________________
932
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
થયા પછી હું મોક્ષે જઈ શકીશ નહીં.
દીક્ષાની આજ્ઞા માંગવાથી શ્રેણિકે તેમને આજ્ઞા ન આપી અને કહી દીધું કે જ્યારે હું તને નારાજ થઈ એમ કહું કે દૂર થા, ચાલ્યો જા; મને તારું મુખ દેખાડજે મા, ત્યારે તું શ્રમણ બની જજે, દીક્ષા લઈ લેજે. વિનયસંપન્ન બુદ્ધિનિધાન અભયકુમાર માટે એવો પ્રસંગ અશક્ય લાગતો હતો, છતાં પણ તે રોકાઈ ગયો.
એકદા શ્રેણિક અને ચેલણા રાણી નદી પાસેથી પસાર થઈ રહ્યા હતાં. ઠંડીનો સમય હતો. ત્યાં એક નિર્વસ્ત્ર ધ્યાનસ્થ યોગી મુનિના દર્શન કર્યા અને રાજભવનમાં આવી ગયા.
દીક્ષાની આજ્ઞા :~ રાત્રિના સમયે શ્રેણિક ચેલણાના ભવનમાં જ સૂતા હતાં. નીંદરમાં ચેલણાનો હાથ રજાઈની બહાર રહી જતાં ઠંડીથી ઠરી ગયો. રાણીની ઊંઘ ઉડી ગઈ, હાથની વેદના સાથે ધ્યાનસ્થ મુનિ યાદ આવી ગયા. તેના મુખમાંથી શબ્દ નિકળી પડ્યાં કે “તે શું કરતા હશે.’” ઠંડીના કારણે રાજાની પણ ઊંઘ ઉડી ગઈ હતી. તેથી તેઓએ રાણીના આ શબ્દો સાંભળી લીધા. રાજાને આ શબ્દો પરથી રાણીના ચારિત્રમાં શંકા થઈ. સવાર થતાં જ અભયકુમારને આદેશ કર્યો કે ચેલણાના મહેલને બાળી દેજે. આદેશ કરી તેઓ ભગવાન મહાવીરના દર્શન માટે નીકળી ગયા. અભયકુમારે મહેલમાંથી રાણીઓને અને બહુમૂલ્ય
સામગ્રીને કાઢી લીધી અને મહેલને આગ લગાડી દીધી.
શ્રેણિકે ઉપદેશ શ્રવણ પછી પ્રભુને પૂછીને જાણી લીધું કે ચેલા નિષ્કલંક છે. પોતાના આદેશનો પશ્ચાત્તાપ કરતાં ત્યાંથી શીધ્રગતિએ ચાલ્યા. માર્ગમાં અભયકુમાર મળી ગયો. તેણે રાજાના પૂછવાથી સ્પષ્ટ કહી દીધું કે મહેલ બાળી નાખ્યો છે. ખેદના કારણે રાજાના મુખેથી અનાયાસે શબ્દો નીકળી ગયા- દૂર થા, ચાલ્યો જા, મને તારું મુખ ક્યારેય ન બતાવજે.
ત્યાંથી અભયકુમાર ભગવાનની સેવામાં પહોંચી ગયો અને દીક્ષિત થઇ ગયો. આ પ્રકારનું વર્ણન આગમમાં નથી તેમ છતાં પ્રસ્તુત સૂત્રમાં તેની દીક્ષાનું અને અનુત્તવિમાનમાં જવાનું વર્ણન તો છે જ.
વર્ગ - ૨ : અધ્યયન ૧ થી ૧૩
આ વર્ગમાં તેર અધ્યયન છે. જેમાં દીર્ઘસેન આદિ શ્રેણિકના પુત્ર અને ધારિણીના અંગજાત તેર જીવોનું વર્ણન છે. આ બધા સગા ભાઈઓ હતા. તેઓએ યૌવનવયમાં રાજકન્યાઓનો ત્યાગ કરી ભગવાનની પાસે દીક્ષા લીધી અને સોળ વર્ષ સુધી સંયમ તપનું પાલન કર્યું. અંતે એક મહિનાનો સંથારો કરી, કાળ ધર્મ પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. તેમના શ્રુત અધ્યયન અને તપાદિનું વર્ણન જાલિકમારની જેમ સમજવું.
Jain Education International
to tate & Personal Use Only
www.jainelibrary.org