે આપણું કાર્ય સિદ્ધ થઈ જાય અને લોકોમાં નિંદા પણ ન થાય. આ માટે તેમણે એક યોજના બનાવી કે સૌ પ્રથમ રાજકુમારના લગ્ન કરાવી દઈએ. કુમારને રહેવા માટે એક લાક્ષાગૃહ બનાવવું. લાક્ષાગૃહમાં કુમાર તેની પત્ની સાથે આનંદ વિનોદ કરતો હોય તે સમયે લાક્ષાગૃહમાં આગ લગાડી દેવી. "કામાંધ માણસ શું ન કરી શકે?" રાણી માતા હોવા છતાં પોતાના પુત્રની હત્યા કરવા માટે તૈયાર થઈ ગઈ. રાજકુમારના લગ્ન રાજા પુષ્પચૂલની કન્યા સાથે ધામધૂમથી કર્યા. બીજી બાજુ સુંદર લાક્ષાગૃહ પણ બની ગયું. મંત્રી ધનુને દીર્ઘપૃષ્ઠ તથા રાણીના પયંત્રની ખબર પડી ગઈ હતી. એક દિવસ તે દીર્ઘપૃષ્ઠની પાસે ગયો. ત્યાં જઈને તેણે કહ્યું– "મહારાજ ! હવે હું વૃદ્ધ થઈ ગયો છું. હવે કામ કરવાની શક્તિ પણ રહી નથી. માટે શેષ જીવન હું ભગવાનના ભજનમાં વ્યતીત કરવા ઈચ્છું છું. મારો પુત્ર વરધનું ઉંમરલાયક તથા બુદ્ધિમાન બની ગયો છે. માટે રાજ્યની સેવા હવે એ કરશે." આ પ્રમાણે દીર્ઘપૃષ્ઠની આજ્ઞા લઈને મંત્રી ધનુ ત્યાંથી રવાના થઈને ગંગાનદીના કિનારે એક દાનશાળા ખોલીને દાન દેવા લાગ્યાં. પણ આ કાર્ય કરતાં કરતાં તેણે અતિ શીઘ્રતાથી એક સુરંગ ખોદાવી. ગંગાનદીથી એ સુરંગ ઠેઠ લાક્ષાગૃહ સુધી તૈયાર કરાવી. રાજકુમારના વિવાહ અને લાક્ષાગૃહનું નિર્માણ બન્ને તૈયાર થઈ ગયા. તેની સાથે સુરંગ પણ તૈયાર થઈ ગઈ હતી. લગ્ન બાદ બ્રહ્મદત્તકુમાર તથા નવવધુને વરધનુની સાથે લાક્ષાગૃહમાં મોકલ્યાં. પરંતુ અર્ધી રાત્રિના અચાનક આગ લાગી અને લાક્ષાગૃહ પીગળવા લાગ્યો. એ જોઈને કુમારે ગભરાઈને વરધનુને પૂછ્યું- મિત્ર! આ શું થઈ રહ્યું છે? આગ ક્વી રીતે લાગી ગઈ? ત્યારે વરધનુએ દીર્ઘપૃષ્ઠ અને રાણીના પયંત્રની વાત સંક્ષેપમાં બતાવી દીધી. માતાએ આપની હત્યાનો આ ઉપાય શોધ્યો છે, પણ આપ ગભરાતા નહીં. મારા પિતાજીએ આ લાક્ષાગૃહથી ગંગા નદીના કિનારા સુધી સુરંગ બનાવીને રાખી છે અને ત્યાં આપના માટે ઘોડો પણ તૈયાર રાખેલ છે. તે આપને ઈચ્છિત સ્થાન પર પહોંચાડી દેશે. શીધ્ર ચાલો. આપ બન્નેને સુરંગ દ્વારા અહીંથી બહાર કાઢીને હું ગંગા નદીના કિનારા સુધી પહોંચાડી દઉં છું. એ પ્રમાણે કુમાર ગંગા નદીના કિનારે પહોંચી ગયા. ત્યાર બાદ ગંગા નદીના કિનારા પરથી અનેક દેશમાં ફરીને બ્રહ્મદત્તકુમારે અનેક કન્યાઓ સાથે પાણિગ્રહણ કરીને છ ખંડની સાધના કરી. Page #235 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર ઃ નદી સૂત્રની કથાઓ -1 ર૩પ આ રીતે અમાત્ય ધનની પારિણામિકી બદ્ધિ વડે સરંગથી રાજકુમાર બ્રહ્મદત્ત સફશળ મોતના મુખમાંથી બચી ગયો અને કાલાંતરે પોતાની બુદ્ધિ અને બળથી છ ખંડને જીતીને ચક્રવર્તી સમ્રાટ બની ગયો. (૧૦) ક્ષપક :- એક વાર તપસ્વી મુનિ ગોચરી માટે પોતાના શિષ્યની સાથે ગયા. પાછા વળતી વખતે તપસ્વી મુનિના પગની નીચે એક દેડકી દબાઈ ગઈ. શિષ્ય આ દશ્ય જોયું એટલે તેણે ગુરુને પ્રાયશ્ચિત્ત કરવા માટે કહ્યું. પણ શિષ્યની વાત પર તપસ્વી મુનિએ ધ્યાન ન આપ્યું. સાયંકાલ પ્રતિક્રમણ કરતી વખતે ફરી શિષ્ય દેડકી મરી ગયાની વાત યાદ કરાવી દીધી અને ગુરુને વિનયપૂર્વક કહ્યું– આપ દેડકીનું પ્રાયશ્ચિત લઈ લો. પરંતુ તપસ્વી મુનિ ક્રોધથી ધમધમાયમાન બનીને શિષ્યને મારવા માટે દોડ્યા. ઝડપથી દોડીને તે આગળ વધવા ગયા. અંધકાર હોવાના કારણે શિષ્યની પાસે તે પહોંચી શક્યા નહીં પણ એક થાંભલા સાથે ભટકાયા તેથી તેનું માથું ફૂટી ગયું અને તરત જ તેનું મૃત્યુ થયું. મરીને તે જ્યોતિષી દેવ થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને દષ્ટિ વિષ સર્પની યોનિમાં ઉત્પન્ન થયા. ત્યાં તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાનો પૂર્વભવ જોયો અને ભયંકર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી તે બિલમાં જ રહેવા લાગ્યા. તેણે વિચાર્યું કે મારી દષ્ટિના વિષથી હવે કોઈ પણ પ્રાણીની ઘાત થવી જોઈએ નહીં. એ અરસામાં એક રાજાના રાજકુમારને સર્પ કરડ્યો અને રાજકુમાર મરી ગયો. રાજકુમાર મરી જવાથી રાજાને અત્યંત દુઃખ થયું અને ક્રોધે ભરાઈને ગામોગામના ગારુડીઓને બોલાવ્યાં. બોલાવીને દરેકને કહ્યું– દરેક ગામના સર્પોને પકડીને મારી નાંખો, એવી મારી આજ્ઞા છે. ગારુડી લોકો ગામોગામના સર્પોને મારવા લાગ્યાં. એક ગાડી તે દષ્ટિવિષ સર્પના બિલ પાસે પહોંચ્યો. તેણે સર્પને બિલની બહાર કાઢવા માટે બિલ પર ઝેરી દવા છંટાવી. દવાના પ્રભાવે તે સર્પ બહાર આવવા લાગ્યો. તેણે વિચાર્યું કે મારી દષ્ટિથી મને મારનારનું મૃત્યુ ન થવું જોઈએ. એવા ઉદ્દેશથી સર્ષે પહેલા પોતાની પૂંછડી દરની બહાર કાઢી. જેમ જેમ તે બહાર નીકળતો ગયો તેમ તેમ ગારુડી તેના શરીરના ટુકડા કરતો ગયો. તો પણ સર્ષે સમભાવ રાખ્યો, મારનાર પ્રત્યે લેશમાત્ર પણ ક્રોધ ન કર્યો. મરતી વખતે તેના પરિણામો શુદ્ધ હતાં. શ્રેષ્ઠ પરિણામના કારણે તે મરીને ત્યાંના રાજાના ઘરે પુત્ર રૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેનું નામ “નાગદત્ત” રાખવામાં આવ્યું. નાગદત્તને બાલ્યકાળમાં જ પૂર્વભવના સંસ્કારનાં કારણે વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સંયમ ધારણ કર્યો. વિનય, સરળતા, ક્ષમા આદિ અસાધારણ ગુણોનાં કારણે તે મુનિ દેવો માટે પણ વંદનીય બની ગયા. પૂર્વભવમાં તે તિર્યંચ હતાં તેથી ભૂખનો પરીષહ તેને બહુ પરેશાન કરતો હતો. તેથી તે તપસ્યા બિલકુલ કરી શકતા ન હતાં. તેના ગચ્છમાં એકથી એક ચડે એવા ચાર તપસ્વી મુનિઓ હતા. નાગદત્તમુનિ તે તપસ્વીઓની ત્રિકરણથી સેવા-ભક્તિ, વૈયાવચ્ચ વગેરે કરતા હતા. એક વાર નાગદત્ત મુનિને વંદન કરવા માટે એક દેવ આવ્યો. તપસ્વી મુનિઓ આ જોઈને નાગદત્ત મુનિની ઈર્ષ્યા કરવા લાગ્યા. એક દિવસ નાગદત્ત મુનિ પોતાના માટે ગોચરી લઈને આવ્યા. તેણે વિનયપૂર્વક તપસ્વી મુનિઓને આહાર દેખાડ્યો. પરંતુ ઈર્ષાના કારણે તેઓએ કહ્યું– અરે ભૂખમરા ! એમ કહીને તિરસ્કાર કરતાં એક મુનિ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧) તેના આહારમાં ઘૂંક્યા. એ જોઈને નાગદત્ત મુનિએ ક્ષમા ધારણ કરી લીધી. તેના મનમાં જરા પણ રોષ ન આવ્યો. તે પોતાની નિંદા અને ચારે ય તપસ્વી મુનિની પ્રશંસા કરવા લાગ્યા. ઉપશાંત વૃત્તિ અને પરિણામોની વિશુદ્ધતાના કારણે નાગદત્ત મુનિને તે જ ક્ષણે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવો કેવળ મહોત્સવ મનાવવા માટે આવ્યા. એ જોઈને ચારે ય તપસ્વી મુનિઓ પોતાના અપકૃત્ય પર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પશ્ચાત્તાપથી તેઓનો આત્મા નિર્મળ બન્યો. તેથી તેઓને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. નાગદત્તમુનિએ વિપરીત પરિસ્થિતિમાં પણ સમતા ધારણ કરી તેથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ નાગદત્તમુનિની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૧) અમાત્યપુત્ર – કપિલપુર નગરના રાજા બ્રહ્મહતાં. તેના મંત્રીનું નામ ધનુ હતું. રાજકુમારનું નામ બ્રહ્મદત્ત હતું. મંત્રીના પુત્રનું નામ વરધનું હતું. બ્રહ્મરાજાના મૃત્યુ બાદ તેનું રાજ્ય તેના મિત્ર દીર્ઘપૃષ્ઠને આપ્યું. રાણી ચૂલણી સાથે તેનો અનુચિત સંબંધ હતો. રાજકુમાર બ્રહ્મદત્તને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાની માતા તથા દીર્ઘપૃષ્ઠને મારવાની ધમકી આપી. તેથી તેઓએ પોતાના માર્ગમાં કંટક સમાન સમજીને બ્રહ્મદત્તના લગ્ન કર્યા. લગ્ન બાદ પુત્ર અને પુત્રવધૂને લાક્ષાગૃહમાં મોકલ્યાં અને પછી લાક્ષગૃહમાં આગ લગાડી દીધી. પરંતુ બ્રહ્મદત્તકુમારનો વફાદાર મંત્રી ધન તેમજ તેનો દીકરો વરધનુ, આ બન્નેની સહાયતાથી તેઓ લાક્ષાગૃહમાંથી નીકળી ગયા. આટલું વૃતાંત પહેલાં આવી ગયું છે. ત્યારબાદ જ્યારે તેઓ જંગલમાં જઈ રહ્યા હતાં ત્યારે બ્રહ્મદત્તને ખૂબ જ તરસ લાગી. વરધનુ રાજકુમારને એક વૃક્ષ નીચે બેસાડીને પાણી લેવા માટે ગયો. આ બાજુ દીર્ઘપૃષ્ઠને ખબર પડી કે રાજકુમાર લાક્ષાગૃહથી નીકળી ગયો છે. તેથી તેણે રાજકુમાર બ્રહ્મદત્ત અને તેના મિત્ર વરધનુને શોધવા માટે ચારે ય બાજુ નોકરોને દોડાવ્યાં. અનુચરો શોધતાં શોધતાં એ જ જંગલના સરોવરને કાંઠે પહોંચ્યા. ત્યાં વરધન રાજકુમાર માટે પાણી ભરી રહ્યો હતો. સેવકોએ વરધનુને પકડી લીધો. એ જ સમયે વરધનુએ એવો જોરદાર અવાજ કર્યો કે બ્રહ્મદત્તકુમાર તેના સંકેતને સમજીને તે જ ક્ષણે ઘોડા ઉપર ચડીને ભાગી ગયો. સેવકોએ વરધનુને રાજકુમાર વિષે પૂછયું પણ તેણે કાંઈ બતાવ્યું નહીં. તેથી રાજાના માણસો તેને મારવા-પીટવા લાગ્યા. ચતુર વરધનુ નિશ્ચેષ્ટ થઈને નીચે પડી ગયો. અનુચરોએ તેને મરેલો સમજીને છોડી દીધો. ત્યાંથી તેઓ રાજકુમારને શોધવા માટે ગયા. રાજસેવકો ગયા પછી વરધનું ત્યાંથી ઊઠ્યો અને રાજકુમારને શોધવા લાગ્યો પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં. તેથી તે પોતાના સંબંધીઓને મળવા માટે પોતાના ઘર તરફ રવાના થયો. માર્ગમાં તેને સંજીવન અને નિર્જીવન નામની બે ઔષધિ મળી. તે લઈને કંપિલપુરનગરની પાસે પહોંચ્યો. ત્યાં તેને એક ચાંડાલ મળ્યો. તેણે વરધનુને કહ્યું – તમારા પરિવારના દરેક માણસોને રાજાએ બંદી બનાવી દીધા છે. રાજાની વાત સાંભળીને વરધનુએ મુંઝાયા વિના ચાંડાલને લાલચ આપીને પોતાના વશમાં કરી લીધો અને તેને નિર્જીવન ઔષધિ આપી અને તેનો સંકેત સમજાવી દીધો. વરધનુના આદેશ અનુસાર ચાંડાલે નિર્જીવન ઔષધિ તેના કુટુંબના મુખ્ય માણસને આપી. તેણે કુટુંબની દરેક વ્યક્તિની આંખમાં એ ઔષધિ આંજી દીધી. તેથી તે તત્કાળ નિર્જીવ Page #237 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્રઃ નદી સૂત્રની કથાઓ ૩છે સદશ બની ગયા. રાજસેવકોએ રાજાને ખબર આપ્યા કે બંદી કરેલા દરેક માણસો મરી ગયા છે. રાજાએ ચાંડાલને બોલાવીને એ બધાને શમશાનમાં લઈ જવાની આજ્ઞા આપી. ચાંડાલે વરધનુના સંકેત અનુસાર એક જગ્યાએ તેઓને મૂકી દીધા. વરધનુએ ત્યાં આવીને તે દરેકની આંખોમાં સંજીવની ઔષધિ આંજી તો તત્કાળ દરેક સભ્ય સ્વસ્થ બની ગયા અને વરધનુને પોતાની પાસે ઊભેલો જોઈને હર્ષિત થયા. ત્યારબાદ વરધનું પોતાના પરિવારને કોઈ સંબંધીને ત્યાં સકુશળ રાખીને પોતે રાજકુમાર બ્રહ્મદત્તની શોધ કરવા નીકળી ગયો. દૂર દૂર જંગલમાં તેને રાજકુમાર મળી ગયો. બન્ને મિત્રો ત્યાંથી ચાલતા થયા, રસ્તામાં અનેક રાજાઓની સાથે યુદ્ધ કરીને તેઓને જીતી લીધા. અનેક કન્યાઓ સાથે બ્રહ્મદત્તના લગ્ન થયા. ધીરે ધીરે છ ખંડને જીતીને બ્રહ્મદત્ત ચક્રવર્તી કંપિલપુર નગરમાં આવ્યા. ત્યાં આવીને દીર્ઘપુષ્ઠને મારીને ચક્રવર્તીની ઋદ્ધિનો ઉપભોગ કરતાં સુખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. આ રીતે મંત્રી પુત્ર વરધનુએ પોતાના કુટુંબની અને બ્રહ્મદત્તની રક્ષા કરી, તેમજ બ્રહ્મદત્તને ચક્રવર્તી બનાવવામાં અનેક પ્રકારે સહાયતા આપી. આ તેની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૨) ચાણક્ય – પાટલિપુત્રના રાજા નંદ કુપિત થઈને એક વાર ચાણક્ય નામના બ્રાહ્મણને પોતાના નગરથી બહાર નીકળી જવાની આજ્ઞા આપી. ચાણક્ય સંન્યાસીનો વેષ ધારણ કરીને ત્યાંથી રવાના થયો. ફરતાં ફરતાં તે મૌર્ય દેશમાં પહોંચ્યો. ત્યાં એક ગામમાં કોઈ એક ક્ષત્રિયાણીને ચંદ્રપાન કરવાનો દોહદ ઉત્પન્ન થયો. દોહદ પૂણે ન થવાથી ક્ષત્રિયાણી દિન પ્રતિદિન દૂબળી થવા લાગી. તેના પતિએ પત્નીને પૂછયું- તું દુબળી કેમ દેખાય છે? કાંઈ દર્દ થયું હોય તો વાત કર. પત્નીએ દોહદની વાત કરી. તેણીની વાત સાંભળીને તેનો પતિ પણ ચિંતામાં પડી ગયો. તેણીની આ ઈચ્છા હું કઈ રીતે પૂર્ણ કરી શકીશ? દોહદ પૂર્ણ નહિ થવાથી તેણી અતિ અતિ દૂબળી થવા લાગી. તેનો પતિ વિચાર કરે છે કે જો આ સ્ત્રીનો દોહદ પૂર્ણ નહિ થાય તો તે મરી જશે. આ અરસામાં સંન્યાસી ચાણક્ય ફરતો ફરતો એ ગામમાં આવ્યો. તે સમયે ક્ષત્રિય ઘરની બહાર ઉદાસ બેઠો હતો. ચાણક્ય તેની ઉદાસીનું કારણ પૂછ્યું. ક્ષત્રિયે તેની પત્નીના દોહદની વાત બતાવી. એ વાત સાંભળીને ચાણક્ય કહ્યું હું તેણીની ઈચ્છા પૂર્ણ કરી દઈશ. ચાણક્ય તે સ્ત્રીની ઈચ્છા પૂર્ણ કરવા માટે નગરની બહાર એક તંબૂ બનાવ્યો. તેની ઉપર એક ચંદ્રાકાર છિદ્ર બનાવ્યું અને પૂર્ણિમાની રાત્રિએ છિદ્રની નીચે એક થાળ માં પેય પદાર્થ રાખી દીધો. તે દિવસે ત્યાં એક મહોત્સવ રાખેલ હતો, એમાં ક્ષત્રિય અને ક્ષત્રિયાણીને પણ બોલાવ્યા. જ્યારે ચંદ્ર તે છિદ્રની ઉપર આવ્યો ત્યારે તેનું પ્રતિબિંબ થાળીમાં પડ્યું. તે જ સમયે ચાણક્ય કહ્યું– બહેન! આ થાળીમાં ચંદ્ર છે તેનું પાન કરી લો. ક્ષત્રિયાણીએ એ પેય પદાર્થનું પ્રસન્નતાપૂર્વક પાન કર્યું. જે ક્ષણે તેણીએ ચંદ્ર પીધો તે જ ક્ષણે ચાણક્ય છિદ્ર ઉપર એક કપડું ઢાંકી દીધું. જેથી ચંદ્રનો પ્રકાશ આવવો બંધ થઈ ગયો. ક્ષત્રિયાણી ચંદ્રનું પાન કરીને ખુશ થઈ ગઈ. તેણીની ઈચ્છા પૂર્ણ થવાથી તે શીધ્ર સ્વસ્થ બની ગઈ અને સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી, સમય થવા પર ચંદ્ર સમાન તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. બાળક ગર્ભમાં આવ્યો ત્યારે માતાને ચંદ્રનો દોહદ ઉત્પન્ન Page #238 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ થયો હતો. તેથી તેનું નામ ‘ચંદ્રગુપ્ત’ રાખ્યું. ચંદ્રગુપ્ત જ્યારે જુવાન થયો ત્યારે પોતાની માતાને ચંદ્રપાન કરાવનાર ચાણક્યની સહાયતાથી રાજા નંદને મારીને પાટલિપુત્રનો રાજા બની ગયો અને ચાણક્યને પોતાનો મંત્રી બનાવ્યો. આ ચાણક્યની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. ૨૩૦૮ (૧૩) સ્થૂલિભદ્ર :- પાટલિપુત્રમાં નંદ નામના રાજા રાજ્ય કરતા હતા. તેના મંત્રીનું નામ શકડાલ હતું. તે બહુ ચતુર હતો. તેને સ્થૂલિભદ્ર અને શ્રિયક નામના બે દીકરા હતા. તેમજ યક્ષા, યક્ષાદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેણા, વેણા અને રેણા નામની સાત પુત્રીઓ હતી. તે કન્યાઓની સ્મરણ શક્તિ અજબ ગજબની હતી. સર્વથી મોટી દીકરી યક્ષાની સ્મરણ શક્તિ બહુ તીવ્ર હતી. જે વાત તે એકવાર સાંભળતી તેને અક્ષરશઃ યાદ રાખતી. યક્ષદત્તા બે વાર સાંભળીને યાદ રાખતી. ભૂતા ત્રણવાર, ભૂતદત્તા ચારવાર, સેણા પાંચવાર, વેણા છ વાર અને રેણા સાતવાર સાંભળે તો કોઈ પણ વાત ક્યારે ય ભૂલતી નહીં. ગમે ત્યારે ગમે તેને એ વાત સંભળાવી શકે એવી તેની સ્મરણશક્તિ હતી. એ જ નગરમાં એક વરરુચિ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે બહુ વિદ્વાન હતો. તે પ્રતિદિન ૧૦૮ શ્લોકની રચના કરીને રાજસભામાં રાજા નંદની સ્તુતિ કરતો. રાજા નિત્ય નવા નવા ૧૦૮ શ્લોક વડે કરાતી પોતાની સ્તુતિ સાંભળતા અને સાંભળીને મંત્રીના સામે જોતા. તેનો અભિપ્રાય એવો હતો કે મંત્રી તેની પ્રશંસા કરે તો તેને કંઈક પુરસ્કાર આપી શકાય. પરંતુ શકડાલ મંત્રી કાંઈ પણ બોલ્યા વગર ચુપચાપ સાંભળતા તેથી રાજા તેને કાંઈ પણ પુરસ્કાર આપતા ન હતા. વરરુચિ પ્રતિદિન રાજસભામાંથી ખાલી હાથે ઘેર જતો. વરરુચિની પત્ની તેને ઉપાલંભ આપતી કે તમે કાંઈ પણ કમાઈને કેમ લઈ આવતા નથી? આ રીતે આપણું ઘર શી રીતે ચાલશે ? તેની પત્ની પ્રતિદિન પતિને કહેતી કે તમે ગમે તેમ કરીને કંઈક કમાઈને લઈ આવો. પત્નીની વાત સાંભળીને વરરુચિએ વિચાર્યું- જ્યાં સુધી મંત્રી રાજાને કાંઈ કહેશે નહીં ત્યાં સુધી રાજા મને કાંઈ પણ આપશે નહીં. એક વાર તે શકડાલ મંત્રીના ઘેર ગયો અને તેની સ્ત્રીની પ્રશંસા કરવા લાગ્યો. તેની સ્ત્રીએ પૂછ્યું– પંડિતરાજ ! આપ આજે અહીં કયા પ્રયોજનથી આવ્યા છો ? વરરુચિએ તેણીને સર્વ વૃત્તાંત સંભળાવી દીધો અને કહ્યું- હું પ્રતિદિન નવા નવા ૧૦૮ શ્લોક બનાવીને રાજાની સ્તુતિ કરું છું. પરંતુ મંત્રીના મૌન રહેવાથી રાજા ખુશ થઈને મને કાંઈ આપતા નથી, તેથી મારી પત્ની મારી સાથે દરરોજ ઝગડો કરે છે અને કહે છે રાજા કાંઈ આપતા નથી, તો પછી શા માટે દિવસભર કલમ પકડીને બેસો છો? શકડાલની પત્નીએ કહ્યું– ભલે ! આજે હું મંત્રીને વાત કરીશ. શકડાલની પત્ની બુદ્ધિમતી અને દયાળુ હતી. તેણીએ રાત્રે પોતાના પતિને કહ્યું– સ્વામિન્ ! વરચિ પ્રતિદિન એક સો આઠ નવા નવા શ્લોકની રચના કરીને રાજાની સ્તુતિ કરે છે. શું એ શ્લોક આપને સારા નથી લાગતા ? તેના પતિએ કહ્યું– મને સારા લાગે છે. તો પછી આપ પંડિતજીની પ્રશંસા કેમ નથી કરતા ? મંત્રીએ કહ્યું– તે મિથ્યાત્વી છે માટે હું તેની પ્રશંસા કરતો નથી. પત્નીએ ફરી વિનયપૂર્વક કહ્યું– નાથ ! જો આપના કહેવાથી એ બિચારાનું ભલું થતું હોય તો આપને એમાં શું નુકશાની છે ? મંત્રીએ કહ્યું– ભલે, કાલે હું એ બાબત વિચાર કરીશ. Page #239 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ 1. ૨૩૯ ! ૨૨૯ બીજા દિવસે મંત્રી જ્યારે દરબારમાં ગયો ત્યારે વરરુચિએ પોતાના બનાવેલા નવા ૧૦૮ શ્લોકથી રાજાની સ્તુતિ કરી. રાજાએ મંત્રીના સામું જોયું. મંત્રીએ કહ્યું “ સુભાષિત” છે. એટલું કહેવા પર જ રાજાએ પંડિતજીને એક સો આઠ સુવર્ણમુદ્રાઓ આપી. વરરુચિ હર્ષિત થઈને પોતાના ઘરે ગયો. વરરુચિ ગયા પછી મંત્રીએ રાજાને પૂછયું– મહારાજ ! આપે તેને સુવર્ણમુદ્રા શા માટે આપી? રાજાએ કહ્યું- તે પ્રતિદિન નવા નવા ૧૦૮ શ્લોકથી સ્તુતિ કરે છે અને આજે તમે પણ તેની પ્રશંસા કરી એટલે મેં તેને પારિતોષિક રૂપે સવર્ણમુદ્રાઓ આપી. મંત્રીએ કહ્યું- મહારાજ ! તે તો જગતમાં પ્રચલિત જૂના શ્લોકો જ આપને સંભળાવે છે. