________________
કથાશાસ્ત્ર : અનુત્તરોપપાતિક સૂત્ર
૧૩૩
આ તેરમાંથી ક્રમશઃ બે વિજય અનુત્તર વિમાનમાં, બે વિજયંતમાં, બે જયંતમાં, બે અપરાજિતમાં ઉત્પન્ન થયા, શેષ અંતિમ પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. તેર ભાઈઓ દેવાયુ પૂર્ણ થતાં મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને યથાસમય તપ-સંયમનું પાલન કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે. બીજા વર્ગ વર્ણિત મહાનાત્માઓ :- (૧) દીર્ધસેન (ર) મહાસેન (૩) ઇષ્ટદંત (૪) ગૂઢદંત (૫) શુદ્ધદંત (૬) હલ્લ (૭) તૂમ (૮) વૂમસેન (૯) મહા ઠુમસેન (૧૦) સિંહ (૧૧) સિંહસેન (૧ર) મહાસિંહસેન (૧૩) મહાપુણ્યસેન.
(વર્ગ - ૩: અધ્યયન – ૧ થી ૧૦ પ્રાચીનકાળે કાકંદી નામની સમૃદ્ધ નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં ભદ્રા નામની શેઠાણી રહેતી હતી. તેને ધન્યકુમાર નામનો પુત્ર હતો; જે અનેક શ્રેષ્ઠ લક્ષણોથી સંપન્ન હતો. પાંચ ધાવમાતાઓથી તેનું લાલન પાલન થયું. કળાચાર્યની પાસે રહી ૭ર કળાઓમાં, અનેક ભાષાઓમાં અને શાસ્ત્રોમાં તે પારંગત થયા. માતાએ તેના માટે તેત્રીસ ભવનો તૈયાર કરાવ્યા. ખૂબ આડંબરથી તેના બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓ સાથે લગ્ન થયા.
તે ધન્યકુમાર અપાર ધન, વૈભવ અને મનુષ્ય સંબંધી સુખોનો ઉપભોગ કરતાં સમય વ્યતીત કરવા લાગ્યા. એક વખત કાકંદી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. પરિષદ દેશના સાંભળવા ગઈ, ધન્ય કુમાર પણ ગયા. ઉપદેશ સાંભળી ધન્યકુમાર સંસારથી વિરક્ત થયા અને માતાની અનુમતિ મેળવવા સંયમ લેવાની ભાવના વ્યક્ત કરી. પુત્ર મોહના કારણે વચન સાંભળતાં જ માતા મૂછ પામી. થોડો સમય વ્યતીત થતાં માતા સ્વસ્થ બની અને વિલાપ કરતી પુત્રને સમજાવવા લાગી કે હે પુત્ર ! અત્યારે દીક્ષા ન લે. મારા મૃત્યુ પછી તું દીક્ષા લેજે. ક્ષણભર પણ તારો વિયોગ મારાથી સહન કરી શકાય નહીં.
ધન્યકુમાર માતાને કહે છે કે-- માતા ! મનુષ્ય જીવન ક્ષણ ભંગુર છે. કામભોગ અવશ્ય ત્યાગવા યોગ્ય છે. કોણ પહેલાં અને કોણ પછી મૃત્યુ પામશે તેની ખબર નથી. તેથી હું હમણાં જ સંયમ ગ્રહણ કરીશ. અનિચ્છાએ માતાએ અનુમતિ આપી. તે નગરીના જિતશત્રુ રાજાએ કૃષ્ણ મહારાજની જેમ ભવ્ય દીક્ષા મહોત્સવ કર્યો.
ભગવાનની સમક્ષ પહોંચી ધન્યકુમારે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. ભગવાને રાજા તથા માતાની આજ્ઞાથી દીક્ષા પાઠ ભણાવ્યો. ધન્યકુમાર હવે ધન્ના અણગાર બન્યા. દીક્ષાના દિવસથી જ ધના અણગારે આજીવન છઠના પારણે છઠ કરવાની પ્રતિજ્ઞા કરી. પારણામાં પણ આયંબિલ કરવું અને એવો રૂક્ષ આહાર લેવો કે જેને
અન્ય કોઈ યાચક લેવા ન ઇચ્છે અને તે આહાર ફેંકી દેવા યોગ્ય હોય. આ પ્રકારે Jain અભિગ્રહ કરી મુનિ પારણા માટે કરતાં હતાં. તેઓને ક્યારેક પાણી મળે તો