________________
૧૮૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
પત્ની અને કોણિકની અપરમાતા કાલી નામની રાણી હતી. તેને કાલકુમાર નામનો પુત્ર હતો. જેણે પદ્માવતી સાથે લગ્ન કર્યા હતા. એક વખત પદ્માવતીને રાત્રે સિંહનું સ્વપ્ન આવ્યું. કાલાંતરે પુત્રરત્નનો જન્મ થયો. જેનું નામ પાકુમાર રાખવામાં આવ્યું. તરૂણાવસ્થામાં આઠ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. માનુષિક સુખોનો ઉપભોગ કરતો થકો તે સમય વ્યતીત કરવા લાગ્યો.
એક વખત ચંપાનગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. પરિષદની સાથે પઘકુમાર પણ વંદન કરવા માટે ગયા. ધર્મદેશના સાંભળી, વૈરાગ્યમય વાણીથી પદ્મકુમારને માનવ જીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો; ક્ષણિક ભોગ સુખોનું દારૂણ પરિણામ અને મનુષ્ય ભવનું મહત્ત્વ સમજાયું.
ઉપદેશ સાંભળ્યા પછી તેણે ભગવાન સમક્ષ પ્રવ્રજયા અંગીકાર કરવાની ભાવના પ્રગટ કરી, પરિવારિક જનોની આજ્ઞા લઈ દીક્ષિત થયા. દીક્ષા લીધા બાદ પદ્મમુનિએ અગિયાર અંગસૂત્રોનું જ્ઞાન કંઠસ્થ કર્યું. તેમજ અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા શરીરને અને કર્મને કશ(પાતળા) કર્યા. પાંચ વર્ષ સુધી સંયમ પાળી, એક માસનો સંથારો કરી, પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા.
ત્યાં બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ અંગીકાર કરી, સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મુક્ત થશે.
આ પ્રમાણે જ મહાપદ્રકુમાર આદિ શેષ નવકુમારોનું વર્ણન સમજવું. પૂર્વ અધ્યયનમાં વર્ણિત કાલકુમાર આદિ દસે ભાઈઓના આ દશ પુત્ર હતા. શ્રેણિક રાજાના પૌત્ર અને કુણિકના ભત્રીજા હતા. આ દશે આત્માઓએ ક્રમશઃ (૧) પાંચ (ર) પાંચ (૩) ચાર (૪) ચાર (૫) ચાર (૬) ત્રણ (૭) ત્રણ (૮) ત્રણ (૯) બે (૧૦) બે વર્ષ સંયમ પાળી, એક મહિનાનો સંથારો (અનશન) કર્યો. નવમું અને અગિયારમું દેવલોક વર્જી દશે આત્માઓ ક્રમશઃ પહેલા દેવલોકથી માંડી બારમા દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થયા.
આ દશેના પિતા નરકમાં ગયા. તેમના દાદીઓ ભગવાનની પાસે સંયમ અંગીકાર કરી તે જ ભવમાં મોક્ષે ગયા. સાર:- એક જ પરિવારના દરેક જીવોની પોતપોતાના કર્મ અનુસાર ગતિ થાય છે. પિતા નરકમાં, માતા મોક્ષમાં, પુત્રો નરકમાં, પૌત્રો સ્વર્ગમાં. (શ્રેણિક, કાલિ આદિ રાણીઓ, કાલકુમારાદિ અને પદ્માદિ).
ખરેખર તો પુણ્યશાળી તે જ છે કે જે મળેલી પુણ્ય સામગ્રીમાં અંતિમ સમય સુધી ફસાયેલા(આસક્ત) રહેતા નથી પરંતુ સ્વેચ્છાએ તેનો ત્યાગ કરી મનુષ્ય ભવની અમૂલ્ય ક્ષણોને આત્મસાધનામાં પસાર કરે છે. મોક્ષપ્રદાયી આ માનવ ભવમાં એક દિવસ ધન-સંપત્તિ, સ્ત્રી-પુત્ર પરિવાર અને ઇન્દ્રિયના સુખોનો સ્વેચ્છાએ ત્યાગ કરે છે, ગુસ્સો, ઘમંડ, લોભ આદિ કષાયો ઉપર વિજય પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org