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું તેનું પ્રમાણ શું છે? મંત્રીએ કહ્યું- હું સત્ય કહું છું. જે શ્લોક વરરુચિ આપને સંભળાવે છે એ તો મારી દીકરીઓને પણ આવડે છે. જો આપને વિશ્વાસન આવે તો કાલેવરચિજે શ્લોક આપને સંભળાવશે એ જ શ્લોકો મારી સુપુત્રીઓ આપને સંભળાવશે. રાજાએ કહ્યું ભલે. બીજા દિવસે ચાલાક મંત્રી પોતાની સાતે યકન્યાને રાજદરબારમાં લઈ આવ્યો અને તે દરેકને પડદાની પાછળ બેસાડી દીધી. નિયત સમય પર વરરુચિ સભામાં આવ્યો. તેણે પોતાના બનાવેલા નવા નવા ૧૦૮ શ્લોકથી રાજાની સ્તુતિ કરી, પરંતુ શકપાલ મંત્રીએ ઈશારો કરી પોતાની મોટી દીકરી યક્ષાને બોલાવી. રાજાની સમક્ષ આવીને વરરુચિએ સંભળાવેલા ૧૦૮ શ્લોકો તેણે પણ સંભળાવી દીધા. યક્ષા એકવાર જે સાંભળે તે તેને યાદ રહી જતું. વરરુચિના બોલેલા સમસ્ત શ્લોકો જ્યારે યક્ષાએ રાજાને સંભળાવ્યા ત્યારે રાજા વરરુચિ પર ક્રોધિત થયાં અને કહ્યું “તું કહે છે ને કે હું દરરોજ નવા શ્લોક સંભળાવું છું, આટલું ખોટું બોલે છે?' આજથી તારે રાજસભામાં આવવાનું નથી. રાજાએ કરેલા અપમાનથી વરરુચિબદુઃખી થયો અને શાકડાલનો બદલો લેવાનો નિર્ણય કર્યો. તેણે એક લાંબા લાકડાનો ત્રાપો બનાવ્યો. પછી એ ત્રાપો લઈને તે ગંગા નદીના કિનારે ગયો. અર્ધો ત્રાપો તેણે પાણીમાં રાખ્યો, તેની ઉપર સોનામહોરની થેલી રાખી, અર્ધા ત્રાપો જે પાણીથી બહાર હતો તેના પર બેસીને તે ગંગાની સ્તુતિ કરવા લાગ્યો. તિ પૂર્ણ થયા બાદ તેણે ત્રાપાને દબાવ્યો એટલે સોનામહોરની થેલી સહિત તે ભાગ ઉપર આવ્યો, થેલીને જોઈને વરચિએ લોકોને કહ્યું– રાજા મને ઈનામ ન આપે તો તેમાં મુંઝાવાનું શું? ગંગા તો પ્રસન્ન થઈને મને પ્રતિદિન સુવર્ણની એક થેલી આપે છે. એમ કહીને તે પોતાના ઘરે ચાલ્યો ગયો. પ્રતિદિન આ ક્રિયા તેણે ચાલુ રાખી. ગંગા માતાની વરરુચિ પર કૃપા ઉતરી છે, એ વાત આખા ય નગરમાં ફેલાઈ ગઈ. રાજાના કાન સુધી એ વાત પહોંચી ગઈ. રાજાએ શકપાલને વરરુચિની વાત વિષે પૂછ્યું. મંત્રીએ કહ્યું- “મહારાજ! સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરતાં પ્રાતઃકાળ આપણે ત્યાં જઈને જોવું જોઈએ.” રાજાએ તેની વાત માન્ય રાખી. ઘરે જઈને શકડાલે પોતાના એક વિશ્વાસુ સેવકને આદેશ આપ્યો કે તું રાતના ગંગાના કિનારા પર છપાઈને બેસી જશે. જ્યારે વરરુચિ સોનામહોરની થેલી પાણીમાં છુપાવીને ચાલ્યો જાય ત્યારે તારે એ થેલી લઈને મારી પાસે આવવું. સેવકે મંત્રીના કહેવા મુજબ કાર્ય કર્યું. તે ગંગાના કિનારા પર છુપાઈને બેસી ગયો. અર્ધી રાતે વરરુચિ ત્યાં Page #240 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ આવ્યો અને પાણીમાં સોનામહોરની થેલી છુપાવીને ચાલ્યો ગયો. તેના ગયા પછી સેવકે ત્યાંથી પેલી થેલી લઈને મંત્રીને સોંપી દીધી. ર૪૦ બીજા દિવસે સવારે વરરુચિ ગંગાકિનારે આવ્યો અને ત્રાપા પર બેસીને ગંગાની સ્તુતિ કરવા લાગ્યો. એ જ સમયે રાજા અને મંત્રી પણ ત્યાં આવ્યા. સ્તુતિ સંપૂર્ણ થયા બાદ વરચિએ ત્રાપાને દબાવ્યો પણ થેલી ઉપર આવી નહીં. બે ત્રણવાર તેણે મહેનત કરી પણ સોનામહોરની થેલી દેખાણી નહીં, ત્યારે શકડાલે કહ્યું– પંડિતરાજ ! પાણીમાં શું જુઓ છો ? રાતના છુપાવેલી આપની થેલી તો મારી પાસે છે. એમ કહીને તેણે ત્યાં બેઠેલા લોકોને થેલી બતાવીને વરરુચિની પોલ ખુલ્લી કરી. લોકો માયાવી, કપટી એમ કહીને પંડિતજીની નિંદા કરવા લાગ્યા. પણ મંત્રી સાથે વેરનો બદલો લેવા માટે વરચિ તેના છિદ્રો શોધવા લાગ્યો. ઘણો સમય વ્યતીત થયા બાદ શકડાલ પોતાના પુત્ર શ્રિયકના લગ્નની તૈયારીમાં પડી ગયો. મંત્રીએ વિવાહની ખુશાલીમાં રાજાને ભેટ આપવા માટે ઉત્તમ પ્રકારનાં શસ્ત્રો અને અસ્ત્રો બનાવવાનો આદેશ આપ્યો. વરરુચિને આ વાતની જાણ થઈ. તેને બદલો લેવાનો મોકો મળ્યો. તેણે અમુક શિષ્યોને નિમ્નલિખિત શ્લોક યાદ કરાવીને નગરમાં પ્રચાર કરાવી દીધો. तं न विजाणेइ लोओ, जं सकडालो करिस्सइ । नन्दराउं मारेवि करि, सिरियउं रज्जे ठवेस्सइ || લોકો જાણતા નથી કે શકડાલ મંત્રી શું કરશે ? તે રાજા નંદને મારીને પોતાના પુત્ર શ્રિયકને રાજસિંહાસન પર બેસાડી દેશે. રાજાએ પણ એ વાત સાંભળી. તેણે શકડાલના પતંત્રની વાતને સાચી માની લીધી. સવારે મંત્રી રાજદરબારમાં આવ્યો અને રાજાને પ્રણામ કર્યા, પણ રાજાએ કુપિત થઈને મોઢું ફેરવી લીધું. રાજાનો એવો વ્યવહાર જોઈને મંત્રી ભયભીત બની ગયો. તેણે ઘેર આવીને આ વાત પોતાના પુત્ર શ્રિયકને કરી. બેટા ! રાજાનો ભયંકર કોપ સંપૂર્ણ વંશનો પણ નાશ કરી શકે છે માટે કાલે જ્યારે રાજસભામાં જઈને રાજાને નમસ્કાર કરું એ સમયે જો રાજા મોઢું ફેરવી લે તો તે સમયે તું મારા ગળા પર તલવાર ફેરવી દેજે. પુત્રે કહ્યું– પિતાજી હું એવું ઘાતક અને લોક નિંદનીય કાર્ય શી રીતે કરી શકું ? મંત્રીએ કહ્યું– બેટા ! હું એ સમયે તાલપુટ નામનું વિષ મારા મોઢામાં રાખી દઈશ એટલે મારું મૃત્યુ એ વિષથી થશે. જેથી તને પિતૃ હત્યાનું પાપ નહીં લાગે. પરંતુ મને તલવાર મારવાથી રાજાનો કોપ તમારા ઉપર નહીં ઊતરે અને આપણા વંશની રક્ષા થશે. શ્રિયકે વંશની રક્ષા માટે વિવશ થઈને પિતાની આજ્ઞા માન્ય રાખી. બીજા દિવસે મંત્રી પોતાના પુત્ર શ્રિયકની સાથે રાજ દરબારમાં ગયો. જ્યારે તેણે રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજાએ મોઢું ફેરવી લીધું. પ્રણામ કરવા માટે મંત્રીએ માથું નમાવ્યું કે તરત જ શ્રિયકે તલવાર પિતાના ગર્દન પર મારી દીધી જેથી ધડ અને માથું અલગ થઈ ગયાં. આ દશ્ય જોઈને રાજાએ ચકિત થઈને કહ્યું- શ્રિયક ! તેં આ શું કર્યું ? Page #241 -------------------------------------------------------------------------- ________________ - જન.. કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ ર૪૧ શ્રિયકે કહ્યું– દેવ જે વ્યક્તિ આપને ઈષ્ટ ન લાગે તે અમને કેમ ઈષ્ટ લાગે? શકહાલના મૃત્યુથી રાજા દુઃખી થયા પરંતુ શ્રિયકની વફાદારી જઈને રાજા પ્રસન્ન થયા. રાજાએ કહ્યું– શ્રિયક ! તારા પિતાના મંત્રીપદને હવે તું સંભાળ. ત્યારે શ્રિયકે વિનયપૂર્વક કહ્યું પ્રભો! હું મંત્રી પદનો સ્વીકાર નહીં કરી શકું. મારા મોટા ભાઈ થૂલિભદ્ર બાર વર્ષથી કોશા ગણિકાને ત્યાં રહે છે. પિતાજીની ગેરહાજરી બાદ મંત્રીપદનો અધિકારી મારો ભાઈ જ થઈ શકે. શ્રિયકની એ વાત સાંભળીને રાજાએ પોતાના કર્મચારીઓને કહ્યું – તમે કોશા વેશ્યાને ત્યાં જાઓ અને સ્થૂલિભદ્રને કોશાને ત્યાંથી સન્માનપૂર્વક અહીં લઈ આવો. તેને મંત્રીપદ આપવાનું છે. રાજાના કર્મચારીઓ કોશા વેશ્યાના નિવાસે ગયાં. ત્યાં જઈને સ્થૂલિભદ્રને બધું વૃત્તાંત સંભળાવ્યું. પિતાજીના મૃત્યુના સમાચાર સાંભળીને સ્થૂલિભદ્રને અત્યંત દુઃખ થયું. રાજપુરુષોએ સ્થૂલિભદ્રને વિનયપૂર્વક પ્રાર્થના કરીને કહ્યું "હે મહાભાગ્યશાળી ! આપ રાજસભામાં પધારો. મહારાજ આપને સન્માનપૂર્વક બોલાવે છે." કર્મચારીઓની વાત સાંભળીને સ્થૂલિભદ્ર રાજદરબારમાં આવ્યા. રાજાએ તેને સન્માનપૂર્વક આસન પર બેસાડ્યા. બેસાડીને કહ્યું – તમારા પિતાજીનું મૃત્યુ થયું છે માટે હવે તમે મંત્રીપદનો સ્વીકાર કરો. લિભદ્ર વિચાર્યું– જે મંત્રીપદ મારા પિતાજીના મૃત્યુનું કારણ બન્યું તે પદ મારા માટે શી રીતે હિતકર થશે? રાજાનો કોઈ ભરોસો ન કરાય. આજે તેઓશ્રી મને મંત્રીપદ સહર્ષ પ્રદાન કરે છે અને કાલે તે નાખુશ થઈને છીનવી પણ શકે છે. માટે એવું પદ અને ધન પ્રાપ્ત કરવાથી લાભ શું? આ રીતે વિચાર કરતાં કરતાં સ્થૂલિભદ્રને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેઓ રાજ દરબારથી પાછા ફરીને આચાર્યશ્રી સંભૂતિ વિજયની પાસે ગયા અને દીક્ષા અંગીકાર કરી. સ્થૂલિભદ્ર મુનિ બની ગયા. એટલે રાજાએ શ્રિયકને મંત્રીપદ આપ્યું. યૂલિભદ્ર મુનિ પોતાના ગુરુની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં જ્ઞાન ધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યા. એકવાર વિહાર કરીને તેઓ પાટલિપુત્ર શહેરની નજીક પહોંચ્યા. ગુરુએ વર્ષાકાળ નજીક હોવાથી ત્યાંજ વર્ષાકાળ રહેવાનો નિશ્ચય કર્યો. તેઓશ્રીને સ્થૂલિભદ્ર વગેરે ચાર શિષ્યો હતા. ચારે ય મુનિએ જુદા જુદા સ્થળે વર્ષાકાળ વ્યતીત કરવાની ગુરુ પાસે આજ્ઞા માંગી. ગુરુએ આજ્ઞા આપી. એક સિંહની ગુફામાં, બીજા ભયાનક સર્પના દર પાસે, ત્રીજા કૂવાના કિનારા પર અને ચોથા સ્થૂલિભદ્ર મુનિ કોશા વેશ્યાને ઘેર, વર્ષાકાળ માટે ગયા. કોશાવેશ્યા સ્થૂલિભદ્ર મુનિને જોઈને અત્યંત પ્રસન્ન થઈ. તેણે વિચાર્યું કે પહેલાની જેમ ભોગવિલાસમાં સમય વ્યતીત થશે. સ્થૂલિભદ્રમુનિની ઈચ્છાનુસાર કોશાએ પોતાની ચિત્રશાળામાં રહેવાની આજ્ઞા આપી. વેશ્યા પ્રતિદિન પહેલાંની માફક નિત્ય નવા નવા શૃંગાર સજીને પોતાના હાવભાવ પ્રદર્શિત કરવા લાગી. યૂલિભદ્ર હવે પહેલાં જેવા સ્થૂલિભદ્ર ન હતાં, કે જે તેણીના શૃંગારમય કામુક પ્રદર્શનથી વિચલિત થાય. તેણે કામભોગને કિંપાકફળ જેવા સમજીને છોડી દીધા હતા. તેઓ વૈરાગ્યના રંગે રંજિત હતા. તેથી તે પોતાના આત્માને પતનની ખાઈમાં પાડે એમ નહતા. કહ્યું છે–વિષયવસ્તરો Page #242 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ હિ યતિર્મોક્ષ વિકૃતિ । જેનું મન સાધુ વેશ ધારણ કર્યા પછી પણ વિષયાસક્ત રહે છે, એનો આત્મા મોક્ષની પ્રાપ્તિ કરી શકતો નથી. ર૪ર કોશાએ લાખો પ્રયત્ન કર્યા પણ સ્થૂલિભદ્ર મુનિનું મન વિચલિત ન થયું. પૂર્ણ નિર્વિકાર ભાવે તે તેની સાધનામાં મસ્ત રહેતા હતા. જેમ અગ્નિ પર શીતળજળ પડવાથી તે શાંત થઈ જાય છે તેમ સ્થૂલિભદ્ર મુનિનું શાંત અને