________________
કથાશાસ્ત્ર : અનુરોપપાતિક સૂત્ર
૧૩૧
કરી. અંતિમ સમય નિકટ આવેલો જાણી ભગવાનની પાસે ઉપસ્થિત થયા અને અનશન કરવાની અનુજ્ઞા મેળવી. ભગવાનની અનુમતિથી ફરીને જાતે મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું અને સ્થવિર ભગવંતોની સાથે વિપુલ નામના પર્વત ઉપર ધીરે ધીરે ચઢી યોગ્ય સ્થાને જઈ પાદોપગમન સંથારો કર્યો. એક મહિના સુધી સંથારો ચાલ્યો. ત્યાર પછી કાળધર્મ પામતાં સ્થવિર ભગવંતોએ પરિનિર્વાણનો કાયોત્સર્ગ કર્યો. તેઓ તેમના ભંડોપકરણ લઈ ભગવાન પાસે આવ્યા. પ્રભુને વંદન-નમસ્કાર કરી જાલિકુમારના કાળધર્મના સમાચાર આપ્યા અને તેના ઉપકરણ ભગવાનને સાપ્યા.
ત્યારપછી ગૌતમ ગણધરના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે જાલિકુમાર વિજય નામના પ્રથમ અનુત્તર વિમાનમાં બત્રીસ સાગરોપમની સ્થિતિએ દેવ બન્યા છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી માનવભવ પ્રાપ્ત કરી સંપૂર્ણ કર્મનો ક્ષય કરશે.
આ પ્રમાણે શેષ નવે ભાઈઓનું વર્ણન છે. તે બધા શ્રેણિકના જ પુત્ર હતા. સાત કુમારોની માતા ધારિણી હતી. વેહલ અને હાયસની માતા ચેલણા હતી. અભયકુમારની માતા નંદા હતી.
પ્રથમ પાંચનો સોળ વર્ષનો દીક્ષા પર્યાય હતો.તે પછીના ત્રણનો બાર વર્ષનો અને અંતિમ બે નો પાંચ વર્ષનો દીક્ષા પર્યાય હતો. પ્રથમ પાંચ અધ્યયનમાં વર્ણિત અણગાર ક્રમશઃ વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. આગળના પાંચ અણગાર ક્રમશઃ સર્વાર્થસિદ્ધ, અપરાજિત, જયંત, વિજયંત અને વિજય નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. અંતે જાલિકુમારની જેમ બધા જીવ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પ્રાપ્ત કરી મોક્ષે પધારશે. પ્રથમ વર્ગ વર્ણિત દશ મહાન આત્માઓ – (૧) જાલિ (ર) મયાલિ (૩) ઉપજાલિ (૪) પુરુષસેન (૫) વારિસેન (૬) દીર્ઘદંત (૭) લષ્ટદંત (૮) વેહલ (૯) હાયસ (૧૦) અભયકુમાર અભયકુમાર :- આ વર્ગના અંતિમ અધ્યયનથી જણાય છે કે શ્રેણિકનો બુદ્ધિનિધાન પુત્ર અભયકુમાર પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થઈ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયો છે. તેના દીક્ષિત થવા માટેનું રોચક દૃષ્ટાંત ગ્રંથોમાં આ પ્રમાણે ઉપલબ્ધ થાય છે. દીક્ષા લેવાની ભાવના :- એકદા પ્રભુ મહાવીરનો ઉપદેશ સાંભળ્યા પછી અભયકુમારે પ્રભુને પ્રશ્ન પૂછયો કે પ્રભુ! આપના શાસનમાં અંતિમ મોક્ષગામી રાજા કોણ થશે ? પ્રભુએ ઉત્તરમાં ફરમાવ્યું કે ઉદાઈ રાજા મારી પાસે દીક્ષિત થયો છે તે જ અંતિમ મોક્ષગામી રાજા છે. આ ઉત્તર સાંભળી અભયે નક્કી કર્યું કે થવા મારે રાજા બનવું નથી પરંતુ તેના પહેલાં જ હું દીક્ષિત થઈ જાઉં કારણ કે રાજા
or Private & Personal use o
Ww.jainelibrary.org