________________
કથાશાસ્ત્રઃ ઉપાંગસૂત્ર (નિરયાવલિકાદિ)
૧૮૧
કર્યો કે મારો પુત્ર યુદ્ધ કરવા ગયો છે, હે ભગવન્! હું તેને જીવિત જોઈ શકીશ કે નહિ?
પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે- તમારો પુત્ર ચેડા રાજા દ્વારા માર્યો ગયો છે માટે તમે જીવતાં જોઈ શકો નહિ. ત્યાર પછી વૈરાગ્ય ભાવથી ભાવિત થઈ દસે રાણીઓએ દીક્ષા અંગીકાર કરી અને તે જ ભવમાં સંપૂર્ણ કર્મક્ષય કરી શિવપદને પ્રાપ્ત કર્યું. કાલકુમારાદિનું ભવિષ્યઃ- ગૌતમ ગણધરે પ્રશ્ન પૂછ્યો- હે ભગવંત! કાલકુમાર મૃત્યુ પામી કયાં ઉત્પન્ન થશે? ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે કાલકુમાર યુદ્ધમાં મૃત્યુ પામી ચોથી નરકમાં ઉત્પન્ન થયા છે. ત્યાં દસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં સંયમ સ્વીકારી સંપૂર્ણ કર્મક્ષય કરી મુક્તિ પામશે. આ પ્રકારે દસે ભાઈઓ યુદ્ધમાં કાળ કરી ચોથી નરકમાં ગયા અને પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ અંગીકાર કરી. સંપૂર્ણ કર્મનો ક્ષય કરી સિદ્ધ થશે. સાર:- (૧) માણસ ધારે છે કંઈ અને થાય છે કંઈક અન્ય માટે અનૈતિક અને અનાવશ્યક ચિંતન કયારેય પણ કરવું ન જોઈએ. (૨) માતાના ચરણ સ્પર્શ કરવા જવાના નિમિત્તે કોણિકની ચિંતન દશામાં પરિવર્તન આવી ગયું. (૩) અભયકુમારે પોતાની બુદ્ધિ કૌશલ્યથી અસંભવ કાર્યને સંભવ કરી બતાવ્યું. (૪) અતિ લોભનું પરિણામ શુન્યમાં આવે છે યથા.– ન હાર મળ્યા ન હાથી અને ભાઈ મર્યા દસ સાથી. (૫) સ્ત્રીઓનો તુચ્છ હઠાગ્રહ માણસને મહાન ખાડામાં નાખી દે છે. તેથી મનુષ્ય તેવા સમયમાં ગંભીરતાપૂર્વક હાનિ-લાભ તથા ભવિષ્યનો વિચાર કરી સ્વતંત્ર નિર્ણય લેવો જોઈએ. (૬) યુદ્ધમાં આત્મપરિણામોની કૂરતા થાય છે. તેથી તે અવસ્થામાં મરવાવાળા પ્રાયઃ નરકગતિમાં જાય છે. (૭) ચલણારાણીએ મન વિના પણ પતિની આજ્ઞાથી કોણિકનું લાલનપાલન કર્યું.
પૂજ્ય પિતાસે લડતા લોભી, ભાઈ કી હત્યા કરતા.
લોભ પાપકા બાપ ન કરતા પરવાહ અત્યાચાર કી." કવિતાની આ કડીઓનું ઉક્ત ઘટનામાં સાકાર રૂપ જોઈ શકાય છે. તેથી સુજ્ઞજનોએ લોભ સંજ્ઞાનો નિગ્રહ કરવો જોઈએ.આ ઉપાંગસૂત્રનો નિરયાવલિકા નામનો પ્રથમ વર્ગ સમાપ્ત થયો.
વર્ગ- ૨: કલ્પાવતાંસિકા 3)
'અધ્યયન- ૧: પન્નકુમાર આ વર્ગના દસ અધ્યયન છે. જેમાં દસ જીવોના દેવલોકમાં જવાનું વર્ણન છે. માટે આ વર્ગનું નામ કલ્પાવતંસિકા રાખવામાં આવ્યું છે.
પ્રાચીનકાળે ચંપાનગરીમાં કોણિક રાજા રાજ્ય કરતો હતો. ત્યાં શ્રેણિકરાજાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org