વિકાર રહિત મુખમંડલ જોઈને વેશ્યાનું વિલાસી હૃદય શાંત બની ગયું. પછી સ્થૂલિભદ્ર મુનિએ કોશાને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ સાંભળીને તેણીએ બાર વ્રત ધારણ કરી લીધાં. ચાતુર્માસની સમાપ્તિ થવાપર ચારે ય શિષ્યો ગુરુની સેવામાં પહોંચી ગયા. સિંહગુફા, સર્પનું દર અને કૂવાના કિનારા પર ચાતુર્માસ કરનાર મુનિઓએ આવીને ગુરુના ચરણોમાં નમસ્કાર કર્યા ત્યારે ગુરુએ તેઓની પ્રશંસા કરતાં કહ્યું– તવુ⟨: : હે મુનિઓ ! તમે દુષ્કર કાર્ય કર્યું છે. પરંતુ જ્યારે સ્થૂલિભદ્ર મુનિએ પોતાનું મસ્તક ગુરુના ચરણમાં ઝુકાવ્યું ત્યારે ગુરુએ કહ્યું– ધૃતપુર: તું; હે મુનિ ! તમે અતિદુષ્કર કાર્ય કર્યું છે. સ્થૂલિભદ્રને ગુરુએ જ્યારે અતિ દુષ્કર કાર્ય માટે શાબાશી આપી ત્યારે ત્રણે ય મુનિઓનાં હૃદયમાં ઈર્ષ્યાભાવ ઉત્પન્ન થયો. જ્યારે બીજું ચાતુર્માસ આવ્યું ત્યારે સિંહગુફામાં વર્ષાવાસ કરનાર મુનિએ ગુરુ પાસે કોશા વેશ્યાના ઘરે ચાતુર્માસ કરવાની આજ્ઞા માંગી. પરંતુ ગુરુએ તેને આજ્ઞા ન આપી. ગુરુની આજ્ઞા વિના તે મુનિ કોશા વેશ્યાના ઘરે ચાતુર્માસ કરવા માટે ગયા. કોશાએ પોતાની ચિત્રશાળામાં તે મુનિને ચાતુર્માસ કરવાની અનુમતિ આપી. પરંતુ વેશ્યાના રૂપ અને લાવણ્યને જોઈને મુનિ પોતાની તપસ્યા અને સાધના ભૂલી ગયા. તે વેશ્યાના પ્રતિ પ્રેમ નિવેદન કરવા લાગ્યા. એ જાણીને વેશ્યાને બહુ દુઃખ થયું. ધર્મ પામેલી વેશ્યાએ મુનિને સન્માર્ગ પર લાવવાનો ઉપાય શોધી કાઢયો. તેણીએ મુનિને કહ્યું– મુનિરાજ ! પહેલાં મને એક લાખ સોનામહોર આપો. મુનિએ કહ્યું– હું ભિક્ષુ છું. મારી પાસે ધન ક્યાંથી હોય ? વેશ્યાએ કહ્યું– તો તમે નેપાલ જાઓ. નેપાલના નરેશ દરેક ભિક્ષુને એક એક રત્નકંબલ પ્રદાન કરે છે તેનું મૂલ્ય એક લાખ સોનામહોરનું છે. માટે તમે ત્યાં જઈને મને એ રત્નકંબલ લાવી આપો. કામરાગમાં આસક્ત થયેલ વ્યક્તિ શું ન કરે ? મુનિ પણ પોતાની સાધનાને એક બાજુ રાખીને રત્નકાંબળી લેવા માટે રવાના થયા. માર્ગમાં અનેક કષ્ટો સહન કરતાં કરતાં મહામુસીબતે તે નેપાલ પહોંચ્યા. ત્યાંના રાજા પાસેથી એક રત્નકાંબળી મેળવીને તે પાછા ફર્યા. પરંતુ રસ્તામાં ચોર લોકોએ તે રત્નકાંબળી છીનવી લીધી. તે રોતાં રોતાં બીજીવાર નેપાલ ગયા. રાજાને પોતાની રામકહાની કહીને મહામહેનતે તેણે ફરીથી રત્નકાંબળી પ્રાપ્ત કરી. પછી તેણે વાંસળીમાં એ રત્નકાંબળીને છુપાવી દીધી. રસ્તામાં ચાલતાં ચાલતાં ફરી ચોર મળ્યા. તેઓએ ધમકી આપી. મુનિએ કહ્યું– હું ભિક્ષુ છું, મારી પાસે ધન ક્યાંથી હોય ? વાંસળીમાં છૂપાવેલ રત્નકાંબળીને ચોર લોકો જોઈ શક્યા નહીં તેથી ચાલ્યા ગયાં. ત્યાર બાદ મુનિ ભૂખ, તરસ વગેરે અનેક શારીરિક કષ્ટો સહન કરીને છેવટે પાટલિપુત્ર પહોંચ્યા અને કોશા વેશ્યાને તેણે રત્નકાંબળી આપી. પરંતુ કોશાએ તે બહુમૂલ્યવાન રત્નકાંબળીને મુનિ જુએ એ રીતે દુર્ગંધમય અશુચિ સ્થાન પર ફેંકી દીધી. Page #243 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ ર૪૩ એ જોઈને દુખિત હૃદયે મુનિએ કહ્યું- તમે આ શું કરો છો? હું અનેક કષ્ટો સહન કરીને આ રત્નકાંબળી લઈ આવ્યો છું અને તમે આમ એકાએક ફેંકી કેમ દીધી? વેશ્યાએ કહ્યું– મુનિરાજ ! મેં તમારી પાસે રત્નકાંબળી મંગાવી અને પછી ગંદકીમાં ફેકી દીધી, આ બધું તમને સમજાવવા માટે કર્યું જેવી રીતે અશુચિમાં પડવાથી રત્નકાંબળી દૂષિત થઈ ગઈ, એ જ રીતે કામભોગમાં પડવાથી તમારો આત્મા પણ મલિન થઈ જશે. રત્નકાંબળીની કિંમત સીમિત છે, ત્યારે તમારા સંયમની કિંમત અણમોલ છે. આખા સંસારનો વૈભવ પણ આની તુલનામાં નગણ્ય છે. એવા સંયમરૂપી ધનને તમે કામભોગ રૂપી કીચડમાં ફસાઈને મલિન કરવા માંગો છો? જરાક વિચાર તો કરો. વિષયોને તમે વિષ સમાન સમજીને છોડી દીધા છે, શું આપ વમન કરેલા ભોગોને ફરી ગ્રહણ કરવા ઈચ્છો છો? કોશાની વાત સાંભળીને મુનિને પારાવાર પશ્ચાત્તાપ થયો. જેમ હાથી અંકુશથી ઠેકાણે આવી જાય એમ વેશ્યાના હિત શબ્દો રૂપી અંકુશથી મુનિ ફરી સંયમમાં સ્થિર બન્યા અને બોલ્યા स्थूलिभद्रः स्थूलिभद्रः स एकोऽखिलसाधुषु । युक्तं दुष्कर दुष्कारको गुरुणा जगे ॥ ખરેખર સંપૂર્ણ સાધુઓમાં સ્થૂલિભદ્ર મુનિ જ દુષ્કરમાં દુષ્કર કાર્ય કરનાર અદ્વિતીય છે. જે બાર વર્ષ સુધી વેશ્યાની ચિત્રશાળામાં કામ ભોગમાં આસક્ત હતા. પરંતુ સંયમ ગ્રહણ કર્યા બાદ વેશ્યાની કામુક પ્રાર્થનામાં લેપાયા નહીં, મેરુ પર્વત સમાન દઢ રહ્યા. માટે ગુરુદેવે તેને દુશ્મરાતિ૬ર વાર એવા શબ્દો કહ્યા, તે યથાર્થ છે. આ રીતે વિચાર કરતાં કરતાં તે મુનિ પોતાના ગુરુની પાસે ગયા અને પોતાના પતન વિષે પશ્ચાત્તાપ કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઈને આત્માની શુદ્ધિ કરી. વારંવાર સ્થૂલિભદ્ર મુનિની પ્રશંસા કરતાં તે કહેવા લાગ્યા वेश्या रागवती सदा तदनुगा षड्भिः रसैर्भोजन । शुभ्र धाम मनोहर वपुरहो ! नव्यो वयः संगमः ॥ कालोऽयं जलदाविलस्तदपि यः, कामजिगायादरात् । तं वंदे युवतिप्रबोधकुशल, श्रीस्थूलभद्रं मुनिम् ॥ પ્રેમ કરનારી તથા તેમાં અનુરક્ત વેશ્યા, ષટ્રસ ભોજન, મનોહર મહેલ, સુંદર શરીર, તરુણ અવસ્થા અને વર્ષાકાળ એ બધી અનુકૂળતા હોવા છતાં જેઓએ કામદેવને જીતી લીધો તેમજ વેશ્યાને પ્રતિબોધ પમાડીને ધર્મના માર્ગે લાવ્યા એવા શ્રી યૂલિભદ્ર મુનિને હું વારંવાર પ્રણામ કરું છું. નંદરાજાએ સ્થૂલિભદ્રને મંત્રી પદ આપવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ભોગ-વિલાસ અને સંસારના સંબંધોને દુઃખનું કારણ જાણીને તેઓએ મંત્રીપદને ઠોકર મારીને સંયમનો સ્વીકાર કર્યો. સાધના અને આરાધના કરી આત્મકલ્યાણ કર્યું. આ સ્થૂલિભદ્રજીની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૪) નાસિકપુરના સુંદરીનંદ – નાસિકપુરમાં એક શેઠ રહેતા હતા. તેનું નામ નંદ Page #244 -------------------------------------------------------------------------- ________________ ર૪૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧ હતું. તેની પત્નીનું નામ સુંદરી હતું. નામ પ્રમાણે તે બહુ સુંદર હતી. નંદ શેઠ તેના પર બહુ પ્રેમ રાખતા હતા. તેને તે અતિ વલ્લભ અને પ્રિય હતી. શેઠ તે સ્ત્રીમાં એટલા અનુરક્ત હતા કે એક ક્ષણ માટે પણ તેનો વિયોગ સહન કરી શકતા ન હતા. એ કારણે લોકો તેને સુંદરીનંદના નામથી બોલાવતા હતા. સુંદરીનંદને એક નાનો ભાઈ હતો. જેણે દીક્ષા ધારણ કરી હતી. જ્યારે મુનિને ખબર પડી કે મારો મોટોભાઈ સુંદરીમાં અત્યંત આસક્ત છે ત્યારે મુનિ તેને પ્રતિબોધ દેવા માટે નાસિકપુરમાં પધાર્યા. લોકો મુનિના આગમનના સમાચાર જાણીને ધર્મઉપદેશ સાંભળવા માટે મુનિની પાસે ગયા. પરંતુ સુંદરીનંદ મુનિ પાસે ન ગયાં. મુનિરાજ પ્રવચન બાદ આહારની ગવેષણા કરતાં કરતાં સુંદરીનંદના ઘરે ગયા. પોતાના ભાઈની સ્થિતિ જોઈને મુનિના મનમાં વિચાર આવ્યો કે જ્યાં સુધી તેને વધુ પ્રમાણમાં પ્રલોભન નહીં આપવામાં આવે ત્યાં સુધી તે પત્ની પ્રત્યેની આસક્તિ નહીં છોડે. મુનિએ પોતાની વૈક્રિય લબ્ધિ વડે એક સુંદર વાંદરી બનાવી. પછી તેણે નંદને પૂછ્યું– શું આ વાંદરી સુંદરી જેવી સુંદર છે? શેઠે કહ્યું સુંદરીથી અડધી સુંદર છે. બીજીવાર મુનિએ ફરી પોતાની લબ્ધિથી એક વિદ્યાધરી બનાવી. પછી શેઠને પૂછ્યુંઆ કેવી છે? શેઠે કહ્યું– આ સ્ત્રી સુંદરી જેવી જ છે. ત્રીજીવાર મુનિએ ફરી પોતાની લબ્ધિથી એક દેવીની વિકર્વણા કરી, પછી તેણે ભાઈને પૂછ્યું આ સ્ત્રી કેવી છે? શેઠ કહ્યું– આ સ્ત્રી સુંદરીથી પણ અધિક સુંદર છે. મુનિએ કહ્યું- જો તમે થોડું પણ ધર્મનું આચરણ કરશો તો આવી અનેક સુંદરીઓ પ્રાપ્ત થશે. મુનિના એવા પ્રતિબોધપૂર્ણ વચનોને સાંભળીને સુંદરીનંદને પોતાની સ્ત્રી પ્રત્યેનો રાગ ઓછો થયો. થોડો સમય વ્યતીત થયા બાદ તેણે પણ દીક્ષા અંગીકાર કરી અને સંયમની સાધના કરીને આત્મકલ્યાણ કર્યું. પોતાના ભાઈને પ્રતિબોધિત કરવા માટે મુનિએ જે કાર્ય કર્યું તે પરિણામિકી બુદ્ધિનું દાંત છે. (૧૫) વજસ્વામી – અવંતિ દેશમાં તુંબવન નામનો એક સન્નિવેશ હતો. ત્યાં એક શેઠ રહેતા હતા. તેના પુત્રનું નામ ધનગિરિ હતું. ધનગિરિના વિવાહ ધનપાલ શેઠની પુત્રી સુનંદાની સાથે થયા. થોડો સમય વ્યતીત થયા બાદ ધનગિરિને સંયમ ગ્રહણ કરવાની ઈચ્છા થઈ. પરંતુ સુનંદાએ કોઈ પણ પ્રકારે રોકી દીધાં. અમુક સમય પછી દેવલોકથી ચ્યવીને એક પુણ્યવાન જીવ સુનંદાના ગર્ભમાં આવ્યો ત્યારે ધનગિરિએ કહ્યું – “ભાવિ પુત્ર તમારી જીવનયાત્રામાં સહાયક બનશે. હું તો દીક્ષા ગ્રહણ કરીશ.” પતિની ઉત્કૃષ્ટ ઈચ્છાના કારણે સુનંદાએ દીક્ષાની આજ્ઞા આપી. ધનગિરિએ આચાર્યસિંહગિરિની પાસે જઈને પ્રવજ્યા ગ્રહણ કરી. એ જ આચાર્યની પાસે સુનંદાના ભાઈ આર્યસમિતે પણ દીક્ષા લીધી હતી. બીજી બાજુ નવ માસ પૂર્ણ થયા પછી સુનંદાએ એક પુણ્યવાન પુત્રને જન્મ આપ્યો. જે સમયે પુત્રનો જન્મ મહોત્સવ મનાવવા જઈ રહ્યા હતા ત્યારે કોઈ એક સ્ત્રીએ કહ્યું કે આ બાળકના પિતાએ દીક્ષા