________________
કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર
૧ર૯
:
-
:
, કસ..
દેવકીની અભિલાષા પૂર્તિ માટે તેઓએ હરિણેગમેલી દેવની આરાધના કરી હતી. લઘુ ભાઈ પ્રત્યે પણ અત્યંત સ્નેહ રાખતા હતા. ભગવાન અરિષ્ટનેમિ પ્રતિ પણ તેમની અત્યંત ભક્તિ નિષ્ઠા હતી.
જ્યાં તેઓ યુદ્ધભૂમિમાં અસાધારણ પરાક્રમનો પરિચય આપી રિપુમર્દન કરે છે, વજથીય કઠોર બને છે, ત્યાં એક વૃદ્ધ વ્યક્તિને જોઈ તેમનું હૃદય અનુકંપાથી કંપિત થઈ જાય છે અને તેને સહયોગ દેવાની ભાવનાથી સ્વયં ઈર્ટ ઉપાડીને તેના ઘરમાં મૂકે છે. સાચું જ કહ્યું છે કે –
वज्रादपि कठोराणि, मृदूनि कुसुमादपि ।
लोकोत्तराणां चेतांसि, को हि विज्ञातुमर्हति ॥ અર્થ - વજથીય કઠોર અને ફૂલથીયે કોમળ તેવા મહાપુરુષોના ચિત્તને જાણવા માટે કોણ સમર્થ છે? (કોઈ નહિ)
દ્વારિકાના વિનાશની વાત સાંભળી તેઓ બધાને એક જ પ્રેરણા આપતા કે ભગવાન અરિષ્ટનેમિની પાસે દીક્ષા ગ્રહણ કરો. દીક્ષા લેનાર વ્યક્તિઓના પરિવારોનું પાલન પોષણ હું કરીશ. પોતાની પટ્ટરાણીઓ, પુત્રો, પુત્રવધુઓ અને પૌત્રાદિ વગેરે પરિવાર જનો પણ દીક્ષા લેવા માટે તૈયાર થયા તો તેમને પણ સહર્ષ અનુમતિ આપી દીધી હતી.
આવશ્યક ચૂર્ણિમાં વર્ણન છે કે તેઓ પૂર્ણ રૂપથી ગુણાનુરાગી હતા. મરેલી કૂતરીના શરીરમાં ખદબદતા કીડાઓ તરફ નજર ન કરતાં તેના ચમકતા દાંતની પ્રશંસા કરી હતી.
શ્રી કૃષ્ણ વાસુદેવ આગામી ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં ૧રમા અમમ નામના તીર્થકર બનશે. ત્યાં તેઓ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ પરમાત્મા બનશે.
શ્રાવક ભાવના :
ધન્ય હૈ મુનિવર મહાવ્રત પાલતે સદ્ભાવ સે સર્વ હિંસા ત્યાગ કર વે જી રહે સમભાવ સે, હૈ મહાવ્રત લક્ષ્ય મેરા કિન્તુ અભી દુઃસાધ્ય હે અણુવ્રત કા માર્ગ મુજકો સરલ ઔર સુસાધ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org