________________
૧૩૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧
અનુત્તરોપપાતિક સૂત્રા
સૂત્ર પરિચય – અનુત્તરોપપાતિક દશા સૂત્ર દ્વાદશાંગીનું નવમું અંગ સૂત્ર છે. શ્રેષ્ઠ ઉત્તમ વિમાનને અનુત્તર વિમાન કહેવાય છે. બાર દેવલોક પછી નવરૈવેયક વિમાન છે તેની ઉપર વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ આ પાંચ અનુત્તર વિમાન છે. જે સાધક પોતાના ઉત્કૃષ્ટ તપ-સંયમની સાધનાથી ત્યાં ઉત્પન્ન થાય છે તેને અનુત્તરોપપાતિક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર કહ્યા છે. તેઓનું વર્ણન જે શાસ્ત્રમાં છે તેને અનુત્તરોપપાતિક સૂત્ર કહેવાય છે. દશા શબ્દ અહીં દશની સંખ્યા સૂચક છે. દશ સંખ્યાનો આશય એ છે કે આ સૂત્રના પ્રથમ વર્ગમાં દશ અધ્યયન છે. બીજી અપેક્ષાએ આ સૂત્ર પહેલાં દશ અધ્યયનાત્મક હશે.
વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્રમાં ત્રણ વર્ગ છે અને કુલ ૧૦+૧૩+૧) =૩૩ અધ્યયન છે. જેમાં પ્રથમ બે વર્ગના ૨૩ અધ્યયનમાં શ્રેણિકના ર૩ દીકરાઓનું વર્ણન છે. આ સૂત્રમાં વર્ણિત ૩૩ જીવોએ અપાર સુખ વૈભવનો ત્યાગ કરી, વિવાહિત સ્ત્રીઓનો ત્યાગ કરી ચરમ તીર્થંકર પાસે દીક્ષા અંગીકાર કરી અંતે એક માસના પાદપોપગમન સંથારાથી અનુત્તર વિમાનમાં દેવભવને પ્રાપ્ત કર્યો. ત્યાર પછી મનુષ્યપણે ઉત્પન્ન થઈ મોક્ષે પધારશે.
વર્ગ - ૧ : અધ્યયન – ૧ થી ૧૦
જાલિકુમાર:- રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામની રાણી હતી. તેણીએ એકદા અર્ધરાત્રે સિંહનું સ્વપ્ન જોયું. કાલાંતરે પુત્રનો જન્મ થયો. તેનું નામ જાલિકુમાર રાખવામાં આવ્યું. યૌવન પ્રાપ્ત થતાં આઠ કન્યાઓ સાથે તેના વિવાહ થયા. લગ્ન બાદ પિતાએ ભવનાદિ બધું આઠની સંખ્યામાં આપ્યાં. આઠ કરોડ સવર્ણ અને ચાંદીની મહોરો આદિ જાલિકમારને પ્રીતિદાનના રૂપે આપ્યાં; જે બધી પત્નીઓને વહેંચી દીધાં. ત્યાર પછી તે જાલિ– કુમાર પોતાના ભવનમાં નાટક, ગીત આદિ મનુષ્ય સંબંધી સુખોનો ઉપભોગ કરતા રહેવા લાગ્યો.
એકદા ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. નગરીના લોકો વંદન, પર્યાપાસના કરવા ગયા. શ્રેણિક રાજા પણ ભગવાનની સેવામાં ગયા. જાલિકુમાર પણ ગયા. વૈરાગ્ય વાસિત ભરપૂર ધર્મ દેશના સાંભળી જાલિકુમાર સંસારથી વિરક્ત થયા. ઘેર આવી માતા-પિતા પાસે સંયમની અનુમતિ મેળવી દીક્ષિત થયા. સંયમ પર્યાયમાં આવશ્યક સૂત્રના અધ્યયન પછી અગિયાર અંગોને કંઠસ્થ કર્યા. ગુણરત્ન સંવત્સર વિશિષ્ટ તપની આરાધના કરી. ભિક્ષુની બાર પડિમાઓ વહન :
Jain Sucation Interna
or private & Personal