ન લીધી હોત અને આજે અહીં હોત તો કેટલું સારું લાગત! બાળક બહુ જ મેધાવી હતો. તેણે પેલી સ્ત્રીના શબ્દો સાંભળીને વિચાર કર્યો– મારા પિતાજીએ તો દીક્ષા લઈ લીધી છે. મારે હવે શું કરવું? આ વિષય Page #245 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ. ર૪પ પર ચિંતન મનન કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વિચારવા લાગ્યો કે મારા પિતાજીએ તો મુક્તિનો માર્ગ અપનાવી લીધો છે. હવે મારે પણ કંઈક ઉપાય કરવો જોઈએ જેથી હું પણ સંસારથી વિરક્ત થઈ શકે તથા મારી માતા પણ આ સાંસારિક બંધનોથી મુક્ત થઈ શકે. એમ વિચારીને આ બાળકે રાત અને દિવસ રડવાનું શરૂ કરી દીધું. માતાએ તથા સગા સંબંધીઓએ એ બાળકનું રડવું બંધ થાય એ માટે અનેક પ્રયત્નો કર્યા પણ સફળતા ન મળી. માતા સુનંદા બહુ જ પરેશાન થવા લાગી. બીજી બાજુ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં આચાર્ય સિંહગિરિ પોતાના શિષ્યો સહિત ફરી તુંબવન નગરમાં પધાર્યા. આહારના સમયે મુનિ આર્યસમિત તથા ધનગિરિ ગુરુની આજ્ઞા લઈને ગોચરી માટે નગરમાં જવા લાગ્યા. ત્યારે શુભ શુકનો જોતાં આચાર્યે તેઓને કહ્યું– આજે તમને મહાલાભની પ્રાપ્તિ થશે. માટે સચેત અચેર જે કાંઈ ગોચરીમાં મળે તે લઈ લેજો. ગુરુની આજ્ઞા સ્વીકારીને બન્ને મુનિ શહેર તરફ ચાલ્યા ગયા. જે સમયે નિ સનંદાના ઘેર ગોચરી ગયા તે સમયે સુનંદા પોતાના રોતા બાળકને શાંત કરવા માટે પ્રયત્ન કરી રહી હતી. મુનિને જોઈને સુનંદાએ ધનગિરિને કહ્યું– મુનિવર! આજ સુધી આ બાળકની રક્ષા મેં ખૂબ જ કરી પણ કોઈ હિસાબે તે રડતો બંધ થતો નથી. માટે હવે આપ સંભાળો અને એની રક્ષા કરો. સુનંદાની વાત સાંભળીને મુનિએ ઝોળીમાંથી પાત્ર બહાર કાઢયું કે તરત જ સુનંદાએ એ પાત્રમાં બાળકને વહોરાવી દીધો. શ્રાવક શ્રાવિકાની ઉપસ્થિતિમાં મુનિએ બાળકને ગ્રહણ કરી લીધું. એ જ સમયે બાળકે રોવાનું બંધ કરી દીધું. આચાર્યસિંહગિરિ પાસે જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે વજનદાર ઝોળીને જોઈને દૂરથી જ આચાર્યશ્રીએ કહ્યું- “આ વજ જેવી ભારી વસ્તુ શું લઈ આવ્યા છો?” ધનગિરિએ બાળક સહિત પાત્ર ગુરુની પાસે રાખી દીધું. પાત્રમાં રહેલ તેજસ્વી બાળકને જોઈને ગુરુદેવ આશ્ચર્યચકિત થયા અને હર્ષિત પણ થયા. તેઓશ્રીએ કહ્યું– આ બાળક ભવિષ્યમાં શાસનનો આધારસ્તંભ બનશે. ગુરુએ બાળકનું નામ “વજ રાખી દીધું. બાળક બહુ જ નાનો હતો. તેથી આચાર્યશ્રીએ તેના પાલન પોષણની જવાબદારી સંઘને સોંપી દીધી. શિશુ વજ ચંદ્રની કળા સમાન તેજોમય બનતો થકો દિન-પ્રતિદિન મોટો થવા લાગ્યો. થોડો સમય વ્યતીત થયા બાદ સુનંદાએ પોતાનો પુત્ર સંઘ પાસેથી પાછો માંગ્યો. પરંતુ સંઘે કહ્યું આ બાળક આચાર્યશ્રીની ધરોહર છે. આ અનામતને કોઈ હાથ ન લગાડી શકે. એમ કહીને સંઘે સુનંદાને બાળક આપવાની ના પાડી દીધી. મન મારીને સુનંદા ત્યાંથી પોતાના ઘરે આવી અને સમયની રાહ જોવા લાગી. એ અવસર ત્યારે આવ્યો જ્યારે આચાર્ય સિંહગિરિ વિહાર કરતાં કરતાં પોતાના શિષ્ય સમુદાય સહિત ફરી તુંબવન નગરમાં પધાર્યા. સુનંદા આચાર્યશ્રીના આગમનની વાત સાંભળીને તરત જ આચાર્યશ્રીની પાસે ગઈ. ત્યાં જઈને તેણીએ કહ્યું- ગુરુદેવ!મારો પુત્ર મને પાછો આપી દો. પરંતુ આચાર્યશ્રીએ કહ્યું આ બાળકને તમે પાત્રમાં વહોરાવેલ છે માટે હવે અમે આપીશું નહીં. આ બાળકની માલિકી હવે અમારી છે. સુનંદા દુઃખિત હૃદયે ત્યાંથી પાછી આવીને રાજા પાસે ગઈ. રાજા પાસે તેણીએ પોતાના બાળક વિષેની વાત કરી. રાજાએ તે સ્ત્રીની વાત સાંભળી, Page #246 -------------------------------------------------------------------------- ________________ ર૪૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧ પછી વિચારીને કહ્યું– એક બાજુ બાળકની માતાને બેસાડવામાં આવશે અને બીજી બાજુ મુનિ બનેલા તેના પિતાને બેસાડવામાં આવશે. બાળકને હું કહીશ કે તારે જેની પાસે જવું હોય તેની પાસે જા. પછી બાળક જેની પાસે જાય તેની પાસે રહેશે. માતા સમજતી હતી કે બાળક મારી પાસે જ આવશે. બીજા દિવસે રાજસભા ભરાણી. રાજાએ પહેલા માતાને કહ્યું તમે બાળકને તમારી પાસે બોલાવો. વજની માતા બાળકને લોભાવનાર આકર્ષક રમકડા તથા ખાવા પીવાની અનેક વસ્તુઓ લઈને એક બાજુ બેઠી હતી. તે રાજસભાના મધ્યભાગમાં બેઠેલા પોતાના પુત્રને પોતાની તરફ આવવા માટે સંકેત કરવા લાગી. પરંતુ બાળકે વિચાર્યું, “જો હું માતા પાસે જઈશ નહિ તો જ તે મોહને છોડીને આત્મ કલ્યાણમાં જોડાશે. એ રીતે અમો બન્નેનું કલ્યાણ થશે.” એમ વિચારીને બાળકે માતાએ રાખેલ કિંમતી પદાર્થો પર નજર પણ ન કરી અને ત્યાંથી એક ડગલું પણ ખસ્યો નહીં. ત્યાર બાદ તેના પિતા મુનિ ધનગિરિને રાજાએ કહ્યું- હવે તમે બાળકને બોલાવો. મુનિએ બાળકને સંબોધિત કરીને કહ્યું – जइसि कयज्झवसाओ, धम्मज्झयमूसि इमं वइर । गिह लहु रयहरणं, कम्म-रयपमज्जणं धीर ।। હે વજ! જો તે દીક્ષા લેવાનો નિશ્ચય કરી લીધો હોય તો ધર્માચરણના ચિહ્નભૂત અને કર્મરૂપી રજને પ્રમાર્જિત કરનાર રજોહરણને ગ્રહણ કરી લે. એ શબ્દ સાંભળતાં જ બાળકે તરત જ પિતા ગુરુની પાસે જઈને રજોહરણ ગ્રહણ કરી લીધો. બાળકનો રજોહરણ પ્રત્યેનો પ્રેમ જોઈને રાજાએ બાળક આચાર્ય સિંહગિરિને સોંપી દીધો. આચાર્યશ્રીએ એ જ સમયે રાજા તેમજ સંઘની આજ્ઞા પ્રાપ્ત કરીને વજને દીક્ષા પ્રદાન કરી. બાળકની દીક્ષા જોઈને સુનંદાએ વિચાર્યું. મારા પતિદેવ, પુત્ર અને ભાઈ બધા સાંસારિક બંધનોને છોડીને દીક્ષિત થઈ ગયા. હવે હું એકલી ઘરમાં રહીને શું કરીશ? બસ, સુનંદા પણ સંયમ લેવા માટે તૈયાર થઈ ગઈ અને આત્મ કલ્યાણના માર્ગ પર અગ્રસર થઈ. આચાર્ય સિંહગિરિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. બાળક વજમુનિ બહુ જ બુદ્ધિમાન હતા. જ્યારે આચાર્યશ્રી બીજા મુનિઓને વાચના દેતા ત્યારે તે ચિત્ત દઈને સાંભળતા. માત્ર સાંભળીને જ તેમણે અગિયાર અંગનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને ક્રમશઃ પૂવોનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. એક વાર આચાર્યશ્રી ઉપાશ્રયથી બહાર ગયા હતા, અન્ય મુનિઓ ગોચરીની ગવેષણા કરવા માટે ગયા હતા. એ સમયે બાળક વજમુનિએ રમત ગમત રૂપે સંતોના વસ્ત્રો અને પાત્રોને પંક્તિબંધ રાખીને પોતે એ બધાની વચમાં બેસીને વસ્ત્રો અને પાત્રોને પોતાના શિષ્યો રૂપે કલ્પિત કરીને વાચા આપવાનો પ્રારંભ કરી દીધો. જ્યારે આચાર્ય બહારથી ઉપાશ્રય તરફ આવતા હતા ત્યારે તેમણે વાચનાનો ધ્વનિ સાંભળ્યો. તેઓશ્રી Page #247 -------------------------------------------------------------------------- ________________ | કથાશાસ્ત્ર: નંદી સૂત્રની કથાઓ ર૪૦ ત્યાં જ રોકાઈને સાંભળવા લાગ્યા કે આ અવાજ કોનો છે? થોડીવારમાં આચાર્યશ્રીએ બાળક વજમુનિનો અવાજ ઓળખી લીધો. તેની વાચના આપવાની શૈલી અને તેની જ્ઞાન પ્રતિભા પણ આચાર્યશ્રીએ જાણી લીધી. બીજા મુનિઓ તેની વાચનાની છટા જોઈને આશ્ચર્યમાં પડી ગયા! આટલા નાનકડા બાળમુનિને આટલું બધું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થઈ ગયું? તેની પ્રતિભાની પ્રશંસા કરતાં કરતાં તેઓએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. આચાર્યશ્રીને જોઈને વજમુનિ ત્યાંથી ઊભા થઈને ગુરુદેવના ચરણોમાં વિનયપૂર્વક નમસ્કાર કરીને દરેક ઉપકરણોને યથાસ્થાને રાખી દીધા. એટલી વારમાં ગોચરી ગયેલા મુનિઓ પણ આવી ગયા. દરેકે આહાર પાણી ગ્રહણ કર્યા. - આચાર્યશ્રીએ વિચાર્યું– આ વજમુનિ સતધર છે પણ તેને નાના સમજીને અન્ય મુનિઓ તેની અવજ્ઞા ન કરે એટલા માટે થોડા દિવસ માટે અહીંથી વિહાર કરીને બહાર વિચરણ કરવું જોઈએ. પછી તેઓશ્રી વાચના આપવાનું કાર્ય વજમુનિને સોંપીને વિહાર કરી ગયાં. બાળક વજમુનિ આગમના સૂક્ષ્મથી સૂક્ષ્મ રહસ્યને એટલી સરળતાથી સમજાવતા હતા કે મંદ બુદ્ધિવાન મુનિ પણ તેને હૃદયંગમ કરવા લાગ્યા. મુનિઓના હૃદયમાં પૂર્વ પ્રાપ્ત જ્ઞાનમાં જે જે શંકાઓ હતી તેનું વજમુનિની શાસ્ત્રોક્ત વિસ્તૃત વાચના વડે સમાધાન થઈ ગયું. દરેક સાધુઓનાં હૃદયમાં વજમુનિ પર અસીમ શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ અને તેઓ વિનયપૂર્વક વજમુનિ પાસે વાચના લેતા રહ્યા. આચાર્યશ્રી વિચરણ કરતાં કરતાં ફરી તુંબવન નગરમાં પધાર્યા.