________________
૧૨૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત-૧
1111
ii
જૈન આગમોમાં શ્રી કૃષ્ણનું જીવન
જૈન પરંપરામાં શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વગુણ સંપન્ન, શ્રેષ્ઠ ચારિત્રનિષ્ઠ, અત્યંત દયાળ શરણાગત વત્સલ, ધીર, વિનયી, માતૃભક્ત, મહાનવીર, ધર્માત્મા, કર્તવ્યપરાયણ, બુદ્ધિમાન, નીતિમાન અને તેજસ્વી વ્યકિતત્વ સંપન હતા.
સમવાયાંગ સૂત્રમાં તેમના તેજસ્વી વ્યક્તિત્વનો જે ઉલ્લેખ છે તે અદ્ભુત છે. તેઓ ત્રણ ખંડના અધિપતિ અર્ધચક્રવર્તી હતા. તેમના શરીર પર એક સો આઠ પ્રશસ્ત ચિહ્ન હતા. તેઓ નરવૃષભ અને દેવરાજ ઇન્દ્ર સમાન હતા; મહાન યોદ્ધા હતા. તેમણે પોતાના જીવનમાં ત્રણસો સાઠયુદ્ધ કર્યા, પણ ક્યારેય પરાજિત થયા નહિ. તેમનામાં વીસ લાખ અષ્ટાપદોની શક્તિ હતી પરંતુ તેમણે પોતાની શકિતનો ક્યારે ય દુરુપયોગ કર્યો ન હતો.
વૈદિક પરંપરાની જેમ જેને પરંપરામાં વાસુદેવશ્રી કૃષ્ણને ઈશ્વરના અંશ કે અવતાર માનવામાં નથી આવ્યા. તેઓ શ્રેષ્ઠ શાસક હતા અર્થાત્ ભૌતિક દષ્ટિએ તેઓ તે યુગના સર્વશ્રેષ્ઠ અધિનાયક હતા. પરંતુ નિદાનકૃત હોવાથી તેઓ આધ્યાત્મિક દષ્ટિથી ચોથા ગુણસ્થાનથી આગળ વિકાસ કરી શક્યા નહીં. તેઓ બાવીસમાં તીર્થકર અરિષ્ટનેમિ ભગવાનના પરમભક્ત હતા. અરિષ્ટનેમિથી શ્રી કૃષ્ણ વાસુદેવ વયની અપેક્ષાએ મોટા હતા જ્યારે આધ્યાત્મિક દષ્ટિથી અરિષ્ટનેમિ જ્યેષ્ઠ હતા. ભગવાન નેમિનાથ અને શ્રી કૃષ્ણ વાસુદેવ સંસારપક્ષે કાકાઈ ભાઈ હતા. એક ધર્મ વીર હતા તો બીજા કર્મવીર હતા. એક નિવૃત્તિ પ્રધાન હતા તો બીજા પ્રવૃત્તિ પ્રધાન હતા. જ્યારે પણ ભગવાન નેમિનાથ વિચરણ કરતાં દ્વારિકામાં પધારતા, ત્યારે શ્રી કૃષ્ણ તેમની ઉપાસના માટે પહોંચી જતા.
અંતકૃત દશા, સમવાયાંગ, જ્ઞાતા ધર્મકથા, સ્થાનાંગ, ઉપાંગસૂત્ર (નિરયાવલિકા) પ્રશ્ન વ્યાકરણ, ઉત્તરાધ્યન આદિ આગમોમાં શ્રી કૃષ્ણ સંબંધી સંકેત ઉપલબ્ધ છે, તેમાં તેઓનું જીવન યશસ્વી અને તેજસ્વી બતાવવામાં આવ્યું છે. આગમોના વ્યાખ્યા સાહિત્યમાં નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકા ગ્રન્થોમાં તેમના જીવન સંબંધિત અનેક ઘટનાઓ બતાવવામાં આવી છે.
શ્વેતામ્બર અને દિગમ્બર બને પરંપરાના મૂર્ધન્ય શિખરસ્થ વિદ્વાનોએ શ્રી કૃષ્ણના જીવન પ્રસંગોને આલેખતા સૌથી વધારે ગ્રન્થોની રચના કરી છે. ભાષાની દૃષ્ટિથી તે રચનાઓ પ્રાકૃત, અપભ્રંશ, સંસ્કૃત, જૂની ગુજરાતી, રાજસ્થાની અને હિન્દીમાં છે.
પ્રસ્તુત આગમમાં શ્રી કૃષ્ણનું બહુરંગી વ્યક્તિત્વ જોઈ શકાય છે. તેઓ Jain ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં પણ માતા-પિતાના પરમ ભક્ત હતા. માતા org