દરેક મુનિઓને આચાર્યશ્રીએ વજમુનિની વાચના વિષે પૂછ્યું ત્યારે મુનિઓએ પૂર્ણ સંતોષ વ્યક્ત કરીને કહ્યું-– ગુરુદેવ! વજમુનિ અમને સારી રીતે વાચના આપી રહ્યા છે. કૃપા કરીને આપ હંમેશને માટે વાચનાનું કાર્યવાજમુનિને સોંપી દો. આચાર્યશ્રી આ વાત સાંભળીને અત્યંત સંતુષ્ટ તેમજ પ્રસન્ન થઈને બોલ્યા- વજમુનિ પ્રત્યે તમો દરેકનો સ્નેહ અને સદૂભાવ જોઈને મને ખૂબ જ સંતોષ થયો છે. મેં પણ તેની યોગ્યતા અને કુશળતાનો પરિચય કરાવવા માટે જ તેઓને આ કાર્ય સોંપીને વિહાર કર્યો હતો. વજમુનિનું આ સમગ્ર રુતજ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ ન હતું પણ સાંભળતાં સાંભળતાં તેને આ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. જ્યાં સુધી ગુરુના મુખેથી જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય ત્યાં સુધી કોઈ વાચનાગુરુ બની શકે નહીં. તેથી આચાર્યશ્રીએ વજમુનિને સમસ્ત સૂત્રોની વાચના આપી અને પોતાનું બધું જ્ઞાન તેને શિખડાવી દીધું. રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં એક વાર આચાર્યશ્રી પોતાના શિષ્ય સમુદાય સહિત દશપુર નગરમાં પધાર્યા. તે સમયે આચાર્ય ભદ્રગુપ્ત વૃદ્ધાવસ્થાના કારણે અવંતિ નગરીમાં સ્થિરવાસ કર્યો હતો. આચાર્યશ્રીને આ સમાચાર મળતાં પોતાના બે શિષ્યોની સાથે વજમુનિને તેમની સેવામાં મોકલ્યાં. વજમુનિએ આચાર્ય ભદ્રગુપ્તની સેવા કરતાં કરતાં દશ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ આચાર્યશ્રી સિંહગિરિએ વજમુનિને આચાર્યપદ પ્રદાન કરી પોતે અનશનવ્રત ધારણ કર્યું અને સ્વર્ગે સિધાવી ગયા. - આચાર્યશ્રી વજમુનિ ગ્રામાનુગ્રામ ધર્મોપદેશ વડે સ્વ-પરકલ્યાણમાં સંલગ્ન બની ગયા. સુંદરતેજસ્વીરૂપ, શાસ્ત્રીયજ્ઞાન, વિવિધ પ્રકારની લબ્ધિઓ અને આચાર્યશ્રીની અનેક વિશેષતાઓથી આચાર્ય વજમુનિનો પ્રભાવ દિગ્દિશાંતરોમાં ફેલાઈ ગયો. Page #248 -------------------------------------------------------------------------- ________________ ર૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત-૧ તેઓશ્રીના પ્રતિબોધથી સંખ્યાબંધ આત્માઓએ આત્મકલ્યાણનો માર્ગ પ્રાપ્ત કર્યો. ચિરકાળ સુધી વજમુનિએ સંયમની સાધના કરી, અંતિમ સમયે અનશનવ્રત ધારણ કરીને આયુષ્ય કર્મ સમાપ્ત થતાં દેવલોકમાં પધાર્યા. વજનિનો જન્મ વિક્રમ સંવત ૨૬ માં થયો અને ૮૮ વર્ષનું આયુષ્ય ભોગવીને વિ. સં. ૧૧૪ માં તેમનો સ્વર્ગવાસ થયો. વજમુનિએ બચપણથી જ માતાના પ્રેમની ઉપેક્ષા કરી અને શ્રીસંઘનું બહુમાન કર્યું. એવી રીતે કરવાથી માતાનો મોહ પણ દૂર થયો, સ્વયં સંયમ ગ્રહણ કરી, માતાને પણ સંયમ અપાવી, શાસનની પ્રભાવનામાં સવિશેષ વૃદ્ધિ કરી. આ છે વજમુનિની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ. (૧૬) ચરણાહત :- કોઈ એક નગરમાં એક યુવાન રાજા રાજ્ય કરતા હતા. તેની અપરિપક્વ ઉંમરનો લાભ ઉઠાવવા માટે અમુક યુવકોએ આવીને રાજાને સલાહ આપી. “મહારાજ! આપ તરુણ વયના છો તેથી આપના કાર્ય સંચાલનમાં પણ તરુણ વ્યક્તિઓ જ હોવી જોઈએ. એવી વ્યક્તિઓ પોતાની શક્તિ તથા યોગ્યતાથી કુશળતાપૂર્વક રાજ્યનું કાર્ય કરશે. વૃદ્ધો અશક્ત હોવાના કારણે કોઈપણ કાર્ય સારી રીતે ન કરી શકે.” રાજા નવયુવક હતા પણ અત્યંત બુદ્ધિમાન હતા. તેઓએ તે નવયુવકોની પરીક્ષા કરવા માટે કહ્યું જો કોઈ માણસ મારા મસ્તક પર પોતાના પગ વડે પ્રહાર કરે તો તેને કેવા પ્રકારનો દંડ કરવો જોઈએ? યુવકોએ કહ્યું– મહારાજ ! એવી વ્યક્તિના તલ તલ જેટલા ટુકડા કરીને મારી નાંખવી જોઈએ. રાજાએ એ જ પ્રશ્ન દરબારમાં અનુભવી વૃદ્ધોને પણ કર્યો. તેઓએ વિચારીને કહ્યું- મહારાજ! જે વ્યક્તિ આપના મસ્તક પર ચરણોથી પ્રહાર કરે તેના પર પ્યાર કરવો જોઈએ અને અમૂલ્ય વસ્ત્રાભૂષણની તેને ભેટ આપવી જોઈએ. વૃદ્ધજનોનો ઉત્તર સાંભળી રાજા અત્યંત ખુશ થયા. વૃદ્ધજનોનો ઉત્તર સાંભળીને નવયુવકો ગુસ્સે થયા. પરંતુ રાજાએ તેઓને શાંત ર્યા અને વૃદ્ધજનોને પોતાની વાત સ્પષ્ટ કરવા માટે કહ્યું. એટલે એક વૃદ્ધ દરબારીએ ઉત્તર દીધો–મહારાજ! આપના મસ્તક પર ચરણોનો પ્રહાર તો આપનાશિશ રાજકુમાર જ કરી શકે તે સિવાય અન્ય કોણ એવું સાહસ કરી શકે? અને શિશ રાજકુમારને કેવી રીતે દંડદેવાય? વૃદ્ધદરબારીનો ઉત્તર સાંભળીને નવયુવકો પોતાની અજ્ઞાનતા પર લજ્જિત થઈને ત્યાંથી ચાલ્યા ગયા. રાજાએ પ્રસન્ન થઈને વયોવૃદ્ધ દરબારીઓનું સન્માન કર્યું અને તેઓને જ પોતાનાં કાર્યોમાં નિયુક્ત કર્યા. રાજાએ સભા સમક્ષ એમ પણ કહ્યું– રાજ્ય યોગ્ય કાર્યમાં શક્તિ કરતાં બુદ્ધિની આવશ્યકતા અધિક હોય છે. આ ઉદાહરણ વૃદ્ધજનો તથા રાજાની પારિણામિકી બુદ્ધિનું છે. (૧૭) આંબળા:- કોઈ એક ગામમાં એક કુમારે કોઈ એક વ્યક્તિને મૂર્ખ બનાવવા માટે પીળી માટીના કૃત્રિમ આંબળા બનાવીને તેને આપ્યા. તેનો રૂપ-રંગ, આકાર-પ્રકાર અને વજન બરાબર આંબળા સમાન જ હતા. આંબળા હાથમાં લઈને પેલો માણસ વિચારવા લાગ્યો- આ આકૃતિમાં તો આંબળા જેવા જ છે પરંતુ આ બહુ જ કઠણ છે અને અત્યારે ઋતુ પણ આંબળાની નથી. આ રીતે કૃત્રિમ આંબળાને તેણે પોતાની પારિણામિકી બુદ્ધિ વડે જાણી લીધાં. (૧૮) મણિ - કોઈ એક જંગલમાં એક મોટો સર્પ રહેતો હતો. તેના મસ્તક પર મણિ Page #249 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : નંદી સૂત્રની કથાઓ ર૪૯ હતો. તે સર્પ રાત્રિના વૃક્ષ પર ચડીને પક્ષીઓના બચ્ચાને ખાઈ જતો હતો. એક વાર તે પોતાના વજનદાર શરીરને સંભાળી ન શક્યો એટલે વૃક્ષ પરથી નીચે પડી ગયો અને પડતી વખતે તેના મસ્તકનો મણિ તે વૃક્ષની ડાળીમાં ફસાઈ ગયો. તે વૃક્ષની નીચે એક કૂવો હતો. ઉપર રહેલ મણિનો પ્રકાશ તેમાં પડવાથી તે કૂવાનું પાણી લાલ રંગનું દેખાવા લાગ્યું. પ્રાતઃકાળે એક બાળક રમતો રમતો કૂવાના કાંઠા પર આવ્યો. કૂવાનું લાલ રંગ જેવું ચમકતું પાણી જોઈને દોડતો દોડતો તે પોતાના ઘરે ગયો. ત્યાં જઈને તે પોતાના પિતાને બોલાવી લાવ્યો. તેના વૃદ્ધ પિતા ત્યાં આવ્યા. તેણે કૂવાનું પાણી જોયું તો ખરેખર આશ્ચર્ય થયું. જે સ્થાનેથી પાણીમાં પ્રતિબિંબ પડતું હતું તે સ્થાને તેણે શોધી કાઢ્યું અને વૃક્ષની ડાળી પર ચડીને તેણે મણિને ગોતી લીધો. મણિ મેળવીને અત્યંત પ્રસન્ન થતાં થતાં પિતા અને પત્ર પોતાના ઘરે ચાલ્યા ગયા. બાળકના પિતાની પારિણામિકી બુદ્ધિનું આ ઉદાહરણ છે. (૧૯) સર્પ - ભગવાન મહાવીરે દીક્ષા લઈને પ્રથમ ચાતુર્માસ અસ્થિ ગામમાં કર્યું. ચાતુર્માસ બાદ વિહાર કરીને ભગવાન શ્વેતાંબિકા નગરી તરફ જઈ રહ્યાં હતાં. થોડાક દૂર ગયા ત્યાં તેઓશ્રીને ગોવાળીયાએ પ્રાર્થના કરી, "ભગવન્! શ્વેતાંબિકા નગરી જવા માટે ખરેખર આ રસ્તો ટૂંકો થાય પરંતુ આ માર્ગમાં એક દષ્ટિવિષ સર્પ રહે છે. તે બધાને પરેશાન કરે છે. જેથી આ માર્ગ પર કોઈ પણ પ્રાણીઓ જતાં નથી. પ્રભુ! આપ પણ શ્વેતાંબિકા નગરી જવા માટે બીજો માર્ગ ગ્રહણ કરો." ભગવાને ગોવાળિયાની વાત સાંભળી લીધી પણ તે સર્પને પ્રતિબોધ દેવાની ભાવનાથી પ્રભુ એ જ માર્ગ પર આગળ વધ્યા. ચાલતાં ચાલતાં તેઓશ્રી વિષધર સર્પના રાફડા સુધી પહોંચી ગયા અને ત્યાં જ કાયોત્સર્ગમાં સ્થિર બની ગયાં. થોડી ક્ષણોમાં જ નાગ બહાર આવ્યો અને પોતાના રાફડાની સમીપ જ એક વ્યક્તિને ઊભેલી જોઈને તે ક્રોધિત થયો. તેણે પોતાની વિષમય દષ્ટિ ભગવાન પર ફેંકી. પરંતુ તેમના શરીર પર કોઈ અસર ન થઈ. એ જોઈને સર્વે ક્રોધનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. સૂર્યની સામે જોઈને બીજીવાર વિષમય દષ્ટિ ભગવાન પર ફેંકી, તેની પણ ભગવાન પર કોઈ અસર ન થઈ. એટલે તે દોડતો દોડતો ભગવાનની પાસે ગયો અને તેમના જમણા પગના અંગૂઠામાં જોરથી ડંસ દીધો. તો પણ ભગવાન પોતાના ધ્યાનમાં તલ્લીન રહાં, લેશમાત્ર પણ ડગ્યા નહીં. અંગૂઠાના લોહીનો સ્વાદ સર્પને કોઈ વિલક્ષણ જ પ્રતીત થયો. નાગ વિચારવા લાગ્યો– આ કોઈ સામાન્ય માણસ નથી પણ અલૌકિક પુરુષ લાગે છે. એવું વિચારતાં જ સર્પનો ક્રોધ શાંત થઈ ગયો અને તે કારુણ્ય દૃષ્ટિથી ભગવાનના સૌમ્ય મુખ મંડળને જોવા લાગ્યો. એ જ સમયે પ્રભુએ ધ્યાન પૂર્ણ કર્યું. ધ્યાન પૂર્ણ કરીને પ્રભુએ અત્યંત સ્નેહપૂર્ણ દૃષ્ટિથી તેને સંબોધિત કરીને કહ્યું- હે ચંડકૌશિક! બુર્જ બુજ્જ, બોધને પ્રાપ્ત કરી અને તારા પૂર્વભવનું સ્મરણ કર. પૂર્વભવમાં તું સાધુ હતો અને એક શિષ્યનો ગુરુ પણ હતો. એક વખત તમે બન્ને ગુરુ અને શિષ્ય ગોચરી ગયા હતા. આહાર લઈને વળતી વખતે તારા પગ નીચે એક દેડકી કચડાઈને મરી ગઈ. તે સમયે તારા શિષ્ય તને આલોચના કરવા માટે કહ્યું, પરંતુ તે તેના પર ધ્યાન ન આપ્યું. શિષ્ય વિચાર્યું ગુરુ મહારાજ તપસ્વી છે એટલે સાયંકાળે આલોચના કરી લેશે. Page #250 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ સંધ્યા સમયે પ્રતિક્રમણ બાદ પણ તેં એ પાપની આલોચના ન કરી. શિષ્યે વિચાર્યું– સંભવ છે કે ગુરુ મહારાજ આલોચના કરવાનું ભૂલી ગયા હશે. એવી સરળ બુદ્ધિથી શિષ્યે તને ફરી આલોચના કરવા માટે યાદ કરાવ્યું. ૨૫૦ શિષ્યનાં વચન સાંભળતાં જ તને અત્યંત ક્રોધ આવ્યો. ક્રોધથી ધમધમાયમાન બનીને તું શિષ્યને મારવા દોડયો પણ વચ્ચે રહેલા થાંભલા સાથે તારું મસ્તક જોરથી ભટકાયું. મસ્તકની નસ ફાટી જતાં તારું ત્યાં જ મૃત્યુ થયું. હે ચંડકૌશિક ! ભયંકર ક્રોધમાં તારું મૃત્યુ થવાથી તને આ સર્પની યોનિ મળી છે અને ફરી પણ તું ક્રોધને આધીન થઈને, તારો જન્મ બગાડી રહ્યો છે. હવે સમજ સમજ ! અને પ્રતિબોધને પ્રાપ્ત કર. ભગવાનના ઉપદેશથી તે જ સમયે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચંડકૌશિક સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પોતાના જ્ઞાનમાં પૂર્વભવ જોયો અને પોતે કરેલા અપરાધ અને ક્રોધ માટે તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. એ જ સમયે તેણે ભગવાન મહાવીર સ્વામીને વિનયપૂર્વક વંદના કરી અને કહ્યું– જે ક્રોધથી મને સર્પની યોનિ મળી તેના પર વિજય પ્રાપ્ત કરવા માટે તેમજ મારી આ દષ્ટિથી કોઈ પણ પ્રાણીને કષ્ટ ન પહોંચે એના માટે મને યાવજ્જીવન અનશનવ્રત કરાવો. પ્રભુએ તેના ઉત્કૃષ્ટ ભાવો જોઈને જાવજીવ સુધી અનશન વ્રત ધારણ કરાવ્યું. અનશનવ્રત લીધા પછી સર્પે પોતાનું મુખ રાફડામાં રાખ્યું અને પૂંછનો ભાગ બહાર રાખ્યો. થોડો સમય વ્યતીત થયા પછી ગોવાળ ભગવાન મહાવીરની તપાસ કરવા ત્યાં આવ્યો. ભગવાન મહાવીરને સકુશળ ત્યાંથી રવાના થતાં જોઈને તેના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. ગોવાળે ત્યાં સર્પનું મોઢું બિલમાં જોયું અને શરીરનો ભાગ બહાર જોયો. એ જોઈને તેના પર તેણે પથ્થર ફેંક્યા. એ રીતે ઘણા લોકો સર્પને લાકડીનો પ્રહાર કરવા લાગ્યા અને પથ્થર પણ ફેંકવા લાગ્યા. ચંડકૌશિક બધા પ્રહારોને સમભાવથી સહન કરતો હતો. પણ તેણે રાફડામાંથી પોતાનું મોઢું બહાર કાઢયું નહીં. જ્યારે આસપાસના લોકોને આ વાતની ખબર પડી ત્યારે ટોળે ટોળા મળીને સર્પના દર્શન કરવા આવવાં લાગ્યાં અને સર્પની ઘી, દૂધ, સાકર વગેરેથી પૂજા કરવાં લાગ્યાં. ઘી આદિની સુગંધથી લાખો કીડીઓ આવી. તેણે સર્પના શરીરને ચટકા ભરીને ચાળણી જેવું બનાવી દીધું. એ બધા કષ્ટોને સર્વે, પોતાના પૂર્વભવમાં કરેલાં કર્મોનું ફળ સમજીને સમભાવપૂર્વક સહન કર્યાં. પંદર દિવસ સુધી ચંડકૌશિક સર્વે સર્વ પ્રકારની યાતનાઓને શાંતિપૂર્વક સહન કરી. પોતાના શરીરને પણ હલાવ્યું નહીં. તેણે વિચાર્યું– જો હું પડખું ફરીશ તો કીડી, મકોડાં વગેરે ઝીણા ઝીણા અનેક જીવો મારા શરીર નીચે દબાઈને મરી જશે એટલે તેણે બીજા જીવોની રક્ષા કરીને પોતાના કર્મો ખપાવ્યા. પંદર દિવસનું અનશનવ્રત પૂર્ણ કરીને, આયુષ્ય પૂર્ણ થતાં તે સહસ્રાર નામના આઠમા દેવલોકમાં ઉત્પન્ન થયો. ભગવાન મહાવીર સ્વામીના અલૌકિક રક્તનું આસ્વાદન કરીને ચંડકૌશિક સર્વે પ્રભુના ઉપદેશથી અનશન વ્રત ગ્રહણ કરી પોતાનો જન્મ સફળ કર્યો. આ ઉદાહરણ ચંડકૌશિક સર્પની પારિણામિકી બુદ્ધિનું છે. (૨૦) ગેંડો :– એક ગામમાં એક માણસે યુવાવસ્થામાં શ્રાવકના વ્રતોને ધારણ કર્યા પરંતુ તે સમ્યક્ પ્રકારે વ્રતોનું પાલન ન કરી શક્યો. અમુક સમય બાદ તે રોગગ્રસ્ત બની Page #251 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : નંદી સૂત્રની કથાઓ રપ૧ ગયો. ભયંકર બીમારીના કારણે ભંગ કરેલા વ્રતોની તે આલોચના ન કરી શક્યો. એ જ દર્દમાં તેનું મૃત્યુ થયું. ધર્મથી પતિત થવાના કારણે એક જંગલમાં તે ગેંડા રૂપે ઉત્પન્ન થયો. પોતાના પૂર પરિણામના કારણે તે જંગલી જનાવરોને મારી નાંખવા લાગ્યો. ધીરે ધીરે એ રસ્તા પર આવતાં જાતાં મનુષ્યને પણ મારી નાંખતો હતો. એક વાર જૈન મુનિઓ એ જંગલમાંથી વિહાર કરીને જઈ રહ્યા હતા. ગુંડાએ જેવા એમુનિને દેખ્યા કે તરત જ ક્રોધથી ધમધમાયમાન થઈને મુનિઓને મારવા માટે દોડ્યો. પરંતુ મુનિઓના તપ, વ્રત અને અહિંસા આદિ ધર્મના પ્રભાવે ગેંડો ત્યાં સુધી પહોંચી શક્યો નહીં અને પોતાના કાર્યમાં તે અસફળ રહ્યો. ગેંડો વિચારવા લાગ્યો– આજ સુધીમાં હું દરેક કાર્યમાં સફળ જ થયો છું. આજે હું શા માટે અસફળ થયો? તેનું કારણ તે શોધવા લાગ્યો. ધીરે ધીરે તેનો ક્રોધ શાંત પડ્યો અને તેને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જ્ઞાનના પ્રભાવે તેણે પોતાનો પૂર્વભવ જોયો. પોતે કરેલા વ્રતોનો ભંગ જાણીને તેણે ખૂબ જ પશ્ચાત્તાપ કર્યો અને એ જ સમયે તેણે અનશનવ્રતનો સ્વીકાર કર્યો. આયુષ્ય પૂર્ણ કરીને તે દેવલોકમાં ઉત્પન્ન થયો. આ તેની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨૧) સૂપ ભેદન :-- રાજા કુણિક અને વિહલ્લકુમાર બન્ને રાજા શ્રેણિકના જ પુત્રો હતા. શ્રેણિકે પોતાના જીવનકાળમાં જ (દેવતાઈ) સિંચાનક હાથી અને દેવતાઈ) વંકચૂડ હાર બન્ને વિહલકુમારને આપી દીધા હતા અને કુણિક રાજા બની ગયો હતો. વિહલ્લકુમાર પ્રતિદિન પોતાની રાણીઓની સાથે હાથી પર બેસીને જળક્રીડા કરવા માટે ગંગાનદીના કિનારા પર જતા હતા. રાણીઓને પોતાની સૂંઢ વડે ઉપાડીને હાથી વિવિધ પ્રકારે મનોરંજન કરાવતો હતો. વિહલ્લકુમાર તથા તેની રાણીઓની મનોરંજક ક્રીડાઓ જોઈને નગરજનો તેની ખૂબ પ્રશંસા કરતા હતા અને કહેતા હતા કે રાજ્ય લક્ષ્મીનો સાચો ઉપભોગ તો વિહલ્લકુમાર જ કરે છે. રાજા કણિકની રાણી પદ્માવતીના મનમાં આ બધી વાતો સાંભળીને ઈર્ષ્યા થતી હતી. તે વિચારતી હતી કે મહારાણી હું છું છતાં મારા કરતા સવિશેષ સુખવિહલ્લકુમારની રાણીઓ ભોગવે છે. એક દિવસ પદ્માવતીએ પોતાના પતિદેવ રાજા કૃણિકને કહ્યું, જો સિંચાનક હાથી અને વંકચૂડ હાર મારી પાસે ન હોય તો હું મહારાણી કેવી રીતે કહેવડાવી શકે? મારે એ બન્ને વસ્તુ જોઈએ છે." ફેણિકે પહેલા તો પદ્માવતીની વાત પર ધ્યાન આપ્યું નહીં. પરંતુ રાણીના અતિ આગ્રહથી કુણિકે વિહલ્લકુમારને કહ્યું – તું મને હાથી અને હાર આપી દે. વિહલ્લકુમારે કહ્યું – જો આપ હાથી અને હાર લેવા ઈચ્છતા હો તો મારા ભાગનો રાજ્યનો હિસ્સો મને આપી દો.” કણિક એ બાબતે તૈયાર ન થયો પણ હાથી અને હારવિહલ્લકુમાર પાસેથી પરાણે લઈ લેવાનો તેણેનિશ્ચય કર્યો. વિહલકુમારને જાણવા મળ્યું કે કણિકરાજા મારી પાસેથી હાથી અને હાર પડાવી લેશે, માટે મારે અહીં રહેવું સલામત નથી. એમ વિચારીને તે પોતાની રાણીઓ સાથે હાથી અને હાર લઈને પોતાના નાના(દાદા) ચેડા રાજાની પાસે વિશાલા નગરીમાં ચાલ્યો ગયો. રાજા કુણિકને આ વાતની ખબર પડી. તેથી તેને ખૂબ જ ક્રોધ આવ્યો અને ચેડા રાજાને તેણે એક દૂત દ્વારા સંદેશો મોકલ્યો- રાજ્યની શ્રેષ્ઠ વસ્તુઓ રાજાની જ હોય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ રાપર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧ માટે હાથી અને હાર સાથે વિહલ્લકુમારને આપ અહીં મોકલી આપો નહિતર યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. કુણિકનો સંદેશો ચેડા રાજાને દૂત દ્વારા મળ્યો. તેનો જવાબ ચેડા રાજાએ આવનાર દૂત દ્વારા કહેવડાવ્યો- જેવી રીતે રાજા શ્રેણિક અને ચેલણાનો પુત્ર કુણિક મારો દોહિત્ર છે. એવી જ રીતે વિહલ્લકુમાર પણ મારો દોહિત્ર છે. વિહલકુમારને શ્રેણિક રાજાએ પોતાની હૈયાતીમાં જ પોતાના હાથે એ બે ચીજ આપેલ છે માટે એ બે ચીજનો અધિકાર એનો છે. તો પણ કુણિક આ બે ચીજ વિહલ્લકુમાર પાસેથી પડાવી લેવા માંગતો હોય તો તું તારા રાજાને કહેજે- પહેલા એ વિહલ્લકુમારને અર્ધ રાજ્ય આપી દે અને જો એને એમ ન કરવું હોય તો યુદ્ધ કરવા માટે હું પણ તૈયાર છું. ચેડા રાજાનો સંદેશો દૂતે ત્યાં જઈને કુણિક રાજાને અથ થી ઈતિ સુધી સંભળાવી દીધો. સંદેશ સાંભળીને કુણિકને બહુ ક્રોધ આવ્યો. તેણે યુદ્ધ કરવાનો નિશ્ચય કરી લીધો. પોતાના અન્ય ભાઈઓની સાથે વિશાળ સૈન્યદળ લઈને તે વિશાલા નગરી પર ચડાઈ કરવા માટે રવાના થયો. ચેડા રાજાએ પણ કેટલાક અન્ય ગણરાજાઓને સાથે લઈને કુણિકનો સામનો કરવા માટે યુદ્ધના મેદાન તરફ પ્રયાણ કર્યું. બન્ને પક્ષો વચ્ચે ભીષણ યુદ્ધ થયું અને લાખો માણસોનો સંહાર થયો. એ યુદ્ધમાં ચેડા રાજા પરાજિત થયા. તે પાછા ફરીને વિશાલા નગરીમાં આવી ગયા. એ નગરીની ચારે તરફ વિશાળ કિલ્લાની રસંગ હતી. તેમાં જેટલા દરવાજા હતા તે બધા બંધ કરાવી દીધા. કુણિકે કિલ્લાને ચારે બાજુથી તોડવાની કોશિષ કરી પણ સફળતા ન મળી. એટલામાં આકાશવાણી થઈ, “જો કુળબાલક સાધુ નાગધિકા વેશ્યાની સાથે રમણ કરશે તો કુણિક વિશાલા નગરીનો કોટ તોડીને તેના પર પોતાનો અધિકાર જમાવી શકશે.” કણિક આકાશવાણી સાંભળીને આશ્ચર્યચકિત બની ગયો. તેને આકાશવાણી પર વિશ્વાસ બેસી ગયો. તેણે એ જ સમયે માગધિકા ગણિકાને પોતાની પાસે લઈ આવવા માટે રાજસેવકોને દોડાવ્યા. તેઓ માગધિકા વેશ્યા પાસે ગયા અને કહ્યું– મહારાજા આપને બોલાવે છે. માગધિકા વેશ્યા તરત જ રાજા પાસે આવી. રાજાએ માગધિકાને કહ– તારે એક કામ કરવાનું છે. કૂળબાલક સાધુ ગમે ત્યાં વન વગડામાં હોય ત્યાં જઈને તારે તેને ચલિત કરીને મારી પાસે લઈ આવવાના છે. માગધિકાએ રાજાની આજ્ઞા શિરોધાર્ય કરી અને ત્યાંથી તેણી કૂળબાલક મુનિની શોધમાં નીકળી ગઈ. કૂળબાલક એક મહાક્રોધી અને દુષ્ટ સાધુ હતો. જ્યારે તે પોતાના ગુરુની સાથે રહેતો હતો ત્યારે ગુરુની હિતકારી શિક્ષાનો પણ ઉલટો અર્થ કરીને તેના પર પણ ક્રોધ કરતો હતો. એક વાર તે પોતાના ગુરુની સાથે કોઈ પહાડી માર્ગ પર જઈ રહ્યો હતો. રસ્તામાં ચાલતાં ચાલતાં તેને કોઈ એક કારણે ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો કે તરત જ તેણે પોતાના ગુરુને મારી નાખવા માટે એક વજનદાર મોટો પત્થર ગુરુ પર ગબડાવી દીધો. પોતાની તરફ આવતા પથ્થરને જોઈને આચાર્યશ્રી એક બાજુ ઊભા રહી ગયા તેથી તે બચી ગયા. પરંતુ પાસે ઊભેલા એક શિષ્યથી આ સહન ન થયું. તેણે ક્રોધિત થઈને કૂળ બાલક સાધુને કહ્યું– દુષ્ટ! કોઈને મારી નાંખવા માટે તું અચકાતો નથી, પણ ગુરુદેવને મારી નાંખવા જેવું નીચ કર્મ પણ તું કરી શકે છે? જા તારું પતન પણ કોઈ સ્ત્રી વડે જ થશે. Page #253 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર: નદી સૂત્રની કથાઓ ૨૫૩ કૂળબાલક સદા ગુરુની આજ્ઞાથી વિપરીત જ કાર્ય કરતો હતો. પોતાના ગુરુભાઈની વાતને અસત્ય કરવા માટે તે કોઈ એક નિર્જન પ્રદેશમાં ચાલ્યો ગયો. ત્યાં કોઈ સ્ત્રી તો શું? કોઈ પુરુષો પણ રહેતા ન હતા. એવા સ્થળે નદીના કિનારા પર તે ધ્યાનસ્થ બનીને તપસ્યા કરવા લાગ્યો. આહાર માટે પણ તે ક્યારે ય ગામમાં જતો નહીં. સંયોગવશાતુ ક્યારેક કોઈ યાત્રિક ત્યાંથી નીકળે તો તેનાથી કંઈક આહાર પ્રાપ્ત કરીને તે શરીરને ટકાવતો હતો. એક વાર નદીમાં ઘોડા પુર આવ્યું. એમાં એ તણાઈ જાત પરંતુ તેની ઘોર તપસ્યાના કારણે નદીનું વહેણ બીજી બાજુ ચાલ્યું ગયું. એવી આશ્ચર્યજનક ઘટના જોઈને લોકોએ તેનું નામ “કુળ બાલક મુનિ' રાખી દીધું. બીજી બાજુ કુણિકરાજાએ માગધિકા વેશ્યાને કૂળબાલક મુનિને શોધી લાવવા માટે મોકલી. માગધિકાએ ઘણા ગામો જોયા પણ કૂળબાલક મુનિ તેને ક્યાંય મળતા ન હતા. છેવટે તેણી પેલા નિર્જન પ્રદેશમાં પહોંચી ગઈ. ત્યાં નદી કિનારે ધ્યાનાવસ્થામાં તેણીએ કૂળબાલકમુનિને જોયા. પછી માગધિકા સ્વયં ઢોંગી શ્રાવિકાબનીને નદીકિનારાની સમીપે જ રહેવા લાગી અને મુનિની અત્યંત સેવા ભક્તિ વગેરે કરવા લાગી. ધીરે ધીરે તેણીએ કૂળબાલક મુનિને આકર્ષિત કરી લીધા તેમજ આહાર માટે મુનિને પોતાની ઝુંપડીએ વારંવાર લઈ જતી. એકવાર તે સ્ત્રીએ ખાવાની દરેક ચીજોમાં વિરેચક ઔષધિ મિશ્રિત કરીને મુનિને તે આહાર વહોરાવી દીધો. એવો આહાર ખાવાથી કૂળબાલકમુનિને અતિસાર નામનો રોગ લાગુ પડી ગયો. બીમારીના કારણે વેશ્યા મુનિની સેવા-શુશ્રુષા કરવા લાગી. કપટી વેશ્યાના સ્પર્શથી મુનિનું મન વિચલિત થઈ ગયું અને તે ચારિત્રથી ભ્રષ્ટ થઈ ગયા. સાધુની શિથિલતા વેશ્યાને અનુકૂળ થઈ ગઈ. ધીરે ધીરે માંગધિકાએ મુનિને પોતાના બનાવીને એક દિવસ તેને કુણિક રાજાની પાસે લઈ ગઈ. કુણિકરાજા કૂળબાલક મુનિને જોઈને અત્યંત ખુશ થયો. વાતચીત કરતાં કરતાં તેણે મુનિને પૂછયું– વિશાલા નગરીના આ ખૂબ જ મોટા અને મજબૂત કોટને કેવી રીતે તોડી શકાય? કૂળબાલક મુનિ પોતાના સાધુત્વથી ભ્રષ્ટ તો થઈ જ ગયા હતા. તેણે નૈમિત્તિકનો વેષ ધારણ કર્યો. પછી તેણે રાજાને કહ્યું– મહારાજ ! અત્યારે હું આ નગરીમાં જાઉં છું પણ જ્યારે હું સફેદ વસ્ત્ર હાથમાં લઈને ચારેય બાજુ ફેરવીને આપને સંકેત કરું તે વખતે આપ યુદ્ધમેદાનમાંથી સેનાને લઈને થોડાક પાછા ખસી જજો. જેમાં આપનું શ્રેય છે. કૂળબાલકે નૈમિત્તિકનું રૂપ ધારણ કરવાથી તેને નગરમાં પ્રવેશ કરવાની કોઈએ ના ન પાડી. નગરવાસીઓએ નૈમિત્તિકને પૂછ્યું– મહારાજ ! રાજા કુણિકે અમારી નગરીને ચારેય બાજુથી ઘેરી લીધી છે. આ સંકટથી અમને ક્યારે છૂટકારો મળી શકશે? કૂળબાલક નૈમિત્તિકે પોતાના જ્ઞાનાભ્યાસ દ્વારા જાણી લીધું કે આ નગરીમાં જે સૂપ બનાવેલો છે, તેનો પ્રભાવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કુણિક વિજય પ્રાપ્ત નહીં કરી શકે. તેથી તેણે કપટ કરીને એ જ નગરવાસીઓ વડે જ તેને પડાવી નાખવાનો ઉપાય વિચારી લીધો. પછી તેણે કહ્યું– ભાઈઓ ! તમારી નગરીમાં અમુકસ્થાન પર જે સ્તૂપ ઊભો છે, એ સ્તૂપ જ્યાં સુધી નષ્ટ નહીં થાય ત્યાં સુધી કુણિક યુદ્ધ છોડશે નહીં અને તમે આ સંકટથી મુક્ત થશો નહીં. માટે એ સૂપને તમે તોડાવી નાંખો. જેવો એ સૂપ તૂટશે કે Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧ તરત જ કુણિક પાછો હટી જશે. ભોળા નાગરિકોએ નૈમિત્તિકની વાત પર વિશ્વાસ કરીને સ્તૂપને તોડવાનો પ્રારંભ કરી દીધો. એ જ સમયે કપટી નૈમિત્તિકે સફેદ વસ્ત્ર હાથમાં લઈને ચારે ય બાજુ ફેરવવાનું શરૂ કર્યું. પોતાની યોજનાનુસાર કુણિકને સેના સહિત પાછળ હટવાનો સંકેત કર્યો. જે સમયે તેને સંકેત મળ્યો તે જ સમયે કુણિક સેનાને લઈને પાછળ હટી ગયો. નાગરિકોએ જોયું કે થોડોક સ્તૂપ તોડ્યો ત્યાં જ કુણિકની સેના પાછળ હટવા લાગી. એ દશ્ય જોઈને નાગરિકોએ બહુ ઉત્સાહપૂર્વક સ્તૂપને જડ મૂળથી ઊખેડી નાંખવાનો પ્રયત્ન કર્યો. થોડા જ સમયમાં સ્તૂપ ધરાશાયી બની ગયો. પણ બન્યું એવું કે જેવો એ સ્તૂપ તૂટયો કે તરત જ તે મજબૂત કોટનો પ્રભાવ સમાપ્ત થઈ ગયો અને કુણિકે આગળ વધીને કોટને તોડીને વિશાલા નગરી પર પોતાનો અધિકાર જમાવી દીધો. કૂળબાલક સાધુને પોતાના વશમાં કરી લેવાની પારિણામિકી બુદ્ધિ વેશ્યાની હતી અને સ્તૂપને તોડાવીને કુણિકને વિજય પ્રાપ્ત કરાવનારી પારિણામિકી બુદ્ધિ મૂળબાલક મુનિની હતી. આ કથા સાથે પારિણામિકી બુદ્ધિની કથાઓ સમાપ્ત થાય છે. તેમજ અશ્રુતનિશ્રિત એટલે શ્રુતની અપેક્ષા નહિ રાખનાર મતિજ્ઞાનનું વર્ણન પણ સમાપ્ત થયું. આ ચારે ય બુદ્ધિના કાર્યોમાં શ્રુતની અપેક્ષા હોતી નથી. મતિજ્ઞાનના ક્ષયોપશમની પ્રમુખતાથી જ અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું એટલે બુદ્ધિનું પ્રવર્તન થાય છે. || નંદીસૂત્રની ચાર બુદ્ધિના દૃષ્ટાંત સંપૂર્ણ ।। કથા શાસ્ત્ર સંપૂર્ણ ।। જૈનાગમ નવનીત ભાગ-૧ સંપૂર્ણ ॥ ।। મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના સંપૂર્ણ ॥ Jain Educationnerational N Forvate & Personal Use Only" Page #255 -------------------------------------------------------------------------- ________________ કથાશાસ્ત્ર : સૌજન્ય દાતાઓ સૌજન્ય દાતાઓને આભાર સહ ધન્યવાદ ૧. શ્રી શરદભાઈ જમનાદાસ મહેતા, રાજકોટ ૨. સ્વ. પ્રભાબેન મોહનલાલ મહેતા(ગુરુકુલવાળા) પોરબંદર ૩. શ્રીમતી ભાવનાબેન વસંતલાલ તુરખીયા, રાજકોટ ૪. શ્રી લાલજી કુંવરજી સાવલા (તુંબડી), ડોંબીવલી ૫. F. ૭. .. ૯. સ્વ. રંજનબેન ચંદ્રકાંત દોશી (કુંદણીવાળા) રાજકોટ શ્રીમતી જ્યોત્સનાબેન પ્રકાશભાઈ વોરા, રાજકોટ શ્રી નવલ સાહિત્ય પ્રકાશન ચેરીટેબલ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર શ્રીમતી મધુબેન રજનીકાંત કામદાર, રાજકોટ(તરંગ એપા.) શ્રી નરેન્દ્રભાઈ શાંતિલાલ કામદાર, લાતુર ૧૦. શ્રીમતી કીનીતાબેન દીલીપકુમાર ગાંધી, રાજકોટ ૧૧. શ્રી નંદાચાર્ય સાહિત્ય સમિતિ, બદનાવર ૧૨. શ્રી પ્રફુલભાઈ ત્રીભોવનદાસ શાહ, રાજકોટ ૧૩. શ્રી મનહરલાલ છોટાલાલ મહેતા, રાજકોટ. ૧૪. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, મલાડ (વેસ્ટ) ૧૫. શ્રી આચાર્ય ૐકારસૂરિ આરાધના ભવન, સુરત ૧૬. શ્રી હરીલાલ મંગળજી મહેતા, મુંબઈ ૧૭. ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેતા, રાજકોટ ૧૮. ધીરેન્દ્ર પ્રેમજીભાઈ સંગોઈ, માટુંગા ૧૯. શ્રી ચંદુભાઈ વોરા, મોમ્બાસા ૨૦. ડો. સુધાબેન ભૂદરજી હપાણી, રાજકોટ(૮ સેટ) ૨૧. શ્રી શાંતિલાલ છોટાલાલ શાહ (સાયલાવાળા) અમદાવાદ ૨૨. શ્રી વલ્લભજી ટોકરશી મામણીયા, મુંબઈ ૨૩. શ્રી મણીલાલ ધનજી નીસર, થાણા જૈન શ્રમણોની ગોચરી અને શ્રાવકાચાર પ્રકાશિત થઈ ગયેલ છે. (પોકેટ સાઈઝમા) મૂલ્ય ઃ રૂા. ૫/૧૦૦ અને તેથી વધારે માટે મૂલ્ય : રૂ।. ૩/– ૫૫ Page #256 -------------------------------------------------------------------------- ________________ ઈનાગ0 નવનીત ની પ્રશ્નોતરી સર્જક આગામી મનીષી શ્રી તિલોકમુનિજી દક્ષી 8 1995-1997 દીક્ષાગુરુ - શ્રમણશ્રેષ્ઠ પૂજ્ય શ્રી સમર્થમલજી મ.સા., નિશ્રાગુરુ - પૂજ્યશ્રી ચમ્પાલાલજી મ.સા. (પ્રથમ શિષ્ય), આગમ જ્ઞાનવિકાસ સાંનિધ્ય - પૂજ્યશ્રી પ્રકાશચંદ્રજી મ.સા., લેખન સંપાદન કલા વિકાસ સાંનિધ્ય - પૂજ્યશ્રી કન્વેયાલાલજી મ.સા. 'કમલ', નવજ્ઞાન ગચ્છ પ્રમુખતા વહન - શ્રી ગૌતમ મુનિજી આદિ સંત ગણની, વર્તમાન નિશ્રા - શ્રમણ સંઘીય આચાર્યશ્રી શિવમુનિજી મ.સા., બાર વર્ષે અધ્યાપન પ્રાવધાનમાં સફળ સહયોગી - (1) તત્ત્વચિંતક સફળ વકતા મુનિશ્રી પ્રકાશચન્દ્રજી મ.સા. (અજરામર સંઘ) (2) વાણીભૂષણ પૂજ્યશ્રી ગિરીશચંદ્રજી મ.સા. (ગોંડલ ) સંપ્રદાય), ગુજરાતી ભાષામાં ગુરુપ્રાણ આગમ બત્રીસીના સંપાદન કરો સહયોગરૂપ અનુપમ લાભ પ્રદાતા - ભાવયોગિની સ્થવિરા પૂ. શ્રી લીલમબાઈ મ.સ.. આગમ સેવાઃ- ચારેય છેદ સૂત્રોનું હિન્દી વિવેચન લેખન (આગમ પ્રકાશન સમિતિ, ખ્યાવરથી પ્રકાશિત). ૩ર આગમોનું સારાંશ લેખન, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગના 5- ખંડોમાં સંપાદન સહયોગ. ગુણસ્થાન સ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, ૧૪નિયમ, ૧૨વ્રતનું સરળ સમજણ સાથે લેખન સંપાદન. વર્તમાન સેવા :- ગુજરાત જૈન સ્થાનકવાસી સમુદાયોનાં સંત સતીજીને આગમજ્ઞાન પ્રદાન. ૩ર આગમના ગુજરાતી વિવેચન પ્રકાશનમાં સંપાદન સહયોગ. સર આગમોના પ્રશ્નોત્તર લેખન, સંપાદન (હિન્દી). આગમ સારાંશ ગુજરાતી ભાષાંતરમાં સંપાદન સહયોગ અને આગમ પ્રશ્નોત્તરનું ગુજરાતી સંપાદન., , મુનિશ્રી પ્રકાશચન્દ્રજી For Private & Perona Use only